________________
S SS SS S SS : શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ RSS S
ઢાળ પીસ્તાલીસમી
| દોહા ! અંતસમે જિનમતિ મુખે, અણઘણ કરીને આપ; ધનસિરી શુભ ધ્યાનશું, આલોવે નિજ પાપ. ૧ ખમાવી ષકાયને, શરણાં કીધાં ચાર; યોનિ ચોરાશી લાખને, ખમાવી તેણીવાર. ૨ ઈમ સમાધિ મરણે મરી, શુભ લેશ્યાનો જોગ; દેવીપણે જઈ ઉપની, સૌધરમે સુર લોગ. ૩ ધનશ્રીને વિરહે કરી, પામી દુઃખ અસમાન; સવિશેષે જિનરાયની, ભક્તિ કરે શુભ ધ્યાન. ૪ મન શુદ્ધ અણશણ કરી, કાલે કરી અવસાન; સૌધર્મે જિહાં ધનસિરી, પામી તેહ વિમાન. ૫ અમરીપણે સહી ઉપની, જેહની જ્યોતિ અમંદ;
જિનમતિ જિનભક્તિથી, પામી પરમ આનંદ. ૬ ભાવાર્થ હવે ધનશ્રી” અંત સમયે પોતે અણસણ કરે છે “જિનમતિ'નાં મુખથી અણસણ ની લે છે અને શુભ ધ્યાનથી પોતાનાં પાપોની આલોચના કરે છે. (૧)
છકાય જીવોને ખમાવે છે. ચાર શરણાં ગ્રહણ કરે છે અને તે સમયે ચોરાશી લાખ દે નિ જીવાયોનિને પણ ખમાવે છે. (૨)
એ પ્રમાણે શુભ લેશ્યાનાં યોગથી સમાધિ મરણે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકે દેવીપણે કિંગ | તે ઉત્પન્ન થઈ. (૩) કરી હવે જિનમતિ “ધનશ્રી’ સખીનાં અવસાનથી તેનાં વિરહે અત્યંત દુઃખ પામવા લાગી.
તેથી તે ધનશ્રીની પાછળ વિશેષ પ્રકારે શુભધ્યાનથી જિનેશ્વરદેવની ભક્તિ કરવા લાગી. (૪) | મન શુદ્ધ તેણે પણ અણશણ કર્યું અને આયુષ્ય ક્ષય થયે સમાધિપૂર્વક મૃત્યુ પામી અને | જ્યાં સૌધર્મ દેવલોકે “ધનશ્રી' ઉત્પન્ન થયેલી હતી તે જ વિમાન પણ જિનમતિ પામી. (૫) Eી તે દેવીપણે ત્યાં ઉત્પન્ન થઈ. જેહની અનોપમ અમંદ જ્યોતિ છે. તે જિનમતિ - જિનભક્તિથી અપૂર્વ આનંદને પામી. (૬)