________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ: મનમાંહી ઉલટ ધરી, દેવ તણો સંકેતજી, માનીનીને માંડી કહ્યો, હળીએ મન હેતજી. ત્રુટક હેતશુ સંબંધ સઘળો, સુણીને શ્યામા ભણે,
હવે દુઃખ નાડું દેવ તૂઠો, સ્વામી ! સત્ત્વ તુમ તણે, ઉદયરત્ન કહે એકાવનમી ઢાળ અને હરખે કરી, ભવિજન રાગે સુણો આગે, મનમાંહી ઉલટ ઘરી,૧૩ ભાવાર્થ : હળી નામે તે નર શ્રી જિનમંદિર પાસે જુના પાદરમાં ખેતરને અત્યંત ખંતપૂર્વક ખેડે છે અને સમય થતા ઉલ્લાસપૂર્વક તેની પત્નિ ભાત લઈને આવે છે અને સ્વામીની પ્રેમભાવથી સેવા-ભક્તિ કરે છે પણ પુણ્યહીન તે હળી હંમેશા ની૨સ ભોજન કરતો જેમ તેમ કાળ પસાર કરે છે. (૧)
તે સમયે શ્રી જિનેશ્વરના દર્શન વંદન ક૨વા માટે અંબર પંથથી ગુણના ભંડા૨ી ચારણમુનિ ત્યાં ઉતરે છે અને જિનેશ્વરને વંદન કરી પ્રભુ સન્મુખ ચૈત્યવંદન કરે છે અને વિવિધ પ્રકારે ૫૨મ ભક્તિથી કરજોડી પ્રભુની સ્તવના કરે છે. તે સાંભળીને ‘હળી’ પણ જ્યાં મુનિઓ બેઠાં છે ત્યાં મનના ભાવ સાથે કંઈક મને લાભ થશે એમ માની તે અવસરે ત્યાં આવે છે. (૨)
અને ‘હળીપુરુષ’ પ્રેમપૂર્વક મુનિના ચરણ-કમલને વિષે વંદન કરી કહેવા લાગ્યો કે, હે સ્વામી ! સાંભળો. કયા કર્મથી હું આ દુઃખ પામ્યો છું ! કયા પૂર્વકર્મથી દુઃખની ખાણ સમાન એવી આપદા અનુભવુ છું ! તે સાંભળીને મુનિવર કહેવા લાગ્યા કે, હે હળી ! સાંભળ. તેં ગતભવમાં મુનિને ક્યારેય દાન દીધું નથી અને આનંદપૂર્વક ક્યારેય પણ જિનવર સન્મુખ નૈવેદ્ય ધરાવ્યું નથી. તેથી આ ભવે દુ:ખની આપદા પામ્યો છું ! તે સાંભળીને હળી ફરી મુનિને વંદન કરીને કહેવા લાગ્યો - (૩)
હે સ્વામી ! એવો કોઈ ઉપાય બતાવો કે જેથી દારિદ્ર દૂરે જાય ! તે સાંભળીને મુનિવર કહેવા લાગ્યા કે, હું તને એવો ઉપાય બતાવું કે જેથી તારા પાપો દૂર થઈ જાય ! પૂણ્યના પૂરા ઉદયથી દુ:ખની શ્રેણી દૂર થાય. સાધુનો યોગ મલે તો તે સમયને ધન્યગણી મનનાં આનંદ સાથે દાન દેજે અને હંમેશ જિનવર સન્મુખ નૈવેદ્ય ધરાવજે, તેથી તારા દારિદ્ર દૂર થશે ! તે સાંભળીને હળીએ પણ દારિદ્ર જેનાથી જાય તેવા ઉપચાર માટે જિનેશ્વરને હંમેશા નૈવેદ્ય ધરાવવાનો નિયમ લીધો. (૪)
હે સ્વામી ! મારા ભોજનમાંથી હંમેશા નિશ્ચે શ્રી જિનેશ્વર સન્મુખ સ્નેહપૂર્વક નિત્યે નૈવેદ્ય ધરાવીશ અને સાધુનો યોગ પ્રાપ્ત થયે છતે મનની ભક્તિથી ત્રિવિધયોગે મુનિવરને વ્હોરાવીશ.
૨૭૩૦
અક્ષ