________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
મહિપતિ માન લહીને દોહગ, અન્ય રાણીને દીધું રે; સોહગ લેઈ શ્રીદેવીએ, પટરાણીપણું લીધું. ૨૯ પંચવિષય સુખ પૂરણ પામી, આપે વાંછિત દાન રે; જે બોલે તે ફોક ન જાયે, વશ્ય કર્યાં રાજાન. ૩૦ ઢાળ અનુક્રમે હવે અન્યદા, તાપસી પૂછે તદા,
કહે મુદા કામ થયું સહી તાહરુંજી, શ્રીદેવી કહે શીરનામીજી મન વાંછિત ફળ હું પામીજી સ્વામી વચન ન લોપે માહરુંજી. મુજ
૩૧
ત્રુટક : વચન ન લોપે પણ એહવો, એક કહો ઉપાય રે, મુજ જીવતા જીવે સ્વામી, મરતા મરે તે માય, તો હું સાચી જાણું માયા, ભગવતી તવ ભાસે રે,
આ મૂળીનો નાસ લઈને, સૂજે તું પતિ પાસે. ૩૨ અચેતપણું પામીશ એહથી, જીવંતી મૃત પ્રાય રે; બીહીશ મા બીજી મૂળીએ, કરીશ પુનર્નવકાય. ૩૪ ઈમ કહી તે મૂળી આપી, સા પહોંતી નિજ ઠામે રે; અઠ્ઠાવીસમી ઉદય અનોપમ, ઢાળ કહી અભિરામ. ૩૫ ભાવાર્થ : ન૨૫તિની વાણી સાંભળીને પંખિણી બુદ્ધિથી વિચારે છે. હવે તેહની બુદ્ધિ કેવી નિર્મલ છે તે જુવો. સૂડી કહે છે હે રાજન્ ! સાંભળો મારાથી બોલ્યા વિના રહેવાતું નથી. તમે ન્યાય તપાસીને જુવો. (૧)
વળી ન્યાય તપાસી બુદ્ધિનો પ્રકાશ ક૨ી હે ગુણધામી ! વિચાર કરજો કે જે માતા - પિતા - ધન અને પોતાનું જીવિત છાંડીને પોતાની પ્રિયતમાને વિષે રક્ત રહે છે. (૨)
જે વ્યસનમાં અને પોતાની મહિલાને વિષે પણ લુબ્ધ રહે છે, તે શું શું કામ નથી કરતો. ચાહે દેવ હોય, મનુષ્ય હોય, કિન્નર - અસુર કે વિદ્યાધર કોઈપણ હોય પણ કોઈ કોઈની લાજ રાખતું નથી. (૩)
વળી નારી માટે ઈશ્વર પોતે પણ નગ્ન થાય છે. ૨મણી અંગે રાચે છે અને જુવો ઈશ્વરે ના૨ી કાજે પોતાનું અર્ધ વસ્ત્ર ઉમયાને આપ્યું. (૪)
૧૬૩૯