________________ કલેજ મુંકે આતા હૈ હોય કે રાજાના ખાસ માનીતા હોય તેમના નામવાળા પાટિયા ઉપર " ...પ્રિન્સ...–ને માટે " એવું લખે; અને બાકીના બધા ઉમરાવો અને દરબારીઓ માટે પાટિયા ઉપર માત્ર તેમનું નામ જ લખે. ઈંગ્લેંડમાં જેને ઘૂમતી-પેટી મળે, એ રાજાનું ખાસ કૃપાપાત્ર કે નજીકનું–નિકટનું સંબંધી ગણાય. કારણ કે, બીજાં બધાને તો રાજા તરફને કઈ પણ પત્ર દૂત કે નોકર મારફત પહોંચાડાય, ત્યારે આવા ખાસ કૃપાપાત્રના ખાનગી કમરામાં એક ટોકરી સાથેની ઘૂમતી-પેટી મૂકવામાં આવી હોય; રાજા તરફનો પત્ર તો કઈ દૂત જ લાવે; પણ તે ટોકરી બજાવી પેલી મખમલજડિત પેટીની સોનાની તાસકમાં મૂકી, તેને ઘુમાવી દે. એમ એ વ્યક્તિ એ પત્ર સીધેસીધો રાજાજીના હાથમાંથી મળ્યો હોય તેમ લઈ શકે; કઈ નજરે દેખાતા નેકરના હાથમાંથી નહિ! એલિઝાબેથના વખતમાં લિસીસ્ટરને ઘૂમતી-પેટીનું બહુમાન મળ્યું હતું. જેમ્સ-પહેલાના વખતમાં બકિંગહામને; અને રાણું એનના વખતમાં જૈસિયાનાને. લેડી સિયાના મોસમ પ્રમાણે લંડનમાં કે ગ્રામપ્રદેશમાં પોતાને મુકામ ખસેડતી. તે રાજદરબારી ઠાઠમાં જ રહેતી હેઈ, પોતાને ખાસ દરબાર રાખતી. લૈર્ડ ડેવિડ તેના મુખ્ય દરબારી હતા. તે બંને વિવાહિત તો હતાં જ; એટલે નાટક વગેરેમાં સાથે બેસવાની છૂટ સહેજે ભોગવતાં. તે જમાનામાં સરસમાં સરસ બોસિંગ-મૅચ લેખેથ મુકામે આચબિશપ કેન્ટરબરીના મહેલના આંગણામાં થતી. એક વખત એવી મૅચ ગોઠવાઈ હતી. તે વખતે જેસિયાનાએ લાડ ડેવિડને પૂછ્યું, “સ્ત્રીઓને હાજર રહેવા દેવામાં આવે છે કે ? " મધ્યમ વર્ગની સ્ત્રીઓને નહિ,” લોર્ડ ડેવિડે જવાબ આપ્યો. અર્થાત ડચેસ તે ગમે ત્યાં પ્રવેશ પામી શકે. એટલે જૈસિયાનાએ એ મૅચ જોવા જવું જ રહ્યું !