________________
S
SS S SS
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | S S SS રાગ અને દ્વેષે કરી હો લાલ, લાખ ચોરાશી થાય. લીલા. કાળ અનાદિ અનંતનો હો લાલ, જીવ ભમે જગમાંહી. લીલા. નર૦ ૨ કોઈક પચ કલ્લોલથી હો લાલ, લહી મનુષ્યભવ એહ. લીલા. પંચ વિષયની લાલચે હો લાલ, ફોગટ હારે તેહ. લીલા. નર૦ ૩ પદવી ઈંદ્રને પૂજ્યની હો લાલ, પામે નહિ સંદેહ. લીલા. સમકિત ચિંતામણી સમો હો લાલ, દુખે પામે તેહ. લીલા. નર૦ ૪ સમકિત મૂલ વિના સહી હો લાલ, પાર ન પામે કોય. લીલા. સમકિતથી સંસારમાં હો લાલ, સદ્ગતિ સહેજે હોય. લીલા. નર૦ ૫ ત્રણ તત્વને ઓળખે હો લાલ, દેવ ગુરુને ધર્મ. લીલા. સદુહણા જિનવયણની હો લાલ. સમકિતનો એ મર્મ. લીલા. નર૦ ૬ દેવ અનેકમાં દીપતો હો લાલ. દોષ રહિત ભગવંત. લીલા. સમકિતને અજુઆળવા હો લાલ, પૂજિયે શ્રી અરિહંત. લીલા. નર૦ ૭ કેતકી ચંપક કેવડે હો લાલ, જાઈ જુઈ જાસુલ. લીલા. માલતીને મચકુંદના હો લાલ. લેઈ ફૂલ અમૂલ. લીલા. નર૦ ૮ જે પૂજે જિનદેવને હો લાલ, વિધિશુ ત્રણ કાલ. લીલા. સૂર નર શિવ સુખસંપદા હો લાલ, પામે તે સુરસાલ. લીલા. નર૦ ૯ ચઢાવે ભગતે કરી હો લાલ, જે જિનને એક ફૂલ. લીલા. સૂરનરની તે સાહ્યબી હો લાલ, ઉત્તમ પામે અમૂલ. લીલા. નર૦ ૧૦ જિનપૂજા અન્યની કરી હો લાલ, દેખીને જે દુષ્ટ. લીલા. અમરષ આણે અવગુણી હો લાલ, તે પામે મહાકષ્ટ. લીલાનર૦ ૧૧ ભવચક્રે ભૂલો ભમે હો લાલ, દુઃખિયો તે નર દીન. લીલા. ઈહ લોકે લહે આપદા હો લાલ, પ્રચુર પર આધીન. લીલા. નર૦ ૧૨ દારિદ્ર દૌભગ્યે કરી હો લાલ, તમ રહે તે સદૈવ. લીલા. વિઘન કરે જિન પૂજતાં હો લાલ, કુગતિ લહે તે જીવ. લીલા. નર૦ ૧૩ અર્ચા અરિહંત દેવની હો લાલ, પરની કીધી જેહ. લીલા. ' ઉતારે દ્વેષે કરી હો લાલ, મહા દુઃખ પામે તેહ. લીલા. નર૦ ૧૪