________________
E
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
(રાગ : નમો નિત્ય નાથજી રે - એ દેશી) અવધિજ્ઞાન પ્રયું જતાં રે, જાણ્યું પૂરવ રૂપ.
માંહોમાંહે બેને તદા રે. ઉપનો રાગ અનૂપ. આ૦ ૧ આપણ બે સખી રે, ઉરામ સુખ અસમાન; પામી દીવા થકી રે, જો જો દેવવિમાન. આ૦ ૨ મેદાપૂરે હતી પૂરવે રે, સહી આપણે સજોડ; જિનભવને દીવો સદા રે, કરતી મનને કોડ. આ૦ ૩ તેહ તણે પુણ્ય કરી રે, દેવાંગના થઈ દોય; સુરની એ લહી સંપદા રે, હરખિત ચિંતે સોય. આ૦ ૪ બલિહારી જિનધર્મની રે, બલિહારી જિનબિંબ; જેહના સુપસાયથી રે, આશા ફળે અવિલંબ. આ૦ ૫ ધન્ય એ માનવ લોકને રે, ધન્ય માનવ અવતાર સામગ્રી જિહાં ધર્મની રે, પામિયે જેહથી પાર. આ૦ ૬ " તીર્થંકર પણ અવતરે રે, નરક્ષેત્રે સુવિચાર; જન્મ મરણના દુઃખ થકી રે, નર છૂટે નિરધાર. આ૦ ૭ ઈમ દિલમાં દેવાંગના રે, ચિંતે વારંવાર; પરશંસે ભૂપીઠને રે, જિહાં વિચરે અણગાર. આ૦ ૮ પૂરવનાં પ્રેમ કરી રે, મનમાં પામી મોદ; હવે વિચારે બે મળી રે, વારુ એક વિનોદ. આ૦ ૯ જિનમંદિર ભૂમંડલે રે, મેદાપુરે શુભ કામ; કરિયે દેવશકતે કરી રે, ઈમ ચિંતીને તામ. આ૦ ૧૦ નરલોકે આવી વહી રે, શ્રોતા સુણજો પ્રેમ; પીસ્તાલીસમી ઢાળમાં રે, ઉદયરત્ન કહે એમ. આ૦ ૧૧ ,
ભાવાર્થ જિનમતિ અને ધનશ્રી બંને સખીયો દીપકપૂજાનાં પ્રભાવથી સૌધર્મ દેવલોકને કિ 3 વિષે દેવીપણે ઉત્પન્ન થઈ છે. ત્યાં ગયા બાદ અવધિજ્ઞાનનાં ઉપયોગથી પૂર્વભવનું સ્વરૂપ
જાણી લે છે. પૂર્વભવ જોતાં પરસ્પર બંને એકબીજાને ઓળખે છે અને દેવીપણામાં પણ બંનેને ગાઢ રાગ થાય છે. (૧)