________________
S
TD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો ) | માનવલોકમાં ક્યારે પણ નહીં જાણેલી. નહીં સાંભળેલી તેહવી ઉત્તમ સુવાસ ભુવનને . આ વિષે અપાર પ્રસરવા લાગી. (૫)
વળી તે બાળકને જે તેડે છે ! જે તેના શરીરનો સ્પર્શ કરે છે. તે દરેક તે સુગંધી પરિમલને પામે છે. આ આશ્ચર્ય જોઈ સર્વે મળીને તેને જાણે ધૂપનો પુડો ન હોય તેમ ‘ધૂપસાર” આ સાક્ષાત છે એમ કહે છે. (૬)
વળી આ પ્રમાણે ગુણથી નિષ્પન્ન તે પુત્રનું ધૂપસાર” નામ સ્થાપન કર્યું. અનુક્રમે બીજના ચંદ્રની જેમ વધતો તે કુમાર બાલ્યવય ઓળંગી રૂપકલા અને ગુણધામને પામતો યૌવનવયને પામ્યો. (૭) (રાગ - મારૂ - સોલમાં શ્રી જિનરાજ ઓલગ સુણો અમતણી - લલના એ દેશી)
જિમ મલયાચલ નવખંડ, શ્રી ખંડ મહમહે સાજનજી; તિમ ઉત્તમ વાસ અખંડ, કુમારની સહુ લહે સાજનજી. ૧ જિમ પારિજાતકનું ફૂલ, અમરના મન હરે. સા. તિમ તનુ ગંધ અમૂલ, લહી જન અનુસરે. સા. ૨ ધરા ઉપરે ધૂપસાર, ભલે એ અવતર્યો. સા. સુગંધ તણો ભંડાર, સોભાગી ગુણભર્યો. સા૩ બહુ જલમાંથી તેલ, વેગે શું વિસ્તરે. સા. તિમ કુમરતણી યશરેલ, ચાલી સાલે પુરે. સા. ૪ પરણાવી સુંદર નારી, વિષયસુખ ભોગવે. સા.. તેહનાં જે પાંચ પ્રકાર, જુગતિ શું જોગવે. સા. ૫ તે કુમારને સાનુકૂલ, વસન જન ધૂપીને. સા. પહેરીને પટકુલ, ભેટે જઈ ભૂપને. સા. ૬ લોકને પૂછે અચંભ, મનશું મહિપતિ ચક્રી. સા એવો દેવોને દુર્લભ, પાખ્યા ધૂપ કિહાં થકી. સા. ૭ તુમ વા વાસ્યાં છે જેણે, પ્રકાશો તે સહી. સા. તે જન કહે સાચું વેણ, ભૂપતિ આગલ રહી. સા. ૮ સ્વામી સુણો સસનેહ, અમારી વિનતી રાજનજી; સહી વસ્ત્ર અમારાં એહ, ધૂપે ધણાં નથી રાજનજી. ૯