Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 
Catalog link: https://jainqq.org/explore/006008/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - - i$િગ મેં, || CT M0] ll માલાહોરમાં 'કિટ 8 ઉમરાવશાહીનું ખેત અને પ્રતિભા vard di Sાને સાડી તોદિ લિ અનEાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ પાંરવાર પ્રકાનિ રત Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન - પ્રસિદ્ધ કેન્ય લેખક વિક્ટર હ્યુગોની આ ત્રીજી નવલકથા લાફિંગ મેન' થાને ઉમરાવશાહીનું પિત અને પ્રતિભા, ગુજરાતી ભાષા બેલતી પ્રજા સમક્ષ, વિસ્તૃત સંક્ષેપ રૂપે, સચિત્ર રજૂ કરતાં આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. વિશ્વસાહિત્યમાં પોતાનું નામ રોશન કરનાર વિટર હ્યુગે, ચાર્લ્સ ડિકન્સ અને અલેકઝાન્ડર ડૂમાની ઓછામાં ઓછી પાંચ પાંચ મશહૂર વાર્તાઓના વિસ્તૃત સંક્ષેપ ગુજરાતી વાચકની સેવામાં સચિત્ર રજૂ કરવાને પરિવાર સંસ્થાને શરૂથી સંકલ્પ છે; અને તે આ રીતે ઝપાટાબંધ સિદ્ધ થતો જાય છે એ જોઈ, એક પ્રકારની કુતાર્થતા અનુભવાય છે. આ નવલકથામાં હ્યુગોએ ઇંગ્લેન્ડની ઉમરાવશાહીનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું છે. ઈ. સ. ૧૭૦૦ના અરસામાં ધન અને સત્તા ભેગાં થતાં તે ઉમરાવો કેવા નમાલા - એશઆરામી અને પુરુષાર્થ હીન બની ગયા હતા, એનું ચિત્ર આ નવલકથામાં જેવું રજૂ થાય છે, તેવું બીજે ભાગ્યે જોવા મળે. વિકટર હ્યુગે મશહૂર નવલકથાકાર ઉપરાંત નાટયકાર અને કવિ તરીકે પણ પ્રસિદ્ધ હતો. ફાન્સના ૧૯મા સૈકાને એક અગ્રગણ્ય સાહિત્ય-સ્વામી તે ગણાય છે. એને જીવનકાળ એટલે ૧૮૦૨થી 1885. લેખકે બહુ ઓછાં પાત્રોથી આ કથાને આલેખી છે. અને તેમાંનું એક છે વરુ - હેમો' છે. તેમ છતાં આ વાર્તા તેની સચોટતાથી આપણને સ્પર્યા વિના રહેતી નથી. Page #4 -------------------------------------------------------------------------- ________________ આવાં સુંદર પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણે અંતરાત્મા પરિતૃપ્ત થાય છે અને સંસ્કાર તથા સંસ્કૃતિની બાબતમાં આપણે એક અગત્યનું આગેકદમ ઉઠાવ્યું, એમ લાગે છે. એવાં સુંદર અને ઉપયોગી પુસ્તકે પોતપોતાની ભાષામાં સફળતાથી ઉતારીને માનવજાતના એ અતિ કીમતી વારસાને લેકસુલભ કરી આપો, એ કોઈ પણ દેશની સાહિત્ય પ્રવૃત્તિનું આવશ્યક અંગ ગણાય. અને એ રીતે આ વિશ્વસાહિત્યના મશહૂર લેખકની કેટલીક પસંદ કરેલી વાર્તાઓ સુવાચ્ય અને સચિત્ર સ્વરૂપે રજૂ કરી શકાતાં અમારી પરિવાર સંસ્થા ખરેખર ગૌરવ અનુભવે છે. આજના યુગમાં આવી કૃતિઓ વધુ ને વધુ લોકપ્રિય થતી જાય છે. દુનિયાભરમાં વિક્ટર હ્યુગે, ડિકન્સ, ટોલસ્ટોય છે. સાહિત્ય સ્વામીએ રસપૂર્વક પાછા ફરી ફરીને વંચાવા લાગ્યા છે. પરિવાર સંસ્થાએ ટૂંક સમયમાં આવા ડઝનેક વિસ્તૃત સંક્ષેપ પ્રસિદ્ધ કર્યા છે; ગુજરાતના તેમ જ આફ્રિકા જેટલે દૂર વસતા ગુજરાતી વાચકોએ સુંદર આવકાર આપીને, અમને આગળ વધવા જેટલી પ્રેરણા પૂરી પાડી છે. - આ જ સંપાદકે વિક્ટર હૃગેના લે મિઝેરાલ્ફ” અને “નાઈન્ટી શ્રી” નામની નવલકથાઓના પણ અનુવાદ કર્યા છે. તે બને પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. તે પણ સુંદર નવલકથાઓ છે, તથા તેમને અનુવાદ પણ એટલે જ સરસ થયો છે. હૃગોનું ભાષા ઉપરનું પ્રભુત્વ, અદ્દભુત વર્ણનશક્તિ તથા વસ્તુની હૃદયસ્પર્શી રજૂઆત સૌ કોઈની આગળ માગ મુકાવે છે. તાગોના લખાણના ગણનાપાત્ર ગુણમાં ઓજસ, વૈવિધ્ય, વિશાળ ફલક, ચારુતા, વાવૈભવ અને ભવ્યતા, કારુણ્ય અને જુસ્સો, તથા ભાવોને અસરકારક રીતે વ્યક્ત કરવાની હથોટી વગેરેનો સમાવેશ થાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ * આ વાર્તા વાંચીને નાનું મોટું કોઈ પણ પ્રભાવિત થયા વિના ન રહે. કેટલાક ગ્રંથને માનવજાતના અમૂલ્ય વારસારૂપ ગણવા જોઈએ. આ નવલકથા પણ તે કટિની છે. આવી વાર્તાઓ વાંચ્યા પછી એમ લાગ્યા વિના રહેતું નથી કે, એવા મહાન લેખકનાં તે જેટલાં પુસ્તકે ગુજરાતીમાં ઉતાર્યા હોય તેટલાં ઓછાં. છે. આવાં પુસ્તકે ગુજરાતીમાં ઉતારવા જતાં ભાષાની શક્તિ પણ આપોઆપ ખીલે છે તથા વધારામાં વાચકેનું મન પણ વિશિષ્ટ રીતે પુષ્ટ થાય છે - સંસ્કારી થાય છે. નવજીવન ટ્રસ્ટ, ધરતી મુદ્રણાલય, અને ડાયમંડ પ્રેસના કર્મચારીઓ તથા આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય કલાકારો અને મિત્રાના સાથ અને સહકાર વિના આ નવલકથા આવા સુઘડ સ્વરૂપે બહાર ન પાડી શકાત. આ મજેદાર અને સુંદર સંક્ષેપ સફળ રીતે ગુજરાતીમાં ઉતારીને શ્રી. ગોપાળદાસ પટેલે ગુજરાતી વાચકની સેવા બજાવી છે. તે માટે અમારી સાથે સુજ્ઞ વાચકવર્ગ પણ તેમને આભાર માનશે. તથા શ્રી. વજુભાઈ શાહે એની રજૂઆત રૂપે, અનેક વિવિધ રોકાણે છતાં, “આવકાર'ના બે બેલ લખી આપવાની અમારી વિનંતી સ્વીકારી, એ બદલ એમના પણ અમે આભારી છીએ. આશા છે કે, ગુજરાતી વાચકોને આ સચિત્ર નવલકથા જરૂર હૃદયંગમ થશે. કમુબહેન પુત્ર છે. પટેલ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ઘણાં વર્ષો પૂર્વે આ નવલકથા વાંચી હતી, ત્યારે તેનું અને ખાપણું સ્મૃતિમાં બરાબર એંટી ગયું હતું. પરંતુ એક સદ્ભાવી મિત્રે આગ્રહપૂર્વક ભલામણું ન કરી હેત, તો હાલ તુરત હું તેનું કામ કદાચ હાથ ઉપર ન લેત. છાપેલાં કુલ છ પાનથી વધુ પાન જેટલા કદના પુસ્તકને હાથે લખેલાં 338 પાન જેટલું ટૂંકાવ્યું, ત્યારે મને જ પ્રશ્ન થયો. હતું કે, મેં વધારે પડતી કાપકૂપ તે નથી કરી ? પરંતુ વાર્તારસ માટે જ આ પુસ્તક વાંચનારને તે આટલાં પાનમાંથીય હજુ કેટલોક ભાગ ઓછો થયે હેત તે સારું, એમ કદાચ લાગશે, કારણ કે, આ પુસ્તકને વાર્તાતંતુ ખાસ લાંબે ન કહેવાય એવો છે. પરંતુ એટલા સૂક્ષમ તંતુ ઉપર જે રસ-ભાર લૂગોએ લાદ્યો છે, તેને ઝીલી શકે તેવો સબળ તે છે જ. આ લેખકે આ વાર્તા લખવાનું પ્રયોજન તેમની ટૂંક પ્રસ્તાવનામાં આ પ્રમાણે જણાવ્યું છે: “ઈંગ્લેંડની સામંતશાહી પણ તેની દરેક વસ્તુની જેમ મહાન છે. ત્યાંની સામંતશાહી કરતાં વધુ નોંધપાત્ર, વધુ ભયંકર, તથા વધુ ઊંડા મૂળવાળી સામંતશાહી. બીજે ક્યાંય ન મળી આવે. . . . ગમે તેમ પણ, ઉમરાવશાહી કહેવાતી વસ્તુને ‘અભ્યાસ ઇગ્લેંડમાં જ કરવો જોઈએ,– જેમ રાજાશાહી નામે ઓળખાતી વસ્તુને અભ્યાસ ક્રાંસમાં કરવો જોઈએ. “આ પુસ્તકનું ખરું નામ “મરાવરાહી' રાખવું જોઈતું હતું. એની પછી આવનાર પુસ્તકનું નામ “ગાશાહી " હેય. અને Page #7 -------------------------------------------------------------------------- ________________ જે એ પુસ્તકે પૂરાં કરવાનું આ લેખકને માટે સરજાયું હશે, તો છેવટે આવશે “નાઈન્ટી-શ્રી” (એટલે કે “વાહી ')." છે એટલે માનવ ઇતિહાસનાં ત્રણ મુખ્ય અભ્યાસબિંદુ–સામંત શાહી, રાજાશાહી અને લોકશાહી– તેમને લગતાં ત્રણ પુસ્તક લખવાને લેખકને વિચાર હતો. તેમાંનું પહેલું તે આ, અને છેલ્લું તે આ સંસ્થાએ પ્રગટ કરેલું “ક્રાંતિ કે ઉત્ક્રાંતિ ?' (નાઈન્ટી શ્રી'). વચ્ચેનું રાજાશાહીને લગતું પુસ્તક લખાયું હતું કે નહિ, તથા તે કર્યું, તે માં નથી. આ પુસ્તકની વાર્તાશેલી કંઈક ભારે તથા અનાખી છે. લેખકને વાર્તા કહેતાં કહેતાં બીજી આનુષગિક વસ્તુઓ કહેતા જવાને વિશેષ રસ છે–એ કહેવા માટે જ તો એમણે આ નવલકથા આરંભી છે. એ મૂળ વક્તવ્ય પણ પૂરતું સ્થાન પામે એ રીતે આખી વાર્તાને ગુજરાતી વાચક માટે બને તેટલી સુવાચ્ય કરવા પ્રયત્ન મેં કર્યો છે. એમાં કેટલી સફળતા મળી છે, તે તે મૂળ પુસ્તક અને આ સંક્ષેપ એ બંનેથી પરિચિત વાચક કહી શકે. વસુંધરાનાં વહાલાં દવલાં” એ નામે સ્વ. શ્રી. ઝવેરચંદ મેઘાણીએ આ પુસ્તકના વસ્તુને આધારે કરેલું રૂપાંતર પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. પણ તેને અને મૂળ વાર્તાને વિશેષ કે બીજી કોઈ જાતની સગાઈ નથી, અને તેથી જ તેમણે એ બાબતને ઉલ્લેખ પણ પુસ્તકની શરૂઆતમાં નહિ, પણ પુસ્તકને અંતે કર્યો છે, એટલું નોંધી આગળ ચાલીએ. * વિકટર છૂગે પિતે આ વાર્તાવસ્તુને સ્થળ-કાળથી બહુ દૂર ન ગણાય. એટલે તેમને માટે આ વિષય આપણું પેઠે કેવળ કાલ્પનિક કે દૂરને નથી. છતાં કુશળ લેખક જ્યારે માનવ-કથા લખે છે, ત્યારે Page #8 -------------------------------------------------------------------------- ________________ તેને હા સ્થળ-કાળથી પર બની રહે છે અને માનવ હૃદયમાત્રને સ્પર્શી શકે છે. તેથી જ આ વાર્તાઓ આજે આટલા સમયે પણ ગુજરાતી ભાષામાં ઉતારવી ગમે છે– ઉતારવી જરૂરી પણ લાગે છે. ઈંગ્લેંડની સામંતશાહી વૈભવ અને સત્તા એ બંને બાબતમાં અનોખી હતી, એમ લેખક જ જણાવી દે છે. પણ સત્તા તથા સમૃદ્ધિ બે ભેગાં થયે, એ બધા ઉમરાવો માણસ તરીકે ઊતરતા ઊતરતો કેવા પામર બની ગયા હતા, તેનો ઇશારો, લેડ ડેવિડ જ્યારે બધા ઉમરાવોને બારણા આગળ રોકીને પડકારે છે, ત્યારે આપણને તેના વકતવ્યમાંથી મળી રહે છે. તે કહે છે, “ઉમરાવ-સભામાં બેસનારા તમે, ગઈ કાલ સુધી ખેલાડી તરીકે જીવન ગાળનાર વિનપ્લેઈને જે ભાષણ કર્યું તેના સેમા ભાગ જેટલા શબ્દો તે બોલી બતાવો ! આ ઉમરાવ-સભામાં અર્થહીન બેલવાની પહેલ તેણે જ કરી છે એવું ક્યાં છે તેના મોઢા ઉપર વિદ્રપ હાસ્ય છે, પણ તે કંઈ તેને વાંદ નથી, તેનું કમનસીબ છે. અને કેઈની કમનસીબી ઉપર હસવામાં માણસાઈ નથી. તમારા લોકોની કદ્રુપતા તથા ભવૈયા જેવા તમારા પહેરવેશ ઉપર પણ ન હસી શકાય એવું કયાં છે ?..તમને બે વાકયો દલીલબદ્ધ તથા તર્કબદ્ધ રીતે જિંદગીમાં કદી બોલતાં આવડયું છે ખરું?... તમે તમારા આળસુ પગ એકસફર્ડ અને કૅબ્રિજ સુધી લઈ ગયા છો એટલે તમારી જાતને વિદ્વાન માનતા હશે. પણ ગધેડાને પણ કોલેજની પાટલી ઉપર ઉપાડીને બેસાડવાં હોય, તે બેસાડી શકાય. પણ તેથી તે કંઈ વિદ્વાને ન થઈ જાય...ઉમરાવ-સભામાં આપણે વાત કરવા અને વિચાર કરવા ભેગા થઈએ છીએ; તેને બદલે અહીં તમે લોકોએ કેવળ ધાંધલ મચાવ્યું છે. તેથી એક શ્રોતા તરીકે તમે મારું અપમાન કર્યું છે, એમ હું માનું છું; અને એટલે હું અહીં આવીને ઊભો છું. મારી મરજી તમારામાંના Page #9 -------------------------------------------------------------------------- ________________ ડાકને ઓછા કરવાની છે. મને કોઈ પણ સ્થળ, કોઈ પણ સમય, અને કોઈ પણ હથિયાર મંજૂર છે. તમે તમારી જ વાત જણાવો એટલે બસ. આ મારો પડકાર છે, ઉમરાવ બહાદુરો! હવે તમારે ઘેર જઈ ભૂવા-જોગીના જે જંતરમંતર, માદળિયાં-તાવીજ વગેરે તૈયાર કરાવવાં હોય તે કરાવીને વેળાસર આવી જજે. જેમના આશીર્વાદ લઈને કે શુકન જોઈને આવવું હોય તેને મારે વાંધો નથી. પણ હું તો તમને જ્યાં હશે ત્યાંથી ખોળીને પૂરા કરીશ, એ નક્કી જાણજે.” અને આટલું નામ દઈને અપમાન કર્યા છતાં તથા પડકાર્યા છતાં કોઈ જુવાન ઉમરાવનું લોહી તપી જતું નથી–એટલી પામરતા તે ઉમરાવોની બતાવવામાં આવી છે. લોર્ડ ડેવિડ પણ આટલે પ્રાણવાન રહ્યો છે, તેનું કારણુ લેખકે એ સૂચવ્યું છે કે, તે વેશ બદલી, “ટોમ-જિમ-જેક' નામથી નીચલા વર્ગના લોકોમાં જ ભળતો - રહેતે હતે. આપણા દેશમાં પણ આઝાદી બાદ, જનાનાં મબલક નાણુથી એક નવી જ જાતની હદયહીન, ભ્રષ્ટ સામંતશાહી ઊભી થઈ છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, અને ધંધાદારીઓ, સરકારી અમલદારોને હાથ કરી લઈ દેશની એક સબળી સામંતશાહી બની બેઠા. છે. દેશનાં કળા-હુન્નર, શિક્ષણ-સંસ્કાર, આચાર-વિચાર બધું તેમને પગલે તેમની પાછળ પાછળ ફરતું થઈ ગયું. છે. દેશના કેટયવધિ જીવન ઉપર વેપારી-અમલદારની આવી કારમી ચૂર્ણ તૈમૂરનાદિરશાહ જેવા તાનાશાહના ઈતિહાસમાં પણ જોવા-સાંભળવા ન મળે ! . ભ્રષ્ટતા અને લાંચરુશવતને આડો આંક વળી ગયું છે. “દેશ” કે “ધર્મ” કે “નીતિ' નામની ચીજ જ જાણે ભૂંસાઈ ગઈ છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોના વખતમાં “વેર-એફટમાં પિતાને હિસ્સો બતાવનાર કોઈ પણ ભારતીયને “રેડ પ્રાયોરિટિ મળતી. પણ આઝાદી બાદ તે પંચવર્ષીય યોજનાની આણ, હજારે મજૂરો બેકાર થવાની આણ દેશને ઉદ્યોગ પાયમાલ થવાની આણ કે બીજી તેથી કંઈ પણ અણુ કામ જ કરાવી શકતી નથી. કામિનીકાંચન જેવા “સેક્યુલર’ શની જ આણ વધુ ચાલતી લાગે છે. - આ બધું એ ધેર જોતાં આ દેશ માટે કશી જ આશા નથી, એવી ઘોર નિરાશા ભલભલા રાષ્ટ્રપ્રેમીઓમાં પણ ઊભી થવા લાગી હી. હૈ વખતે અચાનક જાણે પરમાત્મા જ ભારતવર્ષની સહાય ધા!ચીનની ચડાઈને ઈબે પી ગયેલા દેશનૈ હચમચાવી નાખે એવી પાકિસ્તાની ચડાઈ દેશ ઉપર આવી પડી; અને દેશની આઝ દો તે શું, અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ ગયું. તે વખતે આમજને કહી શકાશે તેવો દેશના જવાનોએ જ - જેમને પગર કદાચ સૌ ધંધાદારીઓમાં ઓછામાં ઓછો હશે - તેમણે પોતાના જાનની બાજી લગાવી દઈને સૌ કોઈને પિતાની ફરજનું ભાન કરાવી દીધું; અને તેથી શાસ્ત્રીઓને પણ "જય હિંદ ફેશનેબલ મારે બદલીને “જય જવાન જય કિસાન એ નવો મારો સ્વમુખે પિકાર પડયો. કારણ કે, હવે કહેવાતા રાજકારણીઓ, અર્થે શાસ્ત્રીઓ કે અંગ્રેજી ભણેલા ઊજળા વેપારી કે અમલદાર વર્ગો નહિ, પણ સાદાસીધા અભણ કહેવાતા વર્ગો જે દેશને બચાવી શકે તેમ હતું ! હવે ખરાખરીને ખેલ આવી ગયો હતો! અનાજ વધારે ઉગાડવા હવે " મારે –ની અંગ્રેજી ભાષામાં અંગ્રેજી અખબારમાં “કેમ્પઈન ચલાવનાર ભાડૂતી પાટલુનિયા અમલદારની નહિ, પણ ચાલુ એક ટંક ભૂખે મરીને પણ માટીનાં ઢેફાં સાથે મજૂરી કરનાર ખેડૂતની જરૂર દેશને વધુ દેખાઈ છે. એ જ ખેડૂતને અત્યાર સુધી આઝાદો હઠળના સરકારી તંત્રે પિતાની કરામતથી અંગ્રેજી માધ્યમ Page #11 -------------------------------------------------------------------------- ________________ અને યંત્રોદ્યોગી જનાઓ વડે જ્ઞાન-વિજ્ઞાન તથા કામકાજ વિનાને કરી નાખ્યો હશે ! ઈશ્વર તરફથી પણ આવી ચાનકે કે તકે વારે ઘડીએ મળતી નથી. ભારતવર્ષ આ વખતે પૂરેપૂરો જાગ્રત તથા પ્રત્નશીલ બની, પિતાની આઝાદીને ખતરારૂપ બની શકનારા બધા ભયને બરાબર સમજી લઈ, તેમની સામે જોઈતું બળ-સામર્થ્ય પ્રાપ્ત કરી લે, એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. ગોપાલદાસ જીવાભાઈ પટેલ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી. વજુભાઈ શાહ 14 2 અનુક્રમ પ્રકાશકનું નિવેદન પ્રાસ્તાવિક આવકાર : - ખડ 1 લે * દરિયો અને રાત 1. ઉર્સસ 2. છોકરાંના વેપારી . માણસ કરતાં અંધારું છું કાળું ! 4. નેધારે 5. દરિયા ઉપર 6. “પાપ તારાં સંભાળ !" 7. બરફથી હદય ટાઢું ન પડે 8. ગરીબને ઘેર ગરીબ પરિણ ખંડ 2 જે રાજાજીના હુકમથી 1. લૉર્ડ બ્લેન્ચાલ 2. ડચેસ જે સયાના 3. રાણું એના 4. બાલિફેરો 5 કલેજા મુંહક આતા હૈ 6. વિનપ્લેઈન અને ડિયા 7. સુખ અને સંપત્તિ 8. સંપત્તિના માલિક 42 51 58 77 85 126 Page #13 -------------------------------------------------------------------------- ________________ ખે છે એ હસતે મેએ 1. ટંડસ્ટ૨ વીશી 2. એક જણના બે શત્રુ, આપસમાં મિત્ર 3. નવી નવાઈ ! 145 152 187 1992 197 5. શ્વિન ઈન ગયે 6. ઓળખપત્ર ! છે. રાણી એનની ખેલદિલી 8. સુખ-વૈભવની ટોચે ખડ જ છે સુખસંપત્તિના માલિકે 1. ગ્રીન બોકસનું પતન અને નાશ 2. પ્રેમી જઈએ! પતિ નહિ ! 5. ટેમ જિમ-જેક 4. ઉમરાવ-સભામાં 5. ભાઈ ! 1. અવશેષ 7. વૈચાટ જહાજ ઉપર 8. હું આવું છું. દિયા ! 20 225 242 245 280 287. Page #14 -------------------------------------------------------------------------- ________________ આવકાર વિખ્યાત લેખક વિક્ટર હ્યુગોનું નામ એની “લા મિઝેરાન્ત” ચોપડીને કારણે દુનિયામાં તેમ ગુજરાતમાં પણ સારી પેઠે જાણીતું છે. એ પછી એની નાઈન્ટી થી” (“કાતિ કે ઉત્ક્રાન્તિ') પણ ગુજરાતીમાં પ્રગટ થઈ અને હવે એ જ લેખકની એક વિશેષ વાર્તાકૃતિ ગુજરાતીમાં ઊતરી રહી છે એ આનંદની વાત છે. વિશ્વસાહિત્યની કેટલીક ઉત્તમોત્તમ કૃતિઓ ગુજરાતીમાં ઉતારવાનું કામ ઉપાડીને પરિવાર પ્રકાશન મંદિરે ખરેખર એક ઉપયોગી સાહસ હાથ ધર્યું છે. દુનિયાભરના મહાન લેખકની કૃતિઓને આ રીતે સાધારણ ગુજરાતી સમાજ માટે સુલભ કરી આપવા માટે તેમને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે. આ પ્રસ્તુત નવલકથા એ લેખકની એક કપ્રિય વાર્તા તરીકે યુરોપ અને બહાર બધે જાણીતી થઈ છે. આ વાર્તામાંથી સહેજ નિર્દેશ. લઈને આપણા લેકકવિ સદ્ગત મેઘાણીભાઈએ “વસુંધરાનાં વહાલાં દવલાં” લખેલી. કોઈ મનોરમ ચિત્ર જોતાં, તેની એકાદ બે રેખાઓ પકડી લઈને એના ઉપરથી કલાકાર કેઈ સ્વતંત્ર ચિત્ર દરે, એના જેવું એ ગણાય. સંપૂર્ણ સોરઠી અને તળપદા રૂપરંગવાળી એ સ્વતંત્ર કલાકૃતિ પણ એટલી જ સુંદર બની છે. સમાજને છેક નીચેને તળિયે અનેક પ્રકારની ગંદકી અને ગરીબીમાં સબડતાં લેકેની એક વિશાળ અને વાસ્તવિક સૃષ્ટિ જ એમાં આબેહૂબ ખુલી કરી દીધી છે; એટલું જ નહિ પરંતુ, એ સૃષ્ટિમાં પણ કેવું હૃદયસૌંદર્ય પડેલું છે એની સમૃદ્ધિનું દર્શન કરાવીને વાંચનારના દિલમાં ગરીબની દુનિયા પ્રત્યે કરુણા, સહાનુભૂતિ અને આદર પ્રગટાવ્યાં છે. પણ એ વાત અહીં રહેવા દઈએ. હૃગોની આ વાર્તા 18 મા સિકાના યુરોપનું - ખાસ કરીને Page #15 -------------------------------------------------------------------------- ________________ 15 ઈંગ્લેંડના સમાજનું પણ એવું જ આબેદબ દર્શન કરાવે છે. વાંચનારને એ ક્ષણમાં જ વાસ્તવિક સૃષ્ટિમાંથી વાર્તાસૃષ્ટિમાં ખેંચી જઈને એની સાથે તદાકાર કરી દે છે; એટલું જ નહિ પરંતુ, એ વાર્તાસૃષ્ટિ, વાસ્તવિક સૃષ્ટિ કરતાંય વધુ વાસ્તવિક હોય એ અનુભવ કરાવે છે. મહાન કૃતિઓની એ જ ખૂબી હોય છે. માનવજીવનના કેટલાક મૂળગત અને શાશ્વત ઉરધબકાર એમાં ઝિલાવાને કારણે એ કૃતિઓ સર્વ કોઈને હૃદયંગમ બની જાય છે. સ્થળ, કાળ, ભાષા કે વર્ણની મર્યાદાઓ એને બહુ નડતી નથી. એટલે જ તો કાળિદાસ અને શેકસપિયર, શરતચંદ્ર, ડૂમા કે ડિકન્સ અથવા ટોલસ્ટોય, રોમે રોલાં કે રવીન્દ્રનાથ જેવાની કૃતિઓ દુનિયાભરમાં બધે જ અને બધે વખતે એકસરખા રસ અને આનંદથી વંચાય છે. પ્રસ્તુત વાર્તા આવી એક કલાકૃતિ છે. હ્યુગો જેવા કલાકારની વાર્તાકૃતિમાં વાર્તારસ તો છલે છલ હોય એમાં શી નવાઈ ! પરંતુ એની અન્ય નવલકથાઓના હિસાબે પ્રમાણમાં નાના ફલકમાં સમાયેલી આ વાર્તાકથામાં પણ વિચાર-મૌક્તિક, ચિંતન-કણિકાઓ. તત્તવદર્શનનાં તેજકિરણ, ભાવનાના મનહર રંગ વગેરે ભરપૂર ભરેલાં છે, જે વાંચનારના ચિત્તને પ્રકાશ અને પ્રેરણાથી ભરી દે છે. સાથે સાથે હદયને આંચકે આપે એવાં સામાજિક જીવનનાં કઠેર સત્ય વિધાને તેમ જ એટદાર વ્યંગતિએ પણ ઠેરઠેર વેરાયેલ છે, જે વાંચનારને ઊંડો વિચાર કરતાં કરી મૂકે છે. આ પ્રસ્તુત કૃતિમાં મુખ્યત્વે 18 મા સિકાના ઈંગ્લેંડમાં અમીરઉમરાવોના જીવન-પ્રભુત્વના ઓછાયા નીચે સમાજ કેવી રીતે ગોઠવાયેલા હતો તેનું ચિત્ર જોવા મળે છે. સ્વરાજ પહેલાંના સે બસે વરસના કાળમાં આપણે ત્યાં રજવાડી રિયાસતોમાં તેમ જ તાલુકદારી જાગીરદારી પ્રદેશમાં જે અર્ધગુલામી જેવી સ્થિતિ પ્રવર્તતી હતી, Page #16 -------------------------------------------------------------------------- ________________ તેનું એ સ્મરણ કરાવે છે. ધન અને સત્તા અમુક જગાએ કેન્દ્રિત . થાય, અને માનવી સંસ્કારનું પિત પાતળું પડી જાય, તે પછી નિરંકુશ છારી જીવનમાંથી આખા સમાજ માટે કેવા અનર્થો ઊભા થાય, તેને આપણી રજવાડી પ્રજાને તાજો જ અનુભવ છે. પરંતુ હૃગોની આ વાર્તામાં ઈંગ્લેડના એ વખતના સમાજનું જે ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે, તેના કરતાં વધુ યથાર્થ છતાં વધુ સચોટ ચિત્ર આલેખાયેલું બીજે ભાગ્યે જ જોવા મળી શકે. સત્તામદમાં ચકચૂર અને ધનવૈભવમાં આળોટતા રહેતા એ ઉપલા વર્ગની અંદર કેવી જડતા, દયાહીનતા, ફરતા આવી જતી હોય છે અને એમનાં જીવન આખરે કેવાં અધમ અને પામર બની જતાં હોય છે, તેને ખરો ખ્યાલ આમાંથી મળે છે. આજના અંગ્રેજ સમાજને વિષે. એનાં શિક્ષણ, સંસકાર, સાહિત્ય, લેકતંત્રાત્મક રાજ્યવ્યવસ્થા તેમ જ માનવ આદર્શોને કારણે, દુનિયાભરમાં જે આદરદષ્ટિ ફેલાયેલી છે, તે જોતાં હજુ 200 વરસ પહેલાં જ એ દેશની અંદર, આપણે ત્યાં ખરાબમાં ખરાબ કાળે પણ કદી નહોતી એવી ભયંકર સામાજિક સ્થિતિ પ્રવર્તતી હતી એની કલ્પના પણ કાને આવી શકે ? દોરાધાગા, મંતરજંતર, ઊંટવૈદું, મેલી વિદ્યા, વહેમ, અજ્ઞાન, મિથ્યા કુલાભિમાન, દગલબાજી, રાજખટપટ, એક છેડે અતિવિલાસ તે બીજે છેડે દારૂણ ગરીબી, દુરાચાર, જડતા, ક્રુરતા- આમ અતિ વિષમતામાંથી નીપજતાં તમામ દૂષણો, પાપે અને વિકૃતિઓ ઈંગ્લેંડ જેવા દેશમાં પણ કેવાં ફેલાયેલાં હતાં તેને સચોટ ખ્યાલ શિક્ષિત સમાજને પણ આવી વાર્તાઓ વાંચ્યા વિના ભાગ્યે જ આવે. - આમ છતાં એ જ સમાજ આવી વિષમ અને વિકૃત અવસ્થામાંથી પણ આજની વિકસિત અવસ્થાએ પહોંચી શક્ય છે. ત્યાં દૈન્ય અને દારિદ્ય નિર્મૂળ થયાં છે. મનુષ્ય મનુષ્ય Page #17 -------------------------------------------------------------------------- ________________ 17 વચ્ચેના સમાન અધિકારોને સ્વીકાર થયો છે અને માનવી વ્યવસ્થાએ સર્જેલી ભયંકર યાતનાઓ ભૂતકાળનું દુઃસ્વપ્ર બની ગઈ છે, એ પણ હકીકત છે. સમાજનાં મૂલ્યો અને એના આધારે થયેલી રચના મનુષ્યના જીવન ઉપર કેટલી બધી અસર કરે છે, તેને આ નમૂને છે. વિચારક અને લેખકે આપણને ભાન કરાવતા રહ્યા છે કે, મનુષ્ય સ્વભાવે ઊર્ધ્વગામી છે અને તેથી અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, અશુભમાંથી શુભ તરફ અને સ્વાર્થમાંથી સર્વકલ્યાણ તરફ જવાની એની સહજ ગતિ હોય છે. પરંતુ સમાજ-વ્યવસ્થાને કારણે જે આવરણ કે અંતરાય આવે છે, તે તેને લઈને એની ગતિ રૂંધાય છે; એટલું જ નહિ પરંતુ, કેટલીક વાર અવળી પણ થાય છે. હા, દરેક કાળે, દરેક સમાજમાં કેટલાંક મનુષ્ય એવાં અવશ્ય હોય છે કે, ગમે તેવા અંતરાયો છતાં પણ એમને જીવનપ્રવાહ શુભ સંસ્કારો તરફ ઊર્ધ્વગામી જ રહે છે અને એઓ પોતાને ચરમ વિકાસ પણ સાધી શકે છે. પરંતુ મોટા ભાગના લેકે અનુકૂળ સમાજ-વ્યવસ્થાની અંદર સહેજે ઊંચે ચડે છે અને પ્રતિકૂળ વ્યવસ્થા હોય તે સદ્ગુણો કેળવવાનું એમને માટે કઠણ પડે છે; એટલું જ નહિ પરંતુ, ભારે પ્રતિકૂળતા હોય તો હીન સંસ્કારોને પણ તેઓ ભોગ બને છે. માનવસમાજે સામંતને, રાજાઓને, ધનિકોને, સરમુખત્યારોને કેન્દ્રમાં રાખીને એમની આસપાસ જેટલી જેટલી સમાજ-વ્યવસ્થાઓ અજમાવી જોઈ, તે બધી વ્યવસ્થાઓમાં સાધારણ માનવીનું અનેકવિધ શોષણ થતું રહ્યું, એનું જીવન કચડાતું રહ્યું, એની સંસકારવેલ કદી પાંગરી શકી જ નહિ અને પરિણામે જગતમાં દુઃખ, ક્લેશ, સંધર્ષને પાર ન રહ્યો. અને મનુષ્યને મનુષ્ય તરીકે વિકાસ રૂંધાતો જ રહ્યો. એવો આજ સુધીને લગભગ એકધારે અનુભવી રહ્યા છે અને તેથી જ માનવીના યોગ્ય નિરંતરાય વિકાસ માટે અનુકૂળ સમાજ-વ્યવસ્થા ઉપર ભાર : Page #18 -------------------------------------------------------------------------- ________________ 18 મૂકવામાં આવે છે. જે વ્યવસ્થામાં મનુષ્યમાં ઉતમ ગુણે પ્રગટે અને વિકસતા રહે એવી વ્યવસ્થાને આજે માનવી ઝંખી રહ્યો છે. એને ખ્યાલ આવવા માંડ્યા છે કે, આવા પ્રકારની જ કેઈ સમાજ-વ્યવસ્થા આજના યુગની સમસ્યાઓને - ગરીબાઈથી માંડીને યુદ્ધ સુધીની તમામ સમસ્યાઓને - ઉકેલ કરી શકશે અને તેથી જ જાતિ, કુળ, વર્ણ, ધર્મ કે રાષ્ટ્રના ભેદભાવથી પર રહીને માનવી માનવી વચ્ચેની એકતા તેમ જ સમાનતાને પાયામાં રાખનાર સમાજવાદ જેવી સામાજિક વ્યવસ્થાઓ લોકપ્રિય થતી રહી છે. સાધારણ માણસને, મનુષ્ય તરીકે પણ ઊંચે ચડવા માટે અનુકૂળ સમાજવ્યવસ્થા અનિવાર્ય છે, એ વાત વિશેષ ને વિશેષ સ્પષ્ટ થતી જાય છે. * પ્રસ્તુત વાર્તા ઉપરથી એક બીજી વાત પણ સમજવા નોંધવા જેવી છે. મહેલ, રાજભવને, હવેલીઓ, બાગબગીચા, વસ્ત્રાલંકાર કે સારાં સારાં ખાનખાન - એ બધું સુખ આપનારું મનાયું છે. અલબત્ત, શરીરને માટે યોગ્ય ખાનપાન, વસ્ત્ર અને નિવાસ વગેરે સાધન-સામગ્રીની સૌને જરૂર પડે છે. તેનાથી માણસનાં સુખસગવડ પણ સચવાય છે એની ના નથી. પરંતુ સુખ આપવાની બાબતમાં આ બધી વસ્તુઓને મર્યાદા છે. ખાનપાન, વસ્ત્રાલ કાર કે આરામભવનેમાંથી ગમે તેટલું સુખ મળતું હોય, તોયે સુખને એ મૂળ આધાર નથી. જીવનમાં સુખને ખરો આધાર તે મનુષ્યહૃદયને પ્રેમ છે. જેને એ મળે છે તેના જેવું સુખી કોઈ નથી. આવું સુખ તે ઈશ્વરકૃપાથી સાધનહીન એવા અનેક ગરીબોના ભાગ્યમાં પણ હોય છે અને ક્યારેક કઈ અતિશ્રીમંતને પણ આવાં સુખથી વંચિત રહેવું પડે છે. કુદરતને તે એ નિયમ જ છે ને કે જેના વિના જીવન અશક્ય હોય એવી અમૂલ્ય ચીજ એણે Page #19 -------------------------------------------------------------------------- ________________ સર્વસુલભ બનાવી છે. તેથી હવાની જેમ પ્રેમ પણ કુદરતે સર્વસુલભ રાખે છે. આથી જ તે ધનસંપત્તિ અને વૈભવવિલાસમાં આળોટતાં શ્રીમંત કેનાં કરતાં ઘણું વાર ગરીબી અને કંગાલિયતમાં સબડતાં દેખાતાં લેકે પણ આ બાબતમાં વધારે સુખી હોય છે. અને એ પ્રેમસુખને બળે જ આટલી મુસીબત વચ્ચે પણ જીવનને વિકટ રથ ખેંચી શકતાં હોય છે. આ વાર્તાને નાયક સમાજના સાવ નીચલા અને ઉપેક્ષિત સ્તરમાંથી એક વાર અચાનક ઈગ્લેંડના ઉમરાવ પદે પહોંચે છે. ઘડી બે ઘડી એને વિશાળ સત્તા, અઢળક સંપત્તિ અને રૂપયૌવનના સ્વર્ગનું ભારે આકર્ષણ પણ થાય છે. પરંતુ ઘેડી વારમાં જ એ સ્વર્ગ તેને નરક જેવું લાગવા માંડે છે ને એની પોતાની અસલ દુનિયા –લડગાડી, રીંછ, મદારી અને અંધ છોકરીવાળી દુનિયા,-એને સ્વર્ગ સમાન લાગે છે. લક્કડગાડીની મેલી અંધારી ઓરડી, ગોદડીના ગાભા કે રાબનાં હાંડલવાળી એ દુનિયામાં પરસ્પર સમપણની જે સંજીવની હતી, પ્રેમને પારસમણિ હતો, તેને તો પેલી ઊજળી ગણાતી ઉમરાવોની દુનિયામાં એને આભાસ પણ મળે તેમ નહોતો. હ્યુગો જેવો કવિ-લેખક પોતાની કૃતિઓમાં ગરીબોની દુનિયાની આ અમૂલ્ય સંપત્તિને હંમેશાં બિરદાવતો રહ્યો છે; એને સર્વોપરિ મહત્ત્વ આપતો રહ્યો છે, તે સહજ જ છે. એ સમજે છે કે, ખુલ્લું આકાશ, સૂર્યને પ્રકાશ, વહેતું પાણી, નિબધ હવા અને વૃક્ષની છાયાની જેમ મનુષ્ય-હૃદયને પ્રેમ પણ કુદરતની દેન હોવાને કારણે, ઈશ્વરની પ્રસાદી હોવાને લઈને, સાધારણું જનસમાજને પણ એ નિરંતરાય મળી શકે છે, અને એમાં ગમે તેવી મુસીબત અને સંકટોને પાર કરવાની ને નવા ઘાટ ઘડવાની શક્તિ પડેલી છે. કુટુમ્બજીવનની મર્યાદાઓ સુધી તે માણસને આને અનુભવ થયો છે; કોઈ કોઈ વાર એથી સહેજ આગળને અનુભવ પણ એણે કરી જોયો છે. પરંતુ વિશિષ્ટ સમાજના તમામ વિકટ કેયડાઓને પાર કરીને દુનિયાને નવો ઘાટ ઘડવા માટે પણ એમાં જે અપાર Page #20 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્ય પડેલું છે, તેને અનુભવ કરવાને આરે આજનું જગત આવી ઊભું છે. એક નવી જ દાનયા આકાર પામવાને મથી રહી છે. સાધારણ માણસ પિતાનામાં રહેલી આ શક્તિને કેટલે અંશે ઓળખ શકશે, કેળવી શકશે ને વ્યાપક કરી શકશે, તેના પર નવી રચનાને આધાર છે. તત્વચિંતકો અને વિચારકે આપણને સમજાવી રહ્યા છે કે, આવતી કાલની આ દુનિયાની વિભૂતિ નથી કેઈ સમ્રાટ, નથી કે સેનાપતિ કે નથી કોઈ ધનિક. સાધારણ મનુષ્ય એ જ આ નવી રચનાનું અધિષ્ઠાન બનવાનું છે. એથી આજના યુગનું સૌથી મોટું કામ દુનિયાના સાધારણ માણસમાં શક્તિ પ્રગટાવવાનું, એનામાં અભિક્રમ જગાડવાનું છે. સમાનતા, બંધુતા અને માનવપ્રેમના પાયા ઉપર ન સમાજ રચાય, તે માટે એ તૈયાર થાય, એવી શક્તિ તેનામાં પૂરવાની છે. એમ કરવામાં અને જ્યાં જ્યાંથી સમર્થન મળે તેમ હોય તેવી કૃતિઓ ખૂબ ખૂબ વંચાય એ જરૂરી છે. તેથી વિશ્વસાહિત્યની આવી કૃતિઓ પિતાપિતાની ભાષામાં ઊતરતી રહે એવા પ્રયાસ હંમેશાં આવકારને પાત્ર છે. પ્રસ્તુત કથાકૃતિને આ રીતે ગુજરાતીમાં ઉતારવા માટે ભાઈશ્રી. ગોપાળદાસ પટેલને તેમ જ પ્રકાશન સંસ્થાને ગુજરાતી સમાજના ધન્યવાદ ઘટે છે. તા. 6-2-66 વજુભાઈ શાહ Page #21 -------------------------------------------------------------------------- ________________ વિકટર હ્યુગે કૃત લાફિંગ મેન', ખંડ પહેલે દરિયો અને રાત Page #22 -------------------------------------------------------------------------- _ Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉસ ઉર્સસ અને હેમો એ બે જણ મિત્રો હતા. ઉસ હતું માણસ; અને હોમો હતો વરુ. પણ તેમના સ્વભાવ પરસ્પર બંધબેસતા આવી ગયા હતા. વરુનું નામ માણસે જ પાડ્યું હતું, અને કદાચ પિતાનું પણ. પિતાને માટે રીંછ અર્થનું ઉર્સસ” નામ સારું લાગ્યું એટલે જાનવર માટે માણેસ અર્થનું “હ” નામ તેણે પસંદ કર્યું. માણસ અને વરુને આ ભેગે સહચાર મેળાઓમાં, બજારમથકમાં, ઉત્સવોમાં અને શેરીઓનાં ચકલાંમાં કે જ્યાં માણસોનાં ટોળાં ઝટ ભેગાં થઈ જાય છે, ત્યાં લાભદાયક નીવડત. કારણ કે, લોકેને નવરા તડાકા સાંભળવાની કે ઊંટવૈદાની દવાઓ ખરીદવાની ટેવ જ હેય છે. અને ઉર્સસ એ બંને વાનાં પૂરાં પાડતા. ઉપરાંત, આ નમ્ર તથા હોંશભેર હુકમ માનનારું વરુ પણ લોકોના ટોળાંને ખાસ પસંદ પડતું. પાળીને વશ કરેલાં પ્રાણીઓ જોવાં માણસેને હંમેશાં ગમે છે; અને તેથી જ એવાં બધાં પ્રાણીઓનાં સરઘસવાળી સવારીએ જોવા લેકોનાં ટોળાં ખાસ ભેગાં થાય છે. ' ઉર્સસ અને હેમે એક ચકલેથી બીજે ચકલે, એક ગામથી બીજે ગામ, અને એક પગણાથી બીજે પરગણે વિચર્યા કરતા. ઉર્સસ પૈડાંવાળી કોટડીમાં રહેતો. દિવસે હોમો તેને ખેંચતો અને રાતે તેની ચોકી કરતો. જ્યારે ચડાણવાળા, ખાડાટેકરાવાળા કે કાદવવાળા રસ્તા આવતા, ત્યારે માણસ ઝુંસરાનો પટો પોતાને ખભે ભેરવી વરુ સાથે તેને ખેંચવા લાગતો. Page #24 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન તેઓને ઉતાર ગામ પાસેના ચરામાં, રસ્તાઓની ધાર ઉપર, શહેરના દરવાજા બહાર, બજાર-મથકોમાં, ઉપવનોની પરવાડે કે દેવળે આગળની ખુલ્લી જમીનમાં રહેત. કોઈ મેળામાં તેમનું ગાડું જઈને થેલે અને લેકે ઉઘાડે મેંએ આસપાસ ટોળે વળે, એટલે તરત ઉર્સસ ભાષણ આપવા માંડે. હોમો તેમાં હાજિયો પૂરવા લાગે; અને વખત આવ્યે મોંમાં લાકડાનું તાંસળું લઈ પ્રેક્ષકોમાં ઉઘરાણું પણ કરવા માંડે. આમ બંને મળી પિતાની આજીવિકા ચલાવતા. વરુ બહુ શાણો હતા; માણસ પણ તેવો જ હતો. વરુને માણસે કેળવ્યા હતા એટલે તે પણ પિતાની થેડી જત-કરામતોથી પ્રેક્ષકોને ખુશ કરી ઉઘરાણું મેળવવામાં મદદ કરતો. જો કે, માણસ તેને અવારનવાર તાકીદ આપ્યા જ કરતો, “જો બેટા, બગડીને માણસ ન બની જતો !" ' વરુ કદી કરડતા નહોતા; જે કે માણસ કઈ કઈ વાર કરડત. ઉર્સસ માણસજાતને ધિક્કારનારું પ્રાણી હતો; અને તેથી જ તે મદારી બન્યો હતો. જોકે આજીવિકા માટે પણ તેને તે ધંધો કરવો પડત જ. આ ઉપરાંતમાં તે વૈદ હતો; તેથી તેના મદારીપણામાં પૂતિ થતી હતી કે ગોટાળો થતો હતો તે ખબર નથી. વળી તે બધાં પ્રાણીઓના અવાજ કાઢી શકતો. કોઈ પણ માણસના કે પશુપંખીના અવાજનું તે એવું અનુકરણ કરી શકતો કે, લેકે દંગ થઈ જાય. તે એકલો જ માણસેના આખા ટોળાને ગણગણાટ સંભળાવી શકત; ઉપરાંત એકીસાથે કેટલાંય પંખીઓને કલબલાટ. આવી આવડત બહુ વિરલ હોવા છતાં, હોય છે એ વાત સાચી છે. 1 . ઉર્સસ દંતકથાઓ કહેતો; જાણે સાચી માનતો હોય તેમ. લેકના હાથ જો, અને ચેપડીઓ ફાવે તેમ ઉઘાડી, ભવિષ્ય ભાખી આપતો. વળી કાળી ઘડી સામે મળે તે શું જોખમ આવી પડે, અને તમે મુસાફરીએ નીકળવાના છે ત્યારે તમે ક્યાં જવાના છો એ ન જાણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉસંસ નારો માણસ તમને બોલાવે તે શું થાય, એવા એવા શુકન-અપશુકન પણ તે બતાવતે. ઉર્સસ રોગ મટાડઃ વૈદ્ય ડ્રોવાથી કે વૈદ્ય હોવા છતાં તે કોણ જાણે. જુદી જુદી જાતની વનસ્પતિઓના ગુણદોષ તે જાણતો હતો. જુદા જુદા રોગોના ખાસ નુસખા પણ તેને આવડતા હતા. બળદના, ઘેડાના કેટલાય રોગોની તે દવા કરત. જુદા જુદા છેડવાએમાંથી નર-માદા કોણ હોય છે તે એ જાણતો, અને કયા છેડને ઉપરથી નીચે ચૂંટીએ તે શો ગુણ કરે, અને નીચેથી ઉપર ચૂંટીએ તો શું થાય, એ બધું તેને આવડતું. એક વાર તેને ગાંડા તરીકે કેદ પણ પકડવામાં આવ્યો હતો; પણ પછી તે માત્ર કવિ છે, એવી ખાતરી થતાં તેને છોડી મૂકવામાં આવ્યા હતા. અને વાત પણ ખરી હતી એ જૂની લેટિન ભાષાને જાણકાર - કહો કે, પંડિત હતા. જૂના કવિઓના છંદ પ્રાસ તેને આવડતા હોવાથી તે સાદાં સાદાં સુભાષિતેનાં જોડકણાં બહુ ખૂબીભેર બનાવી જાણતો. આટલા બધા જ્ઞાનના ભારવાળો છેવટે ભૂખે જ મરે ! કહેવતમાં કહ્યું છે કે, “થેંડું ખાઓ પણ વારંવાર ખાઓ.” ઉર્સસ થોડું ખાતો અને તે પણ કેક કેક વાર. આમ તે પેલી શિખામણને અર્થે ભાગ પાળ અને અર્થે અવગણતા. પણ એ વાંક લોકોને હતોઃ તેઓ તેના ખેલ જેવા, ભાષણ સાંભળવા કે દવાઓ ખરીદવા ટોળે ન વળે, તો બીજું શું થાય ? ઉસ જરૂર પડ્યે ફારસો રચતે અને પોતે જ ભજવતો. દવાઓ વેચવામાં એ કોક કોક વાર કામ આવતાં. પણ ઘણે ભાગે તેને પિતાની જાતને સંભળાવતા હોય તેમ એકલા એકલા વાત કરવાની વિશેષ ટેવ હતી. એકલા રહેનારને એ વસ્તુ સ્વાભાવિક છે. હૃદયમાં ભરાયેલો શબ્દ ખંજવાળ ઊભી કરે છે; બોલી નાખવાથી તે Page #26 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન બહાર નીકળી જાય છે. સેક્રેટીસને પણ આ ટેવ હતી; અને લ્યુથરને પણ. તે પોતાની જાતને જ પ્રશ્નો પૂછતો અને જવાબ આપતા. પિતાને ધન્યવાદ પણ પિતે જ આપતો અને પિતાનું અપમાન પણ પોતે જ કરતો. જોકે તેને તેની કોટડીમાં એકલો એકલો મોટેથી વાતો કરતો કે સવાલ-જવાબ કરતા સાંભળતા અને કહેતા કે, એ ગાંડે છે. - તે કદી હેલેંડમાં ગયે ન હતો; જે ગયે હોત તે તેની માઠી વલે થાત. તેઓ તેને તરત તળવાને પ્રયત્ન કરત. ત્યાં દરેક માણસ માટેનું સ્વાભાવિક વજન કાયદાથી નક્કી કરેલું હતું. તે વજન કરતાં ઉપરના કે નીચેના વજનથી તે માણસ મેલી વિદ્યાવાળો છે કે નહિ, તે ત્યાં નક્કી થતું. જે વધારે વજનવાળો નીકળે, તે તે માણસને ફાંસીએ લટકાવી દેતા; અને ઓછા વજનવાળો નીકળે, તે તેને જીવતો સળગાવી દેતા. અત્યારે પણ આઉડવોટર શહેરમાં મેલી વિદ્યાવાળાઓને તોલવાને જૂનો કાંટે છે; પણ હવે તેઓ તેને ઉપગ ચીઝ જોખવાના મહાજનના કાંટા તરીકે કરે છે. દુનિયા કેવી નીચે પડતી જાય છે! ઉર્સસ બહુ ગરીબ તથા બહુ ગમગીન પ્રકૃતિને હોવાથી શરૂઆતમાં જંગલોમાં ભટકવ્યા કરતો; ત્યાં જ તેને હોમોનું ઓળખાણ થયું હતું. અને ત્યાર બાદ તેણે આ રખડુ જિંદગી પસંદ કરી હતી. પિતાના બોલવાચાલવામાં તથા ધંધો ચલાવવામાં તે અમુક સમતેલપણું જાળવો, એટલે તે મેલી વિદ્યાવાળો ગણાતે બચી ગયે હતા. તે વખતે મેલી વિદ્યાવાળા ગણાવું એટલે જાન ઉપર આફત આવી જાણવી. તેથી ઔષધોપચાર ઉપરાંત બીજા કશા ચમત્કારો કરવા કે બતાવવાને તે પ્રયત્ન જ નહોતે કરતે. એટલે પોલીસવાળા તેની પજવણી કરતા બંધ થયા હતા. છે તેની કોટડીમાં એક લાંબી પેટી હતી, તે તેની પથારી હતી. પેટીમાં ધૂળધમાં કંઈક કપડાં જેવું પડી રહેતું. ઉપરાંત તેની પાસે Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉસસ એક ફાનસ હતું, ડાં વાસણ ખીંટીઓએ ભરવેલાં હતાં, અને થોડાં વાજિંત્રો. રીંછનું એક ચામડું પણ તેની પાસે હતું, જ્યારે ખેલ બતાવવા હોય ત્યારે તે ઓઢી લેતો. તેને વાંસળી અને વાયોલિન વગાડતાં આવડતું હતું. કોટડીના ઉપરના ભાગમાં થઈને તેની અંગીઠીના ધુમાડિયાનું ભૂંગળું નીકળતું હતું. અંગીઠીને બે ખાનાં હતાં એક ઉપર તેની દવાઓના કાઢા તૈયાર થતા, અને બીજા ઉપર બટાકા બફાતા. રાતે હોમ એ કોટડી નીચે જ સાંકળે બંધાઈ નિરાંતે સૂઈ રહેતો. . ઉસસ બહુ ઊંચે ન હતો, પણ લાંબો હતો, અને વાંકે વળી ગયું હતું. એ વસ્તુ તેના ખિન્ન દેખાવમાં ઉમેરો કરતી હતી. તેને માટે હસવું જેમ મુશ્કેલ હતું, તેમ રડવું પણ શક્ય નહોતું. ન તેને શેક આંસુથી ધોવાઈ શકે કે ન આનંદથી તેનો ઉપાય થઈ શકે. ઘરડો માણસ વિચારોનું ખંડેર હોય છે. અહીં જ કહી દઈએ કે, ઉર્સસ બરાબર એ જાતનું ખંડેર હતો. જુવાનીમાં એક ઉમરાવને ત્યાં તે તત્ત્વજ્ઞાની તરીકે નોકરી બજાવતે હતો. આ વાત એકસો એંસી વર્ષ પહેલાંની છે એટલે કે લગભગ ૧૬૮૦ના અરસાની. તે વખતે માણસો આજ કરતાં વરુ જેવા વિશેષ હતા. પણ આપણે હવે વરુની વાત ઉપર જ આવીએ. હમ સામાન્ય પ્રકારને વરુ નહતો. તે પાંચ ફૂટ લાંબે હતે. અને તે બહુ શક્તિશાળી હતો. તેની નજર ત્રાંસી હતી; પણ તે તેને વાંક ન કહેવાય. તેની જીભ સુંવાળી હતી અને તેના વડે તે ઉર્સસને કેઈ કોઈ વાર ચાટતો. ઉર્સસને મેળાપ થયા પહેલાં અને ગાડું ખેંચવાને કામે જોડાતા પહેલાં તે એક રાતમાં સહેલાઈથી ચાલીસ ગાઉ જેટલો પંથ કાપી શકતો. ઉર્સ સે તેને એક ઝાડીમાં ચોખા પાણીના ઝરાને કિનારે માછલાં પકડતો હત; અને ત્યારથી Page #28 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેં તેને તેના ડહાપણું અને સમજદારી બાબત બહુ ઊંચો અભિપ્રાય બંધાયો હતો. ઉર્સસને ગધેડા કરતાં વાહન તરીકે હું વધુ પસંદ આવ્યો હતો. ગધેડા જેવા પ્રાણ પાસે પિતાની કોટડી ખેંચાવવી તેને ઉચિત લાગતું નહતું. ગધેડું એ ચાર પગે વિચારક છે; અને ફિલસૂફ જ્યારે ગાંડી વાત કરે છે, ત્યારે તે અણગમાથી પિતાને કાન ઊંચા કરે છે–એ વાત ઉર્સસ જાણતો હતો. એટલે જીવનમાં પોતાની અને પોતાના વિચારોની વચ્ચે ગધેડા જેવા સમજદાર પ્રાણીને લાવવું, એ ત્રીજા માણસને હાજર રાખવા જેવું થાય. એ વસ્તુ ઉસને મંજૂર ન હતી. મિત્ર અને સોબતી તરીકે હમો જ ઉર્સસને પૂરત હતો. તે લગભગ તેના પ્રતિબિંબ જેવો જ હતો. ઉર્સસ તેના પડખાને, થાબડતાં કહેતો કે, મારા જ બીબામાં ઢાળેલું આ બીજું નંગ છે. મારા મૃત્યુ બાદ કઈને મારે વિષે વિશેષ જાણકારી જોઈતી હશે, તે મારા આ હેમોનો અભ્યાસ કરશે તે બસ થશે. મારી પાછળ એને મારી સાચી નકલ તરીકે હું મૂકતો જઈશ. - અંગ્રેજ કાયદો જંગલી પ્રાણીઓ માટે બહુ કરડો છે. એટલે એક વરુ શહેરમાં આમ છૂટથી ફરતું ફરે, એ તેને કંઈ મંજૂર ન હોય. પણ એક કાયદામાં પિતાના માલિકની પાછળ પાછળ જતા નેકરને છૂટથી રસ્તા ઉપર અવરજવર કરવાની છૂટ હતી; તેને લાભ હેમેને મળ્યો હતો. ઉપરાંત તે જમાનાની રાજદરબારની બાનુઓને બિલાડીના કદના વરુને પાળવાને શેખ હોવાથી– કહો કે એવી ફેશન તેમનામાં પ્રચલિત હોવાથી વરુઓ માટે પ્રતિબંધ હળ કે નહિવત બની ગયું હતું. ઉસસે પોતાની કેટલીક આવડત હોમોને અર્પી હતી - જેમ કે ટટાર ઊભા રહેવું. પિતાના ગુસ્સાને ચીડરૂપે પાતળું કરી નાખો, Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉસસ અને કરડવાને બદલે માત્ર ઘરઘુરાટ કરવો છે.. સામેથી વરુએ પણ પિતાની આવડતો માણસને શીખવી હતી - છાપરા વિના ચલાવવું, રોટી વિના ચલાવવું, અગ્નિ વિના ચલાવવું, અને મહેલની ગુલામી કરતાં જંગલની ભૂખ વધુ પસંદ કરવી, ઇ. કોટડીને ચાર પૈડાં હતાં અને તે હલકા પણ મજબૂત લાકડાની બનાવેલી હતી. આગળની બાજુ તેને એક કઠારો તે –ત્યાં ઊભો રહી ઉસ ભાષણ આપી શકતો; અને પાછળની બાજુ આખું બારણું હતું, પણ તેમાં ખસેડી શકાય તેવી નાની બારી હતી. મિજાગરા ઉપર ઊંચાં થતાં પગથિયાં નીચે નમાવી દીધાં કે તરત અંદર ચડવાને રસ્તે થઈ જાય. આગળની બાજુએ જડેલી એક તખતી ઉપર નીચે લેખા લખેલા હતા, પણ તે હવે ભૂંસાઈ જવા આવ્યો હતો દર વર્ષે તેનું ઘસારાને લીધે ભાગ જેટલું ઘટે છે. એટલે આખી દુનિયામાં 1,40,00,00,000 સેનામહોરો ચલણમાં રહેતી હોય એમ માનીએ, તે 1,00,00,000 સેનામહોરો ઘસાઈને વરસોવરસ રજકણું બની જાય છે તથા શ્વાસેચ્છવાસમાં ભળી માણસેના અંતરાત્માઓ ઉપર વજનરૂપે જામે છે. તવંગરોના અંતરને તે તુમાખીભર્યું બનાવે છે અને ગરીબના અંતરને વિકરાળ.” સારું થયું કે આ લેખ ભૂંસાઈ જઈ ન વંચાય તેવો બની ગયા હતા. નહિ તે શ્વાસમાં જતા સોનાની આ ફિલસૂફી ઉર્સસ માટે જોખમકારક બની રહેત. તે વખતને અંગ્રેજ કાયદે આવી બધી બાબતોને રમતમાં ગણી કાઢતો ન હતો. પરંપરાથી ન્યાયાધીશો હિંસ બની ગયેલા હતા અને ન્યાય ચૂકવો એટલે જલ્લાદનું કામ કરવું એવો જ અર્થ થતા હતા. કોટડીની અંદર ભીંતના એક ધળેલા પાટિયા ઉપર એક લાંબે લેખ શાહીથી લખેલો હતો. તેમાં ઉમરાવ-અમરના જુદા જુદા Page #30 -------------------------------------------------------------------------- ________________ લેકિંગ મેના વર્ગોની ચડતી ઊતરતી શ્રેણીના પિશાકની ખાસિયતોની વિગતો, તેમને સંબોધવાનાં સંબંધને, તેમના હક, દીવાને-આમ અને દીવાનેખાસના ભેદો, ઉમરાવોનાં પદ-પ્રતિષ્ઠા, તેમની જાગીરોનાં માપ-કદ, તેમના વંશવારસાના નિયમે, કાયદામાં તેમને મળતું ખાસ સંરક્ષણ, લેકેના જાન-માલ ઉપરના તેમના હકે, રાજા સાથેના તેમના સંબંધે, વગેરે વિગતે નોંધેલી હતી. આ રહ્યા તેમાંથી કેટલાક નમૂના : ઈંગ્લેંડને બૈરન-ઉમરાવ માથે છ મોતીવાળી સેર પહેરે છે.” “મુગટ પહેરવાનું વાઈકાઉંટ શ્રેણીથી શરૂ થાય.” યુવરાજ રાજા જેવો મુગટ પહેરે, પણ તે ઉપરથી બંધ કરેલ ન હોય.” ચૂક “હિઝ ગ્રેસ” કહેવાય; બીજા ઉમરાવો ‘લૅડે.” ઉમરાવને રાજા સામે કે અદાલતમાં સુંગંદ ખાવા ન પડે તેને શબ્દ જ બસ થાય.” “દીવાને-આમવાળા દીવાને-ખાસમાં જાય, ત્યારે ખુલે માથે,. નીચા નમેલે મોંએ જાય.” દીવાને-આમવાળા પિતાનાં બિલ દીવાને-ખાસમાં ચાલીસા સભ્ય દ્વારા મોકલે, અને તેઓ ત્રણ વાર નમન કરીને તે રજુ કરે.” - “ઉમરાવને કેદખાનામાં ન પૂરી શકાય–સિવાય કે રાજા તેને “ટાવર એફ લંડન ને યોગ્ય ઠરાવે.” - “ઉમરા પાર્લામેન્ટમાં ઘેડાગાડીમાં બેસીને જાય. આમની સભાવાળા ન જઈ શકે. “ઉમરાવ પિતાના ઘરમાં છ પરદેશીઓ રાખી શકે; સામાન્ય. અંગ્રેજો ચાર જણને જ.” “લેડ લેકે જકાત ભર્યા વિના આઠ ટન દારૂ રાખી શકે.” “લેડ ઉપર રાજદ્રોહનો ગુનો કબૂલાવવા પણ ત્રાસ ન ગુજારી. શકાય.” Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉસસ “લોર્ડના હાથ ઉપર ડામ ન દઈ શકાય.” “પ્રજાનો સામાન્ય માણસ લઈને પ્રહાર કરે, તો તેના હાથ કાપી નાખવામાં આવે.” “લડ લગભગ રાજા જ છે.” રાજા લગભગ ઈશ્વર જ છે.” “અંગ્રેજો ઈશ્વરને “માય લોડ' કહે છે.” આ લેખની બરાબર સામે, જુદા જુદા ઉમરાવોની આવક, સ્થાવર-જંગમ મિલકતની કિંમત, તેમના મહેલનાં નામ, તેમનો રસાલો, તેમને ત્યાંની નવાઈની ચીજો વગેરેની માહિતી લખેલી હતી. અને અંતે આ લખાણ હતું– રાજા જેમ્સ બીજાના વખતના 172 ઉમરાવોની આવક દરવર્ષે 1272 લાખ પાઉંડ જેટલી થઈ હતી, જે આખા ઈંગ્લેંડની . કુલ આવકના અગિયારમા ભાગ જેટલી થાય.” એ યાદીમાં છેવટે આવતા લૉર્ડ ઠલેન્ચાર્લી સામે ઉસસના હસ્તાક્ષરમાં નીચેની નોંધ હતી : –બંડખોર; દેશનિકાલ; તેના કિલ્લા અને જાગીરે જપ્તીમાં; લાયક જ છે.” ઉર્સસ અસંતોષને અવતાર હતો. સ્વભાવથી જ દરેક વસ્તુથી તે અસંતુષ્ટ જ રહેતા. આખા જગતની કઈ બાબત તેને સંતોષ આપી શકતી નહિ. મધમાખ ભલેને મીઠું મધ બનાવતી હોય, પણ તેથી તેના ડંખને વખાણી શકાય ? સૂર્ય ગુલાબને ભલે ખીલવત હોય, પણ પીળે તાવ લાવતો હોય કે કાળી ઊલટી કરાવતો હોય, તે તેનો વખાણું શી રીતે થઈ શકે ? * ઉસસને ઈશ્વરની ઘણી ઘણી બાબતોમાં ટીકા કરવાની હતી. રાજાઓ વિના બીજા કોઈની પ્રશંસા તે કરતો નહિ. પરંતુ તે પ્રશંસા કરવાની તેની રીત અનોખી હતી, રાજા જેમ્સ બીજાએ એક Page #32 -------------------------------------------------------------------------- ________________ 12 લાફિંગ મેન * વખત આઈરિશ કેથલિક દેવળમાં કુંવારિકા માતા મેરીને સેનાની વજનદાર દીવી ભેટ કરી, ત્યારે હોમ સાથે ત્યાં થઈને જતો ઉર્સસ બધા લોકો સમક્ષ વખાણ કરતા બોલ્યોઃ ઉઘાડ-પગાં પેલા છોકરાને જડાની જરૂર હતી તે કરતાં કુંવારિકા માતાને સેનાની દીવીની વધારે જરૂર હતી.” ઉર્સસ આખે વખત સ્થળાંતર કર્યા જ કરતો. અને માણસ જેમ વધુ ભટકે છે, તેમ તે વધુ એકલપંથી બનતો જાય છે. ક્યાંય સ્થિર થઈને રહેવું એ તેને પાલતુ ઢોરની પેઠે ખીલે બંધાયા જેવું લાગતું. શહેરેને જોઈ જોઈ તેની જંગલ માટેની તૃષ્ણા જ બળવત્તર બનતી. અલબત્ત, લેકેના ટોળામાં તેને ઝાડોના ઝુંડમાં રહેતા હોય તેવું જ લાગતું. પિતાની કોટડી પણ જેટલે અંશે બારીઓ અને બારણુવાળા ધર જેવી હતી, તેટલે અંશે તેને ગમતી નહોતી; જે કઈ ગુફાને તે ચાર પૈડાં ઉપર ચડાવીને ફેરવી શકતો હોત, તો તેમાં રહેવાનું તે વધુ પસંદ કરત. તે કદી સ્મિત નહોતો કરતે; પણ ખડખડાટ હસતો ખરો. સ્મિત એ કશાથી સંતોષ પામ્યાની નિશાની છે, ત્યારે ખડખડાટ હાસ્ય એ તુચ્છકારની. તેને મોટામાં મોટે ધંધે માનવજાતને ધિક્કારવાને હતો. તે સિદ્ધ કરી બતાવતો કે માનવજીવન એ કેવળ ત્રાસ ભરી વસ્તુ છે H જુઓ, લેકે ઉપર રાજાને ત્રાસ છે; રાજાઓ ઉપર યુદ્ધને ત્રાસ છે; યુદ્ધ ઉપર મહામારીને; મહામારી ઉપર દુકાળને; અને બધા ઉપર બેસમજદારીને ! અને આમ જો કે માણસના અસ્તિત્વને તે સજારૂપ માનત તથા મૃત્યુને છુટકારારૂપ ગણતો, તેમ છતાં કઈ માંદે માણસ તેની આગળ લાવવામાં આવે છે તે તેને અવશ્ય ઉપચાર કરતે. ખરાબમાં ખરાબ રીતે અપંગ બનેલા માણસને તે ચાલતા કર્યા પછી કહે : “હવે તમે પગ ઉપર ચાલતા થયા; આંસુઓના Page #33 -------------------------------------------------------------------------- ________________ કરના વેપારી મુલમાં લાંબે વખત ફરવા માટે!” કોઈ ગરીબ માણસને તે ભૂખે મરતો જુએ, ત્યારે તે તરત પિતાની પાસેનાં બધાં કાવડિયાં તેની આગળ ઠાલવી દીધા પછી કહેતો : “જીવતો રહે, બેટા ! હવે ખા, અને લાંબે વખત આ જેલની સજા ભેગવ્યા કર ! હું તારી જેલની સજા શું કરવા માટે હાથે ઓછી કરું ?" અને પછી આનંદથી હાથ ઘસતો તે મનમાં ગણગણતઃ “વાહ, માણસોને થાય તેટલું નુકસાન હું કરી રહ્યો છું.” પાછલી બારીના કાણામાંથી અંદર કેલસા વડે મે અક્ષરે લખેલું પાટિયું લેકે બહારથી વાંચી શકતા : વસંત, તરવજ્ઞાની. છોકરાંના વેપારી * કે પ્રેશિક' એ શબ્દ આજે કોણ જાણે છે ? અને તેને અર્થ પણ? એ લેકેની ભટકતી જાતિ સત્તરમા સૈકામાં જાણીતી હતી; અઢારમા સિકામાં તે ભુલાઈ ગઈ; અને હવે તો તે અજ્ઞાત જ છે. કેપેશિક લો કે, જૂના જમાનાની એક વિશિષ્ટ સામાજિક વિગત છેઃ જૂના જમાનાના કદરૂપાપણાનું એક અંગ જ કહોને. સમગ્ર દષ્ટિને અપનાવતા ઇતિહાસની રીતે જોઈએ, તે કેપેશિકે લેકેની કારવાઈને ગુલામના વેપારની એક વિગતરૂપ જ ગણવી પડે. તે શબ્દ બે સ્પેનિશ શબ્દોનો બનેલો છે અને તેને અર્થ થાય ? નાનાં છોકરાં ખરીદનારા. અર્થાત કરાંને ખરીદીને વેચનારા. છોકરાં ઉપાડી જવાં એ વળી જુદા લેકેને ધંધે હતો. Page #34 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન અને આ લેકે છોકરાંનું શું કરતા ? કેમ વળી, - તેમના માઝા ઘડતાઃ લેકેને હસાવવા સારુ. લેકેને હસવા જોઈએ; અને રાજાઓને પણ હસવા જોઈએ. શેરીનાં ચકલાઓમાં જેમ મશ્કરો, તેમ રાજદરબારમાં વિદૂષક. માણસને જાત મનરંજન માટે જે પ્રયત્ન કરે છે કે જે ઉપાયે લે છે, તે લિસૂફેએ વિચારવા જેવા છે. આ શરૂઆતનાં પાનાંમાં આપણે “સુખીઓ દ્વારા થતે દુઃખીએનો ઉપયોગ” એ નામના ભયંકર પુસ્તકનું એક પ્રકરણ ઉતારવાના છીએ. | નાના બાળકને રમકડા તરીકે ઉપયોગ જગતમાં એક જમાનામાં થયો છે. આજે પણ એ ઉપયોગ નથી થતું એમ ન કહેવાય. પરંતુ સત્તરમા સૈકામાં તે એ ઉપયોગ એક ઘાતકી ઉદ્યોગ-ધંધાનું નિમિત્ત બન્યું હતું. માનવને ઘડીને તેનું સફળ રમકડું બનાવવું હોય, તે તેને કુમળી વયમાં હાથ ઉપર લે જોઈએ. સીધું બાળક શું મનોરંજન આપી શકે ? તેથી તેને અષ્ટાવક્ર બનાવવું જોઈએ, કે કિંગુજી બનાવવું જોઈએ ! અને તેથી એ અંગેની એક કળા જ અસ્તિત્વમાં આવી. જ્યાં ઈશ્વરે આંખ મૂકી હતી, ત્યાં તેઓએ ત્રાંસ બનાવી. જ્યાં ઈશ્વરે સુસંવાદિતા મૂકી હતી, ત્યાં તેઓએ વિસંવાદિતા ઊભી કરી. જ્યાં ઈશ્વરે પૂર્ણતા ઊભી કરી હતી, ત્યાં તેઓએ અપૂર્ણતા આરોપી. એ બાબતનું એક આખું વિજ્ઞાન જ અસ્તિત્વમાં આવ્યું, એમ કહેને! માણસ હંમેશાં ઈશ્વરની કારીગરીમાં ઉમેરો કરવા માગે છે. તે તેના સર્જનને જુદુ સ્વરૂપ આપે છે; કઈ વાર સારા માટે તે કઈ વાર ભૂંડા માટે. રાજદરબારને વિદૂષક, એ માણસે પાછી વાનરચેષ્ટા ધારણ કરવાને જ પ્રયત્ન નથી ? સાથે સાથે વાનરને માણસ જેવો બનાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. ડચેસ ઓફ Page #35 -------------------------------------------------------------------------- ________________ કરાંના વેપારી કલીવલેન્ડ એક બ્રાઝિલિયન માંકડાને જ છોકરાને પોશાક પહેરાવી અનુચર તરીકે રાખતી; બેરનેસ ડડલી, રાજ્યની આઠમી ઉમરાવબાનું ગણાતી, તેને ત્યાં જરીને પોશાક પહેરેલું માંકડું જ ચા પીરસતું; કાઉન્ટસ ઓફ ડોરચેસ્ટર પાર્લામેન્ટમાં પિતાની બેઠક લેવા જતી, ત્યારે તેના કોચની પાછળ વર્દી પહેરેલાં ત્રણ વાંદરાં ઊભા રહેતાં. અર્થાત માણસને વાંદરે બનાવવાના બદલામાં વાંદરાંનાં માણસ પણ બનાવી લેવાતાં. તે વખતના મોટેરાઓને એવો મને વૈભવ હતો. પણ માણસને બદલવો હોય તે તેને કદરૂપો જ બનાવી શકાય. ઈશ્વરે તેના ચહેરામાં જે કંઈ દેવીપણું મૂક્યું હોય, તેને બગાડી જાનવરપણું આરોપવા માટે વાઢકાપનું એક ખાસ શાસ્ત્ર શેધાયું હતું, અને તે શેધી આપનારે એક સાધુ હતું. વાઢકાપથી માનવપ્રાણીઓને જીવનભરની અસહ્ય યાતનામાં મૂકવામાં આવતાં, જેથી તવંગરોને ક્ષણભર સુખ થાય ! માણસોની ઘડેલી એ વિચિત્ર આકૃતિઓની માગ ઘણું મોટી " હતી; અને તે જ પ્રમાણમાં તેમનું ઘડતર પણ મોટા પ્રમાણમાં ચાલતું. સુલતાનને પોતાના જનાનખાનાની ચોકી માટે એ ઘડતર જોઈએ, અને પોપ લેકને પોતાની પ્રાર્થનાઓ કરાવવા ! તે જમાનામાં લેકે જે વસ્તુઓ બનાવી જાણુતા, તે બનાવતાં હવે આપણને નથી આવડતું. તે લેકમાં જે આવડતો હતી, તે હવે આપણામાં નથી રહી. સત્તરમી સદીના છોકરાંઓના વેપારને એક ખાસ હુન્નરની મદદ હતી. પેલા કોંગ્રેશિક લોકો આ વેપાર ચલાવતા અને આ હુન્નર પણ જાણતા. તેઓ છેકરાને ખરીદતા, તેમનાં શરીર ઉપર કળાકારીગરી કરતા અને પછી તેમને વેચી નાખતા. અને તેમને છોકરાંને કાચો માલ પૂરો પાડનાર વર્ગ કયો હતો ગરીબ કંગાળ બાપ પણ પોતાના કુટુંબને વેચતો, તેમ જ ગુલામને Page #36 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન માલિક પણ. માણસને આમ વેચવો એમાં તે વખતે કશું અજુગતું મનાતું ન હતું. તેમને રાજવી પિતાના પ્રજાજનોને ઇંગ્લેંડના રાજાને વેચતો; ઈંગ્લેંડને રાજા તેમને ખરીદી અમેરિકામાં કતલ ચલાવવા મોકલતા. ઇંગ્લંડમાં મનમાઉથના કરુણ સાહસ પછી સંખ્યાબંધ લૉર્ડ લેકે અને ઉમરાવોની કતલ ચલાવવામાં આવી હતી. રાજા જેમ્સ બીજાએ એ લોકોની વિધવા અને અનાથ સંતાને પિતાની પત્નીને બક્ષિસ આપી દીધાં. રાણીએ તે બધાં વિલિયમ પેનને વેચીને પૈસા ઊભા કર્યા. તેમાંથી રાજાને થોડું કમિશન અવશ્ય મળતું. પિન એ સ્ત્રીઓને પોતાના દેશના વેરાનને વસ્તીભર્યું કરવા ખરીદત. ટુઅટવંશી રાજાઓના સમયમાં ઈંગ્લેંડમાં આ પ્રેશિકે લેકે રાજદરબારના તિરસ્કૃત લેકે નહોતા. જરૂર પડવે ઊલટે તે લોકોને ઉપયોગ રાજા તરફથી કરાતે. એ જમાનામાં ઉડ કે ભારરૂપ બનતાં ઉમરાવ કુટુંબને વિચ્છેદ કરી નાખવાની, કૌટુંબિક જોડાણો ટૂંકાં કરી નાખવાની, વારસદારોને અચાનક દબાવી દેવાની, કે કુટુંબની એક શાખાને છેદ કરી બીજીને વધવા દેવાની જરૂર પડતી, ત્યારે કપ્રેશિક લેકે બહુ મદદરૂપ નીવડતા. કતલ કરી નંખાવવી એના કરતાં કદરૂપે કરી ન ઓળખાય તેવો બનાવી મૂક, એ વધુ સારું ગણાય. કેટલાયન માં ઉપર લોખંડી મહેરાં જડાવી દેવામાં આવતાં; પરંતુ એ બહુ આકરો ઉપાય ગણાય. ઉપરાંત, આખા યુરેપને લેખંડી મહોરાંવાળા લેકેથી ભરી કાઢ એ પણ અવ્યવહારુ વસ્તુ ગણાય; ત્યારે શેરીઓમાં કદરૂપાં કે અપંગ બનાવેલા માણસે ભીખ માગતાં રખડ્યા કરે, એમાં કશી નવાઈ ન ગણાય. વળી, લખંડી મહોરું તો ઉતારી પણ નંખાય; ત્યારે ચામડીમાં ને સ્નાયુમાં કરેલા ફેરફારો રદ શી રીતે કરી શકાય ? તમારા જ ચહેરાનું તમને મહોરું પહેરાવી દેવું, એના જેવી સલામત રીત બીજી કઈ હોઈ શકે ? અને Page #37 -------------------------------------------------------------------------- ________________ છોકરાના વેપારી ચીનાઓ વનસ્પતિના જેવા ઘાટ ઘડતા, તેવા આ કેપેશિકે કે માણસના ઘાટ ઘડી આપતા. તેઓ મોં ઉપર થોડાક ફેરફાર એવા કરી આપે કે પછી સગો બાપ પણ પોતાના દીકરાને ઓળખી ન શકે. જેમ રૂમાલ ઉપરથી નામસૂચક ભરતકામ કાઢી નાખે, તેમ બાળકના મોં ઉપરથી તેઓ ઓળખની બધી નિશાનીઓ દૂર કરી આપે ! કેપેશિકે કે બાળકની સ્મૃતિ પણ સાથે સાથે ભૂંસી આપતા. પિતાને શું કરવામાં આવ્યું છે તે બાબતની બાળકને કશી સાન જ રહેતી નહિ. તેના ચહેરા ઉપર આ વાઢકાપનાં ચિહન કાયમનાં અંકાઈ રહેતાં, પણ તેના મન ઉપર નહિ! તે લેક પાસે વાઢકાપ દરમ્યાન બાળકને બેહોશ કરવાનું પણ એક ચૂર્ણ રહેતું. એનાથી ચીના લેકે પહેલેથી પરિચિત હતા,–જેમ છાપખાનું, તોપખાનું છે. અનેક બીજી બાબતોથી પરિચિત હતા તેમ. યુરોપમાં તો માત્ર એ વસ્તુઓ મોટા પાયા ઉપર પછીથી વિકસી, એટલું જ. ચીનમાં એ બધી વસ્તુઓ બીજ-અવસ્થામાં જ રહી. કહોને કે, ચીન એવાં બીજને ભરેલ ઘડો જ છે. ચીનમાં જ માણસના ઘાટ ઘડવાની વિદ્યા પણું પહેલેથી ચાલતી આવેલી છે. તેઓ બે કે ત્રણ વર્ષના બાળકને લઈ, તેને જુદા જુદા ઘાટની બરણીઓ પહેરાવી દેતા. એ બરણીઓ ઉપરનીચે ખુલ્લી હોય, જેમાંથી માથું અને પગ બહાર નીકળી શકે. બાકીનું બધું શરીર એ બરણીના કાટલામાં વિકસવું હોય કે ભરાવું હોય તેટલું ભરાય. કેટલાંય વર્ષો સુધી એ બરણીમાં તેનું શરીર એમ જામ્યા કરે; પછી જ્યારે એ લેકેને ખાતરી થાય કે, હવે તેનું શરીર કાયમને માટે એ આકારે ગંઠાઈ ગયું છે, ત્યારે તેઓ પેલી બરણું ફોડે,– અને બરણ-ઘાટને માણસ તૈયાર! કેપેશિક લેકે પિતતાના કબીલા બાંધીને વસ્તીથી જુદા જ રહેતા. તેઓ ચોરી, લૂંટ કે એવા કશા ગુના કરતા નહિ. બીજી Page #38 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ ઍન બધી રીતે તેઓ ધાર્મિક લેકે હતા. તેઓ પ્રમાણિક પણ હતા. તેઓ તમારા ઘરમાં આવે, તમારું બાળક કિંમત આપાને ખરીદે અને ચાલતા થાય. બધી પ્રજાઓના માણસો તેમના ટોળામાં હતાઃ અંગ્રેજ, ફેંચ, કૅસ્ટિલિયન (સ્પેનિશ), જર્મન, ઇટાલિયન. છતાં તેમનામાં એક જ જાતના વર્ણની –ધંધાની એકતા હતી. તેઓએ એક જુદી જ મિશ્રભાષા ઊભી કરી હતી, જે તેઓ બધા જ સમજતા. એ લેકેને કઈ જુદી જાતિ કહેવાને બદલે સમાન ધંધાદારી મંડળ કહેવું જોઈએ. એક વિચિત્ર– ગુનાહિત બંધ આચરતાં આખા યુરોપનાં ચીંથરાં ભેગાં થઈને એ લેકેની કંથાગદડી ઊભી થઈ હતી. તેઓ એક જગાએ સ્થિર રહેવાને બદલે સતત ભટક્યા કરતા. અચાનક એક શહેર આગળ તેઓ દેખા દે, અને પાછા અલોપ થઈ જાય. જેઓને કેવળ નમવા દેવામાં આવતા હોય, તેઓ એક જગાએ મૂળ નાખી ન શકે. જે દેશમાં રાજાઓ તેમનો ઉપયોગ કરતા, તે દેશોમાં પણ ક્યારે તેમની સતામણું શરૂ થાય, તેનું શું ઠેકાણું? રાજાઓ તો કઈ ગુપ્ત કારવાઈમાં પોતાના સાગરીત થનારને, તે ગુપ્તતા જાળવવા ખાતર જ નાબૂદ કરવા ઈચ્છે ! જેમ ગબડતો પથરો જરા પણ શેવાળ ભેગી ન કરી શકે, તેમ આ ભટકતા લેકે પણ કશી મિલકત એકઠી કર્યા વગર ગરીબાઈ અને તંગીમાં જ જીવન વિતાવતા. કદાચ મોટા મોટા કોંટ્રાકટ મેળવનારા તેમના મુખિયાએ તવંગર બનતા હશે, પણ બાકીના બધા તે માંડ પિટિયું કૂટી કાઢે. તેમાં પણ જુદાં જુદાં વિશિષ્ટ રીત-રિવાજો, રૂઢિ-પરંપરાઓ વગેરે ચાલ્યાં આવતાં. અમુક નિયત સમયે તેઓના મોટા સમૈયા ભરાતા. સત્તરમા સૈકામાં તેમનાં તે માટેનાં ચાર મુખ્ય રથો હતાં? સ્પેનમાં, જર્મનીમાં, ફાંસમાં અને ઈંગ્લેંડમાં. Page #39 -------------------------------------------------------------------------- ________________ છોકરાના વેપારી ઈંગ્લેંડમાં ભટકતા લોકો માટેના કાયદા બહુ સખત હતા. ' રખડુ માણસને તેઓ જંગલી જાનવર કરતાં વધુ ખરાબ માનતા. ઈંગ્લેંડે જિસી લેકને વરુઓની જેમ જ દેશમાંથી નાબૂદ કરવાના પ્રયત્ન કર્યા હતા. જોકે, ઇંગ્લેંડને કાયદો પાળેલા વરુને કૂતરાની કટીનું ગણી તેને નભાવી લેત, તેમ, ધંધાદારી ફરતા માણસોને પણ તે નભવા દેતે. જેમ કે ભાંડવૈયા, ફરતો હજામ, ઊંટવૈદ, ફેરિયે, ખુલ્લા આકાશ હેઠળ વર્ગો ચલાવતો પંડિત ઈ. કેપેશિક લોકોને જિસી લેકેથી જુદા સમજવા જોઈએ. જિપ્સી કે તે એક જુદી પ્રજ્ઞા હતી, ત્યારે કપ્રેણિકે લેકે અનેક પ્રજાઓને બનેલે એક વ હતો. કપ્રેશિક લેકેની પોતાની આગવી સંકેતભાષા પણ નહોતી. તેઓની તો એક સમજ-ભાષા જ હતી. કોંગ્રેશિક લોકે છેવટે તે જિપ્સીઓની પેઠે ઠેર ઠેર દેશ દેશમાં વિચરતા લોક બની રહ્યા, છતાં તેઓને એકબીજા સાથે જોડનાર બંધ માત્ર ધંધાદારી હતો. તેઓને બહુ તો એક મહાજન ગણી શકાય. ઉપરાંત જિસીઆ અખ્રિસ્તી હતા, ત્યારે કેપેશિકે કે ખ્રિસ્તી હતા. અને ખ્રિસ્તીમાંય પાછા કૅથલિક અને કૅથલિકમાંય પાછા રેમન (કેથલિક) ! - ઈર્લંડના ટુઅર્ટ રાજાઓ અને ખાસ કરીને જેસર કpશિકા લેકોને રક્ષણ આપતા. જેસ-૨ જિસી લોકો અને યહૂદીઓને સતાવ્યા કરતો, પણ કેપેશિકા લોકો તે તેના ઘરાક હતા. કેટલાય સગીર વાર પ્રતિકૂળ લાગતા હોય, તો કેપેશિકે કે તેને અલોપ કરી આપતા - ઉપાડી જઈ તેને ઘાટ બદલી નાખીને ! પોતાના માનીતાઓને એ રીતે બીજાઓની નાવારસ બનેલી જાગીરોની ફેરબદલી કરી આપવાનું રાજાને સરળ બનતું. કેપેશિક લેકો આ બધી રાજ્યની ગુપ્ત વાતે વફાદારીથી અને સમજદારીથી ગુપ્ત રાખતા. Page #40 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન તેઓનું હિત પણ તેમ કરવામાં જ હતું. જે રાજાને લાગે કે, તેની ગુપ્ત વાતે તેમના હાથમાં સલામત નથી, તો એ લોકોને જ અલેપ કરી દેવાનું હમેશ તેના હાથમાં રહેતું. પણ 1688 માં ઇંગ્લેંડને રાજવંશ બદલાયે. ટુઅર્ટવંશી જેસ-૨ બાદ ઓરેંજ-વંશી વિલિયમ-૩ ગાદીએ આવ્યું. પણ રાજા વિલિયમના ખ્યાલો તથા તેની કામકાજની રીતે રાજા જેસ-૨ કરતાં તદ્દન જુદાં હતાં. એટલે તેણે કેપેશિક લોકોને ઈગ્લેંડમાંથી નાબૂદ કરવાને જ નિર્ણય લીધો. એક કાયદો પસાર કરવામાં આવ્યો. તેની રૂએ કોંગ્રેશિક લેકેનો જે માણસ હાથમાં આવે, તેને ખભા ઉપર "R' (“આર') અક્ષરને ડામ દેવાય–અર્થાત "Rogue'- ઠગ. તેના ડાબા હાથ ઉપર "T' (“ટી) અક્ષરનો ડામ દેવાય–અર્થાત Thief-ચેર; અને જમણા હાથ ઉપર "M" (“એમ”) અક્ષરને ડામ, દેવાય અર્થાત "Manslayer" - ખૂની. તેમના મુખિયાઓને કપાળમાં "P" (“પી') અક્ષરને ડામ દેવાય - અર્થાત "Pillory'- એટલે કે, માંચડામાં હાથપગ અને માથું પરોવી ઊભા રાખવાની સજા કરીને તેમની તમામ માલમિલકત જપ્ત કરવાની, અને તેમનાં જંગલોનાં ઝાડ ઉખેડી નાખી સાફ કરી નાખવાનાં. જે લેકે કે પ્રેશિકોને પકડાવી આપવાને બદલે છુપાવવા પ્રયત્ન કરે, તેમની પણ મિલકત જપ્ત થાય અને તેમને કાયમને માટે બંદીવાસની સજા થાય. કપ્રેશિક લોકોની સ્ત્રીઓને નદી વચ્ચે લટકાવેલી ખુરશી ઉપર બાંધી, પાણીમાં ડબકડાયાં કરાવી મારી નાખવામાં આવતી. Page #41 -------------------------------------------------------------------------- ________________ માણસ કરતાં અંધારું છું કાળું ! 1689 ના ડિસેમ્બર માસમાં આખા યુરેપ ખંડ ઉપર હઠીલો ઓતરાતે પવન સતત ફૂકાયા કરતો હતો; ખાસ કરીને ઇંગ્લેંડ ઉપર. અને તેથી તે વરસનો કારમો શિયાળે એક મહામારીની જેમ આમ-પ્રજામાં વરસો સુધી કહાણીરૂપ બની રહ્યો. થેમ્સ નદી, મુખ આગળથી દાખલ થતા દરિયાના પાણીને કારણે, સૈકામાં એક વખત પણ ભાગ્યે જામતી હોય છે, તે પણ આ વરસે જામી ગઈ હતી. ગાડીએ તેના ઉપરથી ગડગડાટ દોડી જતી હતી, અને તે વરસે આખલાની સાઠમારી તથા મહામેળે તેના ઉપર જ ભરાયાં હતાં. આ બરફ પૂરા બે મહિના જામેલો રહ્યો. પરંતુ 1690 નું વર્ષ તે, ઠંડીની બાબતમાં, સત્તરમી સદીના પ્રારંભના કારમાં શિયાળાઓને પણ ભૂલાવી દે તેવું નીવડ્યું. જાન્યુઆરી મહિનાના સૌથી વધુ બરફીલા દિવસોમાંના એકની સાંજે પાર્ટલેન્ડને અસંખ્ય અખાતોમાંના એકમાં કંઈક અસાધારણ જેવું બની રહ્યું હતું. આ અખાતોમાંના એકના કિનારા પાસેના ખડકાળ ભાગમાં એક નાનું જહાજ અત્યારે ઊંડા પાણીને લાભ લઈ કિનારે લાંગર્યું હતું. એ ભાગ સામાન્ય રીતે પવનને કારણે એટલે તોફાની રહેતો કે, ત્યાં કોઈ વહાણ જાણીબૂજીને જવાની હિંમત જ ન કરે. તે ભાગ હંમેશાં નિર્જન અને તેથી સહીસલામત રહેતા. સહીસલામત એટલે બીજી રીતે નહિ, પણ રાજાના ચોકીપહેરાથી ! એ ભાગ એવો હતો કે, ત્યાં રાત વદી એમ ન કહેવાય, પણ રાત ની એમ કહેવું પડે. કારણ કે જમીન પાસે અંધારું વધારે હોય, અને જેમ - ઉપર ટોચે આવો, તેમ કંઈક સૂર્યને કે તારાને પ્રકાશ હોય. Page #42 -------------------------------------------------------------------------- ________________ લાનિંગ મન આજે પવન દરિયા તરફથી કહેતો આવતે, એટલે ત્યાંનું પાણી કંઈક શાંત હતું. અને એ મકાને લાભ લઈ, પેલું વહાણ ત્યાં લાંગર્યું હતું. એ વહાણને પાસે જઈને જોયું હોય તો તરત માલૂમ પડે કે, એ જહાજ સ્પેનના બિસ્ક્રના અખાત તરફ જોવા મળતાં “દૂકર " જહાજોમાંનું એક હતું. એ બિસ્કેન કૂકર' જહાજ જેવાં વહાણે હવે જોવા મળતાં નથી. જોકે, શરૂઆતમાં તો સ્પેનના નૌકાકાફલામાં પણ એ જાતનાં જહાજો હતાં. એ જહાજ નક્કર હોતું અને સાથે સાથે નાનું. નૌકાકાફલાનાં “કૂકર 'તો છપચાસ ટનનાં અને ચાલીસ તોપવાળાં હતાં, પરંતુ વેપારીઓનાં કે દાણચોરોનાં “કૂકરો” બહુ હલકાં નાનાં જહાજે હેતાં. વહાણવટી લેકે આ હલકા જહાજને ખાસ પસંદ કરતા. તેની બનાવટમાં વિજ્ઞાન અને કુશળતા બંનેને કામમાં લેવામાં આવતાં. તે એક સરોવરમાં પણ ચારે બાજુ ફરી વળે કે દુનિયાની આસપાસ પણ પ્રદક્ષિણા કરી શકે. તે શાંત સમુદ્રને માટે તેમ જ તેફાની સમુદ્રો માટે પણ સરખું કામ દઈ શકે. પેટલેન્ડ દ્વીપકલ્પ ભૂમિતિની રીતે જોઈએ તે કોઈ પંખીના માથા જેવો લાગે, જેની ચાંચ દરિયા તરફ, માથાને પાછલે ભાગ માઉથ તરફ, અને ગળું એ સંગભૂમિવાળો ભાગ પતે. આજે તે પોર્ટલેન્ડને એ આખો ભાગ સિમેન્ટ બનાવનારાઓએ બેદીને સાફ કરી નાખ્યો છે. દરિયા જમીનને કાતરે છે, ત્યારે ત્યાં ભવ્યતા ઊભી થાય છે; જ્યારે માણસ જમીનને ખોતરે છે, ત્યારે નવું કદરૂપાપણું. પેલું કર જ્યાં ઊભું હતું તે ખાડીની ચોપાસ ઊભા ઊંચા ખડકોની દીવાલ આવી રહેલી હતી. તે દીવાલ એ ખાડીની પહોળાઈ કરતાં વધુ ઊંચી હતી. તેથી ત્યાં અંધારું અને ધૂમસ વધુ પ્રમાણમાં આવીને ભરાતાં. એ દૂકર ઉપરથી એક પાટિયું પાસેના ખડકના સપાટ Page #43 -------------------------------------------------------------------------- ________________ માણસ કરતાં અધારું છું કાળું ! ભાગ ઉપર ઢાળેલું હતું. એ ખડક ઉપર પગ ટેકવી શકાય એવી જગા એ જ હતી. એ ખડક આગળથી ઊંચે ચાલી જતી વાંકીચૂકી તથા ઊભાણુંવાળી પગકેડી ઝાંખી ઝાંખી દેખી શકાતી હતી. એને ચાલવા માટેની કેડી કહેવા કરતાં પડવા માટેનો ઢાળ કહેવો વધુ સારો. આ દૂકરના મુસાફરો એ રસ્તેથી જ દૂકર સુધી આવ્યા હતા. આ નિર્જન એકાંતમાં પણ વહાણ ઉપર ચડવાનું કે માલ ચડાવવાનું કામ ખૂબ ચુપકીદીથી ચાલતું હતું. અંધારામાં એ મુસાફરો કોણ હતા–પુરુષ હતા કે સ્ત્રી –એ પણ દેખાય તેવું નહોતું. કુલ આઠ જણ હતા. કદાચ તેમાં એક કે બે સ્ત્રીઓ પણ હશે. પણ આખા ટેળાએ જે ચીંથરેહાલ પોશાક પહેરેલ હતો તે ઉપરથી સ્ત્રી જાતિને પોશાક પુરુષ જાતિના પોશાકથી જુદો પડી શકે તેમ નહોતું. ચીંથરાને જાતિ હોતી નથી. મોટી ઉંમરનાં એ માણસે વચ્ચે એક વામણો કે બાળક પણ બીજાં મોટેરાં સાથે વહાણના પાટિયા ઉપર થઈ વહાણમાં માલસામાન મૂકવા આવજા કરતો હતો. - તે એક છોકરો જ હતો. હજુ વધુ નજીક જઈને જોઈએ, તે એ મુસાફરો વિષે થોડીક વધુ વિગતે જાણવા મળે. બધા મુસાફરોએ લાંબા ઝભા પહેર્યા હતા, જે ફાટી ગયેલા અને થીગડાં મારેલા હતા. બધાએ માથે પટકા બાંધ્યા હતા ? કદાચ એતરાતા પવનથી રક્ષણ મેળવવા કે પછી મેં છુપાવવા. તેઓ બહુ ચપળતાથી પગ ઉપાડતા હતા. | મુસાફરો માને એક તેમના આગેવાન જેવો લાગતો હતો. તેના ઝભ્ભા નીચે ચમકતાં ચકતાંવાળ વાસ્કેટ દેખાતો હતો અને તેણે Page #44 -------------------------------------------------------------------------- ________________ 24 લાફિંગ મૅન સ્પેનિશ મોજડી જેવા જોડા પહેર્યા હતા. મુસાફમાંના બીજા એકે માટે ટેપ પહેરેલો હતો અને તેમાં ચુંગી ખસવા માટે કાણું ન હતુંઃ અર્થાત તે પંડિત કે શાસ્ત્રી હોવો જોઈએ. | નાના છોકરાએ ખલાસીનું જાકીટ પહેર્યું હતું; પણ મોટા માણસનું જાકીટ તે નાના છોકરાને ઝ - એ ન્યાયે તે તેને ઢીંચણ સુધી પહોંચતું હતું. કદ ઉપરથી છોકરો દશ કે અગિયાર વર્ષને લાગે. તેના પગ ખુલ્લા હતા. દૂકરના માણસમાં એક સુકાની અને બે ખલાસીઓ હતા. એ દૂકર પેનથી આવેલું લાગતું હતું અને સ્પેન જ જવાનું હતું. બંને દેશ વચ્ચે એની અવરજવર ચોરીછૂપીથી જ ચાલતી હતી. તેના મહોરા નીચે ચમક્તા મોટા અક્ષરે તેનું નામ “મૅટિના” ચીતરેલું હતું. ખડકની તળેટી આગળ આ મુસાફરોને સામાન છૂટછવાયે પડેલ હતો; અને પિલા પાટિયા ઉપર થઈને ઝડપભેર તે જહાજમાં ચડાવાતો હતો. બિસ્કિટના કોથળા, સૂકાં માછલાંને કથળે, ત્રણ પીપ–એક તાજા પાણીનું, બીજું મેટનું અને ત્રીજું ડામરનું, ચાર પાંચ શીશીઓ એલ-દારૂની, પટ્ટાઓથી બાંધેલી એક મુસાફરી-બૅગ ટૂંક, પટારાઓ, મશાલ માટે કે નિશાની તરીકે સળગાવવા માટે શણની ગાંસડી –એ એવો એ સામાન હતો. મુસાફરો આ બધા સામાન ખેંચતા, ઊંચકતા કે ગબડાવતા વહાણ તરફ લાવતા હતા. બધું કામ ઝડપભેર થતું હતું અને દરેક જણ થંભ્યા વિના કે પૂછળ્યા વિના જે હાથમાં આવ્યું તે લઈને પાટિયા ઉપર થઈ વહાણમાં મૂકી આવતું હતું. આ ટોળામાં કે સ્ત્રીઓ હશે, તે તેઓ પણ પુરુષોની પેઠે જ ભારવહન કરી દોડાદોડ કરતી હતી. પેલા નાનકડા છોકરા ઉપર પણ ગજા ઉપરાંત બોજો લાદવામાં આવતો હતો. આ ટોળામાં એ છોકરાનાં મા કે બાપ હોય એમ લાગતું નહેતું. બધા જ તેની પાસે કામ લેતા, એટલું જ. એ છેકરે કઈ Page #45 -------------------------------------------------------------------------- ________________ માણસ કરતાં અંધારુ એાછું કાળું ! 25 કુટુંબનું બાળક નહિ, પણ કોઈ ટોળીના ગુલામ જેવો લાગતો હતો. તે દરેક જણનું કામ કરતો, પણ કઈ તેની સાથે બેલતું ન હતું. તે છોકરો પણ ઉતાવળે પગે દોડાદોડ કરતો હતો. આખા ટોળાની જેમ તેને ઈરાદે પણ જલદી વહાણમાં ચડી ઊપડી જવાને હતો. ક્યાં જવાનું છે કે શાથી જવાનું છે, એની તેને ખબર હશે ? કદાચ નહિ હોય. તે તે બીજાઓની ચેષ્ટા જોઈને જ પોતાની ચેષ્ટા તેને અનુરૂપ કરતો હતો. બધો સામાન જહાજ ઉપર ચડી ગયો. ટોળાની બે સ્ત્રીઓ હવે જહાજ ઉપર જ રહી. પેલા છોકરા સાથેનાં છ જણ હજુ કિનારે હતાં. જહાજનું કિનારે બાંધેલું દોરડું કાપવા ખલાસીએ કુહાડે હાથમાં લીધે. દોરડું સામાન્ય રીતે છોડવાનું હોય, પણ ઉતાવળ હોય ત્યારે જ કાપવામાં આવે. આ મુસાફરોને મુખિય. હવે સૌને જલદી ઉપર ચડી જવા કંઈક શબ્દ બોલ્યા. પેલે છેકરો વહાણ ઉપર જવા પાટિયા તરફ પહેલે આગળ ધર્યો. પણ તરત જ પાછળ આવનારા બે જણે તેને ધક્કો મારી ખસેડી મૂકો. ત્રીજાએ તેને કોણીથી અળગો કર્યો; ચોથાએ તેને મુક્કો મારી પાછળ રાખ્યો, અને પાંચમા પેલા મુખિયાએ તો ઝટપટ જહાજમાં ઠેકી જઇ, પેલું પાટિયું લાત મારીને દરિયામાં જ ગબડાવી દીધું. તડાક દઈને દોરડું તૂટતાં જહાજ આગળ ખસ્યુંઃ પેલે કરે કિનારે જ રહ્યો. Page #46 -------------------------------------------------------------------------- ________________ નેધારે - જહાજવાળાઓએ પાછળ પડતું મૂકેલે છેક હાલ્યા ચાલ્યા વિના ખડક ઉપર સ્થિર ઊભા રહ્યા. તેની આંખો પણ સ્થિર થઈ ગઈ. તેણે બૂમ પાડીને પેલા લોકોને બોલાવ્યા નહિ, કે તેઓને વિનંતી કરી નહિ. તેઓનું આ વર્તન તેને મન અણધાર્યું હતું. વહાણ ઉપર પણ એટલી જ ચુપકીદી હતી : કોઈએ આ છોકરાને વિદાયને એક શબ્દ પણ ન કહ્યા. | વહાણ ધીમે ધીમે દૂર સરકતું ગયું; થોડી વારમાં તો તે સમુદ્રમાં દાખલ થઈ ગયું. - નાનાં બાળકે ઉપર જ્યારે બહુ વહેલી આવી કપરી કસોટીઓ આવી પડે, ત્યારે તેઓ પોતાની ઝાંખી વિચારશક્તિના કોઈ અગમ્ય પણ અટલ ત્રાજવામાં ઈશ્વરને પિતાને જ તોળતાં હશે. પિતાને કશો વાંક તેને દેખાતો ન હતો; એટલે કશી ફરિયાદ કર્યા વગર તે જે બન્યું તેને તાબે થે. જે પોતે ઠપકાને પાત્ર નથી હતું, તે બીજાને ઠપકે આપવા નથી બેસતું. નસીબે મારે આ ફટકે એ મુગ્ધ બાળકને ભોંયભેગું કરી શક્યા નહિ; તેણે આ વાપાત ટટાર રહીને જ ઝી. કેઈને પણ સ્પષ્ટ દેખાઈ આવે છે, જે ટોળી તેને છેડીને ચાલી જતી હતી તેમાંથી કેઈ તેને ચાહતું ન હતું, કે કોઈને તે ચાહતો ન હતો. | વિચારમાં ને વિચારમાં તે આસપાસ પડતી ઠંડીને ભૂલી ગયો. પણ એટલામાં ભરતી ચડવાને લીધે તેના પગ સુધી ઊછળી આવેલા ઠંડા પાણીએ તેને ચકાવ્યો. તે હવે ટાઢથી ધ્રુજવા લાગ્યો અને ભાનમાં આવ્યો. તેણે આસપાસ નજર કરી, તે તે એકલો હતો. આજ સુધી તે બીજા કેઈ માણસને ઓળખતો નહોતો? જેઓને Page #47 -------------------------------------------------------------------------- ________________ ધારે તે ઓળખતે હતો તેઓ પેલા દૂકરમાં બેસી ચાલતાં થયાં હતાં. - જોકે, તેઓને પણ એ ઓળખતો હતો એમ ન કહેવાય H માત્ર તેઓના સંબંધમાં આવ્યું હતું એ સાચું. તેનું બાળપણ તેઓની વાગે વ્યતીત થયું હતું. તેની પાસે કાંઈ નહતું H પગમાં જોડા નહોતા; શરીર ઉપર રીતસરને પિશાક કહેવાય તેવું કશું નહોતું; કે ખીસામાં રોટીને ટુકડો ન હતો. સામે ભરશિયાળે હતું, તથા કાળી અંધારી રાત્રી હતી! પાસમાં પાસેના માનવ વસવાટે પહોંચતાં તેને કેટલાય ગાઉ કાપવા પડે. પોતે કયે ઠેકાણે છે, તેની જ તેને ખબર ન હતી. તે દશ વર્ષની ઉંમરને હતું, અને તે એક અફાટ વેરાનમાં ઊભો હતો. ત્યાં ઊભી તીક્ષણ કરાડો અને અગાધ ઊંડાણે સિવાય બીજું કશું ન હતું. તેણે પિતાના સુકલકડી હાથ પહોળા કર્યા અને બગાસું ખાધું. પછી અચાનક કાંઈક નિશ્ચય ઉપર આવી, તે ખિસકેલીની ચપળતાથી કરાડ ઉપર ચડવા લાગે. અલબત્ત, તે ક્યાં જવા માગતો હતો, તેની તેને કશી ખબર ન હતી. અને ત્યાં રસ્તા જેવું તો કશું હતું નહિ. કોઈ કોઈ વાર બરફ ભરેલા ખાડામાં તે કળી જતો, તો કઈ કઈ વાર અફાટ કરાડ ભીંતની પેઠે સામે આવેલી જોઈ, તે પાછો ફરતો અને બીજી બાજુ વળતો; કોઈ કોઈ જગાએ તે છાપરા ઉપરથી નેવું પડે તેમ ગબડતો. એક વખત તે એક નાનું સરખું દાભડું તેના હાથમાં આવી ગયું તેથી જ તે નીચે ખીણમાં પડતે બચી ગયો. એ અંધારખીણ જોઈને પણ તે ન રડે : જેમ પિતાને છોડીને ચાલ્યા જતા માણસોને જોઈને નહોતે રડયા. એ બાળક જેમ જેમ ઉપર ચડતો ગયો તેમ તેમ એ ખડકની ટોચ પણ જાણે ઊંચી વધતી ગઈ; પણ છેવટે તે એ ટોચ ઉપર પહોંચ્યો. તે ટોચ ઉપરથી નીચે દેખાતી થેડી સપાટી ઉપર તે કૂદી પડ્યો. Page #48 -------------------------------------------------------------------------- ________________ હાફિંગ મેન પણ અહીં હવે ઓતરાતા પવને તેના ઉપર પોતાનું જોર દાખવવા માંડયું. તેણે ખલાસીનું જાકીટ પોતાના શરીર ઉપર ખેંચીને ભિડાવ્યું. બાળક એ સપાટી આગળ આવી જરા છે . ઠરી ગયેલી જમીન ઉપર ખુલા પગ ટેકવી તે આસપાસ નજર કરવા લાગ્યો. તેની પાછળ સમુદ્ર હોતે, સામે જમીન હતી અને ઉપર આકાશ. દૂર ક્ષિતિજમાં ધૂમસ ઢગલાબંધ ખડકાયું હતું. ક્યાંય રસ્તા જેવું કશું દેખાતું ન હતું. કોઈ ભરવાડની ઝુંપડીની આગને પ્રકાશ પણ ક્યાંય દેખાતો નહોતો. માત્ર ખડકાળ જમીન ઊંચીનીચી થતી અંત વિના પથરાયેલી હતી. તેથી આગળ મેદાને હશે તે પણ તે ધૂમસની ઓથે મેં સંતાડી ગયાં હતાં;રખેને આ બાળક તેમના તરફ આશરો શોધતું આવે! તેણે પાછો વળી સમુદ્ર તરફ નજર કરી H પિલું દૂકર દૂર એક કાળા ત્રિકેણ જેવું. સરકતું દેખાતું હતું. અમુક દૂર ગયા પછી દૂકર ઉપર આગળના ભાગમાં પ્રકાશ માટે સળગાવેલી આગ અહીંથી ઝાંખા પીળા તારા જેવી દેખાતી હતી. પણ વાતાવરણમાં તોફાન ફાટી નીકળવાની ઘડીઓ ગણાતી હતી. આ છોકરાને તે તેનું કશું ભાન નહોતું, પણ અનુભવી ખલાસીઓ તે જાણીને ધ્રુજી ઊઠે. પવન અગાઉથી આવીને તેફાન માટે અફાટ સમુદ્રને નાચવા માટેને રંગમંડપ તૈયાર કરવા લાગી ગયો હતો. એ નિશાની પારખનારા ખલાસીઓ ચિંતાતુર થઈ ઠેરઠેર પિતાનાં જહાજોને જમીન તરફ ઝડપભેર વાળવા લાગ્યા હતા. જોકે, પેલું દૂકર તે દરિયા તરફ જ આગળ વધતું હતું. આ બાળકને પાછળ મૂકી ચાલ્યા જનારા લેકે કોણ હતા? તેઓ કાંપેશિકે કે હતા? રાજા વિલિયમત્રીજાએ આ લેકે સમે Page #49 -------------------------------------------------------------------------- ________________ ધાર જે કાયદાઓ પાર્લામેન્ટમાં પસાર કર્યા હતા, તેને ઉલેખ આપણે અગાઉ કરી ગયા છીએ. પરિણામે એ લેકમાં ભાગદોડ મચી ગઈ હતી. કેપેશિક લોકોને મેટો ભાગ પેન તરફ ચાલ્યો જવા લાગ્યો હતો. આ કાયદે બાળકને કેપેશિક લોકોના હાથમાંથી બચાવવા માટે પસાર કરવામાં આવ્યો હતો. પણ તેનું પરિણામ એકદમ તો વિપરીત જે આવ્યું. કારણ કે, બાળક સાથે હોય તો કોંગ્રેશિકે તરત ઓળખાઈ જાય; એટલે બાળકને પાછળ પડતાં મૂકીને જ તેમણે ભાગવા માંડયું ! ઉપરાંત, ભીખ માગતાં બીજાં ટેળાં પણ છોકરાંવાળાં હોય, તે કોટેશિક ગણુઈ પકડાઈ ન જવાય તે માટે પોતાનાં સગાં છોકરાંને રસ્તા ઉપર જ રખડતાં મૂકી દેવા લાગ્યાં! મા કે બાપ પણ આ બાળક વતાનું છે અને ઉપાડી આણેલું નથી, એમ કાયદાધીશો આગળ સાબિત શી રીતે કરે ? અહીં જ એટલું ઉમેરી લઈએ કે, પછીથી ઈંગ્લેંડની પેઠે યુરોપમાં પણ કોંગ્રેશિક લેકેને શિકાર શરૂ થયો. ચારે તરફ એ લોકેને પકડવા અને હણવા દોડાદોડ મચી રહી. આવાં પગલાંની શરૂઆત કરવી જ મુશ્કેલ હોય છે. પણ પછી તે, એ કામ વધુ ઝડપથી અને સફળતાથી પાર પાડવા માટે દેશ વચ્ચે જાણે હરીફાઈ જ મંડાઈ રહે છે. યુરોપના બધા કિનારાઓએ બાળક સાથે કઈ ટોળીઓ ઊતરે તે સામે ચોકીઓ ખડી થઈ ગઈ. સાંજના સાત વાગ્યા હશે. પવન થોડોક શાંત પડવા લાગ્યોઃ અર્થાત થેડી જ વારમાં તોફાન ફાટી નીકળવાની કારમી આગાહી ! પેલું બાળક હજુ આસપાસ નજર કરતું આગળ વધ્યા કરતું હતું. અચાનક તે થવ્યુંઃ દૂર કંઈક હાલતું હોય અને અવાજ કરતું હેય તેવું તેને લાગ્યું. ધૂમસમાં એક દૂરની ટેકરી ઉપર એક ઝાડ જેવું દેખાતું હતું; ઉપરાંત, તે તરફથી જ કંઈક અવાજ આવ્યો હોય Page #50 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ એન તેવું તેને સંભળાયું હતું. તે અવાજ પવનને સુસવાટ કે દરિયાની ગર્જના જેવો ન હતો; ઉપરાંત કોઈ જાનવરને પણ ન હતો –અર્થાત કોઈ માણસને જ હોવો જોઈએ. થોડાં ડગલાં આડો ફંટાઈ તે એ ટેકરીની તળેટીએ જઈ પહોંચે. નીચે રહ્યાં રહ્યાં તેને દેખાયું કે ટોચ ઉપરની જમીનમાંથી એક હાથે જાણે ઊંચે થયો છે, અને તે હાથની ટોચે આડી વાળેલી આંગળીમાંથી એક દોરા ઉપર કશી વસ્તુ લટકી રહી છે. એ દોરો વહાણની સાંકળ હતી, અને તેને અવાજ તેને દૂરથી સંભળાયો હતો. એ સાંકળે લટકાવેલી ચીજ કપડામાં વીંટેલા બાળક જેવી દેખાતી હતી તથા માણસ જેટલી લાંબી હતી. એ નિર્જન જગાએ, રાતને વખતે, ધૂમસમાં, દરિયામાં તોફાનના ભણકારા ગાજતા હતા ત્યારે આ વસ્તુને દેખાવે આશા આપી પિતાની તરફ એ બાળકને ખેંચે એવો નહોતો જ. કારણ કે, એ લટકતી વસ્તુ માણસનું શબ હતી. માણસનું અસ્તિત્વ રહ્યું ન હોય, છતાં તેને અવશેષ આમ કાયમ રહ્યા હોય, એ વસ્તુ હંમેશ ભયજનક હોય છે. એ શબ ઉપર કુદરતનાં બધાં તો તેને લુપ્ત કરવા ધમપછાડા કર્યા કરતાં હતાં. અને એ અવશેષ એ બધાંને માર વેઠી રહ્યો હતોએ બધાની સામે ટકી રહ્યો હતો. એ અવશેષ ચિરશાંતિ વિનાનું મૃત્યુ હતું. મૃત્યુ હંમેશાં બુરખો ઓઢીને આવે છે, અને કબર હંમેશાં લજજાથી ઢંકાયેલી જ રહે છે. ત્યારે આ અવશેષને બુરખો કે લજજાનું ઢાંકણ જ નહોતું. આ તો મૃત્યુ પોતે નિર્લજ્જપણે પોતાનું કામ કબરના ઢાંકણ નીચે કરવાને બદલે જાણે ખુલ્લી હવામાં કરી રહ્યું હતું. અને જડ તો ઉપરાંત જીવંત સૃષ્ટિએ પણ એ શબને ક્ષીણ કરવામાં– લૂંટવામાં ઓછો ભાગ ભજવ્યો ન હતો. એનાં આંતરડાં, Page #51 -------------------------------------------------------------------------- ________________ ધારો લોહી, માંસ, અને હાડકાંની મજ્જા સુધ્ધાં પશુ-પંખી-કીડા સૌએ ખલાસ કર્યા હતાં. પણ રાજસત્તા હજુ તેને કાયમ રાખવા માગતી હતી. તેથી દર વરસે તેના ઉપર તેના તાપડા ઉપર ડામર ચડાવી જવામાં આવતો હતે. અલબત્ત, એ તાપડું વચ્ચેથી ફાટી ગયેલું હતું અને તેની અંદરથી પગ વગેરે અવયવો બહાર પણ નીકળેલા હતા. ઇંગ્લેંડના આખા કિનારા ઉપર ઠેરઠેર દાણચોરેને તાકીદ આપવા, પાઠ શીખવવા, દાણચોરોનાં જ આવાં મડદાં લટકાવી રાખવામાં આવ્યાં હતાં. અને એક મડદાની જગાએ બીજા દાણચોરનું મડદું ન લાવવું પડે તે માટે, માનવતા ખાતર, ડામર ચોપડી એક મડદાને જ જાળવી રાખવામાં આવતું હતું ! પેલે છોકરો હવે ઉપર ચડી આ મડદા પાસે આવી પહોંચ્યો. તેને માણસની દૃ– સોબત જોઈતી હતી. પણ તેને માણસને આ ભયંકર અવરોષ સામો મળ્યો. એ બાળકને એ લટકતું મડદું જોઈ શી લાગણી થઈ આવી હશે? શા વિચાર આવ્યા હશે ? નાના બાળકના અંદર ધૂધવાતા વિચારો મગજના કાટલાને ઉઘાડવા કેવી રીતે ટિચાતા હશે ? કદાચ ઈંડામાંનું પંખી પોતાના કાટલાને જે રીતે ટીચતું હશે, એ રીતે જ! અર્થાત એ બધું થોડી વારમાં ઘેનના આવરણમાં જ શાંત થઈ જતું હશે. જેમ નાનકડી વાટ ઉપર વધારે પડતું તેલ રેડીએ, તો ત વધુ પ્રગટવાને બદલે ઓલવાઈ જાય તેમ. છોકરો એ મડદા સામે વિચિત્ર કુતૂહલથી જોઈ રહ્યો. તે મડદુ પણ તેની સામે જાણે તાકી તાકીને જોઈ રહ્યું હતું! આંખે વિનાનું હાડપિંજર તમારી સામે જોઈ રહ્યું હોય, તો તેની આંખો જ નહિ પણ તેનું આખું માં તમને જોઈ રહ્યું હોય એવું લાગે. આખા માંની એ સ્થિર દષ્ટિ ભયજનક હોય છે. કારણ કે, એ ડોળા વિનાની દષ્ટિ હોય છે –કેવળ શૂન્યની દૃષ્ટિ ! Page #52 -------------------------------------------------------------------------- ________________ 32 લાફિંગ મેન પણ હવે તો ધીમે ધીમે આ બાળક જ ભયજનક બનવા લાગ્યું. તે બેહોશ બનતું જતું હતું. ઠંડીની શિલા-જડતા તેનાં હાડકાંમાં પસવા લાગી હતી. હંમેશના દગાબાજ શિયાળાએ તેને પાછું રાત્રિના હાથમાં સોંપી દીધું - તેના ઉપર ઊંઘ ફરી વળી. ઊંઘના હાથમાં મૃત્યુની આંગળીઓ હોય છે. તે બાળક ઊંઘે ઘેરાઈ એ માંચડા હેઠળ જ ગબડી પડવાનું થયું હતું અને તેની એ ઊંધ આખરી ઊંધ જ હોત; કારણ કે, એ ઠંડીમાં એક વાર જડ બનેલું શરીર પછી ફરી સજીવન થાય જ નહિ. પરંતુ તે જ ઘડીએ પવન જોરથી ફૂંકાવા લાગતાં પેલું મડદું ઊછળી ઊછળીને જાણે એ બાળક ઉપર ધસવા લાગ્યું. અને મડદુ જ્યારે તમારા ઉપર ધસતું આવતું દેખાય, ત્યારે એ દેખાવ કોઈને પણ ચેકાવી મૂકે. તેમાં વળી સાંકળને ખડખડાટ ભેગો ભળતાં તે મડદુ ચીસ પાડતું હોય એમ જ લાગે. બાળક હવે એકદમ ઝબકી ઊઠયું અને એ મડદાના પંજામાંથી બચવા પીઠ ફેરવીને નાઠું. તે જ ઘડીએ કાગડાઓનું એક ટોળું એ માંચડા ઉપર અને એ શબ ઉપર ઊતરી આવ્યું. એ મડદુ વધુ જોરથી ઊછળી, એ કાગડાઓના ટોળા ઉપર પડવા લાગ્યું. કાગડાઓ અને મડદા વચ્ચે જાણે એક ધમસાણ જ મચી રહ્યું. મડદું જોર કરી કરીને ઊછળવા લાગ્યું - જાણે “મરણિયું ' બન્યું હોય તેમ! કાગડાઓ પણ જોરથી ફૂંકાતા પવનમાં બીજી વધુ રિથર જગા શોધતા ત્યાંથી નાઠા. પેલું બાળક જ્યારે તેના શ્વાસની ધમણ વધુ ઊછળવી અશકય બની ગઈ, ત્યારે જ થોળ્યું. તેને અત્યાર સુધી એમ જ લાગતું હતું કે, તેની પાછળ પેલા કાળા કાગડાનું ટોળું પડયું છે; અથવા તો પેલું મડદું જ સાંકળેથી છૂટી, કૂદકા મારતું તેને પકડવા પાછળ દોડી આવે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ નેધારે હ . પેલાઓએ બાળકને કિનારા ઉપર એકલે પડતો મૂક્યું ત્રણ કલાક થવા આવ્યા હતા. અત્યાર સુધી તે કંઈક રસ્તો શોધવા કે જીવતા માણસની નિશાની શોધવા ચાલતો હતો; પણ છેવટના તે ભયનો માર્યો ભાગ્ય હતું. તેને શામાંથી નાસી છૂટવું હતું ? કદાચ બધામાંથી. જેને કશી આશા ન હોય, તેને કશાને છેડો ન દેખાય; બધું જ એકાકાર સળંગ થઈ ગયેલું લાગે. પણ બાળકની લાગણીઓને છેડો ઝટ આવી જાય છે. અમુક વખત ગયા પછી તેની ભયની લાગણી પણ પૂરી થઈ ગઈ. અને હવે તે દોડવાને બદલે, ચાલવાની ગતિએ આવી ગયો. પાએક ગાઉ તે દેડ્યો હશે અને તેટલું જ બીજું અંતર તે ચાલ્યો હશે. પણ હવે તેને ભૂખની આગ સતાવવા લાગી. પણ શું ખાવું અને ક્યાં ખાવું? તેણે પોતાનાં ખીસામાં હાથ નાખે. પણ તે ખાલી હતાં. હવે તેણે જલદી ચાલવા માંડ્યું. ક્યાં જવાનું છે, તે કયા વિના જ, તે કેઈક રહેઠાણ તરફ ચાલવા લાગ્યો. રહેઠાણ-આશરો, એ માણસના અંતરમાં રહેલી પરમાત્માના અસ્તિત્વની શ્રદ્ધાને ભાગ છે. આશરાની શ્રદ્ધા રાખવી, એટલે પરમાત્મામાં શ્રદ્ધા રાખવી. પરંતુ આ ભાગમાં કદી કોઈ કાળે કઈ માનવ નિવાસ થયે જ નહોતો. આ ભાગમાં પગની કેડી જેવું પણ કાંઈ ન હતું. કદાચ કાંઈક હશે, તો પણ તે બરફથી ભૂંસાઈ ગયું હતું. છેક હવે સગીભૂમિવાળા ભાગે આવી પહોંચ્યો હતો. તે ભાગ નીચાણમાં હોવાથી તે નીચે ઊતરવા લાગ્યા. આ ઉતરાણ પણ કઈ રસ્તા ઉપરથી તે હતું જ નહિ. આશરે આશરે તેને ઊતરવાનું હતું. સહેજ આડુંઅવળું પગલું મુકાયું કે મોત જ આવીને ઊભું રહે ! આ લાંબું ઉતરાણ તે શી રીતે ઊતર્યો ? દોરડા ઉપર ચાલનાર નટ કે વાંદરું પોતે પણ એની એ કુશળતા ઉપર વારી ગયાં હોત ! Page #54 -------------------------------------------------------------------------- ________________ લામિ એના છતાં એ ઉતરાણને છેડે કશા ખાસ મોટા અકસ્માત વિના તે આવી પહોંચ્યો. તે જ ઘડીએ દરિયા ઉપર શરૂ થયેલું બરફનું તોફાન જમીન ઉપર આવી પહોંચ્યું. દરિયા ઉપર બરફનું તોફાન એ દરિયાની ઘણું અગમ્ય વસ્તુઓમાંની એક છે. સૌ અણધાર્યા ઉલ્કાપાતોમાં એ કારમામાં કારમો છે. ધૂમસ અને તોફાન એ બેના મિશ્રણરૂપ એ બનાવની આજે પણ આપણે કશી સમજ ધરાવતા નથી. દરિયામાં તોફાની પવનની ગતિ એક સેકંડના ત્રણ ફૂટથી, માંડીને બાવીસ ફૂટ જેટલી બદલાતી હોય છે. પરિણામે દરિયાનાં માંનું કદ પણ શાંતિ વખતના ત્રણ ઇંચથી વધીને તોફાન વખતે છત્રીસ ફૂટ જેટલું થઈ જાય છે. અને ત્રીસ ફૂટ ઊંચું ભેજું પંદર ફુટ લાંબું હોય. - દરિયે એ માત્ર પાણીનો જથ્થ જ નથી. તેના ઉપર ચુંબકીય જેવી બીજી અનેક શક્તિઓ પણ કામ કરતી હોય છે. દરિયામાં જે કઈ માત્ર પાણીને મહાસાગર જ જુએ છે, તે કશું જ જેત નથી. કેવા કેવા વિદ્યુતપ્રવાહો દરિયાના સ્વરૂપની અગમ્યતામાં વધારો કરતા જ હોય છે ! - પેલા ભાગેડુઓ જે કૂકરમાં બેસીને ભાગી જતા હતા તે “મેટુટ્રિના”, સમુદ્રમાં રાતનું તથા તોફાનનું ભેગું જોખમ માથે ચડાવીને જ પોતાની મુસાફરી ખેડતું હતું. - શરૂઆતમાં દરિયે શાંત હોવાથી તેની ગતિ સારી હતી. જોકે કુલ દશ માણસો તથા તેમને બધો સરસામાન, એ તેના જેવા નાજુક બાંધાના જહાજ માટે જેવો તેવો બોજ ન કહી શકાય. Page #55 -------------------------------------------------------------------------- ________________ દરિયા ઉપર 35 મુસાફરો જમીન ઉપરના જોખમમાંથી છટકીને સહીસલામત નીકળી ગયા હતા, તે કારણે આનંદમાં હતા. માત્ર તેમને ટોચ વિનાના ટપાવાળે એક ઘરડો મુસાફર કંઈક ચિંતામાં હતો. તેણે એક લાંબે ઝભ્ભો પહેર્યો હતો. તેના બે હાથ વારંવાર પ્રાર્થનાની રીતે જોડાતા રહેતા હતા અથવા કૃસની નિશાની થાય તે રીતે ગોઠવાતા હતા. તેના ચહેરા ઉપર બે જુદી જુદી ભાવનાઓની અથડામણ પૂરેપૂરી વ્યક્ત થતી હતી. એક ભાવના જાણે ઈષ્ટની હતી, બીજી અનિષ્ટની. તેની પંડિતાઈ તેના ઝભાની કરચલીમાં તેમ જ તેની ચેષ્ટામાત્રમાં દેખાઈ આવતી હતી. તેનું મેં ગંભીર તથા ધમકાવતે હોય તેવા દેખાવનું કઠોર હતું. તેની ભમર ડાકુની હતી, પણ વડા પાદરીની નજર તેમાં મિશ્રિત હતી. ગુનેગારીએ પસ્તા કરતા કરી મૂક્યા હોય એ એનો દેખાવ હતો. તે ખ્રિસ્તી હતે એ ઉઘાડું હતું, પણ ટર્કિશ નિયતિવાદથી તેનું ખ્રિસ્તીપણું ગૂંચવાયેલું હતું. તે તૂતક ઉપર ધીમેથી આંટા મારતો હતો, પણ કોઈના સામું જોયા વિના. તેની આંખમાં અમંગળ ભાવિના ડરની આભા છવાઈ રહી હતી. આ જહાજ ઉપર બે જણા જ વિચારમાં લવલીન હતાઃ આ ડોસે આકાશના વિચારમાં, ત્યારે જહાજને સુકાની દરિયાના વિચારમાં. એક જણ દરિયા ઉપરથી નજર ખસેડતો નહોતો, ત્યારે બીજે વાદળાં ઉપરથી. પાણીની હિલચાલ સુકાની તપાસતો હતો, ત્યારે આ બુદ્દો ક્ષિતિજ તરફ શંકાની નજરે જોઈ રહ્યો હતો. પેલે સુકાની હવે સુકાન એક ખલાસને સોંપીને આ ડોસા પાસે આવ્યો. આ ડોસો મુસાફર-ટાળીને આગેવાન નહોત; આગેવાન તે આભલાંવાળું જાકીટ પહેરનાર માણસ હતે. " સુકાનીએ એક બે વખત તેને સંબોધન કર્યું: “લૉર્ડ_* Page #56 -------------------------------------------------------------------------- ________________ 36 લાકિંગ મેના ત્યારે પેલાએ જવાબ આપ્યો, “મને ભુવાજી કહેજે; પણ તારી પાસે જહાજની ગતિ માપવાનું, અક્ષાંશરેખાંશ જાણવાનું, વખત જાણવાનું, પાણીનું જોર માપવાનું વગેરેમાંથી શાં શાં સાધન છે?” સુકાની પાસે કેટલાંક સાધનો નહોતાં; અને કેટલાંકને બદલે બીજી કામચલાઉ ગોઠવણ હતી. ડોસો એ સાંભળી વિચારમાં પડી ગયું. તેણે પૂછયું, “અત્યારે આપણે કયે સ્થળે છીએ અને કઈ દિશામાં જઈ રહ્યા છીએ ?" લોયોલા અને સેંટ-સેબાસ્ટિયન વચ્ચે આવેલી એક ખાડી તરફ આપણે જઈએ છીએ.” " “પવન અને પ્રવાહોથી ચેતતા રહેજો. પવનોથી પ્રવાહ ઊભા થાય છે. પણ તમારી પાસે એ જાણવાનું ખાતરી લાયક સાધન તે છે નહિ !" “અત્યારે ભરતી પવનથી ઊલટી દિશામાં છે, જ્યારે થોડા વખત પછી તે પવન સાથે થઈ રહેશે, ત્યારે આપણને કશે વાંધો નહિ રહે.” “નકશે છે ?" આ ભાગને નથી.” “તે અંદાજે જ હંકારો છે ને ?" મારી પાસે હોકાયંત્ર છે.” પણ હેકા એ તે એક આંખ કહેવાય; નકશે એ બીજી.” “પણ એક આંખવાળેય જોઈ શકે ને ?" વહાણની ગતિથી થડ આગળ અત્યારે કયો ખૂણે પડે છે, તે તું કેવી રીતે જાણી શકે છે?” “કલ્પનાથી.” કલ્પવું સારું છે, પણ ખાતરીથી જાણવું વધુ સારું કહેવાય. જ્યારે વાદળ ઘેરાયાં હોય, અને સેય ખૂબ ડોલ્યા કરે, ત્યારે કાલ્પનિક કે ખરું કશું બિંદુ જ નક્કી ન કરી શકાય. એટલે નકશાવાળે ગધેડ સારો, પણ જાદુઈ દંડાવાળો ભવિષ્યજ્ઞ નહિ સાર. Page #57 -------------------------------------------------------------------------- ________________ કરિયા ઉપર “પણ હજુ પવન આડોઅવળે નથી, અને બીવાનું કંઈ કારણ નથી.” વહાણે તે સમુદ્રરૂપી કરોળિયાના જાળામાં ફસાયેલી માખે જેવાં કહેવાય.” પણ આજે પવન-પાણી કે કશી બાબતમાં ચિંતા કરવા જેવું જ નથી; અને આજની રાત આવું જ રહેશે, તે પછી કશોય વાં નહિ આવે.” પણ પંડિતજીની આંખ ઈશાન દિશા તરફ મંડાઈ રહી હતી. પિલા સુકાનીએ કહ્યું, “આપણે ગાસ્કનીના અખાતમાં પહોંચી જઈએ, એટલે તમારા સૌની સહીસલામતી મારે માથે. એ ભાગ ગમે તેટલે તોફાની હેય, છતાં તે આખા ભાગને હું પાણીના યાલા પેઠે ભૂમિ છું.” પણ પંડિતજી કશું સાંભળતા ન હતા; તે ઈશાન તરફ જ તાકી રહ્યા હતા. થોડી વારમાં જ તે એક તરફ આંગળી કરીને બોલ્યા: - “સુકાની, તું જોઈ શકે છે ?" “શું ?" પેલું.” “ભૂરા જેવું છે તે ?" “હા; તે શું છે?” “આકાશને ટુકડે.” “જેઓ સ્વર્ગે જતા હોય તેમને માટે; પણ જેમને પૃથ્વી ઉપર જ બીજે ઠેકાણે જવું હોય, તેમને માટે એ જુદી જ વસ્તુ છે.” સુકાની હવે મુસાફરોના મુખિયા પાસે ગયો અને બોલ્યા, “આ તમારે બુઢ્ઢો પાગલ બાગલ તે નથી ને ?" પણ બુવાજી હજુ પેલી દિશા તરફ આંગળી કરી રહ્યા હતા. હવે સુકાની ફરીથી તે તરફ જોઈને બોલ્યો, “ખરી વાત; એ આકાશ નથી, પણ વાદળ છે.” Page #58 -------------------------------------------------------------------------- ________________ “ભૂરું વાદળ કાળા વાદળ કરતાં ખરાબ; કારણ કે એ બરફ વરસતું વાદળ કહેવાય. તને બરફનું વાદળ એટલે શું તેની ખબર છે?” “ના.” “તે થોડા સમયમાં જ ખબર પડશે. ભગવાનની ઈચ્છા જુદી જ જણાય છે. પણ તું આ ચેનલના દરિયાને ભેમિયો છે ?" નાપહેલી જ વાર આવ્યો છું. સામાન્ય રીતે આયર્લેન્ડ તરફ જ જા-આવ કરું છું. મને આ દરિયાને અનુભવ નથી.” એ વળી વધુ ગંભીર બાબત કહેવાય. ચૅનલને દરિયે ઓળંગનારને તે પડીની પેઠે તેનું તળિયું વાંચતાં આવડવું જોઈએ. હરઘડી આ સમુદ્રનું ઊંડાણ જોતા જ રહેવું પડે.” “અહીં પચીસ ફેધમ ઊંડાણું છે.” પણ આપણે પશ્ચિમ તરફ પંચાવન ફેધમના ઊંડાણવાળા ભાગ તરફ જઈ પહોંચવું જોઈએ, અને પૂર્વ તરફના વીસ ફંધમ ઊંડાણવાળા ભાગથી બચવું જોઈએ.” “આજે રાતના આપણે ઊંડાણ માપીશું.” “પણ ઊંડાણ માપવા વહાણને થોભાવવું પડે; પણ તે તું પવનને કારણે આજે નહિ કરી શકે.” “પણ હું ગમે તેમ કરીને આજે ઊંડાણ માપી લઈશ; ભગવાન ઉપર શ્રદ્ધા રાખો.” “શબ્દ જાળવીને વાપર, એ ભયંકર નામ ગમે તેમની ઉચ્ચારીશ.” “પણ હું આજે ઊંડાણ માપીશ જ.” પાણીના તાણથી તારું સાચું નીચે નહિ જાય, અને દેરી તૂટી જશે. તું આ ભાગમાં પહેલી વાર જ આવ્યું છે ને ?" : “પહેલી જ વાર.” . “તે સાંભળ; જહાજને પશ્ચિમ તરફ લે.” અશક્ય; પવન છેક સામો છે; અને સઢ તૂટી જાય.” Page #59 -------------------------------------------------------------------------- ________________ દરિ ઉપર તે હવે સમુદ્ર સાથેની તકરાર જે રીતે તારે પતવવી હેય તે તું જાણે.” “પવન બદલાવો જોઈએ.” આજે રાતના તે નહિ જ બદલાય.” “કેમ ?" “આ તેફાન બારસો ગાઉ લાંબું હોય છે. છતાં પશ્ચિમ તરફ વળવાને પ્રયત્ન કરી જે.” પવન આપણને પૂર્વ તરફ ઘસડે છે.” " પૂર્વ તરફ કોઈ પણ ઉપાયે ન જતો.” " કેમ ?" “આજે આપણે માટે મેત શું છે, તે તું જાણે છે ?" “ના.” “પૂર્વ દિશા એ આપણું મત છે.” હું ગમે તેમ કરી પશ્ચિમમાં જ હુંકારીશ.” “જે આજની રાતે દરિયામાં આપણને ઘંટને અવાજ સંભળાય, તો જાણવું કે આપણે ખતમ !" “તમે શું કહેવા માગે છે ?" ડોસાએ કંઈ જવાબ ન આપ્યો. તેની આંખ હવે બહારની બાજુએથી અંદરની બાજુએ વળી ગઈ હતી. તેના હેઠમાંથી અજાણપણે જ શબ્દો નીકળ્યાઃ “કાળા આત્માઓએ પિતાની જાતને જોવાની ઘડી આવી પૂગી છે.” આ બુદ્ધ કઈ પાગલ માણસ જ છે,” એમ કહી સુકાની ત્યાંથી ખસી ગય. છતાં તેણે વહાણને પશ્ચિમ તરફ લેવાને પ્રયત્ન કર્યો જ. પરંતુ પવન અને સમુદ્ર જોરથી ઊઠતા હતા. - થોડી જ વારમાં આકાશની કિનારી ભૂરા વાદળથી છવાઈ બઈ– પશ્ચિમમાં તેટલી જ પૂર્વમાં. પવનની સામે એ આગળ વધતું Page #60 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન હતું! સમુદ્ર પણ જાણે પાણીમાં રહેતા મગર મટી જમીન ઉપર ઊછળતે અજગર બની ગયો, જેની સીસાના રંગની મેલી ચામડી જેટલી ગાઢી હતી તેટલી કરચળીવાળી બની ગઈ હતી. તે ચામડી ઉપર કોઢનાં ચાઠાં જેવું ફીણ જ્યાં ત્યાં ઊછળતું હતું. ' આ ઘડીએ જ જહાજના આગલા ભાગમાં સળગાવેલ પ્રકાશ તારા જેવો ચમકતો પેલા છોકરાએ જે હતો. પાએક કલાક પસાર થઈ ગયું. પેલો સુકાની તૂતક ઉપર પેલા બુવાજીને શોધવા લાગ્યો. પણ તે ત્યાં ન હતો. તે અત્યારે કેબિનમાં પેઠો હતો અને રસોડાના ભાગમાં જઇ, પિતાને ખીસામાંથી ખડિયે અને કલમ કાઢી, એક ડીમચા ઉપર બેસી, પોતાની ખીસાપોથીમાંથી કાઢેલા ચાર ગડી વાળેલા અને પીળા પડી ગયેલા જૂના દસ્તાવેજી કાગળની પાછળ કશુંક લખતે હતો. વહાણના હાલવાને કારણે તેને લખતાં અગવડ પડતી હતી; છતાં તેણે લાંબે વખત લખ્યા કર્યું. ઢીંચણ ઉપર ગોઠવેલી ખીસાપથી ઉપર એ દસ્તાવેજ મૂકીને તે લખે જ ગયો. રસોઈયાનું કામ કરનારે મુસાફર પાસે બેઠે બેઠો એક તુંબડીમાંથી બ્રાન્ડી પીધા કરતો હતો. બુવાજીનું ધ્યાન એ તુંબડી ઉપર ખેંચાયું : તુંબડીની કશીક નવીનતાને કારણે નહિ, પણ તેની ઉપર ગૂંથેલા નેતરમાં ધોળી ભૂમિકા ઉપર લાલ નેતરથી જે નામ ભરેલું હતું તે જોઈને. સગડીમાંથી એ નામ વંચાય તેટલો પ્રકાશ નીકળ્યા કરતો હતો. બુવાજીએ એ નામ વાંચ્યું: “હર્દકેને”. તેમણે તરત રસોઇયાને પૂછયું, “આ તુંબડી મેં પહેલાં જઈ નહોતી. પણ એ હર્દકની જ છે?” “હા, આપણે ઉસ્તાદ સાથી બિયારો હર્દકે; તે દૂર ચધામના કેદખાનામાં સબડે છે. તે મારો મિત્ર હતું અને આ તુંબડી તેના સંભારણમાં હું સાચવી રહ્યો છું. કોણ જાણે ફરી આપણને Page #61 -------------------------------------------------------------------------- ________________ દરિયા ઉપર તે ક્યારે ભેગો થશે ?" બુવાજીએ ફરી પોતાની કલમ હાથમાં લીધી અને આગળ લખવા માંડયું. વહાણના હડદલામાં પણ લખાણ વાંચી શકાય એવું થાય એની કાળજી તે રાખવા ઈચ્છતો હતો. લખાણ પૂરું થયું, એ અરસામાં જ સમુદ્ર આ જહાજ ઉપર પહેલી થપાટ મારી. પાણીને એક મેટો જુવાળ આવીને વહાણ ઉપર અથડાયો : સૌ કોઈ સમજી ગયા કે હવે તેફાનના આગમનને આવકારતું વહાણનું ભયંકર નૃત્ય શરૂ થયું ! બુવાજી હવે ઊઠયા અને સગડી પાસે જઈ તેમણે પિતાના લખાણની શાહી સૂકવી. પછી તેમણે એ કાગળની ગડી કરી પોતાના ખીસામાં મૂકી દીધો. રસોઈ સગડી ઉપર સૂકી માછલીને સેરવો ઉકાળી રહ્યો હતે. બુવાજીએ તેને કહ્યું, “તારો સેર માછલાંને ખાવા જ કામ આવશે.” પવન હવે ઉત્તર તરફ વળ્યો હતો. સુકાનીએ બધા સઢ ચડાવરાવ્યા. કારણ કે, એ પવન તેમને ઈંગ્લેંડથી દૂર લઈ જવામાં મદદગાર થાય તેમ હતું. ફીણુમાં થઈને ઘોડાની પેઠે ઊછળતું જહાજ હવે મોજાં ઉપર થઈને રસ્તે ચીરતું આગળ વધવા લાગ્યું. બધા મુસાફરો આનંદથી હસી રહ્યા - તાળીઓ પાડવા લાગ્યા અને ગાવા લાગ્યા. બુવાજી એકલા તેમની તરફ નજર કર્યા વિના કશીક ચિંતામાં પડી ગયા હતા. અજવાળું સદંતર બંધ થઈ ગયું હતું. બધાએ હવે રાત્રીમાં જ ભૂસકો માર્યો હતે. ઈંગ્લેંડ દેખાતું બંધ થઈ ગયું. અચાનક રાત્રીએ ભીષણ રૂપ ધારણ કર્યું. ક્યાંય સ્થળ કે અંતર દેખાય એવું જ રહ્યું નહિ. આકાશ કાળું મેશ બની જઈ ૐ હતો, Page #62 -------------------------------------------------------------------------- ________________ હાફિઝ મેન વહાણની આસપાસ ચોંટી ગયું. બરફ ધીમે ધીમે વરસો શરૂ થયો. આ સ્થિતિમાં કઈ ઘાંટીમાં ક્યારે સપડાઈ જવાય, તેને ડર સૌ કેઈના મન ઉપર સવાર થઈ ગયે. પાપ તારા સંભાળ !' બરફનું તેફાન તેના કાળાપણા માટે જાણીતું છે. સામાન્ય રીતે દરિયે કાળો હોય છે અને તેની સરખામણીમાં આકાશ ઝાંખું ફીકું હોય છે. પણ બરફના તોફાન વખતે આકાશ કાળું ઘેર બની રહે છે અને દરિયો સફેદ બની જાય છે. સામાન્ય વટાળ દરિયાનાં મોજાં, ઉપર પ્રકાશના દીવા સળગાવતો આવે છે, ત્યારે ધ્રુવ પ્રદેશને આ વંટોળ બધા દીવા બુઝાવતે આવે છે. આખું વિશ્વ અચાનક અંધારું ભોંયરું બની જાય છે. વીજળીના ચમકારા પણ એ વખતે ગેરહાજર હોય છે. આવા ભયંકર અંધારામાંથી છટકવું અશક્ય હોય છે. અલબત્ત, કઈ જહાજ બરફના તોફાનમાંથી સહીસલામત ન નીકળી શકે એમ ન કહેવાય. અને “મૈટિના” કૂકર પણ આ તોફાનમાં ચડાવેલા સઢ સાથે જુસ્સાભેર આગળ વધી રહ્યું હતું. મુસાફરોને મુખિયો બેલી ઊઠયો, “આપણે! બચી ગયા !" બચી ગયા! બચી ગયા !" બાકીના મુસાફરે પણ બેલી ઊઠયા. પણ તે જ ઘડીએ બુવાજીને ઘેરે આવાજ આવ્યો; “ચૂપ રહો; સાંભળે ! " અચાનક એ ઘેરા અંધકારમાં દૂરથી સૌને ઘંટને અવાજ સંભળાય. Page #63 -------------------------------------------------------------------------- ________________ “પા૫ તારા સંભાળ !" સુકાની હસી પડ્યો : “લે, ઘંટને અવાજ સંભળાય છે, તેથી બીવાનું શું છે? તેને અર્થ એ કે એ તરફ જમીન છે.” “એ બાજુ જમીન નથી.” પણ ઘંટને અવાજ જમીન ઉપરથી જ આવે ને ?" આ ઘંટને અવાજ દરિયા ઉપરથી આવે છે. પેર્ટલેન્ડ અને ચનલ-ટાપુઓની અધવચ એક છીછરા પાણુવાળો ભાગ છે. ત્યાં સાંકળો ખેડીને વહાણવટીઓ માટે એક તરાપા ઉપર ઊભા કરેલા માંચડા ઉપર ઘંટ લટકાવેલ છે. સમુદ્ર તેફાની બને ત્યારે પેલે તરાપ હાલે છે અને ઘંટ વાગે છે. તોફાન વખતે એ ઘંટ ક્યારે સંભળાય ? પવન એ દિશામાંથી આવે ત્યારે. હવે પવન અત્યારે પશ્ચિમમાંથી વાય છે અને રિનીના દરિયાઈ ખડકે આપણાથી પૂર્વમાં છે. આપણે અત્યારે ઘંટને અવાજ સાંભળીએ છીએ કારણ કે આપણે પેલા ઘંટ અને એરિનના ખડકોની વચ્ચે છીએ; અને પવન આપણને તે ખડકે તરફ ધકેલી રહ્યો છે. આપણે ઘંટની ખોટી દિશામાં છીએ. તેથી હું કહું છું કે, આપણને આ ઘંટ સંભળાય છે, તે આપણે મૃત્યુ-ઘંટ છે, સમજ્યા ?" સૌ એ ઘંટનો અવાજ હવે શ્વાસ પણ લીધા વિના સાંભળી રહ્યા. તરત જ સુકાનીએ સઢ સંકેલી લેવરાવ્યા અને વહાણને ગમે તેમ કરી પશ્ચિમ તરફ - ઘંટ તરફ - વાળવા હુકમો આપવા માંડ્યા. સૌ મુસાફરે પણ તેમાં મદદ કરવા લાગ્યા. પણ તે ઘડીએ મોજાંનું નૃત્ય પણ કારમું બની રહ્યું હતું. પવનનું તોફાન જલ્લાદની પેઠે આ જહાજની કતલ કરવાના ઇરાદાથી ઘા ઉપર ઘા ઠેકવા માંડ્યું. સઢ તૂટીને ઊડી ગયા, કૂવાથંભ ભાંગી ગયો અને આખા જહાજ ઉપર બધું વેરણછેરણ થઈ ગયું. એક મેજું આવીને હેકાયંત્રને તેની પેટી સાથે ઉઠાવી ગયું Page #64 -------------------------------------------------------------------------- ________________ 44 લાફિંગ મેન બીજું મોજું આવીને રક્ષણ-હેડીને તેડી ગયું, ત્રીજું આવીને- ચોથું આવીને–એમ થોડા વખતમાં તો આખા વહાણમાં સુકાન સિવાય હંકારવાની કશી ચીજ બાકી ન રહી. સુકાની સુકાનને વળગી રહ્યો. તે બે, “સુકાન છે ત્યાં સુધી બધું છે. જલદી દેરડું લાવે અને મને સુકાન સાથે તાણું બાંધે નહિ તે હું હમણાં દરિયામાં ઊડીને પડીશ !" સુકાની પૂરે બંધાઈ રહ્યો, એટલે સુકાનને બે હાથે પકડી તે બોલ્યો, “બૂક ! અલ્યા દરિયા ભૂંક ! તારા કરતાં કેવાય ખરાબ દરિયા મેં પગ તળે કાઢી નાખ્યા છે!” પણ એટલામાં તો એક ભયંકર વિરાટ માં આવ્યું. આખા તૂતક ઉપર ફીણ પથરાઈ ગયું. એક કડાકે સંભળાય. અને જ્યારે પાણીની છાંટ ઓસરી ગઈ, ત્યારે સૌએ જોયું કે સુકાન અને સુકાની બંને દરિયામાં ધોવાઈ ગયા હતા. સૌ બૂમ પાડી ઊઠયા, “લંગર નાખે ! સુકાનીને બચાવી લે !" તેઓએ ઝટ લંગર નીચે પાણીમાં ઉતાર્યું. પણ પાણીને તળિયે ખડક હતો, અને મોજાંનું જોર એટલું ભયંકર હતું કે, દેરડું વાળની માફક તૂટી ગયું અને લંગર દરિયાને તળિયે રહ્યું. દૂકરમાં આ એક જ લંગર હતું. તે ઘડીથી આ પ્રકર એક જહાજ નહિ, પણ ભંગાર બની રહ્યું. અત્યાર સુધી ઘોડાની પેઠે છલંગો ભરતું એ દૂકર નપુંસક બની હવા અને પાણીના જોરથી અથડાતું, ઘસડાતું પિટું માત્ર બની ગયું; ગમે તે ઘડીએ મરી ગયેલા માછલાની પેઠે ઊલટું થઈ જઈ તેનું પેટ ઉપર આવી જાય! માત્ર તેનું તળિયું હજુ પૂરેપૂરું સાબૂત હેવાથી, તે તરતું રહ્યું હતું એટલું જ. પણ પેલા ઘંટને અવાજ હવે ધીમે પડવા લાગ્યો હતો અને ડી વાર પછી તે તે સંભળાતો પણ બંધ થઈ ગયો. તે પછી Page #65 -------------------------------------------------------------------------- ________________ “પાપ તારાં સંભાળ !" 45 જહાજ અત્યારે ક્યાં હતું ? ઘંટને અવાજ સંભળાયાથી તેઓ બીન્યા હતા; પણ હવે તે અવાજ ચૂપ થવાથી તેઓ ઊલટા વધુ ગભરાયા. કારણ કે અંધારામાં તેઓ કઈ તરફ ઘસડાઈ રહ્યા હતા, તે જાણવાનું તેમની પાસે કશું જ સાધન ન હતું. ઉપરાંત પવન ફરી પાછો ઊપડ્યો હતો. અત્યારે તેઓ જાણે ઊંડી કરાડમાં ભૂસકે મારી રહ્યા હોય તેવી તેમની સ્થિતિ હતી. અચાનક બરફના ધૂમસ વચ્ચે એક બાજુથી પ્રકાશ આવતા તેમને દેખાયો. તે કાસ ખડકો ઉપરની દીવાદાંડીને પ્રકાશ હતો. એ દીવાદાંડી રાજા હેનરી પહેલાએ બંધાવી હતી, અને જૂની ગામઠી ઢબની હતી. જે જહાજ સારી સ્થિતિમાં હોય, અને સુકાનીના નિયંત્રણમાં હોય, તેને એ દીવાદાંડી સાવચેતીરૂપ હોઈ, આસપાસના ખડકેથી દૂર ખસી જવા માટે ચેતવણીરૂપ હતી. પરંતુ જે જહાજને સુકાન નથી તથા સુકાની નથી, કે હંકારવાનું બીજું કશું સાધન નથી, તેવા જહાજને તો તે મેતના વિકરાળ ઉઘાડા માં રૂપ જ ગણાય. કારણ કે, એ દીવાદાંડી ભયથી દૂર ખસી જવાની ચેતવણું રૂપ રહેવાને બદલે ઊલટું મોત કેટલું નજીક છે, એ જણાવનાર નિશાની જ બની રહે. આ સ્થિતિમાં સામે આવતા મોતને ક્ષણે ક્ષણે નજરે નિહાળ્યા સિવાય બીજું શું કરવાનું હતું ? “મેટુટિના દૂકરના મુસાફરો એ પરિસ્થિતિ ગાભરા બની જોઈ રહ્યા. તેઓમાંની એક બાઈ તો જોરથી માળા ફેરવવા મંડી ગઈ મુસાફરોને મુખિયે જ કંઈક વહાણવટે જાણતો હોવાથી, આખા વહાણને કપ્તાન પણ બની રહ્યો હતે. ધીમે ધીમે દીવાદાંડીવાળો ખડક એટલે નજીક આવી ગયે કે, ઉપરની દીવાદાંડી દેખાતી બંધ થઈ ગઈ. મુખિયાએ બૂમ પાડી, “કઈ માણસને તરતાં આવડે છે ?" Page #66 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન . કેઈને તરતાં આવડતું ન હતું; ખલાસીઓને પણ નહિ. એ વસ્તુ કંઈ અસાધારણ ન હતી. દરિયો ખેડનારા સામાન્ય તરનું પણ જાણતા નથી હોતા.. એક વળે પાટિયાંમાંથી છૂટે થવા આવ્યો હતો. મુખિયાએ તે વળે હાથમાં લઈ બૂમ પાડી, “મને મદદ કરે !" સૌએ મળીએ વળાને છૂટો પાડ્યો. મુખિયાએ હવે એ પકડીને કહ્યું, “તૈયાર !" છયે જણ એ વળાને હાથમાં પકડી, પેલા ખડકને ભોંકવાને હૈિય તેમ પકડીને ઊભા રહ્યા. આ ગંભીર જોખમભરેલી ચેષ્ટા હતી. કારણ કે, જહાજ ઉપર ઊભેલા માણસોએ સામેના મોટા ખડક સામે આવો વળે પકડીને ઊભા હેવામાં ખડક સાથે અથડાતાં વાગેલા ધક્કાથી દરિયામાં ગબડી પડવાનો સંભવ જ વિશેષ હતો. આવી ક્ષણોએ જ માણસોના વાળ ધોળા થઈ જાય છે. મોજાં ગાંડાની પેઠે એ ખડક ભણું જ ગબડતાં હતાં. જહાજને પણ નીચે ગાળવાની પેઠે આગળ ગબડીને ધકેલવામાં તે મદદ કરતાં હતાં. “હોશિયાર !" મુખિયાએ બૂમ પાડી. છયે જણા વાળાને બગલમાં દબાવી ટેકવી રહ્યા. જહાજે ખડક ઉપર જબરો ધક્કો લગાવ્યો. માણસેએ પકડેલા વળાએ તે ધક્કો ઝીલ્યો. મરણિયા બનેલા માણસોની બગલમાં એ વળા ઉપરના ખલા પેસી ગયા. * પણ મેજું ખડક ઉપર જોરથી અથડાઈને પાછું ગબડવા માંડ્યું. જહાજ પણ એ પાછા ગબડતા મેજા સાથે ખડક ભણીથી દરિયા તરફ પાછું તણાવા લાગ્યું. એ દરમ્યાન એ થાડું બાજુએ ખસી ગયું. Page #67 -------------------------------------------------------------------------- ________________ પા૫ તારા સંભાળ ! એટલે જ્યારે બીજું મોજું જહાજને આગળ ગબડાવવા આવ્યું, ત્યારે તો તે તેને બાજુએ થઈ દીવાદાંડીની પાર ધકેલી ગયું. દીવાદાંડી પાછળ રહી ગઈ. તાપૂરતું “મેટિના” જોખમને પાર કરી ગયું હતું. પણ આવું વારંવાર ન બની શકે. પેલે વળાય આ લેકેના હાથમાંથી છટકીને સમુદ્રમાં પડી તણુઈ ગયું હતું. હવે મોજાં અને પવન પાછાં એ જહાજના ખોખાને મરજી મુજબ ઉછાળતાં આગળ ધકેલી ચાલ્યાં. કયાં ? કે જાણે! પણ થોડી વારમાં આસપાસના અંધારામાં એક વધુ કાળા એાળા તેમની સામે ઊભો થવા લાગે. અને જહાજ તે તરફ જોરથી ધચ્ચે જતું હતું. તેમને ખબર ન હતી પણ તે એટંક-ખડક હતો– મોજાંની ઊંચાઈથી 80 ફૂટ ઊંચે ઊઠતી એ સીધી કરાડ હતી. કાસ્કેટ્સ ખડકે તે મધપૂડાનાં પાનાં પેઠે પાણીમાં જુદા જુદા વિભાગોમાં પથરાયેલા છે; ત્યારે આ આર્ટીક ખડક તે એક નક્કર ભીંત સમાન એકલે જ ઊભો હતો. મોજાં તેની સાથે અથડાઈ તેટલા જ જોરથી પાછાં ફરતાં હતાં. એટલે વહાણ જે ખડક સામે ધસતા મોજા ઉપર દડબડતું એ ખડક ઉપર જ અથડાયું, તો તેના ભૂભૂકા ઊડી જાય. પણ ત્યાં અથડાતા પહેલાં પાછા વળતા જોરદાર મોજાની ઉપર ચડી પાછું ભાગે, તો તેને બચી જવાને સંભવ ખરે. કારણ કે બીજા હડસેલા વખતે તે ખડકની બાજુએ પણ નીકળી ગયું હોય. બધા ખલાસીઓ મુખિયા તરફ જોવા લાગ્યા. મુખિયાએ ખભા મચાડ્યા. પેલી કારમી ઘડી આવી લાગી. સૌ શું થાય છે તે નિહાળી રહ્યા. અચાનક જહાજની નીચે પાછા વળતા મોજાની ટચ પેઠી. જહાજ એકદમ દૂર હડસેલાઈ ગયું. સૌ બચી ગયા. - જહાજ પાછું આગળ ધકેલાવા લાગ્યું. પરંતુ હવે દરિયાને Page #68 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન એક કપરો ભાગ તેમની આગળ આવી રહ્યા હતા. એક મોટા કાચબાનું કેટલું ઊંધું વાળીને મૂક્યું હોય તેવો જ તે ભાગ હતો. તે આખું કાટલું ખડકની ઊંચીનીચી ટચોથી ભરેલું હતું. પણ એ બધી ટોચ સામાન્ય રીતે પાણીમાં ડૂબેલી જ રહેતી. જ્યારે તોફાન આવે અને મોજાં બહુ મોટાં બને, ત્યારે એ ટેચમાંની કેટલીક મોજાં જેડે નાચતી નાચતી અવારનવાર ઉપર દેખાઈ પણ આવે. એ ખાડીનું એરિની નામ આ લેકે જાણતા હત, તે પણ તેની ભયંકરતા તેથી ઓછી ન થાત. તેઓ આ ચેનલના છેડાના ભાગ આગળ આવી પહોંચ્યા હતા એ ખરું; પણ એ ભાગને બાજુએ રાખી આગળ જવું શી રીતે ? બબ્બે વખત મૃત્યુના ઊઘડેલા મુખમાંથી બચી નીકળેલા આ લેકે આ ત્રીજી વારને ખતરો જોઈ હતાશ થઈ ગયા. પણ દરિયાની અને પ્રકૃતિની અગમ્યતાને પાર નથી. અચાનક પવન જ બદલાય ! અને મોજાંનું વહેણ પણ બદલાયું. તેઓ એરિનીથી દૂર ધકેલાઈ ગયા. મહાસાગરની આવી બદલાતી રહેતી હિલચાલે અગમ્ય હોય છે. તેમને આશરે પડેલો માણસ આશા પણ ન રાખી શકે, નિરાશ પણ ન થઈ શકે. પણ બરફનું તોફાન હવે જેર ઉપર આવવા લાગ્યું; કરાના પથરા વહાણ ઉપર વરસવા લાગ્યા. દરેક જણ જ્યાં ફાવ્યું ત્યાં મેં માથું સંતાડી દબાઈ ગયું. થોડી વારમાં એ ભય પણ દૂર થઈ ગયા. આખું તેફાન જ હવે શાંત પડવા લાગ્યું. સમુદ્ર પણ શાંત પડવા લાગે. ચારે બાજુ અંધકાર અને શાંતિનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું. મુસાફરોમાં તરત જ કંઈક શાંતિ અને આશ્વાસનનું વાતાવરણ જામવા લાગ્યું. ત્રણચાર કલાકમાં પિ ફાટતાં અજવાળું થાય, એટલે આસપાસ થઈને જતું કોઈ પણ જહાજ તેમને ઉપાડી લે. તેઓ Page #69 -------------------------------------------------------------------------- ________________ “પાપ તારાં સંભાળ!” 49 જીવનમાં ફરી પ્રવેશતા હતા. તેઓ અંદર અંદર બેલ્યા, “આ વખતે તે બધું હવે ખલાસ થયું લાગે છે.” અને ખરેખર, તે જ ક્ષણે સૌને જાણ થઈ કે, તેમનું બધું કામ પૂરું જ થયું છે. એક ખલાસી નીચે ભંડકિયામાં દોરડું શોધવા ગયો હતો, તે દોડ ઉપર આવ્યા અને બોલ્યો, “વહાણ નીચે કાણું થયું છે અને આખું ભંડકિયું પાણીથી ભરાઈ ગયું છે.” એટલે?” એટલે એ કે, અર્ધા કલાકમાં જહાજ પાણીને તળિયે બેસશે.” વાત એમ બની હતી કે, જહાજને તળિયે એક આખા પાટિયા જેટલો ભાગ છેલાઈ ગયો હતો. જ્યારે ? કાસ્કેટ્સ આગળ ? એક આગળ ? કે પછી ઐરિનીના ખડકે આગળ ? કોણ જાણે. પવનના તોફાન વખતે એ વસ્તુ કોઈના ધ્યાનમાં નહોતી આવી, પણ હવે બધું શાંત થયું ત્યારે જ અચાનક તે વસ્તુ આ રીતે તેમના લક્ષમાં આવી. - બીજો ખલાસી તરત નીચે ઊતર્યો અને જોઈ આવ્યું. તેણે કહ્યું: “પાણી છ ફૂટ ભરાયું છે.” અર્થાત 40 મિનિટમાં જહાજ તળિયે બેસશે. કાણું ક્યાં થયું હતું તે હવે દેખાય તેમ રહ્યું ન હતું. કારણ કે આખા તળિયાને ભાગ પાણીથી ભરાઈ ગયો હતો. તેઓ આ જખમના મલમપટ્ટા કરી શકે તેમ નહોતું. મુખિયાએ બૂમ પાડી, “આપણે પાણી ઠાલવી નાખવું જોઈએ.” “આપણી પાસે પંપ રહ્યો નથી.” “તે પાટિયું અને ખીલા લાવો.” “સુતારી ઓજારની પેટી દરિયામાં તણાઈ ગઈ છે.” તે હોડી ઉતારો.” હેડી ક્યારની તણાઈ ગઈ છે.” Page #70 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન “તે હલેસાં મારો, સઢ ચડાવો.” “કશું રહ્યું નથી; કૂવાથંભ જ નથી.” “તાડપત્રીને સઢ બનાવો, એક વળો ઊભો કરી તેને એ સઢ ભરાવો. પવન આપણને મદદ કરશે.” “પવન જ શાંત પડી ગયો છે.” હવે આખરી અંત જ આવી રહ્યો હતો. બચવાની કોઈ જ આશા રહી નહોતી. છેવટના ઉપાય તરીકે વહાણને બની શકે તેટલો બોજો ઓછો કરવાનો વિચાર તેમને આવ્યો. અને તેમણે હાથમાં આવે તેટલો સામાન દરિયામાં ફેંકવા માંડ્યો; જેથી જહાજ હલકું થતાં પાણી કઈક ધીમેથી ભસય. જહાજમાં હવે જીવને પગી કશું સાધન બાકી ન છું માણસે અને જહાજનું ડૂબતું ખોખું એ બે જ વાનાં હવે બાકી રહ્યાં ! જે કંઈ ઉલેચવાનું સાધન હાથમાં આવ્યું, તે લઈ તેઓ પાણી ઉલેચવા પ્રયત્ન તે કરવા લાગ્યા. પણ વધુ પાણી ઉલેચાય તેવું કશું ધન જ તેમની પાસે રહ્યું નહોતું. એક પીપ જેટલું નવું પાણી અંદર પેસતું હતું અને માલો ભરીને જૂનું પાણી ઉલેચાઈને બહાર નીકળતું હતું. જાણે કંજૂસનું ધન ! હવે મુખિયે બે, “કશું વહાણમાંથી ફેંકી શકાય તેવું બાકી રહ્યું છે ?" “ના.” “હા,” બુવાજી બોલ્યા. “વજનદાર એવું કશુંક ?" “હા, ઘણું જ વજનદારઃ આપણુ પાપને બોજ.” “એટલે?” “એટલે એ કે, તમે સૌ હવે ઘૂંટણિયે પડો. આપણું પાપને બેજ હવે આપણે દરિયામાં ફેંક્યાને બાકી રહે છે. એ જ જ Page #71 -------------------------------------------------------------------------- ________________ “પાપ તારાં સંભાળ !" જહાજને ડુબાડી રહ્યો છે. હવે આપણે સહીસલામતીનો વિચાર નથી કરવાને, પણ આપણું ઉદ્ધારને વિચાર કરવાનું છે. આપણે હમણાં છેવટનું જે મહાપાપ કર્યું છે, તેને લીધે જ આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ ? આપણે એક બાળક સામે મહાપાપ આચર્યું છે. અને બાળક સામેનું પાપ એટલે ઈશ્વર સામેનું પાપ. આપણે બચીએ તે પણ ફાંસને કિનારે જ નીકળીએ. કારણ કે અહીંથી ફાંસની જમીન જ નજીકમાં નજીક છે. પણ ફાંસ પણ ઇંગ્લેંડ જેટલું જ આપણે માટે ખતરનાક છે. ત્યાં જીવતા નીકળીએ તે ફાંસીનું દોરડું જ આપણે માટે તૈયાર છે. માત્ર સ્પેન પહોંચીએ, તો જ આપણે સહીસલામત રહી શકીએ. પણ એ બહુ દૂર છે, અને આપણું આ જહાજ હવે ત્યાં કઈ રીતે આપણને પહોંચાડી શકે તેમ નથી. એટલે ઈશ્વરને આભાર માને કે, મરતા પહેલાં આપણને હળવા થવાની આ તક તેણે રહેવા દીધી છે. એ બાળકને આપણે જે સ્થિતિમાં કિનારે મૂક્યું છે, તે સ્થિતિમાં કયારને તેને જીવાત્મા તેનું ળિયું છેડી આપણું માથા ઉપર જ અહીં ભટકતો હશે તે આંગળી કરીને આપણો ગુને - મહાપાપ ઈશ્વરના સિંહાસન આગળ કહેવા માંડશે. હજુ અત્યારે વખત છેઃ આપણે તેને લાભ લઈને, આપણાથી બને તેટલું તે પાપ ધોઈ કાઢીએ. જુઓ, કદાચ એ બાળક જીવતું રહ્યું હોય, તો તેને મદદગાર થવાય તેટલા આપણે થઈએ તે આપણું જીવાત્મા કાયમના અંધકારમાં પટકાતા બચશે. તેથી કહું છું, તમે સૌ ઘૂંટણિયે પડો અને પરમાત્માની પ્રાર્થના કરો અને ક્ષમા માગો. પસ્તાવારૂપી હોડી કદી ડૂબતી નથી; અને પ્રાર્થનારૂપી હોકાયંત્ર અચૂક આપણને સામે પાર દેરી જશે.” સૌ હવે કંપી ઊઠયા. તેઓ બધા એકી અવાજે બોલી ઊઠયા, બુવાજી, તમે કહે, અમારે શું કરવું જોઈએ? તમે કહે તે કરવા તૈયાર છીએ.” Page #72 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન “આપણુ પાસે કેટલા સમય બાકી રહ્યો છે?” “પાએક કલાક,” ખલાસીએ જવાબ આપ્યો. ' તરત જ બુવાજીએ ખીસામાંથી ખડિયો અને ખીસાપોથી બહાર કાઢયાં. પછી તેમાંથી પેલે દસ્તાવેજ કાઢયા, જેની પાછળ તેમણે વીસેક ભરચક લીટીઓ ચેડા કલાક પહેલાં લખી હતી. કંઈક અજવાળું કરો.” એક મશાલ બાકી રહી હતી, તેના અજવાળામાં બુવાજીએ પોતે કરેલું લખાણ સૌને વાંચી સંભળાવ્યું. સૌએ નમેલે મસ્તકે તે સાંભળ્યું. વાચન પૂરું થયું એટલે બુવાજીએ દસ્તાવેજ નીચે મૂકી તેના ઉપર સહી કરી. પછી તેમણે બધાને તેની નીચે પિતાની સહી કરવા ફરમાવ્યું. સૌની સહી થયા પછી, બંને ખલાસીઓએ પણ એ દસ્તાવેજ ઉપર સાક્ષી તરીકે સહી કરી. બુવાજીએ હવે પેલા રસોઈયા તરીકે કામ કરતા સાથી પાસેથી તેની બ્રાન્ડીવાળી તુંબડી માગી. પેલાએ છેલ્લે ઘૂંટડે ભરી લીધે અને ખાલી તુંબડી ભુવાજીને આપી. તે હવે જહાજ એક બાજુ ઝડપભેર નમવા લાગ્યું હતું. બુવાજીએ ઝટપટ બધાના લખાણની શાહી મશાલ ઉપર ધરીને સૂકવી દીધી. પછી તે દસ્તાવેજની ગડી કરી, પેલી તુંબડીમાં બેસી દીધે. ત્યાર પછી દોરડાના ટુકડાને ડામરમાં બોળી તેને દાટે એ તુંબડીને મારી દીધે. પછી આખી તુંબડીને ગરમ ડામરના કુંડામાં ડુબાડી દીધી. જહાજમાં ગરમાગરમ ડામર હંમેશાં તૈયાર રાખવાની વ્યવસ્થા હોય જ. પછી ભુવાજી હાથમાં એ તુંબડી લઈને એક બાજુ ઊભા રહ્યા. સો હવે તેમની પાછળ પાછળ હારબંધ ખડા થઈ ગયા. છેવટની ઘડી નજીક આવી હતી. બુવાજીએ સૌને કહ્યું, ઘૂંટણિયે પડી ભગવાનને યાદ કરવા લાગે.” Page #73 -------------------------------------------------------------------------- ________________ બરફથી હૃદય ટાટું ન પડે - 53 સૌ ઘૂંટણિયે પડ્યા. બુવાજી એકલા ઊભા રહ્યા. બુવાજીએ હાથ ઊંચા કરી તે સૌનાં માથાં ઉપર પરમાત્માના આશીર્વાદ ઉચ્ચાર્યા. થોડી વારે આંખ ઉઘાડી બુવાજીએ જોયું, તે બધાનાં માથાં પાણી તળે આવી ગયાં હતાં. બુવાજીએ હવે પેલી તુંબડીવાળા હાથ ઊંચો કર્યો. તેમણે હવે પિતે પિતાના થકી પરમાત્માની પ્રાર્થના ઉચ્ચારવા માંડી. થોડી વારમાં તેમને તુંબડીવાળા હાથે જ પાણીની બહાર રહ્યો. અને પછી તે એકલી તુંબડી જ છૂટી પડીને પાણી ઉપર તરવા લાગી. બરફથી હૃદય ટાઢું ન પડે જમીન ઉપર પણ દરિયા જેવું જ કારમું તોફાન ફરી વળ્યું હતું. પેલો છોકરો ધૂમસ વચ્ચે થઈને આગળ વચ્ચે જતો હતો. ધૂમસ નરમ હોય છે, તેથી તેનું જોખમ પણ ભારે હોય છે. તે માર્ગ આપે છે અને છતાં ખસતું નથી. પેલો છોકરો નીચે ઊતરતે ઊતરતે તળેટીએ આવી પહોંચ્યું હતું. તેને ખબર ન હતી પણ તે ચેસ ટેકરીઓવાળી રંગભૂમિ ઉપર આવી ગય હતો-જેની બને બાજુ સમુદ્ર હતો. એક બાજુ અખાતનાં ઊંડાં પાણી અને બીજી બાજુ ધૂધવતો મહાસાગર! બે જોખમોની વચ્ચે બધી બાબતોથી - બધાં જોખમોથી અણજાણ તેવો તે તેનાં નાનાં ડગ ભરી રહ્યા હતા. પોર્ટલૅન્ડની તે વખતની ધારદાર તીક્ષ્ણ ટેકરીઓમાંનું આજે કશું રહ્યું નથી–તેમાંના ઘણુ ખડકેનો સિમેન્ટ બની ગયો છે! અત્યારે તો પહેલાંની ચેસ-ટેકરી ઉપર થઈને રેલવેલાઈન દોડે છે ! અને સુંદર ઘરોના જૂથ વચ્ચે પોર્ટલૅન્ડ સ્ટેશન પણ બની ગયું છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ 54 લાફિંગ મૅન પણ બસે વર્ષ અગાઉ ઍટલૅન્ડની સગભૂમિ, ખડકની કરોડરજજુ અને બંને બાજુ ખાડાખયાવાળો પટ્ટો માત્ર હતી. છોકરાને હવે કેતરોમાં ગમે ત્યારે ગમે ત્યાં ડૂબી મરવાને ભય ઉપસ્થિત થયે હતો. કારણકે ખડક લપસણો હતો અને ઉપરની રેતીનું પડ સરકણું હતું. વચ્ચે એવી ફાટ પણ આવી જાય, જેમાં તમે આખા ને આખા ઊતરી જાઓ. સંગીભૂમિ હંમેશાં પાણીનાં મોજાંથી કેતરાતી જ રહેતી હોય છે. એક આખું વિશાળ હાડપિંજર પાણી વચ્ચે પડયું હોય તેના ઉપર થઈને ચાલવા જે એ ઘાટ હતો. એ સંયોગીભૂમિ એક કલાક બાદ છોકરો શી રીતે અંધારામાં સહીસલામત ઓળંગી ગયો, તે તે તેનાં પગલાને દોરનાર વિધાતા જાણે. સંયોગીભૂમિ પૂરી થતાં હવે પાછી નકકર જમીન આવવા માંડી. તોફાન, શિયાળે અને રાતમાં વીંટાયેલી અફાટ જમીન ! તેમાં ક્યાં કઈ તરફ જવું તે નક્કી કરવા તે પગની કેડી જેવું કાંઈક શોધવા મંડ્યો. અચાનક તે ઊભો રહ્યો. બરફમાં તેને કેડી જેવું કાંઈક જણાયું, અને તેના ઉપર એક પગલું પણ પડેલું હતું. તેણે નીચા વળી તે પગલું તપાસ્યું. માણસના પગલા કરતાં તે નાનું હતું, અને બાળકના પગલા કરતાં મોટું હતું કે કદાચ તે કોઈ સ્ત્રીનું પગલું હતું. બરફ તેની છાપ સ્પષ્ટ લઈ લીધી હતી - સંઘરી રાખી હતી. પછી તે એક પછી એક એ પગલાંની હારમાળા તેને દેરતી ગઈ પગલાં તાજાં જ હતાં કારણ કે બહુ ઓછા બરફ તેમાં ભરાયો હતો. . છેડે વખત એ પગલાની દિશામાં ચાલ્યા પછી અચાનક એ પગલાં આછાં બનતાં ગયાં. બરફ હવે બહુ જોરમાં પડવા લાગે હતો. તે જ વખતે પેલું દૂકર પણ દરિયા ઉપર બરફના તોફાનમાં સપડાયું હતું. અચાનક પગલાં દેખાતાં બંધ થયાં. આસપાસ ક્યાંય કશી નિશાની જ રહી ન હતી. જાણે અચાનક તે સ્ત્રી અધ્ધર જ ઊડી ગઈ Page #75 -------------------------------------------------------------------------- ________________ બરફથી હૃદય ટાટું ન પડે હતી. છોકરે ઘૂંટણિયે પડી પગલાંની દિશા શોધવા પ્રયત્ન કરવા લાગ્યો. તેવામાં તેને કશો અસ્પષ્ટ અવાજ સંભળાયો. કદાચ ઈના રૂંધાયેલા નિસાસાના અવાજ હતું કે કેવળ તેને ભ્રમ પણ હોય. તેણે આસપાસ નજર કરી જોઈ, પણ કાંઈ દેખાયું નહિ. તેણે ફરી કાન માંડી જોયા, પણ એ અવાજ સંભળાયો નહિ. જરૂર એ ભ્રમણા જ હશે, એમ માની તે આગળ ચાલવા મંડ્યો ? કશી દોરવણી વિના જ, જ્યાં પોતાના પગ પડે તે તરફ આગળ ને આગળ. તે થોડુંક આગળ વધ્યો હશે તેવામાં ફરી પેલે અવાજ સંભળાયો. તેણે પાછા વળી ફરીથી નજર કરી. આ વખતે તેને બંધ ન રહી; કેઈના નિસાસાનો અવાજ હતો, એ એક્કસ હતું. એ અવાજ હવે વારંવાર સંભળાવા લાગે. કઈ વેદનાપીડિત કંઠને મદદ માટેનો અવાજ હતો - પણ એવા કંઠને કે જેમાં વેદના કે મદદની માગણીનું ભાન ન હોય. એ અવાજ રૂંધાયેલા રુદનનો પણ હોઈ શકે. ચોથી વખત તેને એ અવાજ સંભળાયો. જો કે એ અવાજની માત્રા એવી હતી કે, હવે જાણે તે બંધ પડવાની તૈયારીમાં છે, અને એકાદ બે પ્રયત્ન પછી તે સદંતર બંધ પડી જશે. છોકરો એ અવાજ જે દિશામાંથી આવતો હતો, તે તરફ જલદી દોડ્યા. કશું જ દેખાતું ન હતું, પણ અવાજ જાણે તેની તદ્દન નજીકમાંથી આવતો હોય એમ તે તેને લાગ્યું જ. બાળકને હવે એ નીરવતામાં એવા અવાજના ભણકારાને ડર લાગવા માંડયા. તે એક વખત ત્યાંથી દૂર ભાગી જવાને વિચાર કરતા હતા, તે બીજી વખત એ અવાજ કરે છે તે શોધી કાઢવાને વિચાર કરતો હતો. તે જ ક્ષણે તેની નજર સામે બરફ નીચે ઢંકાયેલી કબર જેવો એક નાને ઢગલે દેખાય. અને તે જ ઘડીએ પેલે અવાજ એ ઢગલા નીચેથી ફરીથી નીકળ્યો. Page #76 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ ઍન તરત કરે એ ઢગલાને બે હાથે ખોતરવા લાગે. ખોતરતાં એક ફીકું મોં ખુલ્લું થયું. એની આંખો બિડાયેલી હતી; અને અવાજ તે મેંમાંથી આવતું હોય એ શક્ય ન હતું, કારણ કે હોઠ ખુલ્લા હતા ! પણ તેમાં બરફ ભરાઈ ગયેલ હતો. આખો ચહેરે ચેષ્ટા વિનાનો હતો - તથા છોકરો આસપાસ ખોદકામ કરતો હતો તેથી પણ તેના ઉપર કશા ફેરફાર થતા ન હતા. પેલા છોકરાનાં આંગળાં આ ચહેરાને અડ્યાં કે તરત છેકરે આખે શરીરે ધ્રુજી ઊઠડ્યો -એ ચહેરે તદન ઠંડે હતો. તે એક સ્ત્રીને ચહેરે હતા, અને તે સ્ત્રી મરી ગયેલી હતી. છોકરાએ હવે ખોદકામ આગળ ચલાવ્યું. અને તે ખભાના ભાગ આગળ આવ્યો. અચાનક તેને આંગળાં નીચે કશું હાલતું જણાયું. છોકરાએ ઝટપટ એ ભાગને બરફ ખેતરવા માંડ્યો. થોડી વારમાં એક બાળક માની ખુલ્લી છાતીએ વળગેલું, ટાઢથી ઠરી ગયેલું, પણ હજુ જીવતું, તેના હાથમાં આવ્યું. એ નાની બાળકી હતી. તેને તેની માએ પોતાનાં ચીંથરાંમાં વીંટવા પ્રયત્ન કરેલ, પણ એ ચીંથરાંય પૂરતાં ન હોવાથી તે બાળકી તેમાંથી હાલીને છૂટી થઈ ગઈ હતી. તેને નર્સ તો પાંચ કે છ મહિનાની કહે, પણ તે કદાચ એકાદ વરસની હતી, અને ભૂખમરાની તંગીથી તે ઠીંગરાઈ ગઈ હતી. તેના મને ભાગ ખુલ્લો થયે એટલે તેણે હવે ખુલ્લે મેએ રડવા માંડ્યું. અત્યાર સુધી તેનું રુદન બરફ નીચે અને માની છાતીમાં રૂંધાઈ જતું હતું. પેલા છોકરાએ એ બાળકીને હાથમાં લીધી. પેલી બાઈ આ મેદાનમાં બરફના તોફાનમાં રસ્તો ભૂલી જઈને અટવાઈ ગઈ હતી. તે આશરો શોધતી આમતેમ ફરતી હશે, તેમાંથી રસ્ત ખોઈ બેઠી હશે. બરફથી ઠરી જતાં તે નીચે ઢળી પડી હશે, Page #77 -------------------------------------------------------------------------- ________________ 57 બરફથી હદય ટાટું ન પડે અને પાછી ઊભી થઈ શકી નહિ હોય, એટલે ધીમે ધીમે બરફે તેને ઢાંકી દીધી હશે. તેણે પોતાની બાળકીને અપાય તેટલી હૂંફ આપવા છાતીએ દાબી રાખી હશે, અને પછી તેના પ્રાણ ચાલ્યા ગયા હશે. - પેલી બાળકી હવે હાથમાં ઊંચકાતાં રડતી બંધ થઈ ગઈ. પણ તેનું ઠરી ગયેલું લોહી તેના હૃદયને ક્યારે સદંતર ઠારી દે એ કહેવાય નહિ ? તેની માના ઠંડા બની ગયેલા શરીરે તેના શરીરને મૃત્યુને ઠંડા ડામ ક્યારનો ચાંપી દીધો હતો. બાળકીના હાથ, પગ, ઢીંચણ વગેરે અવયવો બરફથી જામી ગયા હતા. છોકરા પાસે કેરું કપડું કહો તો તેનું પેલું જાકીટ જ હતું. તેણે તરત એ બાળકીને પેલી મરી ગયેલી માની છાર્તા ઉપર પાછી સુવાડી દીધી અને પછી પિતાનું જાકીટ કાઢીને તેમાં પેલી બાળકીને વીંટાળી દીધી. પછી તેને ઊંચકી લઈ, પિતે લગભગ નગ્ન અવસ્થામાં વરસતા વરસાદમાં ફરીથી ચાલવા માંડ્યો - કંઈક ગરમી પિતાના શરીરમાં જ રહે તે માટે! પેલી બાળકી પિતાનું માં છોકરાના ગાલ પાસે લાવી કંઈક હૂંફ લાગતાં ઘસઘસાટ ઊંધવામાં પડી. પેલી સ્ત્રી તો બરફમાં સૂતેલી જ રહી–પીઠ બરફ તરફ અને મેં રાત્રી તરફ. પરંતુ જે ક્ષણે પેલા છોકરાએ તેની બાળકીને પિતાના એકના એક જાકીટમાં લપેટી, તે વખતે કદાચ અનંતના ઊંડાણની યાત્રાએ ઊપડતી તે માએ એ છોકરા તરફ મીઠી નજર કરી લીધી હશે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ગરીબને ઘેર ગરીબ પરોણા દૂકરમાં બેસીને ભાગેલાઓ આ છોકરાને કિનારે તજી ગયા તે વાતને ચારેક કલાક થયા હતા. તે દરમ્યાન છોકરો જે માનવસમાજ તરફ પાછો વળવા માગતો હતો તેમાંથી ત્રણ વ્યક્તિઓને તેને ભેટો થયો હતો - એક તે સાંકળે લટકાવેલ પિલે પુરુષ; બીજી બરફમાં દટાયેલી સ્ત્રી, અને ત્રીજી તેના હાથમાં તેણે ઊંચકેલી બાળકી. તે પિતે ભૂખ અને થાકથી છેક જ ભાંગી પડવા જેવું થઈ ગયે હતો. પણ હવે તે હાથમાં આ બાળકીને ભાર વધવા છતાં– અથવા કહો કે તેથી જ તે જાન ઉપર આવીને ઉતાવળે પગલાં ભરતો હતો. દુઃખી અસહાયને પિતાનાથી વધુ અસહાય બાળક મળ્યું હતું, અને તેને બચાવવાનો પ્રયત્ન કરવાની, એટલી જ માનવસુલભ ધખણું તેને જાગી હતી. તે પિતે અત્યારે કપડાં વગરને થઈ ગયો હતો; પગરખાં વિનાને તે તે હવે જ. તેથી તે ટાઢે મરતો હતો, પણ પેલી બાળકીને હૂંફ આવતી જતી હતી, અને પેલા છોકરાને એ વાતની ખબર પડતી જતી હતી. તેને પ્રેરાય તે આગળ ને આગળ વધ્યે જતો હતો. જ્યારે પિતાના પગ ઠરી જશે એમ તેને લાગતું, ત્યારે તે છેડે નીચે નમી હાથમાં બરફ લઈ પગ ઉપર જોરથી ઘસી લેતો. જ્યારે ગળું તરસથી બળવા લાગતું, ત્યારે થોડો બરફ લઈ મોંમાં મૂકતે. તેથી તરસ છિપાવાને બદલે તાવની પેઠે વધી જતી. દરમ્યાન તોફાનને કશે થાહ રહ્યો ન હતો. આસપાસ ક્યાંય તેને દીવા જેવું કે ધુમાડા જેવું દેખાતું ન હતું. Page #79 -------------------------------------------------------------------------- ________________ ગરીબને ઘેર ગરીબ પરેણા બે કે ત્રણ વખત પેલી બાળકી રડી પણ ખરી. તે વખતે ચાલતાં ચાલતાં જ તે તેને મૂલાની જેમ ઝુલાવી લે. થોડા વખત બાદ તે પાછી ઊંઘમાં પડી. મેદાન ખાડાટેકરાથી ભરેલું હતું. કોઈ કોઈ વાર બરફ એટલે બધો ઊંડો આવતો કે છોકરો તેમાં કમર સુધી ઊંડે ઊતરી જતો. તે વખતે માત્ર ઢીંચણના જેરથી જ રસ્તો કરી તે આગળ વધતો. પોતે જે એક વખત ગબડી પડ્યો, તે પોતાનાથી ફરી પાછા ઊભા નહિ થવાય એ ભય હવે તેને કોઈ પણ પ્રયતને ટટાર રાખવા લાગ્યો. બરફમાં ગબડી પડેલી આ બાળકીની માતાની વલે તે હમણાં જ જોઈને આવ્યો હતો. કઈ કઈ જગાએ લપસણો ઢાળ આવતો ત્યારે બંને હાથમાં આ વજન સાથે તેને પગના જોરથી જ એ વટાવવો પડતો. દોરડા ઉપર ચાલતા નટને તે સમધારણ રાખવા હાથમાં વાંસને પણ આધાર હોય છે. આને તે તેને બદલે ઊલટે ભાર હતા. અને પિતે કઈ વસ્તી ભણી આગળ વધી રહ્યો છે, એવી ખાતરીને પણ તેને આધાર નહોતો ! જે તેને રસ્તો ખબર હોત, તે તેને ખ્યાલ આવત કે તે જરૂર કરતાં વધુ લાંબો રસ્તે લઈ રહ્યો છે. અચાનક બરફનું તોફાન ઠંડ્યું. તેની આંખની આસપાસ છોઈ રહેલું એ પડળ દૂર થયું તેની સાથે તેણે જોયું કે, થેડે જ દૂર મકાનેનાં છાપરાં અને ધુમાડિયાં ડોકિયાં કરતાં હતાં. વસ્તીની નજીક તે આવી પહોંચ્યો હતો. થોડી જ વારમાં મકાને આવતાં તેણે એક સારું મકાન જોઈ બારણું ખટખટાવ્યું. ઘણી વાર થોભવા છતાં તથા બારણું ખટખટાવ્યા છતાં જવાબ ન મળ્યો, એટલે તે થોડો આગળ બીજા મકાને ગયા. પિતાનાં ઠરી ગયેલાં આંગળાં બરાબર અવાજ નહિ કરી શકતાં હોય એમ માની, હાથમાં પથરે લઈ તેણે તેના વડે જોરથી બારણું Page #80 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન ઠર્યું. પણ અંદરથી કોઈએ જવાબ આપે નહિ કે દીવો પણ સળગાવ્યો નહિ. એ જ અનુભવ તેને ગામને છેડો આવી ગયો ત્યાં સુધી થયે! જાણે આખા ગામની વસ્તીને કઈ જાદુગરે પથ્થર બનાવી દીધી છે! છોકરે વેમથ ગામમાં દાખલ થયે હતો. તે વખતે વેમથ સ્વતંત્ર શહેર ન હતું, પણ મેલકમ્બ-રેજીસ શહેરનું પરું હતું. અને તે બંનેને જોડતો ઉપરથી છાપરાવાળો લાકડાને પુલ હતો. પેલ છેક ગામ પૂરું થતાં એ પુલ ઓળંગી શહેરમાં દાખલ થયે. પરંતુ ગામની પેઠે શહેરમાં પણ કોઈ એ તેને કશો જવાબ ન આપે. બાળક હવે આશાને કિનારે પહોંચી પાછો નિરાશાના સાગરમાં ડૂબવા લાગ્યો. આમતેમ ભટકતાં આ શહેરમાં તેને એક જ અવાજ સાંભળવા મળ્યો અને તે દેવળના ઘડિયાળમાં ત્રણના ટકરાને ! - આખા શહેરમાં કેઈએ કોણ છે એ જોવા-પૂછવા પણ બારી સરખી ન ઉઘાડી. તેનું એક કારણ પણ હતું. 1690 ના જાન્યુઆરી માસથી થોડા સમય પહેલાં લંડનમાં એક સખત મહામારી ફાટી નીકળી હતી. અને ત્યાંથી બીમાર પડી ભાગી નીકળેલા કે નસાડી મૂકવામાં આવેલા ભામટાએ બારણું ઉધાડતાં જ ઘરમાં પેસી ન જાય એ બીકે લેકે રાતને વખતે બારણાં ઉઘાડતાં ડરતા. બારી પણ ઉધાડતાં એ જ કારણે ડરતા કે, પિલો વાતચીત કરે એવામાં તેના શ્વાસને ચેપ લાગી જાય ! છોકરાને હવે રાતની ઠંડી કરતાંય લેકેની આ ટાઢાશ વધુ ભયંકર લાગવા લાગી. કારણ કે આ ટાઢાશ ઇરાદાપુર:સરની હતી. માણસોની વસ્તીમાં આવ્યા છતાં, જે નિર્જન અફાટ મેદાન ઓળંગીને તે આવ્યા હતા તેના જેટલે જ તે એકલોઅટૂલે હજુ પણ હતા. તેને આ દુઃખ અસહ્ય થઈ પડયું. Page #81 -------------------------------------------------------------------------- ________________ ગરીબને ઘેર ગરીબ પણ 61 હવે તેના પગ ભાંગી પડવા લાગ્યા. ચાલવાને બદલે તે ઘસડાતો જ હતો. તેના હાથમાં પેલી બાળકી ન હોત, તો તે પોતે તો ક્યારને બેસી જ પડ્યા હોત. ધીમે ધીમે શહેર પૂરું થયું. તેને જમણે હાથે સમુદ્ર ઘૂઘવતો દેખાયો અને ડાબે હાથે નિર્જન જમીન ! જે આ શહેરમાં ન મળ્યું, તે બીજા શહેરમાં જવાથી મળે ખરું ? પણ હવે તેનામાં રસ્તાની ખાતરી વગર આગળ બીજા શહેર સુધી જવાની શક્તિ પણ ક્યાં હતી ? તો ફરી પાછા આ કાન વગરના બહેરા શહેરમાં પાછા ફરવું કે માં વગરના મૂગા મેદાનમાં આગળ વધવું ? આવી દ્વિધામાં તે ઊભો હતો એટલામાં તેણે એક ધમકીભર્યો ઘુરકાટ સાંભળે. અંધારામાં આવો ઘુરકાટ સાંભળી બીજું કોઈ ને પાછું ભાગે. તેને બદલે આ છોકરો તે તરફ આગળ વધે. માત્ર નીરતાથી ડરેલાને પશુને ઘુરકાટ પણ કંઈક સધિયારો આપતો હશે ! - ઘુરકાટને અર્થ એટલે તો થતો જ હતો કે કઈ જીવતું પ્રાણી ત્યાં હતું! કદાચ તે જંગલી પ્રાણુય હોય. પરંતુ કરે તો એ દિશામાં જ આગળ વધ્યો. ભીંતને ખૂણે વટાવી તે બાજુએ વળ્યો, તે ત્યાં તેણે એક પેટી જેવું–એક ગાડા જેવું કશુંક જોયું. તેને પિડાં હતાં એટલે તે ગાડું જ હોવું જોઈએ. છતાં તેને છાપરું હતું, એટલે તે રહેઠાણ હોવું જોઈએ. છાપરામાંથી ધુમાડિયાની નળી નીકળતી હતી અને નળીમાંથી ધુમાડો. પાછળની બાજુ મિજાગરાં દેખાતાં હતાં એટલે તે બાજુ બારણું હશે, એમ લાગતું હતું. છોકરો જેમ જેમ આગળ વધતો ગયો, તેમ તેમ પેલે ઘુરકાટ વધુ માટે બનતો ગયો. થોડી વારમાં તે સાંકળ જેરથી ખેંચાઈ Page #82 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન હોય અને ખખડી હોય તેવો અવાજ આવ્યો, અને અંધારામાં પણ તેને કશાન પહોળા મોંમાંથી દાંતની બે પંક્તિઓ ચમકતી દેખાઈ તે જ ઘડીએ બારીમાંથી એક માથું બહાર નીકળ્યું અને બોલ્યું, “ચૂપ બેટા !" પિલા દાંત ચૂપ થઈ ગયા! માથાએ પૂછયું, “કઈ છે?” “હા.” બાળકે જવાબ આપ્યો. “કાણ?” " તું? એટલે કોણ? ક્યાંથી આવ્યો છે?” “હું થાકી ગયો છું.” “કેટલા વાગ્યા છે?” મને ટાઢ વાય છે.” “તું અહીં શું કરે છે?” હું ભૂખે છું.” પણ દરેક જણને લાડ જેટલું સુખ કર્યાંથી હોય ? ચાલ્યો જા. ભૂખ, થાક, ટાઢ, એ કંઈ માણસે ફરિયાદ કરવાની ચીજ છે?” આટલું બેલી માથું બારીમાં પાછું પેસી ગયું અને બારી બંધ થઈ ગઈ છોકરો પેલી બાળકીને છાતીએ દાબીને પાછે રસ્તા તરફ વળે. પણ બારી બંધ થયા પછી તરત બારણું ઊઘડયું હતું, અને એક પગથિયા જેવું કશું નીચે નમાવવામાં આવ્યું હતું. એ ઓરડીમાંથી ગુસ્સાભર્યો પેલો માથાને અવાજ પાછો આવ્યો. “પણ તે પછી અંદર ટળતે કેમ નથી ?" છોકરો તરત પાછો વળ્યો. “આ તે કેણ અક્કરમી છે કે, જે ભૂખે છે અને ટાઢે મરે છે, પણ ઝટ અંદર આવતું નથી ?" Page #83 -------------------------------------------------------------------------- ________________ ગરીબને ઘેર ગરીબ પણ છોકરે એ અવાજમાં રહેલા નિમંત્રણથી તેમ જ તિરસ્કારથી સ્થિર થઈ ઊભો રહ્યા. અલ્યા ભટકેલ, અંદર આવ, કહું છું.” તરત જ છોકરાએ એક પગ પગથિયા ઉપર મૂક્યો. તે જ ઘડીએ એ ગાડા નીચેથી પાછે જોરદાર ઘુરકાટ આવ્યું, અને દાંત બહાર દેખાયા. છેક પાછો ઊતરી ગયો. શાંતિ !" માણસે બૂમ પાડી. પેલા દાંત પાછા હઠી ગયા. ઘુરકાટ બંધ થઈ ગયે. “ચાલ, ઉપર ચાલ્યો આવ.” છોકો ત્રણ પગથિયાં પરાણે ચડીને અંદર ગયે. અંદર કશો દીવો ન હતો. માત્ર સગડીના અંગાસને એ ઝાંખો પ્રકાશ હતે. સગડી ઉપર કશું રંધાતું હતું. તેની સેાડમ અંદર ફેલાતી હતી. કરે ખરેખર ઉર્સસ અને હોમેના મકાનમાં દાખલ થયો હતો. એકે પશુભાષામાં ઘુરકિયું કર્યું હતું, બીજાએ માનવભાષામાં છાંછિયું. તારા હાથની થાપણ નીચે મૂકી દે,” માણસે ફરમાવ્યું. આ છોકરાએ એક પિટી જેવું હતું તેના ઉપર એ વીંટે જાળવીને મૂ. બાળકી જાગી ન ઊઠે અને રડવા ન માંડે તે કારણે. “બેટમજી જાણે મોટી વાત હોય એમ જાળવીને તારું પિટલું મૂકે છે ને! જાણે તારાં ચીંથરાંના વીંટાને વાગી બેસશે, કેમ? તું કેaણ છે, જવાબ આપી દે. અત્યારે શેરીમાં ભટકવા ક્યાંથી નીકળે છે? ઊભો રહે, પણ ચૂપ; બેલીશ નહિ. પહેલાં જરા ગરમ થા. કરીને છેક લાકડું થઈ ગયું છે! નીકળને રખડવા, આ ટાઢમાં! તારા બાપે દલ્લે દાટો છે તે !" એમ કહી તેણે તેને હાથ વડે સગડી પાસે ધકેલ્ય, પણ તે ઘડીએ એને ભીને પલળી ગયેલે જાણી તે બોલ્યો, “વાહ, બેટમજી. Page #84 -------------------------------------------------------------------------- ________________ 14 લાફિંગ મેન પલળી ગયા છે કંઈ! કોઈના ઘરમાં આવી હાલતમાં પેસવું એ ગુને છે, ખબર છે ? કાઢી નાખ તારું ચીથરું!” અને પછી પિતાને હાથે જ તેના શરીર ઉપરનાં ચીંથરાં તેણે ખેંચી કાઢ્યાં. પછી ખીંટી ઉપરથી એક ખમીસ ઉતારી, જાકીટ લેધી આપ્યું, અને તેને પહેરાવી દીધું. પછી ધાગામાંથી ઊનને કટકે શોધી કાઢી સગડીના તાપમાં જરા ઊને કરી, પેલા છેકરાના જડ થઈ ગયેલા અવયવો ઉપર ઘસવા માંડ્યો. લે, માળા હાડપિંજર, તારું તો કશુંય ખરી પડે તેવું નથી થયું! હું નકામો ગભરાઈ મર્યો કે કઈ આંગળું બાંગળું તૂટી પડવાનું થયું હશે.” પછી છોકરાને એક પાટલી ઉપર બેસાડી તેણે સૂકી રોટીને ટુકડો લાવી આપ્યો અને કહ્યું, “ખાવા માંડ; રાક્ષસ જેવો તું, નહિ તે, ભૂખ્યા ભૂખે મને જ કયાંક ખાઈ જશે.” પિલો કરે નવાઈ પામી જોઈ રહ્યા. તે શું રાજાજી, ટેબલ બિછાવ્યા વિના તમે નહિ જ આરોગો કેમ ?" એમ કહી પેલાએ છોકરાના ઢીંચણ ઉપર પેલી રોટી મૂકી દીધી. છેકરો હવે ભૂખને માર્યો બડાકા બોલાવતા રેટી ખાવા મંડ્યા. પેલાને એ અવાજ સાંભળી આનંદ થયો, પણ તે ગણગણત બોલ્યો, “માળા આમ અકરાંતિયાની પેઠે જલદી જલદી શું કરવા ખાય છે? આવું તો ભૂખ્યા ભામટા જ ખાય. તેં કઈ ઉમરાવ લેકીને ખાતા જોયા છે? મેં કેટલાય ડકેને ખાતા જોયા છે. તેઓ રણતા નથી. એ જ ખાનદાન રીત કહેવાય. જોકે તેઓ પીએ છે ખરા? પણ, તું તે ઠાંસવા માંડ ડુક્કર, હજુ ઠાંસ!” પેલા છોકરે તેના કેટલાક શબ્દો સાંભળી બીવા લાગે. પણ તેણે ખાવાનું જારી રાખ્યું. રાજા જેસને પિતાને ખાતા જોયા છે. નામદાર એકે ચીજને અડ્યા જ નહતા. ત્યારે આ ભિખારડો તે જાણે ચરે જ Page #85 -------------------------------------------------------------------------- ________________ ગરીબને એ એવી પણ છે. હુંય શા નસીબે આ વેમથ ગામે આવી ચડ્યા? કશી દવાય વેચાઈ નહિ, કે કશે વકરે પણ થયું નહિ. કેવો તુચ્છ મુલક ! મૂરખાઓ સાથે શેરીઓમાં કેટલીય માથાકૂટ કરીએ, ત્યારે ફાધિ જોવા મળે ! પણ આજે તો એય મળ્યો નથી. પણ તું તો બેટમજી ખાઈ જા ! મારે ખરચે ને હિસાબે ! કોણ જાણે શા શા રોગ અને ચેપ લઈને તમે પધાર્યા હશે. મારા હોમને કશે રોગ લગાડ્યો તે ખબરદાર ! અરે બીજા જેને મરવું હોય તે ભલે મરે; મારો હોમો. જીવતો રહેવો જોઈએ. આજે કામમાં ને કામમાં મોડું થઈ ગયું. પછી ભૂખ બહુ લાગી એટલે ખાવાની તૈયારી કરવા બેઠો. એક બટાકે હતો અને રોટીને ટુકડો હતો; ડું દૂધ અને એકાદ કેળિયા જેટલું બીજું કંઈક. મારા મનમાં કે જરા ગરમ કરી લઉં ને ખાઈ લઉં. પણ બસ, આ મગર કયાંથી ટાંપીને બેઠો હશે; ભાઈસાહેબ કેવા પગ પર પગ ચડાવીને બેઠા છે અને મારા ભાણું ઉપર હાથ ચલાવે છે! ભૂખે પેટે મેં મોડી રાત સુધી કામ કર્યું - બદલામાં શું મળ્યું ?-બીજો જણ મારું ખાવાનું ખાઈ જાય છે, તે સામે બેસીને જોવાનું ! તું બેટમજી, ગમે તેટલે ભૂખ્યો હોય, તો પણ બટાકારેટી, ને બીજું બધું તારું; પણ દૂધનું તે ટીપુંય તને નહિ આપું,એટલું તો હું જ પી લઈશ.” તે જ વખતે કેઈના રડવાનો અવાજ આવ્યો. પેલા માણસે કાન સરવા કર્યા. તેણે પેલા છોકરાને કહ્યું, “મા”ળા ખાય છે ને પાછા રડે છે શા માટે ?" પણ છેકરાના ભરેલા મેંમાંથી અવાજ જ નીકળે તેમ નહોતું. ફરીથી રડવાનો અવાજ આવ્યો. પિલે માણસ તરત પેટી તરફ કુદ્યો. પેટી ઉપરના વીંટામાંથી એ અવાજ આવતો હતો ! તરત જ તે બોલી ઊઠ્યા, “અલ્યા ભૂત, તારો વીંટાય ભૂખથી રડે છે " તરત જ તેણે વીંટે ઉકેલી નાખે, તો એક બાળકને માથું તેમાંથી દેખાયું –તે રડતું હતું. Page #86 -------------------------------------------------------------------------- ________________ હાફદ્ધિ મેન હે, અલ્યા, શું ધાર્યું છે ? આ બીજું ભૂત પાછું ક્યાંથી આવ્યું ? અલ્યા, તમે કેટલાંક ભૂત મારી ઝૂંપડી ઉપર ચડી આવ્યાં છે ? હેય, ચોકીદાર, હેશિયાર ! અલ્યા ડાકુ, તું આ શું લઈને આવ્યો છે? તું નિરાંતે આરોગવા બેઠો છે, અને આ તરસ્યું છે, એ જતો નથી ? એને કશુંક પાવું જ પડશે; ચાલે ત્યારે, આપણને દૂધ પણ નહિ મળે; આ ડાકુઓ જ ભલે આરોગે. કેવો હતભાગી મુલક છે! પિસાની કમાણી નહિ, અને ફાલી ખાનારાં વધારે !" તેણે એક શીશી અભરાઈ ઉપરથી ફફસી કાઢી અને કપડાને એક લીરે. પેલું બાળક રડ્યા કરતું હતું; પેલો માણસ બેલી ઊઠયોઃ “ડાકણ જ મૂઈ છે ને ! તેના રડવા ઉપરથી જ સમજાઈ જાય કે તે છોકરી છે. અને પાછી ભીની પણ છે!” તરત તેણે તેની ઉપરનું કપડું ઉતારી નાખ્યું, અને બીજા સૂકા કપડામાં તેને વીંટી દીધી. પછી દૂધ પેલી શીશીમાં ભરી, તેને વાદળીને દાટ મારી, તેના ઉપર લૂગડાની પટ્ટી વીંટી દીધી. પછી એ બધું પેલીના મોંમાં બેસી દીધું. પેલી બાળકી તરત રડવાનું બંધ કરી શશીનું દૂધ ચૂસવા લાગી. “કેવાં દુત્તાં છે ? હલકી જાત કોને કહેવાય ? કશું ખાવાનું મળ્યું કે જીભ બંધ; નહિ તો કાન ફાડી નાખે.” પેલી બાળકી એટલા જોરથી દૂધ ચૂસવા લાગી હતી કે ગળામાં ઘેડું દૂધ વાગતાં ખાંસવા માંડી. “ભૂતડી, મરી જઈશ! ધીમેથી ચૂસને ! આય પેલા જેવી જ ભૂખાળવી મૂઈ છે !" પેલે છોકરે હવે ખાઈ રહ્યો હતો. તે હવે મોંએ કશું બોલી શકતે નહોતે, પણ કંઈક આભારભરી આંખે ઉર્સસ સામે જોઈ રહ્યો. હવે ઉર્સસ તેની ઉપર ઊખડ્યા : “કેમ, દુત્તા, ખાતે કેમ નથી ?" Page #87 -------------------------------------------------------------------------- ________________ ગરીબને ઘેર મરીબ પણ 67 પણ તમે ? તમે શું ખાશે ?" “હરામખોર, ખાઈ જા, બધું; મારે જ ખાવા માટે પૂરતું નહેતું, તે તારા જેવા ભુખાળવાને તો પૂરતું ક્યાંથી થાય? ખાઈ જ કહું છું !" પણ પેલે છોકરો ખાધા વિના બેસી રહ્યો. “હરામજાદા, ખાય છે કે, તને અને તારી આ દેડકીને બંનેને બહાર ફેંકી દઉં ? ખા અને લાંબો થઈને ઊંધ. તારે શું બીજું કામ છે ?" આ ધમકી સાંભળી તરત પેલે છોકરો ખાવા મંડ. પેલી છોકરી પણ હવે ધરાઈ ગઈ ઉસસ બે, “માળા પીધેલી ! હવે કશું ન પીવું જોઈએ એ બાબત બીજાઓને ઉપદેશ આપવા માંડ! " પછી પેલા છોકરા સામે જોઈ તેણે બખાળા કાઢવા માંડયાઃ “સગૃહસ્થ પિતાની બાનુને લઈને રાતે ફરવા નીકળ્યા છે. હું આખો દિવસ મહેનત કરીને મરી ગયો, પણ કશું મને મળ્યું નહિ; પણ આ તો બારણું ઠોકતા પધાર્યા અને તેમને માટે ભોજન તૈયાર લાવો! રાજાજી જાણે તો તરત તને આમ અજાણ્યાં ઘરોનાં બારણું ઠોકવાનું ભુલાવી દે ! આ રાજ્ય તે ગૃહસ્થો માટે છે; રખડતા ભામટાઓ માટે નથી. હું ઘરબારી માણસ છું, એટલે મને રક્ષણ આપવાની રાજાની ફરજ છે. મારી ઝૂંપડી ઉપર આમ ધાડ પડે! અને તે પણ ઉધાડપગા, ઉધાડમથ્થા મંગલાઓની ! જુઓને, મારા પરેણા તો જુઓ ! એના શરીરમાં ને માથામાં બરફેય કેટલો બધો ભરેલો છે, તે ઓગળીને મારી કોટડીમાં પાણીનું પૂર આવ્યું છે. કેટલે ઢગલો કેલસા બાળીશ તો પણ એ ભેજ સુકાશે નહિ. અને કોલસાના તો એક માપિયાના બાર ફધિંગ બેસે છે, અને આ ગામમાં આજે દિવસે એક ફોધિંગે કમાણી તે થઈનથી ! જુઓ તો ખરા, મારી વલે શી થઈ Page #88 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન છે ? હું ઇંગ્લેંડના ગરીબોને ઉછેરવાને, ધવરાવવાને ધંધો લઈને બેઠો છું, શું? ખિસ્સા-કાતર, ફાંસી-ગરા, ગંદા-ઘેલા તથા કોણ જાણે કઈ રાંડોની વેતરની વેજાએ મારે માટે તૈયાર કરી ચૂકી છે ! હું ફિલસૂફી ભણ્યો છું, તે આ કામ કરવા માટે! છેલ્લાં ત્રીસ વર્ષથી આવા ને આવા મને ચૂસનારા મળ્યા ન હતા, તે હું તવંગર થઈ ગયો હેત; હો બાપડો જાડ થઈ ગયે હોત; તથા મારા દવાખાનામાં કેવી કેવી દવાઓ હોત અને કેવાં ઓજારો હોત. વળી સૂર્યમાંથી નીકળતી ધૂણીની મારી ગણતરીઓ હું ચાલુ રાખી શકી હોત, મેટી લાઈબ્રેરીમાં મારી જવર-અવર રહેતા અને મારા જ્ઞાન-વિજ્ઞાનને હું રસ્તે-ચકલે આમ વટાવી ખાતે ન હેત. ગમાર લેકે મારા જ્ઞાનની શી કદર કરવાના હતા? મને આ મૂરખ લેકોના ધાડિયાને કંટાળો આવ્યો છે. તેમનામાં કશી અક્કલ જ ક્યાં છે? એ તે સારું છે કે જિંદગી બહુ ટૂંકી છે. નહિ તે એ ગમારો વચ્ચે વરસ કાઢવાં પડે, તો કેવી આફત થઈ જાય ! જે કે આપણે જલદી આપઘાત કરીને મરી ન જઈએ તે માટે વચ્ચે વચ્ચે કુદરત ઘેડોક સુખનો સ્વાદ આપણને ચખાડતી રહે છે. પણ અલ્યા ચોર, તું વાળું પૂરું કરી રહ્યા કેમ ?" દરમ્યાન પેલી બાળકી ધરાઈને હવે ઘેનમાં આવતાં આંખો મીંચવા લાગી હતી. ઉસસે ઊઠીને હવે એક રીંછનું સુંવાળું ચામડું કાઢયું અને તે છોકરીને તેમાં વિટીને અગ્નિને તાપ આવે એ રીતે સુવાડી. પછી તેણે દૂધના વાસણમાં નજર કરી તો તેમાં ઠીક ઠીક દૂધ હજુ બાકી હતું. તે એ વાસણ ઉપાડી મોંએ માંડવા જતો હતો, તેવામાં તેની નજર પેલી છોકરી ઉપર પડી. એટલે તેણે તરત શીશી ખોલી નાખી અને તેમાં જ એ બાકીનું દૂધ ભરી દીધું. તેણે માત્ર પાણી જ પી લીધું. પેલા છોકરાને પણ આપ્યું. પછી તેણે છોકરાને ધમકાવીને કહ્યું, “જે હરામજાદા, માં માત્ર ખાવા માટે નથી, વાત કરવા માટે પણ છે. તે બેલ, તું ક્યાંથી આવ્યો ? " Page #89 -------------------------------------------------------------------------- ________________ ગરીબને ઘેર ગરીબ પણ મને ખબર નથી.” “તને ખબર નથી, તે શું મને ખબર છે, બદમાશ ?" મને આજે સાંજે દરિયાકિનારે તે લોકે છોડીને ચાલ્યા ગયા.” તો જેનાં સગાંવહાલાં એકલો મૂકીને ચાલ્યાં જાય, તે અવ્વલ નંબરને બદમાશ હોવો જોઈએ.” “મારે સગાંવહાલાં નથી.” “હરામખોર, મને ખોટી વાત કરનારા ઉપર ચીડ છે. તારે સગાંવહાલાં નથી, તો તારી આ સણીજી બહેન કયાંથી આવી ?" “એ મારી બહેન નથી.” “તારી બહેન નથી તો કોની છે, મારી ?" “મને તો એ જડી હતી.” “જડી હતી ? એટલે કે તું તેને રસ્તામાંથી ઉપાડી લાવ્યો ?" “હા.” “જે બદમાશ, સાચું કહી દે, તું કેાની છોકરી ઉપાડી લાવ્યો છે? હું તારું ખૂન કરી નાખીશ! નાનાં છોકરાં એ કંઈ રસ્તામાં ખાબોચિયામાં જનમતાં નથી કે ઝાડ ઉપર ઊગતાં નથી.” - “રસ્તામાં એક બાઈ બરફમાં મરી ગઈ હતી. તેની છાતી ઉપર આ પડેલી હતી અને રડતી હતી, એટલે.” “કયાં ?" અહીંથી એક ગાઉ દૂર હશે.” “બાઈ મરી ગઈ? તો છૂટી બાપડી. પણ કયાં આગળ મરી ગઈ છે?” દરિયા તરફ.” “તો તું પુલ ઓળંગીને આવ્યું છે?” હા.” ઉસસે તરત પાછલી બારી ઉઘાડી. ચોમેર હજી બરફ પડત હતો. તેણે બારી ઝટપટ બંધ કરી દીધી. Page #90 -------------------------------------------------------------------------- ________________ 'લાફિંગ મૅન તેણે હવે પેલું રીંછનું ચામડું પહોળું કર્યું અને તેને પેટી ઉપર બિછાવી તેમાં છોકરીને સુવાડી. પછી પેલા છોકરાને પણ તેમાં સુવાડી. એ ચામડું બંને ઉપર ભેગું જ વીંટાળી દીધું અને એની આસપાસ કપડાને એક પાર્ટી તાણી બાંધે, જેથી એ ચામડાના છેડા ખુલ્લા ન થઈ જાય. પછી તેણે છત ઉપરથી લટકતું ફાનસ ઉતાર્યું અને તેને સળગાવ્યું. ત્યાર બાદ તેણે બારણું ઉઘાડી પેલા છોકરાને કહ્યું, “હું બહાર જાઉં છું, થોડી વારમાં પાછો આવીશ. બીશ નહિ. ઊંઘી જજે.” આટલું કહી પગથિયાં નમાવી તેણે બૂમ પાડી, “હે !" એક હળ ઘુરકાટ જવાબમાં સંભળાયો. ઉસસ ફાનસ સાથે બહાર નીકળ્યો અને બારણું બંધ કરી દીધું. પછી બહાર ઊભીને ઉસસે પેલા છોકરાને કહ્યું, “જે અલ્યા, તે તો વાળુ કર્યું છે. પેલી છોકરી જે રડે તો દૂધની શીશી તેના મેંમાં ધરી દેજે, સમજ્યો ?" ત્યાર બાદ સાંકળ છેડવાનો અવાજ સંભળાયો. અને માણસ તથા વરુ ક્યાંક દૂર ચાલ્યા ગયા હોય એમ એમનાં પગલાંના અવાજ ઉપરથી લાગ્યું. બંને છોકરાં ઘસઘસાટ ઊંઘી ગયાં. સવાર થઈ. દેવતા હજુ પૂરેપૂરો ઓલવાઈ નહોતો રહ્યો. છોકરી ઘસઘસાટ ઊંધતી હતી. પણ છોકરો તો તેને સંરક્ષક નિમાયે હેઈ, તે ભાન ભૂલીને ઊંઘી ન શકે ઉપરની ખુલ્લી થયેલી અને કાગળ ચોંટાડેલી તખતીમાંથી અજવાળું અંદર આવ્યું, એટલે તેણે આંખો ઉઘાડી. તેને એકદમ તે ખબર ન પડી કે પોતે ક્યાં છે. તે આસપાસ નજર કરવા લાગ્યો. એટલામાં બહારથી તાળું ખૂલવાને અવાજ આવ્યો. Page #91 -------------------------------------------------------------------------- ________________ ગરીબને ઘેર ગરીબ પરિણામ - બારણું ઊઘડ્યું અને પગથિયાં મિજાગરાં ઉપર ઘૂમી નીચે ઊતર્યા. ઉર્સસ અંદર આવ્યું. તેણે ફાનસ ઓલવી નાખ્યું. ત્યાર બાદ. તીણા નહેર એ પગથિયાં ઉપર પડતા હોય એવો અવાજ આવ્યું... હેનો પણ ઉર્સસની પાછળ અંદર દાખલ થયો હતો. પેલે કરે છળી ઊઠયો. વરુને અંદર આવેલું જોઈ, પેલા રીંછના ચામડામાંથી ઝટપટ બહાર નીકળી તે પાસે ઊભો રહ્યો. ઉર્સસ ફાનસને છતમાંની ખીંટી ઉપર ભરવતો હતો. તેણે ઓજારોવાળે કમરપટ્ટા છોડ અને અભરાઈ ઉપર મૂક્યા. તે ગણગણ્યો : " સુખી થઈ, બાપડી; મરી જ ગઈ છે ! " પછી તેણે ચેડા કોલસા સગડીમાં સેરવ્યા અને પાસે બેસીને બોલ્યાઃ “બિચારી બરફમાં બે ફૂટ ઊંડે દટાઈ ગઈ હતી. તેને શોધતાં બહુ ફાંફાં મારવા પડ્યાં. પણ હમો હતો એટલે તેણે તરત તેને સૂંઘી કાઢી. તે કેટલી બધી ટાઢી પડી ગઈ હતી ? તેના હાથને હું અડ્યો તો જાણે નર્યો પથ્થર. પાછળ એક બાળક મૂકીને મરી જવું, એ કેવી મૂર્ખાઈ કહેવાય! એકદમ હું કેટલો મોટો કુટુંબી બની ગયે! એક રાતમાં છોકરો અને છોકરી ! બાપ રે ! આવાં જોડકાં ને જેડકાં મને મળતાં જાય, તો તે મારે આખું ગામ વસવા જોઈએ ! આ પેટીમાં તે હું કેવી રીતે સૌને સમાવેશ કરી શકવાને હતો ?" દરમ્યાન હેમો પથારી પાસે જઈને પેલી બાળકીના બહાર લટકતા હાથને ચાટવા લાગ્યો હતો. તે એટલે ધીમેથી ચાટતો હતો કે બાળકી ઊંઘમાંથી જાગી પણ નહિ. ઉસસે પિતાનું મેં તે તરફ ફેરવ્યું. - “ઠીક, ઠીક, હેમો, આપણે તેને સ્વીકારી લેવાની છે, એમ ને ? હું તેને પિતા થઈશ અને તું તેને કાકે થજે !" પછી તે દેવતા સંકેરતાં બે : “ચાલ, દત્તક લઈ લીધાં. હોમ તેમને સ્વીકારવા તૈયાર છે, પછી મારે શું ?" પછી તે ઊભો થયો. Page #92 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ ને , મારે જાણવું છે કે, આ બાઈના મોત માટે કેણુ જવાબદાર છે. માણસે ? કે ..." તેણે આંખ ઊંચી કરી અને પૂછયું, “કે પછી તું? " પણ પછી આંખ નીચી કરીને તે ગણગણ્યોઃ “રાતના અંધારાએ જ તે સ્ત્રીને મારી નાખવાની મહેરબાની કરી છે.” અજવાળું થઈ ગયું હતું. તેની નજર અચાનક પેલા છોકરા ઉપર પડી. તેણે તરત જ તેને ધમકાવીને પૂછયું, “તું શાની સામે જોઈને હસે છે, અલ્યા ?" “હું હસતું નથી.” ઉસસ એકદમ ચકળ્યો. તેણે પોતાના બંને હાથ તેના ખભા ઉપર ગોઠવ્યા અને તેના મોં સામે જોઈને પાછું ધમકાવીને કહ્યું, હસતે બંધ થા, કહું છું !" હું હસતું નથી.” ઉર્સસ પગથી માથા સુધી કંપી ઊઠયો. " તું હસે છે, હું કહું છું.” પછી પેલા છોકરાને જંગલીપણે હચમચાવી મૂકી તેણે પૂછયું : “આ તને કોણે કર્યું ?" “તમે શું પૂછે છે ?" તારા મોં ઉપર આ હસવાનું કેટલા દિવસથી કોતરેલું છે ?" તમે શું પૂછે છે ? હું તે હંમેશાં આવો જ છું.” ઉર્સસ વિચારમાં પડીને બે, “હું તે એમ માનતા હતા કે, હવે આ રીત બંધ થઈ છે.” પછી તેણે પેટી ઉપર પેલી છોકરીના ઓશીકા તળે ગોઠવેલી પડી હાથમાં લીધી અને તેનાં પાન ફેરવવા માંડ્યાં. તે ચોપડી છૂટાં પાન બાંધીને બનાવેલી હતી. એક પાન આગળ થી તે ગણગણ્યો : “આ રહ્યું. બરાબર એ જ છે.” પછી તેણે એ ચોપડી Page #93 -------------------------------------------------------------------------- ________________ ચડાણવાળા .. રસ્તા આવતા, ત્યારે માણસ પણ પટ ખભે ભેરવી વરુ સાથે ખેંચવા લાગતા. Page #94 -------------------------------------------------------------------------- ________________ ગ્વિનપ્લેઈન અને ડિયા સાથે ઉર્સસ પોતાની કોટડી-ગાડીમાં. Page #95 -------------------------------------------------------------------------- ________________ ગરીબને ઘેર ગરીબ પરોણા 77 અભરાઈ ઉપર પાછી મૂકતાં કહ્યું, “આ એ બનાવ છે, જેની તપાસ હવે કેઈને લાભદાયક થાય તેમ નથી. આપણે ઊંડા ઊતરવું નથી. સપાટી ઉપર જ રહેવું સારું. હસ્યા કરી ત્યારે, બેટમજી ! " એટલામાં પેલી છોકરી જાગી. નાના બાળકનું સવારે જાગવું એટલે રડવું. ચાલ, નર્સ, હવે તેને ધવરાવવા માંડ,” એમ કહી ઉસસે અભરાઈ ઉપરથી પેલી દૂધની શીશી ઉતારી અને તેના મોં આગળ ધરી. તે જ વખતે સૂરજ ઊગ્યો. એક તખ્તીમાં થઈ તેનાં કિરણો આ કોટડીમાં પેઠાં. એક કિરણ સીધું આ નાની બાળકીના મોં ઉપર પડયું. એ છોકરી તે તરફ મેં લઈ ગઈ. તેના બંને ડોળા સૂર્ય સામે બે અરીસાની જેમ તગતગી રહ્યા. એ ડોળા સ્થિર હતા. વાહ, છોકરી આંધળી છે, " ઉર્સસ બોલી ઊઠયો. Page #96 -------------------------------------------------------------------------- _ Page #97 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે રાજાજીના હુકમથી Page #98 -------------------------------------------------------------------------- _ Page #99 -------------------------------------------------------------------------- ________________ - લોર્ડ કલૅન્યાલ બૅરન લિનિયસ ન્યાલ ક્રોમવેલને સમકાલીન હત; અને જે ગણ્યાગાંઠયા ઉમરાવો પ્રજાતંત્રમાં જોડાયા હતા, તેઓમાંને એક હતો. જ્યાં સુધી પ્રજાતંત્રની બોલબાલા રહી, ત્યાં સુધી તે પ્રજાતંત્રના પક્ષમાં રહે, એ તદ્દન સ્વાભાવિક વાત કહેવાય; પરંતુ ક્રાતિ પતી ગઈ અને પાર્લામેન્ટરી તંત્રનું પતન થયું, તોપણ લોર્ડ કલેન્ચાર્લી એ જ પક્ષને વળગી રહ્યો, એ કેવળ તેનું અડપણું જ ગણાય. એ ઉમરાવ નવી રચાયેલી ઉમરાવોની સભામાં પાછો જોડાવા આવ્યું હતું, તે તેને તરત પાછા સ્વીકારવામાં આવ્યું હોત. કારણ કે રાજાશાહીની પુનઃસ્થાપના વખતે પસ્તાયેલા લેકે ઉપર હંમેશ મહેરબાની દાખવવામાં આવે છે. અને રાજ ચાર્લ્સ-૨ તે ખાસ કરીને પિતાની પાસે આવનારાઓ પ્રત્યે ક્ષમાભાવ દાખવતો. પરંતુ ઇંગ્લેંડના લેકે જ્યારે રાજાને સ્વાગતના પકારોથી બહેરો કરી નાખતા હતા, અને ફરીથી ઈંગ્લેંડને કબજે સ્વીકારવાની મહેરબાની દાખવવા બદલ તેને લળી લળીને વંદન કરતા હતા. ત્યારે લેર્ડ લૅન્ગાલ પાછે રાજ્યને ઉમરાવ બનવાને બદલે બહારવટિયો બની રાજીખુશીથી દેશનિકાલ થઈ ગયો ! આમ ને આમ વરસ વીતી ગયાં; અને મૃત પ્રજાતંત્ર પ્રત્યેની વફાદારીમાં તે ઘરડો થઈ ગયે. તે સ્વિટ્ઝર્લેન્ડ ચાલ્યો ગયો હતો; અને જિનીવા સરોવરને કિનારે એક વિશાળ ખંડેર જેવા મકાનમાં રહેતો હતો. તેની આસપાસ કઠેર આસ પર્વતના અડીખમ ટેકરાઓ સિવાય બીજું કાંઈ ન હતું. Page #100 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન ઈંગ્લેંડમાં દરેક જણ માનતું અને કહેતું કે, લોર્ડ લૅચાલનું માથું ખાલી હતું. તેને વિચારવંત શી રીતે કહી શકાય ? - નહિ તે, સહેજે પોતાની મબલખ જાગીરો અને વિશાળ મહેલોને ભોગવટો છોડીને, આવા બિહામણા પહાડો વચ્ચે સાપલિયાની પેઠે ભરાઈ રહેવું, એમાં શી કતાર્થતા છે ભલા ! અને ભવિતવ્યતા કરતાં તમે વધુ ડાહ્યા છો ? સંજોગોથી અમુક ઘટના નિશ્ચિત થઈ ગઈ, એક સરકારને બદલે બીજી સરકાર આવી ગઈ, તથા સફળતાની ચાળણીમાં ખોટામાંથી સાચું ચળાઈ ગયું, –એ બાબતની કશી શંકા જેવું જ ન રહ્યું–તો પછી કોઈ પણ પ્રામાણિક માણસે જીતનારા પક્ષને સ્વીકારી લેવા જેટલું ડહાપણ ન દાખવવું જોઈએ ? પિતાના અને પિતાના કુટુંબના હિત સામું જોઈને નહિ, તો જાહેર હિત સામે જોઈનેય વિજેતાના પક્ષમાં જ પિતાની પિપૂડી ન ફૂંકવી જોઈએ ? અને સૌ કઈ વફાદારીથી સેવા બજાવવા કબૂલ ન થાય, તો રાજ્યનું થાય શું ? બધું થંભીને ઊભું રહે, એમ ? દરેક નાગરિક પિતાનું સ્થાન જાળવી રાખવું, એ તેની ફરજ નથી ? અને તે માટે તેણે પોતાના નાનામોટા રાગનું બલિદાન આપતાં શીખવું ન જોઈએ? જાહેર પદ ખાલી ન જ રહેવાં જોઈએ. જાહેર અધિકારીએ રાજીનામાં આપે, એ તો રાજ્યતંત્રને સ્થગિત કરી દેવા બરાબર થઈ રહે. અને આમ જાતે દેશનિકાલ થવું, એમાં વખાણવા લાયક વળી શું છે? તમારા વર્તનને તમે દષ્ટાંતરૂપ બનાવવા માગે છે ? શું ઘમંડ ! એને પડકાર રૂપે રજૂ કરવા માગે છે ? શી ધૃષ્ટતા ! તમારી જાતને તમે કેવીક અગત્યની વસ્તુ માની લીધી છે? જાણી લો મહેરબાન, કે અમે પણ તમારા જેવા જ માણસો છીએ. અમે આમ રાજ્યતંત્રમાંથી ફારેગ થવામાં માનતા નથી; અમે પણ ઉદંડ બનવા માગીએ, તે તમારા કરતાંય વધુ ખરાબ ચીજો કરી શકીએ છીએ. પરંતુ અમે શાણુ સમજણા માણસની જેમ વર્તવા માગીએ છીએ! Page #101 -------------------------------------------------------------------------- ________________ - લેહ કચાલી ડમાં વફાદારીની ભાવના પુનઃસ્થાપિત થવા લાગી હતી, અને ળવાખેરીની ભાવના ક્યારની મરી પરવારી હતી. સારા કાર પ્રજાજને બનવું, એ જ હવેથી પ્રજાજનેની એકમાત્ર વાકાંક્ષા હોઈ શકે એમ મનાવા લાગ્યું હતું. રાજકારણમાં પડવાની ખમીમાંથી લેકે હવે જાગ્યા હતા. “હક”, “સ્વતંત્રતા” અને “પ્રગતિ” . શબ્દોની હવે ઠેકડી ઊડવા લાગી હતી. દરેક જણને હકો હેય, ..બધાનું શું થઈને રહે ? દરેક જણ રાજ્ય ચલાવવા બેસે, તે શું થાય તે તે કલ્પ ! અને કહેવાતી આ સ્વતંત્રતાને જુલમ * વિચારે! મ શું કામ મજા કરવાનું છે, રાજ્ય ચલાવવાનું નહિ! હું આપવાની પંચાત વળી શું કામ જોઈએ ? - તેના કરતાં નાચવા જવું એ શું બેટું? રાજા પોતાને માથે બધી જવાબદારી અને જે ઉઠાવવા માગતા હોય, તે પછી એ વાતને તે ઈશ્વરના વરદાન માની વધાવી જ લેવી જોઈએ ને ? રાજા આપણે માટે આવી મોટી તકલીફ સ્વીકારવા તત્પર થાય, એ એમની ભલમનસાઈ જ ગણુય વળી. પણ રાજાને તે એ કામ એછિને મોટા કરવામાં આવે છે, અને પિતાનું કામ તે બરાબર જાણતા હોછે. અલબત્ત, લોકોએ એ માટે એમને કરવેરા ભરવા પડે, તથા તે લશ્કરમાં ભરતી થવું પડે. પણ લોકો માટે એટલું જ બસ નથી ? પછી વધારામાં રાજ્ય ચલાવવાની પંચાત શાને જોઈએ ? પ્રા લોહી આપે અને પૈસા આપે : બદલામાં તેમને દોરવણી મળે! પિતે પિતાને દોરવા પ્રયત્ન કરવો કે તેવી હોંસ રાખવી, એ તે કેવો અર્થહીન ખ્યાલ છે ? દરેકને ભોમિયો–માર્ગદર્શક તે જોઈએ જ. પ્રજા તે અજ્ઞાન હેઈને આંધળી ગણાય. આંધળા માણસને પિતાને દરવા તો જ નથી રાખવો પડતો ? તેમ પ્રજા પિતાને ઘેરવા સિંહ રાખે–અર્થાત રાજા. અને પ્રજા અજ્ઞાન શાથી કહેવાય છે કારણ કે પ્રજા તે અજ્ઞાન જ હોય ! અને અજ્ઞાન તે સદ્ગોનું સંરક્ષક છે જે વાંચે, તે વિચારે; અને જે વિચારે તે તર્ક કરે; અને તર્ક ક Page #102 -------------------------------------------------------------------------- ________________ એટલે બધું ખલાસ! પછી તેને મહત્ત્વાકાંક્ષા વળગે, તે ભ વળગે, અને બીજું શું ન વળગે ? તેવા માણસને પછી સુખ ક્યાંથી ? શાંતિ ક્યાંથી ? બીજી બાજુ જુઓ! દેશમાં રાજ પાછો આવ્યો, એટલે સાહિત્ય આવ્યું, કળા આવી, વૈભવ આવ્યો, મોજશોખ આવ્યું .. આવા આવા લાભ માણવાને બદલે, અને તે બદલ રાજા ચારબીજાને આભાર માનવાને બદલે, પોતાના દેશના સુખની જ જાણે ઈર્ષા કરી, પરદેશ દુઃખી થઈને પડયા રહેવું, એ તે લડ લૅનચાલી જેવા પાગલને જ સૂઝે. અલબત્ત ૧૬૫માં પાર્લામેન્ટ સોગંદ લેવરાવ્યા હતા કે, " પ્રજાતંત્રને વફાદાર રહીશ; તે પ્રજાતંત્રમાં રાજા નહિ હોય, કોઈ સર્વ સત્તાધીશ નહિ હોય, કોઈ લોર્ડ નહિ હોય.” પણ ના ? બેહૂદા અને ભયંકર રોગંદને વળગી રહેવું, એ તો કમઅકકલ ન પરાકાષ્ઠા જ નહિ તે બીજું શું ? અને લોર્ડ કૉન્ચાર્લ પિતાના ઉમરાવ-પક્ષને—ઉમરાવશાહીને, પોતાની જાતને તજી જનારે દ્રોહી ન કહેવાય ? એડ 2 રાજાને વફાદાર બન્યો હતો, ત્યારે આ માણસ નબળા : પક્ષ રહેવા માગતો હતો. તે પછી ઉમરાવ પક્ષ પણ તેને લા તે પક્ષને તજી ન દે તે બીજું શું કરે ? રાજા ચાર્લ્સ-બીજાના વખતમાં લૅન્યાલી તરફ ખાસ ધ્યાન આપવામાં ન આવ્યું. પણ રાજા જેસ-૨ વધુ કડક માણસ હતો. તેણે ક્રાન્તિના વખતના અવશેષેની નાબૂદીનું કામ આરંવ્યું. તેને કાર્યદક્ષ રાજા થવાને અભળખ હતો. ચાર-પહેલાની હત્યા કરનારાઓમાંથી દશ જણાને જ ફાંસીએ ચડાવવામાં આવ્યા હતા, એ વસ્તુ તેને ખૂંચતી હતી. તેણે જેક્રેઝને ન્યાયનું કામ સોંપ્યું અને Page #103 -------------------------------------------------------------------------- ________________ મૅટરિના જહાજના રસોડામાં : કબૂલાતનામું લખાય છે; રસોઈયાના હાથમાં હર્દકેનેની ભંભલી છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ જીનીવા સરવર ઉપર એકલવા કલે ચાલી. Page #105 -------------------------------------------------------------------------- ________________ હિંન્ચાર્લી કર્કને તરવારનું કામ. લેડી લાયલને પુત્ર મૅનમથની સામે લડવા ગયે હતો; છતાં તેણે બે બળવાખોરોને પોતાના ઘરમાં સંતાડ્યા હતા, એટલે તેને દેહાંતદંડની સજા કરવામાં આવી. બીજા બળવાખોરે પોતાને જે બાઈએ આશરો આપ્યો હતો તેનું નામ સચ્ચાઈભેર અને માનભેર જાહેર કરી દીધું, એટલે તેને માફી બક્ષવામાં આવી; પણ પેલી બાઈને જીવતી સળગાવી મૂકવામાં આવી. કર્ક એક શહેરના 18 નાગરિકને ફાંસીએ એટલા માટે લટકાવ્યા છે, તે શહેર પ્રજાતંત્રવાદી હતું એની પિતાને જાણ છે, એવી તે શહેરને જાણ થાય! એટલે જેમ્સ-રે જેવો રાજા ઑર્ડ લિનિયસ કન્યાર્થી જેવા બળવાખોરને કંઈકે લક્ષમાં ન લે, એ કેમ બની શકે ? લૉર્ડ લિનિયસ લૅચાલીને પણ એક વખત જુવાની હતી; અને જુવાની હતી એટલે પ્રેમિકા હતી. તે પ્રેમિકાને પુત્ર પણ જો હતો. પિતા દેશનિકાલ થયા તે અરસામાં જ પુત્ર ઇંગ્લેન્ડમાં જન્મે હેઈ, તેણે પિતાને નજરે કદી જોયા ન હતા. એ પુત્ર રાજા ચાર્લ્સ બીજાના દરબારમાં હજારિયા તરીકે મોટે થયો હતો. તે લોર્ડ ડેવિડ ડિરી-મેઈર નામે ઓળખાતો. તેને માત્ર કહેવા ખાતર લે કહેતા કારણ કે તેની મા કંઈક ખાનદાન કુળની હતી. લોર્ડ કન્યાલી સ્વિઝલેન્ડમાં ઘુવડને અવતાર ભોગવી રહ્યો હતો, તે અરસામાં એ પ્રેમિકા સુંદર હોવાથી રાજા ચાર્લ્સ બીજાની પ્રેમિકા બની ગઈ. રાજાએ પિતાની પ્રેમિકાના પુત્રને “કીપર ઓફ ધિ સ્ટીક પોતાની લાકડી સાચવનાર અધિકારી બનાવ્યો. અર્થાત હવે તેને રાજાને ખચે રહેવાનું ખાવાનું મળવા લાગ્યું. એવા એકસો સિત્તેર જણ હતા, અને તેમને પહોળી તરવાર ધારણ કરવાને હક હતો. પછી તેને સેનેરી ફરસી-ભાલે ધારણ કરનાર ચાલીસમાને એક બનાવવામાં આવ્યોઃ અર્થાત રાજાને સંરક્ષક. તે ઉપરાંત તેને રાજાજીના ભેજનટેબલ પર ડિશ ગોઠવવાનો અધિકાર પણ મળે. Page #106 -------------------------------------------------------------------------- ________________ હાફિંગ ન ચાર્લ્સ બીજા પછી જેમ્સ બીજાના અમલમાં પણ તે આગળ વધવા માંડયા. રાજા ગાદીએ આવ્યો તે અરસામાં તેની મા મરી ગઈ, એટલે માતાની જાગીર ઉપરથી તેને લઈ ડેવિડ ડિરી-મેઈર નામે ઓળખાવાની પરવાનગી મળી. રાજા જેમ્સ-ર રાજા હતો, છતાં સેનાપતિ દેખાવાને તેને શોખ હતો. એટલે જાહેરમાં તે બખતર પહેરી જોડેસવારી કરીને જ નીકળતું, અને આસપાસ જુવાન અફસરો રાખતો. તેને જુવાન ઑર્ડ ડેવિડને દેખાવ ગમી ગયો, એટલે તેણે તેને હજાર પાઉંડના પગારે પિતાના શયનગૃહને અફસર બનાવે. એ પદ બહુ સારું કહેવાય. તેને રાજાજીની નજીકમાં જ રોજ રાતે ખાસ પથારીમાં સૂઈ રહેવું પડે. તેવા બાર અફસરો હોય, જે વારાફરતી એ સેવા બજાવે. - લૈર્ડ ડેવિડ હવે રાજાજીના કોઠારનો અધ્યક્ષ પણ બને - અર્થાત ઘેડાઓને એટ-અનાજ કાઢી આપવાનું કામ પણ તેને સંભાળવાનું મળ્યું; પગાર બસો સાઠ પાઉંડ વધુ. તેના હાથ નીચે રાજાજીના પાંચ કેચમેન, રાજાજીની ઘોડાગાડી સાથે જોડા ઉપર બેસી દોડનારા પાંચ જણા; પાંચ ખાસદાર, બાર પદાતી, અને ચાર (રાજાની ખુરસી ઊંચકનાર) પિોર્ટર હતા. ઉપરાંત રાજાજીના ઘોડદોડની શરતના છે ઘોડાની સંભાળ પણ તેને હસ્તક હતી. રાજા તે ઘડાઓ પાછળ વરસે છ પાઉન્ડ ખર્ચત. એ ઉપરાંત બીજી અનેક કામગીરીઓ - જેવી કે, રાજાને પિશાક-ભંડાર સંભાળવો, રાજાજીએ આપેલા ભોજન-સમારંભ વખતે રાજાની પાછળ ઊભા રહેવું, પવિત્ર ગુરૂવારે બાર ગરીબોને રાજાજી સમક્ષ હાજર કરવા જેમને રાજાજી તેમની ઉંમરને હિસાબે ચાંદીના પેસ આપે અને પોતાના રાજ્યકાળનાં વર્ષોને હિસાબે શિલિંગ આપે), રાજાજી બીમાર પડે ત્યારે દાનશાળામાંથી બે Page #107 -------------------------------------------------------------------------- ________________ લેડ લિંન્ચાર્લી પાદરીઓ બેલાવવા, અને કાઉન્સિલ ઓફ સ્ટેટ પરવાનગી આપે તે વૈદ્યને પાસે આવવા દેવા, તથા રોયલ ગાર્ડની કાચ ટુકડીના લેફટનંટ કર્નલનો હોદ્દો વગેરે - પણ તેને મળી હતી. એક વખત તે રાજાજીને ઝભે પહેરાવનારનું પદ તેને મળતું મળતું રહી ગયું. કારણ કે, એ 56 કઈ પ્રિન્સ કે ઉમરાવને જ મળી શકે. | નવો ઉમરાવ બનાવો, એ હંમેશાં ઈર્ષ્યાઓ ઊભી કરનાર વસ્તુ થઈ પડે છે. એ રાજાજીની કૃપા જ થઈ ગણાય છે; પણ એક જણ ઉપર કૃપા બતાવે એટલે સો જણ નારાજ થઈ જાય; અર્થાત એક મિત્ર મળે તેના બદલામાં સો શત્રુ ઊભા થાય. તેથી જેમ્સ-૨ હંમેશાં ઉમરાવપદ ઊભાં કરવાને બદલે, જૂનાં ઉમરાવપદની ફેરબદલી કરવાનું વધુ પસંદ કરતો. - રાજાને લઈ ડેવિડ માટે એમ કરવાની તક જોઈતી હતી અને તે તેને તરત મળી ગઈ. એક દિવસ ખબર આવ્યા કે લેડ લિનિયસ કૉન્ચાર્લી સ્વિટ્ટ ઝલેન્ડમાં મરી ગયો છે. જોકે, એવી વાત પણ સાથે સાથે આવી કે, લડ ક્લચાલીએ છેવટના દિવસમાં એક રાજહત્યારાની જ પુત્રી ઍન ઍડશે સાથે લગ્ન કર્યું હતું. જોકે પુત્રને જન્મ આપતી વખતે. તે પણ મરી ગઈ હતી. લગ્ન વખતે લોર્ડ કન્યાર્થીની ઉંમર ઓગણસાઠ વર્ષની હોય અને પુત્રના જન્મ વખતે સાઠ વર્ષની. લાડ લૅન્યાલ પણ પુત્રના જન્મ પછી તરત જ ગુજરી ગયા એટલે પેલે છોકરો મા અને બાપ વિનાને - અનાથ થઈ ગયો હતો. વાત કહેનાર એમ કહેતા હતા કે, એ છોકરો પરીકથાઓમાં આવે છે તેમ “દિવસ જેવો રૂપાળો” હતો. - રાજા જેસે આ બધી વાતોને અંત એક દિવસ આણી દીધે જાહેર કરવામાં આવ્યું કે, લોર્ડ ડેવિડ ડિરી-ઈરને લેડ Page #108 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન કન્યાલને એકમાત્ર કાયદેસર વારસદાર, રાજ્ઞાનીના હુકમથી ઠરાવવામાં આવે છે; ઑર્ડ કન્યાર્થીને બીજે કઈ કાયદેસર હકદાર કે વારસદાર નથી, એમ પુરવાર થઈ ચૂક્યું છે. કાયદેસર ખતપત્રા કરીને લેર્ડ ડેવિડ ડિરી-ઈરને ઑર્ડ લિનિયસ લૅન્યાલના બધા હક અને અધિકાર બક્ષવામાં આવ્યા–પણ gઝ શરત કે લોર્ડ ડેવિડે ડચેસ જેસિયાના જ્યારે ઉંમરલાયક થાય ત્યારે તેની સાથે લગ્ન કરવું. ડચેસ જેસિયાના તે વખતે થોડા મહિનાની ઉંમરનું બાળક હતી, અને રાજાજીએ કોઈ કારણે તેને પારણામાંથી જ ડચેસપદ, બક્યું હતું. એનું કારણ બીજું કંઈ નહિ પણ તે રાજા જેસ બીજાનું લગ્ન બહારનું સંતાન હતી, એ હતું. ' રાજાજીએ આ નાનકડી ડચેસને જ લૅન્યાર્થીનું ઉમરાવપદ બક્યું હતું. પણ તે પદને ઉમરાવ આવે ત્યારે એ પદ સંપૂર્ણ થાય. તેને પતિ જ એ ઉમરાવ બની શકે. ઉપરાંત આ કન્યાર્થીના ઉમરાવપદ સાથે બે બરન-જાગીરે તથા સિસિલીના માર્વિસનું પદ પણ જોડાયેલાં હતાં. આમ લે લૅન્ચાર્લીની જાગીરો, કિલ્લાઓ, શહેરા, મહેસૂલ વગેરે બધું ટૂંક સમય માટે લેડી જોસિયાનાને મળ્યું; પરંતુ રાજાજીએ જાહેર કર્યું કે, જૈસિયાના સાથે લગ્ન કર્યા બાદ લોર્ડ ડેવિડ ડિરી-મેઈર બૅરન ક્લન્ચાર્લી બનશે. લૅન્યાર્થીના વારસા ઉપરાંત લેડી જેસિયાનાને રાજા જેમ્સ બીજી પણ મિલકત આપી હતી. રાજા ચાર્લ્સ બીજાની બહેન હેત્રિયેટા, જે ફ્રાંસના રાજા લૂઈ ચૌદમાના નાના ભાઈ શ્વક ઓફ એરલેની પત્ની હતી, તેના તરફથી જેસ-૨ જ્યારે ડચક ઑફ કે હતો ત્યારે તેને તે મિલકત બક્ષિસ મળેલી હતી. 3 ચાર્લ્સ અને જેમ્સ એ બે રાજાઓ બાદ, રાજા વિલિયમ હેઠળ પણ લોર્ડ ડેવિડ એટલા જ રાજમાન્ય રહ્યા. તેમણે જે બીજાને Page #109 -------------------------------------------------------------------------- ________________ ડચેસ જેસિયાના દેશનિકાલ-અવસ્થામાં અનુસરવાનું યોગ્ય ન માન્યું ! તે રાજાને ચાહવાનું ચાલુ રાખવાની સાથે સાથે જ ગાદી પચાવી પાડનારની સેવા બજાવવાનું ડહાપણ પણ તેમનામાં હતું. તે મુલકી અફસર મટી દરિયાઈ દળમાં જઈ પહોંચ્યા અને સફેદ-કાફલામાં તેમણે ઠીક ઠીક કામગીરી બજાવી. આમ, મેજ શેખ, ભેગવિલાસ ઉપરાંત લડાયક કામગીરીમાં પણ એકીસાથે આગળ આવનાર આ જુવાન લોર્ડ પિસ્તાલીસ વર્ષની ઉંમરે તો આગલી હરોળમાં આવી ગયો. મા તરફથી તેને દશ હજાર પાઉંડની એટલે કે અઢી લાખ ફકની વાર્ષિક આવક હતી. છતાં તે દેવું કર્યું જ જતો હતો. દરેક કેશનની શરૂઆત તે જ કરતો. પણ બીજો કોઈ તેનું અનુકરણ કરવા માંડે એટલે તે તરત ફેશન બદલી નાખતો. તેના બૂટ, તેની હેટ, તેની લેસ, તેના પટ્ટા બધું અનોખું જ હોતું. ચેસ ઑસિયાના ઈ. સ. ૧૭૦૫માં લેડી સિયાનાની ઉંમર તેવીસ વર્ષની થઈ હતી, અને લેર્ડ ડેવિડની ચૂંવાળીસ વર્ષની. છતાં તેમનું લગ્ન ઊજવાયું ન હતું. અને તે પણ સકારણ. શું તેઓ એકબીજાને ધિક્કારતાં હતાં ? ના રે ના. પણ જે વસ્તુ નક્કી જ છે, તેની ઉતાવળ શી ? જેસિયાનાને સ્વતંત્ર રહેવું ગમતું હતું અને ડૅવિડને જુવાન રહેવું ! બધાં બંધનમાંથી બને તેટલું લાંબા સમય Page #110 -------------------------------------------------------------------------- ________________ લાકિંગ મન મુક્ત રહેવું એ જુવાની લંબાવવાને એક માર્ગ છે. છતાં એ બંને વચ્ચે અમુક જાતની પ્રેમચેષ્ટા ચાલ્યા કરતી. તેઓ એકબીજાને ચાહતાં ન હતાં, પણ એકબીજાને ગમતાં હતાં. એટલે એકબીજાને પડખે જાહેરમાં દેખાવું વગેરે ચાલ્યા કરવું; અને તેટલું તેમને બંનેને પૂરતું પણ થઈ પડતું હતું. લેડ ડેવિડ સુંદર હતો એટલું જ નહિ પણ ખુશનુમા હતા : અર્થાત તે હોડ બકતો, બેકિસંગમાં ઊતરતો, અને દેવું કરતો. જેસિયાનાને તેના શરતી ઘોડા, શિકાર ના કુતરાઓ, જુગારમાં હારેલી રકમ, પ્રેમિકાઓ એ બધું ગમતું. બીજી બાજુ ઑર્ડ ડેવિડ પણ ડચેસ જૉસિયાના પર મુગ્ધ હતો. કારણ કે, તે ડાઘ વિનાની કુંવારિકા હતી; નીતિધર્મની કશી મર્યાદા કે દખલમાં માનતી ન હતી; છતાં તુમાખીભરી હતી, અગમ્ય હતી, અને અધષ્ય હતી. જેસિયાનાને દેહ સુંદર હતું, ઘાટીલે હતો, મોહક હતે. તેને ચહેરાની લાલી અને તાજગી તથા તેના શરીરની પુષ્ટિ અનુપમ હતાં. તેને પ્રેમીઓ ન હતા; તેમ જ તે નિર્દોષ પણ નહોતી. માનવી ? - ધત; માનવી વળી તેની પાસે શી રીતે આવી શકે ? તેની પાસે તે કઈ દેવ હોય તો આવી શકે, કે અમાનુષી પ્રાણીતે અમાનુષી પ્રાણી ભલે પછી માણસ હોય ! પણ દેખાવમાં કે કૃત્યમાં તે અમાનુષી હોવો જોઈએ ! તે કશા કાવાદાવામાં ઊતરતી નહિ; પણ તેને લાયક - તેને છાજે તેવા કાવાદાવા - ભલે પછી તે પ્રેમના પણ હોય - તેના ઉપર આરોપાય તેને તેને વાંધો ન હતો. તેને સુખ્યાતિની સહેજે નહતી પડી; તે નામનાની ભૂખી હતી. અને સુગમ્ય દેખાવું અને છતાં અગમ્યા હોવું, એના જેવી નામના ઊભી કરનાર વસ્તુ બીજી કઈ હોઈ શકે ? એટલે તે હંમેશાં પિતાના દેહસૌંદર્યથી પુરુષના હૃદય ઉપર જાણુંબૂજીને આક્રમણ કર્યા કરતી. તે પૂરેપૂરી ભૌતિક હતી; અને છતાં Page #111 -------------------------------------------------------------------------- ________________ ડચેસ જૈસિયાના આ લોકના કેઈના બંધનમાં ન આવીને અલૌકિક રહેવા ઈચ્છતી હતી. સ્ત્રીના હૃદયમાં દયાળુતા હોય છે, કે જે ઝટ માયાળુતામાં અને છેવટે પ્રેમમાં પરિણમે છે. જાસિયાનામાં તે ચીજ ધરમૂળથી નહોતી. પણ તેથી તે પથ્થર જેવી દેખાવા માગતી ન હતી. બધી લાગણીઓથી સભર હોય એવી દેખાવા તે પ્રયત્ન કરતી. અને છતાં કોઈ લાગણું મારફતે તેને પકડી શકાય તેમ નહોતું. સુંદર સ્ત્રીને પિતાની નગ્ન સુંદરતા દેખાડવાને હક છે. અને જૈસિયાના પિતાના નગ્ન સૌંદર્યને પુરુષોને પીડવા માટે વાપરી જાણતી. કોઈ કામના તેની નજીક ટૂંકતી નહિ, અને છતાં બધી કામનાઓને સ્વાદ તેણે કરી જોયો હતો. પોતાના અધઃપતનની જના તે પિતાને છેડેથી શરૂ થવા દેતી અને છતાં છેવટે તેમાંથી અચૂક નીકળી જતી. એવી તે લીલામયી હતી. ( પત્ની થયા પછી તેને નિયંત્રણમાં રહેવું પડે– અંગ્રેજ શિષ્ટાચાર એમ ફરમાવતો. એટલે લોર્ડ ડૅવિડને રાજાની આજ્ઞાથી તે સ્વીકારતી અને છતાં દૂર રાખતી. તે બંને વચ્ચે વગર લખેલા કરાર જ હતા કે, સંબંધને વિચ્છેદ પણ ન કરવો, તેમ જ પૂરેપૂરે જોડાવા પણ ન દેવો. એક પગલું આગળ ભરવું અને બે પગલાં પાછળ હઠવું - એવા નૃત્યની રીતે જ જાણે! એક દસ્તાવેજ લખનારે પામર પુરુષ એક સ્ત્રીને પુરુષના હાથમાં સર્વ સત્તા સાથે સંપી દે, એવી પોતાની જાતને હલકી શું બનાવી દેવાય ? લગ્નબંધન પિતે જ એવી ધૂળ ચીજ છે કે, પછી સ્ત્રીની બધી ખાસ બાબતોનો અંત આવી જાયઃ પસંદગીને, ઇચ્છાને, અંતઃસ્કૂરણાને, મોહકતાને, સ્વતંત્રતાને ! પછી તો એક જ માલિકનું ઘર અને પથારી નિષ્કલંક રાખવાં - એવી ગુલામી જીવનભર ઉઠાવ્યા કરવી પડે ! Page #112 -------------------------------------------------------------------------- ________________ R લાફિંગ મેન - લોર્ડ ડેવિડ પુખ્ત બનતો જતો હતો. પરંતુ તે હજુ પિતાની જાતને જુવાન જ જોતો હતો અને માનતો હતો. જેસિયાનાને કબજે મેળવવો તેના કરતાં તેની ઈચ્છા રાખ્યા કરવી, એ વસ્તુ તેને વધુ આકર્ષક-રસિક લાગતી હતી. જસિયાનાને અશક્ય ગણતી વસ્તુઓ કરી બતાવવાની જ જાણે ઘેલછા હતી. પોશાકની બાબતમાં પણ તે ભવ્યમાં ભવ્ય પિશાકથી માંડીને પુરુષને ચુસ્ત પોશાક પહેરવા સુધી જતી હતી. અને તે વખતે સ્ત્રીઓ માટે એક બાજુ બંને પગ લટકતા રાખીને ઘોડા ઉપર બેસવાનું જીન શોધાયું હોવા છતાં, જેસિયાના તો પુરુષની પેઠે જ બંને બાજુ એક એક પગ રાખીને જ ઘોડેસવારી કરતી. લેડ ડેવિડ પણ લંડનના લીલા-જીવનમાં અગત્યનું સ્થાન ભગવતે હતો બધે ઉમરાવવામાં તે બાબતમાં તેની આગેવાની સ્વીકાર. કોઈ ક્લબ એવી નહોતી, જેને એ આગેવાન ન હોય. તથા એકે સિંગની મૈય એવી ન રમાય, જેમાં “રીફરી " કે અમ્પાયર” તરીકે તેને પસંદ કરવામાં આવ્યો ન હોય. જુદી જુદી ઊંચી ક્લબનાં બંધારણ તે જ ઘડતો. તેણે પોતે કેટલાંય એવાં આનંદપ્રમોદનાં શિષ્ટ ગણાતાં સ્થાને સ્થાપ્યાં હતાં. જેમ કે, લેડી ગીની” નામની કલબઃ તેમાં જુવાન ઉમરા ટોળે મળતા; ત્યાં માત્ર જુગાર જ રમાત, - પરંતુ નાનામાં નાની હોડ પચાસ ગીનીની થપીથી જ બકાતી, અને એકસાથે વીસ હજાર ગીનીઓ ટેબલ ઉપર મંડાતી. દરેક ખેલાડીની પાસે એક નાનું ગોળ ટેબલ મુકાતું, તેના ઉપર ચાને યાલ હોત અને સોનેરી રંગકામવાળું લાકડાનું ટૅબલર - જેમાં ગીનીઓની થપ્પીઓ રહેતી. તે પિતે જોકે દેખાવડો હતો છતાં “અગ્લી કલબ' કદરૂપાઓની લબ)ને સભ્ય હતો. એ ક્લબ વિશ્વના કદરૂપાપણાને સમર્પિત થયેલી હતી. તેના સભ્યો સુંદર સ્ત્રીના પક્ષમાં નહિ પણ કદરૂપા Page #113 -------------------------------------------------------------------------- ________________ હચેસ જેસિયાના પુરુષના પક્ષકાર હતા. તે લબનું મકાન જગતના મશહૂર કદરૂપાઓની તસવીરોથી અલંકૃત હતું. વરૂપવતી મૅડમ વિસર્ટને જ્યારે શીતળા નીકળ્યા, ત્યારે “અગ્લી કલબે તેના માનમાં ટેસ્ટ લીધો હતો. જુવાન ઉમરાવજાદાઓના આનંદપ્રમોદના પ્રકારોય અનેક હતા. “શી- રેસ કલબમાં શેરીમાંથી પસાર થતી મધ્યમ વર્ગની ઘરડી નહિ તેમ જ કદરૂપી નહિ એવી સ્ત્રીને પકડી લાવવામાં આવતી અને તેના પગ ઊંચા પકડી, તેને હાથ ઉપર ચલાવવામાં આવતી, જેથી તેને કમરનો બધો પોશાક પગ ઉપરથી ઊતરી માથા ઉપર આવી જાય. તે સ્ત્રી ન માને તો તેને ફટકારવામાં આવતી; અને તે આમ માર ખાય, તે એ તેને જ વાંક વળી ! “હીટ-લાઇનિંગ' કલબમાં હબસીઓ અને ગોરી સ્ત્રીઓને ભેગો નાચ થતો. હેલ-ફાયર” (નરકાગ્નિ) કલબમાં ભૂંડામાં ભૂંડું પાપકર્મ કરવાની હેડ બકાતી. “બેટિંગ કલબમાં તેઓ કોઈ મજબૂત મજૂરિયાને પકડી લાવતા, અને પિતાનું માથું તેના પેટમાં કે છાતીમાં મારવાની રમત રમતા. છાતીમાં ચાર વખત માથું મારવાના બદલામાં તેઓ તેને પોર્ટ૨ દારૂનું એક પાત્ર પાતા. તે આ વસ્તુ ન સ્વીકારે, તો તેને પરાણે સ્વીકારવી પડતી. એક વેશ ગામડિયે તે ત્રીજા ફેરાએ જ મરી ગયો. જરીએ તેના મરણનું કારણ, “વધારે પીવાથી હૃદય પહોળું થઈ જતાં મરણ” એમ જાહેર કર્યું , એક “ફન કલબ” પણ હતી. તેના સભ્યો ગમે તે ઘરમાં પેસી જાય, અને ત્યાંને કીમતી અરીસો તોડી નાખે, ઘરના કૂતરાને ઝેર ખવડાવે, બિલાડીને મધપૂડામાં ધુસાડી દે છે. જેમ્સ બીજાના રાજકાળમાં એક કરોડપતિ ઉમરાવે રાતે એક ઝુંપડીને આગ લગાડી. તે બદલ તેને ‘કિંગ ઓફ ફન” (ગંમતનો રાજા)ને ઈલકાબ મળ્યો. પેલી ઝૂંપડીમાંથી ગરીબ રહેવાસીઓ પહેરેલે કપડે ભાગ્યા. આ ફન કલબના જુવાન Page #114 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન ઉમરાવજાદાઓ રાતે લંડનમાં ફરવા નીકળે અને ઊંઘતા નાગરિકોનાં મકાનનાં શટર મિજાગરામાંથી ખેંચી કાઢે, પાઈપો તોડી નાખે, ટાંકીઓ કાણી કરે, પાટિયાં ઉતારી કાઢે, રસોડા પાછળના વાડાઓ ઉજડ કરી મૂકે, ફાનસ ઓલવી નાખે, ઘરના થાંભલા વહેરી નાખે, બારીઓની તખ્તીઓ તોડી નાખે છે. અલબત્ત આ બધું તે શહેરના ગરીબ લત્તાઓમાં જ કરે અને તેથી આ સામે કશી ફરિયાદ સંભવતી જ નહિ. ગરીબ લે આવું બધું કરે, તે જેલભેગા થાય; પણ તવંગર જુવાનિયાઓ આ બધું કરે, તે તે તે એક “રમત'માં ગણું કઢાય. આ બધીમાં સૌથી જાણીતી કલબ “મેહક ક્લબ' હતી. તેનો અધ્યક્ષ મહાન “મહાક' કહેવાતા–અથવા રેડ ઇન્ડિયન રાજા. આ ક્લબને હેતુ નુકસાન ખાતર નુકસાન કરવાને હતો; અને એ હેતુ પાર પાડવા કોઈ પણ ઉપાય “શુભ” ગણતા. આ કલબના સભ્યની ફરજ, “કઈ પણ ભેગે, કેઈ પણ સમયે, કોઈને પણ કોઈ પણ રીતે હાનિ’ પહોંચાડવાની હતી. આ કલબના સભ્યો એ બાબતમાં ખાસ કુશળતા દાખવી બતાવવી પડતી. એક જણ ડેસિંગ-માસ્ટર’ને ઇલકાબ પામ્યો હતો. તે ખેડૂતોના પગમાં તલવાર ખોસી તેમને નચાવતા. બીજા કેટલાક ભેગા મળી એક ચીંથરેહાલ કંગલાને પકડી લાવતા; પછી તેની આસપાસ ગોળ કુંડાળું વળી ઊભા રહેતા. પેલા કંગલાને તાકીદ અપાતી કે તેણે કોઈ સથ્રહસ્થ તરફ પીઠ નહિ કરવી. તે બિચારે કોઈ પણ સ્થિતિમાં ઊભે રહે, પણ કોઈ ને કોઈની તરફ તેની પીઠ આવે જ; એટલે પછી પીઠ કરવા બદલ એ સદ્દગૃહસ્થ તેની પીઠમાં તલવાર ભોંકી તેને સજા કરે. પેલે બિચારો તરત બીજી બાજુ પીઠ કરે તે તે બાજુનો સંગ્રહસ્થ તરવાર ખોસી તેને ચેતવે. આમ ગોળ ફરતાં ફરતાં તે લોહી લુહાણ લઈ જાય ત્યારે તે સદગૃહસ્થના નેકરે તેને દંડાથી ફટકારી છેવટને પાઠ શીખવે. બીજા સભ્યો રસ્તે જતા કોઈ પણ રાહદારીનું એક ઘુમ્માએ નાક ચપટું કરવાની Page #115 -------------------------------------------------------------------------- ________________ ડચેસ જેસિયાના શરત બકે; ત્યારે બીજે તેની આંખમાં અંગૂઠા ડાબી તેના ડોળા બહાર કાઢી નાખવાની શરત બકે ! લંડનના તવંગર એશઆરામ અઢારમી સદીની શરૂઆતમાં આ રીતે આનંદપ્રમોદ કરતા. લોર્ડ ડેવિડ આ બધી મજાઓમાં પોતાનું અને ખાપણું દાખવતે. શી– રોસ” ક્લબમાં તેણે બે સ્ત્રીઓને હાથ ઉપર ચલાવી હતી. પણ તેમાંની એક અપરિણીત હતી; તેને પૂરી દહેજની રકમ આપીને તેણે પછી પરણાવી આપી હતી. બીજી જે પરિણીત હતી, તેના પતિને તેણે પાદરી નિમાબે હતો. મરઘાઓની સાઠમારી તે વખતમાં બહુ ચાલતી. લોર્ડ ડેવિડ પિલા બે મરઘામાંથી એકનાં બધાં પીછાં કાતરી કાઢતો - કારણ કે મરઘાઓ એકબીજાનાં પીછાં પકડીને લડે છે. પછી બીજા મરવાનાં પીછાંના ફાલતુ વાળ કાપી કાઢી, નર્યા અણદાર ભાલેડાં તે રહેવા દેતો. પછી તેના નખ ચપુથી છેલી વધુ અણીદાર બનાવતો, અને તેની પાછલી એડી ઉપર તે પોલાદની અણીદાર એડી ચડાવતો. આમ ગરુડને મરઘડું બનાવવાની અને મરઘડાને ગરુડ જેવું બનાવવાની તેની કુશળતા ખાસ વખણાતી. પણ લોર્ડ ડેવિડ ડિરી-મેઈર શેરીઓમાં રમતા ખેલોને પણ એટલે જ શોખીન હતો. ભાંડવિયાના ખેલ, નાના ખેલ, એમ ખુલ્લા મેદાનમાં થતા બધા ખેલ ટોળા વચ્ચે ઊભા રહી જવાનો તેને શેખ હતો. તે માટે તે ખાસ વેશપલટો કરીને નીકળતો. એ બધાં સ્થાનમાં તે ટોમ-જિમ-જેક નામથી મશદૂર હતો. ધીમે ધીમે તે સ્થાનમાં એવા ખેલોમાં તેની હાજરી ખાસ આવશ્યક બની ગઈ હતી. કારણ કે, તે જે ખેલમાં હાજર હોય, તે ખેલમાં લેકને ખાસ આનંદ આવે તથા વ્યવસ્થા પણ જળવાઈ રહે. લેડી જૈસિયાનાને લેડ ડેવિડની આ બાજુ ખાસ પસંદ હતી. Page #116 -------------------------------------------------------------------------- ________________ રાણી એન આ દંપતીને માથે બંનેને ટપે તેવી ઇંગ્લંડની રાણી ઐન હતી. તદ્દન સામાન્ય સ્ત્રી આનંદી, દયાભાવી, ગૌરવભરી. પણ એને કોઈ ગુણ સદ્ગુણ-કક્ષાએ પહોંચતો ન હતો અને એની એકે અપૂર્ણતા દુર્ગુણ કક્ષાએ પહોંચતી ન હતી. એને બાંધે સુદઢ હતો, પણ વિશાળ; તેનામાં બુદ્ધિ હતી, પણ સ્થૂળ; અને તેની દયાળુતાને પણ મૂર્ખાઈભરી જ કહી શકાય. તે જક્કી અને નિર્બળ બંને હતી. પત્ની તરીકે તે બેવફા તેમ જ પતિવ્રતા હતી. તેને પ્રેમીઓ હતા જેઓને તે હૃદય અર્પતી; પણ પથારી તે પતિ માટે જ સાચવી જાણતી. તેના આખા શરીરમાં ગળાનો ભાગ જ સુંદર હતો. બાકીને એક ભાગ સુઘડ નહોતો. તે ફૂટડી દેખાવાને પ્રયત્ન કરતી, પણ અણઘડ રીતે. તેનું કપાળ સાંકડું, હોઠ વિલાસી અને લાંબા, ગાલ ભરાવદાર તથા તેની આંખે બહાર પડતી અને ટૂંકી દષ્ટિવાળી. અવારનવાર તે આનંદમાં આવી જાય, જોકે તેને આનંદ પણ તેના ગુસ્સા જે ભારેખમ જ હોય; તે સિવાય તે આખો વખત મેઢે ચડાવી ઘૂરકતી બેઠી હોય. તેનામાં સારી ભલી સ્ત્રી, અને દેશભરી ડાકણ - બંનેનું મિશ્રણ હતું. અણધારી ઘટનાઓ જ તેને ગમતી. તે ખૂબ દારૂ પીતી. તેને પતિ પગથી માથા સુધી નર્યો ડેન્માર્કને વતની હતો. ગુસ્સામાં આવી જાય ત્યારે રાણી એન ભાંગફેડ આદરતી. રાજકારભારમાં પણ બધી બાબતો તે જમીન ઉપર પછાડીને જાણે ફોડી Page #117 -------------------------------------------------------------------------- ________________ રાણુ ઍન નાખતી. તેની સમગ્ર રાજનીતિ તરડ પડી ગયેલી જ હતી. નાનાં કારણેથી મોટો ઉલ્કાપાત સર્જવાની તેને ટેવ હતી. મજાક-મશ્કરી તેને ગમતાં, પણ તે બીજાને ચીડવે તેવાં અને ચીડભર્યા હોવાં જોઈ એ! તેને સ્વભાવ ભલો એટલા પૂરતો હતો કે તે કેઈ ને મરણિયો બનવાની હદે પહોંચવા દેતી નહિ; છતાં મૂંઝવણમાં દરેકને નાખતી. તેના રાજ્યમાં બે ન્યાયાધીશોની પરવાનગી વિના કોઈ પણ સભા ભરી શકાય નહિ. બાર માણસે ઉજાણ કરવા અને દારૂ પીવા ભેગા થાય તેપણ તે મહાઅપરાધ ગણાય. બીજી રીતે હળવા ગણાતા રાણું એનના રાજ્યકાળમાં, નૌકાસૈન્યની ભરતી બહુ કઠોરતાથી કરાતી. આયર્લેન્ડ માટે કઠોરમાં કઠોર કાયદા રાણી એનના વખતમાં જ કાઢવામાં આવ્યા હતા. એન ૧૬૬૪માં જન્મી હતીઃ લંડનની મહા-આગથી બે વર્ષ પૂર્વે. જ્યોતિષીઓએ ભાખ્યું હતું કે, અગ્નિની મોટી બહેન હોવાથી તે જરૂર રાણી બનશે. અને તે પ્રમાણે બની જ H જ્યોતિષીઓએ ભાખેલ ભવિષ્યને કારણે તથા 16 ૮૮ની ક્રાતિને કારણે. રાણુ ઍન રાજા વિલિયમની પરંપરાને જ અનુસરતી. કાન્તિથી જન્મેલી એ રાજ્યસત્તા હેઠળ ટાવર ઓફ લંડનનું કેદખાનું - જેમાં ભાષણિયાઓને પૂરવામાં આવતા, અને માંચડો - જેમાં લેખકેને જડી દેવામાં આવતા, એ બે વાનાં વચ્ચે જેટલી સ્વતંત્રતા બાકી રહે, તે બધી ઇંગ્લેંડના લેકને હતી. છતાં રાણુ ઍન અંતરથી કુમળી હતી. માત્ર ગુસ્સાની આગ જ તેને રૂપપલટ કરી નાખતી. ખાંડને પણ ગરમ કરો તો તે ખદબદવા માંડે. બાકી, તે લેકપ્રિય હતી. ઇંગ્લેંડને હંમેશાં સ્ત્રીરાજવીઓ વધુ. પ્રિય છે. શાથી? ફાંસ દેશને તેવા રાજવીઓ નથી ગમતા તેથી. અંગ્રેજ Page #118 -------------------------------------------------------------------------- ________________ 94 લાફિંગ મેન ઇતિહાસકારો કહે છે કે, રાણી એલિઝાબેથ એટલે ભવ્યતા, અને રાણી એન એટલે ભલાઈ. જેથી તેમની મરજી. આપણે તેમના ચિત્રને ભૂંસવું નથી. કારણ કે ઇસેસથી ભગવાયેલી એલિઝાબેથ તેમને મન કુંવારિકા જ છે; અને બેલિંગબુકથી અટવાયેલી રાણી એના પતિવ્રતા છે. પ્રજાઓને કેટલીક વાર પિતે જે કંઈ કરે તેને યશ રાજાને અર્પવાની કુટેવ હોય છે. તેઓ લડે; પણ યશ કોને મળે ? રાજને. તેઓ પૈસા ભરે; પણ વૈભવશાળી કોણ ગણાય ? રાજા. અને લેકે રાજાને તવંગર દેખી મલકાય છે. રાજા ગરીબો પાસેથી ક્રાઉન સિક્કા (6) પેન્સને) લે,અને પા પેન્સ તેમને પાછો આપે, તો તે ઉદાર કહેવાય છે ! રાક્ષસના ખભા ઉપર બેઠેલે વામણો કહે કે, હું રાક્ષસ કરતાં પણ ઊંચો છું. જોકે બલિહારી એ વાતની છે કે, રાક્ષસ તેને પિતાના ખભા ઉપર બેસવા દે છે અને પાછા કેવળ મૂર્ખતાથી તેના ઊંચાપણને વખાણે છે ! પ્રા એ ઘોડો છે; અને રાજા એ ઘોડેસવાર છે. શરૂઆતમાં એ ઘોડો ગધેડા જેવો ભારવાહક હોય છે. પણ અંતે તે સિંહ બની રહે છે, ત્યારે તે ઘડેસવારને જમીન ઉપર પટકે છે : ૧૬૪રનું ઇંગ્લેંડ, અને ૭૮૯નું ફાંસ. કોઈ વાર સિંહ-ઘેડે રાજાને ખાઈ જાય છેઃ ૧૬૪૯નું ઇંગ્લંડ; ૧૭૯૩નું ફાંસ ! આ પણ એ સિંહ-ધેડો ફરી પાછો ગધેડો બની રહે છે, એ પણ હકીકત છે. ઈંગ્લેંડની બાબતમાં તો એ સાચું જ છે. રાષ્ટ્ર અન, હમણાં જ કહ્યું તેમ લોકપ્રિય હતી. તેણે લોકપ્રિય થવા શું કર્યું હતું ? કશું જ નહિ ! ઈંગ્લેંડના રાજા પાસે ઇ વસ્તુની જ અપેક્ષા રાખવામાં આવે છે, અને કશું ન કરવા બદલ તેને વર્ષે ત્રણ કરોડ ફાંક ચાવી ખાવા બક્ષવામાં આવે છે. એલિઝાબેથના વખતમાં ઈંગ્લેંડ પાસે તેર લશ્કરી જહાજ હતાં; જેમ્સ-૧ હેઠળ છત્રીસ, અને ૧૭૦૫માં દોઢસો. ઇંગ્લેન્ડે ઈસ્ટ ઇન્ડિઝ Page #119 -------------------------------------------------------------------------- ________________ રાણી અને તરફ એક કાફલો રવાના કર્યો હતો અને એક કાફલો સ્પેનના કિનારા તરફ; છતાં બીજા ચારસો સઢ કઈ કટોકટી માટે તેની પાસે અનામત હતા. આખા રાજ્યમાં વિજયસ્મારક ઊભાં થતાં હતાં, કળા વિકસતી હતી, વિજય મળતા જતા હતા, નૌકાસ ના કપ્તાને તથા સાક્ષરો મોટા પ્રમાણમાં નીકળી આવ્યા હતા; ચિત્રશાળાઓ ઉત્તમ ચિત્રોથી ઊભરાતી હતી; તથા રાજદરબાર ભવ્યતા અને વૈભવથી. બસ, પછી, ગેડ સેવ ધી ક્વીન”!– રાણુને જય ! બીજું શું ? રાણું એનને ડચેસ જેસિયાના તરફ બે કારણે અણગમો હતોઃ પહેલું તો એ કે, ડચેસ જેસિયાના સુંદર હતી. અને બીજું, ડચેસ જેસિયાનાને અંદરાયેલે પતિ દેખાવડો હતો. સામાન્ય સ્ત્રીને અદેખાઈ કરવા બે કારણો પૂરતાં કહેવાય; રાણીને તે એક જ કારણ બસ થાય. આપણે ત્રીજું પણ ઉમેરીએઃ તે એની બહેન થતી હતી ! રાણી એન સુંદર નહોતી; તેથી તે એમ માનતી કે સ્ત્રીએ બહુ સુંદર હોવું સારું નહિઃ નીતિમત્તા જાળવવામાં તે વિદ્યરૂપ બને. તે પોતે કદરૂપી હતી, જેને આપ-પસંદગીથી નહિ. અને કદરૂપી રાણીને સુંદર બહેન કદી માફક ન આવે ! બીજું પણ એક કારણ હતું H જેસિયાનાને જન્મ ગેરકાયદેસર રીતે થયો હતો. તેની મા અનના બાપની પરણેતર ન હતી. પણ, રાણી એનના જન્મ બાબતમાં વાત આમ હતી : રાજા જેમ્સ-ર એન હાઈડ નામની સામાન્ય સ્ત્રીને પરણ્યા હતા. કાયદેસર રીતે, પણ ડયૂક ઑફ યોર્ક હતા ત્યારે. અને તેની પુત્રી હતી. ઍનમાં આ રીતે અર્ધ લેહી હલકી કોટીનું હતું. જાસિયાના પણ જેમ્સ બીજાની Page #120 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન પુત્રી હતી; જે કે તે લગ્ન બહારનું સંતાન હતી. પણ તે રાણની માના ગેરરાજવંશી૫ણાને પિતાની માના ગેરકાયદેસરપણાનાસામા પલ્લામાં મૂકતી અને બધું વલંસí થઈ રહ્યું એમ માનતી. જાણે જેસિયાનાને એમ જ કહેવાને હક મળી ગયું ન હોય કે, “મારી મા તમારી મા જેવી જ સારી હતી.” એટલે રાણી ઍન એમ જ માનતી કે, “આ જૈસિયાના ચીજ શું કરવા જન્મી હશે ? એના જન્મવાથી કોનું શું ભલું થયું ? " છતાં એન જેસિયાના પ્રત્યે હમેશ પ્રસન્નભાવે જેતી. કદાચ, જેસિયાના તેની બહેન ન થતી હોત તો તે તેને ચાહત પણ ખરી. 8. બાર્સિલફે બીજાં માણસો શું કરે છે, તે જાણતા રહેવું હંમેશાં ઉપયોગી તથા સાવધાનીભર્યું કહેવાય. જેસિયાનાએ લોર્ડ ડેવિડની તપાસ રાખવા પિતાના એક વિશ્વાસુ માણસને મૂક્યા હતા, તેનું નામ બાકિંલફે હતું. લોર્ડ ડેવિડે જસિયાના ઉપર દેખરેખ રાખવા ડહાપણભરી રીતે પિતાના એક ખાતરીબંધ માણસને મૂક્યો હતો, તેનું નામ બાકિંલકે હતું. રાણી એને પણ પિતાની બહેન ડચેસ જેસિયાનાની તથા પિતાના ભાવી બનેવી લોર્ડ ડેવિડની ચેષ્ટાઓ ઉપર દેખરેખ રાખવા પિતાને જેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો એવા એક માણસને મૂક્યો હતો, જેનું નામ બાકિંલફેડ હતું ! Page #121 -------------------------------------------------------------------------- ________________ બાલિ કે આમ બાર્કિલ ફેના કબજામાં ત્રણ ચાવીઓ હતી જેસિયાના, લોર્ડ ડેવિડ અને રાણી; અને એટલી ચાવીઓથી તો કોઈ પણ વાજિંત્રમાંથી મનમાન્યા સૂર કાઢી શકાય ! માત્ર જરાક આવડત જોઈ એ ! બાલિફે મૂળ ડયૂક ઑફ યૉર્કને જૂનો નોકર હતો. શ્વક ઍફ યૉર્ક જ્યારે રાજા જેસ-ર થયો, ત્યારે બાલિફોએ પિતાના ભણતરને અનુરૂપ પાદરી તરીકે સારું સ્થાન મેળવવા પ્રયત્ન કર્યો. પણ રાજાએ તેને મચક ન આપી. રાજાનું ઘરકારભારું બહારથી કશી ભભકવાળું ન કહેવાય; પણ જાત-પોષણ માટે ઠીક ઠીક અનુકૂળ નીવડે. છતાં બાકિંલફેને નેકરી ઉપરાંત સત્તા પણ જોઈતી હતી. કદાચ તે પણ તેના હાથમાં આવત; પણ તેટલામાં રાજા જેસ-બીજાનું પતન થયું અને રાજા વિલિયમ-૩ પાસે તેનું કંઈ નીપજે તેમ હતું નહિ એટલે બાકિંલફેડે ભૂખે મરતો થઈ ગયો. છતાં તે ધીરજ ખૂએ તે નહાતો. તેનામાં ઊધઈની ખંત હતી; એટલે તેણે નીચેથી પોતાને રસ્તે ઉપરની તરફ ખેતરવા માંડયા : જેમ્સ-બીજાના નામને અને પાછલી યાદદાસ્તોને ઉપગ કરી, તે ડચેસ જેસિયાના સુધી પહોંચી ગયે. જેસિયાનાને આ સાક્ષર ગમી ગયો; કારણ કે તે કંગાળ હાલતમાં હતો અને ભણેલે હતો. તેણે એને લૉર્ડ ડિરી-મોર સાથે ઓળખ કરાવી, તથા પોતાના ઘરમાં નેકરે ભેગો રાખ્યો. તે તેના પ્રત્યે માયાળુતાથી વર્તતી અને કોઈ કોઈ વાર તેની સાથે વાત કરતી. સિયાના તેને તુંકારથી જ બોલાવતી. તે જમાનામાં ખાનદાન બાનુઓમાં સાક્ષરને તુંકારથી બોલાવવાને શિરસ્તો હતો અને સાક્ષરો પણ તે વસ્તુ ખુશીથી મંજુર રાખતા. બાકિલોફેને તો જૈસિયાના પિતાને તુંકારથી બોલાવે એ પોતાની સફળતાની નિશાનીરૂપ લાગ્યું. તેણે એ નિકટતાને લાભ લેવાનું શરૂ કર્યું. જેસિયા નાના ખાનગી કમરાઓ સુધી તેણે જેવાઅવર Page #122 -------------------------------------------------------------------------- ________________ લાકિંગ મેન ઊભી કરી દીધી. તે કશી બાબતમાં જરાય આડખીલીરૂપ બનતો નહિ; અને ચેસની કઈ પણ વાત ભારે આદર અને રસથી સાંભળતો. એટલે, ડચેસ પોતાનું છેક નીચેનું કપડું પણ તેની હાજરીમાં બદલે એ સ્થિતિ આવી ગઈ. એક દિવસ બાકિંલફેએ જૈસિયાનાને કહ્યું, “આપ નામદાર મને સુખી થયેલું જોવા ઇરછો ખરાં ?" તારે શું જોઈએ છે?” એક નકરી.” તારે નેકરી જોઈએ છે? તું શા કામને છે, વળી ?" તેથી જ તો આપની કૃપાની યાચના હું કરું છું !" " તે જે કામને માટે તું નાલાયક છે, તેમાંનું કયું કામ તારે જોઈએ છે?” “સમુદ્રમાંથી તણાઈ આવતી શીશીઓના દાટા ખેલવાને અધિકાર.” જેસિયાના ખડખડાટ હસી પડી. “પણ એવી કઈ નોકરી હોય છે ખરી ?" હા, મિડમ. " " તારા આત્માના સેગંદ ખા; જોકે તારે આત્મા નામની ચીજ તો છે નહિ.” “હું સોગંદ ખાઉં છું.” " છતાં હું તારી વાત માનતી નથી.” " આભાર, મૅડમ.” તો તારે શાની કરી જોઈએ છે? ફરી બેલ જોઉં.” સમુદ્રમાંથી તણાઈ આવતી શીશીઓ ખોલવાની.” " એ કામમાં થાક લાગે તેવું કશું નથી, નહિ ? એટલે કે કશું કામ ન કરવાનું હોય તેવી નેકરી તારે જોઈએ છે, ખરું? તું એવી જગાને પૂરે લાયક છે.” Page #123 -------------------------------------------------------------------------- ________________ બાલિકે " જુઓ નામદાર, હું કશીક નોકરી માટે તો લાયક છું, એવું આપે કેવું શોધી કાઢયું ?' " જા, જા, તું તો ગમ્મત કરે છે; એવી નોકરી ખરેખર હોય ખરી ?" મેડમ, દરિયામાંથી ત્રણ પ્રકારની ચીજો મળી આવે છે: તળિયે પહોંચેલી, ઉપર તરતી, અને જેને દરિયો પિતે ધકેલી લાવી કિનારે ફેંકી દે છે તેવી. અનુક્રમે “લિગન', “ફલોસમ”, અને " જેમ.” પછી આગળ ?" " એ ત્રણે વસ્તુઓ લેડ હાઈ એડમિરલના તાબાની ગણાય.” " પછી ? " - " આમ, દરિયે ઇંગ્લેંડને હંમેશ ખંડણ ભરતો રહેતો હેઈ, એને માટે એક જુદું ખાતું ચલાવવું પડે છે. અર્થાત્ એ માટે નોકરીની જગા ઊભી કરવી પડે છે. એ ખાતાના જે ત્રણ ભાગ છે, - લિગન, ફલોસમ અને જેટસમ, તે દરેકને એક એક જુદો અફસર નિમાય છે.” પછી શું ?" * કઈ વહાણ દરિયે મુશ્કેલીમાં આવી પડે અને ડૂબવા લાગે. ત્યારે તે ક્યા અક્ષાંશ-રેખાંશે ડૂબે છે, કયા કારણે ડૂબે છે, જહાજ ઉપર શે શે સામાન છે, અને કયા કયા મુસાફરો છે, વગેરે માહિતી કિનારે મોકલવા બધું લખીને કપ્તાન એક શીશીમાં બીડી દે છે; અને પછી તે શીશીને દરિયામાં તરતી મૂકે છે. જે તે શીશી દરિયાને તળિયે પહોંચે, તે તે લિગન-અફસરના તાબાની બની જાય; જે તે તરતી રહે; તો તે ફલોસમ અફસરના તાબાની ગણાય; પણ જે તે મોજાં ઉપર ઘોડેસવારી કરી કિનારે આવી પહોંચે, તો તે જેમ અફસરના તાબાની ગણાય. હું જેમ અફસર બનવા ચાહુ છું.” " પણ બીજી બે પડતી મૂકી આ ત્રીજી નકરી તું શા કારણે પસંદ કરે છે ?" Page #124 -------------------------------------------------------------------------- ________________ હાફિંગ મેન " કારણ કે તે હમણાં ખાલી પડી છે.” પણ એ નોકરીમાં કામ શું કરવાનું ? એને ઉપયોગ શે ?" " જુઓ મેડમ, ૧૫૯૮માં કિનારે આવેલી એક ડામરપડેલી શીશી કઈ માછીમારના હાથમાં આવી. તે શીશી રાણી એલિઝાબેથ પાસે લાવવામાં આવી. તે શીશીમાંથી જે કાગળ નીકળે હતો, તેમાં એવી મતલબની માહિતી લખેલી હતી કે હેલેંડે બોલ્યાચાલ્યા વિના નવા એંગ્લા નામને એક અજાણ્યો મુલક ૧૫૯૬માં કબજે કર્યો હતો; તે મુલકમાં રીંછે માણસને ખાઈ જતાં હતાં, તે પ્રદેશમાં શિયાળો શી રીતે પસાર કરવો તેની માહિતી તે ટાપુ ઉપર બાંધેલા લાકડાના એક મકાનના ધુમાડિયામાં લટકાવેલી કોથળીમાં લખીને મૂકી રાખવામાં આવી હતી. જેટલા ડચ તેને કિનારે ઊતર્યા હતા, તેટલા બધા મરી ગયા હતા. રાણી એલિઝાબેથ તરત આ માહિતીનું મહત્ત્વ સમજી ગયાં. હોલંડને એક મુલક વધુ મળે એનો અર્થ એ કે, ઈંગ્લેંડને એક ઓછો થાય ! આવી અગત્યની માહિતી એ શીશીમાંથી મળ્યાથી, તે દિવસથી રાણીજીએ હુકમ કાઢવ્યો કે, દરિયાકિનારે તણાઈ આવતી આવી બધી શીશીઓ જેના હાથમાં આવે, તેણે ઍડમિરલને જ પહોંચાડવી; નહિ તો પ્રાણદંડની સજા. એડમિરલ તેથી એક અફસર નીમી રાખે છે, જે આવી શીશીઓ ઉઘાડી તેની માહિતી મેળવવાનું અને મેગ્ય સ્થળે પહોંચાડવાનું કામ કરે છે.” તે શું ઘણું શીશીઓ કિનારે તણાઈને આવ્યા કરે છે ?" બહુ ડી; પરંતુ તેથી કંઈ વિશેષ તફાવત પડતો નથી. એ નોકરી ચાલુ છે જ, અને ઍડમિરલ્ટીના મકાનમાં એ અફસરને રહેવાની ખાસ જગા આપવામાં આવે છે.” “અને કશું કામ ન કરવા માટેની આ જગા માટે પગાર શું આપવામાં આપવામાં આવે છે ?" “વષે સે ગીની.” Page #125 -------------------------------------------------------------------------- ________________ બિકિલો “અને તું એટલા ટુકડા માટે મને ત૮ી આપવા માગે છે?” એ ટુકડો મારા જેવાના પેટ માટે પૂરત છે મેડમ. આપ નામદારને માટે તો તે એક મિનિટ માટેનુંય ખર્ચ ન ગણાય; પણ તેના વડે મારા જેવા એક વરસ મજામાં કાઢી નાખે.” આ છેલ્લું વાક્ય જેસિયાનાને ખાસ ગમી ગયું. તેણે કહ્યું, “ઠીક ઠીક, તને એ નોકરી મળશે.” અને એક અઠવાડિયા બાદ જેસિયાનાની મરજી, અને લેડ ડેવિડ ડિરી-મોઈની લાગવગથી બાકિંલફેડ્રો તે જગા ઉપર નિમાઈ ગયો. એક વસ્તુ હંમેશાં બનતી ઉતાવળે કરી લેવી અને તે ઉપકાર કરનાર ઉપર સામે અપકાર કરવાની. બાકિંલકે ડ્રોએ એ બાબતમાં જરાય ઢીલ ન કરી. - જેસિયાના તરફથી આટલા બધા ઉપકાર પિતા ઉપર થયા, તેના બદલામાં, સ્વાભાવિક રીતે જ તેના ઉપર વેર લેવાને વિચાર તેના મનમાં જોરથી ઘુમાવા લાગ્યો. - જેસિયાના સુંદર, ઊંચી, જુવાન, તવંગર, સત્તાધીશ અને પ્રતિષ્ઠિત હતી; ત્યારે બાકિંલફે કદરૂપ, ટૂંકે, ઘરડે, ગરીબ, આશ્રિત અને અજ્ઞાત હતો. એ બધા માટે પણ તેણે વેર લેવું જ રહ્યું. બાકિંલફેની ફાંદ બહુ મોટી હતી. અને મોટી ફાંદ સામાન્ય રીતે ભલમનસાઈની નિશાની ગણાય છે. બાકિલફેડ્રોએ પોતાની તરફેણની એ વસ્તુને ઓઠા તરીકે વાપરવા માંડી. નવી નોકરી ને કારણે બાકિંલફેડ્રોને પોતાના હોદ્દાની રૂએ રાણું પાસે જવાનું દ્વાર ખુલ્લું થયું. તેને એટલું જ જોઈતું હતું. પોતાની ઉન્નતિ માટે ? ના. Page #126 -------------------------------------------------------------------------- ________________ 102 લાફિંગ મેન તે પછી બીજાની ઉન્નતિ તોડવા માટે! એ તે પિતાની ઉન્નતિ કરતાંય વધુ આનંદની વસ્તુ થઈ! બીજાને હાનિ પહોંચાડવી, તેના જેવું સુખ શામાં છે? બીજાના સુખની અદેખાઈ, એ પણ એક પ્રકારનું તવંગર પણું છે. ગરીબમાં ગરીબ દેખાતે માણસ પણ એ બાબતમાં ખૂબ માલદાર હોઈ શકે છે. બધી વાત છેવટે તમને સતિષ શાનાથી થાય છે, તે ઉપર આધાર રાખે છે. કોઈનું ભલું કરવું, એની પેઠે જ કેઈનું ભૂંડું કરવું, એ પણ ઓછું આનંદદાયક ન હોઈ શકે. અદેખાઈ જાસૂસી માટે સારું કારણ પૂરું પાડે છે. જો કે, જાસૂસ બીજા માટે જાસૂસી કરે છે - કૂતરાની પેઠે; ત્યારે અદેખો પિતાને માટે શિકાર કરે છે - બિલાડીની પિઠે. મોઢેથી તે હસતો, પેટમાં તે ઘાટ ઘડતો. ધીરજ, મિજાજ ઉપર કાબૂ , સંયમ, મળતાવડાપણું, નમ્રતા, વિનય એ બધા ગુણે બાકૅિલફે ડ્રોમાં હતા. પણ તે ગુણો બકિલફિઝાને અડકીને અવગુણો જ બની રહ્યા હતા. એ બધાને તે દૂરપગ કરવા માગતું હતું : પિતાનું વેર વાળવામાં! રાજદરબારમાં બે સ્થાન મેળવી શકાય ? વાદળમાં અને કાદવમાં. વાદળમાં સ્થાન મેળવનાર સિંહાસન અને રાજદંડને પ્રતાપ જ પામી શકે છે, ત્યારે કાદવમાં સ્થાન મેળવનાર ખાનગી કમર અને રાજતંત્રનાં કે સજાનાં બધાં સાધનોની મદદ મેળવી શકે છે. જેમ કે, રાજા લૂઈ અગિયારમા હેઠળ મહાપ્રતાપી બનવું હોય, તો તેના માર્શલ બને; પણ જે લાગવગદાર બનવું હોય, તો તેના હજામ બને. જે લૂઈ-પંદરમા હેઠળ જાણીતા બનવું હોય, તો તેના પ્રધાન બને; પણ અધષ્ય બનવું હોય, તો તેના હજૂરિયા બને. રાજાની ખરી સત્તા ભોગવવી હોય, તે નાના માણસ બનવું જોઈ એ ખરેખર મજબૂત બનવા માટે “નાચીજ” બની રહો. Page #127 -------------------------------------------------------------------------- ________________ બાલિકે 107 બાલિફે પણ તેથી સાપલિયું બની રહ્યા. જ્યાં જવું હોય હોય ત્યાં તે નીચે નમીને- પેટે ચાલીને જ પસી જતો. કારણ કે, પેટે સરકનારાં પ્રાણીઓ દરેક ઠેકાણે પસી શકે છે. રાજા લૂઈ-ચૌદમાની પથારીમાં માકણ પસી શકે; જેમ તેના રાજકારણમાં અતિ નમ્ર જેસ્યુઈટ. - જે પડદા પાછળ હોય તેના હાથમાં જ બધો દોરીસંચાર રહે છે. જેના હાથમાં રાજાને કાન છે, તેના હાથમાં આખો રાજા છે! તે પોતાના મનમાં જે ધારે તે કરી શકે. રાજનું મન એ તમારો સામાન ભરવાનું કબાટ જ હોય છે. રાજાના કાન હંમેશાં બીજાના હાથમાં જ રહે છે અને તેથી જ તે બાપડાઓ પોતે કરેલાં કન્ય માટે ખરેખર જવાબદાર હોતા નથી. તેઓ તો બીજા કોઈની આજ્ઞાનું જ પાલન કરતા હોય છે. કેની આજ્ઞાનું ? જે મચ્છર તેમના કાનમાં સતત ગણગણાટ કરી રહ્યા હોય છે તેની આજ્ઞાનું ! બહાર સંભળાતો મોટો અવાજ રાજાનો હોય છે, પણ તેના કાનમાં ગણગણાટ કરનારો ખરી રીતે તેના હાથે કૃત્યો કરાવતો હોય છે. જે માણસ રાજાના મુખના અવાજને દોરનાર આ નાના અવાજને ઓળખી શકે, તે જ સાચે ઇતિહાસકાર ગણાય. રાણી એનના કાનમાં પણ આવો ગણગણાટ ભરનારા ઘણા મચ્છરો હતા. બકિંલકેડ઼ા તેમાંના એક હતો. રાણી અન ઉપરાંત તે લેડી જેસિયાના અને લોર્ડ ડેવિડના કાનને પણ કબજો ધરાવતો હતો. રાણી અનને એક વખત બાકિલ ને ચટકે લાગ્યો, પછી તેને બીજે કઈ ખુશામતિયો ગમતો જ નહિ. બાકિંલફેડ્રો રાણું એનની ખુશામત કરતો - બીજાની નિંદા કરીને. રાજવી મૂર્ખ હોય, તો વિદ્વાનની ઠેકડી કરવી એ જ તેની ભારે માં ભારે ખુશામત થાય. - રાણી અને આ સ્વભાવ એક વખત બાકિલકે જાણી ગયે, એટલે તે ચારે બાજુ લેકેની એ શોધવા લાગી ગયો. રાજવીને જે હસાવી શકે, તે બીજા સૌને કંપાવી મૂકે. સૌ કોઈ હવે Page #128 -------------------------------------------------------------------------- ________________ લાકિંગ મેન બાકિલોથી બીવા લાગ્યું. પરિણામે સૌ કોઈ તેની પાસે આવી એકબીજાની એબો ખુલ્લી કરી જવા લાગ્યું ! થડા વખતમાં બાકિંલફે આખા રાજદરબારના યંત્રનાં ચક્રને ગતિ આપનાર મેટર બની ગયે. જેસિયાના બાકિલફેની જાસૂસ તરીકેની શક્તિને ખાસ ઉપયોગ કરતી. એને તેના ઉપર એટલો બધો વિશ્વાસ બેસી ગયો હતું કે, તેણે તેને પોતાના કમરાની ગુપ્ત ચાવી આપી રાખી હતી, જે વડે તે દિવસના કે રાતના કોઈ પણ સમયે તેની પાસે પહોંચી શકે. સત્તરમા સૈકામાં પોતાનું ખાનગી જીવન અંગત માણસો સમક્ષ વધારે પડતું ખુલ્લું મૂકવાની ફેશન હતી. જેસિયાનાએ એક ચાવી લાડ ડવિડને આપી હતી, અને બીજી આ બાલિફેડ્રોને. રાજવીઓને પોતાની આસપાસનાં માણસો કઈ બાબતમાં મોટાઈ દાખવે એ ગમતું નથી હોતું. તેથી દરેક જણની કોઈ ને કોઈ ગુપ્ત હલકટતા જાણવાનું તેમને ગમે છે. બાકલફે ડ્રો બધા ઉમરાવો અને રાજવંશીઓની એ જાણી લાવી રાણું અનને સંભળાવ્યા કરતો; જેથી રાણી એન પોતાને તેટલા પ્રમાણમાં સી કરતાં સારી માની શકે ! જાસિયાનાએ બાકિંલકે ડેને આપેલી ગુપ્ત ચાવી લંડનના તેના હંટરવિલ હાઉસમાં પણ લાગુ પડતી, ઉપરાંત વિન્ડસર મુકામે આવેલા “કેલિયો લોજ માં પણ લાગુ પડતી. રાણી અનના વિન્ડસર કેસલ” મહેલની નજીક જ તે મકાન આવેલું હતું. બકિલફેડ્રા શરૂઆતમાં પાદરી થવા માગતો હતે, એ આપણે નંધી આવ્યા છીએ. તે વખતે તેણે બધી બાબતોની થેડી ડી જાણકારી મેળવી હતી. એવા અપૂરતા જ્ઞાનને સરવાળે શૂન્ય થાય છે. ભણેલા કહેવાતા લોકોની આખી જાતનું કમનસીબ જ એ વંધ્યતામાં રહેલું હોય છે. બાકિંલફેડ્રાએ પણ માથામાં જે કંઈ ભર્યું હતું, તેના પરિણામે તે ખાલી જ રહ્યું હતું. Page #129 -------------------------------------------------------------------------- ________________ બાકિંલકે 105 કુદરતની પેઠે જ મન પણ ખાલી જગા રહેવા દેતું નથી. કુદરત ખાલી જગામાં પ્રેમ પણ ભરવા ચાહે; પરંતુ મન ઘણી વાર ઠેષ જ ભરી કાઢે છે. ઠેષ પણ જગા રોકે છે. દેશને ખાતર ઠેષ, એવી વસ્તુ અસ્તિત્વ ધરાવે છે. જેમ કુદરતમાં “કળાને ખાતર કળા” અસ્તિત્વ ધરાવે છે; અને આપણે માનીએ છીએ તે કરતાં વધુ પ્રમાણમાં. દેશને ખાતર જ દંષ, એ વસ્તુ શકય હોવા છતાં છેવટે કોઈની ઉપર તે વળવો જોઈએ- ઢળવો જોઈએ. રીંછ પોતાના પંજા ચાટીને જીવે છે, પણ કાયમ નહિ. અવારનવાર એ પંજો કઈ પ્રાણુ ઉપર વાપરવો જ જોઈએ. તેમ માત્ર 4ષ કર્યા કરે એ વસ્તુ મીઠી તે છે; પણ તે થોડા સમય માટે. પછી તે દેવ ઠાલવવાનું કોઈ પાત્ર મેળવવું જ રહ્યું. આખા વિશ્વ ઉપર ઠેષ ઠાલવવા જાઓ, તો તે જલદી ખૂટી જાય. કેઈ લક્ષય વિના નિશાન તાકવું, એને પણ શો અર્થ ? કેઈનું હૃદય વધવાનું હોય, તે જ નિશાન તાકવાની રમતથી મજા મળે. પહેલા જ દિવસથી બકિલોએ જેસિયાનાને પિતાના દેષનું લક્ષ્ય બનાવી હતી. જૈસિયાનાના હૃદયને વીધી શકાય તેમ ન હતું; કારણકે તેને હૃદય છે કે નહિ અથવા તે કક્યાં છે, એ નક્કી કરી શકાય તેમ ન હતું. પણ તેનામાં ભર્યું હતું. અભિમાન; ઘમંડ ! તે જગ્યાએ જ તે મજબૂત હતી તેમ જ નબળી પણ હતી. બાકિલફેડ્રોને એ વાતની ખબર હતી. માણસના અંતરનું ઊંડાણ અનંત છે. એ ઊંડાણમાંથી જે વસ્તુ ભભૂકે છે, તે પણ અનંત હોય છે. એટલે અંતરના ઊંડાણમાંથી આવતો ઠેષ પણ અનંત હોય છે. સિયાના ઉપર ઘા કરતાં પહેલાં જ બાકિંલફેને પોતાના તે કર ઘાને સ્વાદ પણ આવવા લાગ્યો હતો. તે ઘા ક્યારે કરશે, કેવી Page #130 -------------------------------------------------------------------------- ________________ 106 લાફિંગ મેન રીતે કરશે એ તે પોતે જ જાણતો નહોતો; પણ પોતે તે ઘા કરશે - જેસિયાનાને કરશે, એટલા નિશ્ચયમાત્રથી જ બાલિફેદ્રાને આનંદ આનંદ વર્તાઈ રહ્યા હતા. જૈસિયાનાને વિનાશ કરી શકાય, તે તેના જેવી સફળતા તે એકેય ન કહેવાય. બાકિંલફેડ્રાને એ વાતની આશા ન હતી. પણ તેને નામોશીમાં નાખવી, તેને હલકી પાડવી, તેની કાતિલ સુંદર અને ગુસ્સાના આંસુથી લાલ કરી નાખવી, એ પણ જેવી તેવી સફળતા ન કહેવાય. બાકિંલફેડ્રોનું લક્ષ્ય એ જ હતું. જૉસિયાનાને તરફડતી મેજ ઉપર નાખી, તેને જીવતી ચીરવી; અને તે ચીસો પાડતી હોય તે વખતે તેના ટુકડા કરવા - એ દશ્ય બાર્કિલફેડ્રોની આંખ આગળથી ખસતું જ નહિ. એ સુંદર પ્રતાપી સ્ત્રીનું શરીર તેને માટે જેટલા પ્રમાણમાં અલભ્ય હતું, તેટલા જ , પ્રમાણમાં તેને નષ્ટ-ભ્રષ્ટ-બરબાદ થયેલું તે જોવા ઈચ્છતો હતો એમ કરવા જતાં તેના પિતાના હાથમાં છરીના ઘેડા કાપા બેસી જાય તેને તેને વાંધો ન હતો. જૈસિયાનાના શરીરના અણુ અણુને બાકિંલકે ધિક્કાર હતા. માંસને એ થેલે હજુ કોઈને તાબે થયો ન હતો; પણ તેથી શું ? માત્ર તકને અભાવ ! બદમાશ રાજાની ગેરકાયદે પુત્રી, માત્ર નસીબના જોરે જ ડચેસ થઈ બેઠી હતી; અને અત્યારે મહાદેવી જેવી સત્તા ભોગવે છે અને સન્માન મેળવે છે; પણ જે તે ગરીબ જન્મી હત, તે શું થાત ? બે કાવડિયાં માટે શરીર વેચતી વેશ્યા જ હોત ને! - એનામાં તેના સુંદર શરીર સિવાય વિશેષ શું બન્યું છે ? અક્કલ તો છે નહિ; છતાં માત્ર તવંગરપણાને લીધે જ બાલિકે ડ્રો જેવા બુદ્ધિશાળી - શક્તિશાળી માણસને તે તુચ્છકારે છે, તુચ્છકારી શકે છે. અલબત્ત, પોતે ભૂખે મરતો હતો, ત્યારે તેણે તેને આશરો આપ્યો. Page #131 -------------------------------------------------------------------------- ________________ 107 બાકિંલકેડે હતા. પણ તે આશરે કેવો ? તદ્દન તુચ્છ. અને એ આશરે આપવા બદલ તેને શે ઘસરકે પડયો હતો કે પરિશ્રમ પડ્યો હતો ? એના પ્યાલાના મોંઘા સેરવાના એક ચમચી જેટલું પણ નહિ ! ઊલટું તેના જેવા વિદ્વાન માણસને આશરો આપવા બદલ તેના માથાને ઘમંડ જ વધ્યો હતે ! એટલી અમથી કપા દાખવવા બદલ બાલિકે એ તેના તરફ કૃતજ્ઞતાનો ભાવ શા માટે રાખવો જોઈએ ? કોઈ ખૂધિયો પિતાને જન્મ આપનારી મા તરફ શો સારો ભાવ રાખી શકે ? આ બધા તવંગર માણસો - સમૃદ્ધિમાં આળોટતાં માણસો - પોતાની કશી શક્તિથી કે આવડતથી નહિ, માત્ર અમુક જગાએ જન્મવાના અણધાર્યા અકસ્માતથી જ મોટા થઈ બેઠા હોય છે. તેમના ઘમંડને તોડી, તેમને ધૂળ ચાટતા કરવા અને તેમને તેમનું સાચું મૂલ્ય બતાવવું, એ તેમના ઉપર ઉપકાર કરવા જેવું નથી શું ? - કોઈને તમારા ઉપર કૃપા ન કરવા દેશો; તેઓ તેનો ગેરલાભ જ ઉઠાવશે. ભૂખે મરવા પડો, ત્યારે પણ તેમની નજરે ન પડશે; તેઓ તમને ભૂખમરામાંથી બચાવી લઈ દયાભાવ દાખવવા જશે. તેની પાસે રેટી ન હતી એટલે જ આ સ્ત્રીને તેના જેવા માણસને કંઈક ખાવાનું આપવાનું બહાનું મળી ગયું ને ? ભૂખ પેટને જરા વધુ. કરડે તે શું બગડી જવાનું હતું ? પણ તેટલા માટે આ નાલાયક બાઈને તેના ઉપર જાણે જીવનભરને અધિકાર મળી ગયો એ ઓછી પંચાતની વસ્તુ છે ? તમારે હાથ ધરવાનો વખત આવ્યો કે આ ભાગ્યશાળી બેવકૂફે તેમાં એક ફદિયું મૂકી દેવાના જ; અને તમારી લાચારીને લાભ લઈ તમને પિતાના ગુલામ બનાવી દેવાના. અને એ પણ હીન કેટીના ગુલામ, કારણ કે વગર મહેનતે મળેલી વસ્તુ તરફ તમને કદી સભાવ ઊભો ન થાય - તુચ્છકાર જ ઊભો થાય! કોઈએ આપણું જીવન પતે જોખમમાં ઊતરીને બચાવ્યું હોય, તે જુદી વાત છે. તેવો માણસ કદી આપણા ઉપર કરેલા Page #132 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન ઉપકારને ગેરલાભ લેવા ન ઈચ્છે ! આવી અમથી માત્ર ઘૂંકવા જેવી કૃપા કરનાર એ તવંગર બેવકૂફને તમારે જીવનભર એશિયાળા રહેવું, અને તેને સુંદર, ઉદાર, ભાગ્યશાળી કહીને વખાણ્યા કરવી–છટ્ર, આપણી માણસાઈની આટલી જ કિંમત ? અરે એ ભૂંડણને એક ભાળિયું જન્મે તે પણ તમારે કવિતાઓ લખી લખીને ઓવારી નાખવાની ! તમારામાં કવિત્વશક્તિ હોય, તે તેમના પગની ધૂળ ચાટત્યા કરવા માટે જ જાણે ન હોય! તેઓ તમારે માટે શબ્દો પણ કેવા વાપરે છે ? “કોણ જાણે કેણ છે ?" હું તેને ઓળખતી પણ નથી.” “શું તે લહિયો છે? લેખક છે ? કોણ જાણે ? હું તે તેને ખવરાવું છું-પિવરાવું છું. આ બધી મરઘડીઓ ભેગી થાય ત્યારે અમો સાક્ષરો માટે આવું જ બોલવાની ! કઈ દહાડો અમારે માટે એક સારો શબ્દ તો નહિ જ વાપરવાની ! કઈ કઈ વાર તેઓ તમારી તરફ નજર નાખવાની કે એકાદ શબ્દ બોલવાની કે તમારી ખબર પૂછવાની કૃપા કરે, ત્યારે તમારા આખા જીવનને પ્રકાશ કે આનંદ તમારા મોં ઉપર લાવી તમારે તેમની સામે કૃતજ્ઞભાવે લળી પડવું જોઈએ ! બદલામાં તમારું નામ તેમને પૂરું યાદ રહ્યું છે એ દેખાવ પણ તેમણે નહિ કરવાને; હંમેશાં તમારા નામની જોડણું કે ઉચ્ચાર તેઓ ખેટાં જ કરવાનાં; અને પછી તમને જ હજારમી વાર તમારું સાચું નામ પૂછશે! જાણે આપણું નામ સીધું યાદ રાખે તો પણ તેમની મોટાઈમાં ઊણપ આવી જાય ! પિતાના ઉપર કરેલા ઉપકારને કારણે વેર લેવા તત્પર થયેલા માણસ જેવો ભયંકર માણસ બીજો કોઈ ન કહેવાય. બાકિંલફે એવો માણસ હતો. સામાન્ય રીતે, કરેલા ઉપકારને ભૂલી જવાનું સ્વરૂપ જ કૃતઘતા ધારણ કરે છે. પરંતુ બાકિલ માટે તે તે એક ભભૂકતી ભઠ્ઠી બની રહી હતી. તેમાં તેને આખી ને આખી Page #133 -------------------------------------------------------------------------- ________________ જેસિયાનાને બાળી નાખવી હતી. કોઈ પુરુષે કોઈ સ્ત્રીને કારણ વિના. આટલી ભયંકર રીતે ધિક્કારી નહિ હોય; જીવતાં અને ઊંઘતાં એ - સ્ત્રી તેને માટે કાયમને ઓથાર બની રહી હતી. –કદાચ તે એને પ્રેમ કરતો હતો. પ્રેમ જ પલટાઈને આવા કારમાં ઠેષનું રૂપ ધારણ કરી શકે ! બાર્કિલફેડ્રોએ હવે, રાણી એના પિતાની બહેન જૉસિયાના પ્રત્યે કેવો ભાવ રાખે છે, તે નક્કી કરવા પ્રયત્ન આદર્યો. રાણુ આમ તો પિતાના મનના ભાવ ગૂઢ રાખતી; પરંતુ કઈ કઈ વાર એવું બોલી નાખતી, કે જે મારફતે તેના ગુપ્ત ભાવ પ્રગટ થઈ જતા. બાલિફે એ તપાસ રાખવા માંડી. રાણું એનને તેના પતિ તરફથી પ્રશિયાની નવી રાણુ સાથે સગાઈ હતી. એ રાણીને પણ બરનેસ ડ્રિકા નામે પોતાના પિતાના ગેરકાયદે સંબંધથી જન્મેલી નાની બહેન હતી. એક વખતે બાલિકે હાજર હતો તે વખતે રાણી એને પ્રશિયાના એલચીને પેલી ફ્રિકા વિષે પ્રશ્નો પૂછવા માંડ્યા. " તે બહુ તવંગર છે, એમ સાંભળ્યું છે.” " ઘણાં ઘણાં તવંગર છે, " એલચીએ જવાબ આપ્યો. તેને ઘણા મહેલો છે.” " રાણજી કરતાં પણ વધુ ભવ્ય.” " તે કાને પરણવાની છે ?" એક ઘણું મોટા ઉમરાવ, કાઉન્ટ ગેમેંને.” તે કાઉન્ટ પણ દેખાવડા છે ?" અભુત.” પેલી જુવાન છે ?" " તદ્દન.” * " રાણી જેટલી જ સુંદર છે ?" Page #134 -------------------------------------------------------------------------- ________________ લાકિંગ મેન વધુ સુંદર,એલચીએ અવાજ ધીમો કરીને જવાબ આપે. “એ તે બેઅદબી કહેવાય,” બાલિફે ધીમેથી ગણગણ્ય રાણ ઘેડુંક ચૂપ રહી; પણ પછી બેલી. એ બધાં ગેરકાયદે જન્મેલાંઓથી તોબા !" રાણીએ વાપરેલા બહુવચનની બાકિલ ફેડએ નેધ લીધી. બીજે એક વખતે દેવળમાંથી નીકળતી વખતે, બાકિંલકે રાણીની પાછળ હતો. તે વખતે લેડ ડેવિડ ડિર-મોઈ બાનુઓ વચ્ચેથી પસાર થતા હતા. અચાનક બધી બાનુઓ બોલી ઊઠી, “કેવા સુંદર ! કેવા મનહર !" રાણી એન કેઈની સામે જોયા વિના માત્ર ગણગણી, “છટ !" બાકિલફે એ સાંભળી ગયે. હવે તેને નિશ્ચય થઈ ગયો કે, જૉસિયાનાને કાંઈ પણ કરીએ, તેથી રાણી નારાજ નહિ થાય. પણ તેના જેવી નાની કોટિને માણસ એવી પ્રતાપી બાઈને એકદમ શું કરી શકે ? ખરેખર કાંઈ જ નહિ. કલેજા મુંહક આતા હૈ એક વિગત અહીં નોંધી લઈએઃ જેસિયાનાને “ધૂમતી–પેટીને અધિકાર હતો. ઘૂમતી-પેટી એટલે શું ? બે વસ્તુઓથી માણસે મોટા બને H ઈગ્લેંડમાં ઘૂમતી-પેટી મળવાથી; અને ફાંસમાં “–ને માટે શબ્દથી. ફાંસમાં “--ને માટે” શબ્દનું મહત્ત્વ આ છેઃ રાજા જ્યારે મુસાફરીએ નીકળે ત્યારે જ્યાં પડાવ નાખે, ત્યાં રાજાને કારભારી સૌને માટે મુકામ નક્કી કરી આપતી વખતે જે રાજવંશી પ્રિન્સ Page #135 -------------------------------------------------------------------------- ________________ કલેજ મુંકે આતા હૈ હોય કે રાજાના ખાસ માનીતા હોય તેમના નામવાળા પાટિયા ઉપર " ...પ્રિન્સ...–ને માટે " એવું લખે; અને બાકીના બધા ઉમરાવો અને દરબારીઓ માટે પાટિયા ઉપર માત્ર તેમનું નામ જ લખે. ઈંગ્લેંડમાં જેને ઘૂમતી-પેટી મળે, એ રાજાનું ખાસ કૃપાપાત્ર કે નજીકનું–નિકટનું સંબંધી ગણાય. કારણ કે, બીજાં બધાને તો રાજા તરફને કઈ પણ પત્ર દૂત કે નોકર મારફત પહોંચાડાય, ત્યારે આવા ખાસ કૃપાપાત્રના ખાનગી કમરામાં એક ટોકરી સાથેની ઘૂમતી-પેટી મૂકવામાં આવી હોય; રાજા તરફનો પત્ર તો કઈ દૂત જ લાવે; પણ તે ટોકરી બજાવી પેલી મખમલજડિત પેટીની સોનાની તાસકમાં મૂકી, તેને ઘુમાવી દે. એમ એ વ્યક્તિ એ પત્ર સીધેસીધો રાજાજીના હાથમાંથી મળ્યો હોય તેમ લઈ શકે; કઈ નજરે દેખાતા નેકરના હાથમાંથી નહિ! એલિઝાબેથના વખતમાં લિસીસ્ટરને ઘૂમતી-પેટીનું બહુમાન મળ્યું હતું. જેમ્સ-પહેલાના વખતમાં બકિંગહામને; અને રાણું એનના વખતમાં જૈસિયાનાને. લેડી સિયાના મોસમ પ્રમાણે લંડનમાં કે ગ્રામપ્રદેશમાં પોતાને મુકામ ખસેડતી. તે રાજદરબારી ઠાઠમાં જ રહેતી હેઈ, પોતાને ખાસ દરબાર રાખતી. લૈર્ડ ડેવિડ તેના મુખ્ય દરબારી હતા. તે બંને વિવાહિત તો હતાં જ; એટલે નાટક વગેરેમાં સાથે બેસવાની છૂટ સહેજે ભોગવતાં. તે જમાનામાં સરસમાં સરસ બોસિંગ-મૅચ લેખેથ મુકામે આચબિશપ કેન્ટરબરીના મહેલના આંગણામાં થતી. એક વખત એવી મૅચ ગોઠવાઈ હતી. તે વખતે જેસિયાનાએ લાડ ડેવિડને પૂછ્યું, “સ્ત્રીઓને હાજર રહેવા દેવામાં આવે છે કે ? " મધ્યમ વર્ગની સ્ત્રીઓને નહિ,” લોર્ડ ડેવિડે જવાબ આપ્યો. અર્થાત ડચેસ તે ગમે ત્યાં પ્રવેશ પામી શકે. એટલે જૈસિયાનાએ એ મૅચ જોવા જવું જ રહ્યું ! Page #136 -------------------------------------------------------------------------- ________________ લાફિગ મેં પણ જેસિયાને પુરુષના પિશાકમાં જ ગઈ. તે જમાનામાં ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ મુસાફરી દરમ્યાન એવો પોશાક જ પહેરતી. લોર્ડ ડેવિડ સ્ત્રીને સાથે લઈ ગયા હોવાથી મેચમાં બીજે ભાગ ન લઈ શક્યા; તે સામાન્ય પ્રેક્ષક જ રહ્યા. એ બાસિંગ મેચના પ્રેસિડંટ લેડ જર્મોઈન હતા અને તે મેચ ઉપર ઘણું માનવંત ઉમરાવોએ ભારે ભારે હોડ બકી હતી. બેસિંગ કરનારા બે જણમાને એક આયરિશ હતો અને બીજે સ્કોચ હતો. આમ આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ એ બે દેશે. વચ્ચે જ મારામારીને સોદો હોઈ, હોડની રકમ જ ચાલીસ હજાર ગીનીથી ક્યાંય વધી ગઈ હતી. કોચની ઉંમર ભાગ્યે જ ઓગણીસ વર્ષની હતી; છતાં તેના કપાળ ઉપર મોટો ઘા હતો. આગલે મહિને તેણે એક હરીફની પાંસળી ભાંગી નાખી હતી અને તેના બંને ડોળા કાઢી નાખ્યા હતા. તે મૅચમાં તેને ટેકવનારા બાર હજાર પાઉંડ જીતી ગયા હતા. તેને હરીફ ચાલીસ વર્ષને વિશાળકાય માણસ હતો. તેને પંજો પડે, તે વહાણનું તૂતક તોડી નાખે; પણ તે કેવી રીતે મારવો તેની તેને ખાસ ફાવટ નહોતી. તેના વિશાળ શરીરને લીધે, તેના હરીફને તે એટલી વધુ સપાટી જ પૂરી પાડતે, જોકે તેવા મોટા શરીરમાં પડતા ઘા ઝટ તેને ગબડાવી ન પાડે. મેચ શરૂ થઈ અને પ્રથમ લેહી રેડાયું, એટલે સૌ ઉમરાવે તાળી પાડી ઊઠયા. પેલે આયરિશ જ ઢોરમાર ખાતો હતો. પણ તેના ટેકેદાર ઉમરાવો તેને ખૂબ ઉત્સાહ આપતા હતા, અને તેની માઠી વલે કરાવતા હતા. પેલા સ્કોચે એક વખત નીચા નમી, પિલાની છાતી ઉપર એક ફટકો લગાવ્યો. તે ફટકે ગેરકાયદેસર જાહેર કરવામાં આવે. પણ તેથી પેલાને જે વાગ્યું તે તે વાગ્યું જ. તરત તે ગબડી પડ્યો. પછી તેને નિયત સમયમાં પાછો ઉભો કરવા પ્રયત્ન શરૂ થયા, તેને દારૂ Page #137 -------------------------------------------------------------------------- ________________ કલેજા મુહિક આતા હૈ પાવામાં આવ્યું. તેનું લોહી અને પરસેવો લૂછી કાઢવામાં આવે પણ તે બેભાન બનતો જતો હતો. તરત ! “ગેરકાયદે ફટકે! " એની બૂમ મારી તેની ઉપર હોડ બકનારા બૂમાબૂમ કરી ઊડ્યા અને પોતાના પૈસા પાછા માગવા લાગ્યા. પણ પેલે આયરિશ માણસ ધીમે રહીને ઊભો થયે તથા બલ્ય, “મને પણ એક ગેરકાયદે ફટકો મારવાની છૂટ મળવી જોઈએ.” બધા કબૂલ થયા અને મૅચ આગળ ચાલી. પણ તેને તે ફટકે મારવાને લાગ મળવો જોઈએ ને પેલા સ્કૉચે તરત તેનું માથું પોતાની બગલમાં દબાવી દીધું અને પછી નીચેની બાજુએથી તેના મોઢા ઉપર, ખીલાને હથેડાથી ઠોકે તે રીતે વાળેલી મુક્કીના એવા ઠેક લગાવ્યા કે જ્યારે તેણે પેલાને છૂટ મૂકે ત્યારે તેને ચહેરો જ રહ્યો ન હતો. એક વખત જે નાક, આંખે અને માં હતું, તે બધું લેહી ભરેલી કાળી વાદળી જેવું થઈ ગયું હતું. તેના ચાર દાંત જમીન નીચે તૂટી પડ્યા હતા. થોડી વારમાં તે પોતે પણ જમીન ઉપર તૂટી પડયા. પણ તેના ટેકેદારમાંના એકે દારૂ વડે તેનું મોં સાફ કર્યું અને તેને વિનંતી કરતાં કહ્યું, “ભાઈ આપણું આબરૂ ખાતર એક દાવ વધુ રમ!” પેલાએ એક આંખ પરાણે ઉઘાડી. તેને લમણા જાણે સદંતર ફૂટી ગયા હતા. તેને મહાપરાણે ઊભો કરવામાં આવ્યું. એ પચીસમો ફેરે હતા. પેલે સ્કોચ માણસ હસતો હસતો બોલ્યો, “હું જ મારી જાત ઉપર હોડ બકું છું—એના એક સામે મારા હજાર !" પછી તેણે હાથ ઊંચો કરી પેલાને એક ફટક લગાવી દીધો. પણ નવાઈની વાત એ બની કે, બન્ને જણ સાથે જમીન ઉપર Page #138 -------------------------------------------------------------------------- ________________ લાકિંગ મૅન તૂટી પડ્યા. પેલા આયરિશ માણસે પિતાને ગેરકાયદે ફટકે મારવાની મળેલી પરવાનગીને લાભ લઈ પેલાની ડૂટી ઉપર જ ફટકે લગાવ્યો હતો. પેલે સ્કોચ છતાપાટ પડી ગયો અને તેના ગળાની ખરખરી બલવા લાગી. સૌ ઉમરાવો બોલી ઊઠયાઃ “બરાબર બદલે લીધે ”—જેઓ હાર્યા હતા તે સુધ્ધાં એમ જ બેલ્યા ! પેલા સ્કેચને સ્ટ્રેચર લાવીને ઉપાડી જવામાં આવ્યો. તે ફરી પાછો ઊભો થઈ શકે તેમ રહ્યું નહોતું. પેલે આયરિશ પણ જીવનભરને માટે અપંગ બની ચૂક્યો હતો. જેસિયાના બહાર આવી ત્યારે લોર્ડ ડેવિડના હાથ ઉપર હાથ ટેકવીને બોલી : “મજાનું હતું પણ” " પણ શું ?" “હું એમ માનતી હતી કે, આ મૅચ જોતાં મારું કલેજું મની બહાર આવી જશે, પણ કંઈ અવ્યું નહિ.” લોર્ડ ડેવિડ અચાનક ઊભે રહ્યા, અને જેસિયાનાના માં સામે જઈ રહી છે, “કલેજે મેમાં લાવવાને એક જ ઉપાય છે.” “શે ?" “વિનપ્લેઈન.” “અને એ ડ્રિનપ્લેઈન શી બલા છે?” ડચેસે પૂછયું. Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્વિનપ્લેઈન અને ડિયા કુદરતે શ્વિનલેઈન ઉપર પિતાની બક્ષિસો વરસાવવામાં પાછી પાની કરી ન હતી. તેણે તેને મોં આપ્યું હતું, પણ છેક કાન સુધી ઊઘડતું - ઉઘાડું. કાન આપ્યા હતા, પણ પહોળા, ચપટા તથા ઉપરથી આંખો તરફ ઢળતા. આકાર વગરનું નામ આપ્યું હતું, પણ ચાળા કરનારનાં ચશ્માં સરકી શકે તેવું. અને ચહેરો આપ્યો હતો, પણ તેના તરફ જતાં હસી પડ્યા વિના ન રહેવાય તેવો. પણ આ બધી બક્ષિસે કુદરતે આપી હતી શું ? કુદરતને માણસે મદદ નહોતી કરી ? એવું મેં કુદરત પિતાની મેળે સજી શકે ખરી ? તેના ઉપર કાયમનું અંકિત થયેલું હાસ્ય, તેના અંતરના શાશ્વત આનંદનું પ્રતીક તો નહોતું. વિનપ્લેઈનના ચહેરા ઉપર માણસોએ કારીગરી કરી હતી. પણ માણસ કદી સૌંદર્ય ઘડવાનું જાણતો નથી; તે કદરૂપાપણું જ ધડી શકે. માણસોએ કોઈ ગૂઢ વિજ્ઞાનની મદદથી, તેના માંસને, બહુ નાની ઉંમરે કાતરી-કાતરીને ફરીથી ઘડી કાઢયું હતું : તેઓએ તેના મને બંને ગાલ તરફ લાંબું ચીરી નાખ્યું હતું; હોઠોને અંદર વાળી દીધા હતા; પેઢવાં ખુલ્લાં કરી નાખ્યાં હતાં; કાન લાંબા-પહોળા-ત્રાંસા કર્યા હતા; કાનને કઠણ હાડ-સ્નાયુભાગ પણ કાઢી નાખ્યો હત; ગાલ અને ભમરાની ગોઠવણી બદલી નાખી હતી; ઉપરાંત કેટલાય સ્નાયુઓ ઉપસાવ્યા હતા; અને એ બધી કાપકૂપના. ધા ઉપર ચામડી ફરીથી ખેંચી લીધી હતી કે વાળી દીધી હતી. Page #140 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન આ બધાનું પરિણામ એટલે 4િનપ્લેઈન. કેઈ આવે મોંએ જન્મતું નથી. પણ એટલું ઉમેરવું જોઈએ કે, 4િનપ્લેઈનના ચહેરાનું તિરકામ બહુ સફળ થયું હતું. ભગવાને માણસજાતની ખિન્નતા દૂર કરવા જાણે તેને ચહેરો સ હોય તેમ, તેના માં સામે જોનાર કોઈ પણ માણસ તરત હસી જ પડતો. - અને ખરેખર, જેને શોક ધારણ કરવો હોય - જેમ કે સ્મશાનયાત્રામાં જતાં - તેણે વિનપ્લેઈનના માં તરફ જવાનું ટાળવું જ જોઈએ. એક દિવસ એક જલાદ તેને બેલ જોવા આવ્યો, અને હસી પડ્યા. બીજા બધા સામાન્ય માણસને તો વુિનલેઈન તરફ નજર કરતાં જ પોતાનાં પડખાં દબાવી દેવાં પડે– હસતાં હસતાં પેટ ફાટી ન જાય તે માટે. અને વળી જે તે તમારી સામું જોઈ ને બેલે, તો તો તમારે જમીન ઉપર જ આળોટવું પડે, - હસી હસીને જ એટલે થોડા જ વખતમાં મેળાઓમાં અને ચકલાંઓમાં તેની નામના થઈ ગઈ. પણ તેના મોંની આ કૃત્રિમ આકૃતિ બાદ કરીએ, તે બાકીને આખે શરીરે - બધા અવયવોમાં વિનપ્લેઈન ઘાટીલે, સુડોળ અને સુપુષ્ટ યુવાન હતું. જાણે કોઈ અજન્મ -- ખાનદાન - ઉમરાવજાદે. તેના મોં ઉપર આ બધું કોતરકામ કરવામાં આવ્યું હશે. ત્યારે જરૂર તેને કારમું દુઃખ થયું હશે; પણ એને પિતાને પોતાના શરીર ઉપર આ બધું કદી કરવામાં આવ્યું હતું તે યાદ જ નહોતું. જાણે જાદુમંત્રથી તેની એ બાબતની બધી સ્મૃતિ લુપ્ત કરી દેવામાં આવી હતી. પણ કહેવાનું હજુ બાકી રહ્યું H જેઓએ તેના ચહેરાનું કોતરકામ કર્યું હતું. તેઓએ તેના કેટલાક સ ધા પણ છૂટા કરીને એવી રીતે ફરીથી ગોઠવ્યા હતા. જેથી તેના અવયવો સૌ માણસ કરતાં અવળી રીતે Page #141 -------------------------------------------------------------------------- ________________ ગ્વિના પ્લેઈન અને ડિયા પણ વળી શકે - કહે કે મિજાગરા ઉપર બધી દિશામાં ફરી શકે. અર્થાત તેને ખેલ કરી પૈસા કમાઈ આપવા માટે જ બધી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. તેને વાળને પણ ગમે એ રીતે કાયમના પીળા રંગી દેવામાં આવ્યા હતા. તે જમાનામાં તે તે વસ્તુ તેના કદરૂપાપણામાં વધારે કરવા જ કરવામાં આવી હતી; જેકે અત્યારે સ્ત્રીઓ ફેશન માનીને વાળ તેવા કરાવે છે, એ જુદી વાત. આ શ્વિનપ્લેઈન એટલે, વાચકે સમજી ગયા હશે કે, પિટી લેન્ડને કિનારે કોગ્રેશિક લોકોએ તજી દીધેલું, અને પછી ઉર્સસના હાથમાં આવેલું બાળક જ હતો. એ બાળક, પંદર વર્ષ બાદ ૧૭૦૫માં પચીસમા વર્ષમાં પહોંચવા આવ્યો હતો. ઉસસે બંને બાળકને પોતાની પાસે જ રાખ્યાં હતાં. ઉર્સસ અને હોમો ઘરડા થયા હતા. ઉર્સસ તો હવે ટાલિયો જ બની રહ્યો હતો, અને વરુ ભૂખરા રંગને બનતો જતો હતો. કૂતરાની પેઠે વરુની ઉંમર નક્કી કરી શકાતી નથી. મલિન કહે છે કે, કેટલાંક વરુ એંસી વર્ષ જીવે છે. મૃત બાઈ ઉપરથી મળેલી પેલી બાળકી હવે સોળ વર્ષની ઊંચી યુવતી બની ગઈ હતી. તેનું શરીર સુડોળ, સ્વરૂપવાન, જાણે પારદર્શક હતું. તેને અડવા જાઓ તો બીક લાગે ! રખે ફૂલની નાજુક પાંખડીઓની પેઠે ખરી પડે ! તેની આંખો પ્રકાશમાન હતી - પણ અંધ હતી. તે કારમી અંધારી રાતે બરફના તોફાને તેના ઉપર બે ઘા કર્યા હતા. તેની માને મારી નાખી હતી અને તેને પિતાને અંધ બનાવી દીધી હતી. Page #142 -------------------------------------------------------------------------- ________________ 118 લાફિંગ મેન તેની સ્થિર આંખોમાં સ્વર્ગીય નિશ્ચળતા પ્રગટતી હતી.. ઉર્સસને લૅટિન નામો માટે ઘેલછા હતી. તેણે તેનું નામ ડિયા પાડયું હતું. તેણે તેમને કહ્યું હતું, “તું માનવું છે; હું જાનવર છું; એટલે અધલોક પૂરો થયો. હવે આ સ્વર્ગીય પ્રાણી આપણું સાથે ઉમેરાય, એટલે માનવતા-જાનવરતા-સ્વર્ગીયતા એ ત્રણે વાનાં આપણી ઝૂંપડીમાં પૂરાં થાય.” હેમોએ કશો વાંધો ન લીધે, એટલે ઉસસે છોકરીનું દેવીવાચક ડિયા નામ પાડયું. શ્વિનપ્લેઈનનું નામ પાડવાને તો સવાલ નહોતો. તે મળી આવ્યો તે પછીની સવારે જ્યારે ઉસને એના મોંનું વિચિત્રપણું અને બાળકીનું અંધપણું માલૂમ પડ્યું, ત્યારે જ તેણે તેને પૂછયું હતું. છોકરા તારું નામ શું ?" તેઓ મને કિવનપ્લેઈન કહેતા.” “તે બસ, તારું નામ વુિનલેઈન જ રહેશે.” વિનાઈન પિતાને બીજા માણસો સાથે સરખાવતો અને તેને કારમી વેદના થતી. પેલા લોકોએ તેના ઉપર એક જુદો જ ચહેરે ચડાવ્યો હતો. તે પોતે અત્યારે જીવતો હતો, પણ પિતાના ચહેરા વિના જ ! ડિયાની દષ્ટિમાં વિશ્વ હતું જ નહિ. એના ઉપર પણ કાળા બુર ઓઢાડી દેવામાં આવ્યો હતો - રાત્રિ રૂપી. આમ, વિનપ્લેઈન તેમ જ ડિયા એ બંને માનવજાતથી ઘણું દૂર બની ગયાં હતાં. ડિયા પ્રકાશમાંથી દેશનિકાલ થઈ હતી, વિનપ્લેઈન જીવનમાંથી દેશનિકાલ થયો હતો. બંને જણે આપત્તિના ગર્તમાં છેક તળિયે પહોંચેલાં હતાં. તેમને માટે કશી જ આશા ન હતી. છતાં એ બંને એક સ્વર્ગમાં હતાં. - Page #143 -------------------------------------------------------------------------- ________________ 119 શ્વિનપ્લેઈન અને ડિયા તેઓ એકબીજાને ચાહતાં હતાં. વિનપ્લેઈન પ્રત્યક્ષ ડિયાને પૂજતો અને ડયા 4િનપ્લેઈનની મનેમન ઘડેલી મૂર્તિને પૂજતી. તું કેટલો બધે સુંદર છે!” તે કહેતી. શિવનપ્લેઈનને ખરા અર્થમાં પૃથ્વી ઉપર એક જ સ્ત્રી જતીઃ અને તે આ આંધળી. બીજી સ્ત્રીઓ તો તેનું બનાવટી કોટલું જ જોતી. ઉર્સસે ડિયાને વિનપ્લેઈનની બધી વાત કહી હતી : કેવી રીતે બાળક અવસ્થામાં તજાયેલો તે પોર્ટલેન્ડને કિનારેથી અંધારી રાતે અને વરસતા બરફે વેમથ તરફ આવ્યો હતો. રસ્તામાં મૃત અને બરફમાં દટાયેલી માતાના શરીર ઉપરથી તેણે તેને કેવી રીતે ઉપાડી લીધી હતી, પિતાની ટાઢની દરકાર કર્યા વિના પિતાને ડગલે ઉતારી તેણે તેના ઉપર કેવી રીતે વીંટળ્યો હતો, થાક તથા ટાઢથી મરવા જેવો થવા છતાં તે વસ્તી શોધતો કેવી રીતે આવ્યો હતો, તેને પિતાને કહ્યું સ્થાન ન હોવા છતાં કેવી રીતે તેણે તેને આશરો આપ્યું હતું, દુનિયામાં તેને માટે કશું જ ન હોવા છતાં પોતાનું કર્તવ્ય તેણે કેવી રીતે શોધી કાઢયું હતું તથા તેને બચાવવા પ્રયત્ન કર્યો હતો, અને પોતે દશ જ વર્ષને કુમળા બાળક હોવા છતાં તેણે મૃત્યુને ટાઢ-તોફાન-બરફ-ભૂખ-તરસ એમ તેનાં બધાં કારમાં સ્વરૂપે કેવી રીતે પડકાર્યું હતું, - વગેરે બધું જ. | ડિયા જાણતી હતી કે, વિનપ્લેઈન બાળક હતું ત્યારે તેને માટે તેણે આ બધું કર્યું હતું, અને હવે મોટો માણસ થયા બાદ, કેવી રીતે તે તેની નિબળતામાં બળરૂપ બની રહ્યો હતો, કંગાલિયતમાં સમૃદ્ધિરૂપ બની રહ્યા હતા અને અંધારામાં દષ્ટિરૂપ બની રહ્યા હતે ! ગાઢ અંધારાની પાર પણ તે તેની પિતા પ્રત્યેની નિષ્ઠા, ભક્તિ અને સ્વાર્પણ જોઈ શકતી હતી. Page #144 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેર ટોળાને તો એટલાં બધાં માથાં હોય છે કે તે વિચારી જ શકતું નથી, અને એટલી બધી આંખો હોય છે કે તે જોઈ શકતું જ નથી; એટલે ટોળું તે વિનપ્લેઈનને ઉપરછલી રીતે જ જોઈ શકતું –કે તે એક વિદૂષક ખેલાડી જ છે. પણ ડિયા તો વુિનલેઈનને ઉદ્ધારક તરીકે, જીવનદાતા તરીકે, મુક્તિદાતા તરીકે, ભાઈ તરીકે, મિત્ર તરીકે, આધાર તરીકે જોતી હતી. તે તેના સાચા અંતરને રજેરજ પિછાનતી હતી તેને મન વિનપ્લેઈન દેવદૂત હતો. ઉર્સસ ફિલસૂફ હાઇ બધું સમજતો હતે. ડિયાના મુગ્ધ થયેલા અંતઃકરણને તે પામી ગયો હતો. “અંધ લેકે અદશ્ય વસ્તુને જોઈ શકે છે,” એમ તે કહેતો. બીજી બાજુ વિનપ્લેઈન પણ ડિયામાં જ બંધાઈ ચૂક્યો હતો. ડિયા તે આદર્શ કલ્પીને મુગ્ધ થઈ ગઈ હતી. બાકી, પોતે જેવો કદરૂપો - કારમો હતો, તેટલી ડિયા મીઠી-મધુર સુંદર હતી. ડિયાને દષ્ટિ હતી : પણ માત્ર આંખનાં બે બાકાંમાં જ નહિ -- આખા શરીરે ! જે કમનસીબે વ્રિનપ્લેઈન પ્રત્યે આટલી બધી કઠોરતા દાખવી હતી, તે જ કમનસીબે તેના ઉપર અત્યંત કૃપાવંત થઈ એક વરદાન પણ આપ્યું હતું - અને તે હતી ડિયા. કોઈની ભવૃત્તિએ કે કોઈની બદમાશીએ વિનપ્લેઈનને મનુષ્યજગત માટે અસ્વીકાર્ય - ત્યાજ્ય વ્યક્તિ બનાવી દીધો હતો. પરંતુ બીજી બાજુ ભવિતવ્યતાએ તેને માટે ડિયા સરજી હતી, જે તેને જ સર્વતોભાવે સ્વીકારીને કૃતાર્થ થતી હતી. જે કદરૂપાપણાથી લેકે વિનપ્લેઈનથી થોડું હસીને - ત્રાસીને દૂર ભાગતા. તે કદરૂપાપણું જરાય સમજી ન શકે-જોઈ ન શકે એવી ડિયા બનાવીને કુદરતે પેલા માણસની બદમાશીને ભરપાઈ કરી દીધી હતી. અને માણસ Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્વિનાઈન અને ડિયા ૧ર૧ ગમે તેવો ના હોય પણ સામા માણસના અંતરની અનંતતામાં બિરાજવાનું મળે, પછી તેને કશી વાતની ઊણપ લાગતી નથી - રહેતી નથી. નરકમાંથી તેઓએ સ્વર્ગ સજવું હતું : કેવળ પ્રેમની તાકાતથી. અને આ પ્રેમ માત્ર નિર્મળતાને - સ્વર્ગીયતાને બનેલો હતો. ડિયાને ચુંબન શું તેની પણ ખબર ન હતી. અને વિનપ્લેઈન ડિયા તરફથી મળતા ભક્તિભાવથી એવો પ્રભાવિત થઈ ગયો હતો કે, તેને ડિયા તરફથી જે મળે એટલું જ બસ થઈ પડતું. બંને જણ અશરીરી દેવદૂતોની જેમ જ પ્રેમ કરતાં હતાં. બંને નાનપણથી ભેગાં જ ઊછર્યા હતાં. મોટી ઉંમરનાં થયાં ત્યાં સુધી તેઓ એક જ પથારીમાં ભેગાં જ સૂઈ ગયાં હતાં. તે બંને પેટી ઉપર સૂઈ જતાં અને ઉસ નીચે પાટિયાં ઉપર. પણ પછી એક દિવસ અચાનક શ્વિનપ્લેઈનને લાગ્યું કે, પિતે મોટો થઈ ગયો છે; એટલે તેણે ઉર્સસને કહ્યું, “હવેથી હું પણ નીચે પાટિયાં ઉપર જ સૂઈશ.” ડિયા ઘેડું રડી, તથા વિનપ્લેઈન પિતાની સાથે સૂવા આવે એમ બૂમ પાડવા લાગી. પણ પછી તે વિનપ્લેઈન ગરમ મસમમાં ઉસની સાથે ઝૂંપડીની બહાર પણ સૂવા લાગ્યો. ઉર્સસ વિચારતો, “મારે આ બંનેને હવે સજા કરવી પડશે –તેઓ બંને બહુ મોટાં થઈ ગયાં છે; માટે મારે તેમને પરણાવી દેવાં પડશે.” ઉસસ તે બંનેને પિતા તેમ જ માતા બંને બની રહ્યો હતો. તે ઘૂરકતો ખરા, પણ તેમને ઉછેર્યો જતો હતો; તે વઢતો ખરે, પણ તેમને ખવરાત્રે જતો હતો. ઝૂંપડીને ભાર વધી જવાથી તેને વારંવાર તેમની સાથે નૈસરે જોડાવું પડતું. Page #146 -------------------------------------------------------------------------- ________________ ગ્વિનરલેઈન અને ડિયા ઉર્સસ ગણગણતોઃ “કુછ પરવા નહિ; હું એ બેને પરણાવી જ દઈશ.” બંને જણને ભૂતકાળ હતો જ નાહ; તેમને ભૂતકાળ એકબીજાને પ્રાપ્ત કર્યાના સમયથી જ શરૂ થતો હતો. વુિનલેઈનને તે પટેલૅન્ડને કિનારે છેડીને લોકો ચાલ્યા ગયા તે પહેલાંની કશી વાત ખાસ યાદ ન હતી. ડિયાને તો ભૂતકાળ લગભગ વિસ્મૃતા જ હતો. પિતાની મા તેને ઠંડા પદાર્થ તરીકે જ યાદ આવતી. તેણે સૂર્યને જોયો હતો ? કદાચ. તે કેવો હતો ? કદાચ ગરમ અને પ્રકાશિત એવું કંઈકે. પણ હવે તો તેને વિનપ્લેઈન જ સૂર્ય જેવો લાગતો હતો. ડિયા વ્રિનપ્લેઈનને કહેતી, “પ્રકાશ ? હા, તું જ્યારે બેલે છે ત્યારે જે થાય છે તે.” એક વખત ડિયાને સુકોમળ સુંદર હાથ મસલિનની બાંયમાંથી બહાર જઈ વિનપ્લેઈન પિતાની જાત ઉપર કાબૂ ન રાખી શક્યો. તેણે પિતાના કદરૂપા મોંથી તે હાથ ઉપર ચુંબન કર્યું. ડિયાને ખૂબ આનંદ થયો. તેના મોં ઉપર ગુલાબી છવાઈ રહી. પણ શ્વિનપ્લેઈન એકદમ ડરીને પાછો ખસી ગયો. ડિયાએ પોતાની બાંય જરા વધુ ઊંચી કરીને પોતાનો ખુલે હાથ તેના તરફ લાંબો કર્યો અને કહ્યું, હજુ વધારે.” પણ વુિનલેઈને ત્યાંથી નાસી જ ગયે. પણ બીજે દિવસે એ રમત ફરીથી શરૂ થવાની હતી. કઈ કઈ વાર શ્વિનપ્લેઈનને બહુ પસ્તાવો થતો. તે વિચારતા, હું ડિયાને પ્રેમ મેળવવા પ્રયત્ન કરી રહ્યો છું, પણ એ તેને બિચા-- રીને છેતરવા બરાબર છે. જે તેને અચાનક દષ્ટિ પ્રાપ્ત થઈ જાય, Page #147 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન તે મારું મોં જોઈને બીજી સ્ત્રીઓની જેમ તે કેવી મને તુચ્છકારે ? ચીસ પાડીને કેવી દૂર ભાગી જાય ? તેણે એક વાર ડિયાને કહ્યું, “તું જાણે છે કે, હું બહુ કદરૂપે છું?” “તું કેવો સુંદર છે, તે હું બરાબર જાણું છું.” “પણ જ્યારે કે હસે છે, ત્યારે તેઓ મારું કદરૂપાપણું જોઈને હસે છે, ભોળી " “હું તને ચાહું છું.” ડિયા મૂંઝાઈને એટલે જ જવાબ આપતી. “મને મૃત્યુ ઉપાડી જતું હતું, તે વખતે તું મને બચાવી લાવ્યા. તું જ્યારે મારી પાસે હોય છે ત્યારે સ્વર્ગ જ મારી પાસે હોય છે. મને ઝટપટ તારે હાથ આપી દે, જેથી હું પરમાત્માને સ્પર્શ કરી શકું !" બંને જણ, પછી એકબીજાને હાથ પકડી ગુપચુપ બેસી જતાં. ઉર્સસ શ્વિનપ્લેઈનની આ વાતથી અકળાતે. ડિયા સાથે પ્રેમમાં હોવું અને છતાં ડિયાને કહેવું કે, હું કદરૂપો છું' એ તે કેવી વાત? ડિયા જો બીજી કોઈ સ્ત્રી જેવી હોત, તે તે આંધળી હોવા છતાં, આ કદરૂપાને ધુત્કારી કાઢત. કારણ કે, આંધળી પણ પિતાના પ્રેમ પાત્રને અમુક પ્રકારે સુંદર કલ્પ છે જ. તેની એ કલ્પનાને હાથે કરીને તેડી નાખવી, એ કેવી મૂર્ખાઈ ? પરંતુ ડિયા જુદી માટીની હતી. તેનું શરીર નાજુક હતું, પણ તેનું હૃદય નાજુક ન હતું. તે વિચારતી, “કદરૂપું એટલે? જે ખરાબ કામ કરે છે. શ્વિનપ્લેઈન સારાં જ કામ કરે છે, માટે તે સુંદર છે.” કઈ કઈ વખત તે વધુ ઊંડી ચર્ચામાં ઊતરતી. તે પૂછતીઃ જેવું ? તમે બધા જેવું” શાને કહે છે ? હું જેતી નથી, એમ તમે બધા કહે છે. પણ હું જાણું તે છું. એટલે જેવું”ને અર્થ જરૂર છુપાવવું” થતો હશે.” Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્વિનપ્લેઈન અને ડિયા 125 “એટલે, તું શું કહેવા માગે છે?” વિનપ્લેઈને પૂછયું. “જોવું એટલે સત્યને છુપાવવું એવો અર્થ થતો હોવો જોઈએ.” “ના !' “હા, હા; કારણ કે તું કહે છે ને કે જોનારા ને કદરૂપિ કહે છે!” વિનપ્લેનને આ સાંભળી આનંદ જ થતા : તેણે ડિયાને ભ્રમ દૂર કરવા સાચેસાચ પ્રયત્ન કર્યો હતો, પણ તે આડી થઈને ન માને, તે હવે મારો શો વાંક? હવે હું તેને છેતરું છું એમ તે ન જ કહેવાય ને ! ઉસે એક દિવસ તે બંનેને કહ્યું, “તમારે હવે એકાદ ધર્મ પસંદ કરી લેવો જોઈએ.” “કેમ ?" વિનપ્લેઈને પૂછ્યું. “તો જ તમારા લગ્ન થઈ શકે” “પણ લગ્ન તો ક્યારનાં થઈ ગયાં છે,” ડિયા બેલી ઊઠી. ડિયા સમજી જ શકતી નહોતી કે, તેઓ છે તે કરતાં પતિપત્ની થવામાં વિશેષ શું હોઈ શકે ? Page #149 -------------------------------------------------------------------------- ________________ સુખ અને સંપત્તિ ૧૬૮૯થી માંડીને 1704 સુધીમાં ઘણો ફેરફાર થઈ ગયું હતું. ૧૭૦૪માં તો હવે જૂની મકાન-પેટીને બદલે બે મજબૂત ઘેડા જેડેલું ચાર પિડાં ઉપર ઊભું કરેલું એક મકાન કિનારા ઉપરના એકાદ નાના શહેરમાં દાખલ થતું. તળિયેથી ઉપર સુધી લીલા રંગે રંગેલું તે મકાન “ગ્રીન-બાકસ” થિયેટર તરીકે આસપાસ બધે જાણતું હતું. તેને બે બારીઓ હતી : બંને છેડે એક એક, અને તેની પાછલી બાજુએ પગથિયાંવાળું બારણું હતું. તેના છા પરામાંથી ધુમાડે નીકળવા માટે એક લીલી પાઈપ કાઢેલી હતી. આ “ગ્રીન-બોકસ હંમેશાં તાજું રંગેલું તથા વાર્નિશ કરેલું રહેતું. આગળના ભાગમાં બારી પાસે એક ખસેડી શકાય તેવું બૅકેટ જડેલું હતું. બારીમાંથી એક ડોસો લગામ પકડી ઘડાઓને હાંકતો ત્યારે, તે બૅકેટ ઉપર ઊભી રહીને બે જિસી બાઈઓ દેવીઓના પિશાક પહેરી બ્યુગલ વગાડતી. આ “ગ્રીન-કસ' ઉર્સસનું નવું મકાન હતું, જેને ખાસ એક થિયેટરનું રૂપ આપવામાં આવ્યું હતું. હેમો ગાડી નીચે સાંકળે બંધાયેલે રહેતા અને ફિલસૂફ ઉર્સસ પોતે ઘોડા હાંકતો. આ બઢતી થવાનું કારણ વુિનલેઈનની નામના હતું. શરૂઆતમાં એને પ્રેક્ષકો સમક્ષ માત્ર હાજર કરવામાં આવત; તરત જ ફાધિંગે વરસતા. એક જગાએ લેકેની તેને જોવાની ઈંતેજારી પૂરી થાય, એટલે તરત તેઓ બીજી જગ્યાએ જતા. Page #150 -------------------------------------------------------------------------- ________________ સુખ અને સંપત્તિ પરિણામે થિયેટર થઈ શકે તેવું આ નવું મોટું ગાડું બનાવરાવવું પડયું હતું. અને તેને જોડવાના બે ઘોડા, તથા પેલી બે જિસી બાઈઓ, જે નોકરડી તરીકે પણ કામ આપતી, તે આ મંડળમાં વધ્યાં હતાં. જિપ્સી બાઈ ઓનાં નામ “ફિબિ' (ચંદ્રદેવી) અને “વિન” (પ્રેમદેવી) ઉસસે રાખ્યાં હતાં. ફિબિ રાંધવાનું કામ કરતી અને વિનસ સાફસૂફીનું. ઉપરાંત નાટકને દિવસે તેઓ ડિયાને શણગારવાનું કામ પણ કરતી. વુિનલેઈન ઘેડાઓની સંભાળ રાખતો, અને ઉર્સસ તથા હામો એકબીજાની. ઉર્સસની જૂની મકાનગાડીને આ મોટી મકાન-ગાડીમાં જ એક ખૂણે જકડી બાંધવામાં આવી હતી. તે કોટડી ઉસ અને વિનપ્લેઈનના શયનગૃહ અને ડ્રેસિંગ રૂમ તરીકે કામ આપતી. તેની સામેના ખૂણે રડું હતું. અંદરની બધી વ્યવસ્થા નિશ્ચિત તથા વિચારપૂર્વક કરવામાં આવી હતી. આ મહા-રથને ત્રણ ખંડ હતા. ત્રણે ખંડમાં જવાઆવવા માટે બારણ વિનાનાં દ્વાર હતાં. માત્ર એક પડદે જ આડ તરીકે લટકાવી રાખવામાં આવતું એટલું જ, પાછલે ખંડ પુરુષોને, આગલે સ્ત્રીઓને, અને વચ્ચેને ખંડ થિયેટરને હતો. વાજિંત્રો અને સિનસિનેરી રસોડામાં રહેતાં. ઉપરની બાજુ માળિયા જેવું હતું. તેમાં શોભા શણગારની ચીજો રખાતી. તથા તેમાં જ રાખેલાં બાકાં ઉઘાડતાં અચાનક નીચેના થિયેટરવાળા ભાગમાં પ્રકાશ ફેંકવાની વ્યવસ્થા થતી. ઉસ હાથચાલાકીના ખેલ કરી શકતો અને ગળામાંથી વિવિધ અવાજો કાઢી શકતે. ઉપરાંત અણધાર્યો પ્રકાશ, અણધાર્યું અંધારું, પડદા ઉપર છાયા-પ્રકાશની રમતોથી આકૃતિઓ પાડવી, વગેરે વગેરે ઘણું કરામ નો ખેલ માટે તેણે યોજી હતી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮ લવિંગ અને વિનપ્લેઈને જ એક વખત તેને કહ્યું હતું, “બાપુજી, તમે અદ્દલ જાદુગર જેવા છે !" હું છું જ વળી!” ઉસસે જવાબ આપે. થિયેટરવાળા વચ્ચેના ખંડની ડાબી બાજુની ભીંત મિજાગરાં ઉપર નીચેની તરફ બહાર ઊઘડતી. અને તે નીચે ઢળે તે જ ઘડીએ આગળના ભાગમાં મિજાગરાં ઉપર ઘૂમતા પાયા નીચે ટેકવાઈ જતા. એ તેમને રંગમંચ બની જતા. સામે પ્રેક્ષકે ગોઠવાઈ જતા. કઈ વીશીના આંગણામાં પડાવ નાખે હેય, તે વીશીના મજલાઓના બધા ઝરૂખા ખાસ બેકસ તરીકે વપરાય, અને ત્યાં બેસવાના વધુ પૈસા લેવાય. પડાવ નંખાયા પછી વિનસ મજાનાં ઢેલ વગાડે અને ફિબિ ગિતાર વગાડે. હોમે પણ રીંછનું ચામડું ઓઢેલા ઉસ સામે કેટલાય ખેલ આપે. આજનાં નાટકમાં એક એક દશ્ય કહેવાય તેવાં કેટલાંય નાટકે ઉસસે પોતાની મંડળીનાં પાત્રોને અનુલક્ષીને બનાવ્યાં હતાં. તે નાટકનાં નામ લેટિન ભાષાનાં રહેતાં, અને ગીત સ્પેનિશ ભાષાનાં. તે વખતે ઈંગ્લેંડમાં સ્પેનિશ ભાષાથી લોકે અપરિચિત નહોતાખાસ કરીને દરિયાખેડુઓઉપરાંત, નાટકનું ગીત તે નાટકને પ્રસંગ તથા અભિનયને કારણે જ આમેય સમજાઈ જાય; અને સંગીતને કારણે તેના શબ્દો આમેય ઓછા જ સંભળાય. - ઉસસે વિનપ્લેઈનને લક્ષમાં રાખીને “અંધાધૂધી ઉપર વિજય” નામનું એક ખાસ નાટક લખ્યું હતું. અને તે લખવામાં તેણે પિતાની બધી શક્તિ રેડી દીધી હતી. Page #152 -------------------------------------------------------------------------- ________________ - 129 સુખ અને સંપત્તિ એ દશ્યનું વસ્તુ આ પ્રમાણે હતું રાત્રિનું દશ્ય. પડદો ઊંચકાય ત્યારે પ્રેક્ષકોને અંધારા સિવાય કાંઈ નજરે ન પડે. એ અંધારામાં ત્રણ જણ ફરતાં દેખાય - વરુ, રીંછ અને માણસ. વરુ એટલે હેમો, રીંછ એટલે ઉર્સસ અને માણસ એટલે વિનપ્લેઈન. વરુ અને રીંછ એટલે દલીલ ન જાણતી ભૂખ અને કારમાં અંધકારનાં પ્રતીક. બંને જણ વિનપ્લેઈન ઉપર તૂટી પડે છે. અર્થાત અંધાધુંધી માણસને અભિભૂત કરવા ચાહે છે. વિનપ્લેઈન સામનો કરે છે. તેનું મોં વાળના લાંબા ગુરછાઓથી તેમ જ અંધકારથી ઢંકાયેલું હોય છે. રીંછ ઘુરઘુરાટ કરે છે, વરુ દાંત ચમકાવે છે અને માણસ બૂમો પાડે છે. માણસ નીચે પડી જાય છે. અને બંને પ્રાણીઓ તેને દબાવી દે છે. માણસ મદદ માટે ચોતરફ ધા નાખે છે. હવે તેની આખર ઘડી આવી જાય છે. પ્રેક્ષકે એ ક્ષણે હાંફળાફાંફળા થઈ જાય છે. એક જ મિનિટ વધુ અને માણસને ખેલ ખતમ ! છેવટની એક જોરદાર ઝપાઝપી થાય છે, ચીસો પડે છે, અને ગર્જનાઓ સંભળાય છે. પછી અચાનક ભેંકાર નીરવતા–પણ તે જ ઘડીએ અંધકારમાંથી એક ગીત ઉદ્ભવતું સંભળાય છે, સ્વગય સૂરે પ્રગટે છે- અને સાથે સાથે ક્યાંકથી એક ઉજ્વળ આભા ચમકી ઊઠે છે. એ પ્રકાશમાંથી એક સ્ત્રીની આકૃતિ ધીમે ધીમે પ્રગટ થાય છે. તે જ પેલા સ્વર્ગીય સૂરો ગાતી હોય છે. પ્રેક્ષકે ડિયાની અદ્ભુત મૂતિને પેલા પ્રકાશમાં અંકિત થયેલી જુએ છેઅને તેની અસર ચમત્કારિક થાય છે. જાણે કઈ અલૌકિક સર્વે પ્રભાતના પ્રકાશ મારફતે મૂર્તિમંત થયું છે. એ પ્રકાશ અને એ સ્વગાય સૂર સાંભળતાં જ પેલો માણસ એકદમ અલૌકિક બળ પ્રાપ્ત કરે છે. તે ઊભો થઈ જાય છે અને પેલાં પ્રાણીઓને ઝપાટામાં દબાવી દે છે ! Page #153 -------------------------------------------------------------------------- ________________ 18 લઈને એને શ્વિનપ્લેઈને જ એક વખત તેને કહ્યું હતું, “બાપુજી, તમે અદ્દલ જાદુગર જેવા છે !" હું છું જ વળી!” ઉસસે જવાબ આપે. થિયેટરવાળા વચ્ચેના ખંડની ડાબી બાજુની ભીંત મિજાગરાં ઉપર નીચેની તરફ બહાર ઊઘડતી. અને તે નીચે ઢળે તે જ ઘડીએ આગળના ભાગમાં મિજાગરાં ઉપર ધૂમતા પાયા નીચે ટેકવાઈ જતા. એ તેમને રંગમંચ બની જતો. સામે પ્રેક્ષકે ગોઠવાઈ જતા. કઈ વીશીના આંગણામાં પડાવ નાખ્યું હોય, તે વીશીના મજલાઓના બધા ઝરૂખા ખાસ બોક્સ તરીકે વપરાય, અને ત્યાં બેસવાના વધુ પૈસા લેવાય. પડાવ નંખાયા પછી વિનસ મજાનાં ઢોલ વગાડે અને ફિબિ ગિતાર વગાડે. હેમે પણ રીંછનું ચામડું ઓઢેલા ઉસ સામે કેટલાય ખેલ આપે. આજનાં નાટકમાં એક એક દશ્ય કહેવાય તેવાં કેટલાંય નાટકે ઉસસે પિતાની મંડળીનાં પાત્રોને અનુલક્ષીને બનાવ્યાં હતાં. તે નાટકનાં નામ લેટિન ભાષાનાં રહેતાં, અને ગીત સ્પેનિશ ભાષાનાં. તે વખતે ઇંગ્લેંડમાં સ્પેનિશ ભાષાથી લેકે અપરિચિત નહેતાખાસ કરીને દરિયાખેડુઓ. ઉપરાંત, નાટકનું ગીત તે નાટકને પ્રસંગ તથા અભિનયને કારણે જ આમેય સમજાઈ જાય; અને સંગીતને કારણે તેને શબ્દો આમેય ઓછી જ સંભળાય. ઉસસે વિનપ્લેઈનને લક્ષમાં રાખીને અંધાધૂધી ઉપર વિજય” નામનું એક ખાસ નાટક લખ્યું હતું. અને તે લખવામાં તેણે પિતાની બધી શક્તિ રેડી દીધી હતી. Page #154 -------------------------------------------------------------------------- ________________ લાકિંગ એન ડયાના સૂર સ્પેનિશ ભાષામાં સંભળાતા જાય છે - અંતરથી પ્રાર્થના કરે, શબ્દમાંથી મહત્ પેદા થાય છે; સામગાનમાંથી પ્રકાશ. અંધકાર હવે દૂર થાઓ, ઉષાના સૂર પ્રગટયા છે. - જેમ જેમ ડિયા ગાતી જાય છે, તેમ તેમ પેલે માણસ પેલાં નીચે દબાવેલાં બે જાનવરો ઉપર ઘૂંટણ ટેકવી, પેલા પ્રકાશના ઓળા તરફ બંને હાથ લંબાવે છે. ડિયા તેના તરફ વળીને ગાતી જાય છે? હવે તારે સ્વર્ગમાં રહેવાનું છે, રુદન પછી હાસ્ય– હવે તારી કસોટી પૂરી થઈ તારી ઝુંસરી તેડી નાખ! તારું કાળું કેટલું ફગાવી દે ! અને આમ કહી તે પોતાના હાથ માણસના માથા ઉપર મૂકે છે. અને હવે માણસને જવાબ સંભળાય છે. જાણે આકાશી તારાઓના ગાનને જવાબ આપતું મનુષ્યનું પ્રતિગાન વિનપ્લેઈન પેલાં હારેલાં રીંછ અને વરુ ઉપર ઢીંચણ ટેકવી રાખીને કહે છે આવો, પ્રેમમૂર્તિ! તમે આત્મા છે, હું અંતકરણ; મારા અંતરમાં– તમને પધરાવું છું. Page #155 -------------------------------------------------------------------------- ________________ સુખ અને સંપત્તિ 131 તે જ ક્ષણે પ્રકાશનું એક જોરદાર કિરણ વિનધનના મોં ઉપર પડે છે- અને આસપાસના અંધારાથી ઘેરાયેલો તેને હસતો ચહેરે ઝળાંઝળાં થઈ રહે છે. પણ તેના હસતા ચહેરાની પ્રેક્ષકે ઉપર વીજળી જેવી અસર થાય છે. સૌ હસી હસીને બેવડ વળી જાય છે. એ હાસ્યનો રણકે દૂર દૂર સુધી પહોંચે છે. તાળીઓ અને પગ પછાડવાના અવાજેથી આખું ગામ કે આખો લત્તા ગાજી ઊઠે છે. પડદે પડે છે. બીજે દિવસે લોકે વિનપ્લેઈનને ચહેરે યાદ કરે છે અને એકબીજાને પૂછે છેઃ તમે “અંધાધૂંધી પર વિજય જોયું ? અને તેમાંય પિલે હસતે ચહેરો ? પછી તે લે કે વિશ્વનલેઈનને જોવા જ ટોળે મળે છેઃ લાપરવા લેકે પણ હસવા માટે દોડી આવે છે; સંગિયા લોકે પણ; અને દુષ્ટ દુરાચારી પણ, એ હાસ્યથી ચેપાયા વિના કોઈ જ રહી ન શકે. . પણ આ બધી સફળતા વસ્તીના નીચલા થર પૂરતી મર્યાદિત હતી. કારણ કે, આ નાટકની ટિકિટ એક પેનીની જ હતી; અને ઉપરના વર્ગો એક પેનીની ટિકિટવાળા નાટકતમાસા જેવા ન જાય ! એક વાત ઉમેરતા જઈએ : વિનપ્લેઈન સમક્ષ છેવટે ડિયાને જે રીતે પ્રવેશ કરાતો હતો, તે વખતની ડિયાની સુંદર મધુર સ્વર્ગીય આકૃતિની અસર પણ પ્રેક્ષકે ઉપર જેવી તેવી થતી નહોતી. દરેક મનુષ્યના અંતરમાં ગુપ્ત રહેતા શુભના-સુંદરના-શિવના તાર એ દર્શનથી ઝણઝણી ઊઠતા. ઉર્સસની સૂચના પ્રમાણે જિસી બાઈઓએ શણગારેલી ડિયા જાણે અલૌકિક અને લૌકિક વચ્ચેના ઉંબર ઉપર ઊભી રહી હોય તેમ દેખાતી : અધી લૌકિક પ્રકાશમાં અને અર્ધી પોતાની અને ખી દિવ્યતામાં! માનવ અંતરમાં વ્યાપેલા અનિષ્ટના જાળામાંથી પૂર્ણ સ્વગય અંતરાત્મા સરજવાની તેની તાકાત વિષે પ્રેક્ષકને શંકા જ Page #156 -------------------------------------------------------------------------- ________________ 132 લાફિંગ મેન રહેતી નહિ. પૃથ્વી ઉપર ઉષાના પ્રકાશ વડે શિવ-સુંદરનું સર્જન કરતા પરમાત્માની પેઠે ! ડિયાની પિતાની ઉપર પણ આ પ્રવેશ વખતે વિચિત્ર અસર થતી. સામે ઊભેલું ટોળું તે જેતી નહોતી પણ માત્ર અનુભવતી. માણસોના શ્વાસોશ્વાસ તે સાંભળતી. ડિયા તે વખતે પોતાને તે બધાંથી જુદી - અટુલી - અલગ પડી ગયેલી અનુભવતી. જાણે અગાધ અફાટ ખીણની ધાર ઉપર આવીને ઊભી હોય તેમ. પણ અચાનક તેને ટેકે મળી જતોઃ શ્વિનપ્લેઈનના ખભાને! તરત તે પોતે જ આનંદોજ્વલ બની જતી –અને વિપ્લેઈન ઉપર અંતરને ઊભરાતે પ્રેમ અને કૃતજ્ઞતાને ભાવ વરસાવતી. જોકે પ્રેક્ષકે તે એમ જ સમજતા કે, વિપ્લેઈનનો ઉદ્ધાર થયો, અને ડિયા એની ઉદ્ધારક દેવતા છે ! અને સાચો પ્રેમ કદી કંટાળતો નથી; કે વારંવાર એકની એક રીતે પ્રગટ થવા છતાં વાસી બનતો નથી. એટલે ડિયાને તે નાટકની દરેક રાત્રિએ લાગણીને આ ઉદ્રક નો નવો જ લાગતો, અને તે પોતે એ ક્ષણ માટે જ આખો વખત જાણે ઝંખ્યા કરતી. આ નાટકની સફળતાથી ઉર્સસ રાજી થતા; જોકે મળેલા શિલિંગને ઢગલો ગણવા બેસતી વખતે તે એમ વિચારતો ખરે કે, લેકે આ નાટકની માત્ર આકર્ષક બાજુની સાથે તેના આંતરિક અર્થ ઉપર વધુ લક્ષ આપે તે સારું હસે ખરા, પણ સાથે થોડોક ગંભીર વિચાર પણ કરે ! છતાં પોતે કરેલા આયોજનના આધારે તેને ઊંડી ઊંડી ખાતરી પણ રહેતી કે, ઉપર ઉપરનું હાસ્ય ભુલાઈ જશે, ત્યારે પણ તેમના અંતરમાં આ વસ્તુનું કશું ઊંડું બીજ કાયમ રહેશે. અને વસ્તુતાએ પણ લોકો રીછ-વરુ-માણસના આ ધમસાણમાં ઘેરી ગર્જનાઓ ઉપર સંવાદિતાને વિજય, તથા અંધકાર ઉપર Page #157 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિના માલિક 133 પ્રકાશને વિજય જોતા અને સામગાન મારફત પ્રગટતા પ્રકાશ દ્વારા સ્થળ ઉપર સૂમને - ભૌતિકતા ઉપર આધ્યાત્મિકતાને વિજય કેવી રીતે થયે, તે ઊંડે ઊંડે સમજતા, અને છેવટે વિજયી બનેલા માણસને હાસ્યમાં પોતાનું હાસ્ય ભેળવીને એ વિજયને પ્રમાણતા. આવા સ્કૂલ-સૂકમ આનંદ લેકેને પૂરતા હતા. આ બધા લેકે અમીર-ઉમરાવ વર્ગની પેલી ઊંચી હરીફાઈમાં જઈ શકે તેમ નહોતું; તેમ જ એક સ્કૉચ અને એક આયરિશ માણસ એકબીજાને ખતમ કરી નાખે એ વાત ઉપર હજાર હજાર ગિનીની હોડ બકી શકે તેમ નહોતું. સંપત્તિના માલિક શ્વિનપ્લેઈને હવે એક અર્થમાં તવંગર બની ગયો હતો. તેનાં કપડાંમાં બાકાં ન હતાં તેની અંગીઠી હંમેશાં ગરમ રહેતી, તથા તેનું પેટ કદી ભૂખથી બચકાં ભરતું નહિ. પિતાના જીવનની બધી જરૂરિયાત તેને મળી રહેતી, એટલું જ નહિ પણ કોઈ ગરીબને આપવા તેની પાસે વધારાને પેની પણ હતા. શારીરિક રીતે તે સુખી હતો, એટલું જ નહિ પણ માનસિક રીતેય તે સુખી હત; કારણ કે તેને ડિયાને પ્રેમ મળ્યો હતો. હવે તેને વધારે શું જોઈએ ? તેના મૅનું કદરૂપાપણું દૂર થાય છે ? એ તે હવે શક્ય જ નહેતું. ઉપરાંત એ માં વિના તે પછી ડિયાને નિર્વાહ શી રીતે કરી શકે? તેના મેં ઉપરના એ વિકટ હાસ્ય વિના તે આ બધાને પિકી શકે તેટલી આવક શી રીતે મેળવી શકે ? Page #158 -------------------------------------------------------------------------- ________________ 134 લાફિંગ ને વળી, તેના મની એ ખેડને કારણે ડિયાને પ્રેમ મેળવવામાં તે તેને કશી મુશ્કેલી આવતી નહતી; કારણ કે, તે અંધ હોઈ તેના મને દેખી શકતી જ નહોતી. પરંતુ તે પોતે જેમ જેમ સુખી થતે ચાલ્ય, તેમ તેમ આસપાસનાં ટોળાંમાં બેલ વખતે જોવા મળતી દુઃખ-શેકની ઘેરી છાયા તેના મન ઉપર અસર કર્યા વિના ન રહી. ખેલની એક પેનીની સસ્તી ટિકિટ નીચલા વર્ગને કંગાલ લોકોને આકર્ષતી અને તેઓ પોતાનાં દુઃખ ભૂલવા જ દારૂની પેઠે ગ્વિનપ્લેઈન તરફ વળતા ! પોતાના રંગમંચ ઉપર ઊભો ઊભો તે આ બધા ચહેરા ઉપર અંકિત થયેલી વિવિધ રેખાઓ વાંચતો. કારણ કે, દરેક પ્રકારનું દુઃખ ચહેરા ઉપર પિતાની વિશિષ્ટ રેખાઓ અંકિત કરે છે જ. કેટલાંય છોકરાંનાં મોં ઉપર અવારનવાર વેઠવી પડતી ભૂખની વાત અંકિત થયેલી હતી. અમુક પુરુષ પિતા હતો, અમુક સ્ત્રી માતા હતી. અને તેમની પાછળ બરબાદીને પંથે પળેલું કુટુંબ હતું; એ વાત તેમના ચહેરા ઉપરથી તરત દેખાઈ આવે. એક ચહેરા દુરાચારમાંથી બહાર નીકળી, ગુનાખોરીમાં પ્રવેશત હતા -- શાથી ? અજ્ઞાન અને ભૂખમરાથી. બીજાના મોં ઉપર શરૂઆતની ભલાઈ સામાજિક દબાણથી ભૂંસાઈ જવા આવી હતી અને તેનું સ્થાન ધિક્કાર લેતો જતો હતો. એક બુદ્દીના મોં ઉપર દુકાળ જ સ્પષ્ટ દેખાતો હતો. બીજી એક જુવાન છોકરીની ભમરોમાં વેશ્યાપણું ડોકાતું હતું. એ ટોળા પાસે હાથ હતા, પણ ઓજાર ન હતાં; કામદારો કામ જ માગતા હતા, પણ કામ જ નહોતું. કોઈ કઈ વખત એકાદ ઘરડો કે કોઈ કોઈ વખત એકાદ બીમાર સૈનિક કામદાર સાથે આવીને બેસતો; તે ઉપરથી 4િનપ્લેઈનને યુદ્ધની ભૂતાવળનું દર્શન થતું. કેટલાંય માણસેના ચહેરા ઉપર, ઉપરના વર્ગોના સુખના દબાણથી જ, પશુપણું ધીમે ધીમે પાછું અંકિત થતું જતું તેને દેખાતું હતું. Page #159 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિના માલિક તે અને ડિયા નસીબે ઉઘાડેલી બારીમાંથી સુખ મેળવી રહ્યાં હતાં, પણ બાકી બધું તો કંગાલિયતની ઘેરી ખીણ જ ઘૂઘવતી હતી. કેઈ કોઈ વાર શ્વિનપ્લેઈનને ઉપરના થરની દુનિયા પણ દેખાતી, જેના અવિચારી બોજા હેઠળ જ આ નીચેની દુનિયા દબાઈ જતી હતી. ઘણી વાર પ્રયત્ન કરીને તે માનવતાની આ વિપરીત વેલે સમજવા પ્રયત્ન કરતો. બાળકે હીણપત ભોગવવા જ શાથી મોટાં થાય છે ? કુંવારિકાઓ પાપી જીવનમાં સબડવા જ શાથી જુવાન થાય છે ? ગુલાબો કાદવમાં રગદોળાવા માટે જ શાથી ખીલે છે ? માણસજાતનું શું એ જ ભાવી છે ? કુટુંબોને સમાજ ખાઈ જાય છે; નીતિને કાયદાઓ ભીંસમાં લે છે; જખમો સજાએથી ડુંભાય છે; ગરીબાઈને કરવેરા ખેતરી ખાય છે; બુદ્ધિ અજ્ઞાનના ખાબોચિયામાં જ ગળચવાં ખાય છે, –ટૂંકમાં દુઃખ-શાક, ભૂખ-તરસ અને કંગાલિયત-ગુનાખોરીનું કેવું આ સબડતું ખાબોચિયું - જે પાછું - માનવ જીવન કહેવાય છે ! પણ આ વિચારે આટલેથી જ અટકતા નહિ. તેને આ બધા દુઃખદરિયો શી રીતે ઓછો થઈ શકે, તેને વિચાર પણ આવતે. હું વધુ શક્તિમાન હોત, તો આ દુઃખ ઓછું કરવા કંઈકે પ્રયત્ન કરી શકત. પણ હું કોણ છું ? એક નાનું સરખો અણુ ! મારાથી શું થઈ શકે? કાંઈ જ નહિ ! પણ ફિલસૂફ હંમેશાં માણસને અંતરને જાસૂસ હેય છે. ઉસથી પોતાના શિષ્યની આ આંતરિક ગડમથલ ઝાઝો વખત અછતી ન રહી. એક વખત ડ્રિનપ્લેઈન આવા વિચારવમળે ચડી ગયો હતો, ત્યારે જ ઉસસે તેને ઊધડો લીધે– “અલ્યા મૂરખ ! તું તે કંઈ આંખો વાપરવા લાગે છે ને કંઈ ? પણ સાવધાન ! તારે તો ડિયાને પ્રેમ કરવો, એટલું જ કામ Page #160 -------------------------------------------------------------------------- ________________ 136 લાફિંગ ન કરવાનું છે. તને બેવડું સુખ મળેલું છે. એક તો એ કે આ બધું ટોળું તારું મોં જોઈ શકે છે; અને બીજું એ કે, ડિયા નથી દેતી. પણ એ સુખ ઉપર તારો હકદાવો શું છે ? કશોય નહિ! તારું મેં ખરેખર જોઈ શકતી કેઈ સ્ત્રી તારી પાસેથી ચુંબન લેવાય ઈચ્છે ખરી ? “અને જે મેં તે મેળવ્યું છે, તે પણ તાર' કયાં છે ? તે તે કઈ અગમ્ય રીતે સંતાનના ઘરમાંથી એ મહોરું ઉપાડી આણેલું છે. અને એ મને લીધે તને પૈસાને વરસાદ વરસે છે. એટલે મહેરબાની કરીને સંતોષી રહે; અસંતોષી ન બન. તું જે સ્વપ્નમાં વિહરે છે, એ મૂર્ખાઈભર્યા છે. જો હું કવિતાની ભાષામાં તને એકબે વાત કહું : ડિયાને છ મહિના આ ખેરાક ખાવા મળશે, તે તે તુક બાઈ જેવી પટ્ટી બની રહેશે. પછી તરત જ તેને પરણી લેજે અને તેને છોકરાં થવા માંડશે - એક, બે, ત્રણ અરે ઢગલાબંધ. એનું નામ ખરી ફિલસૂફી. આસપાસ બચ્ચાંકચ્યાં હેવાં એ જ આ પૃથ્વી ઉપરનું સ્વર્ગ છે. માટે છોકરા પેદા કર, તેમને છે, તેમને સાફ કર, અને તારી આસપાસ તેઓ હસતાં હસતાં ઘેરાઈ વળે, તે વાહ વાહ! જે તેઓ રડે કકળે, તે વળી વધુ વાહ વાહ ! કારણ કે, રડવું એટલે જીવતા હોવું. છ મહિનાનાં થાય ત્યાં સુધી તેમને ધાવતાં જોયા કર; એક વરસનાં થાય ત્યાં સુધી ઘૂંટણિયે સરકતાં જોયા કર; બે વર્ષનાં થાય એટલે તેમને પગે ચાલતાં જોયા કર; પંદર વર્ષે ઊંચાં વધેલાં જોયા કર અને વીસ વર્ષે પ્રેમ કરતાં જોયા કર. જેને આ સુખ મળ્યું, તેને બધું મળ્યું. તેથી તે હું રીંછ જેવો બની રહ્યો છું. ઈશ્વર જેવો કઈ કવિ નથી; તેણે પણ પોતાના સાગરીત મોઝિઝને શું કહ્યું હતું ? છોકરાઇયાંવાળ થઈને વધ્યા કર !" તો તું પણ જાનવર, વધવા માંડ! Page #161 -------------------------------------------------------------------------- ________________ ઉર્સસ ગ્વિનપ્લેઈનને સાવધાન કરે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ કોટડી-ગાડીની બહાર ગ્રિનપ્લેઈન અને આંધળી ડિયા. Page #163 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિના માલિક “બાકી, આ દુનિયાને વિચાર કરીએ તો તે તે જેવી છે તેવી છે. અને એ માટે તારી મદદની તેને જરૂર નથી. તેને તું વિચાર જ ન કરીશ. તારા જેવા નટો બીજાએ તેમને જુએ તે માટે સરજાયા છે; બીજાઓને તું જુએ તે માટે નહિ. અને તેમાંય તારી આસપાસ ઘેરાઈ રહેલા ક્ષિતિજની પાર શું છે, તે તું જાણે છે ? પિતાના અધિકારથી - હકદાવાથી જેઓ સુખી છે, તેવા લેકે ત્યાં છે. તું તે અકસ્માત વડે સુખી થઈ બેઠા છે. સુખની એકમાત્ર માલકી એ સુખી લેકેની છે; તું તો એમના વાડામાં ચોરની પેઠે ઘૂસેલે ઘૂસણખોર છે. તેઓ પૂછે કે, તને સુખી થવાને શે હકક છે ? તો તું શું જવાબ આપી શકશે ? તેમને તે જ્યુપિટર, અલ્લા, વિષ્ણુ એવા ઈશ્વરે સુખી થવાને પરવાને આપેલ છે. તારી પાસે કો પરવાને છે, વારુ ? એટલે તું સુખી લોકોની પંચાતમાં પડીશ નહિ. “અને હકદાવાથી સુખી માણસ એટલે કેણ, તે તું જાણે છે ? તે “ઢે” કહેવાય. જે બારણે થઈને તે લેકેએ આ જગતમાં પ્રવેશ કર્યો છે, તે બારણાની ચાવી કેવી મુશ્કેલીમાં તેમણે મેળવી હશે ? લોર્ડ જ્યાં જન્મે, ત્યાં જનમવું કેટલું અઘરું છે? આંધળી નિયતિ પાસેથી પરવાને મેળવી, ઘેડિયામાંથી જ મનુષ્યના અને સુખના માલિક - “લાર્ડ' બનીને જનમવું, એ કેવી મોટી બાબત છે! ટિકિટ વેચનારને ફોસલાવી, ખેલમાં સારામાં સારી જગા મેળવી લેવી, એના જેવી એ બાબત નથી. અને લોર્ડ એટલે લઈ જ વળી ! તેને બધું જ મળે, અને તે બધું જ હોય! તે જુવાન હોય, તો પણ ઘરડાને છાજે એવા હકે તેને મળે; તે ઘરડો હોય, તો પણ જુવાન માણસની સફળતાઓ તેને વરે; તે કાયર હોય તો પણ બહાદુર માણસોને તે કમાન્ડર થાય; અજ્ઞાન હોય તો એકસફર્ડ અને કેબ્રિજની ઉપાધિઓ તેને મળે; મૂરખ હોય, તે કવિઓની પ્રશંસા તેને મળે, અને કદરૂપે હોય, તો સ્ત્રીઓનાં આવકારભર્યા મધુર સ્મિત મળે. Page #164 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેં “લૉર્ડ લેકે જ ખરા રાજવંશીઓ છે. અરે ઇંગ્લેંડને રાજા પણ લડે જ છે- માત્ર બધા ઉમરાવોમાં પ્રથમ. પહેલાંના વખતમાં રાજાએ પોતાને લોર્ડ જ કહેવરાવતા. લોર્ડ લેકે રાજાના સમોવડિયા છે આમ-કેને તે “હા” કહેવાને - કબૂલ રાખવાને જ હક છે. પણ જોઈ લેકે તો “ના” પણ કહી શકે. ઉમરાવો રાજાનું ડોકું પણ કાપી નાખી શકે. આમ-લે કે કદી નહિ. આમ-લોકેએ રાજા ચાર્લ્સ-પહેલાનું ડોકું કાપ્યું, તે રાજા ઉપર હુમલો નહતો, પણ ઉમરાવોના અધિકાર ઉપર હુમલો હતા. તેથી તેઓએ કૅમલના હાડપિંજરને કાઢીને ફાંસીએ ચડાવ્યું હતું. લૉર્ડ લેકે પાસે સર્વ સત્તા છે. શાથી ? કારણ કે, તેઓ પાસે ધનસંપત્તિ છે. હું માર્મડચક નામના ઉમેદવારને ઘર-વૈદ્ય હતા; તે લેર્ડને વરસે નવ લાખ ફાંકની આવક હતી. તને, બબૂચક, એની કલ્પના આવે છે ? અલ લિન્ડસેના જંગલમાંથી છ છોકરાંના એક બાપે સસલું પકડયું હશે; તેમણે એને તરત ફાંસીએ ચડાવી દીધે હતા. ઉમરાવપણું એનું નામ ! ઉમરાવનું સસલું ઈશ્વરના માણસ કરતાં વધુ છે. ઉમરાવો છે ; અને આપણે તેમને નથી કહીએ તેથી તેમનું શું બગડે છે ? એ ઉમરાવોના વજનથી કંગાલ ટોળાં છુંદાઈ જતાં હોય અને તેઓ ચીસે પાડે તેથી શું ? તે તે હાથીના પગના વજન સામે ઇયળ પણ બૂમો પાડી શકે. એક દિવસ એક હિપોપોટેમસને મેં રાફડા ઉપર પગ મૂકીને જતો જોયો હતો. કેટલાંય જતુઓ તેના પગ નીચે છુંદાઈ ગયાં, પણ તેથી શું ? માનવજાત પણુ છુંદાઈ જતાં જતુઓ છે. છુંદાઈ જવું એ જ તેમના જીવનને કાયદે છે, વળી. જગતમાં ઘડાગાડીઓ નામની ચીજ છે જ; લોર્ડ લેકે ઘોડાગાડીમાં જ બેસવાના; અને માણસો એ ગાડીનાં પૈડાં નીચે છૂંદાવાના જ. ડાહ્યા માણસ એ પિડાંથી દૂર ખસી જાય, એ જ તેનું ડહાપણ કહેવાય. Page #165 -------------------------------------------------------------------------- ________________ 139 સંપત્તિના માલિક “મને પિતાને આપણે ઉમરાવવર્ગ બહુ ગમે છે. તેઓ આવા વૈભવશાળી અને શક્તિશાળી છે, તે બદલ હું તેમનો આભાર માનું છું. તેઓ ન હોત, તે આ દુનિયામાં જોવા જેવું, વખાણવા જેવું શું હોત ? તેમણે બંધાવેલા મહેલ, તેમણે બંધાવેલા કિલ્લાઓ, તેમનાં મકાનોમાં સંઘરાયેલાં પુસ્તકે, તેમનાં મકાનમાં ભેગી કરેલી અજાયબીઓ, - એ બધું સામાન્ય માણસ શી રીતે ઊભું કરી શકત ? આ પૃથ્વીને તદ્દન કંગાળ તુચ્છ બની રહેલી જોઈને ઈશ્વરે આ લોર્ડ લોકે સરજ્યા; અને સાબિત કર્યું કે, પોતાને પણ સુખ-વૈભવ-દમામ સર્જતાં આવડે છે. " અને એમની આસપાસ ઘેડાં ચીંથરાં સરજાય કે ઊડતાં દેખાય તેથી શું ? બધી જ વસ્તુઓ સોનાની ન બનાવી શકાય ને ? આ બધા ગરીબો-કંગાળો છે, તેથી શું થયું ? તેઓ ભેગા પિસાઈને એક ઉમરાવની સંપત્તિ ઊભી કરે છે જે તેમાંના કેઈથી કદી ન ઊભી થઈ શકત. આપણું ઉમરાવો એ આપણું ગૌરવ છે. તેમના એક એકના શિકારી કૂતરાઓ પાછળ આખા રાજ્યના રક્તપિત્તિયાઓ માટે કે છોકરાં માટેની ઇસ્પિતાલો પાછળ થતા ખર્ચ કરતાં વધુ ખર્ય થતું હોય છે; તેથી શું? ડયૂક ઑફ લીઝ પોતાના હજૂરિયાઓની વર્દી માટે જ વર્ષે પાંચ હજાર સોના-ગીની ખર્ચે છે; પણ તેથી શું ? ચીંથરાં અને ઝૂંપડાંથી જ છવાયેલી અફાટ દુનિયા વચ્ચે સુખ-સમૃદ્ધિના આવા થોડાક ટાપુઓ પણ ન હોય, તો ઈશ્વરે સરજેલા આ માટીના ઢગલામાં બીજું જોવા જેવું શું છે ? “અને બીજાઓ ટાઢે મરે છે કે ભૂખે મરે છે, તેથી પણ શું બગડી ગયું ? ટાઢ ન હોય તો યિા શી રીતે આંધળી થાત ! અને ડિયા આંધળી થઈ ન હોત તે તને શી રીતે તેને પ્રેમ મળવાને હતો ? માટે બબૂચક, આ બધી બાબતોમાં તર્કબુદ્ધિ લડાવવી તે નકામી છે, હાનિકારક છે. અને આ બધા વેરવિખેર થયેલા દુઃખી Page #166 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન લેકે પિતાનું દુઃખ ભૂંકવા માંડે, તે પછી આ જગતમાં બીજું સાંભળવાનુંય શું રહે ? તેથી જ ઈશ્વર એ બધાને મૂંગા રહેવાનું ફરમાવે છે, જેથી એ મોટી બૂમ સાંભળીને તેની પોતાની નીંદ હરામન થઈ જાય. માટે હું કહું છું કે, આમ-લકે ! તમે તમારી જીભ પકડી રાખે. હું તે ફિલસૂફ હેઈ ઊલટો મારી જીભ એ ઉમરાવોની પ્રશંસા કરવામાં અને તેમને વખાણવામાં વાપરું છું. - “તેઓ ચીજે ઉપર કરવેરા નાખે છે, તેથી શું થયું ? એક પાઉંડની આવક ઉપર ચાર શિલિંગ વેર લેવાય છે, તેથી શું થયું ? તેઓ એ પૈસાને કેવો ઉપયોગ કરે છે ? ઈશ્વરે જેટલાં જંગલી પ્રાણીઓ સરજવાં છે, તે બધાં કરતાં જુદાં પ્રાણીઓ આ ઉમરાવોએ સરજ્યાં છે. ક્યાં ? તેમની રાજમુદ્રાઓમાં. આપણને બધાને તે તે પ્રાણીઓ ખરેખર જીવતાં હોય તે બીક લાગે; પણ તેઓ તે તે બધાને સોનામાં કોતરી તે વડે પોતાની ગાડીઓ, બારણાં, પિશાકે વગેરે અલંકત કરે છે. એવા પ્રતાપી પુરુષો એ છે. આપણાં રાણીનું ઘરખર્ચ જ વર્ષે સાત લાખ પાઉંડ છે. અને બીજું બધું ઉમેરીએ તે દશ લાખ ઉપર જાય. આટલાથી જ તમને આનંદ થતો નથી ? તે પછી, કાળમુખાઓ, તમને કશી વાતથી આનંદ થવાને જ નહિ !" 3 આમ તે, શ્વિનપ્લેઈનને “ગ્રીન-બોકસની બહાર ફરવા જવાની છૂટ હતી; પણ રસ્તામાં તેને ચહેરો મફતમાં જોઈ લેવા લેકે ટેળે ન વળે, અથવા તેને ચહેરો રોજ નજરે પડતી સસ્તી ચીજ ન બની જાય, તે માટે તે અંધારામાં જ અને ટોપ નીચે સુધી દબાવીને જ નિર્જન રસ્તાઓ ઉપર ફરવા જતો. તેને ચહેરો ખાસ રંગમંચ ઉપર જ જોવા મળવો જોઈએ, એવી કાળજી રાખવી આવશ્યક હતી. Page #167 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિના માલિક 141 ઉપરાંત, અત્યાર સુધી હજુ “ગ્રીન-બૅકસ થિયેટર શહેરમાં બહુ જતું નહિ. શ્વિનડેઈન 24 વર્ષને થયે ત્યાં સુધી તેણે સિંકપિસ કરતાં મોટું શહેર જોયું નહોતું. પણ હવે તેની કીર્તિ ચારે બાજુ ફેલાવા લાગી હતી. અને શહેરમાં પણ એના ચહેરા વિષે વાતો થવા લાગી હતી. “અંધાધૂંધી પર વિજય’ એ નાટક શહેરનાં મંડળોમાં પણ ચર્ચાવા લાગ્યું હતું. એટલે, એક દિવસ ઉર્સસ બોલી ઊઠો : “આપણે લંડન જવું જોઈએ.” Page #168 -------------------------------------------------------------------------- _ Page #169 -------------------------------------------------------------------------- ________________ ખેહ ત્રીજો હસતે મોએ Page #170 -------------------------------------------------------------------------- _ Page #171 -------------------------------------------------------------------------- ________________ ટેડકસ્ટર વીશી એ જમાનામાં લંડન આગળ થેમ્સ નદી ઉપર એક જ પુલ હતો, અને એ પુલ ઉપર પણ રહેવાનાં મકાનો હતાં. એ પુલથી લંડન શહેર સાઉથવર્ક નામે પરા સાથે જોડાતું. એ પરાના રસ્તા થેસના કાંકરા-પથરાથી જ જડેલા હતા, અને તેમાં આવેલાં ઢગલાબંધ ખડકાયેલાં મકાને બધાં લાકડાનાં હતાં. અગ્નિદેવ સહેલાઈથી પોતાનું તાંડવ તેમાં ખેલી શકે. ૧૬૬૬ના વર્ષે એ વસ્તુ સાબિત પણ કરી આપી હતી. એ પરાને છેડે “ટારિ~-ફીલ્ડ” નામે એક જૂની જાગીરનું પડતર બીડ જેવું વિશાળ મેદાન હતું. તેમાં મદારીઓ, જાદુગરો, લેક-સંગીતકાર, લક-નાટયકાર વગેરેની મંડળીઓ પડાવ નાખતી. પરિણામે એ ભાગ હવે આવા કાયમના લેક-જલસાઓનું સ્થાન બની રહ્યો હતો. દારૂના માંડવા જેવી કેટલીય વીશીઓ આસપાસ ધીકતો ધંધે ચલાવતી હતી. જોકે, તે સૌમાં સાચા અર્થમાં મુસાફરોને ઊતરવાનું સ્થાન કહી શકાય તેવી પણ એક વીશી હતી, જેનું નામ હતું “ટેકેસ્ટર”. તેને ત્રણ ભીંતોથી ઘેરાયેલું વિશાળ આંગણું પણ હતું. અને તેમાં જ ગાડાં-ગાડીને પ્રવેશવાને દરવાજો હતો. માણસો તે એ વીશીના તળ ઉપરના જાહેર ઓરડાના આડ-બારણામાંથી જ પ્રવેશતા; એટલે પેલે દરવાજે ગાડાં વગેરે માટે જ વપરાતો. આ વીશીના વિધુર માલિકનું નામ નિકેલ હતું. તે ભારે કંજૂસ પ્રકૃતિને માણસ હતા; તથા કાયદાથી ડરીને ચાલનારો હતા. 10 Page #172 -------------------------------------------------------------------------- ________________ 146 લાફિંગ અને ૧૭૦૪ના ૧૭૦૫માં પહોંચતા શિયાળાના આખરી ભાગમાં એક સાંજે ભારે પવન ઊપડ્યા હતા અને ટાઢ પણ સખત હતી. તે વખતે એક માણસ કેસ્ટર વીશીની ભીંતની બહારની બાજુએ થઈને જતો હતો, તે અચાનક થોભી ગયો. તે માંણસને પિશાક ખલાસી જે લાગતું હતું, પણ રાજદરબારી સ્ટાઈલ હતો અને આમ જનતા માટે તે સ્ટાઈલની બંધી ન હતી. . તે શાથી થે હતા ? સાંભળવા. તે શું સાંભળતો હતો ? ભીંતની અંદરની બાજુ કોઈ બોલતું હતું અને સામે જાણે મેટું ટોળું ભેગું થયું હોય તેવો ગણગણાટ સંભળાતા હતા. પેલે અવાજ કહેતા હતઃ - “લંડનનાં સ્ત્રીપુરુષ, હું આવી પહોંચે છું. તમે સૌ અંગ્રેજો છે, તે બદલ તમને અભિનંદન ! તમે એક મહાન પ્રજા છે - અરે, મોટી વસ્તી છે. તમે મુક્કાથી જે પ્રહાર કરી શકે છે, તે તમારી તરવારના ઘા કરતાં પણ વધુ સુંદર હોય છે. તમારી ભૂખ પણ બહુ તેજ છે. તમે એવી પ્રજા છે, જે બીજી પ્રજાઓને જ હજમ કરી જાય ! - બહુ ભવ્ય કામગીરી કહેવાય. તમારું રાજકારણ, તમારી ફિલસૂફી, વસાહતી સંસ્થાને, વસ્તીઓ અને ઉદ્યોગોને તમારો વહીવટ તથા પિતાને માટે ઠીક ગણાય તેવી ધજા બીજને કરવાની તમારી તમન્ના - એ બધું અને બું અને પ્રશંસનીય છે. હું પિતે અંગ્રેજ પણ નથી કે માણસ પણ નથી. કારણ હું રીંછ હેવાનું બહુમાન ધરાવું છું. ઉપરાંતમાં હું દાક્તર છું, તથા શિક્ષક છું. હું બે પ્રકારની વસ્તુઓ શીખવું છું જાણું છું તે, અને જે હું નથી જાણતું તે. હું દવાઓ વેચું છું, પણ વિચારો મફતમાં આપી દઉં છું. તે નજીક આવો અને સાંભળે. જ્ઞાન તમને આમંત્રે છે. તમારા કાન ઉઘાડો. જે તમારા કાન નાના હશે, તે તેમાં થોડુંક સત્ય સમાશે, જે તે મેટા હશે તે ઘણું ઘણું મૂર્ખાઈએ અંદર ઠરીઠામ થશે. માટે ધ્યાન દઈને સાંભળો Page #173 -------------------------------------------------------------------------- ________________ ટૅકેટર વીશી “મારે જે સાથી છે, તે લોકોને હસાવવાનું કામ કરે છે; હું લેકેને વિચારતા કરવાનું કામ કરું છું. અમે બંને એક જ પેટીમાં રહીએ છીએ. જ્યારે લોકે ડેમોક્રિટસને પૂછતા : “તમે શી રીત જાણે છે ?' ત્યારે તે જવાબ આપતે, “હસું છું. અને મને - જે લેકે પૂછે કે, “તમે કેમ હસો છે ?" તે હું જવાબ આપું, કારણ કે, હું જાણું છું. હું લેકેની ભૂલ સુધારનાર છું. તમારી બુદ્ધિ સાફ કરી આપવાનું હું માથે લઉં છું અર્થાત તમારી બુદ્ધિ સાફ નથી, એમ કહેવાને હું દાવો કરું છું. - “સાચને જૂઠથી જુદું પાડી આપું છું. તમે ઘણી ઘણી ભૂલોમાં ફસાયેલા છે, હું તમને તેમાંથી છોડાવવા માગું છું. કેટલા બધા વહેમો તમે જાણો છે ! કેટલી બધી ખેટી માન્યતાઓ તમે ધરાવે છે ! જેમ કે... અહી અમે ચાર કલાધરો તમારી સમક્ષ ઊભા છીએ. પહેલે હું મારો મિત્ર હોમ” લઉં? તે વરુ છે, અને એ વસ્તુ તે હરગિજ છુપાવવા માગતા નથી. તેની સામું જુઓ; તે ગંભીર, વિદ્વાન અને ડાહ્યો છે. ભગવાને એક વખત તેને યુનિવર્સિટીને ડાક્ટર-ડિગ્રીધારી બનાવવા ધારેલું. પરંતુ તે માટે તેણે થોડા બેવકૂફ હેવું જોઈતું હતું. પણ તે બેવકૂફ ન હોઈ તેણે એ ડિગ્રી વિના જ ચલાવી લીધું છે. તેને કોઈ પૂર્વગ્રહો નથી કે તે બીજાને હલકા વર્ગના ગણનાર સૂગયો નથી. તેને માદા-વરુ સાથે વાતચીત કરવાને હક છે, પણ તે અવારનવાર કોઈ માદા-કૂતરી સાથે પણ વાતચીત કરી લે છે. તે ઘૂરકે પણ છે - માણસોની જેમ; તે ભસે પણ છેઃ સંસ્કૃતિને માન આપીને. હેમે એ સંપૂર્ણતાની કક્ષાએ પહોંચેલે કૂતરો જ છે. તે જીભથી પરસેવો કાઢે છે અને પૂંછડીથી હસે છે. તે નમ્ર છે તથા માનવ પ્રાણીઓને ઉપયોગી થઈ પડવાની વૃત્તિ ધરાવે છે. મારે બીજો સાથી તેના અને ખામાં માટે મશહૂર છે. એક Page #174 -------------------------------------------------------------------------- ________________ 148 લાકિંગ ઍન. વખત ચાંચિયાઓએ તેને દરિયાકિનારે તજી દીધો હતે. તમે તેને જેશે એટલે જરૂર વખાણશે. - “મારે ત્રીજે સાથી અંધ કરી છે. પણ આંધળાપણું એ એની એકલીની જ ખાસિયત છે શું ? આપણે બધા જ અંધ છીએ. કંજૂસ પણ આંધળે જ હોય છે. તે માત્ર સેનું જુએ છે, પણ સંપત્તિ જેત નથી. ઉડાઉ માણસ પણ આંધળે છે. તે માત્ર શરૂઆત જુએ છે પણ અંત જેતે નથી. વિદ્વાન પણ આંધળે છે : તે પિતાનું અજ્ઞાન જેતો નથી. પ્રમાણિક માણસ પણ આંધળો છે : તે દુર્જનતા જોતું નથી. બદમાશ પણ આંધળો છેઃ તે ઈશ્વરને જોતો નથી. ઈશ્વર પણ આંધળે છે. કારણ કે જે દિવસે તેણે સૃષ્ટિ સર્જી, ત્યારે સેતાન અંદર પેસી ગયો હતો તે તેણે જોયું નહિ. હું પોતે પણ આંધળો છું. કારણ કે તમે બધા બહેરા છે એ જોયો વિના બોલ્યા કરું છું. “સગ્રુહસ્થ અને સન્નારીઓ, હવે ખેલ શરૂ થાય છે ! " પેલો ખલાસી હવે તરત અંદર દાખલ થયો અને ટિકિટ ખરીદી પ્રેક્ષકોના ટોળામાં ભળી ગયો. વાચકે સમજી ગયા હશે કે, “ગ્રીન-બોકસ” થિયેટર લંડનમાં આવી પહોંચ્યું હતું. પિતાના ખેલ માટે ડસ્ટર વશીનું આંગણું ઉર્સસને ખાસ પસંદ આવી ગયું. એક તો એ વશી એવી જગાએ આવેલી હતી કે, જ્યાં કોઈ પણ ઋતુમાં હંમેશ ખેલ-તમાશા ચાલુ જ રહેતા; અને તે વીશીનું મકાન પણ ઉર્સસની “ગ્રીન-કસને. વિચાર કરીને જ જાણે બનાવેલું હતું ! તેના મેટા દરવાજામાં થઈ આખી ગ્રીન-બેસ” સહેલાઈથી ત્રણ બાજુ ભીતવાળા આંગણામાં આવી ગઈ હતી. આગળને ખાલી ભાગ, Page #175 -------------------------------------------------------------------------- ________________ દેડકેટર વીશી તે પિટ કલાસ; વીશીના ભોંયતળના ઓરડાની બારીઓ, એ બાકસ, અને ઉપરના મજલાને કઠેરાવાળો ઝરૂખે, એ ફર્સ્ટ ક્લાસ ! પ્રેક્ષકે આડ-બારણામાં થઈ નીચેના ઓરડામાં દાખલ થાય. ત્યાંથી આંગણામાં જવા માટેના ઓરડામાં આગળ પીપ ઉપર ટિકિટ ઓફિસ આવેલી હતી. કેઈક વાર ફિબિ ટિકિટ વેચવા બેસે તો કે ઈક વાર વિનસ. વીશીવાળાએ પ્રેક્ષકોની સગવડ માટે બારીઓએ અને ઝરૂખામાં ખુરશીઓ ગોઠવી રાખી હતી. ઝરૂખામાં વચ્ચેને ખાલી આંતરો બાદ કરતાં, બંને બાજુએ બે પંક્તિમાં દશ ખુરશીઓ મૂકેલી હતી; વચ્ચેના આંતરામાં એક આરામ ખુરશી તથા વીશીની સારામાં સારી મખમલ મઢેલી ખુરશીઓ મૂકી હતી. એ ઉમરાવ-વર્ગ માટે અલગ રખાયેલી ખાસ જગા હતી. ઉર્સસ એમ માનતો હતો કે, લંડનનાં ઉમરાવ વર્ગનાં માણસો આ ખેલ જોવા આવવાના જ. " પણ ખેલ શરૂ થતાં માલૂમ પડ્યું કે, બીજી બધી જગાઓ ભરાઈ ગઈ હતી, માત્ર ઉમરાવ વર્ગ માટેનું ખાનું જ ખાલી રહ્યું હતું. ખેલ એવો તે સફળ નીવડ્યો કે, પછી તે સાઉથવર્ક પરું લાફિંગ મૅન’ જેવા આવનાર પ્રેક્ષકોનાં ટોળાંથી જ ગાજતું રહેતું. ટરિન્સ-ફીલ્ડ ઉપરના બીજા નટ-ભવૈયા વગેરેમાં તરખાટ મચી રહ્યા. ગ્રિનપ્લેઈને જ તેમના બધા પ્રેક્ષકોને ખાઈ જતો ! ટારિન્ક ફિલ્ડ ઉપર તે વખતે તરવાર ગળનારા, અંગ વાળનારા, સ્ત્રી-ખેલાડીઓનું સરકસ, ફરતું પ્રાણી-સરકસ, - વગેરેના કેટલાય ખેલે હતા. પણ ગ્રિનપ્લેઈનને “અંધાધૂંધી પર વિજય” એ ખેલ જ સૌને મૉએ ચડી ગયો. પરંતુ એ સફળતા થેમ્સ નદી ઓળંગીને સામે પાર ન પહોંચી. કહે છે કે કીતિને પાણી ઓળંગતાં વાર લાગે છે. એકસો ત્રીસ વર્ષ અગાઉ શેકસપિયરની કીતિ જ ઇગ્લેંડથી ફસ પહોંચી નહતી. Page #176 -------------------------------------------------------------------------- ________________ 10. લાફિંગ મેન , અને વેટરે મદદ ન કરી હતતે શેક્સપિયર આજે પણ ઇંગ્લેંડની દીવાલમાં જ પુરાયેલો રહેત - અલબત્ત, વોટરને પોતાના એ કાર્ય બદલ પછી ઘણે પસ્તાવો થયો હતો એ જુદી વાત ! આ ખેલની વચ્ચે ઉર્સસ અવાજની નકલ કરવાની પિતાની શક્તિને પરચો આપતો. પ્રેક્ષકેમાંથી કોઈના પણ કંઠની તે આબેહૂબ નકલ કરી બતાવત; ઉપરાંત તે આખું ટોળું ભેગું થઈને શેરબકેર કરતું હોય તેવો અવાજ પણ એકલો કાઢી શકતો. અને લેકે તેની એ શક્તિ ઉપર આફરીન પિકારી જતા. સાથે સાથે તે ભાષણો પણ આપતો - જેનો એક નમૂને આપણે હમણાં જ ઉપર જે; તે દવાઓ પણ વેચતો અને માંદાઓના ઉપચાર કરતો. - સાઉથવર્ક પરું આખું તેના ખેલથી જિતાઈ ગયું. આ પરંતુ પ્રેક્ષકોમાં હજુ બધો નીચલો થર જ આવતો હત– આજની કમાણે આજે જ ખતમ કરનારો ! પરંતુ એ પ્રેક્ષકોમાં જરાક ઊંચે, તથા ઓછો ગરીબ દેખાતા, તથા ચીંથરેહાલ નહિ એ એક પ્રશંસક હંમેશ નજરે પડતો. એની ભાષા, એની ચેષ્ટાઓ, એની ધક્કામુક્કી નીચલા થરને જ લાયક હતાં. પણ નવાઈની વાત એ હતી કે, “લાફિંગ મેન'ના ખેલનું જાણે એને વ્યસન થઈ લાગ્યું હતું. અલબત્ત એ દરેક ખેલમાં હાજર નહોતે રહેત; પણ જ્યારે તે આવતો, ત્યારે આખા પ્રેક્ષકસમુદાયને એ જ રતાં. તે જ તાળીઓ પાડવાનું તથા પ્રશંસાના પોકાર કરવાનું શરૂ કરતે, અને તરત આખું ટોળું તાળીઓ પાડવા લાગીને કે પિકારો કરીને તેને સાથ આપતું. ઉર્સસના લક્ષમાં એ વાત આવી ગઈ અને વિનપ્લેઈનના એક વખત વીશી-માલિક માસ્ટર નિકોલસ ઉસ પાસે ઊભે. કે , J , , , Page #177 -------------------------------------------------------------------------- ________________ દેડકેટર વીશી હતો, તે વખતે ઉસસે એ ઊંચે માણસ બતાવીને તેને પૂછ્યું, “એને તમે ઓળખો છો ?" “જરૂર.” “તે કોણ છે ?" " ખલાસી.” “તેનું નામ ?" ગ્નિનપ્લેઈને વચ્ચે જ પૂછયું. “ટોમ-જિમ-જેક.” પછી વીશીમાં પાછો ફરતો ફરતો નિકોલસ ગણગણે, “એ કઈ લૉર્ડ - ઉમરાવ નથી, એ કેવી કમનસીબીની વાત છે ? નહિ તે સૌ કોઈને લાભ થઈ જાત. આવા ખેલ-તમાશા જોયા કરવા અને મજા કરવી એ જ તેને ધંધો છે !" . અલબત્ત, વીશીવાળા સાથે કોઈ કઈ વાર થઈ જતી આવી અને આટલી વાતચીત સિવાય, “ગ્રીન-બૅક્સ થિયેટરવાળાં સી. બીજી રીતે સૌથી અલગ જ રહેતાં. અલબત્ત સૌ કોઈ પરવારી જતું, પછી ગ્વિનપ્લેઈન એકજો આસપાસના ખુલ્લા મેદાનમાં આંટા મારવા અને ખુલ્લી હવા લેવા નીકળતો ખરે. Page #178 -------------------------------------------------------------------------- ________________ એક જણના બે શત્રુ, આપસમાં મિત્ર પરંતુ “લાફિંગ મેન'ની સફળતાથી જેમને નુકસાન પહોંચવા લાગ્યું, તે બીજા બધા ખેલ મંડળીઓવાળા ગુસ્સે થઈ ગયા. તેમને તેમના ખેલ બંધ કરવાવારે આવી ગયા હતા. તેઓ હવે અદેખાઈ કરવા લાગ્યા, એટલું જ નહિ પણ ગ્વિનપ્લેઈનને કંઈક નુકસાન પહોંચાડી શકાય તેવો રસ્તો વિચારવા લાગ્યા! પહેલાં તો તેઓએ ખેલ વખતે બૂમો પાડીને, બખેડા કરીને ધાંધલ મચાવવા માંડી. એને કારણે ઉર્સસનાં ભાષણો જેમ તીવ્ર બનતાં ગયાં, તેમ ટોમ-જિમ-જૈકના ઠોંસા પણ. કારણ કે, ગ્નિનપ્લેઈન જેતે કે, પેલા લેકે ધાંધલ શરૂ કરવા જાય, તેની સાથે જ ટોમ-જિમ-જેક કામે લાગી જતો અને ઠોંસા-મુકકી-ધક્કા વગેરેથી તરત ટેળામાં શાંતિ સ્થાપી દેતે. ઉર્સસને પણ ટોમ-જિમ-જેકની આ મદદ નજરે પડ્યા વિના ન રહી; પરંતુ ઉર્સસની ટોળી જેમ કોઈની સાથે ભળવા તત્પર નહોતી, તેમ ટોમ-જિમ-જેક પણ સાથી-દોસ્તની ટોળી વિનાને એકલે જ હોઈ દરેક જણને મિત્ર બનવા તત્પર હોવા છતાં, કેઈને સોબતી બન્યા વિના, જેવો દેખા દેતા તે અલોપ થઈ જતો. પરંતુ ટેમ-જિમ-જકના ઠોંસામુક્કીથી પેલાઓની અદેખાઈ શાંત ન પડી. તેઓએ ભેગા થઈ, સત્તાવાળાઓને એક ફરિયાદ લખી મોકલી. Page #179 -------------------------------------------------------------------------- ________________ એક જણના બે શત્રુ, આપસમાં મિત્ર 153 સત્તાવાળાઓને ધા નાખવામાં પાદરીઓ પણ ભળ્યા; કારણ કે, લેકે પાદરીઓના ભાષણમાં જતા પણ ઓછી થઈ ગયા હતા? લેકેને ઉર્સસનાં મર્માળાં વાક્યો વધુ ગમતાં. પરિણામે સાઉથવર્કનાં પાંચ દેવળે ખાલી જ રહેતાં. પાંચે દેવળના પાદરીઓએ લંડનના બિશપને ફરિયાદ કરી, અને બિશપે નામદાર રાણીને ફરિયાદ કરી. - પેલા ખેલ મંડળીવાળાઓએ પિતાની ફરિયાદમાં ધર્મને વચ્ચે આણ્યો હતો. તેઓનું કહેવું હતું કે, વિનપ્લેઈન જાદુમંતર કે મેલી વિદ્યાને જાણકાર છે, અને ઉર્સસ નાસ્તિક કાફર છે. આમ ખેલ-મંડળીવાળાઓએ ધર્મને નામે ફરિયાદ કરી, ત્યારે પાદરીઓએ પોલીસ-કાયદાઓને નામે ! કયા પોલીસ-કાયદાનો ભંગ થતો હતો, વારુ ? આ મંડળીમાં વરુ હતું એ ! ઇંગ્લેંડમાં વરુને વરતી બહાર કરવામાં આવ્યું છે. બુલડોગ ? ભલે રાખો. પણ વરુ ? હરગિજ નહિ. ભસી શકતું કૂતરું ચાલે; પણ ઘૂઘવતું કૂતરું ન ચાલે. “ગ્રિનપ્લેઈનને કેદમાં પૂરે અને વરુને ડબ્બામાં. નહિ તે પગપાળાઓની, વટેમાર્ગુઓની શી સલામતી ? ઉર્સસને વીશીવાળા મારફત આ બધી અરજીઓ થયાની ભાળ મળી અને તે ચિંતામાં પડી ગયા. લંડનમાં આવવાનું વિચાર કરવા બદલ તેને પસ્તાવો થવા લાગ્યો. પરંતુ સાઉથવર્ક પરું જ્યાં સુધી “ગ્રીન-કસની તરફેણમાં હતું, ત્યાં સુધી આખું ઇંગ્લેંડ– લંડન, નામદાર રાણ, ઉમરાવની સભા, આમની સભા, બિશપ અને ખેલ-મંડળીઓ તેની સામે હોય તેથી શું થઈ ગયું ? સ્થાનિક સત્તાવાળા આ બાબતમાં ઉપેક્ષાવૃત્તિ જ દાખવતા હતા. અને ઈંગ્લેંડમાં ઉપેક્ષાભાવ એટલે સંરક્ષણ જ ગણી લેવું. જ્યાં લગી સરે-પરગણુને શેરીફ ન હાલે - Page #180 -------------------------------------------------------------------------- ________________ પt લાફિંગ મૅન કારણ કે સાઉથવર્ક તેની હકૂમત હેઠળ હતું–ત્યાં સુધી ઉર્સસ, હેમે. સૌ સહીસલામત હતા. ઊલટું, “ગ્રીન-ક્સ' સામેના આ વિરોધને કારણે જ તેની ઘરાકી વધી ગઈ ! “ગ્રીન-બૅકસ વિરુદ્ધ અરજીઓ થવા લાગી છે એવું જાણમાં આવતાં જ લકે તેને મદદ કરવા તૈયાર થઈ ગયા અલબત્ત, તેને ઘરાકી આપીને ! આમેય જે વરતની બંધી હોય, તે વસ્તુ તરફ જ લેકની વૃત્તિ વધારે વળે છે; તેમાં આ તો એક રીતે ઉપરના વથી - સત્તાથી થનાર જુલમ કહેવાય - એટલે “ગ્રીન-કસને ઓથ આપીને સત્તાવાળાઓ સામેનો વિરોધ બતાવો, એ પણ લેકને ગમતી વાત. ઉપરાંત એક આનંદપૂર્ણ સાંજ ગાળવાની મળે એ નફામાં ! મિત્ર તે તમારાં વખાણ કરીને થોડા વખતમાં જ થાકી જાય; પણ દુશ્મન વખોડવામાં ઝટ થાકે નહિ - તેઓ ઝટ ચૂપ થઈ જાય નહિ, એ જ તેમને ઉપકાર છે - લેને તેઓ જાગતા જ રાખે છે ! ઉસે ગ્વિનપ્લેઈનને આ ફરિયાદો વિષે કશી વાત કરી ન હતી; તેના મનમાં હતું કે, તેને અત્યારથી નાહક ચિંતામાં નાખવાની જરૂર નથી. અને કશું થવાનું હશે, તે પોતાને પહેલેથી ખબર પડશે ને ? ' પણ એક વખત ખેલની આવક ગણાતી હતી, તે વખતે નીચે ગબડી ગયેલો ફાધિંગ ઉપાડીને હાથમાં રાખી ગ્વિનપ્લેઈન જેવા લાગ્યો. તે બેઃ આ ફાધર પોતે લેકોની કંગાલિયતનું પ્રતીક છે; પણ તેની ઉપર જે છાપ છે, તે રાણી એનની આકૃતિ રાજ સત્તાના બિનકમાઈના વૈિભવનું પ્રતીક છે. વીશીવાળા નિકોલસની હાજરીમાં બેલાયેલા આ શબ્દ, ફિબિ અને વિનસ મારફતે ઉર્સસ Page #181 -------------------------------------------------------------------------- ________________ એક જણના બે શ; આપસમાં મિત્ર 15 પાસે પહોંચ્યા. તે ચોંક્યો ? આ તો રાજદ્વારી શબ્દો કહેવાય. તેણે વિનપ્લેઈનને ઊધડો લીધે ? “તારું ડાચું જ સંભાળ્યા કર. મોટેરાંઓ માટે એક નિયમ: છેઃ કશું કામ ન કરવું; અને નીચલા વર્ગ માટે એક નિયમ છે : કશું બોલવું નહિ. ગરીબ લોકોને એક જ મિત્ર છેઃ ચુપકીદી, તેઓ એક જ શબ્દ મરજીમાં આવે તેટલ બોલી શકે - “હા.: કબૂલ કરવું અને મંજૂર રાખવું, એટલો જ એકમાત્ર હક તેઓને છે. મોટા માણસો, તેમને ગમે તે, આપણને ફટકારી શકે; મેં પણ મારા દિવસોમાં ખૂબ માર ખાધો છે; એ તેઓને અધિકાર છે. અને આપણું હાડકાં ભાંગવાથી તેમના ગૌરવને જરાય આંચ, આવતી નથી. આપણે તો રાજદંડની ભક્તિ કરવી જોઈએ, કારણ કે સૌ સેટીઓમાં તે શ્રેષ્ઠ છે. મોટેરાઓનો આદર-સત્કાર. કરવો અને તેમના પ્રત્યે નમ્રભાવ રાખવો, એનું નામ જ ડહાપણ. રાજાનું અપમાન કરનાર, સિંહની યાળ કાપવા જનાર છોકરી જેટલું જ જોખમ ખેડી રહ્યા છે. જરા ગંભીર થા. આ દેશમાં રાજાએ છે અને કાયદા છે, એટલું યાદ રાખ. ત્રણ વર્ષ નાનું એક ઝાડવું કાપનારને અહીં ફાંસી થાય છે. નાસ્તિક ભાવથી સોગંદ ખાનારના પગને હેડમાં નાખવામાં આવે છે. દારૂડિયાને ઊંધા પીપમાં ઘાલી, મથાળે તેના માથા જેટલું કાણું પાડી તેનું માથું તથા બાજુમાં બે કાણાં પાડી તેના હાથ બહાર કાઢવામાં આવે છે, જેથી તે સૂઈ શકે નહિ. વેસ્ટમિન્સ્ટર હોલમાં જે મારામારી કરે, તેને, આજીવન કેદ અને તેની મિલકત જપ્ત ! રાજાજીના મહેલમાં જે મારામારી કરે, તેને જમણે હાથ કાપી નાખવામાં આવે. બિશપની અદાલતમાં નાસ્તિકતા સાબિત કરાય, તો તમને જીવતા બાળી મૂકે. આગલે દિવસે આમની સભામાં ભાષણ કરનારાઓનાં નામ છાપવાની ધષ્ટતા બતાવવા બદલ ડેનિયલ ડેફે નામના બદમાશના હાથપગ ૧૭૦૨માં પિલરી ઉપર જડી દેવામાં આવ્યા હતા નામદાર. Page #182 -------------------------------------------------------------------------- ________________ 156 લાફિંગ મેન રાણીજી પ્રત્યે બદમાશી દાખવનારનાં આંતરડાં જીવતાજીવત કાઢી તે વડે તેના ગાલને તમાચ મારવામાં આવે છે. તે સદાચરણ અને ન્યાયના આ સિદ્ધાંતો તારા ખાલી માથામાં જ ભરી રાખ. હું એક પણ શબ્દ મેંમાંથી કાઢતો નથી, અને જરાક અંદેશા જેવું લાગે કે ભાગી જાઉં છું: બહાદુરીનું આ દષ્ટાંત નજર સામે રાખજે. બહાદુરીની બાબતોમાં પંખીઓનું અનુકરણ કરવું, અને ગપસપની બાબતમાં માછલાંનું.” આટલો ઉપદેશ આપ્યા બાદ પણ કેટલાય દિવસ સુધી ઉર્સસના મનની ચિંતા દૂર ન થઈ. જોકે કેટલાંય અઠવાડિયાં સુધી કંઈ ન બન્યું, એટલે તેને શ્વાસ કંઈક હેઠો બેઠો ખરે. પણ એટલામાં એક દિવસ કાળાં કપડાં પહેરેલ અને હાથમાં લેખંડની છડીવાળે એક માણસ મેદાનમાં દાખલ થતા ઉર્સસના જોવામાં આવ્યો. ઉર્સસ તેને જોઈને પગથી માથા સુધી કંપી ઊડયો. તેણે તરત વિનપ્લેઈનને બોલાવીને એ માણસ બતાવ્યો તથા પૂછયું - “જે માણસ કેણ છે તે જાણે છે ?" “ના.” “તે “વાપેનટેક” છે.” વાપેનટેક એટલે ?" “એટલે બહુ બીવા જેવા અસર. તેના હાથમાં શું છે તે જોયું ?" “તેના હાથમાં શું છે ?" “લોખંડનું હથિયાર છે. તેના વડે તે જેને અડે, તેણે તેની પાછળ પાછળ જવું જોઈએ.” . " ક્યાં ?" “તે લઈ જાય ત્યાં.” Page #183 -------------------------------------------------------------------------- ________________ નવી નવાઈ! “તે ક્યાં લઈ જાય છે તે પૂછવાનું પણ નહિ, અને તેણે કહેવાનું પણ નહિ ?" ના; અને તમે ન જાઓ તો ફાંસીની સજા !" પણ થેડી વાર બારીએથી જોઈ રહ્યા બાદ ઉર્સસ બેલ્યા, “ભગવાનની દયા છે, તે આપણા તરફ ન આવ્યો અને આગળ ચાલ્યા ગયે.'' નવી નવાઈ! એક દિવસ નવી નવાઈને બનાવ બન્ય. રોજ વીશીવાળાને તડાકો પડ્યા કરતો ? તે અને તેને નોકર ઘરાકોને પ્યાલા ભરી આપીને થાકતા. “ગ્રીન-બોકસ' આગળ તથા બારીઓમાં ને ઝરૂખાની બંને બાજુએ પ્રેક્ષકોની ભીડ હંમેશ ઊભરાઈ જતી. ખેલ શરૂ થાય ત્યારે પગ મૂકવાની જગા બાકી ન રહે. પરંતુ પેલી ઉમરાવ માટેની બેસ હંમેશ ખાલી જ રહેતી. થિયેટરની બધી જગાઓ છલકાઈ જતી –એ એક જગા સિવાય ! પણ એક સાંજે કોઈક ત્યાં આવ્યું હતું. શનિવારનો દિવસ હતો. અને અંગ્રેજ લે છે તે દિવસે મા કરવા ઘાંઘા થઈ જાય છે, કારણ કે, રવિવારને દિવસ તેમને માટે કંટાળાભર્યો - ખાલી બની જતો હોય છે. ખેલ શરૂ થવાને થયું અને ઉર્સસ, હેમ અને વિનપ્લેઈન રંગમંચ ઉપર ખેલને સૂત્રપાત્ર કરવા આવ્યા. ઉસસે પ્રેક્ષકે ઉપર Page #184 -------------------------------------------------------------------------- ________________ લગિ મેન જિર નાખી. તરત જ તે ચોંકા. કારણ કે, ઉમરાવો માટેની પેલી ખાલી રહેલી જગા આજે ખાલી ન હતી ! બેક્સની વચ્ચે આરામ ખુરશી ઉપર એક બાજુ બેઠી હતી. , કેટલાંક માણસે પોતાની આસપાસ તેજ ફેકતાં હોય છે. ડિયાની પેઠે આ બાનું પણ તેજ ફેંકતી હતી, પણ કાંઈ જુદી જાતનું. ડિયા ફીકાશ ઉપર હતી, ત્યારે આ ગુલગુલાબી હતી. ડિયા : જાણે ઉપાનું પ્રાગટય, ત્યારે આ બાનું સીધે અરુણોદય ! ડિયા સુંદર હતી, ત્યારે આ ભવ્ય ! ડિયા નિર્દોષતા, મુગ્ધતા અને ભલમનસાઈ પ્રગટાવતી, ત્યારે આ બાનું કદી શરમને લાલ રંગ ધારણ કરી શકે, એમ લાગે જ નહિ. તેને પ્રતાપ જાણે એ બૅકસમાંથી બહાર ઊભરાતે હતે. નીચેનું આખું પ્રેક્ષકમંડળ તે પ્રકાશ આગળ જાણે અંધારામાં ગળચવાં ખાતું હતું. દરેક જણની આંખ તેના તરફ જ હતી. ટોમ-જિમ-જંક આજે ટોળામાં હાજર હતા. પરંતુ તે આજે ચિતરફ ની ઝાંખપમાં જાણે દબાઈ ગયે હતો. , પેલી બાનુ ભલે કઈ ભવ્ય સ્વપ્ન જેવી લાગતી હોય, પણ તે સદેહે મોજૂદ હતી એમાં શંકા ન હતી; અને શરૂઆતને ઘણો વખત તે જ બધાનું લક્ષ ખેંચી રહી હતી. તે સ્ત્રી હતી એ તો નક્કી હતું, પરંતુ વધારે પડતા સ્ત્રીત્વવાળી. ઊંચી, દઢ, સુઘડ એવી તે, પિતાના શરીરને જેટલે ભાગ બતાવી શકાય તેટલો ફિકર વિના બતાવતી બેઠી હતી. તેના કાનમાં મોટાં મોતીનાં લટકણિયાં હતાં, તેમાં સુંદર રને ઝબૂકતાં હતાં. તેને ઉપરને પોશાક સિયામમસલિનને અને જરીભરેલ હતો. તે દિવસોમાં તે પિશાકની કિંમત છ ક્રાઉન થતી. તેના કરચલીદાર કબા ઉપર હીરાનો બ્રોચ હતા. ટૂંકમાં હીરા-મોતી-માણેક વગેરે જ્યાં પહેરાય ત્યાં પહેરેલાં હતાં. ચહેરા ઉપર, ગળા ઉપર, હાથ ઉપર જેટલા સુંદર રંગરોગાન * * , - 1 Page #185 -------------------------------------------------------------------------- ________________ નવી નવાઈ! થઈ શકે તેટલા કરવામાં આવ્યા હતાં. તે સુંદર હતી, સુંદર દેખાવા માગતી હતી, અને હિંસક કહી શકાય તેટલી હદે સુંદર દેખાતી હતી. વિલેઈને પણ તે સુંદરીને જોઈ - એ સ્ત્રી, સૌ ઉપર ઘેરાઈ વળેલા મહાસ્વપ્નની જેમ દેખનારમાત્રને ટિંગ કરી રહી. એ તાકાત કઈ અને ખા સૌંદર્યની જ હોઈ શકે. ગરીબ માણસેના પૈસામાંથી ત્રણ કરોડ જેટલી રકમ દર વર્ષે જેની સૌદર્ય-જવાળા સળગતી રાખવા હોમાતી રહેતી હોય, તેવી સૌંદર્યરાણી એ તાકાત ન ધરાવે, તો બીજું શું થાય ? - એ સ્ત્રીની પાછળ વામણુ કદને એક હજૂરિયે, મખમલના ભવ્ય પિશાકમાં ઊભે હતો. આવા હજૂરિયા ઉમરાવના વ્યક્તિત્વના એક અંગ રૂપ જ હોય છે. આ સ્ત્રીએ ગમે તેટલી અસર અહીં પાડી દીધી હશે, પણ નાટકના છેલ્લા દશ્યમાં જ્યારે વિનપ્લેઈને પિતાના હસતા મુખ સાથે દેખા દીધી, ત્યારે સૌના ઉપર જે અસર થઈ, તે આજે વિશેષ ચેટદાર બની હતી. જાણે પેલી બાનુની અસર આ અસરમાં ભળી ગઈ ન હોય ! આખે પ્રેક્ષકસમુદાય તરત પેટ દબાવી દબાવીને હસવા લાગી ગયો. કારણ કે, ગ્નિનપ્લેઈનને ચહેરો પણ અલૌકિક તાકાત ધરાવતો હતો. માત્ર પેલી બાનુ આરસની મૂર્તિ સમાન બેસી રહી. તે આ વખતે પણ ન હતી. ખેલ પૂરો થયો એટલે ઉસસે જ્યારે વકરો ગણવા થેલી ઠાલવી, ત્યારે તેમાંથી એક સ્પેનિશ સોનામહેર તરત ઉપર ચમકી આવી. ઉર્સસ જાણું ગયો કે, એ સોનામહેર પેલી બાનુની જ હશે. Page #186 -------------------------------------------------------------------------- ________________ હાફિંગ ન પણ એટલામાં તે વીશીવાળો નિકેલસ તરત હાંફળાફાંફળા ત્યાં આવ્યો. તેણે “ગ્રીન-સીની બારી ઉઘાડી, વીશીના આંગણામાંથી નીકળતી પેલી બાનુની ઘેડાગાડી ઉસને બતાવી. ઘોડાગાડી ઉપર આઠ સ્ટ્રોબરીનાં પાન વચ્ચે રાજમુગટની સોનેરી મુદ્રા સ્પષ્ટ દેખાતી હતી. ઉર્સસ તરત બોલી ઊઠયોઃ “તે તે તે કઈ ઉમરાવજાદી નહિ પણ રાજવંશી ડચેસ હોય એમ લાગે છે.” ડી વારમાં કયગાડી દરવાજા બહાર નીકળી ગઈ. વીશીવાળા નિકોલસે તે બાનુને ઘેડાગાડીમાં બેસવા જતી વખતે નજીકથી જોયેલી હોઈ, તે છૂટી જીભે તેના સૌંદર્યનાં અને વિભવની દરેક વિગતનાં વખાણ કરવા લાગી ગયો. વુિનલેઈન ચૂપ રહ્યો. ડિયા સાંભળી રહી. છેવટે વીશીવાળાએ ઉમેર્યું, “નવાઈની વાત તો એ છે કે, એ ગાડીમાં તે એકલી જ ન ગઈ; સાથે બીજું એક જણ પણ બેસી ગયું. તે કોણ હતું તે કલ્પી શકે છે ?" “રાજાજી પોતે જ હશે,” ઉસસે જવાબ આપ્યો. પણ ઈંગ્લેંડમાં અત્યારે કોઈ રાજા નથી; માત્ર રાણીજી જ છે. તે પછી એ કેચમાં કોણ બેઠું હશે, ક જોઉં !" તે તે ઇન્દ્રરાજ જ્યુપિટર પિતે આવ્યા હશે,” ઉર્સસે ઉમેર્યું. વીશીવાળાએ કહ્યું, “બીજું કઈ નહિ, પણ ટમ-જિમ-જેક !" ટોમ-જિમ-જૈક ?" શ્વિનપ્લેઈને અત્યાર સુધી બેલ્યો નહતો, તે બોલી ઊઠ્યો. બધાં ચૂપ થઈને ઊભાં રહ્યા તે દરમ્યાન ડિયા ગણગણી ? “એ સ્ત્રીને અહીં આવતી રોકી ન શકાય ? " Page #187 -------------------------------------------------------------------------- ________________ નવી નવાઈ! પણ એ બાનુ ફરીથી પાછી ન આવી. ભલે ખેલમાં તે પાછી ન આવી, પણ શ્વિનપ્લેઈનના મનમાં તે તે વળી વળીને આવ્યા કરવા લાગી. જિંદગીમાં પહેલી વાર તેણે એક “સ્ત્રી' જોઈ હતી. અને તે તેનું ચિંતન કરવા જ લાગી ગયેઃ એવું ચિંતન જે આપણી મરજી વિના જ આપણું ઉપર ચડી બેસે છે. એ ચિંતન બહુ ભયંકર ચીજ છે. ઝેરની પેઠે તે ફેલાઈ જાય છે, અને ધુમાડાની પેઠે તે ખૂણેખાંચરે ભરાઈ જાય છે. એ ચિંતન વડે આપણે આપઘાત કરી શકીએ. દુષ્ટ વિચારનું ચિંતન ખરેખર આત્મા માટે આપધાત બરાબર જ છે. તે તમને આકર્ષે છે, ધમકાવે છે, પ્રેરે છે, વીંટળાઈ વળે છે અને તમને તેના સાગરીત બનાવી મૂકે છે. અંતરાત્મા ઉપર તે જે કરામત અજમાવે છે, તેમાંથી અધીનો ભાર તે તમારા ઉપર નાખે છે. તે જાદુમંત્રની પેઠે તમને મૂઢ બનાવી દે છે, અને પછી તમને ભ્રષ્ટ કરે છે. એ વસ્તુ જુગાર જેવી જ છે. તમે ભેળા શિકારની પેઠે શરૂઆત કરો છે, અને છેવટે એક ઠગ બની રહી છે. ગ્વિનપ્લેઈને અત્યાર સુધી સ્ત્રી દેખી જ ન હતી. આમજનતાની બધી સ્ત્રીઓમાં સ્ત્રીને ઓછા તેણે જે હતો, તેમ જ ડિયામાં તેણે સ્ત્રીનો આત્મા જે હતો. પણ સ્થૂળ વાસ્તવિક સ્ત્રી તેણે આ પહેલી વાર જ જોઈ હતી. જીવતી ગરમ ચામડી, તેની નીચે ધસમસાટ વહેતું કામનાભર્યું લોહી, આરસપહાણના પૂતળા જેવી ચક્કસ રૂપરેખા અને છતાં પાછી મોજાંની પેઠે કંપતી ! તુમાખીભર્યો નિશ્ચલ ચહેરો - જે આકર્ષે અને છતાં મનાઈ ફરમાવે ! અંદરની જુસ્સાદાર શૃંગારિકતાને વ્યક્ત કરતો બાહ્ય શોભા શણગાર ! પિતાના ભક્તો માટે તલસતી હોય તેમ દેખાય, છતાં સૌને એક હાથ દૂર જ રાખે ! નર્યું સ્થળ 11 Page #188 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેં શરીર અને છતાં કોઈ વિચિત્ર અગમ્યતા–ગૂઢતાઃ એકી સાથે મોહ ઉપજાવે અને સાથે સાથે નરકની સજાની ઝાંખી કરાવે ! ઇન્દ્રિ માટે મહાભેગની ખાતરી, પણ મનને માટે એવી જ કારમી ધમકી! એકી સાથે કામના અને ભયનું મિશ્રણ ! શૃંગારિકતાની એ ગૂઢ મોહકતા ગ્વિનપ્લેઈન આગળ હમણાં જ પ્રગટ થઈ હતી. પણ ક્યાં ? કે તેને માટે અપ્રાપ્ય એવા સ્થળે - છેક અનુલ્લંધનીય અંતરે. " તેની પાસે પવિત્ર પાવનકારી સ્ત્રી-આત્મા મેજૂદ હતોઃ ડિયા. પરંતુ ભાગ્ય એવું સ્ત્રી શરીર તેણે હમણાં જ જોયું હતું. પરંતુ તે સ્ત્રી તેને માટે આ લેકની વસ્તુ ન હતી ! તે એક ડચેસ હતી. અને સામાન્ય ડચેસ કરતાંય કદાચ વધુ, એમ ઉસે હમણાં જ કહ્યું હતું. તે શું વિનપ્લેઈન હવે એ અજ્ઞાત દુર્લભ સ્ત્રી વિષે સ્વપ્ન સેવવાની અને ઝંખના કર્યા કરવાની મૂર્ખાઈ કરવાનું હતું ? ઉર્સસે આ અર્ધ-દૈવી, અર્ધ-રાજવંશી ઉમરાવર્ગ વિષે કહેલી વાતો વિનપ્લેઈને યાદ કરવા માંડી. તે દિવસે તો ઉર્સસની વાતો તેને પ્રયોજનહીન કેવળ ભાટાઈપ લાગી હતી, પરંતુ હવે તે બધી વાતો તેને ચિંતનના મુદ્દા પૂરા પાડવા લાગી. પિલી સ્ત્રી ર વર્ગોની ઉપર ચપસીને બેઠેલા ઉપરના વર્ગની હતી; અને પોતે તે નીચલા વર્ગોનોય નહોતોઃ પિતે તો નીચલા વર્ગોના આશ્રિત એવા વસવાયા જેવા ભાડભવૈયા વર્ગન હતો તેને આજે પહેલી વાર પોતાની હીણપતભરી સ્થિતિ પ્રત્યે ત્રાસ છૂટવા લાગ્યો. ઉર્સસે ઉમરાવ લેને કિલ્લાઓ, મહેલ, તેમાંનાં મનેરંજનનાં સ્થાને, એ બધાની કિંમત વગેરેની કરેલી વાતો તે વિચારવા લાગે. એટલી બધી સંપત્તિ, એટલી બધી સત્તા, એટલો બધે વૈભવ, એટલે બધો ખર્ચ કરનાર એ વર્ગની પ્રતાપિતા તેના Page #189 -------------------------------------------------------------------------- ________________ અંતરને કીડાની પેઠે કરવા લાગી. આવો સત્તાશાળા-વૈભવશાળી * વગ હેવ એ તેને આભાસ - દુઃવપ્ન જેવું લાગવા માંડ્યું. તે લેકે ખરેખર આપણા જેવા જ લેહી-માંસના બનેલા માણસે છે એ વસ્તુ તેને શંકાપડતી લાગવા માંડી. પણ જેમ જેમ તેને એ સ્ત્રીની અને પિતાની વચ્ચેનું અંતર અનુલંઘનીય દેખાવા માંડ્યું, તેમ તેમ નવાઈની વાત છે કે, તેના અંતરને તે સ્ત્રી માટેનો તલપાટ વધવા લાગે - અસહ્ય બની રહ્યા. તેની તદ્દન નજીક, તેના હાથમાં જ એક વાસ્તવિક સ્ત્રી હતી -- ડિયા. પણ તે કેવળ આત્મારૂપ હતી. ત્યારે અપ્રાપ્ય અને દૂર-સુદૂરના આદર્શરૂપ જે સ્ત્રી દેખાતી હતી, તે હાડમાંસની બનેલી હતી! + આ પરંતુ, જેમ જેમ એ સ્ત્રી તેના અંતર પર કબજો જમાવતી ગઈ, તેમ તેમ તે સ્ત્રીને ફરી નજરે જોવાનું જ તેને માટે અશકય બની રહ્યું. કારણું કે, તે સ્ત્રી ફરીથી ખેલ જેવા આવી જ ન હ. તે પછી એક વખત સ્વપ્નની પેઠે નજરે પડી ગયેલી એ સ્ત્રીએ આભાસ, તેની ધખણામાં પડવું, એ તે કેવી મૂર્ખતા ? તારાએ સામે પ્રશંસાની - પ્રેમની નજરે તમે જોઈ શકે? કારણ કે તે ફરીથી દેખાય જ છે - કાયમી છે. પરંતુ વીજળીના ચમકારા સાથે તમે પ્રેમમાં પડી શકે ભલા ? વિનલેઈનની તો રાતે ઊંધ પણ હરામ થઈ ગઈ; અને દિવસે કામકાજમાં મન લગાડવાને ગમે તેટલો પ્રયત્ન તે કરે, છતાં તેનું મન વળી વળીને પિલીના ચિંતનમાં જ લાગી જતું. આ ઘમસાણ ઘણે વખત ચાલ્યું. ઉર્સસને કે ડિયાને એ અંગે કશું કહીને મનને ભાર ખાલી કરાય તેમ નહોતો-કારણ કે પિતે તે બેને કશેક ભારે અપરાધ કરી રહ્યો છે, એમ તેને લાગતું જ હતું. Page #190 -------------------------------------------------------------------------- ________________ 164 લાકિંગ મેન પરંતુ અચાનક, અંધકારને પરાજય થયો. વિનપ્લેઈનના મનમાંથી એ અજાણ સ્ત્રીનું ચિંતન હટી ગયું. કદાચ આત્મસંરક્ષણની જ કેઈ ગૂઢ માનસિક પ્રક્રિયા હશે. અલબત્ત, ડિયાને તે આ આખા ગાળા દરમ્યાન એક ક્ષણ ભૂલ્યા નહતો જ. તેને જાણે માત્ર તાવ જ ચડ્યા હતા, અને તે દૂર થયો એટલે ડિયા આપોઆપ આગળ આવીને ઊભી રહી. ડિયાની છબી તેના અંતરમાં ક્ષણવાર પણ ખંડિત થઈ હતી, એવું કઈ શ્વિનહોઈનને કહે, તો પણ તે માને નહિ, આ બંને આત્માઓના અભેદને ભયમાં–જોખમમાં મૂકનાર ભૂતાવેશ એકબે અઠવાડિયામાં દૂર થઈ ગયે. ડચેસ પણ ફરી ખેલ જોવા પાછી આવી નહોતી. પરંતુ સાથે સાથે બીજો ચહેરો પણ ત્યાં દેખાતા અલોપ થઈ ગયે હતોઃ ટેમ-જિમ-જેકને. ઉસના મનમાં એ મુદ્દે વારંવાર ઘોળાવા લાગે. જે દિવસે પેલી ડચેસની ઘોડાગાડીમાં બેસીને તે ચાલ્યો ગયો, ત્યારથી જ ટોમ-જિમ-જક આવતું બંધ થયું હતું. પેલે વીશીવાળે પણ એ બીનાથી મૂંઝવણમાં પડયા હતા. તેણે એક દિવસ ઉર્સસને પૂછયું, “હમણાં તે ટોમ-જિમ-જૈક જોવામાં નથી આવતો, એ ખબર છે ?" “હે ? મારા ખ્યાલમાં એ વાત નહોતી આવી.” ઉર્સસે એમ ને એમ જવાબ આપી દીધા. નિકેલસે જ્યારથી ટમ-જિમજેકને પેલી ડચેસ સાથે સંબંધ તેને બતાવ્યું હતું, ત્યારથી તે એ મુદ્દાને તેની સાથે ચર્ચવા માગતો નહતો. કારણ કે એ બધી મોટા લેકની વાત કરવી, એ જ જોખમમાં ઊતરવા જેવું થઈ જાય. જોકે, તેને પિતાને પિતાના કદરદાન ટોમ-જિમ-જકની ગેરહાજરી સાલતી તે હતી જ, Page #191 -------------------------------------------------------------------------- ________________ તેડું શ્વિનલેઈન અને ડિયાના સુખને યાલે હવે અબાધિતપણે છલકાઈ રહ્યો હતો. પરંતુ સુખ એ પ્યાલાની વસ્તુ નથી ! તે તે મહાસાગર છે. તેને ભરતીઓટ હોય છે. તેથી જે ક્ષણ તમે સુખની પરાકાષ્ઠાની માનતા હે છે, તે ક્ષણ જ એટની શરૂઆતની હોય છે. શ્વિનલેઈન અને ડિયા એકબીજામાં બંધાયેલાં હતાં અને એકબીજાને આધારે જીવતાં હતાં. એક સાંજે વિનપ્લેઈન ખેલ પૂરે થયા બાદ સુખથી ઊભરાતા અંતરે બહાર ખુલ્લામાં ફરવા નીકળ્યો હતો. તારાના પ્રકાશમાં રાત્રિ અજવાળી બની રહી હતી. ચારે બાજુ લેકે ઊંઘી ગયા હતા, અને ટેડકૅસ્ટર વિશીના દીવા સિવાય આજુબાજુ કયાંય એકેય દીવો સળગતો દેખાતો ન હતો. અચાનક વિનપ્લેઈન ડિયા વિષે વિચાર કરવા લાગે. પણ આજે ડિયા વિષે તેને જુદી રીતે વિચાર આવવા લાગ્યા. એક પતિ તરીકે આવે તેવા. પેલી અદશ્ય રેખા, જેની આ પાર કુંવારિકા હોય છે અને પેલી પાર પરની હોય છે, તે રેખા તે ઓળંગી રહ્યા હતો. તે અચાનક પુરુષ બની ગયો હતો. તમે ગમે તેવા અપાર્થિવ પ્રેમથી ભરેલા હે, છતાં તમારી એ અશરીરી પૂજાની વચ્ચે અચાનક સ્કૂલ શરીર આવીને ઊભું રહ્યા વગર રહે નહિ. શ્વિનપ્લેઈનના મનમાં સ્ત્રીના સ્થૂલ શરીરની કામના જાગી ઊઠી. ડિયાના શરીરને પ્રત્યક્ષ જોતાં તેણે કદી આવી કામના અનુભવી ન હતી. Page #192 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેને તેને વરતુહીન સૂક્ષ્મ પ્રેમથી સંતોષ ન રહ્યો. તેને ગરમાગરમ લેહથી ધબકતી ચામડી, વીજળીભર્યું ચુંબન, છૂટા થયેલા દેશ અને રધૂલ શરીરની ભીંસવાળું આલિંગન જાણે જોઈતું હતું. માત્ર આદર્શરૂપ - સૂક્રમ હવાઈ વરતુ હવે તેને જાણે ત્રાસરૂપ લાગવા માંડી. પ્રેમમાં સ્વર્ગીયતા - દિવ્યતાને ભાર વધી જ, એ જાણે અગ્નિ ઉપર દૂધનનું આવરણ વધી જવા બરાબર છે. જ્વાળા તેથી દબાઈ જાય. તેને સ્ત્રી જોઈતી હતી, જે સંતાનને જન્મ આપનારી મા બને, ભૌતિક દૂધ પાનારી ધાવ બને, જે વંશપરંપરાને લંબાવનારા પવિત્ર ગર્ભાશયરૂપ હોય, અખૂટ રસ્તન્ય પાનાર રતનવાળી હોય, નવી જન્મનારી દુનિયાનું પારણું ઝુલાવનારી હોય. * ડિયા અત્યાર સુધી વિનપ્લેઈનને માટે ભૌતિક - શારીરિક કલ્પનાઓથી પર વરતુ હતી. અત્યારે તે જંગલી બનીને, ડિયાને આકાશમાંથી ઉતારી પિતાની સાથે નીચે લાવવા માગતો હતે - તેને નીચે આવેલી જેવા ઈચ્છતા હતા અને પિતાની મરજી મુજબ ડિયા પિતાની સાથે ધરાશાયી બનવા કબૂલ થાય, એમ પણ તે ઇચ્છતા હતા. - તે વચ્ચે વચ્ચે યિા માટે આવા વિચાર કરવા બદલ શરમાવા લા. જણે ડિયા તેના આવા વિચારોથી અપવિત્ર બની જતી ન હોય! પણ વળી વળીને પેલા જ વિચારો તેના ચિત્તમાં ઘૂમરી ખાયા કરતા હતા. - પુરુષ સ્ત્રીના આત્માને કેદી બને છે; તેના શરીરને પણ - અને વધુ તે તેના શરીરને. સ્ત્રી કેવળ આત્મારૂપ રહે ત્યાં સુધી તે પ્રેમ-દેવી છે; શરીરરૂપ બને ત્યારે પ્રેયસી: વિનપ્લેઈનને પણ હવે પત્ની જોઈતી હતી. આત્મા તેમ જ શરીર ! - * Page #193 -------------------------------------------------------------------------- ________________ અત્યારે તેને કોઈ એ જે હોત, તે એમ જ કહેત કે, કઈ દારૂડિયે લથડિયાં ખાય છે. તે ધીમે પગલે, નીચે માથે, ડાબો હાથ પીઠ પાછળ જમણા હાથમાં રાખી, ખુલ્લી આંગળીઓ સાથે ફરતો હતો. અચાનક તેની આંગળીઓમાં કશું ખોસવામાં આવ્યું હોય એમ તેને લાગ્યું. તેણે ચેકીને પાછા ફરીને જોયું. તેના હાથમાં એક કાગળ મૂકવામાં આવ્યો હતો અને એક માણસ સામે ઊભો હતો. પલે માણસ બિલાડીની પેઠે ધીમેથી આવ્યો હતો, અને પેલો કાગળ તેના હાથમાં તેણે મૂકી દીધો હતો. તે કાગળ એક પત્ર હતે. વિનપ્લેઈન પેલા માણસને ઓળખી ગયો. તે પેલી ડચેસને વામણે હજૂરિયો હતો ! | વિનપ્લેઈન કંઈ બોલવા જાય તે પહેલાં એ છોકરડા જેવો હજૂરિયે, બાળક જેવા - સ્ત્રી જેવા અવાજે બોલી ઊઠયોઃ 3 " કાલે, આ વખતે હું લંડન બ્રિજને છેડે ઊભો રહીશતમને લઈ જવા માટે. " " ક્યાં ?" “જ્યાં તમારી અપેક્ષા રખાતી હશે. " વિનપ્લેઈને પેલા પત્ર તરફ નજર નાખી, અને માથું ઊંચું કર્યું ત્યારે પેલે હજૂરિયે ત્યાં ન હતા. તરત શ્વિનપ્લેઈન વીશીના બારણુ તરફ દો, તેના અર્ધ ઉધાંડા બારણામાંથી ફાનસને જે પ્રકાશ આવતો હતો, તેમાં તેણે પેલે કાગળ સેલ ઉઘાડીને વાં. . Page #194 -------------------------------------------------------------------------- ________________ લાકિંગ મૅન તું ભારે વિદ્રુપ છે, હું સૌંદર્યવતી છું. તું તુચ્છ ખેલાડી છે, હું ડચેસ છું. હું પ્રથમ કેટીની છું, તું છેક છેલ્લી કેટીને. હું તને ઈચ્છું છું - હું તને ચાહું છું. જરૂર આવજે.” કેટલાક તણખા ભયંકર હોય છે! અંધકારને ભાગ્યે વીંધી શકે તેવા કેટલાક તણખા ભયંકર ધડાકાવાળા આખા વાળામુખીને પ્રગટાવી શંક. ગ્વિનપ્લેઈને એ કાગળ ફરી ફરીને વાંચ્યું. “તને ચાહું છું” એ શબ્દો તેના માથામાં ધમધમવા લાગ્યા. એક પછી એક એમ કેટલાય ભય તેના મનમાં ધસી આવ્યા. એક તો એ કે, પોતે ગાંડો થઈ ગયો છે કે શું, એ જાતને; પણ બીજે એ કે, પિતે ગાંડો નથી કે ઊંધમાં નથી એ જાતને ! તેના હાથમાં પેલો પત્ર નહોતે શું ? ઉપરાંત, તે કાના તરફથી આવ્યો છે, એ પણ તે નથી સમયે શું ? તેણે તે કાગળ ફરી વાંચ્યઃ એક સ્ત્રી તેની ઈચ્છા કરતી હતી! અને તે પણ એવી સ્ત્રી કે જે તેને વિ૫ ચહેરે જોઈ ગયેલી છે - આંધળી નથી, કે અજાણ નથી. - આ બધાને શું અર્થ ? સ્ત્રી –અને મહાસૌંદર્યવતી સ્ત્રી વડે ઈચ્છાવું ! કેવા ભયંકર વિજયની વાત ! અને તરત તે સ્ત્રી માટેની ધખણ જેને ગ્વિનપ્લેઈને પિતાના અંતરમાંથી અલોપ થઈ ગયેલી માનતો હતો, તે ફરીથી ભભૂકી ઊઠી. * પણ એ સ્ત્રી જેને તે અલૌકિક માનતો હતો, તે પિતાની જાતને પ્રેમ કરવા ગમે તેને અપી કલંકિત કરતી હતી ? અને તે પણ શ્વિનપ્લેઈન જેવાને! ના, ના. એવા લેકોને પાપને કાદવ ખરડી શકે જ નહિ. તેઓ તે પોતાના ભવ્ય પ્રકાશમાં ઝળહળતાં જ રહે. એવી દેવીઓ પિતે શું કરી રહી છે, તેની તેમને ખબર હોય જ Page #195 -------------------------------------------------------------------------- ________________ અંધારું-કાળું કર્મ તેમનાથી થાય જ નહિ. આ તે એ મહાદેવીનું તેના જેવા તુચ્છ માણસને વરદાન છે! અને દેવ કદી તુચ્છ મનુષ્યને વરદાન આપવાથી હીણો બને ? હરગિજ નહિ. તેને પિતાના ઉચ્ચ વર્ગમાંથી દેવ જેવા લૉડ ઉમરાવો જોઈએ તેટલા મળે! એને આવા વિદ્રુપ ભાંડવિયાની ઈચ્છા શા માટે કરવી પડે ? તેને પત્રના પેલા શબ્દો યાદ આવ્યા–“ તું ભારે વિદ્રપ છે.. હું તને ચાહું છું.” તેને લાગ્યું કે પોતે વિદ્ર પતાની બાબતમાં અલૌકિક છે, તેથી જ સુંદરતાની બાબતમાં અલૌકિક એવી આ રમણી તેને વાંછી રહી છે–વાંછવા યોગ્ય માની રહી છે ! એ સુંદરીએ કયાં ત્રાજવાંમાં ક્યા તોલથી પોતાના પ્રેમને તો હશે, વાર ? પણ એ સ્ત્રી કોણ છે? તેને વિષે તે કશું જ જાણતો નથી. - તે એક ડચેસ છે, એટલું જ તે જાણે છે. તે મહા સુંદર છે, અતિ તવંગર છે, એ પણ તે જાણે છે. અને એ બાબતોની જેમ એવું પણ તે જાણે છે કે, એ તેને ચાહે છે. તે તેનું પદ જાણતો હતો, પણ નામ જાણતો નહોતો. તે તેના વિચાર જાણતો હતો, પણ તેનું જીવન જાણતો નહતો. તે પરણેલી હતી ? એકલી હતી ? વિધવા હતી ? મુક્ત હતી ? તેને કઈ ફરજો-નિયંત્રણ હશે કે નહિ ? તેના કુળનાં–તેના કુટુંબનાં ? આ ઉચ્ચ વર્ગોમાં પ્રેમ-શૌર્યને શું અર્થ થાય છે, તથા પહેલાં ભક્ષી ખાધેલાં પ્રેમીઓનાં હાડકાંથી આ અતિ ઉચ્ચ સ્થાને વિરાજતી સ્ત્રીઓની આસપાસની ખીણો કેટલી ઊભરાતી હોય છે, તેની શ્વિનપ્લેઈનને બિચારાને ક્યાં કશી ખબર હતી ? ઉપરાંત, માત્ર કંટાળે દૂર કરવાના ઉપાય તરીકે જ આ બધી સ્ત્રીઓ કેવા કેવા અખતરા કરતી હોય છે, તેની પણ તે બિચારાને કયાં ખબર હતી ? Page #196 -------------------------------------------------------------------------- ________________ લાકિંગ ઍન - શ્વિનપ્લેઈન હવે દ્વિધામાં પડી ગયો. તેણે ત્યાં જવું ? તેનું સ્થૂળ શરીર પોકારવા લાગ્યું : “ના !" તે પિતાના અંતરને વારંવાર એ જ પૂછવા લાગે. પણ જ્યાં કર્તવ્યમાર્ગ સ્પષ્ટ જ હોય છે, ત્યાં પોતાના અંતરને પૂછવા જવું, એ તે અગાઉથી હારી જવા જેવું જ છે. એક વાત અહીં નોંધતા જઈએ. વ્યભિચાર અથવા વેશ્યાપણુંએ વસ્તુ વ્રિનપ્લેઈનની કલ્પનામાં જ ન હતી. કોઈ પણ સ્ત્રી અને તેય આવી પ્રતાપી -- ભવ્ય - સુંદર સ્ત્રી કેવળ પિતાની સ્કૂલ ઇંદ્રિયોની તૃપ્તિ ખાતર જ-મજ ખાતર - કોઈ પુરુષ ઉપર વ્યભિચારની રીતે પોતાને પ્રેમ ઠાલવે, એ તેની કલ્પનામાં જ આવી શકતું નહોતું. એ અપ્સરાને રડ્યૂલ બાજુ જાણે તે જોઈ શકતા જ નહોતો. - રાતના બે વાગી ગયા હતા : અને તે હજુ ઘર તરફ પાછો ફર્યો નહોતો. * તેણે હવે પેલો પત્ર પોતાના ખિરસામાં મૂકયો. અને તે વીશી તરફ પાછો ફર્યો. વીશીને નોકર તેના આવવાની રાહ જોઈ બારણું સહેજ આડું કરી, ટેબલ ઉપર જ આડો પડ્યો હતો અને ઊંઘી ગયે હતા. વુિનલેઈને તેને ઉઠાડો નહિ; પણ બારણાને અંદરથી આગળા ભિડાવી દીધા. પછી વીશીના ફાનસમાંથી મીણબત્તી સળગાવી લઈ, તે “ગ્રીન-બેકસ' તરફ ગયો. અંદરની પેલી જૂની ગાડીમાં પિતાની પથારીમાં જઈ, મીણબત્ત ઓલવી નાખી, તે રાઈ ગયો. તે પહેલાં તેણે ઊંઘતા ઉર્સસ તરફ નજર નાખી લીધી હતી. તે સૂતો ખરો, પણ ઊંઘી શક્યો નહિ. તેને મગજમાં ઘમસાણ મચી રહ્યું હતું. સવાર થતાં ઉર્સસ ઊઠો, તે તેણે જોયું; પણ તે આંખે ભીંચી પડી રહ્યા. . Page #197 -------------------------------------------------------------------------- ________________ તેડું થોડી વાર બાદ એક મધુર અવાજ સંભળાયો, “શ્વિનપ્લેઈન, હજુ ઊંઘો છો કે ?" એ ડિયા હતી. તરત 4િનપ્લેઈન બેઠો થઈ ગયો. તેના નિર્દોષ મધુર સ્મિતને જોતાંવેત શ્વિનપ્લેઈનને કામ જવર દૂર થઈ ગયો. તે પોતે અંધ ર-ખીણ બની ગયો હતો, પણ પ્રકાશરૂપ ડિયા તેની અંધારી ખીણ ઉજાળવા આવી પહોંચી હતી. અને પ્રકાશ આવતાં જ અંધારું તેના બધા ઘેર ગાટાળા સાથે કેવું અલોપ થઈ જાય છે ! તે બધાની કાળાશને કશે ડાઘ પણ પાછળ બાકી રહેતો નથી. નાસ્તાનો વખત થયો હોવાથી ડિયા વુિનલેઈનને તેડવા આવી હતી. આ “ગ્રીન-બક”માં તે દેખતા માણસની પેઠે જ અટકળથી બધે સહેલાઈથી ફરી શકતી હતી. ગ્નિનપ્લેઈને પિલે કાગળ ચાના વાસણ નીચે સળગતી આગમાં બાળી નાખ્યો. તેની ધૂણીથી ડિયાને છીંક આવી; તે બોલી, “શું હતું ?" " કાંઈ નહિ,” શ્વિનપ્લેઈને જવાબ આપ્યો. ' " એ કાગળ એના શરીર ઉપરથી દૂર થયે એટલે ગ્નિનપ્લેઈન પિતાના બધા દોષથી મુક્ત થયે હેય તેમ હળવો બની રહ્યા. નાતા વખતે વાત ચાલવા માંડી. ગ્વિનપ્લેઈ ને કહ્યું, " જેજે ડિયા, ચા બહુ ગરમ છે; એકદમ પીવા ન માંડતી.” - " તો તમે મારા પ્યાલા ઉપર ફૂંક મારીને !' ' : “વાહ, આજે તું કેટલી બધી સુંદર દેખાય છે !" . ' , પણ સાંભળે તો ખરા, આજે સવારે જાણે કેટકેટલી વાતો મારે તમને કહેવી છે. " . . . . . . . . . Page #198 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન " કહી નાખને !" “હું તમને ચાહું છું.” “હું તને પૂજું છું.” “ખેલમાં જ્યારે હું તમારા માથા ઉપર હાથ મૂકું છું, ત્યારે મને કેટલે બધા આનંદ થાય છે ! જાણે આખી દુનિયામાં મારે જે વસ્તુને આધાર છે તે આ રહ્યા - તમે પોતે જ !" “પણ, મારેય તારે જ આધાર આખા જગતમાં છે, ડિયા. તું જ મારું સર્વસ્વ છે. હું શું કરું? તારી શી ઈચ્છા છે ?" મને કંઈ ખબર પડતી નથી; હું બહુ સુખી છું એટલું જ હું જાણું છું.” “હા, હા, આપણે સુખી છીએ.” ઉર્સસ તરત જ કડક અવાજે બેલી ઊઠયો, “હું, તમે લેકે સુખી છે ? તે પછી કઈ તમને ન જોઈ જાય એમ રહે, તથા બને તેટલી ઓછી જગ્યા રોકે ! તમે છો તેના કરતાં પણ નાનાં બની રહો ! સુખી લેકેએ ગુનેગારોની પેઠે ખૂણાઓમાં સંતાઈ રહેવું જોઈએ. મૂરખ આગિયાઓ, તમે ચમકારા શા માટે મારો છે ? તમારા ઉપર લેકે પગ મૂકશે ! પણ એ જ લાગનાં છો, તમે બધાં !" બાપુજી, તમે કેમ કરડે અવાજ કાઢે છે ?" ડિયાએ પૂછયું. કારણ કે, કઈ બહુ સુખી થાય એ મને ગમતું નથી.” અહીં હોમોએ પણ ઘુરકાટ કરી ઉર્સસની વાતમાં ટાપસી પૂરી. ઉસે નીચા નમી હેમના ખભા ઉપર હાથ મૂક્યો. તું પણ ચિડાયા લાગે છે, ભાઈ, તને પણ આ બધી પ્રેમસુખની વાત નથી ગમતી, ખરું ને ? કારણ કે, તું ઋષિ મહાત્મા છે; પણ તેં તારો અભિપ્રાય આપી દીધો, હવે ચૂપ થઈ જા.” પણ હેમોએ ફરી ઘુરકાટ કર્યો. Page #199 -------------------------------------------------------------------------- ________________ તેડું “અરે ભાઈ ફિલસૂફ, હવે જક ન કરીશ; શાંત થઈ જા, ઉસે ટેબલ નીચે જોઈને કહ્યું. પરંતુ વરુ તો ઊભો જ થઈ ગયે, અને બારણા તરફ નજર કરી દાંત બતાવવા લાગ્યા. બારણામાં એક માણસ ઊભો હતો. તેણે કાળો ઝભ્ભો પહેર્યો હતો. તેના હાથમાં લોઢાને દંડ હતો, જેની બંને બાજુએ તાજની આકૃતિ કતરેલી હતી. ઉર્સસ તેને જોઈને પગથી માથા સુધી ધ્રુજી ઊઠયો. તેણે ગ્વિનપ્લેઈનને કાનમાં ધીમેથી કહ્યું, “વાપેનટેક !" ગ્વિનપ્લેઈનને યાદ આવ્યું. પેલા માણસે તરત પિતાના જમણા હાથમાંને દંડ નમાવી ગ્નિપ્લેઈનના ખભાને સ્પર્શ કર્યો, તથા ડાબા હાથે બારણા તરફ નિશાની કરી. એને અર્થ એવો થતો હતો - મારી પાછળ પાછળ ચાલ !" ગ્રિનપ્લેઈન સમજી ગયો કે, તેણે પેલા પિલીસ અફસરની પાછળ પાછળ જવાનું છે. પણ શા માટે ?- એ વસ્તુ તે સમજી શક્યા નહિ. એ પિલીસ અફસર અંગ્રેજ કાયદાથી ગુનેગારને બીજે કશે ખુલાસો આપવા બંધાયો નહોતો. ઉર્સસને તરત હરીફ ભાંડ ભવૈયા વગેરે યાદ આવ્યા. તે લેકેએ જ કંઈ ફરિયાદ કરી દેવી જોઈએ. તે જોરથી ધ્રૂજવા લાગ્યો. ડિયા સ્મિત કરી રહી હતી. કારણ કે, તેણે તો કશું જ જોયું ન હતું–અને સાંભળ્યું ન હતું. હેમે પણ જાણે કાયદો સમજ હેય, તેમ ચૂપ થઈ ગયો હતો. ગ્વિનપ્લેઈન ઊભો થયો અને વાપેનટેક પાસે ગયો. વાપેનકે બહારથી સૌ કોઈને ફરમાવ્યું, “આ ઈસમ સિવાય બીજા કઈ Page #200 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન મારી પાછળ ન આવે. જ્યાં છે ત્યાં જ ઊભા રહે તથા ચૂપ રહે.” વાનટેક હવે ચાલવા માટે પાછો ફર્યો કે તરત ઉસસે 4િનવિલેઈનના કાનમાં કહી દીધું: “તને પૂછે તેટલાને જ જવાબ આપજે. તથા પૂછે નહિ ત્યાં સુધી કશું બોલીશ નહિ.” વરી બહાર વાપેનટેક સાથે આવેલ બીજા માણસો પણ હતા. ડાબે હાથે તથા જમણે હાથે તેઓ ગોઠવાઈ ગયા, એટલે તેમની વચ્ચે ગ્રિનપ્લેઈન ધીમે પગલે ચાલી ગયો. 5 ગ્વિનલેઈન ગયો. આવી ખુલાસા વગરની કે કારણ જણાવ્યા વિનાની ધરપકડ અત્યારે તો અંગ્રે અને પિતાને જ નવાઈભરેલી લાગે; પણ તે જમાનામાં એવી ધરપકડો વારંવાર થતી. અલબત્ત, આ ધરપકડો અર્થ એ થતો કે, હજુ થોડીઘણી સ્પષ્ટતા થવાની બાકી છે, એટલે ત્યાં સુધી બહુ જાહેરાત થવાની જરૂર નથી. આ ઉપરાંત, ખાસ સવાલ પૂછવાના હોય, તથા તેમાં રાજ્યની નીતિને લગતી કોઈ બાબતો સંડોવાયેલી હોય, તે પણ એમ કરવામાં આવતું. - આ ધરપકડને અર્થ માત્ર અદાલત સમક્ષ હાજર થવાના “સમસ” રૂપ જ ગણી શકાય,– સીધી ધરપકડ નહિ. ઉપરાંત જેને પકડ્યો હોય, તેની બાબતમાં નકામી હે હા ન થાય, એ પણ એ અંગેની ચુપકીદી પાછળનો હેતુ હોય. જેકે, લેકને મન તો પરિણામ Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્વિનપ્લેઈન ગયે "17 જોતાં આ પણ એક ધરપકડ જ હતી, અને કશા ખુલાસા વિનાની હાવાથી વધુ ભયંકર ! વાપેનટેક જેને તેડી જાય, તેની પાછળ કોઈ એ જવાનું ન હોય તથા તે અંગે કશી પૂછપરછ કે બૂમાબૂમ કરવાની ન હોય, એ જાણતા હોવા છતાં, કેટલાક લોકો વિનપ્લેઈનની પાછળ પાછળ અગોચર રહી જવા લાગ્યા. ઉર્સસ તેઓમાં એક હતો. ઉસસે નીકળતા પહેલાં એક સાવચેતી લીધી હતી. તેણે નિકોલસ, તેને નોકર, ફિબિ અને વિનસને બાજુએ બેલાવી કહી દીધું હતું કે, ડિયાને કાને આ બાબતનો અક્ષરેય ન જો જોઈએ; અને તે કશી પૂછપરછ કરે તે કહેવું કે, “ગ્રીન-બોકસ' માટે જોઈતા સરસામાન લાવવા ઉર્સસ તથા વિનપ્લેઈન ગયા છે. તેણે સીને એમ પણ કહ્યું કે, કંઈક ગેરસમજથી જ વિનલેઈનને લઈ જવામાં આવ્યો છે, અને તે તથા પોતે પોલીસને તથા મૅજિસ્ટ્રેટને યોગ્ય ખુલાસાઓ આપશે, એટલે તરત બંને જણ થોડા સમયમાં જ પાછા ફરશે. અને ખરેખર ઉસસ એમ માનતો પણ હતો. ઉર્સસ શ્વિનાઈનની પાછળ પાછળ નજરે ન પડાય તે રીતે ચાલ્યો જતો હતો. ગ્વિનપ્લેઈને પોતાને ટોપ માં ઉપર એટલે બધો નીચે આણી દીધો હતો કે, કોઈને વિનપ્લેદન જાય છે એવી ઝટ ઓળખ ન પડે. જે આ લોકો અમુક જગાએ પહોંચ્યા પછી ડાબે હાથે વળી સાઉથવર્કના ટાઉનહોલ તરફ જાય, તે તો કશું ડરવા જેવું નહોતું. કંઈક સુધરાઈને ગુને થયો હોય તો તે બદલ ઠપકો મળે, ચેતવણી આપે, અને બે કે ત્રણ શિલિંગ દંડ કરે. પછી તો સાંજના ખેલ માટે બંને જણ વખતસર પહોંચી શકે, પણ જે પેલા લેકે જમણી બાજુ વળે, તે તે માર્યા ! કારણ કે, એ બાજુ બહુ ગંભીર રથાનો હતાં. ગુનેગારો માટે, સજા માટેય. Page #202 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન અને પેલા લેકે જમણી બાજુ જ વળ્યા ! ઉર્સસ હવે એટલે બધે પ્રજી ગયો કે, તે એક ભીંતને ટેકે લઈને માંડ સ્થિર ઊભો રહી શક્યો. પિલે આગળને સંઘ ધીમે પગલે ગંભીરતાથી ચાલ્યો જ જતો હતા. ઉર્સસ એક એક શેરી અને એક એક સ્થાન પાછળ મૂકતા ગયે, તેમ તેમ વધુ ને વધુ મૂંઝાતે ગયે. છેવટે એ સંધ શે . તેઓ એક અતિ સાંકડી ગલીમાં આવી ગયા હતા. તે ગલીમાં ઘરે નહોતાં; એની બંને બાજુએ ઊભી દીવાલ હતી. ડાબી બાજુની જરા નીચી હતી, જમણી બાજુની ઊંચી. તેમાં એક પણ બારી ન હતી. માત્ર નિશાન તાકનારાઓ માટેનાં કિલ્લાની દીવાલમાં હોતાં. બાકાં જેવાં બાકાં જ હતાં. એ ઊંચી દીવાલને લોખંડની એક ઝાંપલી હતી. તેના ઉપર પથ્થરની ગેળ કમાન વળેલી હતી, અને તેને મજબૂત પથ્થરો વચ્ચે જડેલી હતી. તેનું તાળું પણ ભારે તથા જંગી હતું. તેનાં મિજાગરાં પણ ગાંઠાદાર મજબૂત હતાં. એ ગલીમાં કોઈ ન હતું. દુકાને પણ ન હતી, માણસે પણ ન હતા. ઉર્સસ એક ભીંતના ખૂણા પાછળ ઊભો રહી ડોકું નમાવી જેવા લાગ્યો. હવે એ સંધમાંના ન્યાયાધીશ જેવા માણસે આગળ આવી એ ઝાંપલી ઉપર ત્રણ ટકોરા માર્યા. એક ડોકાબારી જેવું કશુંક ઊઘડયું. ન્યાયાધીશે કહ્યું, “નામદાર રાણી સાહેબાના હુકમથી.” તરત જ એક અને લોખંડનું બનેલું એ ભારે બારણું ઊઘડ્યું. જાણે અંદર ઊંડી ગુફામાં પેસવાને માર્ગ ખુલ્લે થયો. Page #203 -------------------------------------------------------------------------- ________________ ગ્વિાઈન ગયો ઉસસે જોયું કે, ગ્નિનપ્લેઈન એ ગુફામાં અદશ્ય થયો. એ સાઉથવર્ષની જેલનું નાનું બારણું હતું. જૂના વખતમાં એ મકાન અંગ્રેજોના પ્રાચીન દેવનું મંદિર હતું; પછી એ મહેલ અને કિલ્લાનું પદ પામ્યું, અને છેવટે ૧૧૯૯માં જેલખાનાને દરજજો ! ઈંગ્લેંડનાં બધાં કેદખાનાં બહાર તેતિંગ દીવાલે અને અંદર મધપૂડાનાં પાનાં જેવી અંધારી કોટડીઓ - એ જાતનાં જ હોય છે. આ જગલી અને નિષ્ઠુર મકાનો પાસે થઈને જતાં માણસના અંતરમાં એવી જ ધૃણા અને ત્રાસની લાગણું થઈ આવે, જેવી સાંકળે બાંધેલા ગુલામના વસવાટરૂપ ટાપુઓ પાસે થઈને જતાં પ્રાચીન વહાણવટીઓને થતી. સાઉથવર્ક જેલ તો પહેલેથી ભૂતપિશાચના આવેશ દૂર કરવાના તથા રિબાવીને કબૂલાત કરાવવાના સ્થાન તરીકે જાણીતી હતી. એ જેલ બે શેરીઓમાં ઊઘડતી. એક બારણું મુખ્ય શેરી તરફ હતું, જ્યાં થઈને સત્તાવાળાઓ પ્રવેશ કરતા. બીજું બારણું બાકીનાં જીવતાં પ્રાણીઓને પેસવા માટે અને મડદાંને બહાર નીકળવા માટે હતું. માણસ જ્યારે જેલમાં મરી જાય, ત્યારે એ બારણેથી તેનું મડદું બહાર કઢાતું. જાણે નરકમાંથી મુક્તિનું દ્વાર ! શ્વિનપ્લેઈનને તે બારણેથી જેલમાં અંદર લેવામાં આવ્યા હતા. સાઉથવર્ક સરે પરગણામાં હેઈ, તેની જેલ પણ તેના શરીફની હકૂમત હેઠળ હતી. શેરીફની બે અદાલત હતી : એક કેન્દ્રસ્થ સ્થિર, અને બીજી ‘જંગમ'. શેરીફને કેદખાનાની “સફાઈ કરવાની સત્તા હતી; અર્થાત પરગણુના કોઈ શહેરમાં તે આવે ત્યારે તે બધા ત્યાંના કેદીઓને “છુટકારો’ કરવાને હક ધરાવતા : કાં તો તેમને છોડી મૂકીને અથવા તેમને ફાંસીએ ચડાવી દઈને. શેરીફ 24 ગ્રાંડ-જૂરરે આગળ આરોપનામું રજૂ કરે. પેલા કાં તો તેને મંજૂર રાખે, અથવા નામંજૂર રાખે. નામંજૂર રાખે, તે પેલું આરોપનામું 12 Page #204 -------------------------------------------------------------------------- ________________ લાકિંગ મેન ફાડી નાખવાની શેરીફને સત્તા હતી. પરંતુ કેસ ચાલતું હોય, તે દરમ્યાન કોઈ જરર મરી જાય, તે પેલે આરોપી નિર્દોષ ઠરે અને શેરીફ તેને છોડી મૂકે. પણ શેરીફ ખાસ કરીને વધુ આદરપાત્ર અને વધુ ત્રાસજનક અફસર એ માટે ગણતો કે તેને રાજજી તરફથી આવેલા બધા હુકમોને તત્કાળ અમલ કરવાની સત્તા હતી. અને એવા હુકમ સરમુખત્યારીભર્યા જ હોય. ગ્વિનપ્લેઈન અંદર પેઠા પછી પેલું બારણું બંધ થવાને અવાજ સાંભળતાં જ તે કંપી ઊઠયા. તે ક્યાં હતો? આસપાસની કશી વસ્તુ તે દેખી શકતો ન હતો. તેઓ તેને શા માટે અહીં લઈ આવ્યા હતા ? તેઓ તેને શું કરશે ? જેલખાનામાં નિયમ હતો કે દરવાજાની આગળને ભાગ અંધારો જ રાખો, જેથી અંદર ન દાખલ થનાર પોતે કયાંથી કયાં પેઠે તે મનમાં નેધી શકે નહિ. ગ્વિનપ્લેઈને બંને બાજુ હાથ પહોળા કરી જોયા. ધીમે ધીમે ક્યાંકથી ઝાંખું પ્રકાશ અંદર પથરાવા લાગ્યું, અને તેને લાગ્યું કે તે કોઈ સાંકડા ભૂગર્ભ માર્ગ ઉપર છે. 4િનપ્લેઈન હવે ખરેખર ડરી ગયો. જિંદગીમાં તેને આ પહેલવહેલો અનુભવ હતો, જ્યાં કશું પૂછવાપણું ન હતું, બેલવા પણું ન હતું, ચર્ચા કરવાપણું ન હતું. એવી ભયંકરતા ભલભલાને કંપાવી મૂકે. તેને ડિયા યાદ આવવા લાગી, અને પોતે કદી હવે પાછો બહાર નીકળી શકશે કે નહિ, તેની તેને ચિંતા થવા લાગી. તેણે એક વખત પૂછવાને પ્રયત્ન કર્યો: “સઘ્રહથે, તમે મને ક્યાં લઈ જાઓ છો ?" પણ કઈ એ તેને જવાબ ન આપે. Page #205 -------------------------------------------------------------------------- ________________ વિન લઈને ગયે તેઓ એ માર્ગે થઈ આગળ ને આગળ ચાલવા લાગ્યા. પણ હવે તે લેકે એક એકની પંક્તિમાં ચાલતા હતા. માર્ગ સાંકડો ને સાંડે થતો જ હતો. ગ્વિનડેઈન બંને કણીઓથી બંને બાજુની દીવાલને હવે અડી શકતો હતો. તેઓ હવે એક બંધ બારણા આગળ આવ્યા. બારણું ઊઘડયું, એટલે તેઓ અંદર પેઠા. બારણું પાછળ આપોઆપ બંધ થયું. બધાં બારણું જાણે પિતાની મેળે ઊઘડતાં અને બંધ થતાં. ઉઘાડવાસ કોણ કરતું તે દેખાતું જ નહિ. આગળ રસ્તે જેમ જેમ સાંકડો થવા લાગ્યો, તેમ તેમ ઊંચાઈમાં પણ નીચો નમવા લાગ્યો. એટલે સૌએ માથાં નીચાં રાખીને જ ચાલવું પડતું હતું. તેમાંથી પણ પાણી ઝમતું હતું. હવે અજવાળું તો શું, પણ હવા પણ ઓછી થતી ગઈ તેઓ કયાંક નીચે ને નીચે ઊંડે ઊતરતા જતા હતા. અંધારામાં ઢાળ વધુ ભયંકર લાગે છે. કેટલે વખત તે લેકે આમ ચાલ્યા ? વિનપ્લેઈન પણ એ કહી ન શકત. ભયંકર ત્રાસની લાગણી વ્યાપી રહી હોય છે ત્યારે ક્ષણે બહુ લાંબી થઈ જાય છે. અચાનક તેઓ છેલ્યા. અંધારું વધુ ગાઢ બની ગયું હતું. વાપેનકે પોતાના લેહ-દંડ વડે જાણે એક પતરા ઉપર ટકેરો માર્યો. તરત જ ગરગડીઓ ઉપર એ લેહદ્વાર ઉપર ખેંચાયું મિજાગરાં ઉપર ઊઘડયું નહિ. કંઈક પ્રકાશ હવે આવ્યો. નીચે ઊતરવા માટે પગથિયાંની પંક્તિ નજરે પડી. બાજુની દીવાલમાં જાણે કેરી કાઢીને બનાવ્યાં હોય તેવાં સાંકડાં વીસેક પગથિયાં હતાં. તે ઊતરીને જે કમરામાં તેઓ દાખલ થયા, તે કમર ગોળાકાર હતો, તથા તેમાં મોટી મોટી કમાને વાળેલી હતી, જેમને આધારે ઉપરની ઇમારત ટેકવેલી હતી. Page #206 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન એ કમરો ખૂબ વિશાળ હતો, પણ ભેજ અને અંધકારની બાબતમાં કૂવાના તળિયા જેવો જ હતો. એ અંધાર-ખીણને ફરસબંધી જેવું કંઈ નહોતું. વચ્ચેવચ ચાર થાંભલાની અંદર એક ભાગ અલગ પાડેલો હતો. એને ભીંતે ન હતીઃ માત્ર ચાર થાંભલાથી જ બાકીના ભાગથી એ ભાગ અલગ પડતો હતો. તે અલગ પાડેલા ભાગની છતમાંથી વચ્ચે એક તાંબાનું ગોળ ફાનસ લટકાવેલું હતું. એ સિવાય પ્રકાશ માટે બીજું કશું સાધન કયાંય ન હતું. એ ચાર થાંભલાની વચ્ચે અને પેલા ફાનસની નીચે એક ધળી તથા ભયંકર આકૃતિ જમીન ઉપર ચત્તાપાટ પડેલી હતી. તે આકૃતિને પીઠ ઉપર સુવાડેલી હતી. તેનું બંધ આંખોવાળું માથું એકલું જ દેખાતું હતું. પછીનું ધડ તે કઈ વિચિત્ર ઢગલા નીચે દબાયેલું હોઈ દેખાતું ન હતું. તેના પહોળા કરાવેલા બે હાથ અને બે પગ સાંકળમાં ભિડાવી તે સાંકળ પેલા થાંભલાઓ સાથે તાણું બાંધવામાં આવી હતી. એ નગ્ન આકૃતિ અત્યારે શબ જેવી ફીકી અને બરફ જેવી ઠંડી થઈ ગઈ હતી. ગ્વિનપ્લેઈન સીડી આગળથી જ એ આકૃતિ જોઈને ડરી ગયા. અચાનક પેલી આકૃતિએ વેદનાને એક ઊંડે ઊંહકારો કાઢલ્યો. એ શબ જીવતું હતું ! બાજુમાં એક ઊંચા પથ્થર ઉપર ગોઠવેલી આરામ ખુરશીમાં લાલ ઝભ્ભો પહેરેલે એક વૃદ્ધ માણસ હાથમાં ગુલાબના ગુચ્છા સાથે સ્થિર બેઠેલો હતો. તેની બંને બાજુએ એક એક એમ બે માણસો કાળા ઝભ્ભા પહેરીને ઊભા હતા. આરામ ખુરશી ઉપર બેઠેલે વૃદ્ધ માણસ સરે પરગણુને શરીફ Page #207 -------------------------------------------------------------------------- ________________ ગ્રિનપ્લેઈને ગયે 181 હતો. તેના હાથમાંનાં ગુલાબનાં ફૂલ તેની રાજા તરફની અને સુધરાઈ તરફની સત્તાનાં પ્રતીક હતાં. આરામ ખુરશી સામે એક ટેબલ હતું જેના ઉપર શરીફને સફેદ દંડ તથા કેટલાક કાગળ અને ગ્રંથે પડેલા હતા. શરીફની બંને બાજુ ઊભેલા માણસો ડૉક્ટર હતાઃ એક દવાને અને બીજો કાયદાનો. તે બંને મૃત્યુના સાક્ષી બનનાર હોઈ શેકના કાળા ઝભા જ પહેરતા. શરીફની પાછળ પગથિયા જેવા પથ્થર ઉપર એક લહિયે ઢીંચણ ઉપર લખવાનું પાટિયું ટેકવી તૈયાર બેઠો હતો. તેની લેખનપેટી જમીન ઉપર નીચે પડેલી હતી. આખે શરીરે ચામડું પહેરેલો એક માણસ એક થાંભલાને અઢેલીને ઊભો હતા. તે જલ્લાદને મદદનીશ હતો. આ માણસ જાણે મંત્રમુગ્ધ બનાવી દેવાયા હોય તેમ બોલ્યા - વિના તેમ જ હાલ્યા વિના સ્થિર ઊભા રહ્યા હતા. તે વખતનાં બધાં કેદખાનાંની જેમ આ પણ સાઉથવર્ક જેલને “ટોર્ચર-ચેમ્બર' અર્થાત્ ગુનેગારને કબૂલાત કરાવવા રિબાવવા માટેને એરડો હતો. જમીન ઉપર પડેલી પેલી માનવ આકૃતિએ વેદનાને બીજે ઊંહકારો ભર્યો. * જડસડ થઈને ઊભેલા ગ્વિનપ્લેઈનને હવે વાપેનકે ખભા આગળથી જરા ઢઢળ્યો. એનો અર્થ એ કે, વિનપ્લેઈને આગળ વધવાનું હતું. શેરીફે ઘોઘરે અવાજે વિનપ્લેઈનને પિતાની ખુરશીની પાસે આવવા જણાવ્યું ગ્વિનપ્લેઈન સાથે આવેલા સંઘમાંના કાયદા-અફસરે શ્વિન Page #208 -------------------------------------------------------------------------- ________________ 182 લાકિંગ મેન પ્લેઈનને સંબોધીને કહ્યું, “તમે સરે પરગણાના શેરીફ સામે ઊભા છે.” વિનપ્લેઈન પેલા રિબામણીમાં નંખાયેલા માણસની પાસે જવાય તેટલું આગળ ગયે. દૂરથી તેણે જેને જો હતો તેને નજીકથી જોતાં તેને ભય ત્રાસના રૂપમાં ફેરવાઈ ગયો. એ માણસ તદ્દન નગ્ન હતો; તેની ઉંમર ૫૦થી 60 વર્ષની હશે; તે તદ્દન ટાલિયો હતો; તેની દાઢી ઉપર સફેદ વાળના ખાંપા ઊગેલા હતા. તેની આંખો બંધ હતી અને માં ઉધાડું હતું. તેના બધા દાંત દેખી શકાતા હતા. તેને પાતળે તથા હાડકાં નીકળેલ ચહેરો મૃત્યુના ચહેરા જેવો દેખાતો હતો. તેના હાથપગ ખેંચીને સાંકળેથી થાંભલાઓ સાથે જકડી દીધેલા હતા. તેની છાતી અને પેટ ઉપર લોખંડની લેટ મૂકી તેના ઉપર પાંચ કે છ મોટા પથરા ઢગલો કરીને મૂકવામાં આવ્યા હતા. તેની વેદનાનો ઊંહકારો કોઈક વખત નિસાસા જેવો લાગતો હતો, તો કઈક વખત ગર્જના જેવો. શેરીફે હવે ટેબલ ઉપરથી દંડ હાથમાં લઈ “નામદાર રાણીજીના હુકમથી” એવા શબ્દો બોલી પેલા રિબાતા માણસને સંબોધીને કહ્યુંઃ માણસ, તું અત્યારે સાંકળે બંધાયેલે છે; હવે છેલ્લી વખત અદાલતને અવાજ સાંભળી લે. તને તારી કોટડીમાંથી કાઢીને અહીં આણવામાં આવ્યો છે. વિધિસર તને વારંવાર પૂછપરછ કરવામાં આવી હોવા છતાં તું જકકીપણે ચુપકીદી જાળવી રહ્યો છે, અને અદાલતને સાચો જવાબ આપતા નથી. એ મોટો ગુનો છે.” શેરીફને જમણે હાથે ઊભેલા કાયદાના ડૉક્ટરે એ ગુને અને તેની સજાની કલમ બેલી સંભળાવી, તથા ઉમેયું - મેજિસ્ટ્રેટના પ્રશ્નને જવાબ ન આપનાર ગુનેગાર બધા જ ગુનાઓ કરનારો Page #209 -------------------------------------------------------------------------- ________________ વિનપ્લેઈન ગયે ગુનેગાર ગણાય, કારણ કે જે શું સ્વીકારતા નથી, તે વધું ન કબૂલે છે. શેરીફે હવે આગળ ચલાવ્યું: “ચૂપ રહીને પિતાની જાતને અદાલતના કામકાજમાંથી ગેરહાજર રાખવાની મનાઈ છે. આવી ખોટી રીતે કરલે અદાલતને અનાદર ન્યાયનું ખૂન કરવા બરાબર છે. એ બંડ કહેવાય, દ્રોહ કહેવાય. તપાસમાં જે સહકાર આપતો નથી, તે સત્યને ખંડિત કરે છે. એ ગુના માટે કાયદામાં જોગવાઈ કરી રાખી છે.” કાયદાના ડૉકટરે પાછી એ કલમ અને તેમાં જણાવેલી સજા બોલી બતાવ્યાં. શેરીફે આગળ ચલાવ્યું: “તારા જક્કીપણાની સામે કાયદાએ પણ એવું જ જક્કીપણું આદર્યું છે. પહેલે દિવસે તને ખાવા પીવાનું આપવામાં ન આવ્યું. બીજે દિવસે તેને થોડુંક ખાવાનું આપવામાં આવ્યું, પણ પીવાનું કશું ન આપવામાં આવ્યું. જવની રોટીના ત્રણ કળિયા તને ભરાવવામાં આવ્યા હતા. ત્રીજે દિવસે તને કંઈક પીવાનું આપવામાં આવ્યું, પણ ખાવાનું કશું ન આપવામાં આવ્યું જેલખાનાની ગટરમાંથી લીધેલું એક પિન્ટ પાણુ ત્રણ પ્યાલાઓમાંથી ત્રણ જુદે જુદે વખતે તારા મોંમાં રેડવામાં આવ્યું હતું. હજુ પણ તું ચૂપ રહીશ, તો તને આ સ્થિતિમાં મરતા સુધી રાખી મૂકવામાં આવશે. એ સ્થિતિમાં કોઈ તને કશી મદદ નહિ કરે. થોડા વખતમાં તારા ગળામાંથી, તારી દાઢી અને બગલમાંથી તથા શરીરનાં બધાં છિદ્રોમાંથી, મેંમાંથી તેમ જ કૂલા વચ્ચેથી લેહી નીકળવા માંડશે. પણ જો તું હજુ પણ તારી ચુપકીદી તોડીશ. અને કબૂલાત કરીશ, તો તને થડા નાના સિક્કા આપવામાં આવશે, (જે ચલણમાં નથી, પણ આ અંતિમ દાન માટે જ વપરાય છે) અને પછી તને ફાંસીએ ચડાવવામાં આવશે. ગુનો કબૂલ કરી દેવાના એ ફાયદા છે.” Page #210 -------------------------------------------------------------------------- ________________ 184 લાફિંગ ન શેરીફ આટલું કહીને પેલે શું જવાબ આપે છે તે સાંભળવા ચૂપ રહ્યો. પેલે છતાં ચૂપ પડી રહ્યો. શેરીફે કહ્યું : “તારો કેસ શરૂ થયાને પહેલા 72 કલાક વીતી ગયા છે. આજે ચોથો દિવસ છે; તે છેલ્લો નિર્ણાયક દિવસ છે. કારણ કે, આ દિવસે ગુનેગાર સામે પુરાવો તેની સમક્ષ રજૂ કરવામાં આવે છે. કાયદાએ ડહાપણથી આ અંતિમ ઘડીને ગુનેગાર સાચું જ બોલે તેવી ઘડી માની છે.” કાયદાના ડૉક્ટરે બધી કલમો બેલી બતાવી. શેરીફે હવે કહ્યું : " જમીન ઉપર સૂતેલા હૈ આદમી, તું મને સાંભળે છે ?" પેલે જરાય હાલ્યો નહિ. " કાયદાને નામે હું તને આંખો ખેલવા હુકમ કરું છું.” પેલે આંખ મીંચી પડી રહ્યા. શેરીફે હવે ડોક્ટરને જઈ તેની સ્થિતિની તપાસ કરવા ફરમાવ્યું. પેલે તપાસ કરી રહ્યા એટલે શરીફે પૂછયું : “તે હજુ સાંભળી શકે છે?” “તે હજુ સાંભળી શકે છે.” “તે હજુ દેખી શકે છે ?" તે હજુ દેખી શકે છે. " શેરીફે હવે મોટે અવાજે કહ્યું : “એ દુષ્ટ માણસ, હવે સાંભળ. કાયદો તારો નાશ કરતા પહેલાં તને વિનંતી કરે છે. હું ઘરડે માણસ છું. તારા બાપ જે છું. મને મારા હાથની છેલી કારમી સત્તાઓ વાપરતાં કમકમાં આવે છે. પણ મારે હવે ક્રૂર થવું પડશે. તારે કલાકે, દિવસો અને અઠવાડિયાં સુધી આ પથ્થરેનાં વજન નીચે, આ દુર્ગધમાં, આ એકાંતમાં રિબાઈને મરી જવું Page #211 -------------------------------------------------------------------------- ________________ ગ્વિનપ્લેઈન ગયે 185 ન હોય તો તારી જાત ઉપર દયા લાવીને, આંખ ઉઘાડી, બોલી નાખ કે, આ માણસને તું ઓળખે છે ?" વાપેનટેકે તે ઘડીએ 4િનપ્લેઈનને માથેથી ટોપ ઉતારી લઈ તેનાં માં ઉપર અજવાળું પડે તે રીતે તેને ઊભો રાખે. અને પછી પેલા ગુનેગારનું માથું બે હાથે પકડી વિનપ્લેઈન તરફ ફેરવ્યું અને આંગળીઓ વડે તેની બંને પાંપણો તેની આંખે ઉપરથી ઊંચી કરી. પેલાએ ગ્વિનપ્લેઈનને જોય. તરત તેણે પોતાનું માથું આપમેળે ઊંચું કરી શ્વિનપ્લેઈન તરફ તાકીને જેવા માડયું. તરત જ તે ધ્રુજી ઊઠયો અને બૂમ પાડી ઊઠયો, “એ તે જ છે! હા, હા, તે જ છે!” અને તે ભયંકર રીતે ખડખડાટ હસી પડ્યો. પછી તેણે પોતાનું માથું પાછું જમીન ઉપર નાખી દીધું અને આંખો મીંચી દીધી શેરીફે તરત જ લહિયાને એના શબ્દો લખી લેવા ફરમાવ્યું. શ્વિનપ્લેઈન અત્યાર સુધી જડસડ થઈને ઊભો રહ્યો હતો. પરંતુ પિલા માણસે જ્યારે “એ તે જ છે ! " એમ કહ્યું, અને શેરીફે તેના એ શબ્દો લખાવી લેવરાવ્યા, ત્યારે તે ગભરાયે. તેને થયું કે આ મરણપથારીએ પડેલે માણસ જે કંઈ બોલી ગમે તે હવે પોતાને કોઈ વિચિત્ર બંધનમાં સપડાવી દેશે - કદાચ કોઈ મહાભયંકર ગુનામાં સંડોવશે. એટલે તે બોલી ઊઠ્યો, “એ સાચું નથી. હું આ માણસને ઓળખતો નથી. મને મહેરબાની કરી છૂટો કરી દો. મને અહીં શા માટે લાવવામાં આવ્યું છે? આ માણસે જે કંઈ કહ્યું હોય, તે મને મંજૂર નથી, Page #212 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન હું તેને ઓળખતા નથી. આ ન્યાય નથી. આ કાયદે નથી. આ માણસને ને મારે કશે સંબંધ નથી. મારું જીવન ખુલ્લું જ છે. તેમાં કશું ગુપ્ત નથી. છતાં મને એક ચેરની પેઠે ઉપાડી લાવવામાં આવ્યો છે. હું એક પ્રકારને નટ છું, અને ખેલ કરીને કમાણી કરું છું. જોકે મારો ખેલ જોવા આવે છે, તે બધા કહી શકશે કે હું ચોર બદમાશ નથી. હું એક પ્રમાણિક નટ છું. મારી ઉંમર પચીસ વર્ષની છે, અને હું કેસ્ટર વીશીના આંગણામાં ઊતર્યો છું. મારા જેવા નીચલી કેટિના માણસોની નબળી સ્થિતિને આ ગેરલાભ આપ ન્યાયાધીશોએ ન લેવો જોઈએ. મારો બચાવ કરનાર અહીં કોઈ નથી, અને મેં કંઈ કહ્યું નથી.” પણ આ બધા છૂટક તૂટક બેલાયેલા શબ્દોના જવાબમાં શરીફ આરામ ખુરશીમાંથી ખડો થઈ ગયો અને એટલું જ બોલ્યોઃ . “મારી સમક્ષ લોર્ડ ફર્મેઈન લેંન્યાલી, ફ્લેખ્યાલ અને હંકરવિલના બૅરન, અને સિસિલીના કેલિયોના માર્થિવસ તથા ઈંગ્લેંડના ઉમરાવ ખડા છે. મારા લૈર્ડ, આપ નામદાર આ ખુરશી ઉપર બેસવા મહેરબાની કરશે?” Page #213 -------------------------------------------------------------------------- ________________ ઓળખપત્ર ! નસીબ પણ કઈ કઈ વાર આપણને કેફ ચડે તેવો પ્યાલો હાથે કરીને પિવરાવી દે છે ! ગ્વિનપ્લેઈનને સમજ પડી નહિ. તેણે આસપાસ જોયું કે, પેલા શબ્દો શેરીફે કાને સંબોધીને કહ્યા હતા ! વાપેનટેક અને કાયદાનો ડોકટર હવે બંને જણાએ આગળ વધી, ગ્નિનપ્લેઈનના બંને હાથ પકડી, તેને શેરીફે ખાલી કરેલી આરામ ખુરશીમાં બેસાડ્યો. તે બેઠે એટલે તે બંને જણા થોડાં ડગલાં પાછા ખસી, આરામખુરશીની પાછળ ટટાર અને સ્થિર થઈ ઊભા રહ્યા. પછી શેરીફે ચશ્માં ચડાવી, ટેબલ ઉપરના કાગળમાંથી એક કાગળ કાઢવ્યા અને ફાનસ આગળ ધરી વાંચવા માંડયા. “પરમાત્માના અને ઈશુ ખ્રિસ્તના નામ ઉપર. “આજે આપણા ઈશુના 1690 ના વર્ષની ૨૯મી જાન્યુઆરીના દિવસે– દશ વર્ષના એક બાળકને પોર્ટલૅન્ડને કિનારે નિર્જન સ્થાને ભૂખ, ટાઢ અને નિર્જનતામાં મરવા માટે દુષ્ટતાપૂર્વક તજી દેવામાં આવ્યો છે. “આ બાળક જ્યારે બે વર્ષની ઉંમરનો હતો, ત્યારે નામદાર રાજા જેમ્સ બીજાના હુકમથી તેને વેચી નાખવામાં આવ્યો હતો. આ બાળક લઈ ફર્મેઈન કન્યાલી છે; અને તે મરહૂમ લેડ લિનિયસ કેન્યાલ, કલેન્યાલ તથા હંકરવિલના બેરન તથા ઈટાલીના કોલિના માર્થિવસ તથા ઇંગ્લેંડના ઉમરાવને તેમનાં પત્ની મરહૂમ એન બ્રેડશોથી થયેલો કાયદેસર પુત્ર છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ 188 લાફિંગ મૅન આ બાળક તેના પિતાની બધી મિલકત તથા પદેને વારસ છે. પણ નામદાર રાજા જેસ બીજાની મરજીથી તેને વેચી નાખવામાં આવ્યો હતા. તેને ખંડિત-વિદ્રપ કરી, ન ઓળખાય તેવો કરી દેવામાં આવ્યો છે. “આ છોકરાને શેરીઓમાં અને બજારોમાં ભાંડનું કામ કરવા ઉછેરવામાં આવે છે તથા તેને તેવી તાલીમ આપવામાં આવી છે. આ છોકરે બે વર્ષને હતો ત્યારે તેના પિતા લેડના મૃત્યુ બાદ, વેચી નાખવામાં આવ્યો હતો; અને તેની કિંમતના દશ પાઉંડ નામદાર રાજા જેમ્સ બીજાને ચૂકવવામાં આવ્યા હતા. “આ લૈર્ડ ફર્મેઈન કલૅન્યાલી બે વર્ષની ઉંમરના હતા ત્યારે મેં નીચે સહી કરનાર અને આ લખાણ કરનારે ખરીદ્યા હતા; તથા તેમને ફલેન્ડર્સના રહેવાસી હર્દકેનએ વિદ્રપ બનાવ્યા હતા. તેની એકલાની જ પાસે આવાં બધાં ઓપરેશન કરવાની જૂની ગૂઢ વિદ્યા સચવાઈ રહેલી છે. એ બાળકના મને કાયમના હસતા મોંમાં ફેરવી નાખવામાં આવ્યું છે. એ માટેનું ઓપરેશન હઈ કેનેએ કર્યું હતું. તે દરમ્યાન તેને હદ કેનને જ જાણીતી એવી પ્રક્રિયાથી ઊંધમાં નાખી દેવામાં આવ્યો હત; એટલે તેને આ ઓપરેશનની કશી ખબર કે યાદદાસ્ત નથી. તે પિતે લાડ લૅન્ચાલી છે, એ વાત પણ તે જાણતો નથી. તેને વિનપ્લેઈન નામે બોલાવીએ તો બોલે છે. “અમે આ લખીએ છીએ તે વખતે, આ બધી માહિતીવાળો હર્દકને, રાજા વિલિયમ-૩,–જેમને ગામઠીપણે નામદાર પ્રિન્સ ઓફ ઓરેંજ પણ કહે છે, તેમની કેદમાં ચેધામ મુકામે કેપેશિકે તરીકે ગિરફતાર થઈને, પડેલ છે. “આ બાળકને સ્વિટ્ઝર્લેન્ડમાં, જિનીવા સરોવર આગળ, જે ઘરમાં તેનાં માતપિતા રહેતાં હતાં તથા મરણ પામ્યાં હતાં, તે ઠેકાણે જ રાજાજીના હુકમથી અમને વેચવામાં આવ્યો હતો. મરહૂમ લોર્ડ Page #215 -------------------------------------------------------------------------- ________________ ઓળખપત્ર! લિનિયસના એક નોકરે જ અમને તેને કબજો સોંપ્યો હતો. તે નોકર થોડા વખત બાદ જ ગુજરી ગયો હોવાથી, આ આખી વાત હર્દ કેન, કે જે ચેધામની કાળી કોટડીમાં પુરાયેલ છે તે, તથા અમે કે જે હવે મરવાની અણી ઉપર આવ્યા છીએ, તેટલા જ જાણીએ છીએ અમે નીચે સહી કરનારાઓએ એ નાનકડા લૉર્ડને રાજા પાસેથી ખરીદીને આઠ વર્ષ સુધી ઉછેરીને મોટો કર્યો. અમારા ધંધામાં એ મદદગાર થઈ અમને કમાણી કરાવી આપે, એ અમારો હેતુ હતો. “પરંતુ આજે, અમારી પણ કેપેશિક તરીકે હઈ કેન જેવી વલે ન થાય, તે માટે ઈંગ્લેંડમાંથી નાસતી વખતે, અમે એ બાળક વિનપ્લેઈનને– જે ખરી રીતે લૈર્ડ ફર્મોઈન લેંન્યાલ છે - પોર્ટલેન્ડને કિનારે છોડી દીધો છે. - “અમે રાજા જેમ્સ બીજા આગળ આ વાત ગુપ્ત રાખવાના સોગંદ ખાધા છે, પરંતુ ઈશ્વર આગળ નહિ. “આજની રાતે, દરિયામાં ઈશ્વરની ખફગીથી ભારે તોફાનમાં સપડાઈ અમે હવે ડૂબવાની અણી ઉપર આવ્યા છીએ, ત્યારે પરમાત્મા આગળ ઘૂંટણિયે પડી, અમારાં દુકર્મોના પ્રાયશ્ચિત્ત તરીકે આ કબૂલાત અમે કરીએ છીએ, જેથી પરમાત્મા પ્રસન્ન થાય અને અમારે આ તોફાનમાંથી સદેહે ઉદ્ધાર થાય, અથવા છેવટે વિદેહે આત્માને ઉદ્ધાર તો થાય જ. આ કબૂલત-પત્ર ઉપર સહી કરીને અમે દરિયાને ખોળે સુપરત કરીએ છીએ. પરમાત્મા તેને જે ઉપયોગ કરાવવો હોય તે કરાવે, અને અમને માફી બક્ષે.” શેરીફે પછી નીચે સહી કરનારાઓનાં નામ વાંચી સંભળાવ્યાં. પછી ત્રણ ખલાસીઓમાંથી કપ્તાન તણાઈ જતાં બાકી રહેલા બેએ સાક્ષી તરીકે કરેલી સહીઓ પણ વાંચી સંભળાવી. પછી શેરીફે જણાવ્યું કે, “આ કાગળની બીજી બાજુએ રાજા જેમ્સ બીજાને વોટરમાર્ક છે તથા તેમાં આ લેકેને બાળક ખરીદવાના Page #216 -------------------------------------------------------------------------- ________________ હાફિંગ મન ગુનામાંથી મુક્તિ બક્ષતો શાહી હુકમ લખેલે છે. નીચે રાજાજીના હુકમથી જેક્રેઝે કરેલી સહી છે.” વુિનલેઈન અત્યારે એવી સ્થિતિમાં હતો કે જેના માથા ઉપર સ્વપ્ન-મહેલનું નળિયું તૂટી પડયું હોય ! તે જાણે ઊંઘમાં બેલતો હોય તેમ બે - “બરાબર, એ બધા લોકોને હું બરાબર ઓળખું છું. આ કાગળ લખનાર જર્નાર્દસ, તેની મને બહુ બીક લાગતી. ગંદરા, તે બધાને મુખિયે હતો. અને કેપગરૂપ, હંમેશાં ચપટી તુંબડીમાંથી વારંવાર દારૂ પીધા કરતો હતે - તેના ઉપર લાલ અક્ષરે કશું નામ લખેલું હતું...” શેરીફે તરત તે તુંબડી લહિયાની બૅગમાંથી કાઢી મંગાવી. તે તુંબડીમાં જ આ કાગળ મૂકીને, તેના સાંકડા મેમાં ડામર ખડેલા લૂગડાને સજ્જડ દાટો મારીને, તેને દરિયામાં છોડવામાં આવી હતી. તે તુંબડી ઉપર લાલ અક્ષરે હદ કેનેનું નામ જ લખેલું હતું. શરીફે પેલા પથ્થર નીચે સુવડાવેલા માણસને સંબોધીને કહ્યું, “આ તારી જ તુંબડી છે ને ?" હર્દકનેએ હવે કહ્યું, “મેં ગુપ્તાના સોગંદ ખાધેલા હોઈ, મારાથી બને ત્યાં સુધી એ વાત મેં ગુપ્ત રાખી. અમારામાં લીધેલા સોગંદ બરાબર પાળવામાં આવે છે. પણ હવે એ સોગંદમાંથી હું છૂટ થયો છું, કારણ કે, બીજા લોકોએ એ ગુપ્ત વાત જાહેર કરી દીધી છે. હવે હું કબૂલ કરું છું કે, મેં અને રાજાએ આ કામ કર્યું છે: રાજાએ પોતાની મરજીથી અને મેં મારી કળાથી. હવે આ વિનપ્લેઈન ભલે આખી જિંદગી હસ્યા કરે.” આમ કહી તે જંગલીપણે મોટેથી હસી પડ્યા. શેરીફે તેનાં વાક્ય લહિયા પાસે લખાવી લીધાં. ત્યાર પછી પેલાને સંબોધીને કહ્યું, “હ કેને, કાયદાની કલમો મુજબ, છેલ્લે Page #217 -------------------------------------------------------------------------- ________________ 191 ઓળખપત્ર! દિવસે તે કબૂલાત કરી હોવાથી, તને તારા બંધનમાંથી મુક્ત કરવામાં આવે છે, અને હવે નામદાર રાણજીને હુકમ આવશે કે તરત તને બાળકો ખરીદવાના અને વેચવાના ગુનાસર ફાંસી દેવામાં આવશે.” કાયદાના ડૉકટરે તે કલમ બેલી બતાવી. પછી પેલા જલાદના મદદનીશને નિશાની કરવામાં આવી, એટલે તેણે તરત હર્દકેનેની છાતી ઉપરથી પેલા પથ્થર ઉતારી નાખ્યા તથા તેના હાથપગને થાંભલાઓએ તાણ બાંધેલી સાંકળમાંથી છૂટા કર્યા. શેરીફે હવે હુકમ કર્યો : “હર્દકેન, ઊભો થા.” પેલ જરાય હલ્યો નહિ. જલાદે તેના હાથને ઊંચે કર્યો અને છોડી દીધો. તે હાથ પથ્થરની પેઠે ધબ દઈને નીચે પડ્યા. તેણે બીજા હાથને તથા બને પગને વારાફરતી એ પ્રમાણે ઊંચા કરી કરીને છોડી જોયા. - હવે ડોક્ટર પાસે જઈ તેની નાડ, આંખો વગેરે તપાસ્યાં અને જાહેર કર્યું, “તે મરણ પામ્યો છે.” - શેરીફે વાપેનકેકને હુકમ કર્યો “આ મડદું આજ રાતે અહીંથી ખસેડાવી લેવું.” પછી શેરીફ તથા અન્ય સૌએ શ્વિનપ્લેઈનને લૉર્ડ ફમેઈન કલૅન્યાલ તરીકે સંબોધીને વિધિસર અભિવાદન કર્યા. તે જ વખતે એક માણસ થાંભલા પાછળથી નીકળે. વિનલેઈનને ત્યાં લાવવામાં આવ્યો તે પહેલાં જ થાંભલા પાછળ બધી કારવાઈ જોવા એ હાજર થયેલો હતો. તેણે શિવનપ્લેઈનની સમક્ષ આવી વંદન કર્યા તથા જણાવ્યું, “હું બાલિકે, સમુદ્રમાંથી તણાઈ આવતી વસ્તુઓ તપાસવાને હક ધરાવતે અફસર છું. આ તુંબડી તણાઈ આવતાં બે જૂર સમક્ષ ખોલવામાં આવી હતી. તેમાંથી મળેલા કાગળને અહેવાલ નામદાર રાણજી સમક્ષ મેં રજૂ Page #218 -------------------------------------------------------------------------- ________________ 192 લાફિંગ મેન કર્યો હતો. તેઓશ્રીએ એ કાગળમાં જણાવેલી હકીકતો અનુસાર કારવાઈ શરૂ કરવાનો હુકમ આપ્યું. તે પ્રમાણે આ હર્દકેનેને ચેધામના કેદખાનામાંથી અહીં તેડાવી મંગાવવામાં આવ્યો, અને તેની આગળ આપને વિધિસર એાળખવિધિ અને કબૂલાતવિધિ પૂરે થતાં, આપ હવે કાયદેસર ઈંગ્લેંડના એક ઉમરાવ બને છે. આપને વર્ષે દસ લાખની આવક છે; આપને ધારાસભ્ય અને ન્યાયાધીશ તરીકેના અધિકાર આપોઆપ મળી જાય છે. રાજાની પુત્રી હોય એવાં ડચેસને પરણવાને અધિકાર પણ આપને પ્રાપ્ત થાય છે.” વિનપ્લેઈનના માથા ઉપર વજપાત થયો હોય તેમ તે એકદમ બેહોશ થઈ ગયે. રાણું ઍનની ખેલદિલી એક સૈનિકને દરિયાકિનારે ફરતાં મળી આવેલી તુંબડીને કારણે આ આખું પ્રકરણ સરજાયું હતું. ઍડમિરલની ઓફિસમાં વિધિસર જેમ અફસરને એ તુંબડી સુપરત કરવામાં આવી. બાકિંલફેડ્રોએ રાણીજીને એ માહિતી આપી એટલે તરત બે મોટા સલાહકાર, લંડ ચાન્સેલર તથા ગ્રાન્ડ માર્શલને આ અંગે પૂછવામાં આવ્યું. આ તે એક ઉમરાવને તેનું પદ પાછું સોંપવાનું કામ હોઈ, તરત તેની તપાસ ચીવટથી શરૂ કરવામાં આવી. ચેધામમાંથી હર્દકેને લંડન લાવવામાં આવ્યો. ઉપરાંત સ્વિટ્ઝલેન્ડમાં આ વિગતોની સચ્ચાઈ બાબત તપાસ કરાવવામાં આવી. સ્થાનિક રજિસ્ટરોમાંથી લૉર્ડ લિનિયસે દેશ Page #219 -------------------------------------------------------------------------- ________________ રાણ એની મેલદિલી નિકાલીની અવસ્થામાં કરેલા લગ્નના, તથા પછી તેમને પુત્ર જમ્યાના દાખલા લઈ આવવામાં આવ્યા; તથા મા અને બાપ બંને મરણ પામ્યાના દાખલા પણ મેળવવામાં આવ્યા. જેક્રેઝની સહી સરખાવી જોવામાં આવી. આમ લોર્ડ ચાન્સેલરે ખાતરી કરી લીધી કે એક ઉમરાવના વારસદારને ઉપાડી જવામાં આવ્યો હતો, તથા વિદ્ર૫ કરી મૂકવામાં આવ્યું હતું. સાથે સાથે એ માહિતી પણ મળી આવી છે, તે વારસદાર અત્યારે જીવે છે અને લંડનના એક પરામાં જ ખેલ કરે છે. લોર્ડ ચાન્સેલરે રાણીજીને જણાવ્યું કે, “સૌ કોઈનાં જીવન અને અંગોને માલિક રાજ છે; તથા તેને પોતાને ઠીક લાગતાં કારણસર ગમે તેનાં અંગે અથવા જીવન હરી લેવાનો અધિકાર છે: રાજ્યના ભલા ખાતર કેટલાય રાજવંશી ડચૂકની આંખ કાઢી લેવરાવવામાં આવી છે; રાજસિંહાસનની વધુ નજીક જેમને અધિકાર પહોંચી જાય તેવા કેટલાયને રજાઈઓમાં રૂંધી નાખીને મારી નાખવામાં આવ્યા છે, અને તેમનું મૃત્યુ લકવાને કારણે કે હૃદય બંધ પડી જવાને કારણે થયેલું જાહેર કરવામાં આવ્યું છે; ટયુનિસના રાજાએ પોતાના પિતાની આંખો ખેંચાવ કઢાવી હતી, છતાં તેના એલચીઓને શહેનશાહે સ્વીકાર્યા હતા. એટલે અંગે વગેરેને છેદ કરાવવો એ રાજાને અધિકાર છે. પરંતુ દરિયામાં ડુબાડી દેવામાં આવેલ માણસ પણ મરવાને બદલે કિનારે નીકળી આવે, તો એમ મનાય કે, ઈશ્વરે રાજાના કૃત્યને ફરીથી સુધારી આપ્યું છે; તેમ જેને ખરા હક ડુબાડવામાં આવ્યું હોય તેવો સાચો વારસદાર મળી આવે, તો રાજાએ તેને તેની મિલકત તથા શિરતાજ પાછાં આપવાં જોઈએ,–તે મુજબ વિનપ્લેઈનને પણ તેના વારસા અને પદ ઉપર પાછા અધિષ્ઠિત કરવો જોઈએ. પેલો બદમાશ હર્દકને તેને ઓળખી આપે એટલે બસ!” 1 3 Page #220 -------------------------------------------------------------------------- ________________ 194 લાકિંગ મેન લોર્ડ ચાન્સેલરે પિતાના એ માટેના હુકમ નીચે તા. ક. કરીને ઉમેર્યું હતું કે, બદમાશ હર્દકેને કબૂલાત કરવાની ના પાડે, તો તેને વિધિસર ત્રણ દિવસ રિબાવી, ચોથે દિવસે વિનપ્લેઈનની મોઢામોઢ કરો. વિનપ્લેઈનને વિદ્રપ બનાવી મૂકવામાં આવ્યો છે, એટલી વાતની રાણું અનને જાણ હતી. પણ પિતાની બહેન જૈસિયાનાને પોતાના પિતાએ બક્ષેલી લૅન્યાલની મિલકતને કબજે છોડવો ન પડે, એ માટે તેણે એવું નક્કી કર્યું કે, ડચેસ જેસિયાનાએ નવા લૉર્ડ લેખ્યાલ એટલે કે ગ્વિનપ્લેઈન સાથે લગ્ન કરવું ! આ હુકમ પાછળ જૈસિયાન પેલી મબલક મિલકતની માલિક રહે એ ભાવ કરતાં, વધુ સૌંદર્યને ઘમંડવાળી પોતાની બહેનને આ વિદ્ર૫ માણસ પરણાવી હલકી પાડવાને ભાવ કેટલું કામ કરતો હતો, તે તે એ રાજવી હૃદયોને નિયામક જાણે! બાર્સિલફેએ બધું બરાબર પાર પાડી આપ્યું. તેણે રાણીજીના હુકમ અને મરજી પ્રમાણે બધી કારવાઈ એવી ગુપ્ત રીતે ચલાવી કે, પિતાના ઘમંડની ઊંચાઈએ જ રહેતી સિયાનાને કાને કશું પહોંચ્યું જ નહિ. લેર્ડ ડેવિડ ડિરી-મઈરને તે ફલેન્ડર્સને કિનારે દરિયા ઉપર કામગીરી બજાવવા જ મોકલી દેવામાં આવ્યા; જેથી જેસિયાનાને રાણી પોતે ન કહે ત્યાં સુધી આ વાતની કશી ખબર જ ન પડે. પણ રાણું એને લોર્ડ ડેવિડને, જેસિયાના સાથે લગ્નથી મળતા ઉમરાવપદથી વંચિત કરવાના બદલામાં, એક લાભ ગોઠવી આપે. હોલબર્ટન નામના એક કેટને ફેંચ કાફલે ભેદવાની બતાવેલી બહાદુરીના બદલામાં તેને રિયર-એડમિરલ તરીકે મળેલું પ્રમોશન સહી માટે રાણી અન પાસે આવ્યું, ત્યારે તેમણે તેનું નામ રદ કરી તેની જગ્યાએ લેડ ડેવિડનું નામ મૂકી આપ્યું. Page #221 -------------------------------------------------------------------------- ________________ 195 રાણી એનની ખેલદિલી આવો મજાનો ખેલ રાણીની સમક્ષ ભજવાતો હતો, અને તેની એકમાત્ર સૂત્રધાર તે પોતે હતી, એથી રાણું એને પરમ સંતોષ અનુભવવા લાગી. પિતાના પિતાએ કરેલા એક અપકૃત્યને ધોઈ કાઢી, એક જણને તેના ઉમરાવપદ ઉપર પાછે આરૂઢ કરવારૂપી સત્કૃત્ય તેને હાથે થતું હતું. અલબત્ત, એ સત્કૃત્યથી બીજી બાજુ પિતાને અણગમતી બહેનને ઘમંડ ઊતરતો હતો તેની ફજેતી થવાની હતી; પણ તેથી એ સત્કૃત્યનું સત્કૃત્યપણું શી રીતે ઘટી જાય ? ઉપરાંત શ્વિનપ્લેઈનની વિપતા કેવા પ્રકારની હતી, એની રાણીને કશી ચોક્કસ માહિતી ન હતી. કારણ કે, બાકિંલફેડ્રાએ જાસિયાના ઉપર પોતાનું વેર લેવા માટે રાણું એનને એ બાબતની વિગતથી લગભગ અણજાણ રાખી હતી. ઉપરાંત, ધારે કે થેડીઘણી વિદ્રપતા હોય, પણ તેથી ઉમરાવપદના સાચા વારસદારને તેના હક ઉપર સ્થાપિત કરતાં અટકાવાય શી રીતે ? અને એ સાચા હકદારની મિલકત જાસિયાનાને મળેલી હોઈ, જૈસિયાનાએ તે હકદારને પરણુને જ એ કેયડાને ઉકેલ લાવી આપવો રહ્યા ! રાણુ આ વખત દરમ્યાન વિન્ડસર મુકામે રહેતી હતી, જેથી આ બધી બાબતની જાણ કે ચેંચૅપંચે જાહેરમાં બહુ થાય નહિ. પંદર વર્ષ સુધી સમુદ્ર પેલી તુંબડીને રમાડ્યા કરી હતી અને સાચવી રાખી હતી, તે બાલિકે ડ્રો માટે જ જાણે! બાકિલફેડ્રેને જેસિયાના ઉપર આવું અણધાર્યું વેર વાળવાનું મળ્યું, તેથી તે તે રાજી રાજીના રેડ થઈ ગયો. શ્વિનપ્લેઈન નામ તો બાકિંલફેડ્રોને પરિચિત હતું. ટંડેકેસ્ટર વીશીમાંના “ગ્રીન-બોકસ' થિયેટરને ખેલ જેવા તે જઈ આવ્યા હતા, અને તેના પાટિયા ઉપરના “લાફિંગ-મેન ગ્વિનપ્લેઈન' એ અક્ષરે Page #222 -------------------------------------------------------------------------- ________________ 19s લાફિંગ મેના તેને બરાબર યાદ હતા. એટલે પેલી તુંબડી હાથમાં આવતાં, વિનપ્લેઈનને શોધી કાઢવા માટે તેને કશી ખાસ તકલીફ લેવી ન પડી ! ઉપરાંત, એક ઊંડી અંગત વાત તે અહીં જ જણાવી લઈએ લેડ ડેવિડ જેસિયાનાના પતિ થઈ લેડ કૉન્ચાલી બને, તેમાં બાલિફોને છે લાભ ? પણ વિનપ્લેઈન જૈસિયાનને પરણી લૈર્ડ લૅન્યાલ બને, તેમાં તે બાકિલફે ને બધે લાભ જ લાભ ! એ રખડતા ભાંડ જેવા જુવાનિયાને એની આ મબલક મિલકતને ભગવટે આપવા-અપાવવામાં જ બાકિંલફેડ્રો ન્યાલ થઈ જાય; કારણ કે, વિનપ્લેઈનને એ બધું બાકિલ ની કામગીરીથી જ મળ્યું હોઇ, તે જ તેને એકમાત્ર સલાહકાર, મિત્ર, પાલક તથા માર્ગદર્શક બની રહે ! ઉપરાંત એ ઉમરાવ પણ કેવો ! રાણીની બહેનને પતિ ! અહા, કેવી કેવી ભારેખમ તો એક જ તડાકે બાકિલફેના હાથમાં આવી પડી હતી ! બધું કામકાજ યોજના પ્રમાણે ધમધોકાર ચાલવા લાગ્યું. જે દિવસે વિનપ્લેઈનની ઓળખ હર્દકેને મેએ કરાવવામાં આવી, તે જ દિવસે રાણીએ વિન્ડસરથી પિતાની ઘોડાગાડી લેડી જૈસિયાનાને વિન્ડસર તેડી લાવવા માટે મેકલી. જૈસિયાનાએ વિનપ્લેઈનને ગુપ્ત રીતે મળવા બોલાવ્યો હોવાથી, તેને વિન્ડસર જવાનું મન ન હતું; પણ રાજદરબારી શિષ્ટાચારમાં રાણીજીના હુકમને અનાદર થઈ શકે નહિ, એટલે તે લંડનનું પિતાનું હંકરવિલ હાઉસ છોડી, વિન્ડસર જવા ઊપડી. તે જ ક્ષણે વાપેનટેક ટંકેસ્ટર વીશીમાંથી વિનપ્લેઈનને હકેને સમક્ષ લઈ આવવા નીકળ્યો હતો. Page #223 -------------------------------------------------------------------------- ________________ સુખભવની ટોચે સિયાના વિન્ડસરમાં સીધી રાણના મહેલે પહોંચી, ત્યારે રાણીના હજારિયાએ તેને કહ્યું કે, રાણીજી લો ચાન્સેલર સાથે અગત્યની મંત્રણાઓ કરી રહ્યાં હોઈ, આપને બીજે દિવસે જ મળશે. રાણીજીએ ઈર૭યું છે કે, આપે આપના કોલિયાં લેજમાં રહેવું, - જ્યાં બીજે દિવસે સવારમાં જ રાણીજી આપને સંદેશે કહાવશે. જૈસિયાના ખૂબ ચિડાઈને પિતાના કેલિયો લોજ મહેલે ગઈ. ત્યાં બગડેલે મિજાજે જ વાળ પતાવી, દિવસનું અજવાળું હતું હતું ને જ, સૌ હજારિયાઓને વિદાય કરી - હાંકી કાઢી, તે સૂઈ ગઈ. તેને વધુ એટલા ખબર મળ્યા કે, લેડ ડેવિડને પણ દરિયા ઉપર જ સંદેશ પહોંચાડી, રાણીજીએ તાબડતોબ વિન્ડસર આવી પહોંચવા ફરમાવ્યું હઈ તે પણ બીજે દિવસે વિન્ડસર આવવાના હતા. સુખભવની ટોચે જ્યારે વિનપ્લેઈન હેશમાં આવ્યું, ત્યારે રાત પડી ગઈ હતી. તેણે આસપાસ નજર કરીને જોયું તો બદામી મલમલના પડદાવાળા સુંદર મટે કમર હતો; અને તેમાં વચ્ચે મોટી આરામ ખુરશી ઉપર પિતે બેઠેલો હતો. તેની નજીક ખુલ્લે માથે એક જડે માણસ મુસાફરીને ઝબ્બે ઓઢીને ઊભો હતો. બંને હાથ તરફ નજીક જ બે ટેબલ માંડેલાં હતાં, જેમાંના દરેક ઉપર છ છ મીણબત્તીના ઝાડ જેપી દીપદાનીઓ ગોઠવેલી હતી. એક ટેબલ ઉપર કાગળે અને કાશ્કેટ પડેલાં હતાં, ત્યારે બીજા ઉપર ચાંદીનાં પાત્રામાં હળવાં ખાનપાનની ચીજો પડેલી હતી. Page #224 -------------------------------------------------------------------------- ________________ 198 લાફિંગ મેન ફરસથી છત સુધી પહોંચતી લાંબી બારીમાંથી, આંગણાને ઘેરતા અર્ધચંદ્રસ્તંભની પંક્તિ તથા આસપાસ બે નાના અને વચ્ચે એક પહેળો એ ત્રણ દ્વારવાળા દરવાજે વગેરે દેખાતું હતું. એ બધા સ્તંભે તથા આંગણાની ફરસબંધી આરસપહાણનાં બનાવેલાં હતાં. દરવાજાના અને બીજા સળિયા ઉપર ચળકતા શંકુઓ હતા તથા કમાન ઉપર સુંદર કારીગરીવાળી ટોચ હતી. આંગણાને આ છેડે ઊંચા વિશાળ છાપરાવાળું મોટું બાંધકામ વિસ્તરેલું હતું. તેની દરેક વિગત કેતરકામ, કારીગરી, સુશોભન વગેરેથી બનાવાય તેટલી ભવ્ય બનાવવામાં આવી હતી. આસપાસના ફુવારાઓ, દેવદેવીઓનાં પૂતળાંઓ, કૃત્રિમ ઝરણાંઓ,– એ બધું આખા મકાનને પરીઓના મહેલનું સ્વરૂપ બક્ષતાં હતાં. - ગ્વિનપ્લેઈન જે કમરામાં બેઠો હતો, તેની જ વિગતો જોઈએ : તો પાર ન આવે. અગ્નિ માટેની વિશાળ ભવ્ય અંગીઠી, પગથિયાંથી ચડવાના ભવ્ય વિશાળ સુશોભિત પલંગ, દીવાલ પાસે ગોઠવેલી રૂપેરંગે સજેલી આરામ ખુરશીઓ, છતને ઘુમ્મટ, નીચેની ભવ્ય કારપેટ, ઓશીકાના - ગાદીઓના મલમલ અને જરીકામના ગલેફા, ભીંત ઉપર લટકાવેલાં વિવિધ કારીગરીવાળાં હથિયાર, મુદ્રાંકિત ઢાલો વગેરે બધું કઈ અજાયબઘરને લાયક બાબત હતી. આ બધી ભવ્યતા વિનપ્લેઈનના મનમાં રૂંધામણ જેવી જ લાગણી પેદા કરવા લાગી. આ ભવ્ય મહેલને રહેવાસી માલિક કેણ હશે ? વળી દેખતે જ આ કોઈ મહેલ નહતો પણ વિશાળ દરબારગઢ હતા. આ બેડમાં કો સિંહ વસવાટ કરી ટહેલત હશે ? શ્વિનપ્લેઈન પૂરે જાગ્યો નહોતો, પણ તેનું હૃદય આ બધું જોઈ બેસી જવા લાગ્યું. રૂંધાતા સ્વરે તેણે પુછયું, “હું ક્યાં છું ?" “આપ નામદાર, આપના નિવાસસ્થાને છે, માય લોર્ડ,” પેલા ખુલ્લે માથે ઊભેલા માણસે જવાબ આપ્યો. Page #225 -------------------------------------------------------------------------- ________________ સુખભવની ટોચે 199 ઊંડાણમાં ડૂબી ગયા પછી, બહાર સપાટીએ પાછા આવતાં વાર લાગે છે. વિનપ્લેઈન પણ મૂઢતાના એવા ઊંડાણમાં જ ડૂબી ગયે હતો. અજ્ઞાત - અયમાં તમે એકદમ પગ ન જમાવી શકે. વિચારો પણ લશ્કરોની પેઠે એક વખત વીખરાઈ જાય, ત્યાર બાદ તેમને પાછા એકત્રિત કરતાં મુશ્કેલી પડે છે. તમારી આખી જાત જ તમને વિખેરાઈ ગયેલી - વિખેરાઈ જતી લાગતી હોય તો શું થાય ? તમારી જાતને તમે ફંગોળાતી જોઈ શકે ? ઈશ્વર એ હાથ છે, ભાગ્ય એ ગોફણ છે, અને માણસ એ ગોફણથી વીંઝાઈને ફંગોળાતો પથરો છે. વુિનલેઈન એક આશ્ચર્યમાંથી બીજા આશ્ચર્યમાં ફંગોળાતો જતો હતોઃ ડચેસને પ્રેમપત્ર, પછી સાઉથવક જેલનું ભોંયરું, અને ત્યાર બાદ આ રાજમહેલ ! - નસીબમાં જ્યારે પલટો આવે છે - સુખને કે દુઃખને, ત્યારે તેના ઘા ઉપરાઉપરી જ પડવા માંડે છે. એ છિદ્ર ખુલ્લું થયું કે, તેમાંથી એક પછી એક નવી નવાઈઓ ધસી આવવા માંડે છે. જે કાંઈ અસાધારણ હોય, એ ઝટ સમજમાં આવતું નથી. ગ્વિનપ્લેઈનની આસપાસ જે કંઈ બની રહ્યું હતું, તે પણ તેની સમજ બહારનું હતું. હવે આગળ શું નવું આવે છે, એટલું જ જાણે નિષ્ક્રિયપણે જોવાનું તેના હાથમાં હતું. પેલા ફાંદવાળા માણસે આગળ કહેવા માંડયું : " આપ નામદાર એટલું યાદ રાખવા મહેરબાની કરશે કે, હું બાકેિલફે નામે ઓળખાઉં છું. હું એડમિરલ-કચેરીમાં જેમ-અફસર છું. મેં હર્દકેનની તુંબડી બેલી હતી, અને એ તુંબડીમાંથી “અરેબિયન Page #226 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન નાઈટસની વાર્તાની પેઠે શીશીમાંથી આપના સભાગ્ય રૂપ મહારાક્ષસ બહાર નીકળી આવ્યો છે.” વુિનલેઈને મંદ મંદ હસતા તે માણસની સામે પોતાની નજર ઠેરવી. બાકિંલકેડ઼ોએ આગળ ચલાવ્યું: “આ મહેલ ઉપરાંત આપની માલકીનું “હંકરવિલ હાઉસ' છે, જે આનાથી વધુ મોટું છે. ઉપરાંત લેંન્યાલને દરબારગઢ છે, જેના ઉપરથી આપને ખિતાબ ઉદ્ભવેલ છે. આપ નામદારના તાબામાં ઓગણીસ તાલુકા છે, જેમાં દરેકમાં કેટલાંય ગામડાં છે, અને ખેડૂત છે. આપ નામદારના ધ્વજ હેઠળ કુલ એંસી હજાર ગણોતિયા આસામીઓ છે. ક્લેખ્યાલગઢની જાગીરમાં આપ જ ન્યાયાધીશ-રાજા સર્વ કાંઈ છે. લોકોના જાનમાલ સર્વેને ફેંસલો આપ આપી શકે છે; રાજાજીને આપના કરતાં વધુ કાંઈ હક હોય, તે તે નાણાં છાપવાની ટંકશાળને. એ હક સિવાય, આપ આપની જાગીરમાં રાજ છે, જેમ રાજા તેમની જાગીરમાં રાજા છે. ઈગ્લેંડમાં આપને ચાર થાંભલાવાળા ફાંસીના માંચડાને હક છે, અને સિસિલીમાં માર્થિવસ તરીકે સાત થાંભલાવાળા માંચડાને. સાદા લૉર્ડને બે જ થાંભલાવાળી ફાંસીને, અને ડચકને આઠ થાંભલાવાળીને હક હોય છે. આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં આપને સગાઈ-સંબંધ છે. એ સિવાય કેટલીય ખાણો ઉપર, ખીણ ઉપર, ગ્રામ-ભવન ઉપર, તથા પ્રાચીન કિકલાવાળા એક આખા પહાડ ઉપર પણ આપની હકૂમત છે. એ બધાની મળી આપને ચાલીસ હજાર પાઉંડની મહેસૂલી આવક છે, અર્થાત કોઈ ફ્રેંચ ઉમરાવ સંતુષ્ટ થાય તેનાથી ચાલીસ ગણી વધારે.” ગ્વિનપ્લેઈન નિશ્ચળ મેએ બધું સાંભળી રહ્યો. બાલિફેએ હવે ટેબલ ઉપર પડેલી કાસ્કેટ તરફ આંગળી કરીને કહ્યું, “નામદાર, આ કાસ્કેટમાં નામદાર રાણીજીએ આપની Page #227 -------------------------------------------------------------------------- ________________ ઉર્સસ ખૂણે છુપાઈ ને ગ્રિનપ્લેઈનને જેલમાં લઈ જવાતે જુએ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ --- ગ્વિનપ્લેઈન પોતાના વિન્ડસર-મહેલમાં. Page #229 -------------------------------------------------------------------------- ________________ સુખભવની ટોચે 205 તાત્કાલિક જરૂરિયાત માટે મોકલાવેલી બે હજાર ગિનીઓ છે.” વિનપ્લેઈન તરત બોલી ઊઠ્યો, “એ ગિનીઓ મારે મારા બાપુજી ઉર્સસને પહોંચાડવી છે.” બહુ સારું, મારા લાડું. જે સારજંટ આપણું સાથે અહીં આવ્યો છે તે તરત જ પાછો ફરશે ત્યારે ટેડકેસ્ટર વીશીમાં ઉસને એ ગિનીઓ આપી આવશે. અથવા હું જ લંડન પાછો ફરીશ, ત્યારે સાથે લેતો જઈશ.” ના, ના. હું પોતે જ જઈને આપી આવીશ,” “શ્વિનપ્લેઈન બોલ્યો. “અશક્ય, " બાકિંલફેડ્રો ગંભીરતાથી બેલ્યો; " આપ નામદાર અત્યારે લંડનથી તેવીસ માઈલ દૂર વિન્ડસર મુકામે શાહી રાજમહેલ પાસે જ આપના કાલિયે લેજમાં છે. આપ નામદારને કેાઈને બહાર જાણ ન થાય તે રીતે અહીં લાવવામાં આવ્યા છે. જે લેકે આપને અહીં બંધ ઘોડાગાડીમાં મૂકી ગયા, તેઓ પણ આપ નામદાર કોણ છે, તે જાણતા નથી. તેઓ માત્ર મને જ ઓળખે છે. મારી પાસે એક ગુપ્ત ચાવી છે, જેના વડે હું આપને આપના કમરામાં લઈ આવ્યો છું. આ મકાનમાં બીજાં ઘણાંય માણસે સૂતેલાં છે; પણ અત્યારે તેઓ કોઈને જગાડવાની જરૂર નથી. અત્યારે તો થોડીક બાબતોની જાણકારી આપને કરવા માટે સમય છે. નામદાર રાણીજીએ એ કહેવા મને ફરમાયશ કરેલી છે.” બાર્સિલફેએ હવે ટેબલ ઉપર કાસ્કેટ નજીક પડેલાં કાગળનાં પાન ફેરવવા માંડ્યાં - મારા લૉર્ડ, આ આપના ઉમરાવપદ અંગે સરકારી દસ્તાવેજ છે. આ સિસિલીના માકિસપદ અંગેને દસ્તાવેજ છે. આ આપના આઠ બૅરનપદ અંગેના કાગળે, જેમના ઉપર કેન્ટના Page #230 -------------------------------------------------------------------------- ________________ 202 લાસિંગ મેન રાજાથી માંડીને ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના રાજા જેસ-૬ અને જેમ્સ-૧ સુધીના અગિયાર રાજાઓની મહોરો છે. આ આપના મહેસૂલી કાગળે છે; પેલા આપના બે મુગટે છેઃ બેનને અને માર્વિસને; અને આપના પિશાક-ગૃહમાં આપને જરીકામવાળા ઉમરાવને ઝભ્ભો છે. આજે લૈર્ડ ચાન્સેલર અને ડેપ્યુટી અલ-માર્શલને થોડા કલાક અગાઉ, આપને અંગે પૂરી થયેલી તપાસની ખબર તથા નામદાર રાણીજીએ એ અંગે આપેલા હુકમ પહોંચાડવામાં આવ્યા છે. એટલે આવતી કાલે આ૫ને ઉમરાવસભામાં પ્રવેશવિધિ થશે. કેટલાય દિવસથી ઉમરાવસભા તાજ તરફથી રજુ થયેલા એક બિલ ઉપર વિચાર કરી રહી છે. એ બિલમાં રાણીજીના પતિ ચૂંક આફ કંબરલેન્ડને મળતી વાર્ષિક રકમને એક લાખ પાઉંડ સ્ટર્લિંગ અર્થાત 25 લાખ ફ્રેન્ચ લીવ્ર જેટલી વધારી આપવાનું સૂચવવામાં આવ્યું છે. આપ નામદારે એ વિચારણામાં ભાગ લેવાનું રહેશે.” પછી બાલિકે એ પોતાને અવાજ ધીમો કરીને સાવચેતી તથા સલાહના રૂપમાં ઉમેર્યું, " હજુ કશું પૂરું થયું ન કહેવાય. ઉમરાવ-સભાને આપને અંગેની માહિતી આવતી કાલે જ આપવામાં આવશે. આ આખી વાત રાજકીય કારણોસર ગુપ્ત રાખવામાં આવી છે. જેઓ આપના અસ્તિત્વની વાત જાણે છે, તેઓને પણ બીજો રાજકીય કારણોસર જે જુદું ફરમાવવામાં આવે, તો તેઓ આપના અસ્તિત્વની બધી વાત સદંતર ભૂલી જાય ! અને અત્યાર સુધી જે અંધારામાં રહ્યું છે, તે અંધારામાં જ હંમેશને માટે રહી જાય કારણ કે આપને એક ભાઈ છે - આપના પિતાને ન પરણેલQ સ્ત્રીથી થયેલો. તેની મા આપના પિતા દેશનિકાલ થયા ત્યારે ઇંગ્લેન્ડમાં જ રહી અને રાજા ચાર્સ બીજાની રખાત બની. એને કારણે આપના ભાઈને રાજદરબારમાં સારું સ્થાન પ્રાપ્ત થયું છે. આપણું ઉમરાવપદ આપના એ ભાઈને જ ખરી રીતે Page #231 -------------------------------------------------------------------------- ________________ સુખભવની રે પ્રાપ્ત થવાનું હતું, –ભલે એની મા આપના પિતાની કાયદેસરની પત્ની ન હોય; પરંતુ રાણજી આપના પિતાએ સ્વિટ્ઝર્લેન્ડમાં કાયદેસર કરેલા લગ્નને પસંદગી આપવા માગે છે, અને આપને જ આપના પિતાની મિલકતના કાયદેસર વારસ ઠરાવવા માગે છે. એટલે આપે રાણીજીની આજ્ઞામાં જ રહી, તે છે તે રીતે વર્તવું જોઈએ. રાણીજીએ તો આપને માટે અર્ધ-રાજશાહી લગ્નસંબંધ પણ વિચારી રાખ્યો છે. એટલે, મારા લોડે, આપને માટે આ એક નિર્ણાયક ક્ષણ છે. નસીબ એક બારણું બંધ કર્યા વિના બીજું કદી નથી ઉઘાડતું. અમુક ડગલાં આગળ વધ્યા પછી પાછળ ડગ ભરવું અશકય હોય છે. જેનો નવો કાયાપલટ થાય છે, તે પોતાની લુપ્ત થયેલી આકૃતિને હંમેશ માટે પાછળ છોડતો જાય છે. મારા લેર્ડ, ગ્રીન-બેસ’વાળા ગ્વિનપ્લેઈન હવે ગુજરી ગયા, એમ જ સમજજે !" _વિનલેઈન પગથી માથા સુધી કંપી ઊઠયો, પણ પછી સ્વસ્થ થઈ બોલ્યો, “સમજ્યો.” બાર્કિલફેડ્રો હવે હસીને, પેલી ગિનીઓ ભરેલ કાસ્કેટ પિતાની સાથે લઈને બહાર ચાલ્યો ગયો. જેના વડે સેતાને જિસસને લેભાવવા પ્રયત્ન કર્યો હતો, તે સુખવૈભવ આગળ સામાન્ય માણસ શી રીતે ટકી શકે ! | મહેલ, ગઢો, સત્તા, વૈભવ, નજર પહોંચે તેટલાં તમામ માનવ સુખ, ક્ષિતિજ સુધી વિસ્તરતો આનંદોનો ભર્યોભાદર્યો નકશે - જે તમામના એકમાત્ર કેન્દ્ર આપણે હોઈએ, એ જેવી તેવી મોહજાળ નથી ! વિનપ્લેઈન અત્યારે કશું વિચારી શકે તેવી રિથતિમાં જ નહોતો. વધારે પડતા પ્રકાશમાં આંખ ઝંખવાઈ જ જાય એકલો પડયા એટલે ખ્રિનપ્લેઈન આમથી તેમ મોટી ફસંગે આંટા મારવા માંડયા. Page #232 -------------------------------------------------------------------------- ________________ 204 લાફિંગ મેન તે અત્યારે ખૂબ વેગથી વિચાર કરતો હતો. પોતાની સ્મૃતિને તે સતેજ કરવા લાગ્યો. તાજેતરમાં તેણે જે કંઈ સાંભળ્યું હતું અને જોયું હતું, તે બધું એક પછી એક તેની સમક્ષ તરી આવવા લાગ્યું. આ બધું જ્યારે તેણે પ્રથમ જોયું-સાંભળ્યું હતું, ત્યારે તે તેને એ બધું કેવળ તેની ઉપર થઈને પસાર થઈ જતું જ લાગ્યું હતું - તેણે પોતે તે બધું જાણે જોયું--સાંભળ્યું જ નહોતું. પણ અત્યારે પાછું તે બધું જેમનું તેમ તાદશ - તાજું થવા લાગ્યું. તે અચાનક થે. પિતાના હાથ પીઠ પાછળ રાખી તે ઊંચી નજર કરીને બોલ્યઃ વેર ! બદલો ! હું એક લડ-ઉમરાવ હતો. તેઓએ મને લૂંટવા, બરબાદ કર્યો, નાવારસ કર્યો, તજી દીધો, મારું ખૂન કર્યું ! મારા ભાગ્યનું શબ પંદર વર્ષ દરિયા ઉપર તર્યા કર્યું–આથથી કર્યું. પણ છેવટે તે કિનારે આવ્યું અને તરત ટટાર - જીવતું થઈ ગયું. હું ફરીથી જન્મ્યો છું. મને હંમેશ લાગતું કે, મારાં ચીંથરાં નીચે માત્ર કંગલા કરતાં કંઈક વિશેષ ધબકી રહ્યું છે. હું માણસ તરફ જોતો ત્યારે મને લાગતું કે તે બધાં ગાડરાં છે, અને હું કૂતરો નથી પણ ભરવાડ છું. મારા પૂર્વજો લોકોના ચરવૈયા, લેકેના નેતા, તેમના માલિક હતા. અને તે હતા તેવો જ હું છું. હું ઉમરાવ છું, અને મારે તરવાર છે; હું બેરન છું, અને મારે લોખંડી ટપ છે; હું માર્વિસ છું, અને મારે કલગી છે; હું રાજવી છું, અને મારે તાજ છે. હું પ્રકાશને રહેવાસી હતા, અને તેઓએ મને અંધારાને કીડે બનાવી દીધો. મારા પિતા ગુજરી ગયા એટલે તેઓએ દેશનિકાલીને પથરો તેમના માથા નીચેથી કાઢીને મારા ગળે બાંધી મને ટાંકામાં નાખી દીધો. તે બદમાશોએ મારું મોં કોતરી નાખ્યું. મને તેઓએ માણસ જાતની છેક હલકી કોટિમાં નાખી દીધો - મને ભાંડ-ભય બનાવી દીધો. પણ હવે હું એ અંધકારમાંથી છેક ટોચે આવ્યો છું. હવે મારે એ બધાનો બદલો લેવો જોઈએ !" Page #233 -------------------------------------------------------------------------- ________________ સુખભવની રે તે નીચે બેસી ગયે, પાછો ઊભો થયે; પિતાના બંને હાથ વડે તેણે પોતાનું માથું સખત દબાવ્યું, અને પાછા આંટા મારવા લાગે. અહા હું ટોચે બેઠો છું -- હંમેશને માટે સૌથી ઊંચે ! હું હવે અંધારખીણમાંથી છેક ઉપર આવ્યો છું. મારે શહેરમાં તથા ગામડામાં મહેલો, ભવને, બગીચાઓ છે, ઉપરાંત શિકાર-ભરેલાં વન-જંગલ, ગાડીઓ, અને લાખોની આવક છે. હું હવે મિજબાનીએ આપીશ, ન્યાય ચૂકવીશ, મારી પસંદગીનાં સુખ જોગવીશ ! જે ડ્રિનપ્લેઈનને ઘાસમાંથી ફૂલ ચૂંટવાને અધિકાર ન હતો, તે હવે આકાશમાંથી તારા ચૂંટશે ! " આમ ભૌતિક વૈભવે ગ્વિનપ્લેઈનના અંતરમાં નૈતિક વૈભવનું સ્થાન ઝટપટ ખાલી કરાવવા માંડયું. બહુ કરુણ ફેરફાર ! માણસની નબળી બાજુ ઉપર અણધાર્યો હુમલો ! ઉત્તમ ગણાતી બધી હલકી બાબતે, જેવી કે, મહત્ત્વાકાંક્ષા છે, તેમ જ ચૂપ પડી રહેલી લાગણુઓ, વૃત્તિઓ, કામનાઓ, તૃષ્ણાઓ, - જે અત્યાર સુધી પશ્ય કમનસીબને કારણે દૂર ફંગોળાઈ ગઈ હતી, તે બધી હવે ધમાલ મચાવતી આખા હૃદયને કબજો જમાવવા પાસે ધસી આવી, અને તેને ઘેરાઈ વળી. વિનપ્લેઈને ગર્વ-અભિમાન-ગૌરવના મોટા ઘૂંટડા પીવા લાગે, જેથી અંતરાત્મા રંગાઈને કાળે ઠણુક બની જાય છે. “હું વક્તા બનીશ. બધાંને મારા મનમાં ભેગી થયેલી વાતો સંભળાવીશ ! આ લેકેએ જે કંઈ કદી જોયું નથી, તેમાં રહી આવેલો હું તેને કેવી કેવી વાતો સંભળાવી શકીશ ! મોહમાયામાં ઊંઘી રહેલા તેઓને હું વાસ્તવિકતાનું ચિત્ર માથામાં મારીશ! એ બધા સત્તાધારીઓ કરતાં હું વધુ સત્તાધારી નીવડીશ; કારણ કે, હું બને દુનિયાને Page #234 -------------------------------------------------------------------------- ________________ 206 લાફિંગ મેન અનુભવ લઈ આવેલો છું! તેઓને સત્યનું દર્શન કરાવીશ! ન્યાયનું દર્શન કરાવીશ! તેમની કુટિલતાનું દર્શન કરાવીશ !" કલાકે પસાર થવા લાગ્યા. પ્રભાતનું આગમન થઈ ચૂકયું. કમરામાં એક સફેદ કિરણે પ્રવેશ કર્યો, તે શ્વિનપ્લેઈનના અંતરમાં પણ સેંસરું પેસી ગયું. . “અને ડિયાનું શું ?" એ કિરણે તેને પૂછયું. Page #235 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે સુખસંપત્તિના માલિકે Page #236 -------------------------------------------------------------------------- _ Page #237 -------------------------------------------------------------------------- ________________ ગ્રીન-બેંક્સ'નું પતન અને નાશ શ્વિનપ્લેઈનને સાઉથવક જેલના બારણામાં અદશ્ય થતો જોયા બાદ, ઉર્સસ પિતે ઊભો હતો તે ખૂણામાં જ ગાભરની પેઠે ઊભો રહ્યો. લાંબા વખત સુધી તેને અંદર ઉધાડાતા અને વસાતા આગળા અને સાંકળને અવાજ સંભળાયા કર્યો. તે શા માટે ત્યાં જ ઊભો રહ્યો હતો ? એ વસાયેલાં બારણાં કરી ઊઘડે તે માટે ? પણ એ બારણાં ઝટઝટ ઊઘડે છે ખરાં? ઉર્સસ પોતે જ એ વાત બરાબર જાણતો હતો, છતાં તે ત્યાં જ ઊભો રહ્યો. જાણે તેના પગ ત્યાં જ જડાઈ ગયા હતા. તે ત્યાંથી ખસી શક્યો જ નહિ . છેક સાંજ પડવા આવી, ત્યારે તે ધીમે પગલે ટારિ—-ફિલ્ડ તરફ પાછો ફર્યો. ત્યાં પહોંચ્યા બાદ તે ગણગણવા લાગ્યો : " ઠીક થયું ! ભિખારડો ! બદમાશ ! બંડખેર સરકાર સામેનાં તેનાં ભાષણેથી જ તેને ત્યાં જવું પડયું છે. મારા ઘરમાં એક બંડખર ઘૂસી ગયો હતો. સારું થયું, બલા ટળી ! શું લશ્કરી વહાણ ઉપર મોકલી દેશે ? તે તો બહુ સારું. કાયદાઓ કેવા સારા છે, એને એ તો પુરાવો જ થયો. કેવો કૃતની ! અને મેં તેને આટલી મહેનત કરીને ઉછેર્યો! આવું બધું બેલ્યા કરવાની જરૂર શી હતી ભાઈ ? રાજકારણું પ્રશ્નોમાં માથું મારવાની શી જરૂર ? રાજ્યના તાંબાના સિક્કાની પણ ટીકા કરવા તેને જોઈએ ! તેણે નામદાર રાણીજીના ફાધિંગેનું અપમાન કર્યું હતું પણ ફાધિંગ એ તો રાણજી સમાન જ ગણાય H તેમની પવિત્ર મૂર્તિ તેના ઉપર હોય છે. પણ એ બબૂચકને એટલુંય ભાન હોય ત્યારેને ! 14 Page #238 -------------------------------------------------------------------------- ________________ 210 ' લાફિંગ મેન હું તે લાંબું જીવ્યો છું એટલે બધું જાણું. રાજનીતિ ? આપણે એની શી પંચાત ? એક દિવસ એક બેરેનેટ સાહેબે પોતાની સેટી મને ચમચમાવી દીધી. તે દિવસે જ હું સમજી ગયો કે, બસ હવે રાજનીતિ સમજાઈ ગઈ! તું તે કયો મોટો લૉર્ડ થઈ ગયે, શ્વિનપ્લેઈન બચ્ચા ! તારાથી તે આવી ટીકાઓ થઈ શકે ? હવે તારી કેવી વલે ત્યાં કરતા હશે ! હું તે રાજી થે. ભાગ્યશાળી કે મારો એટલાથી છૂટકે થયો. મારે વળી એ છોકરાને અને પેલી છોકરીને ઘરમાં રાખવાની ઉમરાવગીરી દાખવવાની શી જરૂર હતી ? હું ને હેમો હતા, તે કેવી નિરાંતમાં હતા ? આ ભિખારડાં મારા ઘરમાં આવ્યાં જ શા માટે ? મેં જાતે ભૂખ્યા રહીને એ લોકોને ખવરાવ્યું પિવરાવ્યું ! પણ એ બધાં ભિખારડાં ભેગાં કરવાનું બીજું શું પરિણામ આવે ? પોલીસને પંજે જ તમારા ઉપર પડે ને ? એ ઉઘાડ-જીભે બોલબોલ કરતો હતો તેથી જ સરકારની નજર મારા ગાડા ઉપર પડી ! હવે ગ્નિનપ્લેઈન ગયો એટલે ડિયા-ડી પણ મરી જવાની. નિરાંત થઈ ! એક કાંકરે બે પંખી ! સેતાન તે બંનેને ભરખી જાય તે ભલું થયું ! એ બંનેથી હું કંટાળ્યો હતે. મર, સાલી ! ડિયા-ડી. તું પણ જા, એટલે નિરાંત !" સાંજના સાડા છ વાગ્યાના અરસામાં તે ટેકેસ્ટર વીશીએ પહોંચ્યો. માસ્ટર નિકોલસ બારણામાં જ ઊભો હતો. તેણે તરત જ પૂછયું : “પછી ?" “પછી શું? ઉસસે ઘુરકિયું કર્યું. “શ્વિનપ્લેઈન પાછો આવ્યો કે નહિ ? હવે ખેલને વખત થવા આવ્યો છે. “લાફિંગ મૅન’ને ખેલ આજે પડશે કે નહિ ? “હું “લાફિંગ મેન' છું.” ઉસસે કહ્યું, અને પછી વીશીવાળા સામે ખડખડાટ હસીને તે જોઈ રહ્યો. Page #239 -------------------------------------------------------------------------- ________________ ચીન. બાકસનું પતન અને ન શ પછી તે વિશીને પહેલે મજલે ગયે અને ત્યાં બારીને સળિયે લટકાવેલા, “ગ્વિનપ્લેઈન ધ લાફિંગ મૅન ", અને " અંધાધૂંધી ઉપર વિજય " એ બંને પાટિયાં ઉતારી લાગે. વિશીવાળાએ તેને પૂછયું, “તમે પાટિયાં કેમ ઉતારી લીધાં ?" હું હવે જાહેર જીવન છેડી ખાનગી જીવનમાં પ્રવેશ કરું છું.” વીશીવાળે સમજી ગયો. તેણે પોતાના નેકરને હુકમ આપે કે, જે આવે તેને તારે કહી દેવું કે, આજથી ખેલ બંધ છે. ટિકિટ વેચવાની જગા તરીકે વીશીમાં ગોઠવેલું બધું પણ તેણે ઉપાડી લેવરાવ્યું. | ઉસસે “ગ્રીન-બોસ'માં જઈ પેલાં બે પાટિયાં અંદર ઊભાં કરી દીધાં. ડિયા ઊંઘતી હતી. તેની પાસે બેસી તેણે ફિબિ અને વિનસને કહ્યું, “તમારાં ગૂગલે પેટીમાં મૂકી દો. આજે ખેલ નહિ થાય. કાલે પણ નહિ, પરમ દિવસે પણ નહિ, તે દિવસ પછી પણ નહિ. મારી હથેળીમાં જેમ વાળ નથી, તેમ હવે આ દુનિયામાં ગ્વિનપ્લેઈન અને તેને ખેલ નથી ! " - પછી તેણે ડિયા તરફ ફરીથી જોયું. એને આ બધા સમાચાર કેવા કારમા નીવડશે ? જાણે ફૂંક મારીને મીણબત્તી ઓલવી નાખીએ તેવા. મને હોમો ખોઈ બેસું ને જેવું થાય, તેવું તેને ગ્નિનપ્લેઈન વિના થશે. આંધળાને દેખતાં કરતાં શેકને કાદવ ઓળંગવો વધુ મુશ્કેલ હોય છે.” પછી તેણે “ગ્રીન-બોકસમાં આમથી તેમ આંટા મારવા માંડયા. વચ્ચે વચ્ચે તે ગણગણતો : “ગ્વિનપ્લેઈન કેદખાનામાં અને ડિયા કબરમાં –વાહ, એ બંને વાનાં બરાબર ગોઠવાઈ રહેશે. રાજકારણમાં માથું મારવાનું એ બધું પરિણામ. બધું પરવારીશું એટલે હું અને હમે અમારું જૂનું ગાડું ગબડાવતા ચાલ્યા જઈશું. જોકે, હો Page #240 -------------------------------------------------------------------------- ________________ 212 હાફિઝ સૈન પણ વિનપ્લેઈનને અને ડિયાને નહિ જુએ એટલે પૂછપરછ કરશે ખરે. હું કહીશ “હવે આપણે બે જૂના દસ્તો રહ્યા, એ બસ છે !' હવે ડિયાને જવાને વારે છે! તે ઊઠે એટલી વાર ! અને લે, આ ઊઠીને !" ડિયાએ તે ઘડીએ આંખો પટપટાવી; તેના મુખ ઉપર મધુર હાસ્ય ફરી વળ્યું. તેણે બૂમ પાડી, “ફિબિ ! વિસ! ખેલને વખત થઈ ગયું હશે. જરા લાંબું ઊંઘી. ચાલે, મને તૈયાર કરવા માંડે !" ફિબિ કે વિનસ કેઈ હાલ્યું નહિ. ડિયાની આંધળી આંખ તે ઘડીએ ઉસર્સની આંખે સાથે ભેગી થઈ, અને ઉર્સસ કંપી ઊઠયો. ડિયાએ હવે વિનસ અને ફિબિને ધમકાવવા માંડ્યાં. પેલી બંનેએ ઉસ સામું જોયું. ઉસસે બૂમ પાડી - “જોતાં નથી કે લેકે આવવા માંડ્યા ? ફિબિ, ડિયાને કપડાં પહેરાવ. વિનસ, તું તંબૂરી વગાડવા માંડ.” પેલી બંનેએ નવાઈ પામી, પણ કાંક સમજી જઈ, ઉર્સસના હુકમનું તાબડતોબ પાલન કરવા માંડયું. ઉસસે એ ઓરડાને પડદો પાડી દઈને પછી બહારથી બેલવા માંડ્યું - “જોતો ખરે ગ્નિનપ્લેઈન ! અધું આંગણું તે ભરાઈ ગયું, અને લેકે તે દરવાજામાં માતા નથી!” અચાનક જુદે અવાજ આવ્યો : “બાપુજી, ડિયા આજે કેટલી સુંદર દેખાય છે ? નરી આકાશી પરી! " Page #241 -------------------------------------------------------------------------- ________________ ચીન-બેકસ'નું પતન અને નાશ 213 એ અવાજ ગ્નિનપ્લેઈનનો હતો. ફિબિ અને વિનસે ચેકીને પાછા ફરી જોયુંઃ અવાજ વુિનલેઈનને હતો, પણ ઉસસે પિતાના કંઠમાંથી કાઢયો હતો ! ઉસસે પડદામાંથી નિશાની કરી બંનેને સમજાવી દીધાં. પછી તેણે પિતાના અવાજમાં જણાવ્યું, “ડિયાને પરી કહે છે? તું ગાંડ છે કે શું, વિનપ્લેઈન ? આકાશમાં વાગોળ સિવાય બીજું કઈ સસ્તન પ્રાણ ઊડી શકતું નથી. પણ જા, હોર્મોને છૂટા કર. આમ માણસનાં વખાણ કરવાં બંધ કર.” દરમ્યાન વીશીવાળાને નકર આવ્યો તેના બંને ખેબામાં સિક્કાનું પરચૂરણ ભરી દઈને ઉસસે તેને સમજાવીને કહ્યું, “તું વીશીને બારણે જઈ ખેલ અંગેની બૂમો પાડવા કર ." પછી તે જરા મોટેથી બોલ્યોઃ “આહા ! આજે બહુ મોટું ટોળું જમા થયું છે ને ! આજે ભારે તડાકે પડશે. ચાલ, ફિબિ અને વિનસ, તમારું ઢેલ કૂટવા માંડે ! તંબૂરી તણતણાવવા માંડે ! આહા શું ધાડિયું ભેગું થયું છે ! ગ્વિનપ્લેઈન, મને મદદ કર; આપણે થિયેટરને રંગમંચ નીચે ઉતારવાનું છે. પણ અલ્યા વિનપ્લેઈન, તું પડદો શા માટે ખેંચી લે છે ? ખેલ શરૂ થાય ત્યાં સુધી ભલે રહ્યો.” પછી તે ઉસસે કમાલ કરી નાખી. એણે એકલાએ કંઠમાંથી ટોળું ગાજતું હોય તેવો અવાજ કાઢયો. વચ્ચે વચ્ચે પ્રાણીઓના અવાજ દૂરથી આવતા હોય તેમ પણ તે કરતો. કેટલાય લોકો પ્રશ્નો પૂછતા તેના જવાબો તે આપતો. સ્ત્રીઓ, બાળકે, પુરુષો હસતાં હોય. લડતાં હોય, ભાંડતાં હોય, ઉતાવળ કરતાં હોય, ઠપકો આપતાં હોય,-એમ નવરા પડેલા પ્રેક્ષકો જેવી ધમાલ કરી મૂકે, તેવી ધમાલ તેણે એકલાએ કંઠમાંથી જુદા જુદા અવાજો કાઢીને મચાવી મૂકી ! વચ્ચે વચ્ચે તે ડિયાના કમરાવાળે પડદો ઊંચો કરીને જોતે. ડિયા આ બધું લક્ષ દઈને સાંભળતી હતી. Page #242 -------------------------------------------------------------------------- ________________ 214 લાકિંગ ઍન વીશીવાળાના નોકરે પણ ધમાલ મચાવી મૂકી હતી. જાણે ઘાંટા પાડી પાડીને લોકોના હલ્લાને હઠાવતો હોય એમ તે બૂમબરાડા પાડતો હતો, અને ટેબલ ઉપર તેમ જ પીપ ઉપર મુક્કાઓ ઠેકતે હતા. માત્ર હોમ ઉદાસ થઈને ચૂપ ઊભો રહ્યો હતો. ઉસે હવે બોલવા માંડયું, " ખરી વાત છે, વિનપ્લેઈન, આજે આપણા હરીફાએ લોકોને તોફાન કરવા જ મોકલ્યા છે. આપણે ધંધો સારો ચાલે એ એમનાથી ખમાતું નથી. આ બધું ટોળું માત્ર પ્રેક્ષકોનું નથી. તેમાં ભાડૂતી તેફાનીઓ છે. તેઓ આજે ખેલ કરવા દેવાના નથી. અરે આપણે મિત્ર ટોમ-જિમ-જેક પણ આવ્યું છે ને ! તે બંને હાથે ઝપાટા લગાવી રહ્યો છે. પણ આજે ટોળું મોટું છે, એનું કાંઈ ચાલશે નહિ. જે, જે, પણ એ તોફાનીઓ આપણી “ગ્રીન-બોકસ'ને કંઈ નુકસાન ન કરે ! એના કરતાં તો ખેલ આજનો દિવસ બંધ રાખીએ તે કેમ ? અરે એય બુઢ્ઢા દૂર હટ! દૂર હટ ! અરે એ ડાકણ! તારી ચીસે જરા ઓછી પાડ ! અરે એ દેડકાઓ, આમ ડ્રાઉં ડ્રાઉં શું કરો છો ? અરેરે, આ તે શહેર છે કે જંગલ ? આ રાંડોની ચીસે તો એમના માટીડા કરતાંય મોટી છે ને ! ગ્નિનપ્લેઈન ! જરા થંભ, હું જરા ભાષણ કરીને તેમને જરા સમજવી જોઉં - બાનુઓ તથા સદ્ગહ(ઉર્સસના કંઠમાંથી તોફાનના અને બૂમોના અવાજો !) મને જરા સાંભળો તો ખરાં ! મારા ઉપર મહેરબાની કરીને જરા ચૂપ રહે, મને જ થોડુંક બખાળવા દે (ઉર્સસના કંઠમાંથી વધુ મોટી બૂમો અને વાતોના અવાજે !) સગૃહસ્થ તમે છેક નીચલી કેટીમાંથી પધાર્યા છે, એ હું જાણું છું. છતાં હું તે તમારે માટે માનવાચક સગૃહ " શબ્દ જ વાપરું છું. તમારા જેવા ભામટાઓ અને ધાંધલિયાઓએ પારકે પૈસે દારૂ પીને અમારા ખેલમાં તોફાન કરવા માટે પણ હાજરી આપવાનું બહુમાન મને બક્યું છે (વધુ મોટા અવાજો, ઉર્સસના કંઠમાંથી જ!) તે બદલ મારાં જૂતિયાં તમારાં Page #243 -------------------------------------------------------------------------- ________________ 0 , , , , , , અને તારા ગ્રીન-કસનું પતન અને નાશ 25 આભારી છે. (ઉસસે વચ્ચે જ ટોળામાંથી આવતો અવાજ કાઢયો H " સાળા, ગધા ! તારો બાપ દારૂડિયો છે. '). “આપને આભારી છું; કારણ હું ગધેડા જેવો વિદ્વાન કઈ બીજાને જોતો નથી અને જાણતા નથી. અજ્ઞાની થઈને ચર્યા કરવું એનું નામ જ ડહાપણ છે; તમારી પેઠે જ્ઞાની થઈને ભૂખે મરવું એ તો નરી મૂર્ખાઈ છે. ગધેડું પોતે શું ખાય છે તેનું નામ નથી જાણતું, પણ નિરાંતે ખાયા કરે છે, ત્યારે તમે લેકે ઘણું ચીજોનાં નામ જાણે છે, પણ એક વસ્તુ ખાવા પામતા નથી ! તમારી પાસેનાં કપડાંની જોડમાંથી એક એક નંગ ગિરવી મૂકીને જ તમે બાકીનું કપડું પહેરીને અહીં પધાર્યા છે, એ હું જાણું છું. તમારી પાસે કશે કામધંધો નથી, કમાણી નથી. એટલે ક્યાંક ધાડ પાડી, હાથ મારી, ખિસ્યું કાતરી, પિસા-ભેગા કે ખાધા-ભેગા ન ન થાઓ, ત્યાં સુધી તમે તમારા જેવી નવરી આ ડાકણો સાથે ચીસો પાડવાનો આનંદ લેવા અહીં આવ્યા છે, તે બહુ રૂડું કર્યું છે. (ગુસ્સાભર્યા અવાજે, ઉસને કઠે જ!) હાં, હાં, હજુ માણસના અવાજે શા માટે બોલો છે ? તમારામાં રહેલા સાચા કૂતરાને અવાજે, તમારામાંના સાચા કાગડાના અવાજે, તમારામાંના સાચા ખવીસના અવાજે જ બેલ ને ! (તરત એવા અવાજોની ભરમાર, ઉસના કંઠના સૌજન્યથી !) સગૃહસ્થ ! મારા ભાષણથી આપ સૌ શાંત પડવાને બદલે ઉશ્કેરાઈ ગયા છે. પણ હું તમારી ચીસાચીસની થોડીક રજા લઉં છું, અને ખેલ જ શરૂ કરું છું.” પછી તેણે જાણે ગ્વિનપ્લેઈનને પડદાની અંદર આવીને કહ્યું હોય તેમ કહ્યું, “જરા સાંસતા થઈએ. આ બદમાશેને સગ્રુહસ્થ અને સન્નારીઓ કહીને સંબોધ્યા, પણ છેલ્લાં ચાલીસ વર્ષ થયાં એક વખતની બહાદુર અંગ્રેજ પ્રજા હવે ઊતરી ગઈ છે, વર્ણસંકર થઈ ગઈ છે. ગમે તેવું સમજાવો, પણ એ બદમાશે ટાઢા Page #244 -------------------------------------------------------------------------- ________________ 216 લાફિંગ મેન પડવાના જ નહિ. આટલી બધી તમાકુ પી પી કરે, પછી તે પ્રજાનું બીજું શું થાય ? એ લેકના સાક્ષરો પણ મોંમાં ચુંગી રાખીને જ લખવા બેસે છે! પણ ચાલો, આપણે આપણે ખેલ શરૂ કરીએ.” પછી તે ઉસસ સૂત્રધાર તરીકે આવીને પિતાનું વક્તવ્ય નિયમ મુજબ બોલી ગયો, અને ત્યાર બાદ “અંધાધૂધી ઉપર વિજયને ખેલ બરાબર શરૂ થયો. જ્યારે ગ્નિનપ્લેઈનના માથા ઉપર ડિયાને હાથ ફેરવવાને આવ્યો, ત્યારે ઉસસે વાળનું બોચિયું પોતાના માથા ઉપર પહેરી લીધું અને પોતે જ તેના હાથ નીચે બેસી ગયો અને વુિનલેઈનને જે કંઈ બોલવાનું હતું તે તેના અવાજે બેસી ગયો. * બધી નકલ એવી આબેહૂબ થઈ કે, ફિબિ અને વિનસ બંને જણ પણ ઉર્સસની કળા ઉપર મુગ્ધ થઈ ગયાં. ખેલ પૂરો થયો એટલે ઉર્સસ પરસેવાથી રેબઝેબ થઈ હોમને સંબંધીને ધીમેથી બે -“તું ભાઈ સમજે છે કે, આપણે વખત મેળવવો જોઈએ; અને એમાં આપણે સફળ થયા છીએ. ગ્વિનપ્લેઈન કદાચ આજે કે કાલે પણ આવે. તો પછી નાહક ડિયાને શા માટે મારી નાખવી ? મેં આજે કેવા અવાજો કાઢવ્યા ? હું મારા ઉપર જ ખુશ થે છું. ડિયાને ખાતરી થઈ છે કે વિનપ્લેઈન હાજર જ છે, ખરું ને ?" તરત ડિયાએ પૂછયું, “ઉર્સસ, 4િનપ્લેઈન કયાં છે ?" ઉસે ચેકીને પાછા ફરીને જોયું. ડિયા થિયેટરના ફાનસ નીચે જ ઊભી હતી. તે ફીકી પડી ગઈ હતી અને ધ્રુજતી હતી. “હું જાણું છું. તે આપણને છોડીને ચાલ્યા ગયા છે. તેમને પાંખ આવી છે, એ હું ક્યારની જાણતી હતી.” Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રીન-બેંકસનું પતન અને નાશ 217 પછી આકાશ તરફ પિતાની અંધ આંખ ઊંચી કરીને બેલી H “મારો વાર ક્યારે આવશે ?" ઉર્સસ જડસડ થઈ ગયો. અવાજની તેણે કરેલી નકલથી આંખવાળી ફિબિ અને વિનસ ભરમાઈ હતી, પણ આંખે વિનાની ડિયા ભરમાઈ ન હતી. તે ડિયા તરફ જોઈ રહ્યો. ડિયા ચૂપ ઊભી હતી, પણ વધુ ને વધુ ફિઝી પડતી જતી હતી. તે જ ઘડીએ વીશીવાળા નિકોલસે હાથમાં મીણબતી સાથે આવીને ઉર્સસને પિતાની પાસે બેલાવ્યો. તે પાસે ગયો એટલે નિકોલસે કહ્યું, “જ્યારે તમે નટ અને પ્રેક્ષકોને ખેલ એકલે હાથે કરતા હતા, ત્યારે કોઈએ આવીને વીશીનું બારણું ઠોક્યું હતું. મને એ વસ્તુ ગમી નહોતી, પણ મેં બારણું ઉઘાડયું. જે બહાર આવેલો હતો તેની વાત સાંભળી લઇ, મેં બારણું બંધ કરી દીધું, પછી તેઓએ ફરીથી બારણું ઠેકયું.” જે પ્રથમ આવ્યું હતું તેણે જ ?" “ના બીજા કોઈ કે. પણ પહેલું બારણું કાણે ઠેકયું હશે તે ક જોઉં ?" હું કલ્પી શકતા નથી.” “એ સામે સાખપડોશી, સર્કસનો મેનેજર હતો. તે તમને એક ઓફર આપે છે.” ઓફર ?" “હા. તેણે કહ્યું કે, આજે પિોલીસવાળા અહીં આવી ગયા તે તેણે નજરે જોયું છે. પણ તે તમારા મિત્ર છે એ વંતુ તમારી આગળ સાબિત કરવા તમારું “ગ્રીન-બોકસ' ગાડું, બે ઘડા, તમારાં ખૂગલ, એ ખૂગલ ફૂકનારી બે સ્ત્રીઓ, તમારે ખેલ, તમારી અંધ Page #246 -------------------------------------------------------------------------- ________________ 218 લાફિંગ મેં છોકરી, તમારું વરુ અને તમને પિતાને તે પચાસ પાઉંડમાં ખરીદી લેવા તૈયાર છે.” ઉર્સસ તુમાખીભર્યું હસ્યો. તેણે વીશીવાળાને કહ્યું, “એને કહી દેજો કે વિનપ્લેઈન પાછા આવવાને છે.” તરત જ વીશીવાળાએ પાસેની ખુરશી ઉપરથી એક ઝભ્ભો, હેટ અને જાકીટ ઉપાડીને ઉર્સસને આપ્યાં. અને કહ્યું - “બીજી વાર બારણું ઠોકનારો પોલીસવાળા હતા. અને તે એક શબ્દ બોલ્યા વિના આ બધું આપી ગયો.” ઉર્સસ ઓળખી ગયે કે એ બધાં કપડાં ગ્નિનપ્લેઈનનાં હતાં. ઉસસે તરત જ વીશીવાળાને વીશીનું બહારનું બારણું ઉઘાડવા નિશાની કરી. તેણે બારણું ઉઘાડ્યું એટલે તરત તે બહાર દેડી ગયે. પાએક કલાક બાદ ઉર્સસ પેલી સાઉથવક જેલવાળી સાંકડી ગલી આગળ પહોંચી ગયો. તે શું ત્યાં પૂછપરછ કરવા આવ્યો હતો ? ના; તે બરાબર જાણતો હતો કે જેલનાં બારણાં અંદર પેસવા ઈચ્છનારની કે બહાર નીકળવા ઈચ્છનારની મરજીથી નથી ઊઘડતાં. તે કમાડનાં બારણાં કાયદાના મિજાગરા ઉપર જ ઘૂમતાં હોય છે. તો શું તે કંઈક જેવા આ હતા ? હા; જે બારણા પાછળ શ્વિનપ્લેઈન અલેપ થયે, તે બારણાને નજરે જેવા જ તે આવ્યા હતું. પ્રયજન કશું ન હતું; પણ કઈ કઈ વાર માણસને એવી ચળ થઈ આવે છે - જેમ માણસ મરી જઈને જે કબર હેઠળ સૂતે હેય છે, તે કબર ઉપર સગાંઓ ફૂલ ચડાવે છે તેમ ! પણ ઉર્સસ એ શેરીમાં પેઠો કે તરત જ ઘંટના ટકોરા પડવા માંડયા. એક પછી બીજે, ત્રીજે એમ ઘણું ટકોરા પડયા એટલે ઉર્સસને થયું કે એટલી વારમાં મધરાત થઈ ગઈ કે શું ? પણ પછી Page #247 -------------------------------------------------------------------------- ________________ “ગ્રીન-કસનું પતન અને નાશ ર૯ તે એ ટકારા વધતા જ ગયા. અર્થાત એ સમય બતાવનારા ટેકરા ન હતા, પણ જેલની કઈ ઘટનાની સાથે સંકળાયેલા કેરા હતા. ઉર્સસ હવે, દિવસે પિતે ઊભો રહ્યો હતો તે ખૂણું પાછળ ઊભો રહી, જેલના નાના દરવાજા તરફ જોઈ રહ્યો. થોડી વારમાં જ એ બારણું પાછળ પ્રકાશ આવતો હોય એમ એક કાણામાંથી દેખાયું, અને પછી તો એ બારણું જ ઊઘડ્યું. એક માણસ મશાલ હાથમાં લઈને બહાર નીકળે. પછી બીજે, પછી ત્રીજે, અને પછી થે. ઉસસે તેને ઓળખે– તે વાપેનટેક હતો, તેના હાથમાં તેને લેહ-દંડ હતો. પછી તો બીજા માણસ હારબંધ નીકળવા માંડયા. ઉર્સસ એ બધાને ઓળખી શકળ્યો - તે બધા દિવસે ગ્નિનપ્લેઈનને પકડવા આવેલા લેકે જ હતા ! " તો પછી એમની સાથે વિનપ્લેઈન પણ બહાર આવશે જ ! ઉર્સસ સ્થિર નજરે જોઈ રહ્યો. પોલીસના માણસે બબ્બેની જોડીમાં હારબ ધ નીકળે જતા હતા તથા ઉર્સસ તરફ પીઠ રાખીને શેરીમાં ગોઠવાતા જતા હતા. પછી બીજી મશાલવાળો માણસ આવે. જરૂર હવે કેદી. શ્વિનપ્લેઈન જ આવશે ! પણ જે વસ્તુ આવી તે માણસ ન હતો પણ મડદું હતું ? કફન પેટી–ચાર માણસોને ખભે ચડેલી. પછી તેની પાછળ કેદાળો. હાથમાં લઈને ઘર-દુ નીકળ્યો. ઉર્સસની છાતી બેસી જવા લાગી. આપણે જાણીએ છીએ. કે, તે મડદુ હર્દકેનનું હતું, પણ ઉસસે માની લીધું કે તે મડદુ શ્વિનપ્લેઈનનું જ હશે. Page #248 -------------------------------------------------------------------------- ________________ 22. લાફિંગ મેન તે એકદમ ત્યાં જ પથ્થર ઉપર બેસી પડયો, અને ગણુગો : “અરેરે, તેઓએ મારી નાખ્યો ! બેટા ! દીકરા !" - ઉર્સસ અત્યાર સુધી બડાશ મારતો હતો કે, તે કદી રડયા નથી. પણ જાણે બધા દિવસને અંગ વાળને હેય એમ ધાર આંસુએ તેણે રડવા માંડયું. તે ગ્વિનપ્લેઈન માટે રડ્યો, પછી ડિયા માટે, પછી પિતાને માટે, અને પછી હોમો માટે. અત્યાર સુધી જે જે બાબતે માટે તે હસ્ય હતો, તે બધી માટે રડી રડીને તેણે બદલો વાળી લીધે. ઘણા કલાક પસાર થઈ ગયા. સવાર થવા આવી. માસ્ટર નિકોલસ પિતાની વીશીમાં આખી રાત ઊંયો ન હતો. તેને પિતાની વીશીમાં પોલીસની પધરામણી થવા માંડી એ વસ્તુ ગમી ન હતી. કહે છે કે, મર્યાને ભો નહિ, પણ જમ પેધ્યાને ભો ! આ ઉર્સસને પિતાની વીશીના આંગણામાં આશરો આપ્યો, એ વસ્તુને જ તેને પસ્તાવો થવા લાગ્યો. પણ હવે એને કેમ કરીને કાઢવો ? તેણે તેને પટો લખી આપ્યો હતો. એટલે એ પટાના બંધનમાંથી છૂટવું કેમ કરીને, એની જ ચિંતા એ કરી રહ્યા હતા. અચાનક તેના બારણા ઉપર ટકોરા પડ્યા. એ ટકેરા કઈ ઘરાકના નહિ, પણ પોલીસવાળાના હતા, એ સ્પષ્ટ સમજાઈ જતું હતું. બહાર મેજિસ્ટ્રેટ જ ઊભો હતો અને તેની પાછળ પિોલીસડાંનું ટોળું. “માસ્ટર ઉર્સસ ક્યાં છે ? અહીં જ છે, સરકાર.” “બોલાવો, ત્યારે.” Page #249 -------------------------------------------------------------------------- ________________ ગ્રીન-બોકસનું પતન અને નાશ “તે હાજર નથી, સરકાર.” ક્યાં છે ?" “મને ખબર નથી, સરકાર. તે પાછા જ આવ્યો નથી.” " આટલી વહેલી સવારે કયાં ગયો ?" “ના સરકાર, કાલે મોડી રાતનો તે બહાર ગયો છે.” “ભામટે, રખડેલ !" “ખરી વાત છે સરકાર ! પણ લે સરકાર, પેલે આવે !" અને ખરેખર તે જ ઘડીએ ઉર્સસ સાઉથવક જેલ આગળથી ધીમે પગલે લથડિયાં ખાતો પાછો આવી પહોંચ્યો હતો. વીશીવાળાએ તરત જ ઉર્સસને સંબોધીને બૂમ પાડીઃ માસ્ટર ઉર્સસ, અહીં આવો; સરકાર તમારી સાથે વાત કરવા માગે છે.” ઉસસે આ બધું પોલીસવાળાનું ધાડિયું જોયું કે તે ફરીથી ચોંક્યો. તરત જ તેની પૂછપરછ શરૂ થઈ , " તારી પાસે વર છે ?" વરુ ? પણ તે મારા નેકર છે.” " જે મદારી, આવતી કાલે સવારે બરાબર આ સમયે તારે અને તારા વરુએ ઇંગ્લેંડ છેડીને ચાલ્યા જવાનું છે. જે તમે લોકે ઇંગ્લંડની ભૂમિ ઉપર કાલે આ વખતે ઊભા હશે, તે વરને પકડીને લઈ જવામાં આવશે અને તેને પાણીમાં ડુબાડીને કે ફાંસે દઈને મારી નાખવામાં આવશે, તથા તને કેદ પૂરવામાં આવશે.” મારે અને વરુએ આજે જ ઈંગ્લેંડ છોડી જવું?” “હા, આજે.” “પણ એ શી રીતે બને ?" વીશીવાળાને તે ઉર્સસની બલા આમ બારોબાર ટળતી દેખાવાથી બહુ આનંદ થવા લાગ્યું. તે તરત જ વચ્ચે બોલી ઊઠયોઃ Page #250 -------------------------------------------------------------------------- ________________ રરર લાફિંગ મૅન “સરકાર, આ માણસ કહે છે કે હું આજે ઈગ્લેંડ શી રીતે છેડી જઈ શકું ? પણ રોજ થેમ્સ નદી ઉપરથી વહાણો ઊપડતાં જ હોય છે–ડેન્માર્ક, હોલેન્ડ, સ્પેન એ બધે ઠેકાણે જવા. અલબત્ત, ફાંસ તરફ લડાઈ ને કારણે નથી જતાં. આજે જ રાતે એક વાગ્યાના સુમારે ભરતી આવતાં વોગ્રાટ જહાજ રોટરડેમ જવા ઊપડવાનું છે - હું જાણું છું.” મેજિસ્ટ્રેટે તરત જ ઉર્સસને ફરમાવ્યું, “તે બસ, ગ્રાટ જહાજથી આજે જ તારે ઊપડી જવાનું.” “પણ પહેલાંનું મારું નાનું ગાડું હોત તો તે તો વહાણ ઉપર ચડી જાત. પણ અત્યારની મારી બે ઘોડાવાળી “ગ્રીન-બૅક્સ” વહાણ ઉપર શી રીતે ચડી શકશે ?" એની મારે શી પંચાત ? તે પછી વરુને મારી નાખવું પડશે.” વીશીવાળા હસીને બોલ્યો, “માસ્ટર ઉસ, તમે તમારી ગ્રીન-બોકસ' અને ઘેડાને પેલા સર્કસવાળાને વેચી શકશો.” તરત જ મેજિસ્ટ્રેટ બેલી ઊઠયો, “ખરી વાત. એ સર્કસવાળાને આ ગાડી તથા ઘોડાની જરૂર પડશે જ. કારણ કે, તેને પણ આજે સાઉથવર્ય છોડવું પડશે. સાઉથવક પરગણાના ભલા પાદરીઓએ આ બધા ભાંડભયાન ચાલુ પથારાથી લેકની નીતિ અને ધર્મ ઉપર થતી માઠી અસરની ફરિયાદ કરેલી છે– લોકે દેવળમાં જતા નથી, અને આવા ખેલ જેવા પડ્યા પાથર્યા રહે છે, એ બહુ ગંભીર બાબત છે. સાઉથવર્કમાં જ ખાસ કરીને આવા બધા તમાશાએ કાયમના પડ્યા રહે છે. આ સંગ્રહસ્થ વિન્ડસરથી ગઈ રાતે જ નામદાર રાણીજીને એ અંગેને હુકમ લઈને આવી પહોંચ્યા છે.” એમ કહી તેણે પાસે ઊભેલા બાકિલરેડાને નમન કર્યું. Page #251 -------------------------------------------------------------------------- ________________ “ચીન-બૅકસ'નું પતન અને નાશ રર૩ ઉસર્સ એક જુદા જ વિચારે ચડી ગયે હતો : પોતે રાતે જે કફન જોયું હતું, તેમાં વિનપ્લેઈનનું જ મડદુ હશે, એમ શાથી માનવું ? જેલમાં તે કેટલાયને દેહાંતદંડની સજા થતી હોય ! અને પિતાને તથા વરને જે માત્ર દેશનિકાલની જ સજા થઈ હોય, તો કિવનપ્લેઈનને પણ એવી જ સજા થાય! એટલે જરૂર વિનપ્લેઈન જીવતે જ હે જોઈએ ! ઉસંસે તરત જ મેજિસ્ટ્રેટને નમન કરીને કહ્યું, " ખરી વાત છે, નામદાર, અમે આજે જ ગ્રાટ જહાજમાં બેસી ચાલ્યા જઈશું. હું મારી ગ્રીન-બાકસ, ઘેડા, ગૂગલ અને જિસી સ્ત્રીઓ વેચી નાખીશ. પણ હજુ અમારી મંડળીને વિનપ્લેઈન બાકી છે, તેને પાછળ મૂકીને હું એકલે કેવી રીતે ચાલ્યો જઈ શકું ?" તરત જ એક અવાજ આવ્યો, “વિનપ્લેઈન મરી ગયો.” એ અવાજ બાકિંલફેડ્રાને હતો. ઉસસે તેને નમન કર્યું; પેલાએ તરત જ તેને ખભે હાથ મૂકી તેને બાજુએ બોલાવીને કહ્યું : " તારા કઈ હિતેચ્છુએ મદદ તરીકે તેને આ દશ ગિનીઓ મોકલી છે.” બાકિંલકે એ બે હજાર ગિનીઓમાંથી દશ જ ઉર્સસને આપી. તેના માનવા મુજબ ઉસને એટલી ઘણું હતી. એવાને વધારે આપવી એટલે દરિયામાં નાખી દેવી, એવો જ અર્થ થાય ને ? પિતે એક આખે ઉમરાવ શોધી આપ્યો હતો. તેના મહેનતાણામાં એવું બધું જે મળે તે તેના હકનું જ કહેવાય ને ? અલબત્ત, તમે બધા તેને ચેરી કરી એમ કહો. પણ તેથી શું ? બાકિસફોએ હવે પેલા મેજિસ્ટ્રેટને સંબોધીને કહ્યું, “સાહેબ, હવે આપણે અહીંનું બધું પૂરું કરીએ. મારે પાછા નામદાર રાણજી. પાસે જઈને તેઓશ્રીના હુકમને અમલ થયો છે એવો અહેવાલ Page #252 -------------------------------------------------------------------------- ________________ રર૪ લાફિંગ મૅન સાદર કરવાનું છે. હું બે કલાક મોડે થ છું, મારે ઉતાવળે હવે દેડી જવું જોઈએ.” તરત બધા ઊઠયા. મેજિસ્ટ્રેટ હવે પોલીસને નિશાની કરી એટલે તેઓ વીશીમાં દાખલ થયા. માસ્ટર નિકોલસ ચોંક્યો; તેણે તરત જ મેજિસ્ટ્રેટ તરફ ફરીને કહ્યું, “નામદાર, હવે આ ઉર્સસ કશે સામને કર્યા વિના ચાલ્યા જવા કબૂલ થાય છે. પછી મારી આ વીશીમાં પોલીસના માણસે રાખવાની કશી જરૂર નથી.” “પણ એ માણસે તેને માટે છે એવું કોણે કહ્યું ?" “તે પછી શા માટે છે, સરકાર?” તમારી ધરપકડ કરવા માટે. " મારી ?" “હા; આ ઉર્સસ વગેરે ગુનેગારોને તમે તમારી વીશીમાં આશરો આયે, એ મોટો ગુને થયો છે. એટલે તમારી તથા તમારા નેકરની ધરપકડ કરવામાં આવે છે, તમારું લાઇસન્સ રદ કરવામાં આવે છે અને દંડની રકમ પેટે વીશીને બધા સરસામાન કબજે લેવામાં આવે છે. માટે તમે તથા તમારે નેકર અમારી સાથે જ ચાલો.” Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રેમી જોઈએ! પતિ નહિ ! “અને ડિયાનું શું?” એ અવાજ, ટેડકૅસ્ટર વીશીમાં આ બધું બની રહ્યું હતું તે દરમ્યાન કેલિયાં લોજમાં ગ્નિનપ્લેઈનને સંભળાયો હતો. તેને લાગ્યું કે, એ અવાજ બહારથી ક્યાંકથી આવ્યો હતો, પણ ખરી રીતે એ આવ્યો હતો તેના અંતરમાંથી. અંતરાત્માના આવા ઊંડા પિકાર કેણે સાંભળ્યા નથી હોતા? ઉપરાંત પ્રભાત પ્રગટતું હતું, અને પ્રાતઃકાળ પણ જાગૃતિને એક અવાજ છે. સૂર્ય જે અંદરના અંધારામાં સૂતેલા અંતરાત્માને જગાડતો ન હોય, તો તેને શો ખપ છે ? પ્રકાશ અને સદ્દગુણ એ બંને એક જ કેટીની વસ્તુઓ છે. પરમાત્માને આપણે ક્રાઈસ્ટ કહીએ કે પ્રેમ કહીએ; પરંતુ ઉત્તમમાં ઉત્તમ પુરુષો પણ અમુક વખતે તેને ભૂલી જાય છે. સંતેને પણ યાદ કરાવનાર - સાવચેત કરનાર અવાજ જોઈએ છે; અને પ્રાતઃકાળ આપણામાં એ અવાજ જગાડે છે. શ્વિનપ્લેઈન એટલે કે લૉર્ડ કૉન્ચાલની સદ્દભાવના પણ હવે વહી જવા લાગી હતી; તેની ધોરી નસને બાંધી દેવાની જરૂર હતી. “અને ડિયાનું શું ?" એ અવાજે તેના બધા સારા વિચારોને ફરી પાછા તેના અંતરમાં જગાડયા. 15 Page #254 -------------------------------------------------------------------------- ________________ 226 લાફિંગ મેને તરત જ તે પિકારી ઉઠયો, “ડિયા ! તું ક્યાં છે ? હું ક્યાં છું ? હું વિન્ડસરમાં છું; અને તું સાઉથવર્કમાં છે. અરે ભગવાન, પહેલી વાર અમારી વચ્ચે આ અંતર શું પડયું ? કોણે એ અંતર ઊભું કર્યું ? નહિ, નહિ. એ નહિ બને. એ લેકેએ મને આ શું કરી નાખ્યું? મને રાણીજીની વાત કેણે કરી ? હું હવે બદલાઈ ગયો છું એવું કોણે કહ્યું ? હું જે ઑર્ડ બન્યો હોઉં, તે ડિયા લેડી બનવી જ જોઈએ. પેલો માણસ બારણું વસાઈ ગયું, એવું શું બોલ્યો ? મારે પાછલી વાતો ભૂલી જવી જોઈએ - એ વાતો મરી ગઈ, એવું એ બોલ્યો, તે હું શા માટે સાંભળી રહ્યો ? પણ નહિ, હવે હું જાગ્યો છું - ભાનમાં આવ્યો છું. તેઓ જે એમ માનતા હોય છે, તેઓ ઈગ્લેંડના ઉમરાવ, લૉર્ડ બ્લેન્યાલ સાથે મરજીમાં આવે તેમ વતી શકે, તે તેઓ ભૂલે છેઃ લેડી ડિયાની સાથે પણ! તેઓ મને શરતે સંભળાવનાર કાણ? જાણે હું એ બધી શરતો સ્વીકારી લેવાને હોઉં ! અને રાણીજી ? મારે રાણીજીની શી પરવા ? મેં તો તેને કદી નજરે જોઈ પણ નથી; હું કંઈ એ બધાંને ગુલામ થવા લેડ બન્યો છું? મને સત્તા મળી હોય, તે હું સ્વતંત્ર માણસની પેઠે વર્તી શકું એમ હોવું જોઈએ. ડિયા! ઉર્સસ ! આપણે સાથે રહીશું. તમે જે હતા તે હું હતો. તો હવે હું જે થયો, તે તમે પણ થયા ! એકદમ ! હું પાછો ન ફર્યો તેથી તમે બધાં કેવી ચિંતામાં પડી ગયાં હશે ? અને પેલા પૈસા ! મેં પૈસા કોઈની સાથે મોકલાવ્યા. એ શું કર્યું ? મારે જાતે જ જવું જોઈતું હતું. પેલો બદમાશ કહેતો હતો કે, હું અહીંથી નીકળી ન શકું. અરે એ ના કહેનાર કોણ? ચાલો, ઘેડાગાડી તૈયાર કરો ! મારે તે લેકેને લેવા જવું છે. બધા નેકરે ક્યાં ગયા ? કેઈ નેકર ન હોય તો હું લોર્ડ કેમને કહેવાઉં છું ? હું અહીં સર્વસત્તાધીશ છું. આ મારું ઘર છે. મને કેણ રોકે છે તે હું જોઉં તે ખરે ! હવે મારી પાસે તલવાર છે ! કેણ મારી સામે આવે છે ? મારે પત્ની પણ છે - Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રિમી જોઇએ! પતિ નહિં 227 ડિયા ! મારે પિતા પણ છે - ઉર્સસ ! મારું ઘર હવે મહેલ બન્યું છે, તે તે હું મારા પિતાને જ આપીશ. મારું નામ મુગટની પેઠે હું ડિયાને પહેરાવીશ. ચાલે ! ઉતાવળ કરો ! ડિયા, આ હું આવ્યો.” અને આવી ધૂનમાં ને ધૂનમાં તે કમરાની બહાર નીકળે. બહાર મોટી ઓસરી હતી. તે આગળ ચાલ્યો. બીજી ઓસરી આવી. બધાં બારણું ખુલ્લાં હતાં. તે એક કમરામાંથી બીજા કમરામાં, એક ઓસરીમાંથી બીજી ઓસરીમાં એમ બહાર નીકળવા માટે આગળ ને આગળ ચાલ્યો. પણ મહેલ એ એક જાતનું ગાઢ જંગલ હોય છે, તેની તેને ખિબર ન હતી. આ જંગલ પણ કેવું ? નર્યા કમરાઓ અને નરી ઓસરીઓનું. કમરા પણ એક એકથી ચડિયાતા; એક એકથી શોભીતા. કેટલીક તે પહોળી ભીંતને જ કોતરીને બનાવેલી ગુપ્ત તારવાળી કેટડીઓ જ હતી. અને એ ગુપ્ત કેટડીઓમાં શાં શાં ગુપ્ત અને તેથી કારમાં કામ નહિ થયાં હોય ! ખૂન, અત્યાચાર, બળાત્કાર બધું જ ! અને મોટા મહેલમાં આવા ગુપ્ત કમરા પેઢી દર પેઢી નવા નવા બનતા જતા હોય. નવી પેઢીની નવી જરૂરિયાત માટે અથવા નવી ગુપ્તતા માટે પણ! અને કેવી, કેટલી બધી સીડીઓ ? ડ્રિનપ્લેઈન બહાર જવાની ઉતાવળમાં હતો, પણ તે અંદર ને અંદર ક્યાંક અટવાયે જતો હતો. ઓરડાઓને અને ઓસરીઓને પાર જ નહોતો આવતો. પણ નવાઈની વાત એ હતી કે કોઈ જીવતા માણસની હિલચાલને અવાજ પણ આવતો નહોતો. કોઈ કોઈ વાર તેને લાગતું કે Page #256 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેને તે કંઈક ચકરાવામાં ફર્યા કરતો હતો. તો કોઈ વાર કઈ તેની સામે આવતું હોય એમ લાગતું. પણ કોઈ જ આવતું નહિ - તે પિતે જ કઈ મોટા અરીસામાં પિતાને દેખતો ! દરેક કમરાની અજાયબીઓ પણ જુદી જુદી હતી, કોઈ વસ્તુ સામાન્ય કહી શકાય તેવી તો હતી જ નહિ. મીનાકામ, મોતીકામ, આરસકામ, ધાતુકામ, જડતરકામ, ભરતકામ, હાથીદાંતનું કામ મખમલ, જરી વગેરે શું શું નહોતું ? છત ઉપર જુદાં જુદાં પંખીઓ અને વૃક્ષોની આકૃતિઓ હતી; કાચ, માણેક, નીલમ, મહેલના. આકારની જવાહર-પેટીઓ, અરીસાઓ, પાણીના દેખાવ, વાદળના દેખાવ, મનુષ્યાકૃતિઓ, દેવદેવીઓની આકૃતિઓ, પૂતળાં-ચિત્રા વગેરે બધું હતું. ખુરશીઓ વગેરે ફર્નિચર પણ જુદા જુદા આકાર, પદાર્થ અને રંગરોગાન કે જડતરવાળું હતું. વર્ષ માં હતું, માત્ર બહાર નીકળવાનો માર્ગ જ જાણે ન હતો ! વચ્ચે વચ્ચે તે બૂમ પાડતે - “કઈ છે ? કોણ છે ? અહીં આ તે !' પણ ક્યાંયથી કેઈને જવાબ જ મળતો નહિ. આવાં મકાનમાં નેકરોને બોલાવવા જુદી જ સગવડ કરેલી હોય છે. જગાએ જગાએ ગરમ કરેલી હવા દાખલ કરવાનાં દ્વાર એવાં રાખેલાં હતાં કે, બધે ઉનાળાનું વાતાવરણ માલૂમ પડતું હતું. જાણે જૂન મહિને કોઈ જાદુગરે પકડીને આ મહેલમાં પૂરી દીધો હતો. વળી અવારનવાર મીઠી મોહક સુગંધ આવતી જણાતી. જાણે છુપાવી રાખેલાં અસંખ્ય ફૂલે એ સેવા બજાવી રહ્યાં હોય ! બધે શેતરંજીઓ ગાલીચા તો હતા જ, ઉપર પગ મૂકતાં ખચકાવાય એવા ! કઈ કઈ જગાએ બારીઓમાંથી બહારના બગીચાની, પથ્થરની માતઓની, ક્યારાઓની, ઝરણુઓની, અરે થેમ્સ નદીની ઝાંખી થતી. Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રેમી જઈએ! પતિ નહિ ! રક હવે તે ગ્વિનપ્લેઈને ખાસ ઝનૂનમાં જ આવી ગયો. “ભલે ભલે, કોઈ આવતું નથી તે હું પોતે ગમે તે રીતે અહીંથી જઈશ. કઈ બારીબારણાં તેડવા પડશે તો પણ તેડીશ, સામું લશ્કર આવશે તે તેને નાશ કરીશ, પણ ડિયા પાસે જરૂર પહોંચી જઈશ !" - અચાનક તેને પાણી વહેવાને ખળખળ અવાજ સંભળાય. એક ગલી જેવા ભાગમાંથી આગળ જઈ, બારણામાંથી પડદો હઠાવતાં જ તે એક અણધારી જગાએ જઈ પહોંચ્યા. તે એક ભવ્ય સ્નાનગૃહ હતું, અને તેમાં એક બાજુથી ગરમ સુગંધી પાણીની ધાર વછૂટી રહી હતી અને એ વિશાળ ઓરડા જેવો નાનકુંડ ભરાતે જ હતું. એ આખો ઓરડો એ સ્નાનકુંડને જ બનેલ હતો. તેમાં એક કિનારી ઉપર એક સ્ત્રી આડી પડી રહી શકે અને તેના પગ પાસે તેને પ્રેમી કે તેને કૂતરે બેસી શકે તેટલી લંબાઈનો મઢેલો સેફે હતો. તેનો નીચેનો ભાગ ચાંદીને હતા. એ સ્નાનકુંડની બીજી બાજુ ચાંદીને બનાવેલે આઠ નાના વિનિશિયન અરીસાઓને એક ટોઈલેટ-સ્ટેન્ડ હતો. સોફા પાસે એક ખૂણા જેવો ઘાટ પાડી એક ટેકરી ટીંગાવેલી હતી. તેની નીચે રાજમુગટ જડેલી મુદ્રાવાળી ચાંદીની એક તખતી હતી. ગ્વિનપ્લેઈને ઊભો હતો તેની બરાબર સામી બાજુએ બારણું જેવો ખુલે ભાગ હતો, પણ તેની ઉપર ચાંદીના તારની બનાવેલી અને કરોળિયાના જાળની જેમ ગૂંથેલી બારીક જાળી લટકાવેલી હતી. તેમાંથી આરપાર દેખી શકાય તેમ હતું. જાળામાં વચ્ચે જ્યાં કરોળિયો હોય, ત્યાંથી તેની પારના ઓરડામાં સૂતેલી એક નગ્ન સ્ત્રી દેખાતી હતી. નગ્ન એટલે બિલકુલ કપડાં વગરની નહિ ! તેણે આખા શરીર ઉપર ઝાકળ જેવા પાતળા વસ્ત્રને સળંગ ઝભ્ભો પહેરેલો હતે - જેવો ચિત્રોમાં દેવદૂતોએ પહેરેલો હોય છે; પણ એ ઝબ્બે Page #258 -------------------------------------------------------------------------- ________________ 230 લાકિંગ મેન એ બારીક હતું કે, એ સ્ત્રીની નગ્નતાને જ તે વધુ ખુલ્લી કરતા–વધુ મોહક બનાવતો. કરેળિયાના જાળા જેવા પડદાની પાછળ એ ઓરડે શયનગૃહ હતો. એ ઓરડે બહુ વિશાળ ન હતો. તથા તેની ચોતરફ તથા ઉપર બધે નિશિયન અરીસાઓ જડેલા હતા. એ બધા એવી રીતે ગોઠવેલા હતા કે તે દરેકમાં ઓરડા વચ્ચેની શય્યા પૂરેપૂરી દેખાય. એ પથારી ચાંદીની જ હતી અને તેના ઉપર પેલી સ્ત્રી સૂતેલી હતી. તે ઘસઘસાટ ઊંઘતી હતી. એ ઓરડામાં સીધે દીવો ન હતે. સ્નાનગૃહના પ્રકાશને પરિવર્તનની ગોઠવણીથી જ એ ઓરડામાં પ્રકાશ પેસતો હતો. જાણે એ નગ્ન સ્ત્રીની શરમથી પ્રકાશ પોતે જાણે તે ઓરડામાં સીધે પેસતાં અચકાતો ન હોય ! એ પથારીને ઉપર છત જેવું કે ચંદરવા જેવું કાંઈ જ ન હતું. એટલે એ નગ્ન સ્ત્રી આંખ ઉઘાડે તો છતમાંના અરીસાઓમાં તેને પિતાનાં હજાર હજાર નગ્ન રૂપ દેખાય. એ પથારીની પાર સામેની બાજુએ એક બારણું હતું, જે મેર અને હંસનાં રંગબેરંગી ચિત્રો ચીતરેલે કાચ જડીને બનાવેલું હતું. પથારીના માથા આગળના ભાગ પાછળ એક ચાંદીનું મેજ હતું, જેના ઉપર અનેક મીણબત્તીઓવાળી દીપદાની હતી તથા એક પુસ્તક. એ બધું, જેકે, વિનપ્લેઈનને નહેતું દેખાયું, - તેને તે પેલી સ્ત્રી જ દેખાઈ હતી. તેણે એ સ્ત્રીને ઓળખી કાઢી હતી. તે ડચેસ હતી - જેણે Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રેમી જોઈએ! પતિ નહિ! 231 તેને પ્રેમપત્ર પાઠવ્યો હતો! આખા જગતની એક જ સ્ત્રી, જે આંધળી ન હોવા છતાં, તેને ચાહતી હતી, તેને ઈચ્છતી હતી ! નગ્ન સ્ત્રી જેવી શસ્ત્રસજ્જ બીજી કોઈ ન ગણાય. તેને જેવી એટલે ભારોભાર જોખમ. અને છતાં ડ્રિનપ્લેઈન તેને જોઈ જ રહ્યો. તેણે ત્યાંથી નાસી જવા ઈચ્છવું ખરું. પણ તેને લાગ્યું કે તેનામાં ત્યાંથી હાલવા - ખસવાની શક્તિ નહોતી રહી. શું તે કઈ બેશરમ સ્ત્રી હતી ? તે કુંવારિકા હેઈ શકે? હા, તે બંને હતી. તેના સમગ્ર સૌંદર્ય ઉપર અસ્પૃશ્યતાને હુકમ જાણે મોટા અક્ષરે લખેલો હતો. એ અણબેટયું સૌદર્ય હતું. નગ્ન દેખાવામાં જે નિર્લજજતા હતી, તે તેના પ્રતાપીપણાથી ઢંકાઈ જતી હતી. ગ્રિનપ્લેઈન ધ્રુજવા લાગ્યો, માત્ર પ્રશંસાના ભાવથી. નસીબની નવાઈઓને અંત આવવાને હતો કે નહિ ? આજે તેના માથા ઉપર કેવા કેવા વજપાત થવા શરૂ થયા હતા ? અને એ બધાને અંતે પાછું આ સ્ત્રીનું દર્શન ! નસીબનું એ કઈ ભયંકર કાવતરું તો નહોતું ? આ સ્ત્રીના દર્શનથી છેવટે તેને છેક અભિભૂત કરવા માટે જ, તે પહેલાંની બધી નવાઈઓમાંથી, તેને પસાર કરવામાં નહોતો આવ્યો છું ? માણસના ચિત્તમાં બધા સંસ્કાર સુષુપ્તપણે મેજૂદ હોય છે. આપણે નિર્દોષ હોઈએ, તથા બહારના દેખાવમાં બધી રીતે પવિત્ર હેઈએ, તે પણ બધા દુર્ગણે અજ્ઞાત રીતે આપણામાં તૈયાર બેઠેલા હેય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મન શ્વિનપ્લેઈન ભાન ભૂલવા લાગ્યો. ગંગારિક પ્રસાધન-શણગારવસ્ત્ર વગેરે સાથે જેને જોઈ હોય તો પણ મૂઢ થઈ જવાય, તેને છેક જ નગ્ન જેવી, એટલે જાણે બચાવનાં બધાં સાધન વિનાના થઈ જવું. માણસના ચિત્તમાંની બધી અંધારી સુપુત બાજુ જાણે એકદમ જાગ્રત થઈ ઊઠે. વિનપ્લેઈન બી, ફ પડી ગયે, છતાં જોઈ જ રહ્યો. તે આકર્ષાતો જતો હતો; તેણે તે આકર્ષણમાંથી છટકવા હવાતિયાં મારવા માંડ્યાં. પણ તેની સામે તે શું કરી શકે ? પિતાની સામે તે શું કરી શકે ? તેણે આંખો મીંચી દીધી, પણ એ મીંચેલી આખો વધુ પારદર્શક બની ગઈ - તેની નજરથી તે સુંદર મોહક આકૃતિ દૂર જ ન થઈ. મોહ વસ્તુ એવી છે. પગમાં તે જાણે ખીલા જડી દે છે - એવા ખીલ કે આગળ જવું હોય તો જવા દે, પણ પાછા ફરવા માટે વધુ સખત બને ! પાપના અદશ્ય હાથે જ ક્યાંકથી નીકળી આવીને આપણને નીચેના ઢાળ તરફ જોરથી ગબડાવવા માંડે. તેનું મગજ જોરથી ધમધમવા માંડયું હતું. તેને દિશાનું ભાન પણ રહ્યું ન હતું. સમુદ્ર વચ્ચે રહેતી જળદેવીઓ ખડક ઉપર બેઠી બેઠી ખલાસીઓને જ્યારે આકર્ષવા માંડે છે, ત્યારે એ ખડકમાંનું ચુંબક પણ વહાણને એ ખલાસીઓના હાથ કરતાં વધુ જોરથી તે તરફ જ ખેંચતું હોય છે. ખડકથી હંમેશા દૂર ભાગનારો ખલાસી ખડક ઉપર બેઠેલી પિલી જળદેવી તરફ વેગે વહાણ હંકારવા પ્રયત્ન કરે છે, અને સાથે સાથે ખડકમાંનું ચુંબક પણ જહાજને તે તરફ ખેંચે છે. | વિનપ્લેઈનને એ વાતને આધાર પણ નહોતો રહ્યો કે, હું વિદ્રુપ છું, એટલે આ સ્ત્રી તિરસ્કારપૂર્વક મને હાંકી કાઢશે.” Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રેમી જોઈએ! પતિ નહિ! કારણ કે, એ સ્ત્રીએ તેને જાતે લખી જણાવ્યું હતું કે, તે તેને ચાહે છે - ઈ છે છે. માણસને ગબડવાની વખતે એક એવી ક્ષણ આવે છે જ્યારે તે પોતાનું સમધારણું ખોઈ બેસે છે; અને પછી પાપ તરફ ઢળતી વૃત્તિઓપતાનું સહેજ વજન ઉમેરી આપતાં, માણસ સીધે તે ઢાળ ઉપરથી ગબડાવવા માંડે છે. એટલે ગ્વિનપ્લેઈન ક્યાંય સુધી ત્યાંથી ખસ્ય જ નહિ. અને પેલી સ્ત્રી જાગી ઊઠી. કઈ છે કે ?" એણે મધુર ગંભીર અવાજે કહ્યું. વિનપ્લેઈને એને મધુર અવાજ પહેલી વાર સાંભળે. એનાથી તો એનું રહ્યુંસહ્યું ભાન પણ લુપ્ત થઈ ગયું. પેલીએ પછી પેલા અરીસાવાળા બારણા ઉપર બેત્રણ ટંકારા માર્યા અને પૂછયું, “લોર્ડ ડેવિડ, તમે આવ્યા છે કે કેટલા વાગ્યા હશે ? બાકિંલફેડ્રો, તું છે કે ?" પેલી સ્ત્રી એ બારણું બાજુથી પાછી ફરી. “તે કઈ સ્નાનગૃહમાં છે? કેમ કઈ જવાબ આપતું નથી ? ના, ના, પણ એ બાજુથી તે કોઈ આવી શકે જ નહિ.” તેણે ચાંદીને પડદો ઉપાડ્યો અને સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. શ્વિનપ્લેઈનને જાણે મૃત્યુની ટાઢ ચડી ગઈ. હવે કયાંય નાસી જવાય કે છુપાઈ જવાય તેમ હતું જ નહિ. નીચેની ફરસ જે ફાટી ગઈ હોત, તો તે ખુશીથી તેમાં ઊતરી પડયા હોત. પેલીએ તેને જોયે. - તેને અત્યંત આશ્ચર્ય થયું. પણ તે જરાય ચોંકી નહિ. કંઈક સંતોષ તથા તિરસકારના ભાવથી તેણે પૂછ્યું, “શું ! ગ્વિનપ્લેઈન !" Page #262 -------------------------------------------------------------------------- ________________ 234 લાફિંગ મૅન અને પછી તરત ચિત્તાની પેઠે લપકીને તેણે પોતાના બંને હાથ તેના ગળાને વીંટાળી દીધા. થોડી વાર બાદ વિનપ્લેઈનને ખભેથી પકડીને તેણે પિતાની મારક આંખ તેની આંખમાં પરોવી, એની એક ભૂરી અને એક કાળી આંખ સામે જોતાં જોતાંમાં જ શ્વિનપ્લેઈનને કેફ ચડી ગયો. પણ પેલીની પણ સરખી જ વલે હતી. તે બોલી, “શાબાશ! તમે અહીં પણ આવી પહોંચ્યા ! તમને ખબર પડી હશે કે મારે લંડન છોડી અચાનક ચાલ્યા જવું પડ્યું. એટલે તમે પાછળ પાછળ અહીં આવ્યા. વાહ, બહુ સરસ !' ગ્વિનપ્લેઈન કેઈ અગમ્ય ડરને માર્યો એકાદ ડગલું પાછો પડયો. પરંતુ તેના ખભાને વળગેલા ગુલાબી નખે જરા પણ ચસ્યા નહિ. ડચેસે આગળ ચલાવ્યું– “પેલી એન, મૂરખી, તમે જાણે છે ને, - પેલી રાણી, તેણે મને કેણ જાણે શાથી વિન્ડસર બોલાવી લીધી. હું અહીં આવી ત્યારે એ તે તેના પેલા બેવકુફ ચાન્સેલર સાથે ઓરડામાં ભરાઈ વાત કરતી હતી. એટલે એણે મને સવારે સંદેશો મોકલવાનો વાયદો કહેવરાવી રવાના કરી. હું અહીં મારા મકાનમાં આવી સૂઈ ગઈ. પણ તમે અહીં શી રીતે મારી પાછળ પાછળ આવ્યા ? એનું નામ તે મરદ માણસ ! વિદને ? મરદને વળી વિદનો શાં? અને તેય પ્રેમિકા પાસે પહોંચવામાં ! પણ તમે મારું નામ પૂછીને તપાસ કરી હશે ને ? તમે મારું નામ ડચેસ જેસિયાના છે, એ જાણતા હતા ? તમને આ ઓરડામાં કેણ લાગ્યું ? કઈ હજૂરિયે જ લાવ્યું હશે. એને હોશિયાર કહે જોઈએ. પણ બધી વાત મને શરૂથી માંડીને કહે જોઉં. ના, ના, મારે એ બધું કંઈ સાંભળવું નથી. કોઈ વસ્તુ શી રીતે બની એ જાણી લઈએ એટલે તેને ચમત્કાર જતો રહે. તમે વાદળ ઉપર Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ જોઈએ! પતિ નહિ! ચડીને આકાશમાર્ગે અહી આવ્યા, એમ માનવું જ વધુ સારું. તમે દેવની પેઠે આકાશગામી તથા ગમે તે દ્વારમાં પ્રવેશ કરી શકે તેવા ચમત્કારી શક્તિવાળા છે, એમ જ હું તે માનીશ ! પ્રિયતમ, આજથી તમે જ મારા પ્રેમી છે, એ નક્કી જાણજે!” ડચેસે ડું થોભીને પાછું ઉમેર્યું, “તમે અહીં આવ્યા, એ જ વસ્તુ પુરવાર કરે છે કે, તમારે ને મારે એકબીજાના પ્રેમમાં પડવું, એ જાણે કુદરતે જ નક્કી કરેલું છે. નહિ તે આપણે બે આવાં - આટલાં દૂર રહેનારાં, તેમને કોણ કેવી રીતે મેળવી આપે ? બસ, એટલે આપણું મિલન એ કેઈ જેવીતેવી મામૂલી વસ્તુ નથી. એ તો અલૌકિક રીતે નિયત થયેલી વસ્તુ છે! મેં તમને પહેલી વાર જોયા ત્યારે જ હું જાણી ગઈ હતી કે, તમે જ મારા સ્વપ્નના સાથી છો. અને તેથી જ મેં તમને વગર માગે મારે પ્રેમ આપ્યો હતે - લખી જણાવ્યા હતા. વાહ, પણ તમે ઉમરાવને પોશાક પહેર્યો છે ને ! પણ તમારું નટ-ભાંડ-બહુરૂપિયા લોકોનું તો એ કામ જ છે ને! છતાં, તમારું મોં બાદ કરીએ તે તમારું બાકીનું શરીર ખરેખર ઉમરાવજાદાને છાજે તેવું ઘાટીલું છે, હોં! એ બાકીના શરીરને તે ઘણી સામાન્ય સ્ત્રીઓ પણ લાભ કરે : પણ તમારા વિદ્રુપ મેને તે હું જ લેભ કરી શકું! પણ તમે ક્યારે આવ્યા ? તમે મને નગ્ન સ્થિતિમાં સૂતેલી જોઈ હતી? સુંદર છું, ખરું ને? નાહવા જ જતી હતી. તમે મારી પત્ર જાતે વાંચ્યો હતો ? તમને વાંચતાં આવડે છે? તમારો અવાજ મને નથી ગમતો. તમારા વિદ્રુપ મેં જેવો તમારો અવાજ વિદૂ 5 નથી. એટલી વસ્તુ જ મને નથી ગમતી. બાકીની તમારી બધી બાબતો અનેખી છે. જંગલી તે તમને દેવ તરીકે જ પૂજે. તમારું આ હાસ્ય સાથે લઈને તે તમે નહિ જ જગ્યા છે. એ કઈ સજા તરીકે કરવામાં આવેલું Page #264 -------------------------------------------------------------------------- ________________ 236 લાફિંગ મૅન વાઢ-કામ છે. અને હું આશા રાખું છું કે, તમે એ કારમી સાને લાયક કોઈ ગુને ખરેખર કર્યો હશે. એથી જ તમે મને ગમે છે; આવો, મને બરાબર દબાવીને ભેટે. કોઈ રાક્ષસ દબાવે તેમ ! મને બધા ખૂબ માન આપે છે, અને મારી ખૂબ પ્રશંસા કરે છે. મને એ વાતને કંટાળો આવ્યો છે. તમે તો મને ખૂબ તિરસ્કાર. ટુઅર્ટ વંશની હું રાણીથી બીજે નંબરે ગણાઉં. એટલે જ તમારા જેવો છેક નીચલી કક્ષાનો તુરછ પ્રાણી મને પકડે, પોતાની કરે, એ વસ્તુથી મને પરમ સંતોષ થશે. હવે જાણે હું નિરાંતને શ્વાસ લઈ શકું છું. મારા ખાનદાનની બલામાંથી છૂટી થઈ એટલે મને કેટલી મુક્તતા લાગે છે ? ખરેખર, કઈ પણ વસ્તુ તેડીફેડી નાખવી, દરેક વસ્તુ ઊલટપાલટ કરી નાખવી, એનું નામ જ ખરું જીવન. એટલે ફરીથી સાંભળો, હું તમને - તમને એક વિપ રાક્ષસને, ચાહું છું—પ્રેમ કરું છું, સમજ્યા ? " આટલું બોલતી બોલતી તે પાછી જરા પાછી ખસી, તથા થોડું હસીને બોલીઃ “વાહ, સ્વર્ગનું અમૃતફળ મારે નથી ખાવું; મારે તે છેક નરફનું ફળ મારા દાંતથી કરડવું છે. મારામાં એ કામના છે, એ તૃષ્ણ છે. મારે ભ્રષ્ટતાના ખાડામાં સબડવાની મજા જોઈએ છે? વાહ, મેં કઈ પુરુષને હજી સુધી મારી પાસે ટૂંકવા દીધું નથી અને મેં મારી જાતને અક્ષત રાખી હતી, તે તમારા જેવાને અર્પણ કરવા માટે ! વાહ કેવી મજા ! કેવું ગૌરવ ! મને લાગ્યા જ કરતું હતું. કે, મારામાં અસાધારણ સાહસ કરવાનું સામર્થ્ય છે - જે સાહસો દિવસે કેઈથી સાંભળી શકાય પણ નહિ! પણ હું બધું ઘણું બોલ્યા કરું છું તમને તો એ કશું સમજાતું પણ નહિ હોય; બિચારો છોકરડો, નટ-ભવૈયે, તેને મારા ખાનદાને હૃદયની તમન્નાઓ - કામનાઓને શો ખ્યાલ આવે ? તમને તે જુઓ આટલું જ સમજાશે–” એમ કહી તેણે ખૂબ જોરથી શ્વિનપ્લેઈનને ચુંબન કર્યું અને દાંત બેસાડ્યા. પછી તેણે કહેવા માંડયું Page #265 -------------------------------------------------------------------------- ________________ 23 : પ્રેમી જોઈએ! પતિ નહિ! “જુઓ, જુઓ, મારું હૃદય પથ્થરનું છે; પણ એ પથ્થર પણ કેવા ? હંટલી નબ રોક આગળ સમુદ્રમાં થતા - જેમને ફોડે એટલે અંદરથી સાપ નીકળે. એ સાપ એટલે મારો પ્રેમ. અને મારો પ્રેમ કેટલે બધે પ્રબળ છે કે તમને છેક ઊંડા ખાડામાંથી અહીં ઉપાડી લાવ્યો ! મારી અને તમારી વચ્ચે કેટલું મોટું અંતર છે ? છતાં હું તમને ખેંચી લાવી શકી. બસ, હવે મને પકડો અને ધૂળભેગી કરે મારી વિપરીતતાને પાર નથી. આકાશમાંના તારાને પકડી કાદવમાં રગદોળો, તો જ તમે મને બરાબર સંતોષ આપી શકે ! તમે બહારથી વિપ છે, તે હું અંદરથી વિદૂ૫ છું. આવી બે વિદ્વપતાઓ ભેગી થાય ત્યારે જ ચરિતાર્થ થાય. વિપતાઓ વચ્ચે જ સાચો પ્રેમ સંભવી શકે!” આટલું કહી તે બાળકની પેઠે ખુલ્લા મનથી હસી પડી. પછી પાછી તેના કાન પાસે પિતાનું મુખ લઈ જઈને બેલી, “તમારે કાઈ ગાંડી સ્ત્રી જોવી છે? તો મને જ જુઓ તો !" અને ખરે જ હવે જૈસિયાના પાગલ જ બનતી જતી હતી. તે ઉત્તેજનામાં આવી જઈને બોલવા લાગી - “જુઓ, હું રાજસિંહાસનની અધિકારિણું છું, અને તમે છો રંગમંચના અધિકારી. છતાં આપણે બંને એકસરખી ભૂમિકા ઉપર આવી જઈ એ. ઊંચેથી હું નીચે પડે તે મને કેટલું બધું સુખ થાય ! અને મારું પતન પાછું આખી દુનિયાએ જાણવું જોઈએ. તમને ખબર છે? દુનિયા જેમ મને વધુ તિરસ્કારશે, તેમ મને વધુ વખાણશે - વધુ નમશે! માનવજાત જ એવી પામર છે - તુચ્છ છે. તેની આગળ તે તેનાં આંતરડાં ઊંચાં આવી જાય એવું અધમ આચરણ કરીએ, તો જ તે વધુ માન આપે. કંઈક સારું કામ કરે, તો તો તે તુચછકારે - અથવા ઈર્ષ્યા કરે ! જુઓને રાજાની હું રખાતની પુત્રી છું. છતાં મારું માન રાજાજીની કાયદેસરની પુત્રી કરતાં વધુ છે. તમે મારા Page #266 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન આખા મહેલને ભોગવજે - મારા બાગબગીચાઓમાં એવી કુંજગલીઓ છે જેમાં હું સંતાઉં, તો મને શોધી કાઢજો ! મને પકડીને મારા કીમતી પિશાકે સાથે જ ઝરણામાં ઝબકાળજે. હું તે એવી અનેખી દેવી બનવા માગું છું કે, જ્યુપિટર-ઇન્દ્ર આવીને મારા પગને ચૂમે, તે પણ મારી નજર ન પામી શકે; અને સંતાન મારા મોં ઉપર ધૂકે, તો પણ હું તેને આવકારવા તેની પાછળ ભટકું! એટલે કહું છું મારું અપમાન કરજે, મને મારો, મને તુચ્છમાં તુચ્છ ગણીને મારી સાથે વર્તશે. તે જ તમે મારો અનહદ પ્રેમ પામી શકશો. હે કર ! હે વિદૂ૫, તમે મારા સર્વસ્વ છે.” ખરે જ ! આ સ્ત્રીની પાસે અત્યારે ઊભવું એટલે સિંહની બેડમાં જઈને તેને છ છેડીને ભરખાઈ જવું ! એના કેમળ હાથ અને તેને ભયંકર નહોર ! એનામાં પ્રાણઘાતક લીલા અત્યારે પ્રગટી ઊઠી હતી. તે વધુ ભારપૂર્વક બોલી ઊઠી, “હું તમને ચાહું છું; મારું આખું અંતર ભરીને ચાહું છું ! તમે જોઈ શકતા નથી ?" અને તેણે ઊછળીને ફરીથી 4િનપ્લેઈનને તીખું ચુંબન કર્યું - દાંત બેસાડીને. શ્વિનપ્લેઈન આખેને આ કામનાની આગમાં સળગવા લાગે. અચાનક એક મધુર અવાજ તેમની પાસે જ રણ. ખૂણામાંની ટોકરી રણકતી હતી. ડચેસે તરત જ એ તરફ મેં ફેરવ્યું અને કહ્યું, “એ રાણીને મારું શું કામ પડયું, વળી ?" તરત જ રાજમુગટવાળી એક ચાંદીની તખતી કળના અવાજ સાથે ઊઘડી, અને અંદર ભૂરા મખમલથી મઢેલો નાનોશો ટાવર -ઘૂમટ ખુલે થે. તેમાં સેનાની તાસકમાં એક પરબીડિયું મૂકેલું દેખાતું હતું. એ પરબીડિયું ખારું મોટું અને એ ખંડું હતું તથા તેના Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રેમી જોઇએ! પતિ નહિ! 239 ઉપરનું લાલ સીલ એકદમ દેખાય તે રીતે મૂકેલું હતું. લાલ સીલ એટલે રાણીજીનું સીલ. સ્નાનગૃહના જે સોફા ઉપર એ બંને બેઠેલાં હતાં ત્યાંથી હાથ પહોંચે એટલે દૂર જ એક તખતી ઊઘડી હતી. ડચેસે એ બાજુ જરા ઢળીને હાથ લંબાવ્યો, અને બીજો હાથ વિનપ્લેઈનના ગળાની આસપાસ વીંટાળીને ટેક લીધો. ટોકરી હજુ રણકક્યા કરતી હતી. લંબાવેલા હાથે તેણે પેલે કાગળ ઉપાડી લીધો અને પેલી તખતીને પાછી ધકેલી વાસી દીધી. તરત પેલી ટોકરી રણકતી બંધ થઈ ડચેસે લાલ સીલ તેડયું અને પરબીડિયું ઉઘાડયું. તેમાંથી ગડી કરેલા બે કાગળ કાઢી ખાલી પરબીડિયું વિનપ્લેઈનના પગ પાસે નાખ્યું. પરબીડિયા ઉપર H પ્રતિ, નામવા જ્ઞાસિયાના એવું સરનામું લખેલું દેખાતું હતું. ગડી કરેલા બે કાગળમાં એક ઉપર ચાન્સેલરીનું લીલું સીલ હતું. ઉમરાવ લોકેનું સીલ લીલા રંગનું હોય. બીજે કાગળ નાને હતું. ડચેસે કંટાળો દર્શાવવા હઠ લાંબા કર્યા : “એ રાણી વળી બેઠી બેઠી શાના કાગળ મોકલે છે? એ સ્ત્રી લેકેનો આનંદ બગાડવા જ - જન્મી છે !" પેલી નાની ચિઠ્ઠી રાણીના હસ્તાક્ષરમાં જ હતી. ડચેસે વનપ્લેઈનને પૂછયું, “તમને વાંચતાં આવડે છે ?" શ્વિનપ્લેઈને હા કહી એટલે તરત ચેસ બોલી ઊઠી, “રાણું મને શું લખે છે, તે તમે જ મને વાંચી સંભળાવો. તમારાથી મારે કશું છાનું નથી.” . વિનપ્લેઈને પેલો કાગળ તેના હાથમાંથી લીધે અને લાગણીથી ધ્રુજતા કંઠે વાંચી સંભળાવ્ય - Page #268 -------------------------------------------------------------------------- ________________ ર૪૦ લાફિંગ મેન " મૅડમ, આ સાથે, અમારા સેવક અને ઇંગ્લેંડના રાજ્યના લોર્ડચાન્સેલરે પ્રમાણિત કરેલ અને સહી કરેલ આ ખરી નકલ રૂપમાં મોકલાવતાં અમને આનંદ થાય છે. તેમાં અગત્યની એ બાબત દર્શાવવામાં આવી છે કે, લેર્ડ લિનિયસ ફ્લેન્જાલીના કાયદેસર પુત્ર મળી આવ્યા છે. મદારીઓ અને ભાંડ-ભવૈયાઓના ટોળા સાથે વુિનલેઈને નામ હેઠળ ભટકતા તેમને ઓળખી કાઢવામાં આવ્યા છે. તેમને ઘણી નાની વયમાં ઉપાડી જઈ આ રીતે છુપાવી દેવામાં આવ્યા હતા. રાજ્યના કાયદા પ્રમાણે તથા તેમના વારસાહકને આધારે લોર્ડ ફમેઈન લેંન્યાર્થીની લેંડ લિનિયસને પુત્ર તરીકે આજે ઉમરાવસભામાં પુનઃસ્થાપના કરાશે. લૅન્યાલ અને હંકરવિલની જે જાગીરો તમારે નામે ચડાવવામાં આવી છે, તે તમારે હસ્તક કાયમ રહે, તે માટે શુભેચ્છાપૂર્વક અમે લોર્ડ ડેવિડ ડિરી-મઈરને બદલે તમારા પતિ તરીકે લૉર્ડ ફર્મઈનને ગોઠવી આપીએ છીએ. અમે તેમને તમારા મુકામ કે લિયે લોજમાં તેડાવી મંગાવ્યા છે. એટલે રાણી તથા બહેન તરીકે અમે હુકમ કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે, આજ સુધી વુિનલેઈન નામે ઓળખાતા લંડ ઉમેઈન કલેન્જાલી તમારા પતિ બને, અને તમારે તેમની સાથે લગ્ન કરવું. અમારી શાહી મરજી એ મુજબ છે, એની તમને જાણ થાય.” વુિનલેઈન આ બધું શબ્દ શબ્દ પ્રજતાં ધ્રુજતાં વાંચી રહ્યો હતા, ત્યારે ડચેસ એકદમ સોફા ઉપરથી ઊભી થઈ જઈ, ફાટેલી આંખે બધું સાંભળી રહી હતી. શ્વિનપ્લેઈ ને વાંચવાનું પૂરું કર્યું, તેની સાથે ડચેસે બીજો કાગળ ઉપાડીને જોયે, તે તેમાં મેટુટિના જહાજના માણસોએ Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ જોઈએ! પતિ નહિ! 241 કરેલી કબૂલત વગેરેને અહેવાલ હતો અને તેના ઉપર સાઉથવના શેરીફ અને ચાન્સેલરની સહી હતી. તેણે તે અહેવાલ વાંચી લીધું અને પછી રાણુને સંદેશ ફરીથી વાંચ્યું. પછી તે બોલી, “ભલે.” ત્યાર બાદ શાંતિથી વિનપ્લેઈનને આંગળી વડે બહારની ગેલરી બતાવીને તેણે કહ્યું: “બહાર ચાલ્યા જાઓ.” વિનપ્લેઈન મડદા જેવો થઈને સ્થિર ઊભો રહ્યો. ડચેસે પૂરી ટાઢાશ સાથે કહ્યું: “કારણ કે, હવે તમે મારા પતિ બને છે; માટે હવે મારા કમરામાંથી બહાર જાઓ.” વિનપ્લેઈનને હજુ ચૂપ ઊભેલો જોઈ તે બેલીઃ “તમને અહીં ઊભા રહેવાને જરાય હક નથી; અહીં તે મારા પ્રેમીનું સ્થાન છે, પતિનું નહિ !" છતાં વિનપ્લેઈન ન ખસ્યો, એટલે તે બોલીઃ “ઠીક ત્યારે, હું - ચાલી જાઉં છું.” અને તુમાખી પણાની ચેષ્ટા સાથે તે ત્યાંથી બહાર ચાલી ગઈ. Page #270 -------------------------------------------------------------------------- ________________ ટામ-જિમ-જૈકા ડચેસ પિતાને તિરસ્કાર કરીને ચાલી ગઈ, તે પછી વિનલેઈન એકલે ત્યાં જ વિચારમગ્ન થઈ બેસી રહ્યા. વીશીમાં મળેલા ડચેસના કાગળથી માંડીને અત્યાર સુધીની બધી બાબતે તેના મનમાં ધૂધવાળા લાગી. અચાનક કોઈ માણસનાં પગલાં પાસે આવતાં સંભળાયાં, અને ડચેસની પથારી પાછળનું સચિત્ર અરીસાવાળું બારણું ઊઘડયું. એક પુરુષ પ્રાચીન કૅચ ગીત ગાતા ગાતો અંદર પેઠો. તે પુરુષની કમરે તલવાર હતી તથા નૌકાસૈન્યની વર્દીને ભવ્ય પિશાક તેણે ધારણ કર્યો હતે. ગ્વિનપ્લેઈન ચેકીને એકદમ ઊભો થઈ ગયો. બંને એકબીજાને ઓળખી બોલી ઊઠયા : શ્વિનપ્લેઈને !" ટામ-જિમ-ઍક " “શ્વિનપ્લેઈન, તું અહીં શી રીતે આવ્યો ?" “ટોમ-જિમ-જેક, તું અહીં શી રીતે આવ્યા ?" “હાં, હાં, સિયાનાને તરંગ ! તારા જેવા નટ-ભવૈયાને બોલાવવાનું તેને મન થાય છે. પણ અહીં આવવા માટે તારે આ સુંદર પિશાકમાં જાત છુપાવવી પડી, ખરું?” તારે પણ અહીં આવવા આ પોશાકમાં તારી જાત છુપાવવી પડી, ખરું ને, ટોમ-જિમ-જેમ ?" Page #271 -------------------------------------------------------------------------- ________________ 23 ટૅમ-જિમ-જેક હું, પ્રશ્નોના જવાબ આપતા નથી, વિનપ્લેઈન.” “હું પણ, તને જવાબ આપવા બંધાયો નથી, ટોમ-જિમ-જેકા” ગ્વિનપ્લેઈન, મારું નામ ટમ-જિમ-જૈક નથી.” ટામ-જિમ-જેક, મારું નામ ગ્વિનપ્લેઈન નથી.” “શ્વિનપ્લેઈન, હું અહીં મારા ઘરમાં છું.” “હું પણ અહીં મારા ઘરમાં છું, ટોમ-જિમ-જક.” “જે, મારા ચાળા ના પાડીશ ! નહિ તો મારી પાસે તરવાર છે, હરામી !" વુિનલેઈન એકદમ ફેકે પડી ગયું. તેણે કહ્યું– “તારી જાતને માટે જે વિશેષણે વાપરવાં હોય તે વાપરજે; મારા આ અપમાન બદલ તારે મને સંતોષ આપવો પડશે.” “તારા ગ્રીન-બેકસના વાડામાં, મુક્કાઓ વડે જેટલું જોઈએ તેટલે સંતેષ તને જરૂર આપીશ.” “હ્રીંચો, તરવારથી મને સંતોષ આપવો પડશે.” “બેટા ગ્નિનપ્લેઈન, તરવાર તે અમીર-ઉમરાવની ચીજ છે. હું તરવારથી સરખી કેટિનાઓ સાથે જ લડી શકું. એટલે ટેડકેસ્ટર વીશી આગળ ટોમ-જિમ-જેક રૂપે હું શ્વિનપ્લેઈન સાથે મુક્કાબાજીથી તેને જરૂર સંતોષ આપીશ; પણ અહીં વિન્ડસરમાં તો વાત જુદી છે? હું રિયર-એડમિરલ છું, એટલું જાણું રાખ.” “અને હું ઈગ્લેંડને ઉમરાવ છું, એ તું જાણું રાખ.” હવે ટેમ જિમ-જક હસી પડ્યો. તે બેલ્યો, “હા, હા, તું નટ-ભય-બહુરૂપિયો છે, એટલે તું તો રાજા પણ બની શકે. તું આથેન્સને વ્યક છે, એમ કહીશ તે પણ મને વાંધો નથી.” Page #272 -------------------------------------------------------------------------- ________________ 244 લાફિંગ મૅન “હું ઇંગ્લેંડને ઉમરાવ છું અને આપણે લડી લેવું જોઈએ.” “અલ્યા, હવે આ નાટક લાંબું ચલાવવાને મને કંટાળે આવે છે. મારી સાથે વધુ જીભાજોડી ન કરીશ; નહિં તે અબઘડી તને બંધાવીને ફટકા મરાવીશ. મારું નામ લૉર્ડ ડેવિડ ડિરી-માઈર છે.” “અને મારું નામ લેર્ડ કૉન્ચાલ છે.” લોર્ડ ડેવિડ ફરી હસી પડ્યો. “ખરી વાત ! સિયાનાના પ્રેમી થવા એ નામ જ ધારણ કરવું પડે. હવે હું તને માફ કરું છું. શાથી ? સમજ્યો ? કારણ આપણે બંને ડચેસ સિયાનાના પ્રેમીઓ છીએ.” પણ તરત જ ગૅલરી તરફથી એક અવાજ આવ્યો : “આપ બંને પતિ કહેવાઓ, લૉર્ડ બહાદુરો.” બંને જણે પાછા ફરીને જોયું. બાકિલ " લોર્ડ ડેવિડ નવાઈ પામી બેલી ઊઠડ્યો. પેલાએ બંને ઉમરાવોને નીચા નમી નમન કર્યું. તેનાથી ડાં ડગલાં પાછળ એક કાળી છડીવાળા માણસ આદરભાવ બતાવતી ગંભીર કડક મુખમુદ્રા સાથે ઊભે હતો. તે હવે આગળ આવ્યું અને ગ્વિનપ્લેઈનને ત્રણ વાર નમન કરી બોલ્યઃ લેડી, આપ નામદારને નામદાર રાણીજીની આજ્ઞા મુજબ તેડવા આવ્યો છું.” Page #273 -------------------------------------------------------------------------- ________________ ઉમરાવ-સભામાં રાણીએ પિતાની બહેન પ્રત્યેનો પ્રેમ બરાબર દિલેરીથી દાખવવા માંડ્યો હતો. ગ્વિનપ્લેઈનને ઉમરાવ-સભામાં વિધિસર પ્રવેશ કરાવવા માટે તેડી જવા રાણીએ પોતાને ખાસ રસાલો મોકલ્યો હતો; અને મહા-છીપ ઘાટની ઘોડાગાડી. લોર્ડ કન્યાલીની વર્દી પહેરેલા અનુયાયીઓ ભપકાબંધ પિોશાકમાં તો હતા જ. ઉમરાવ-સભાની તે દિવસની બેઠક રાતે મળવાની હતી. ઈંગ્લેંડમાં પાર્લામેન્ટરી જીવનને રાજીખુશીથી નિશા-જીવન કરી મૂકવામાં આવે છે. બ્રેન્ટફર્ડ મુકામેથી રાણીની ઘોડાગાડી પાછી ફરી. હવે ચાર ઘોડાવાળી કાચબા-પીઠ ઘોડાગાડી, વિનાપ્લેઈનને લઈને, પગે ચાલવાની ઝડપે જ આગળ વધવા લાગી. જાણી જોઈને આ ઢીલ કરવામાં આવી રહી હતી. કિંગ્સ-ગેટ આવતાં શ્વિનપ્લેઈન ઘોડાગાડીમાંથી નીચે ઊતર્યો. કાળા દંડવાળા માર્ગદર્શક વિનલેઈનને બધે વિધિ સમજાવતે હવે આગળ લઈ ચાલ્ય. થોડે આગળ પંક્તિબંધ ઊભેલા છ-છ કર્મચારીઓની પહેલી ઓળખ કરાવવામાં આવી. પહેલી પંક્તિના છ કર્મચારીઓ વિજ્ઞાપન-અધિકારી હતા. તેમને પ્રથમ ઉમરાવોની સ્મશાનયાત્રાને નિયમન-અધિકાર 1 5 હતે; અને બીજે દફન-અધિકારી. બીજી પંક્તિમાં ચૂક માટેના Page #274 -------------------------------------------------------------------------- ________________ 246 લાકિંગ મેન વિજ્ઞાપન-અધિકારીઓ હતા. એ બધાએ લૉર્ડ બ્લેન્ચાલને નમન કર્યું અને તેમની સેવા શિરોધાર્ય હેવાનું નિવેદન કર્યું. પછી તે વિજ્ઞાપન-અધિકારીઓ માનપૂર્વક વિનપ્લેઈનને દેરીને આગળ ચાલ્યા. જુદા જુદા ઓરડાઓમાં જુદા જુદા હોદ્દેદારો બેઠેલા હતા. તે બધા નમન કરે, ત્યારે માત્ર પોતાની ફેંટની કિનારને અડકીને જ તેમનું નમન પાછું વાળવાની સૂચના ડ્રિનપ્લેઈનને આપી દેવામાં આવી હતી. ચાન્સેલર ઓફ ધ એકત્સ્યકરના ઓરડા આગળ હિસાબની, ટંકશાળ-અધિકારી, વગેરે આઠ જણે વિનપ્લેઈનને નમન કર્યું. ત્યાર પછી જુદા જુદા વહીવટી કારભારીઓ, સેક્રેટરીઝ ઓફ સ્ટેટ, વગેરે બધાનાં ઓળખ-વંદન ઝીલતો તે આગળ ચાલ્યો. પછી છેવટે ઈગ્લેંડના ઉમરાવોને ખાસ છડીદાર આવ્યો. તેની પાસે બે ઉમરાવો ઊભા હતા - બે બેરને. તેમને લોર્ડ ચાન્સેલરે ઉમરાવ-સભામાં લઈ લેંન્યાલને રજૂ કરવાનું કામ સોંપ્યું હતું. પહેલો ઑર્ડ ફિટ્ઝવૅલ્ડર, જે બૅરની પંક્તિમાં છઠ્ઠી બેઠકને હકદાર હતો, અને બીજો લેડ એરુડેલ, જે 38 બેઠકને હકદાર હતો. પેલા બંને જણ શ્વિન લેઈનને વચ્ચે રાખી આગળ ચાલ્યા. છડીદાર તેમની આગળ ચાલતો હતો. આગળ જતાં શસ્ત્રસજજ સૈનિકોની ટુકડી આવી. તેણે નવા ઉમરાવને શસ્ત્રો વડે નમન કર્યા. હવે એ સરઘસ એક ભપકાબંધ દ્વાર આગળ જઈ પહોંચ્યું. તેને બારણું એવાં ભવ્ય હતાં કે જાણે સેનાનાં હોય એમ જ લાગે. એ ઇંગ્લેન્ડના લેયાન્સેલરના કમરાનું દ્વાર હતું. એ કમરામાં જુદા જુદા કર્મચારીઓ તેમના ભવ્ય પિશાકમાં હતા. ત્યાં વિધિસર Page #275 -------------------------------------------------------------------------- ________________ ઉમરાવ-સભામાં 247 વિનપ્લેઈનનું નામ રજિસ્ટરમાં ઉમરાવ સભામાં હાજરી આપવાના આમંત્રણ સાથે દાખલ થયું. તેની કમરે તરવાર બાંધવામાં આવી તથા પાર્લમેન્ટને ખાસ ઝભ્યો તેને પહેરાવવામાં આવ્યો. અને લંડ ચાન્સેલરે તાજના રજિસ્ટરમાં અને પાર્લમેન્ટના રજિસ્ટરમાં સહી કરીને ઊભા થઈને કહ્યું, “ડે ફર્મેઈન લેંન્યાલી, બેરન કૉન્ચાલ, બેરન હંકરવિલ, માર્વિસ ઓફ કેલિ-ઈટાલી, આપનું ગ્રેટ બ્રિટનના આધ્યાત્મિક અને લૌકિક ઉમરામાં સ્વાગત કરીએ છીએ.” પછી ઉમરાવ-સભાનું દ્વાર ખોલવામાં આવ્યું; અને વિનપ્લેઈને સાઉથવર્ક જેલના બારણામાં પ્રવેશ કર્યો હતો પછી તે પૂરા છત્રીસ કલાકેય નહોતા થયા ને ઉમરાવ-સભામાં તેણે પ્રવેશ કર્યો. જૂના જમાનામાં રાજાને સમાંતર એવો ઉમરાવ-વર્ગ ઊભે થયો હતો એ છેવટે ઉપયોગી વસ્તુ નીવડી. - ઇંગ્લેન્ડમાં પણ ઉમરાવ-સભા પ્રગતિના માર્ગમાં એક અગત્યની મજલ બની રહી. પ્રજા તરીકેની ભાવનાની એ શરૂઆત હતી. લેકિની સંગઠિતતાને એ પ્રથમ અવતાર હતો. પ્રજા તરીકે પ્રજાકીય વિરોધની ભાવના ઈંગ્લેન્ડમાં ઉમરાવ-સભામાં જન્મી હતી. બેરોએ રાજા સામે હાથયાર ઉપાડવાનાં પગરણ માંડીને છેવટે રાજાની અંતિમ પદભ્રષ્ટતાનાં મંડાણ કર્યા હતાં. જોકે ઉમરાવ-સભાએ તો ઉમરાવોના હક માટે જ લડત ચલાવી હતી; પણ અજાણુમાં તેમણે રાજાની સામે નાગરિકોનો હક ઊભો કર્યો. ઉમરાવ-વર્ગ રૂપી ગીધે ગરુડના સ્વાતંત્ર્ય રૂપી ઈડને સેવ્યું. આજે એ ઈંડું ફાટયું છે. અને તેમાંથી નીકળેલું ગરુડ આકાશમાં ઊંચે ઊડવા લાગ્યું છે તથા ગીધ મરવા પડયું છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ 248 લાફિંગ મેન પરંતુ આપણે ઉમરાવશાહીને ન્યાય કરવો જોઈએ. તેણે રાજાશાહી સામેના પલ્લામાં પોતાનું વજન નાખીને તેને સમતોલ રાખ્યું. રાજાઓની જાલિમશાહી સામે એ રૂકાવટ રૂપ બની રહી. આપણે તેને આભાર માનીએ અને તેને દફન કરીએ. જૂની ઉમરાવ-સભાનું મકાન અત્યારે અસ્તિત્વમાં નથી. કોઈ પણ વસ્તુનું જૂનું કેટલું બદલાય તેની સાથે અંદરની ચીજ પણ બદલાય જ. સેનેટની સભાનું સ્થાન ચોરસ ઓરડાને બદલે ગોળ ઓરડામાં લાવો તેની સાથે એ સેનેટ પિતે જુદી વસ્તુ બની રહે. જૂની કઈ માનુષી કે દેવી વસ્તુ જેમની તેમ જાળવી રાખવી હોય, તે તેના કોઈ પણ ભાગને જરાય બદલવો ન જોઈએ કે બદલાવા દેવો ન જોઈએ. ઇંગ્લેન્ડના ઉમરા તે વખતે ન્યાયની અદાલત તરીકે વેસ્ટ મિસ્ટરના મોટા હોલમાં બેસતા અને સર્વોચ્ચ ધારાકીય ચૅમ્બર તરીકે “હાઉસ ઑફ લોર્ડઝ' કહેવાતા ખાસ હાલમાં બેસતા. ઉમરાવ-સભાના લંબચોરસ હોલમાં બારણાની સામેની બાજુએ ત્રણેક પગથિયાં જેટલી ઊંચી જગા ઉપર રાજસિંહાસન હતું. રાજ-સિંહાસનની જમણી બાજુની ભીંત તરફ બેઠકની ત્રણ પંક્તિઓ બિશપ માટે હતી. અને ડાબી બાજુની ભીંત તરફ ત્રણ પંક્તિઓ થક, માર્વિસ અને અલ લેકે માટે હતી. એ ત્રણ વિભાગો ત્રણ પગથિયાંથી જુદા પડતા હતા. વાઈકાઉંટની બેઠક રાજસિંહાસનની સામેની બાજુએ કાટખૂણે હતી. તેની પાછળ બેરને માટેની બે પંક્તિઓ હતી. રાજસિંહાસનની જમણી બાજુ ઊંચી બેઠક ઉપર બે આર્ચ બિશપ બેસતાઃ કેન્ટરબરી અને કે. મધ્યમ ઊંચાઈની બેઠક ઉપર ત્રણ બિશપઃ લંડન, ડરહામ અને વિચેસ્ટર. બીજા બિશપે નીચી બેઠક ઉપર બેસતા. Page #277 -------------------------------------------------------------------------- ________________ ઉમરાવ સભામાં રાજસિંહાસનને જમણે હાથે પ્રિન્સ ઓફ વેલ્સ માટેની ખુરશી હતી. ડાબી બાજુએ રાજવંશી ડયુક માટે ફેલ્ડિંગ-ખુરશીઓ હતી. અને તેમની પાછળ પુખ્ત ઉંમરના ન થયેલા ઉમરાવો માટે પાટલીઓ હતી. તેઓ સભામાં પોતાની બેઠક લઈ શકે નહિ. સિંહાસન અને ઉમરાવોની બેઠકની ત્રણ બાજુની ત્રણ પંક્તિઓ વચ્ચે જે ચોખંડ ભાગ પડે, તેમાં રાજમુદ્રા ભરેલી મોટી શેતરંજ બિછાવેલી હતી. તેમાં સિંહાસનની સામેની બાજુ પાયા અને હાથા તથા પીઠ વિનાની બેઠક “વૂલ-સૅક' ઉપર ચાન્સેલર બેસતો, બીજી વૂલ-ક બેઠક બિશપની પંક્તિઓ સમક્ષ હતી તેના ઉપર કાઉંસિલર ઓફ સ્ટેટ બેસતા - તેમને બેસવાને હક હતો, મત આપવાને નહિ; ડકે-માર્વિસ-અર્લો સામેની ત્રીજી વૂલ-સેક બેઠક ઉપર સેક્રેટરી ઓફ સ્ટેટ બેસતા; વાઈકાઉંટે અને બેરને સામેની બેઠક ઉપર બે કારકુને લખતા - પણ ઘૂંટણિયે પડીને બેસીને નહિ. વચ્ચે એક મોટા ઢાંકેલા ટેબલ ઉપર કાગળો, રજિસ્ટરે અને હિસાબી ચોપડાઓ, મેટા ખડિયાઓ, તથા ચાર ખૂણે ચાર ઊંચી મીણબત્તીઓ રહેતી. પાર્લમેન્ટની બેઠક માત્ર દર સાત વર્ષે ફરજિયાત ભરવી પડતી. ઉમરા બંધબારણે ખાનગીમાં વિચારણા કરતા; કૉમન્સને જાહેરમાં બેઠક ભરવી પડતી. ઉમરાવોની સં યા અનિયત હતી. રાજા ગમે તેટલા ઉમરાવો ઊભા કરી શકતો. અઢારમાં સૈકાના પ્રારંભકાળે ઉમરાવ-સભામાં સભ્યોની સંખ્યા ઘણી મોટી થઈ ગઈ હતી. એલિઝાબેથે 65 રહેવા દીધા હતા. જેમ્સ બીજાએ તે સંખ્યા વધારીને 188 કરી દીધી. રાણી એનના વખતમાં બિશપે સાથે ઉમરાની સંખ્યા 207 થઈ હતી. Page #278 -------------------------------------------------------------------------- ________________ 120 લાફિંગ મેન રાણીના પતિ ડ્યુક ઓફ કંબલડને ન ગણુએ, તે કેની સંખ્યા 25 હતી; 5 માર્વિસો હતા; 79 અર્લ હતા; 9 વાઈકાઉન્ટ હતા; 62 બેરન હતા. ઈ. સ.૧૭૦૫માં ૨૬માંથી 25 બિશપે રહ્યા હતાઃ ચેસ્ટરની જગા ખાલી હતી. બિશપમાંના ઘણું બહુ મોટા ઉમરા હતા. જ્યારે તાજ તરફથી કંઈ સંદેશ વિચારવાનું કે સાંભળવાને હોય, ત્યારે આ આખું ટોળું પોતપોતાના ભવ્ય પિશાકમાં વાળની વિગો પહેરીને જમા થતું વિદ્રપ શ્વિનપ્લેઈનને ઉમરાવ-સભામાં પ્રવેશ અને સ્વીકાર કશી દખલગીરી વિના થઈ જાય તે માટે રાતની બેઠક વખતે તે વિધિ પતાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે બે ઉમરાવોને 4િનપ્લેઈનને રજૂ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેઓ ઘરડા હોઈ આંધળા જેવા જ હતા. લોર્ડ-ચાન્સલેરે તેમને એ કારણે જ પસંદ કર્યા હતા. ઉપરાંત, ઉમરાવ-સભાના ઓરડામાં જ્યારે વિનપ્લેઈનને પ્રવેશ કરાવવામાં આવ્યો, ત્યારે બહુ થોડા ઉમરાવો તેમાં હાજર હતા. અને એ બધા પણ લગભગ ધરડા હતા. બેઠકમાં ઘરડાઓ જ સામાન્ય રીતે વખતસર આવતા હોય છે. લોર્ડ ચાન્સેલરે પિતાના વૂલ-સેક ઉપર બેઠક લીધી એટલે આયંબિશપ આફ કેન્ટરબરીએ ઊભા થઈ પ્રાર્થના કરી, અને બેઠક શરૂ થઈ વિનપ્લેઈનની બેઠક બૅરનો માટેની બીજી પંક્તિમાં હતી. પહેલેથી વિનપ્લેઈનના પ્રવેશવિધિ બાબત જાહેરાત કરવામાં આવી Page #279 -------------------------------------------------------------------------- ________________ ઉમરાવ-સભામાં ન હેવાથી, પાર્લમેન્ટને કારકુન એ વિષે કંઈક ગણગણાટ કરી ગયો, તે વાતો કરતા ઉમરાવોના ઘંઘાટમાં ક્યાંય દબાઈ ગયે. બકિલફેએ લંડ ચાન્સેલરને અગાઉથી શ્વિનપ્લેઈનની વિદ્ર પતા બાબત વાત કરી હતી, પણ તે એ રીતે કે, વિનપ્લેઈન ધારે તો પ્રયત્નપૂર્વક પિતાનું હાસ્ય દેખાતું બંધ કરી શકે છે, અથવા ઓછું તે કરી શકે છે જ. ત્યારે લેડ-ચાન્સેલરે જવાબ આપ્યો હતો ? અલબત્ત, ગૌરવની સાથે સૌંદર્ય હોવું જ જોઈએ; પરંતુ નસીબે કઈ લેર્ડને વિપતા બક્ષી હોય, તે તેથી તેમના હક-અધિકારને કશી આંચ શી રીતે આવે ? ઉમરાવપણું અને રાજાપણું વિદ્ધ પતા તથા દુબળતાથી ક્યાંય પર છે. ટૂંકમાં, બધી ગોઠવણ એવી સાવચેતી સાથે કરવામાં આવી. હતી કે, ગ્નિનપ્લેઈનને પ્રવેશ-વિધિ કશીય દખલ વિના પતી ગયે, અને તે હવે કાયદેસર - વિધિસર ઉમરાવ બની ગયો. ધીમે ધીમે બધી બેઠકે ભરાવા લાગી. રાણીના પતિ ડક ઓફ કંબરલૅન્ડ (ડેન્માર્કના જજ) ની વાર્ષિક આવક એક લાખ પાઉન્ડ વધારી આપવાના બિલ ઉપર ચર્ચા થવાની હતી. ઉપરાંત બીજાં પણ કેટલાંક બિલ, જેમને રાણીજીએ મંજૂર રાખ્યાં હતાં તે આજની બેઠકમાં રજૂ થવાનાં હતાં. બધા ઉમરાવો પાર્લમેન્ટના ખાસ ઝભા ઓઢીને આવ્યા હતા - જેવો વિનપ્લેઈનને ઓઢાડવામાં આવ્યો હતો. માત્ર વ્યકોને સોનેરી કિનારીવાળી પાંચ સફેદ પટ્ટીઓ વધારાની હતી, વાઈકાઉંટેને ત્રણ અને બેરોને બે.. બધા ઉમરા જૂથબંધ તથા વાતો કરતા અંદર દાખલ થતા, અને રાજસિંહાસનને નમન કરી પોતાની જગા લેતા. અર્ધા એક કલાકમાં તે બેઠકે લગભગ ભરાઈ ગઈ. Page #280 -------------------------------------------------------------------------- ________________ 252 લાફિંગ મૅન વિન્ડસરથી આવેલા ઉમરાવ વિનપ્લેઈનની વાત લેતા આવ્યા હતા. અલબત્ત બધી વાત ગુપ્ત રાખવામાં આવી હતી, પણ ગુપ્ત રખાયેલી વાત જ ક્યાંક ને કયાંકથી ફૂટી જાય છે, અને પછી જાહેર વાત કરતાં વધુ જોરથી ફેલાઈ જાય છે. સાત વાગ્યે લંડનમાં કઈ એ વાતથી માહિતગાર ન હતું. પણ આઠ વાગ્યે તે આખા શહેરમાં એની જ વાત લોકોની જીભે ચડી ગઈ હતી. જે ઉમરા વખતસર બેઠક શરૂ થતા પહેલાં આવેલા, તેઓને જ એ વાતની ખબર ન હતી. પછીથી આવેલા તે એ વાત સાંભળીને જ ગરમાગરમ થઈને આવ્યા હતા. “સાંભળ્યું ?" એ તે સાચું હોય ?" લાફિંગ મન !" “એટલે શું ?" “તમને કશી ખબર નથી ?" ના.” એ તે એક ભાંડ છે. ખેલ કરનારો છોકરો. એના અસામાન્ય ચહેરાને લેકે એક પેની આપીને જેવા જતા !" “પણ તેનું શું ? “એટલું જ કે, એ એક પેની ટિકિટવાળા ભવૈયાને તમારી આ ઉમરાવ-સભામાં ઉમરાવ તરીકે અત્યારે પ્રવેશવિધિ થયે !" તમે જ “લાફિંગ મેન' જેવા છો ! આવી તે વાત શું કરતા હશે ? એમ તે બને ?" Page #281 -------------------------------------------------------------------------- ________________ ઉમરાવ–સભામાં 253 અને તરત જ કહેનારે પાર્લમેન્ટના કારકુનને નિશાની કરી પાસે બોલાવ્યો અને પોતે કરેલી વાતની સચ્ચાઈની ખાતરી કરી આપી. બીજે ઠેકાણે એક ઘરડા ઉમરાવને જુવાન ઉમરાવ પૂછતો હતો:“તમે લોર્ડ લિનિયસ ક્લન્ચાલને જોયેલા ?' “પહેલાંના વખતમાં ? હા.” ' જે સ્વિટ્ઝર્લેન્ડમાં મરી ગયા તે ?" હા, હા. બરાબર ઓળખું છું, એટલું જ નહિ, અમે તો સંબંધી પણ થઈએ.” “તે ક્રોમવેલના રિપબ્લિકન પક્ષમાં જોડાયા હતા, અને પછી રાજા ચાર્લ્સ બીજાના વખતમાં પણ રિપબ્લિકન રહ્યા હતા, ખરું ને?” “ખેટી વાત ! એ તો બહુ ઊંડી વાત છે, મહેરબાન ! હું જાણું તે ! તેમને લંડ-ચાન્સેલર થયું હતું; રાજાજીએ તેમને તે પદ આપ્યું હોત, તો તે તરત તેમના પક્ષમાં આવી ગયા હોત.” “વાહ, શી વાત કરે છે ? ઑર્ડ લૅન્યાલ તો બહુ પ્રમાણિક અભિપ્રાયવાળા માણસ ગણાય છે.'' “જાઓ, જાઓ, પ્રમાણિક અભિપ્રાય નામની ચીજ વળી કઈ હોય છે ?" “પણ તે સ્વિટઝર્લેન્ડમાં પરણ્યા હતા, તે વાત જાણે છે ને ?" “હા, કાંઈક કાંઈક જાણું છું.” અને તે લગ્નથી તેમને એક કાયદેસર પુત્ર જન્મ્યા હતા તે વાત ?" હા, પણ એ છોકરો મરી ગયો હતો.” ના, તે જીવે છે.” Page #282 -------------------------------------------------------------------------- ________________ 254 લાગિ મેના જીવે છે ?" “હા, જીવે છે.” “અશક્ય.” “અરે સાચી વાત છે, સાબિત થયેલી વાત છે, પ્રમાણિત થયેલી વાત છે, અને તેને રજિસ્ટરમાં નેંધવામાં પણ આવી છે.” તે પછી એ છોકરાને કૉન્ચાર્લીનું ઉમરાવ-પદ વારસામાં મળશે.” “વારસામાં મળશે નહિ.” કેમ ?" કારણ કે, તેને તે વારસે મળી ચૂક્યો છે " મળી ચૂક્યા ?" “જુઓને જરા માથું ફેરવીને; બરની પાટલી ઉપર આવીને એ બેસી પણ ગયો છે.” બીજા બે ઉમરાવે વચ્ચે આ પ્રમાણે વાત ચાલી - “પેલો બિચારો ગધેડો બન્યો !" “કોણ ગધેડો બન્યું ?' ડેવિડ ડિરી-ઈર.” કેમ કરીને ?" અને પેલી તુંબડી મળી આવવાની વાતથી માંડીને બધી વાત તેણે પેલાને કહી સંભળાવી. ડી વારમાં ડચેસ જેસિયાનાએ નામદાર રાણીને લખેલા ત્રણ લીટીના એક પત્રની નકલે હાથે હાથ ફરવા લાગી. તે પત્ર નીચે મુજબ હતું ? Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉમરાવ–સભામાં 255 મૅડમ, આપે જે નવી વ્યવસ્થા વિચારી તે પણ મને પસંદ છે. હવે લોર્ડ ડેવિડને હું મારા પ્રેમી ગણીશ.”—જેસિયાના. આ પત્ર ખરે હતો કે બનાવટી તે તો કેણુ જાણે પણ સૌએ રસપૂર્વક તેને વાંચવા માંડ્યા. એક જુવાન લઈને એ કાગળ વધારે પડતા રસથી વાંચતા જોઈ, બીજો અલે તેની સામે જોઈને હ. પેલે તરત બોલ્યા, “વાહ, એ સ્ત્રીને પરણવાનું મને ગમે ખરું !" “શું ડચેસ જેસિયાનાને પરણવાનું તમને ગમે ?" કેમ નહિ ?" કપાળ !" “અરે એને પરણનારે સુખી થઈ જાય !" “બીજા અનેક જણ સુખી થાય ખરા.” “પણ દરેક સ્ત્રીથી સુખી થનારા હંમેશાં અનેક નથી હોતા ?" “ખરી વાત છે; સ્ત્રીને મેળવીએ ત્યારે એકબીજાની એંઠી વસ્તુ જ મળતી હોય છે નવેસર પહેલ કરનાર કઈ હતું જ નથી.” “આદમ બાવા કદાચ હશે.” “એ પણ નહિ; આદમનું તે નામ જ ગવાય છે; બાકી, માનવને ખરો બાપ સેતાન જ છે; મા ઈવ ખરી.” પણ હવે રાણના પતિનું વર્ષાસન વધારી આપવાની બાબતમાં મત આપવાનું કહેવા રાણીજીના પ્રતિનિધિ તરીકે ત્રણ કમિશ્નર ઉમરાવ-સભામાં વિધિસર દાખલ થયા. * પ્રથમ આમની સભામાં પસાર કરેલાં અને ઉમરાવોએ મંજૂર Page #284 -------------------------------------------------------------------------- ________________ 256 લાફિંગ મૈન રાખેલાં પાંચ બિલ શાહી મંજૂરી માટે ગયેલાં તે વાંચી સંભળાવવમાં આવ્યાં. પહેલું બિલ રાણીએ હૈપ્પન-કોર્ટના પિતાના રહેઠાણુમાં સુધારાવધારા કરાવવા ખર્ચ કરેલા દશ લાખ પાઉંડની મંજૂરીનું હતું. એ વાંચી સંભળાવીને પાર્લમેન્ટના કારકુને ખાલી રાજ-સિંહાસન તરફ વળીને નમન કર્યું. બીજું બિલ નાગરિક-સેનામાં મફત કામગીરી બજાવવા ના પાડનારને કેદ અને દંડની સજાનું હતું. ત્રીજા બિલમાં “આપણા પવિત્ર ધર્મની જરૂરિયાતો” પૂરી પાડવા માટે બે બિશપ-જાગીરની આવક વગેરે વધારવાની જોગવાઈ હતી. ચોથા બિલમાં બજેટમાં થડા નવા કરવેરા જાહેર કરવામાં આવ્યા હતા; જેમ કે, માર્બલ-પેપર ઉપર, ભાડાની ઘોડા-ગાડીઓ ઉપર, બારિસ્ટરો- ઍટની અને સોલિસિટરો ઉપર (માથાદીઠ 48 શિલિંગ), કમાવેલાં ચામડાં ઉપર, સાબુ ઉપર દારૂ ઉપર, આટા ઉપર, જવ ઉપર, પાશ્ચમ તરફથી આવતાં જહાજોના માલ ઉપર (ટન દીઠ છ ફાંક), પૂર્વ તરફથી આવતાં જહાજોના માલ ઉપર (ટન દીઠ અઢાર ફાંક). એ બધા કરે સામે જુદા જુદા વેપારધંધાવાળાઓએ વાંધો ઉઠાવ્યો હોવા છતાં, બિલમાં જણાવ્યું હતું કે, “રાજની જરૂરિયાતો પ્રથમ વિચારવી જોઈએ; વેપારીઓના વાંધા તે પછી.” ઉપરાંતમાં ચાલુ માથા-વેરો ચાર શિલિંગ વધારવામાં આવ્યો હતો. પાંચમા બિલમાં હોસ્પિટલમાં દાખલ થનાર દરદીએ દાખલ થતા પહેલાં, તે મરી જાય તો તેની દફનક્રિયા માટે એક પાઉન્ડ, જમા કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. પછી લોડ-ચાન્સેલરે, રાણીજીના પતિનું વર્ષાસન એક લાખ પાઉંડ વધારી આપવાના બિલ ઉપર ઘણું દિવસ ચર્ચા થઈ ગઈ Page #285 -------------------------------------------------------------------------- ________________ જૅમ્સ નદી ઉપર રહેઠાણાવાળા પુલ. Page #286 -------------------------------------------------------------------------- ________________ ઈંગ્લેંડના ધરડા ઉમરાવ –ઍરને. Page #287 -------------------------------------------------------------------------- ________________ ઉમરાવ સભામાં 257 હોવાથી હવે મત-પ્રદાન કરવા વિનંતી કરી. તેણે જણાવ્યું કે, દરેક લૉર્ડનું નામ દેવામાં આવે, એટલે તેમણે ઉઠી, “રાજી” કે “ના-રાજ” એટલું બોલવાનું રહેશે; તથા તેમને પોતાના મતનાં કારણ અંગે કાંઈ બેલવું હશે તે બોલવાની છૂટ રહેશે. કારકુન હવે એક પછી એક નામ બેલવા લાગે– “માય લૈર્ડ જૈન, બૅરન હાર્વે.” એક બુટ્ટા ઉમરાવ ઊભું થયું અને બે “રાજી.” “માય લેડ, ફ્રાન્સિસ સમુર, બેરન...” * રાજ.” “માય લંડ જોન લેસન, બેરન . . ." રાજ.” એમ ચોથું-પાંચમું-છઠ્ઠ-સાતમું નામ દેવાઈ રહ્યું એટલે આઠમું નામ આવ્યું– “માય લોર્ડ ફઈન ફ્લેખ્યાલ, બૅરન, ફ્લેખ્યાલ અને હંટરવિલ.” ડ્રિનપ્લેઈન ઊભું થય; તે બેલ્યો " ના-રાજ.”બધાનાં માથાં તે તરફ વળ્યાં. વિનપ્લેઈને બને તેટલી કોશિશ કરીને પિતાના હસતાં દેખાતા મોં ઉપર ગંભીરતાને ભાવ લાવવા પ્રયત્ન કર્યો હતો. પણ તે ભાવ વધુ લાંબે વખત પિતાના મોં ઉપર તે રાખી શક્યો નહિ; અને ઊલટો તે વધુ વિ દૂ૫ દેખાવા લાગ્યો. એ માણસ કેણ છે ?" ચોમેરથી બુમાટે ઊઠશો. આ માણસને ઉમરાવ-સભામાં કોણે પેસવા દીધું છે? તેને બહાર હાંકી કાઢો.” અલ્યા તું કોણ છે? અહીં ક્યાંથી આવ્યા ?" 17 Page #288 -------------------------------------------------------------------------- ________________ 258 લાફિંગ મેન ગ્વિનપ્લેઈને જ બધાને જવાબ આપ્યો, “ઊંડા અંધારેથા હું આવ્યું છું અને હું દુઃખાત્મા છું. મારે તમને બે શબ્દો કહેવા છે. તમે લેકે અતિ ઊંચા આસન ઉપર ગોઠવાયા છે. ભલે, ઈશ્વરે એ માટે પણ કંઈ પ્રયોજન વિચાર્યું હશે. તમને સત્તા, વૈભવ, સુખ, પ્રભાવ, અબાધિત હકૂમત, નિવિદા ઉપગ અને બીજા બધા પ્રત્યે તદ્દન વિસ્મૃતિ પ્રાપ્ત થયાં છે. પણ તમારી નીચે કંઈક છે, એ ન ભૂલતા. તમારી ઉપર પણ કદાચ કંઈક છે. લૉર્ડ સાહેબ, હું તમને કંઈક નવા સમાચાર કહેવા આવ્યો છું, અને તે એ કે, માનવજાત નામની વસ્તુ અસ્તિત્વ ધરાવે છે.” વિનપ્લેઈન હવે કંઈક જુસ્સામાં આવી ગયે હતો. સભા સમક્ષ બેલતા હે, ત્યારે તમે સૌ શ્રોતાજનોથી ઉપરને સ્થાને આપેઆ૫ પહોંચી જાઓ છો. જાણે બધા આત્માઓના શિખર ઉપર વિનપ્લેઈનના ચિત્તમાં જાણે પ્રકાશના ચમકારા ઝબકવા લાવ્યા. આજુબાજુના કેટલાક ઉમરાવો મશ્કરીમાં બોલી ઊઠયા, “સાંભળો ! સાંભળો !" શ્વિનપ્લેઈને અકળાયા વિના આગળ ચલાવ્યું– ઉમરાવ બહાદુરે, આપ લે કે મોટા અને તવંગર છે. બહુ જોખમકારક વાત ! તમે લેકે અંધારાને લાભ ઉઠાવી રહ્યા છે. પરંતુ, સાવધાનપ્રાતઃકાળ નામની ચીજ છે. દિવસને આવતા રોકી શકાતો નથી. તે આવશે જ - આવી રહ્યો છે. સૂર્યને ગોફણમાં ઘાલી આકાશમાં ફંગોળતાં કોણ રોકી શકશે ? સૂર્ય, એટલે માનવમાત્રને અધિકાર. તમે માત્ર હકદાર છે –અધિકારી નથી. ઘરને ખરે માલિક આવીને બારણું ઠોકશે, ત્યારે શું કરશો ? તમારા હકને પિતા કોણ છે? કેવળ ખુશનસીબી. અને તમારા એ હકથી શું નીપજે છે? દુરુપયેગ. પણ ખુશનસીબી તથા દુરુપયોગ એ બંને કાયમી Page #289 -------------------------------------------------------------------------- ________________ ઉમરાવસભામાં 259 ચીજો નથી. તમને લેકેને ચેતવવા આવ્યો છું - તમારા સુખના જોખમને પ્રગટ કરવા. તમારું સુખ બીજાના દુઃખ ઉપર ઊભું થયેલું છે. તમારી પાસે વધું જ છે; પણ એનું મંડાણ લોકોના “કશું નહિ” ઉપર થયેલું છે. ઉમરાવ બહાદુરે, હું જાણું છું કે, હું બહુ નબળા વકીલ છું. પરંતુ ઈશ્વર પોતે આ દરિદ્ર લેકને આખરી વકીલ છે. હું તે એ ઈશ્વરના ધીમા અવાજ રૂપે આવ્યો છું. તમારે મને સાંભળછે જ પડશે, મારે જે કહેવું છે, તેના બેજથી હું લચી પડું છું. ક્યાંથી કહેવાની શરૂઆત કરવી એ મને સમજાતું નથી. તમને નવાઈ લાગે છે; મને પણ તેટલી જ નવાઈ લાગે છેઃ ગઈકાલે તે હું એક ગરીબ કંગાળ ખેલાડી હતો; આજે હું તેંડ લૅન્ચાર્લી કહેવાઉં છું. મારું ખરું નામ ગ્વિનપ્લેઈન છે. એક રાજાએ મને તમો બધામાંથી તોડીને અળગે કરી દીધે હતો. અને એનું કારણ શું હતું ? - કશું જ નહિ - એ રાજાની ખુશમરજી ! તમારામાંના ઘણું મારા પિતાને ઓળખતા હશે; જોકે તો કદી એમને જોયા નથી. ઈશ્વર જે કરે છે તે સારા માટે જ કરે છે. મને અંધારખીણમાં ફગાવી દેવામાં આવ્યું, તેનું શું પ્રયોજન હશે ? એ જ કે હું તેને તળિયું તમો સૌ માટે જોઈ લાવું. હું એ અગાધ ઊંડાણમાં ડૂબકું મારીને આવ્યો છું, અને તળિયેથી સત્યરૂપી મોતી લાવ્યો છું. એ સત્ય તમારે સાંભળવું જ પડશે. “ઉમરાવ બહાદુરો, દુઃખ એ કંઈ પોકળ શબ્દ નથી. દરિદ્રતા એમાં તે હું ઊછર્યો છું. શિયાળો -- હું તેમાં કંયો છું. દુકાળ - મેં એને સ્વાદ ચાખ્યો છે. તિરસ્કાર - મેં એ વેક્યો છે. પ્લેગ - હું તેને ભેગ બને છું. શરમ –મેં તેનું પાન કર્યું છે, અને એ બધું હું તમારી આગળ અત્યારે એકી બતાવવાને છું. Page #290 -------------------------------------------------------------------------- ________________ 260 લાફિંગ મેમ “અહીં આવવામાં હું આનાકાની કરતે હત; કારણ કે મારે અન્યત્ર મારાં કર્તવ્ય બજાવવાનાં છે, અને મારું હૃદય અહીં નથી. મારા અંતરમાં જે કંઈક ઘટના ઘટી છે, તેની સાથે તો સૌને કશી લેવાદેવા નથી. તમે જેને રાણી કહે છે, તે સ્ત્રીના કહ્યાથી જ્યારે કાળા દંડવાળો છડીદાર મને તેડવા આવ્યા, ત્યારે મને ના પાડવાને. જ વિચાર આવ્યો હતો. પણ ઈશ્વરના ગુપ્ત હાથોને પ્રેર્યો હું તેની આજ્ઞાનું પાલન કરવા અહીં આવી પહોંચ્યો છું. ઈશ્વરે જાણે વધારે પડતું ખાનારાઓની આગળ, ભૂખ્યાઓની કહાણું કહી સંભળાવવા જ મને એ કંગાળની વચ્ચે નાખ્યું હતું. માટે તમારી જાત ઉપર દયા લાવો ! તમે કેવી જોખમકારક દુનિયામાં જીવી રહ્યા છો, તેનું તમને ભાન નથી. તમે સાચી દુનિયાથી એટલા ઊંચા રહે છો કે, ત્યાંનું કશું તમને દેખાતું નથી કે સંભળાતું નથી. પણ એ બધું અને તમે સૌ એ ભભકતા અગ્નિ ઉપર પલાંઠી વાળીને બેઠેલા છે !" આ વખતે લાગણને ડૂમો ભરાઈ આવવાથી વિનપ્લેઈનના મેં ઉપરને ગંભીરતાને ભાવ દૂર થતાં તેનું વિકટ હાસ્ય સોળે કળાએ ચમકી ઊઠયું. તરત સભામાં ચારે બાજુ ખડખડાટ હાસ્ય ફેલાઈ ગયું. એ હાસ્ય તુચ્છકારનું - તિરસ્કારનું હતું. “બ્રે, વિનપ્લેઈન !" “બ્રે, લાફિંગ મેન !" " બ્રેવો, ગ્રીન-કસનું ભૂંગળું !" “બ્રેવ ટારિષ્ન-ફીલ્ડનું ડુક્કર !" “તું અહીં તારા મેંને ખેલ બતાવવા આવ્યો છે, કેમ ? ઠીક ઠીક !" “માળું જાનવર હસે છે કેવું ?" “લોર્ડ વિદૂષક, તમને સલામ !" “ચલાવો, આગળ ભૂંકવા માંડે !" “આ તે ઇંગ્લેન્ડને ઉમરાવ છે ?" લૉર્ડ ચાન્સેલર જરા અકળાવા લાગ્યા. Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉમરાવ સભામાં 261 4િનપ્લેઈન હવે ઈ છેડાયો. તે મોટેથી બોલ્યો - “તો શું તમે માનવદુઃખને અપમાનિત કરવા માગો છો, કેમ ? ઇંગ્લેંડના ઉમરાવો, ચૂપ રહો ! તમે તે ન્યાય ચૂકવનારા છો ને ? તે મારી વકીલાત સાંભળો તો ખરા ! હું તમને દયા લાવવા કહું છું, પણ તે તમારી જાત ઉપર ! જોખમમાં કોણ છે? તમે પોતે ! તમે શું જોઈને હસી રહ્યા છો ? ઈશ્વરે તમને ત્રાજવામાં મૂકી તોળવા માંડ્યા છે. કંઈક વિચાર તે કરો. તમે લેકે ખરેખર દુષ્ટ માણસ નથી. બીજા જેવા જ તમે પણ છે - નહિ સારા, નહિ ખરાબ. તમે તમારી જાતને ઈશ્વર માની બેઠા છો; પણ તમારું ઈશ્વરપણું બીમાર થઈ મરવા પડ્યું છે, તે તે જુઓ. દલિત લેકે અને તેમનું દલન કરનારાઓ સરખા જ માનો છે. તમારા પગ તેઓનાં માથાં ઉપર છે, એટલું જ. પણ એ તમારો વાંક નથી. એ સમાજરચનાને વાંક છે. ઇમારત ખરી રીતે રચાઈ છે, એટલું જ. ઉપરના માળનું વજન નીચેના માળને ભૂકો બોલાવી રહ્યું છે. પણ તેથી ઉપરને માળ પણ બેસી પડવાને ને ? એટલે હું કહું છું કે, તમે મોટા છે, તે નમ્ર બને. દયા ધારણ કરે; દલિત લેકેનાં દુઃખે સામે નજર તે કરે ! એ દલિત લેકે બધા દેષિત નથી. તેઓ ત્યાં નીચે છે, તે પણ તમે ઉપર છે એવી જ રીતે ! તેમાં તેમને પણ કશે વાંક નથી. તેથી તમને કહું છું કે, તેઓનાં દુઃખને વિચાર તે કરે. તેમને પ્રકાશ મળતો નથી, હવા મળતી નથી, તેમને આશા નથી અને છતાં તેઓ કશી અપેક્ષા તો રાખે જ છે - અને એમાં તમારે માટે જોખમ રહેલું છે. તમે પોતે જ તેમની મૂક વેદના - કરુણ પરિસ્થિતિ સમજવાને પ્રયત્ન કરો. કારણ કે, તમે એ કાદવથી બહાર છે. તે બધાં પણ માનવપ્રાણીઓ છે, માત્ર મૃત્યુમાં જીવે છે, એટલું જ. તેમનામાં આઠ આઠ વર્ષની છેકરીઓને વેશ્યાવૃત્તિ શરૂ કરવી પડે છે, અને Page #292 -------------------------------------------------------------------------- ________________ 211 લાફિંગ મેન વીસ વર્ષે તે તે બુઠ્ઠી થઈને મરી જાય છે. અરે એ બધું તમે જુઓ અને જાણે તે તમારું સુખ અલેપ થઈ જાય ! કોલસાની ખાણમાં કામ કરતા મજૂરે, પોતાના પેટને ખાડો પૂરવા કોલસા ચાવે છે, એ તમને ખબર છે ? લંકેસ્ટર પરગણાનું રિબલચેસ્ટર એક શહેરમાંથી કંગાળ ગામડું બની રહ્યું છે, તેની તમને ખબર છે ? - અને એના લાર્ડ અહીં તમારામાં જ વિરાજે છે. એટલે હું માનું છું કે, પ્રિન્સ યોર્જ ઓફ ડેન્માર્કને - રાણીજીના પતિને એક લાખ વધુ ગિનીની કંઈ જ જરૂર નથી. તેના કરતાં તે દવાખાનામાં દાખલ થતા ગરીબ દરદી પાસે તેની દફનક્રિયા માટેની રકમ પહેલેથી માગવાની ક્રૂરતા દૂર કરે. સ્ટેફોર્ડ પરગણામાં નર્યો ભેજ છે - પણ પૈસાને અભાવે લેકે એને નિકાલ નથી કરી શકતા. લંકેશાયરનાં બધાં કાપડનાં કારખાનાં બંધ પડ્યાં છે. ક્યાંય કશે રોજગાર રહ્યા નથી. હાલેકના માછીઓ માછલાં ન પકડાય ત્યારે ઘાસ ચાલે છે, તેની તમને ખબર છે ? બટન-લાઝર્સમાં હજુ પણ રક્તપિત્તિયાઓને શિકાર ખેલાય છે, અને તેઓ તેમના ખાડાઓમાંથી બહાર નીકળે, તે તેમના ઉપર ગોળી ચલાવાય છે. તમારામાંના એકના એલબરીમાં દુકાળ કાયમી બની રહ્યો છે. તમે કોવેન્ટ્રીના દેવળને અને તેના બિશપને હમણુ વધુ નાણાં બક્ષ્યાં, પણ ત્યાંના પિન્કિજ ગામનાં ઘરોમાં ખાટલા ન હોવાથી માતાઓ નાનાં છોકરાંને જમીનમાં ખાડા ખોદીને સુવાડે છે. આમ તેમના જીવનની શરૂઆત પારણાથી થવાને બદલે કબરથી થાય છે. ઉમરાવબહાદુરે, તમે જે કરવેરા મંજૂર કર્યા, તે બધા કોણ ભરે છે, ખબર છે ? જેઓ કંગાલિયતથી મરી રહ્યા છે, તેઓ ! તમે તમારી જાતને છેતરી રહ્યા છે. તમે બેટે માગે છે. તમે તવંગરોની સમૃદ્ધિ વધારવા માટે ગરીબોની કંગાલિયત વધારો છે. કામકાજ કરનારા પાસેથી લઈને આળસુને ભરો છો. ગરીબ પાસેથી Page #293 -------------------------------------------------------------------------- ________________ ઉમરાવ–સભામાં 263 લઈને રાજવીને આપે છે. આ બધી બાબતેથી મારું લોહી ઊકળી ઊઠે છે. મારામાં મારા પિતાનું રિપબ્લિકન લેહી વહી રહ્યું છે. હું આપણા કહેવાતા રાજાઓને શાપ આપું છું. અને આ સ્ત્રીઓ પણ કેવી નિર્લજજ છે ! મને એક દુઃખદ કથની જાણવા મળી છે. ચાર્લ્સ બીજાને ધિક્કાર હજે ! મારા પિતાએ ચાહેલી એક સ્ત્રીએ એ રાજાને આત્મસમર્પણ કર્યું - મારા પિતા તે વખતે દેશનિકાલીમાં સબડતા હતા - એ વેશ્યા ! ચાર્લ્સ-૨ પછી જેમ્સ-ર આવ્યું. તે વળી તેના કરતાં વધુ બદમાશ હતો. અને છતાં સન્મ કહું કઈ અનેખી ચીજ છે?—એ પણ એક માણસ જ. છે, અને તે પણ નબળે અને બેઠાખાઉ. એવા માણસને રાજા બનાવ્યાથી શું લાભ? એને રાજ કહીને તમે તેના એકલાના પેટમાં લાખો માણસને પૂરો થઈ રહે તેટલી કિંમતને ખોરાક અને પીણાં ઠાંસ્યા કરે છે - અને તેને લાખો માણસોના જાનમાલને માલિક બનાવે છે. આ બધા તમારા કાયદા પણ એ કચરાયેલા લેકેને વધુ કચરવા માટે જ છે. જરા વિચાર કરે ! એ લેકે મરશે, તે સાથે સાથે તમે પણ મરશે. તમારી જાત ઉપર તમને માયામમતા છે કે નહિ ? તમારી જાતને બચાવવી હોય તે પછી તમે એ બધાને બચાવો. નાવ ડૂબે ત્યારે તેમાંના બધા મુસાફરો એકસાથે જ ડૂબે, એ તો જાણે છે ને ? થોડાકને માટે જ એ હોનારત મર્યાદિત રહે, એમ તે બનતું હશે ? અરે, ખરા કંગાળ તો તમે લેકે છે. જુઓને તમારા કંગાળ રાજાએ હું એક ઉમરાવજાદો હોવા છતાં થોડા પૈસા લઈને મને વેચી ખાધો. મને આશરો તો એક ગરીબ ગણાતાએ જ આપ્યો ! મારે આ અંગછેદ કોણે કરાવ્યો ? એક રાજાએ ! મારા ઘા કોણે રૂઝવ્યા ? એક ભૂખે મરતા ગરીબ. હું લોર્ડ કલૅન્યાલ હતો, પણ મને વિનપ્લેઈન બનાવી મૂકવામાં આવ્યું. મારે સંબંધ મહાન સત્તાધીશે Page #294 -------------------------------------------------------------------------- ________________ 264 લાફિંગ મેન સાથે છે, પણ હું ઊર્યો છું ગરીબમાં. અરે, આ આખી સમાજરચના બેટી છે. એક દિવસે સાચી સમાજરચના અસ્તિત્વમાં આવશે. તે વખતે કઈ ઉમરાવો નહિ હોય, પણ બધા જ સ્વતંત્ર માણસ હશે. કેઈ માલિકે નહિ હોય, પણ બધા પિતાઓ હશે. કયાંય અજ્ઞાન, કંગાલિયત, ભૂખમરો, ગુને, વેશ્યાવૃત્તિ નહિ હોય; કારણ કે, હજુરિયા, દાસ, દાસી, રાજા, ઉમરાવ કઈ નહિ હેયબધે માત્ર પ્રકાશ હશે, કયાંય અંધારું નહિ હેય.” તે વખતે ઘૂંટણિયે પડીને લખે જતા કારકુને તરફ નજર પડતાં, તેમને સંબોધીને તે બોલી ઊઠ્યો : “અરે. તમે આ રીતે શા માટે લખે છે ? ઊભા થાઓ. લખવા માટે એ રીતે ન બેસવું જોઈએ. તમે પણ માણસ છો; ઉમરાવો પણ માણસે છે. તેમની સમક્ષ તમારે શા માટે હીન દેખાવું જોઈએ ?" તરત જ ઉમરાવોએ હવે તુચ્છકાર - અને તિરસ્કાર - દર્શક બુમરાણ શરૂ કર્યું - “બ્રેવો ! હુરરા-આ !" “બસ કર ! બસ કર !" “આગળ ચલાવ! આગળ ચલાવ!” “વાહ, જાનવર છૂટું થઈને માણસે વચ્ચે આવીને ભાષણ કરી જાય, તે જમાને આવ્યો છે ને !" “અરે, આ શાણું ગધેડાને સાંભળે !" ““લેડ ચાન્સેલર, આ બેઠક મુલતવી રાખો !" ઈ, ઈવ, ઇ . ચાર જુવાન ઉમરાવો - હાઈડ, મસ ટરટન ઇંટન અને મોન્ટેગ્યુ - ખાસ બુમરાણ મચાવી રહ્યા હતા, તેઓ પોતે જ હસવામાંથી લગભગ ખસવા ઉપર જ આવી ગયા હતા. હાઈડ (અલ ઓફ રોચેસ્ટર ) બેલ્યો, “તારી બેડમાં પાછો ચાલ્યો જા, શ્વિનપ્લેઈન !" મસ ટાટન (અલ ઓફ થાનેટ) બોલ્યો, “મારે સાલાને, મારે બદમાશને ! " Page #295 -------------------------------------------------------------------------- ________________ ઉમરાવ-સભામાં વાઈકાઉંટ હૈટને ખીસામાંથી એક પેની કાઢીને વિનપ્લેઈન તરફ ફેંકી અને કહ્યું, “આ તારા ખેલની ટિકિટના પૈસા, હવે ભાગ અહીંથી ! " કેટલાય ઉમરાવોએ એ જોઈ તાળીઓ પાડી. રાલ્ફ ( ડચક ઓફ મેન્ટેગ્યુ) તે કેની પંક્તિમાંની પિતાની ૧૯મા નંબરની બેઠક ઉપરથી ઊઠી, અદબ વાળી, ગ્નિનપ્લેઈનની સામે જ આવીને ઊભો અને તુચ્છકારપૂર્વક બોલે, “શું ભસ્યા કરે છે ?" હું તમારું ભવિષ્ય ભાખું છું,વૂિનલેઈન બેલ્ય. પણ પછી તો ધાંધલ તથા બુમરાણ એવું વધી ગયું અને તેની સાથે જુવાનિયાઓનું ગાંડપણુ પણ, કે લાર્ડ ચાન્સેલરને આગળ મત લેવાનું બીજા દિવસ ઉપર મુલતવી રાખવું પડ્યું અને બેઠક પૂરી થયેલી જાહેર કરવી પડી. વિનપ્લેઈને પિતાને મળેલા આ આઘાતથી ચોંકી ઊઠડ્યો. તેના મનમાં હતું કે, પોતે પોતાના અનુભવને આ લેકેને લાભ આપી, કંઈક ઉપયોગી હેતુ સારશે. પણ આ લેકેએ તો તેનું એવું તોછડાઇથી. અપમાન કર્યું હતું કે, તે જોઈને કોઈ પણ સમજણે માણસ ભાંગી પડે. આખો હોલ ખાલી થઈ ગયોતે એકલે જ પિતાની બેઠક આગળ ઊભો રહ્યા. બધી બેઠક અને ફર્નિચર ઢાંકનારા આવ્યા ત્યારે તે પિતાને ટોપ માથે મૂકી બારણમાં થઈ બહાર નીકળે. એક કર્મચારીએ આવી તેના ઉપરથી પાર્લામેન્ટને જો ઉતારી લીધો. પણ તેને તેની ખબર પણ ન પડી. કર્મચારીઓએ બીજું એ પણ જોયું કે, વિનડેઈન રાજસિંહાસનને નમન કર્યા વિના હૈલ છેડી ગયો હતો. Page #296 -------------------------------------------------------------------------- ________________ ભાઈ! ગેલરીમાં હવે કઈ રહ્યું ન હતું. બારણા આગળ નોકરી મશાલ સાથે ઊભા હતા. ઘરડા ઉમરાવો ધીમે ધીમે તે તરફ આગળ વધતા હતા. એ સિવાય બાકીનું મકાન ખાલી થઈ ગયું હતું. વિનપ્લેઈન જ્યારે ઘડાગાડીઓ વગેરે ઊભી હતી એ છેક બહારના ભાગ આગળ પહોંચ્યા, ત્યારે ત્યાંના દ્વાર આગળની એાસરીમાં એક ટોળું જમા થયું હતું અને કશીક તકરાર જેવું જાણ્યું હતું. | દશ બાર જુવાન ઉમરા બહાર જવા માગતા હતા અને એક જણ સામેથી બારણું રોકીને જાણે ઊભો હતો. એ માણસ ટોમ-જિમ-જક હતો. ટામ-જિમ-જક પણ સુંદર પોશાકમાં હતો. અને તલવારની મૂડને વારંવાર પકડતો હતો અને છેડત હતો. તે બૂમ પાડીને બેલત હતા - “હા, હા, મેં કહ્યું કે તમે બધા વાયા છે. પણ હવે હું મારા શબ્દો પાછા ખેંચી લઉં છું. તમે બાયલા નહિ પણ “ઇડિયટ” છે, બસ ! તમે બધા એક જણની સામે તૂટી પડયા એને “કાયરતા' ન કહેવી હોય તે મૂઢતા કહે. તમને એણે બે વાતો કહી; પણ તમારામાં એ સમજવાની પણ શક્તિ ક્યાં હતી ? ઘરડાએ તેમના કાનથી બહેરા છે, અને જુવાનિયા અક્કલથી બહેરા છે. હું તો તમારામાં જ એક છું એટલે તમારે લગતી સાચી બાબત તમને કહી શકું છું. આ નવો આવનારો ઉમરાવ વિચિત્ર માણસ છે, તથા તેણે ઢગલોભરીને અર્થહીન વાત કહી Page #297 -------------------------------------------------------------------------- ________________ ભાઈ ! 267 છે, એ હું કબૂલ કરું છું, પરંતુ તેણે એમાં કેટલીક સાચી વાત પણ કહી નાખી છે. અલબત, એને અરિસ્ટોટલની પેઠે કે મોટા વિદ્વાનની પેઠે બોલતાં ન આવડે, કારણ કે ગઈ કાલ સુધી તે મેળાઓમાં ખેલ કરનાર એક ખેલાડી જ હતો. પણ એ જેટલા શબ્દો બોલે એના સમા ભાગ જેટલા શબ્દો તમે બોલી તો બતાવો ! અને તેણે બર્ટન-લાઝર્સના રક્તપિત્તિયાઓની જે વાત કરી, તેમાં શું ખોટું કહ્યું છે ? આ ઉમરાવ-સભામાં અર્થહીન બેલવાની પહેલ તેણે જ કરી છે, એવું ક્યાં છે ? એ બધું ઠીક, પણ આ સભામાં તમે આટલા બધા ભેગા થઈ એક જણની ઉપર તૂટી પડે, એ જોઈ રહેવા જેવો મિજાજ મારો નથી એ હું તમને કહી દેવા માગું છું. અને તમારી ઉપર ચિડાવા માટે હું આપ નામદારોની પરવાનગી માગું છું , ઈશ્વરમાં હું બહુ માનતો નથી; પરંતુ તે કંઈક સારું કામ કરે ત્યારે તેને ધન્યવાદ આપવા જેટલો હું તેને જરૂર માનું છું. અલબત્ત, તેને પણ સારાં કામ ઘણું વાર કરવાની ટેવ નથી; પણ તેણે ઇંગ્લેન્ડના એક ઉમરાવને એક અંધારા ખાડામાંથી ઉપાડી તેના વારસામાં પાછો આ, તે તેણે સારું કામ કર્યું છે એમ માનું છું. અલબત્ત, મને પિતાને એથી ગેરલાભ જ થવાને છે, એ હું જાણું છું. પરંતુ હું તમને સૌને કહેવા માગું છું કે, ફર્મેઈન કેન્યાલીએ આજે સાચા ઉમરાવને દેખાવ કર્યો છે, અને તમે બધાએ ભાંડભવૈયા જેવો! તેના મે ઢા ઉપર વિદ્રપ હાસ્ય છે, પણ તે કંઈ તેને વાંક નથી, - તેનું કમનસીબ છે. અને કેઈની કમનસીબી ઉપર હસવામાં માણસાઈનથી. તમારા લેકનીક દ્રુપતા તથા ભવૈયા જેવા તમારા પહેરવેશ ઉપર પણ ન હસી શકાય એવું ક્યાં છે ? આ મારા લોર્ડ હેવરશામની રખાતને મેં પરમ દિવસે જોઈ હતી. તેને દેખાવ કેવળ ત્રાસજનક છે. તે ડચેસ છે, પણ વાંદરી છે, એમ સાચું બોલવા ખાતર પણ કહેવું પડે. અને તમે સૌ હસતા અને મજાક કરતા નામદારોને હું ફરીથી કહું છું કે, Page #298 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેના તમને બે વાક્યો દલીલબદ્ધ તથા તર્કબદ્ધ રીતે જિંદગીમાં કદી બોલતાં આવડયું છે ખરું ? આખી જિંદગી બડબડાટ અને પ્રલાપ કરતાં ઘણાને આવડે છે; પણ ભાષણ કરતાં તે કેઈકને જ આવડે છે. તમે તમારા આળસુ પગ આસફર્ડ અને કેમ્બ્રિજ સુધી લઈ ગયા છે, એટલે તમારી જાતને વિદ્વાન માનતા હશે. પણ ગધેડાને પણ કઈ પણ કૉલેજની પાટલી ઉપર ઉપાડીને બેસાડવાં હોય તે બેસાડી શકાય. પણ તેથી તે કંઈ વિદ્વાને ન થઈ જાય. તમે બધાએ હમણાં જ તે નવા લોર્ડ તરફ તુચ્છકાર દાખવ્યો છે. પણ હું તમારે બદલે તેના જેવો થાવા તૈયાર છું ! હું તે જગાએ હાજર હતા, અને મેં તેની વાણી સાંભળી છે. તમે બાવા તેની વાત સાંભળવાને બદલે તેની મશ્કરી કરતા હતા. પણ મને તે બાબતની ચીડ ચડી છે. અને હું જ્યારે ચિડાઉં ત્યારે માત્ર શબ્દો બોલીને કે પિકારે કરીને બેસી રહેવામાં માનતા નથી. ઉમરાવસભામાં આપણે વાત કરવા અને વિચાર કરવા ભેગા બેસીએ છીએ. તેને બદલે તમે લોકોએ કેવળ ધાંધલ મચાવ્યું હતું. એક શ્રાતા તરીકે તમે મારું અપમાન કર્યું છે, એમ હું માનું છું, અને તેથી હું અહીં આવીને ઊભો છું કે મારી મરજી તમારામાંના થોડાકને ઓછા કરવાની છે. એય ટફટન, સૈજ, ચાર્સ સ્પેન્સર, લોરેન્સ હાઈડ, ગ્રે, કેરી હડૂસન, એક્રીક, રેકિંગહામ, રોબર્ટ ડાસીં, વિલિયમ, રાફ વગેરે બધા, તથા બીજા પણ જેમને મરજી હોય, તે બધાને હું ડેવિડ ડિરી-મેઈર પડકાર કરું છું કે, તમે એક એક અથવા બધા સામટા મારી સાથે દ્વયુદ્ધ ખેલવા આવી જાઓ અને તમારા સ્થળ-કાળ-હથિયાર-ટેકેદારે વગેરે વિગતો જણાવી દે. મને કોઈ પણ સ્થળ, કોઈ પણ સમય, અને કોઈ પણ હથિયાર મંજૂર છે. તમે તમારી જ વાત જણા એટલે બસ. મારે તમારી જાગીર વારસદાર વગરની કરી મૂકવી છે. અને અલ્યા તેંડેલ, તું તે તારા પૂર્વજની પેઠે પાછળ કફન-પેટી પણ ઉપડાવતા Page #299 -------------------------------------------------------------------------- ________________ ભાઈ! આવજે. અને આ લોર્ડ વૈઘન અર્થહીન પ્રલાપ કરવા જેટલું જુવાન છે. પણ લડવા ન બોલાવી શકાય તેટલે ઘરડો છે, એટલે હું તેના ભત્રીજા રિચાર્ડ વઘનને તેને બદલે લડવા બોલાવીશ. અને આ મારો પડકાર છે, ઉમરાવ બહાદુરે. હવે તમારે ઘેર જઈ ભૂવાજોગીના જે આંતરમંતર, માદળિયાં-તાવીજ વગેરે તૈયાર કરાવવાં હોય તે કરાવીને વેળાસર આવી જજો. જેમના આશીર્વાદ લઈને કે શુકન જોઈને આવવું હોય તેને મારે વાંધો નથી. પણ હું તે તમે જ્યાં હશે ત્યાંથી ખળીને પૂરા કરીશ, એ નકકી જાણજે. જેમને નામ દઈને ઉલેખ્યા છે, એ બધા સાવધાન ! તમારામાંથી જેમને મૂઠ સુધીની મારી તરવાર ગળવી હશે તેમની ઈચ્છા હું પૂરી કરીશ. મર્યા બાદ જેમને પોતાની જે જાગીરમાં કે જે બગીચામાં દટાવું હશે તે બાબતની વ્યવસ્થા પણ હું કરી આપીશ. પણ હું તમે નામદારને જણાવવા રજા લઉં છું કે, ખાલી તુમાખી કર્યું મારી સાથે નહિ ચાલે. મારે તમને સજા કરવી છે, અને તે શા માટે, તે મેં તમને જણાવી લીધું છે; પણ ફરીથી જણાવું કે, તમે મારા દેખતાં લોર્ડ ફર્મેઈન ફ્લેખ્યાલનું અપમાન કર્યું છે. તે તમારા સૌ કરતાં શ્રેષ્ઠ છે. કલેખ્યાલ તરીકે તે તમારા જેટલું જ ખાનદાન છે. પણ 4િનપ્લેઈન તરીકે તમારામાં નથી એ અક્કલ તેનામાં છે. એના અપમાનને હું મારું અપમાન ગણી લઈને આ પડકાર કરું છું. તમને બધાને સમજ પડી ? તમને જે હથિયારથી મોત પસંદ હોય તે તથા તેનાં સ્થળ-કાળ પસંદ કરવાની છૂટ છે ! અરે, તમારે રાજવંશીઓ તરીકે તરવારથી લડવું હોય તો પણ હું તૈયાર છું કે રખડતા ભામટાઓ તરીકે મુકામુકકીથી લડવું હોય તો પણ બંદા તેટલા જ તૈયાર છે !" કેટલાક જવાન ઉમરાવો તરત બોલી ઊઠ્યા “કબૂલ! કબૂલ! " - એકે કહ્યું. મને પિસ્તોલ પસંદ છે; બીજાએ કહ્યું મને કટાર તથા ગદા પસંદ છે. કેટલાક બેકિંગ પસંદ કર્યું. Page #300 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન પણ એટલામાં ગ્નિનપ્લેઈન છાંયામાંથી બહાર નીકળ્યો અને આગળ આવી ટામ-જિમ-જેકને સંબોધીને બેલ્યોઃ “મારા અપમાનને તમારું ગણાવીને જે લાગણી તમે બતાવી, તે બદલ તમારો આભાર માનું છું; પણ આ બધી મને પોતાને લગતી બાબત કહેવાય.” દરેક જણ તેની તરફ ફર્યું. લોર્ડ ડેવિડ તરત જ એક ડગલું પાછે ખસ્યો અને બોલ્યો : “શું ? તમે અહીં આવ્યા છે ? બહુ સારું થયું. મારે તમને પણ એક વાત કરી લેવાની છે. થોડા વખત ઉપર સભામાં તમે એક સ્ત્રીની વાત કરી, જે લોર્ડ લિનિયસ કૉન્સાલીની પ્રેમિકા રહ્યા પછી, રાજા ચાલસ બીજાની પ્રેમિકા બની હતી.” “સાચી વાત છે.” તે સાહેબ, તમે મારી માતાનું અપમાન કર્યું છે.” “તમારી માતાનું ? એને અર્થ તો હું ધારતો હતો તેમ એ થયો કે, આપણે બંને—” ભાઈઓ છીએ,” લોર્ડ ડેવિડે જવાબ આપ્યો. પણ પછી તેણે વુિનલેઈનના મેં ઉપર એક તમાચ લગાવી દીધી. આપણે ભાઈએ છીએ, પણ તેથી તે આપણે સમાન હોઈ એકબીજા સાથે લડી શકીએ છીએ. માણસે સરખા સાથે જ લડવું જોઈએ. અને ભાઈ જે સરખો બીજે કણ કહેવાય ? આ મેં તમાચ મારી તે તમે ભાઈ પણાના બહાના હેઠળ લડવામાંથી ખસી ન જાઓ તે માટે ! કાલે આપણે એકબીજાનાં ગળાં કાપીશું; તમે તમારા ટેકેદારને મારી સાથે સ્થળ-કાળ-હથિયાર નક્કી કરવા મોકલજે.” Page #301 -------------------------------------------------------------------------- ________________ અવશેષ સેંટ પૅલના ઘડિયાળમાં મધરાતના ટકોરા પડ્યા તે વખતે એક માણસ લંડનબ્રિજ ઓળંગીને સાઉથવર્કમાં દાખલ થયા. ક્યાંય ફાનસો ન હતાં; કારણ કે લંડનમાં પણ પૅરીસની પેઠે અગિયાર વાગ્યે બધા જાહેર દીવા બુઝાવી નાખવામાં આવતા; - જે કે તે વખતે તેમની ખાસ જરૂર હોય ! જે પહેરેગીરોએ એને જતો જો, તેઓએ તેના ઉમરાવ જેવા પહેરવેશ ઉપરથી માની લીધું કે, કોઈ ઉમરાવજાદાએ અંધારામાં એકલા અમુક જગા સુધી પગે ચાલતા જઈ આવવાની હોડ બકી હશે ! એ માણસ વિનપ્લેઈન હતો, અને તે નાસી છૂટયો હતો. તેના મનમાં એક જ ધખણ હતી : ટંડકટર વીશીના આંગણામાં ગ્રીન-બેકસમાં ડિયા, ઉર્સસ અને હોમ પાસે પહોંચી જઈ, ફરીથી સજીવન થવાની ! તેને તેનું ઉમરાવ૫૬ હવે અકારું થઈ ગયું હતું. વીશીએ આવી, તેણે સંભાળપૂર્વક ટકોરો માર્યો. વીશીને નેકર બહુ ચાલાક માણસ હતો, એમ તે જાણતા હતા. ડાક ટકોરાથી તે જાગી જઈ બારણું ઉઘાડશે એમ તે માનતે હતા. અલબત્ત, વીશી બહાર દી આજે સળગતો ન હતો, એથી તેને નવાઈ તે લાગી હતી. હળવા ટકોરે કઈ એ જવાબ ન આપ્યો, એટલે તેણે પછી Page #302 -------------------------------------------------------------------------- ________________ 2 લાફિંગ મેન બારણું ધમધમાવવા જ માંડ્યું. છતાંય જવાબ ન મળે એટલે તેણે નામ દઈને બૂમો પાડવા માંડી. થાકીને તે હવે આંગણાના દરવાજા તરફ ગયા અને સીધી ઉસ અને હોમો નામ દઈને બૂમો પાડવા મંડ્યો. પણ આસપાસ બહાર પણ સર્કસવાળાનો કે કોઈને પડાવ ન હતો. બધું જાણે ખાલી થઈ ગયું હતું. તેને અચાનક ફાળ પડી. બધા જ એકદમ કયાં અલોપ થઈ ગયા? પણ પછી તો તે બધાની ચિંતા છોડી, તેણે દરવાજે ધણધણાવતાં વારંવાર નિકાલસ, ફિબિ, વિનસ, ઉર્સસ અને હોમોનાં નામ પિકારવા માંડ્યાં. પણ કશો જ જવાબ કક્યાંયથી ન મળે. - હવે તે અંદર પેસીને નજરે બધું જોવાનું જ બાકી રહ્યું. તેણે વીશીની બારીની કાચની એક તખતી તેડી અને અંદર હાથ નાખી સ્ટોપર ઉઘાડી. તેના હાથમાં ભાંગેલા કાચની તીખી ધાર પેઠી અને લેહી નીકળ્યું; પણ તેની પરવા કર્યા વિના તે અંદર પેઠે. અંદર બધું સૂમસામ હતું. પછી તો ગભરાઈને તેણે આંગણ તરફનું બારણું ઉઘાડ્યું. પરંતુ ગ્રીન-બોકસ પણ ત્યાં ન હતી ! તે હવે વીશીની બહાર નીકળી, આખા ટારિ—-ફીલ્ડ ઉપર કઈ કશા સગડ આપનારને શોધી વળે. પણ બારે માસ ભરાયેલું રહેતું આખું ફિલ્ડ આજે નિર્જન હતું; ક્યાંય કોઈ ન હતું એટલું જ નહિ, પણ કોઈના પડાવ જેવું ક્યાંય કશું રહ્યું ન હતું. હવે તે ગાભરે બની શેરીઓ તરફ વળે. ઈસ્ટ-પોઈન્ટ તરફની શેરીમાં દાખલ થઈ તે થેમ્સ નદી પાસે આવી પહોંચ્યો. Page #303 -------------------------------------------------------------------------- ________________ અવશેષ ર૭૩ એક પથ્થરની દીવાલ સીધી નદીના કાળા પાણી સુધી ઊતરતી હતી, ત્યાં આવીને તે થો . તેની આંખો શન્ય જેવી હતી, અને તેનું અંતર તેથી વધુ શન્ય જેવું હતું. પણ એ જગા ઢાળવાળી હતી અને ધક્કા સુધી પહોંચતી હતી, ત્યાં આગળ કેટલાંક જહાજે લાંગરેલાં હતાં. કેટલાંક હમણાં જ આવ્યાં હતાં અને કેટલાંક ઊપડવાની તૈયારીમાં હતાં. પણું હજુ તેમના ખલાસીઓ પિતાની ઊંઘ પૂરી કરતા હોઈ, કશી હિલચાલ જણાતી ન હતી. અલબત્ત, તેમાં બેસનારા મુસાફરો તો કક્યારના ઉપર ચડી ગયા હતા. ડ્રિનપ્લેઈનને તેના ભાઈએ તમાચ મારીને પડકાર્યો હતો. તેને એ કશાની પડી ન હતી; અત્યાર સુધી તે બીજી વસ્તુઓ વિનાનો હતો, પણ પ્રેમ તો તેને મબલક મળ્યો હતો. હવે તે પિતાની જીવનદાયિની એ મૂડી તરફ જ પાછો વળવા માગતો હતો. પણ આ બધાં ક્યાં ગયાં ? તેમનું શું થયું ? તેમનું શું થયું હશે તેની તે ભલભલી કલ્પનાઓ કરવા લાગ્યો. તે બધાને ક્યાંક ઉપાડી જવામાં આવ્યાં છે કે હાંકી કાઢવામાં આવ્યાં છે, એ નક્કી હતું. બાકિંલફેએ તેને કહેલા શબ્દો યાદ આવ્યાઃ એક બારણું બંધ થયા વિના બીજું બારણું ઊઘડતું નથી. અર્થાત, તેને જે ઉચ્ચ સ્થાને લઈ જવામાં આવ્યો હતો, ત્યાંથી તે આ લેકેને સંપર્ક ફરી કદી સાધી ન શકે, એવી પેરવી તો જાણી જોઈને નહિ કરવામાં આવી હોય ? જરૂર, એમ જ થયું હશે. તેને ઊંચે લઈ જવા માટે આ બધાંને છુંદી નાખવામાં આવ્યાં હતાં. અને જેમ જેમ તેને પિતાની ઉન્નતિ આ લોકોને ભોગે સાધવામાં આવી હતી એ વિચાર આવવા લાગ્યો, તેમ તેમ તેને કમકમાં આવવા લાગ્યાં. 18 Page #304 -------------------------------------------------------------------------- ________________ 274 લાફિંગ મન કારણ કે, તેને જે વૈભવ-સમૃદ્ધિનું સ્વપ્ન દેખાડવામાં આવ્યું હતું, તેને તેને પિતાને શું લાભ મળ્યો હતો ? તેને પિતાને બરાબર લોભાવવામાં આવ્યા હતા, અને તે પોતે એ વસ્તુથી લેભા પણ હતા. તે પિતે લેભાયો હતો એટલું જ નહિ, પણ તે વસ્તુનો તેને કેફ પણ ચડ્યો હતો. વિનપ્લેઈન પોતે “ના” કહી શક્યો હોત. પણ કોઈ પણ વખતે તેણે “ના” કહી હતી ખરી ? , આ સ્થિતિ પલટો કોઈ માણસે નહિ પણ ભગવાને કર્યો હતું. પરંતુ તેણે તે સ્વીકાર્યો શા માટે ? વીસ લાખની વાર્ષિક આવક, સાત કે આઠ મટી જાગીરો, દશ કે બાર મોટા મહેલે, શહેરોમાં જુદાં જુદાં ભવને, ગ્રામપ્રદેશમાં કેટલાય કિલા, સેંકડો હજૂરિયા, ટોળાબંધ શિકારી કૂતરા, ઘેડાગાડીઓને આખો કાફલે, શસ્ત્રો, ન્યાયાધીશ અને ધારાના ઘડવૈયા તરીકેના અધિકાર, રાજા જેવો પોશાક, એ બધાના બદલામાં તેણે શું ગુમાવ્યું હતું ?-- ઉસસની ઝૂંપડી અને ડિયાનું સ્મિત ! વૈભવના મોટા મહાસાગરના બદલામાં તેણે સુખનું મોતી હાથમાંથી સરકી જવા દીધું હતું. અરે મૂરખ ! પણ તે ઘડીએ તેને પ્રશ્ન ઊડ્યોઃ મેં આ બધા વૈભવને અસ્વીકાર કર્યો હોત, તો હું સ્વાથી ન ગણાત? કારણ કે આ વૈભવને સ્વીકાર કરવો એ મારું કર્તવ્ય હતું. નાના કુટુંબના વાડામાંથી મોટા કુટુંબના વાડામાં સ્વાભાવિક ક્રમે જવાનું આવે, ત્યારે તે મોટા કુટુંબ પ્રત્યેની પિતાની ફરજોને અસ્વીકાર શી રીતે કરી શકાય ? જેમ જેમ આપણે ઊંચે જઈએ, તેમ તેમ જવાબદારીઓને બેજ પણ માથા ઉપર વધે જ. તે વખતે શું આપણે એ બધું ફગાવી દઈ, પાછાં પગલાં ભરવાં ? Page #305 -------------------------------------------------------------------------- ________________ અવશેષ 275 એટલે વિનપ્લેઈન પિતાના માર્ગમાં આવેલું આ બધું મૂગે મેએ સ્વીકારતો જતો હતે. આપણી પ્રથમ ફરજ કેના પ્રત્યે કહેવાય ? આપણી નજીકમાં નજીક જે હોય તેમના પ્રત્યે, કે આખી માનવજાત પ્રત્યે ? આપણે નાના કુટુંબમાંથી મોટા કુટુંબમાં જતા નથી ? આપણે ઊંયા જઈએ એટલે આપણું હકે જેમ વધતા જાય, તેમ તેમ આપણી ફરજો પણ. આપણે એ બધાને ત્યાગ કરી એ બધા તરફ પીઠ ફેરવવી? અને તેને ઊંચે સ્થાને લાવ્યા બાદ તેની ફરજ તેને શું પિકારીને કહેતી હતી ? એ જ કે, પોતે જે વર્ગમાંથી હમણાં આવ્યું તેનાં સુખદુઃખની વાત આ ઉપરના અસ્પષ્ટ વર્ગોને કહેવી. તેને ઉમરાવ-સભામાં બેલવાને અધિકાર મળ્યા હતા, તે પછી તેણે આ નીચલા વર્ગોનાં દુઃખ, જેને તેને જાતઅનુભવ હતો, તે આ ઉપરના વર્ગોને સંભળાવવાં જ જોઈ એને રાજાઓની મનસ્વિતા તળે છ હજાર વર્ષથી માનવજાત કચરાતી આવી છે. તે પોતે તેને એક નમન | હતું. તે એ કચરાયેલા વર્ગમાંથી નિયતિએ જે તેને પાછો ઉપરના વર્ગમાં સ્થા, તે તેણે તેને લાભ લઈ, એ કચરનારા વર્ગને બે શબ્દ સંભળાવવા જોઈએ કે નહિ ? જે તુંબડીમાં તેનું નસીબ સંતાયેલું હતું, તે તુંબડી પંદર પંદર વર્ષ સુધી દરિયામાં અક્ષત રહી, તે શા માટે ? તેનું કાંઈ પ્રોજન હશે ને ? અને એ પ્રજેન ગ્નિનપ્લેઈનને ઉમરાવ-સભામાં મૂકી આપીને જ ચરિતાર્થ નહેતું થતું ? અને તે પોતે એ ઉમરાવસભાને આ દલિત પીડિત લેકેનાં દુઃખ પ્રત્યે જાગ્રત ન કરે ? નિયતિએ તેને એ માટે તે સર્યો હતો ! પણ, એ બધી કલ્પનાઓનું શું પરિણામ આવ્યું હતું ? તે તદ્દન નિષ્ફળ ગયે હતું - અને કાયમને માટે ! તે પોતે દલિતનું વેર લેવા દોડી ગયો હતો, પણ તે તે ચેષ્ટા-ચાળા કરનાર એક Page #306 -------------------------------------------------------------------------- ________________ 271 લાફિંગ મૅન તુછ ભાંડ જ પુરવાર થયું હતું અને તે તરીકે તેને હસી કાઢવામાં આવ્યો હતો. તે પોતે દલિતેનું મુખ થઈ શકે તેમ નહોતો કારણ; કે, તેનું મુખ જ વિધૂપ કરી નાખવામાં આવ્યું હતું - અને તેથી તે માં આવી મહાન વસ્તુઓ ઉચ્ચારવાને નાલાયક પુરવાર થયું હતું ! રાજાએ તેનું મુખ વિદ્રપ કરાવીને, કાયમને માટે તેને કોઈ પણ મોટું કામ કરવાને માટે નાલાયક કરી મૂક્યો હતો ! રાજાશાહીએ તેના બાપ ઉપર અત્યાચાર કર્યા બાદ તેના પુત્ર ઉપર પણ કાયમી અત્યાચાર કર્યો હતો. આ ઉમરા શાની સામે ગુસ્સે થયા હતા ? અત્યાચાર કરનાર પ્રત્યે ? ના, ના, એ અત્યાચારના પરિણામે તેને જે વિપતા મળી હતી, તે વિદ્રપતા સાથે તે ઉમરાવ-સભાને સંબોધવા ગયો હતો તે સામે ! તેઓએ તેના મુખને કારણે તેના બધા વક્તવ્યને ખેલ જ ગણી કાઢયો હતો. નિયતિએ જે દલિતોના મુખ તરીકે કોઈને નક્કી કર્યો હોય, તે તે પિતે તે નહોતે જ ! તે કાયમને વિદૂષક બની શકે, ઉપદેશક કદી નહિ ! અને ઉદ્ધારક તે કોઈને નહિ ! તે પોતે ઉમરાવોના હૃદયમાં દયા ઊભી કરવા ગયો હતો, પણ તેણે ઊભે કર્યો પિતાની પ્રત્યે જ તુચ્છકાર. તેના શબ્દ તેના વિપ મુખમાંથી નીકળતાં નર્યા વિદ્વતાભર્યા બની ગયા હતા. ઉમરાવ-સભામાં બિશપ હતા; તેણે તેમને ઈશ્વરને નામે સંબોધ્યા : આ કેવી અનધિકાર ચેષ્ટા ? ઈશ્વરનું નામ દઈને બેલિનાર આ વળી કેણુ? ઈશ્વર એ તે બિશપની જ આગવી ઈજારાની ચીજ કહેવાય ! ઉમરાવવર્ગની આગળ તે સત્ય ધરવા ગયા; પણ તેઓ એવા જુદા જ જગતમાં રહેતા હતા, જ્યાં આ લેકેનું સત્ય તેમને માટે માત્ર તિરસ્કાર જ પેદા કરતું હતું - પ્રકાશ નહિ ! અને એ લેકેને વાંક પણ શે કાઢવો ? બહુ તો તેમની દયા લા. તેઓ જે તમારી વાતોથી ગળગળા થાય, તે તેમને પિતાને Page #307 -------------------------------------------------------------------------- ________________ અવશેષ 277 ગાદીત્યાગ જ કરવો પડે ને ? રાજાઓ અને ઉમરાવો તરીકે તેમને જીવવું હોય તે તેમણે બીજી બધી બાબતો પ્રત્યે આંધળા-બહેરા જ થવું રહ્યું. જેને વધારે પડતું ખાનપાન મળે છે, તેની નજર સામે ભૂખમરાથી મરતા લેક હોય જ નહિ. નસીબવાન લેકેએ પિતાનાથી બહારની દુનિયા પ્રત્યે દુર્લક્ષ જ કરવું રહ્યું. તેમના સ્વર્ગના ઉમરા ઉપર તેમ જ નરકને ઊમરા ઉપર આ લેખ જ કોતર જોઈ એ –“બધી આશાઓ પાછળ મૂકે !" સમાજે શરૂઆતમાં જ પોતાની ત્રણ બક્ષિસ તેની આગળ સીધી ધરી દીધી હતી H લગ્ન, કુટુંબ, જ્ઞાતિ. લગ્નમાં તેણે શું જોયું ? વેશ્યાવૃત્તિ. કુટુંબમાં તેણે શું જોયું ? તેના ભાઈ એ તેના મેં ઉપર તમારા મારીને બીજે દિવસે તરવાર સાથે એકબીજાનું ગળું કાપવા નેતર્યો હતો. અને જ્ઞાતિ ? એ જ્ઞાતિએ તેને હમણાં જ હસી કાઢયા હત –ખરાબમાં ખરાબ બહિષ્કાર ! સમાજમાં તે દાખલ થવા ગયો તે પહેલાં તે તે તિરસ્કૃત થયે, અને એની ત્રણ બક્ષિસ તેના પગ નીચેની ધરતીની ત્રણ કારમી ફાટો બની રહી. બધું જ તેની આસપાસ ભાંગીને ભૂકે થવા લાગ્યું હતું. અને તે બધાનું પ્રયોજન પણ હવે શું રહ્યું હતું ? માત્ર હતાશા-નિરાશાતિરસ્કાર. વિનપ્લેઈન પિતાનાં બધાં સારાં પાનાં એક પછી એક ઊતરી ચૂક્યો હતો. જેસિયાના ઉપર તે ડિયા ખેલ્યો, અને તેને એક રાક્ષસી હાથ આવી. કુટુંબના પાન ઉપર તે ઉર્સસને ખેલ્યો, અને અપમાન તેને “હાથ” આવ્યું. ગ્રીન-બૅક્સના રંગ-મંચને તે ઉમરાવ-સભાના પાન ઉપર છે, અને તેને સ્વીકાર પછી ધૂત્કાર હાથ આવ્યા. હમણાં જ તેનું છેલ્લું પાન પેલા નિજન ઉજ્જડ બનેલા મેદાન ઉપર તે ખેલી ચૂકયો હતો. તે હારી ગયા હતા અને હવે તેણે દાવનાં નાણાં ચૂકવવાનું જ બાકી રહેતું હતું. Page #308 -------------------------------------------------------------------------- ________________ 278 લાફિંગ મેન સમાજ એ અપર-મા છે, કુદરત એ સાચી મા છે. સમાજ એ શરીરની દુનિયા છે, કુદરત એ આત્માની. એક કફન તરફ લઈ જાય છે, જ્યાં ઘરમાં તેને અંત આવે છે. બીજી ઉઘાડી પાંખે આકાશમાં ઉડ્ડયન કરાવી ઉષ:કાળમાં નવેસર પ્રારંભ કરાવે છે. કુદરત કેવી મમતાળ માતા તેને માટે નીવડી હતી ! તેની પાસેથી બધું હરી લેવામાં આવ્યું હતું - તેને ચહેરો સુધ્ધાં. પણ કુદરતે તેને બધું પાછું મેળવી આપ્યું હતું; તેને ચહેરે સુધ્ધાં ! કારણ કે કુદરતે તેને એક સ્વર્ગીય અંધ છોકરી મેળવી આપી હતી જે તેની બાહ્ય વિદ્રુપતા નહોતી જોતી, પણ તેનું આંતરિક સૌંદર્ય જ જતી હતી. અને તે પોતે ડિયાથી છૂટા પડી ચાલી ગયો હતો ! ડિયા તેનું ર્વસ્વ હતી, તેની પત્ની હતી - તેથી પણ વધુ - તેને પ્રકાશ હતી. તેના વિના અત્યારે તેને બધું ખાલી તથા શૂન્યરૂપ બની ગયું હતું. ડિયા જતાં તેનું શું બાકી રહ્યું હતું ? તેની પોતાની જાત કહી શકે એવું શું જીવંત રહ્યું હતું ? તો પછી પિતાના પ્રાણરૂપ ડિયાથી તે એક ક્ષણ પણ જુદો શી રીતે પડયો ? સૂર્યને લઈ લો એટલે પછી શું બાકી રહે ? ખાલી અવકાશ ! નરી પિકળતા. અને તેની સરખામણીમાં પિલી જેસિયાના શી ચીજ હતી ? એ ભયંકર સ્ત્રી - એક જાનવર ! અને તેનું ઉમરાવપણું કેવું કદ્રુપ હતું ? તેને તાજ કેવો ભયંકર હતો ? તેને જન્મે કેવો ત્રાસરૂપ હતો ? પેલા મહેલ કેવા ઝેર રૂપ હતા ? અરે ત્યાંની હવા પણ કેવી રોગિષ્ઠ અને પાગલ બનાવી દેનારી હતી ? તેની સરખામણીમાં ખેલાડીનાં તેનાં સાદાં કપડાં કેવાં ભવ્ય હતાં? ગ્રીન-બૅકસનું ડિયા સાથેનું જીવન કેવું રળિયામણું, કેવું સુખપૂર્ણ, આનંદપ્રદ હતું ? અને તેના અંતરમાંથી દૂ કર “ડિયા !" “ડિયા ! એવો પિકાર ફાટી પડવા લાગ્યો. Page #309 -------------------------------------------------------------------------- ________________ અવશેષ 279 વિનપ્લેઈન હવે પેલી દીવાલની કિનાર ઉપર હાથ મૂકી નદી તરફ જેવા લાગે. ત્રણ રાતેથી તે ઊંચે ન હતું. તેનું મગજ હવે બહેર મારી ગયું હતું. તેણે હવે પિતાને કેટ ઉતારી નાખ્યું અને ગડી કરીને કિનારી ઉપર મૂક્યો. પછી પિતાનું જાકીટ તેણે ઉતારવા માંડયું. તે વખતે તેના હાથને કશી કઠણ વસ્તુ અડકી. ઉમરાવ-સભાના લાઈબ્રેરિયને આપેલી લાલ ચોપડી તે હતી. તેણે તે બહાર કાઢી અને તેમાંથી પેન્સિલ કાઢીને ખાલી પાન ઉપર મોટા અક્ષરે લખ્યું: “હું જાઉં છું. મારા ભાઈ, ડેવિડ ભલે મારું સ્થાન લે અને સુખી થાય. નીચે તેણે “ફર્મેઈન લેંન્યાલી, ઈંગ્લેંડને ઉમરાવ” એવી સહી કરી. પછી તેણે જાકીટ પણ કાઢી નાખ્યું અને કેટ ઉપર મૂક્યું. પિતાને ટોપો પણ તેણે જાકીટ ઉપર મૂકયા. પછી પેલી લાલ ચોપડી ખુલી જ એ ટોપામાં મૂકી અને એક પથરે ઉપાડી તેણે ટેપ ઉપર મૂકી દીધે. પછી તેણે અંધારા આકાશ તરફ ઊંચે નજર કરી. તેણે એ દીવાલના એક ખાંચામાં પગ મૂક્યા અને હવે બીજો પગ તેની ટોચ ઉપર મૂકી નદીમાં પડતું જ મૂકવાનું બાકી રહેતું હતું. ભલે ત્યારે,” એમ કહી, તેણે નીચે ઉડા પાણ તરફ નજર સ્થિર કરી. તે જ વખતે તેના હાથને કઈ છભથી ચાટતું હોય તેવી લાગણી તેને થઈ. કંપી ઊઠીને તેણે પણ નજર કરી. હોમે તેની પાછળ તે. Page #310 -------------------------------------------------------------------------- ________________ વગ્રાટ જહાજ ઉપર તું છે, ભાઈ ?" હોમોએ પૂંછડી હલાવી. તેની આંખે અંધારામાં પણ ચમકી રહી. તે વિનપ્લેઈન તરફ જોઈ રહ્યો હતો. હેમે હવે ફરી વિનપ્લેઈનના હાથ ચાટવા લાગે. વિલેઈન ઉપર છેલા અડતાલીસ કલાકમાં ઘણા વજપાત થયા હતા. કદાચ બધા પ્રકારના વજપાતો તેણે ખૂટી ગયા હતા. હવે માત્ર સુખને વાપાત જ તેને માટે બાકી રહેતા હતા શું ? છેક છેવટની હતાશાની કારમી ઘડીએ હમે તેને પ્રકાશરૂપ - આશારૂપ લાગ્યો. પણ હમે હવે પાછા ફરી ચાલવા મંડ્યો હતો - પાછળ જેતે જેતે. જાણે ગ્નિનપ્લેઈન પિતાની પાછળ પાછળ આવે છે કે નહિ તે જોવા માટે. - પણ ક્વિનપ્લેઈન તેની નિશાની સમજી જઈ આપોઆપ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો હતે. ઢાળ ઊતરી વરુએ નદીના વહેણની દિ'માં આગળ ચાલવા માંડ્યું. થેમ્સ નદીના પ્રવાહની કિરી, * મીનની એક સાંકડી પટ્ટી જતી હતી. પચાસેક પગલાં ચાલ્યા પછી થો. થોડે દૂર વળાઓ ઉપર ઊભે કરેલો ધક્કો દેખાવા લાગ્યું. તે ધક્કાને અડીને એક જહાજ ઊભું હતું. તેના તૂતક ઉપર એક ઝાંખું ફાનસ બળતું હતું. ડયા સક, Page #311 -------------------------------------------------------------------------- ________________ ફિલિ અને વિનસ નિરાશ થઈ ઊંધતી ડિયા પાસે બેઠાં છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ હોમ થ્વિનપ્લેઈનને જહાજમાં દોરી લાવે છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ વૈચાટ જહાજ ઉપર 281 વરુએ પાછા વળીને વિનપ્લેઈન છે કે નહિ તેની ખાતરી કરી લીધી અને પછી એ ધકકાના લક્કડકામ ઉપર ઠેકડો મારીને ચાલવા માંડયું. એ ધક્કાના છેડા આગળ એક જહાજ મુસાફરીએ ઊપડવા તૈયાર ઊભેલું હતું. તેના ડામર પડેલા અગ્ર ભાગ ઉપર ધોળા અક્ષરમાં " વોગ્રાટ, રોટરડામ' એ શબ્દો સ્પષ્ટ વંચાતા હતા. એક જ ફલંગ મારી હેમો અને 4િનપ્લેઈન એ જહાજ ઉપર ચડી ગયા. તૂતકનો એ પાછલો ભાગ હતો. તૂતક ઉપર કોઈ ન હતું. જે થોડાક મુસાફરો હતા તે બધા તૂતક નીચેની કેબિનમાં પેસી ગયા હતા, કારણ કે જહાજ ઊપડવાની તૈયારી હતી. અને હવે સવાર થયા વિના તેઓ તૂતક ઉપર નીકળવાના ન હતા. ખલાસીઓ તેમની નાની કૅબિનમાં બેસી વાળું પતાવતા હતા. તેથી બંને તૂતકે ઉપર શાંતિ હતી. હવે પિલી ફાનસવાળી જગા વિનપ્લેઈનને સ્પષ્ટ દેખાવા લાગી. તે ઉર્સસની જૂની પિડાં-પેટી હતી - ખખળી ગયેલી, કટાઈ ગયેલી ! વિનપ્લેઈન બહુ નાનો હતો ત્યારે તે એ પેટીમાં આશરે પામ્યો હતો. બીજે કઈ હોય તે પિતાનું સુખ, પિતાને પ્રેમ, પિતાનું જીવન પાછાં મેળવે ત્યારે તરત જંગલીપણે તેના તરફ દોડી જાય અને તેના ઉપર પડતું મૂકે. પણ શ્વિનઈને તેમ ન કર્યું. તેને બીક લાગી કે, રખેને હોઠે આવેલે સુખને હાલે પોતાની કમનસીબીથી ઢોળાઈ જાય ! એટલે તે એ પેટીની બહાર છે, અને હોમો પિતાની સાંકળ આગળ જઈને બેસી ગયે. પેલી પૈડાં-પેટીમાં કોઈ ન હતું. પણ તેની પાછળ તૂતક ઉપર પાથરેલી સાદડી ઊપર કઈ સૂતેલું હોય એમ લાગતું હતું. અને ત્યાં કઈ ફરતું હોય એવો ઓળો દેખાતો હતે. Page #314 -------------------------------------------------------------------------- ________________ 282 લાફિંગ મેન ગ્રિનપ્લેઈન પૈડાં-પેટીની આ તરફ છુપાઈ રહી, કઈ બેલતું હતું તેના શબ્દો સાંભળવા લાગે. ઉર્સસ જ બેલ હતો; જોકે, તેને અવાજ બહુ બદલાઈ ગયેલો લાગતો હતો, દુઃખથી, થાકથી, હતાશાથી. ઉર્સસ પિતાની ટેવ પ્રમાણે એક જ વાત કરતા હતા - - આ જાતનાં જહાજ બહુ જોખમકારક છે. મેં આ જહાજોની વાતો ઘણું સાંભળી છે. અમારું શું થશે ? અમે હેમખેમ રોટરડામ ઊતરી શકીશું ? આ ઊંઘી ગઈ છે? હા. તે બેભાન છે ? ના. એની નાડ જેરથી ધબકે છે. ઊંઘ એ આરામ છે, કારણ કે તે અંધાપો છે. હે સદ્ગલ, તૂતક ઉપર કઈ ફરતા હો, તો ધીમાં પગલાં પાડજો. અરે, સ્થિર જ ઊભા રહેજે. જરાય અવાજ ન કરતા. પાસે તે આવતા જ નહિ. નબળી તબિયતવાળાનો વિચાર રાખવો જોઈએ અને આ તે તાવમાં પડેલી છે અને બહુ નાની છે. તેને જરા તાજી હવા મળે માટે મેં બહાર લીધી છે. તે આ ચટાઈ ઉપર ગબડી પડી હતી એટલે મેં માન્યું હતું કે તે બેભાન થઈ ગઈ છે. પણ ના, તે ઊંઘે છે. જે તેને ઊંધવા દેશે તે મહેરબાની. અહીં કોઈ બાઈએ હોય તે તેમને પણ એ જ વિનંતી છે. અમે ગરીબ નટ લેકે છીએ. અમારા ઉપર દયા રાખી જરાય અવાજ ન કરજે, એટલું જ હું માનું છું. અને અવાજ ન કરો તે માટે મારી પાસે તમારે કંઈ કિંમત લેવી હશે તો હું ખુશીથી આપીશ. જુઓ, જુઓ, એને કપાળે પરસેવો વળવા માંડશે. અમે ફરીથી કમનસીબમાં સપડાયાં છીએ. પણ જો આ સાજી રહે, તે બીજો કાંઈ વાંધો નથી. હું એકલે આ બધું ગાંડાની પેઠે શા માટે બાલ્યા કરું છું ? એટલા જ માટે કે, તે જાગે તો તેને કોઈ પાસે છે એમ લાગે. આ બાજુ કોઈ ચાલ્યું ન આવે તે બહુ સારું. એ ઝબકી ઊઠે તે તેને બહુ નુકસાન થાય. લેકે આ જહાજ ઉપર Page #315 -------------------------------------------------------------------------- ________________ વાઘાટ જહાજ ઉપર 283 ઊંઘી ગયા છે, એમ હું માનું છું. પણ હેમો કયાં ? આ બધી ધમાલમાં હું તેને સાંકળે બાંધવાનું ભૂલી ગયે. એક કલાકથી મેં તેને જોયો પણ નથી. તે ક્યાંક વાળુની શોધમાં બહાર દૂર ચાલ્યા જશે તે આફત થશે. મારાથી આમ કેમ થઈ જાય છે ? હોમ ! હેમો " તરત હોમોએ પિતાની પૂંછડી ધીમેથી તૂતક પર પછાડી. “ઠીક, ઠીક, તું છે ખરો ! ભગવાનની દયા ! નહિ તે અત્યારે હેમો ખોવાય તો આવી બને. જુઓ આનો હાથ હાલવા માંડો. હે, શાંત રહેજે ! કદાચ તે જાગી ઊઠશે. આજે દરિયે તેફાની નથી, એ સારું છે. સારી હવા રહેશે. આ ફીકી પડી ગઈ છે, તે અશક્તિ હશે. તે લાલચોળ થઈ ગઈ છે, તે તાવ હશે. એ ગુલાબી છે, તે તે સારી હશે. મને બરાબર દેખાતું નથી. આપણે નવેસર આપણું જૂની જિંદગી શરૂ કરવાની છે. હવે આપણે બે જ રહ્યા. આપણે બેએ કામ કરીને તેને સાચવવી પડશે. વાહ, જહાજ ઊપડ્યું ને ! વિદાય, લંડન ! જા, જહન્નમમાં જા, હરામી લંડન !" અને ખરેખર જહાજ ઊપડ્યું હતું. નદી ઉપર વહેણ સાથે જવામાં બીજા ખલાસીની જરૂર નહિ. એટલે એક જ ખલાસીએ લંગર ઉપાડ્યું હતું અને જહાજ નદીના વહેણમાં આગળ વધવા લાગ્યું હતું. ઉર્સસ બધે જતો હતો - “પણ મારે તેને થડે કાઢો પાવો પડશે. નહિ તો તેને લવારી ઊપડશે. જુઓને, તેના હાથના પંજા કેવા થપગ્યા છે ? ભગવાનનો એવો તે અમે શે અપરાધ કર્યો છે ? આ બધું કમનસીબ કેવું ઝડપથી આવી પડ્યું! અનિષ્ટનો વેગ કે કારમો હોય છે ! તમે લંડન આવ્યા. તમે માન્યું, “એ બહુ મોટી ઈમારતોવાળું સુંદર શહેર છે. સાઉથવર્ક લંડનનું સારું પરું છે.” તમે ત્યાં ઠરીઠામ થયા. પણ એ કેવી નાપાક જગા છે ? ત્યાંથી જીવતા છૂટયા તે જ Page #316 -------------------------------------------------------------------------- ________________ 284 લાફિંગ મન ગનીમત ! આજે 30 મી એપ્રિલ છે. મને હંમેશાં એપ્રિલ મહિને અવળે પડે છે. તેમાં પાંચમી અને સત્તાવીસમી એ બે તારીખે જ સારી છે. બાકી ૧૦મી, ૨૦મી, ૨૯મી, અને ૩૦મી એ ચાર દિવસ બહુ કમનસીબ દિવસ છે, એ બાબતની ખાતરી કેટલી બધી વખત મને થઈ છે ? કાલ સવારના તે અમે ગ્રેવુઝ-એન્ડ પહોંચીશું અને કાલ રાતના રેંટરડામ. બસ. પછી આ પડા-પેટી વડે અમે નવેસર પહેલાંની જિંદગી શરૂ કરીશું. આપણે બંને આ પેટી ખેંચીશું, ખરુંને, હેમો ?" હોમોએ પૂછડી સહેજ ટપારીને પોતાની સંમતિ જણાવી. ઉસસે આગળ ચલાવ્યું - “પણ શહેરમાંથી બહાર નીકળ્યા તેમ આ ખેદમાંથી પણ બહાર નીકળી જઈએ તે સારું. હોમ, હજી આપણે સુખી થઈ શકીએ તેમ છીએ. પણ એક જણ નથી એને ઓળો આપણી ઉપર રહેવાને જ. આપણે ચાર હતાં, હવે ત્રણ છીએ. જીવન શું છે ? પિતાનાં પ્રેમ પાત્રોને વિયેગરૂપી શકને પાછળ મૂકેલે ચીલે ! નસીબ પણ આપણું ઉપર કેવાં કેવાં અસહ્ય દુઃખ વરસાવે છે ? અને બુટ્ટા માણસ એકનાં એક રોદણાં રડે ત્યારે લોકે નવાઈ પામે છે. ભલા હેમો, પવન અનુકૂળ છે. એટલે હમણાં જ ગ્રિનવીચ આગળથી આપણે પસાર થઈશું. એટલે કે, છ માઈલ પંથે તો કાપી નાખે. બેટા, ઊંધ્યા કર; ઊંધ્યા કર !" પણ_ દલામાં ડિયાને અવાજ સંભળાયો. વિનપ્લેઈન કાન દઈને સાંભળવા લાગે; અત્યાર સુધી વેઠેલું બધું જાણે એક ક્ષણમાં અલોપ થઈ ગયું. ડિયા બેલતી હતી– તે ચાલ્યા ગયા તે બરાબર હતું. આ દુનિયાને તેમને નહે. માત્ર મારે ઝટપટ તેમની પાસે પહોંચી જવું જોઈએ. બાપુજી, હું માંદી નથી. તમે બેલતા હતા તે બધું મેં સાંભળ્યું છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ વાટ જહાજ ઉપર મને હવે સારું લાગે છે. હું ઊંધતી હતી. પણ બાપુજી, હવે હું જલદી સુખી થવાની છું.” “એટલે બેટા, તું શું કહેવા માગે છે ?" “બાપુજી, તમે એ બાબતને શોક ન કરશો.” પછી જાણે શ્વાસ લેવા તે થોભી હોય તેમ ભીને તે બોલવા લાગી. “ગ્વિનપ્લેઈન અહીં નથી. હવે હું ખરેખર આંધળી થઈ મને રાત શું છે તેની ખબર નહોતી. બાપુજી, રાત એટલે ગેરહાજરી. મને હંમેશા ચિંતા રહેતી કે તે ચાલ્યા તો નહિ જાય. તે આ લોકના માણસ નહોતા. અને જુઓ તે તેમના સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. એ જ અંત આવવાને હતા. આત્મા તો પંખીની પેઠે જ ઊડી જાય. પણ તેમને ક્યાં શોધી કાઢવા તેની મને ખબર છે. મને રસ્તો શોધવાની કશી ફિકર નથી. બાપુજી, મને બરાબર ખબર છે. થોડા સમય બાદ તો તમે તથા હોમોય ત્યાં આવી પહોંચજે. અમે બંને તમારી રાહ જોઈશું.” હોમોએ પિતાનું નામ બેલાયેલું સાંભળી, પૂંછડી તૂતક ઉપર ધીમેથી પછાડી. બાપુજી, તમે તે સમજી શકશે કે, એક વખત શ્વિનપ્લેઈન અહીંથી ચાલ્યા જાય, એટલે મારે અહીં રહેવું હોય તો પણ રહી શકાય નહિ. કારણ કે, શ્વાસ લેવા તે જોઈએ ને. અને તમે પણ અશક્ય વસ્તુની માગણું ન કરતા. હું વિનપ્લેઈનની સાથે આવી હતી, અને ગ્નિનપ્લેઈન ગયા એટલે હું પણ જાઉં છું. કાં તો તેમણે પાછા આવવું જોઈએ, અથવા મારે જવું જોઈએ. અને બાપુજી, મરવું એમાં અધરું કે મુશ્કેલ કશું નથી. અહીંયાં દીવો બુઝાય ને ત્યાં તરત સળગે. આ પૃથ્વી ઉપર હવે રહેવું એ બહુ દુઃખદ થઈ ગયું છે. અને એવડું મોટું દુઃખ લઈને હંમેશ માટે જીવ્યું જાય નહિ. એટલે હવે જ્યાં તારાઓ છે ત્યાં હું ચાલી જઈશ, ત્યાં અમે Page #318 -------------------------------------------------------------------------- ________________ 286 લાફિંગ મેન બંને પરણીશું, અને કદી છૂટાં પડીશું નહિ, ત્યાં બસ પ્રેમ કર્યા જ કરો, પ્રેમ કર્યા જ કરો. અને ભલા પરમેશ્વર પણ પ્રેમસ્વરૂપ જ છે ને !" ઘેડું થોભી તેણે આગળ ચલાવ્યું– “ગયે વરસે આ વસંત સમયે આપણે બધાં ભેગાં હતાં અને કેવાં સુખી હતાં ! આ વરસે આપણે લંડન આવ્યાં, અને બધું કેવું બદલાઈ ગયું ? હું તમને લંડન આવવા બદલ ઠપકે નથી આપતી. બાપુજી, તમને યાદ છે કે, એક દિવસ પેલી મોટી ખુરશીમાં એક સ્ત્રી આવી હતી ? તમે કહ્યું હતું કે, તે ડચેસ છે. હું બહુ ખિન્ન થઈ ગઈ હતી. મને લાગ્યું હતું કે આપણે નાનાં શહેરોમાં રહ્યાં હોત તો સારું હતું. પણ બાપુજી, તમે જ કહ્યા કરતા હતા ને કે, બરફ નીચે દટાઈને મરી ગયેલી મારી માની છાતીએથી વછોડી વિનપ્લેઈન મને લઈ આવ્યા હતા. તો હવે તે ગયા ત્યાં જવાની મને બહુ ઉતાવળ આવી છે, એ વાતની તમને નવાઈન લાગવી જોઈએ. પણ બાપુજી, આ બધું હાલતું કેમ લાગે છે! પૈડાં તે ગડગડ થતાં નથી. જાણે કેઈ હાલતા ઘરમાં હું હોઉં એમ લાગે છે.” બેટી, આ તે જહાજ છે. તારે બહુ બોલ બેલ ન કરવું જોઈએ. અને બેટા, તું બહુ ઉશ્કેરાઈને વધુ માંદી ન પડીશ. આ તારા બુઢ્ઢા બાપુ ઉપર દયા રાખ. બેટી, ગ્નિનપ્લેઈન તને ઉપાડી લાવ્યો હતો પણ મેં તને આશરો આપ્યો હતો ને ? એ વાત પણ યાદ રાખજે. તું જે શાંત પડે ને ઊંઘી જાય તે મને બહુ નિરાંત લાગશે. કાલે તો આપણે હેલેંડના રાટરડામ મથકે પહોંચી જશું. પણ બેટી, આ તું શું કરે છે ? તું કેમ ઊભી થવા જાય છે ? તું શાંતિથી સૂઈ રહેને !" વિનપ્લેઈન હવે ગભરાયા, અને તેણે પોતાનું માથું આગળ નમાવ્યું. Page #319 -------------------------------------------------------------------------- ________________ હું આવું છું, ડિયા ! “બાપુજી, તમારી ભૂલ થાય છે. હું બીમાર નથી કે લવારીએ ચડી નથી. તમે બોલો છો તે બધું મને સંભળાય છે અને સમજાય છે. વિનપ્લેઈન હવે નથી; છતાં તમારી સાથે આવું છું અને ખેલમાં પણ ઊતરીશ. પણ તે હવે અહીં નથી, એટલે બધું કેટલું અંધારું થઈ ગયેલું લાગે છે ?" અંધારું ?" ઉર્સસ થવાને બોલ્યો; “પહેલી વાર આણે એ શબ્દ વાપર્યો !" | વિનપ્લેઈન હવે ધીમે પગલે એ પેટીમાં દાખલ થયે. તેણે પિતાનાં નવાં કપડાં ઉતારી નાખ્યાં અને અંદર ખીંટી ઉપર લટકાવી રાખેલાં પિતાનાં જૂનાં કપડાં પહેરી લીધાં, અને પાછે તે પિતાની સંતાવાની જગાએ આવી ઊભો રહ્યો. . ડિયા હવે “અંધાધૂધી ઉપર વિજય' એ ખેલમાં પિતાને બોલવાનું ગાયન ગાવા લાગી, પણ પછી જ્યારે વિનપ્લેઈનના માથા ઉપર હાથ મૂકવાને આવ્યો, ત્યારે ખુલ્લી જગામાં હાથ ફેલાવતી રડી પડી. તરત જ ગ્વિનપ્લેઈન દેશે અને તેના હાથ નીચે માથું રાખી બેસી ગયો. ઉર્સસ તેને જોઈ જડસડ થઈ ગયો. હું ફરી કદી એમને અવાજ સાંભળી શકવાની નથી.” ડિયા બેલી. Page #320 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મેન પણ તરત જ ક્વિનપ્લેઈનને જાણીને અવાજ તેને સંભળાયો. વિનપ્લેઈને પોતાને ગાવાને ભાગ ગાઈ સંભળાવ્યું. તે જ વખતે તેને હાથ ગ્વિનપ્લેઈનના માથાને અડ્યો અને તરત તે ચીસ પાડી ઊઠી, “ગ્વિનલેઈન !" ગ્વિનપ્લેઈને તેને પિતાના બાહુમાં સમાવી દીધી. “જીવત છે,” ઉર્સસ બોલી ઊઠયા. પણ ડિયાએ તરત પિતાનું માથું ગ્વિનપ્લેઈનના ગાલ તરફ નમાવીને કહ્યું, “તમે નીચે ઊતરી આવ્યા ! આભાર !" ક્વિનપ્લેઈને તેનાં કપડાંને ચુંબનથી છોઈ દીધાં. “હા, હા, હું ગ્વિનપ્લેઈન છું. વહાલી, જેને આત્મા તું છે તે, સાંભળ્યું ? તું જેની બાળકી, પત્ની, તારિકા, અને પ્રાણ છે, તે હું. હું જ . અહીં આવ્યો છું અને તને મારા બાહુમાં ધારણ કરી રહ્યો છું. હું છવ છું અને તારો જ છું. હું તે બધું ખતમ કરવાની અણુ ઉપર આવ્યા હતા, પણ ભલું થજે હેમોનું. તે મને અહીં લઈ આવ્યો. એક ક્ષણની જ વાર હતી. પણ એ બધી વાત હું પછી તને કહીશ. અત્યારે તે તું મને ક્ષમા કર અને મારી સાથે જીવવા કબૂલ થા, હંમેશ માટે. હવે કશી વસ્તુ આપણને છૂટાં પાડી નહિ શકે. હું નરકમાંથી આવ્યો છું, સ્વર્ગમાં ફરીથી. તું કહે છે કે હું ઉપરથી નીચે આવ્યો છું, ના, ના, હું નીચેથી ઉપર આવ્યો છું. હવે હું આવ્યો છું, અને આપણે હંમેશને માટે સાથે રહીશું. આપણે ફરી ભેગાં થઈશું એવું કોણ કહી શકત? પણ બધું અનિષ્ટ પૂરું થયું. હવે આપણે માટે સુખ જ સુખ રહેશે. હવે કમનસીબ આવીને આપણને જુદાં નહિ પાડી શકે. હું બધી વાત તને પછી કહીશ. આપણે હોલેંડ જઈએ છીએ, ત્યાં આપણે લગ્ન કરીશું. હવે કશી પંચાત નથી.” Page #321 -------------------------------------------------------------------------- ________________ હું આવું છું, ડિયા! 289 ડિયા તો આખે શરીરે ધ્રુજતી હતી. તેણે ગ્વિનપ્લેઈનના આખા ચહેરા ઉપર હળવેથી હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું, “ઈશ્વર આવા હાય દરમ્યાન ઉર્સસ હસતે હસતે, આંસુભર્યો મુખે તેમના તરફ જે જેતે એક બાજુ ગણગણવા લાગે –“મને કંઈ સમજાતું નથી. મેં તેને કબરમાં લઈ જવાતો જે હતો. પણ હું પ્રેમમાં પડેલાં જણ જેવો મૂરખ બની રહ્યો છું અને તે બંનેના પ્રેમમાં જ છું ને ! છોકરાંઓ, હું તમને આશિષ આપું છું !" ગ્વિનપ્લેઈન હવે બોલવા લાગે– “ડિયા, તું પણ સુંદર છે. મારું મન છેલ્લા કેટલાક દિવસથી બહાર ભટકવા લાગ્યું હતું. પણ આ દુનિયામાં તારા સિવાય બીજું કોઈ મારું નથી. હું ફરીથી તેને જોવા પામે છું, છતાં હજુ મને જાણે એ સુખની પ્રતીતિ પડતી નથી. પણ તું આ જહાજ ઉપર ક્યાંથી ? શું થયું એ બધું મને કહે જોઉં તમારી બધાની આ વલે કરવામાં આવી ? ગ્રીન-બેકસ ક્યાં ગઈ ? તમને લૂંટી લઈને તેઓએ ભગાડી દીધાં, ખરું ? હું જરૂર એનું વેર લઈશ. તમારા બંનેનું વેર લઈશ. ડિયા, તેઓએ મને જવાબ આપવો. પડશે. હું ઈગ્લેંડને ઉમરાવ છું !" ઉર્સસ આ વાક્યથી એકદમ ચોંક્યા. તે શ્વિનપ્લેઈન તરફ ધારી ધારીને જોવા લાગ્યો. તે બોલ્યો, “એ મરી નથી ગયે, એટલું તે નક્કી; પણ તે ગાંડો થઈ ગયો છે કે શું ?" વુિનલેઈને આગળ ચલાવ્યું– “ડિયા, જરા પણ ફિકર ન કરીશ, હું મારી ફરિયાદ છેક ઉમરાવ-સભા સમક્ષ લઈ જઈશ.” * ઉસસે ફરી તેના તરફ જોયું અને પિતાની આંગળીનું ટેરવું કપાળે પછાયું. Page #322 -------------------------------------------------------------------------- ________________ 290 લાફિંગ મેના જહાજ આગળ વધે જતું હતું. રાત વધુ અંધારી થતી ગઈ. ડાક મોટા તારા દેખાતા હતા, તે પણ બંધ થયા. નદીને બે કનારા તે દૂર દૂર જાણે અલેપ થઈ ગયા. જહાજ દરિયા નજીક પહોંચવા લાગ્યું હતું. અચાનક ડિયા 4િનપ્લેઈનના આલિંગનથી મુક્ત થઈને ઊભી થઈ. તેણે પિતાના બંને હાથ હૃદય ઉપર દાબી દીધા, જાણે કંઈ ખસી જતું હોય તેને રોકવા. - “આ મને શું થાય છે ? આનંદથી મારે શ્વાસ રૂંધાય છેકે શું ? નહિ, કાંઈ નથી. પણ શ્વિનપ્લેઈન, તમે આવીને મને એકદમ એવી ચોંકાવી દીધી ને ! આનંદથી સ્પે. તમે નહોતા આવ્યા ત્યાં સુધી હું જાણે મરવાની તૈયારીમાં જ હતી. પણ તમે આવીને પાછું મને જીવતદાન દીધું. મારા અંતરમાંથી જાણે કશુંક નીકળી ગયું - કદાચ દુઃખ શોકને અંધકાર જ. તમે મને જે નવું જીવન બક્યું છે, તે કેવું અનુપમ છે ? એ એટલું બધું સ્વર્ગીય છે કે જે મારા આ શરીરથી સહન થતું નથી. જાણે મારો અંતરાત્મા બહુ મોટો થઈ ગયું છે, અને મારું આ શરીર તેને સમાવી શકતું નથી. જાણે મારા અંતરમાં કશુંક પાંખ ફફડાવે છે. મને બધું વિચિત્ર લાગે છે, પણ હું બહુ આનંદમાં છું. વિનલેઈન, તમે મને નવું જીવન બક્યું છે.” અચાનક તે લાલ લાલ થઈ ગઈ, પછી ફીકી પડી ગઈ, પછી પાછી લાલ લાલ થઈ ગઈ અને નીચે તૂટી પડી. “અરે રે, તે એને મારી નાખી,” ઉર્સસ બેલ્યો. વિનપ્લેઈને હાથ લાંબા કરી તરત ડિયાને સમેટી લીધી, પણ તે ડિયાની સ્થિતિ જોઈ કંપી ઊઠયા. તે ચીસ પાડી ઊઠયો - “ડિયા, ડિયા ! તને થાય છે ?" Page #323 -------------------------------------------------------------------------- ________________ હું આવું છું, ડિયા! 291 કાંઈ નહિ, કાંઈ નહિ; હું તમને ચાહું છું.” વિનપ્લેઈન અને ઉસસે તેને સાદડી ઉપર સુવાડી, પણ તે ઊંડેથી બોલીઃ “મારાથી સૂતાં સૂતાં શ્વાસ લેવાતું નથી.' તેઓને તેને બેઠી કરી. ઉસંસે કહ્યું, “એક તકિયે લાવો.” ડિયાએ કહ્યું, “વાહ, શું કરવો છે? વુિનલેઈન છે ને.” અને તેણે પોતાનું માથું ગ્રિનપ્લેઈનના ખભા ઉપર નાખી દીધું, અને બોલી, “અહા, કેવું સારું લાગે છે !" ઉસસે તેનું કાંડું પકડી, તેની નાડ તપાસવા માંડી. ડિયાએ એક નિસાસો નાખી કહ્યું, “મને સમજ પડી ગઈ છે; હું હવે બચવાની નથી.” | શ્વિનપ્લેઈન ભયને માર્યો ફીક પડી ગયો; ઉસસે ડિયાને ટેકે આપ્યો એટલે તે એકદમ ઊભો થઈ ગયો. “હે ! તું શું ચાલી જવાની ? એકદમ ? અત્યારે ? અશક્ય. ઈશ્વર એટલે બધે ફર છે શું ? તને એક હાથે આપીને તરત બીજે હાથે મારી પાસેથી છીનવી લેશે ? જે ઈશ્વર ખરેખર એવું જ કરે, તો મને પછી તેના અસ્તિત્વમાં શ્રદ્ધા જ નહિ રહે. તે પછી આ પૃથ્વી, આ આકાશ, બાળકનું પારણું, માની છાતી, માનવ હૃદય, પ્રેમ અને આ બધા તારાઓ - એ બધે ભ્રમ છે, માયાજાળ છે, ફસામણી છે, છેતરામણી છે ! દગલબાજ ઈશ્વર માણસને એ બધી ચીજો બતાવી ફસાવે જ છે. ડિયા, તારે જીવવું જ જોઈએ. તું તારા વતિની વાત નહિ માને ? હું તારે પતિ, તારે માલિક ફરમાવું છું. અને તું ચાલી જશે, તો હું શું પાછળ રહીશ ? ખરે, એ તે સૂર્ય ચાલ્યા ગયા જેવું થાય. ના, ના, તું મને મૂકીને નહિ ચાલી જઈ શકે. મેં તારે શે અપરાધ કર્યો છે ? તું જે ચાલી Page #324 -------------------------------------------------------------------------- ________________ 292 લાફિંગ મૅન જઈશ, તો હું મરણિયો થઈ જઈશ, બદમાશ થઈ જઈશ, પાગલ થઈ જઈશ. બંને હાથ જોડીને હું વિનંતી કરું છું કે, તું ન જઈશ.” વહાલા ગ્નિનપ્લેઈન, એ મારા હાથની વાત રહી લાગતી નથી.” ડિયા, ડિયા, તું મારી વાત સાંભળ. તારા વિના મારું કઈ જ નથી. હું ક્યાં ક્યાં જઈ આવ્યો ને શું શું જોઈ આવ્યો તેની તને કલ્પના નથી. થોડા કલાકમાં જાણે મેં કેટલી જિંદગી પૂરી કરી નાખી. પણ એ બધા અનુભવે એક જ વસ્તુ હું શીખી લાવ્યો છું કે, એ બધું પિકળ છે, મિશ્યા છે. અને તું પણ આ જીવનમાં ન રહે, તો પછી મારે માટે આખા વિશ્વને કશે અર્થ નહિ રહે. મારી ઉપર દયા લાવ. તું મને ચાહે છે, તે મારે માટે જીવતી રહે. ડિયા, મેં તારો કશો અપરાધ કર્યો નથી.” - ડિયાને અવાજ હવે ક્ષીણ થતો જતો હતો. તેનાથી એક એક અક્ષર મહાપરાણે બોલી શકાતે હતે. છતાં તે બોલી, “ગ્વિનપ્લેઈન, આપણે કેવાં સુખી હતાં ! મને, તમારી અંધ ડિયાને યાદ કરજો. જલદી ભૂલી ન જતા. હું જઈશ તો પણ દર રાતે તમે સૂતા હશે ત્યારે તમારે ઓશીકે ગમે ત્યાંથી આવી પહોંચીશ. બધું હવે પૂરું થયું. હું જાઉં છું, પહેલી જાઉં છું એટલું જ, અહા, બાપુજી ઉસ, તથા ભાઈ હોમો કેવા સારા છે ! તમે પણ ઘણું સારા છે. પણ અહીં હવા કેમ નથી ? મારાથી શ્વાસ કેમ લેવા નથી ? આપણે પૈડા-પેટીમાં આપણે કેટલાં બધાં સુખી હતાં ! હજુ આપણાથી વધુ ભેગાં નહિ રહેવાય ? અરેરે, પણ તમે મને ભૂલી ન જતા, પ્રિય !" તેના કંઠમાંથી હવે ભાગ્યે શબ્દ નીકળી શકતો હતો. છતાં પરાણે તે બેલી, “તમે મને ભૂલી જશો? તમે ભૂલી જશે તે હું મરી ગઈ હોઈશ તે પણ દુઃખી થઈશ. તમારા બધાની ક્ષમા માગું Page #325 -------------------------------------------------------------------------- ________________ હું આવું છું, ડિયા! 293 છું. ઈશ્વરે જો ઈછયું હોત તો હજુ આપણો સૌ ભેગાં રહી શક્યાં હેત. આપણે તેના વિશ્વમાં કેટલીક જગા રોકવાનાં હતાં ? બીજા દેશમાં જઈ આપણે ખેલ કરત, અને આજીવિકા મેળવત. પરંતુ ઈશ્વરની મરજી જુદી લાગે છે. મને પણ ખબર નથી પડતી કે શાથી મારે મરવું પડે છે. મેં કદી મારા અંધાપાની ફરિયાદ કરી નથી. તથા મેં કોઈને કશે અપરાધ કર્યો નથી. આંધળી આંધળી પણ મને તમારી સાથે જીવવા દીધી હોત તો હું રાજી રહેત મારે વધુ કશું જોઈતુ નથી. પણ હું જાઉં છું. મારે જવું પડે છે. મને યાદ કરજો, વિનપ્લેઈન, કહો કે ખૂબ યાદ કરશે ! હું મરી જઈશ તો પણ મારે એટલું તે જોઈશે !" થોડી વાર થંભીને તે પાછી બોલી, " તમે પણ બને તેટલા જલદી ત્યાં મારી પાસે આવી પહોંચજો. તમારા વિના ત્યાં જવાનું મને નથી ગમતું. મને ત્યાં વધારે વખત એકલી ન રહેવા દેશો. અરે, ગ્નિનપ્લેઈન ! મારા પ્રિયતમ ! મારે શ્વાસ રૂંધાય છે, એહ !' “દયા, દયા !" વિનપ્લેઈન કોણ જાણે કોને કરગર્યો. વિદાય ! આવજો !" ડિયા ગણગણું. અચાનક ડિયા પિતાની કોણી ઉપર ઊંચી થઈ અને આંખે ઉપર હાથ ફેરવી મધુર સ્મિત સાથે બોલી, “વાહ, પ્રકાશ ! પ્રકાશ ! મને હવે દેખાય છે !" અને તે જ ક્ષણે તે પ્રાણરહિત થઈને ઢળી પડી. મરી ગઈ, " ઉર્સસ બોલ્યો. પછી તેણે ડૂસકાં ખાતાં ખાતાં પિતાનું મેં ડિયાના પગ આગળના ગાઉનમાં દબાવી દીધું; તે લગભગ બેહોશ થઈ ગયે. ગ્વિનપ્લેઈન હવે વિકરાળ બની ગયું. તે ઊભો થયો. તેણે ઊંચે આકાશ તરફ નજર કરી. પછી અંધારામાં કશાકને તે જેતે Page #326 -------------------------------------------------------------------------- ________________ 294 લાફિંગ મેર હોય તેમ તે ધીમે ધીમે તે તરફ ડગલાં ભરતો બંને હાથ હલાવતા આગળ ચાલ્યો અને બોલ્યો, “હું આવું છું, હમણાં જ આવું છું.” તેના મોં ઉપર પણ ડિયાના મોં ઉપર છવાયું હતું તેવું મધુર સ્મિત છવાઈ રહ્યું. આગળ ચાલતા ચાલતે તે છેક કિનારીએ આવી પહોંચ્યા. અને પછી તેણે નીચે પાણીમાં પડતું નાખ્યું. પણ પાણીમાં ધબકે બેલે તે પહેલાં હવામાં જાણે નીચેના શબ્દો ફેલાઈ ગયા, “ડિયા, આ હું આવી પહોંચે !" જ્યારે ઉસ ભાનમાં આવ્યો, ત્યારે તેણે ગ્રિનપ્લેઈનને ન જે. તપાસ કરી, તે હમેને જહાજની કિનારી ઉપર ઊભો ઊભો દરિયા તરફના અંધારા સામું જોઈ ઘૂઘવતે જે. Page #327 -------------------------------------------------------------------------- ________________ વિકટર હ્યુગે વિશ્વસાહિત્યમાં ક્રાંસનું નામ રોશન કરનાર યુગોનો જન્મ ઓગણીસમી સદીના પ્રારંભે ઈ. સ. ૧૮૦૨માં થયો હતો. તે વખતે નેલિયન બોનાપાર્ટીની સરદારી નીચે, કાંસનો વિજય ટંકે, યુરોપ અને આ ક્રિામાં વાગતો હતો. - તેના પિતા, ક્રાંસની તે વખતની અજેય ગણાતી સેનામાં મેટા અફસર હતા. નેપોલિયનના પતન સાથે પિતા અટકાયતમાં ગયા, અને ૧૮૨૧માં માતાનું મૃત્યુ થયું. આથી સૂગ એકદમ નિર્ધન સ્થિતિમાં મુકાઈ ગયો. આ સમયે મહિનાઓ સુધી ખંત અને આત્મશ્રદ્ધાથી તેણે લેખનપ્રવૃત્તિ કરી. - ૧૮૨૭ના અરસામાં સાહિત્યક્ષેત્રે કાંતિકારી વિચારે ધરાવનાર સાહિત્યકારોની કલબ સ્થપાઈ, તેનો ઈંગો નેતા બન્યો. તેણે ઘોષણા કરી કે, કલાને જરીપુરાણી પ્રણાલિકામાં સ્થગિત અને જડ ન થઈ જવા દેતાં, તેને વિકાસલક્ષી અને ગતિવંત રાખવી જોઈએ. કળાનું લક્ષ્ય સૌદર્ય નહિ પણ જીવન હોય. | તેની લોકપ્રિયતા અપ્રતિમ હતી. તેના એંસીમા જન્મદિવસે લાખો નાગરિકોએ તેને હર્ષનાદોથી વધાવી લીધે. ઘગાએ મુખ્યત્વે કાવ્ય, નાટક અને નવલકથાઓ લખી છે. કાંસનો તે શ્રેષ્ઠ કવિ છે અને નાટયકાર પણ છે. તેનું મૃત્યુ ઈ. સ. 1885 માં થયું. મરી મંદિર IH.અમદાવાદ Page #328 -------------------------------------------------------------------------- ________________ પરિવાર પ્રકાશન સહકારી મંદિ૨ લિ. અમદાવાદ -13. - લિંકટરફ્યુગો કૃત Gilsin રHoq ગોપાળદાસ પટેલ