________________
3
દિન 1 1 - શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
(મલ્હાર : દેખી કામીની દોય કે કામે વ્યાપિયો હો લાલ - એ દેશી) અભૂત રૂપ અનૂપ, અનુપમ ચાતુરી હોલાલ અનુ. પુત્રીને પેખી નરિંદ થયો, ચિંતાતુરી હોલાલ થયો. ૧ કુમારી તે વર જોગી, હુઈ દેખી હવે હોલાલ હુઈ વરની ચિંતા તામ, નરેસર ચિંતવે હોલાલ નર૦ ૨ સ્વયંવર મંડપ સોય, રચાવે મન રળી હોલાલ રચા દેશ-વિદેશે દૂત, પઠાવે વળી વળી હોલાલ પઠા. ૩ નરપતિ ગજપતિ ભૂપ, કેઈ તિહાં કિન્નરા હોલાલ કેઈo અશ્વપતિ અને ક, વળી વિધાધરા હોલાલ વળી૪ છત્રપતિ છેલ છોગાળા કે, મોટા મહાબલી હોલાલ મોટા દાની ગુમાની હઠાલ, મલ્યા તિહાં મંડલી હોલાલ મલ્યા. ૫ સિંહાસન પ્રત્યેક, બેઠા મહીભુજ મળી હોલાલ બેઠા, બંદીજન ચારણ ભાટ, બોલે બિરૂદાવલી હોલાલ બોલે. ૬ ઈંદ્રસભા સમ તેહ, ઓપે નૃપ આવલી હોલાલ ઓપે. માયની અનુમતિ લઈ, હવે મદનાવલી હોલાલ હવે ૭ સજી સોલ શૃંગાર, સુખાસન બેસીને હોલાલ સુખા. વરમાળા લેઈ હાથ, મંડપમાં પેસીને હોલાલ મંડ૦ ૮ નીરખે સઘળાં નરિંદ, પ્રત્યેકે તે મુદા હોલાલ પ્રત્યે દાસી ગુણાવલી નામે, આગળથી કહે વિદા હોલાલ આગo ૯ સિંહાસનથી તામ, નામાંકિત વાંચીને હોલાલ નામાં જનપદ હદ્ધિનું માન, કહે ગુણ રાચીને હોલાલ કહે. ૧૦ વિધાધર આદિ નરિંદ, કુમારી પેખીને હોલાલ કુમા મનમાં પામ્યા મોહ, મોહ્યા મુખ દેખીને હોલાલ મોહ્યા. ૧૧ શિવપુર વાસી સુજાણ, સિંહધ્વજ નરવટુ હોલાલ સિંહ૦ જાલિમ યોદ્ધ યુવાન, રૂપે તે સુંદર હોલાલ રૂપે ૧૨