________________
. . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) Sita | હે પ્રાણેશ્વર ! તમે મારો ત્યાગ કરો અને પ્રજાનું પુત્રવત્ પાલન કરો અને તે માટે હવે દિ વનમાં રહેવા માટે અનૂપમ મહેલ બંધાવો. (૬)
એ પ્રમાણેના વનિતાના વચન સુણી રાજા મનથી રળિયાયત થયો થકો વિચારવા લાગ્યો. એની બુદ્ધિ ચાતુરીને ધન્યવાદ છે અને તેનાં મનની વાતો મેં આજે જાણી લીધી છે. (૭)
(રામ-સીતાને ધીજ કરાવ રે - એ દેશી) વસુધાપતિ કહે એમ વાણી રે, પ્રાણ વલ્લભ તું પટરાણી રે; ગુણ આપી હું રુણિયો કીધો રે, તન સાટે વેચાતો લીધો રે. ૧ આદર્યો તે ઉત્તમ જાણી રે, હું નિર્દય અવગણ ખાણી રે; ઉત્તમ નર જીહાં મન મંડે રે, પ્રાણાંતે પ્રીતિ ન છંડે રે. ૨ સજન તે કહિયે સહી રે, દુ:ખ પડ્યું કે નિરવહી રે; પ્રજાશું પ્રેમ લગાયા રે, મેં મેહલી તાહરી માયા રે. ૩ રાણી કહે સુણો સ્વામી રે, એ વાત નથી તુમ ખામી રે; તમે તો છેહ ના દીધો રે, વનવાસ માંગી મેં લીધો રે. ૪ અવનીપતિ મહા દુઃખ આણી રે, રાણી પ્રત્યે કહે વાણી રે; તુમ વિણ મેં કેમ રહેવાશે રે, આવાસ એ ખાવા ધાસ્ય રે. ૫ દીન વચન સ્વામી શું ભાખો રે, હૈયું હાંકીને રાખો રે; અમને આપો વનવાસો રે, તુમ રાજ્ય કરો ઉલ્લાસો રે. ૬ રાજા મન ધીરજ રાખી રે, સચિવ કર્યો તિહાં સાખી રે; અટવીમાં આવાસ કરાવી રે, પટ્ટરાણીને તિહાં પધરાવી રે. . અશનાદિક તિહાં ભરાવી રે, ચોકી ચિહું દિશિ રખાવી રે; રાણી શું માંગી શીખ રે, ભરી નગર ભણી તે વીંખ રે. ૮ પ્રજાનો કહ્યો તેણે કીધો રે, વનવાસ રાણીને દીધો રે; રાજા ફરી મહેલમાં આયો રે, પણ મનમાં મહા દુઃખ પાયો રે. ૯ અશનાદિક તેહને ન ભાવે રે, મંત્રીશ્વર મળી સમજાવે રે; સિંહધ્વજ કરે બહુ સોસ રે, સહુ કર્મને દિયે દોષ રે. ૧૦