SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ લાફિગ મેં પણ જેસિયાને પુરુષના પિશાકમાં જ ગઈ. તે જમાનામાં ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ મુસાફરી દરમ્યાન એવો પોશાક જ પહેરતી. લોર્ડ ડેવિડ સ્ત્રીને સાથે લઈ ગયા હોવાથી મેચમાં બીજે ભાગ ન લઈ શક્યા; તે સામાન્ય પ્રેક્ષક જ રહ્યા. એ બાસિંગ મેચના પ્રેસિડંટ લેડ જર્મોઈન હતા અને તે મેચ ઉપર ઘણું માનવંત ઉમરાવોએ ભારે ભારે હોડ બકી હતી. બેસિંગ કરનારા બે જણમાને એક આયરિશ હતો અને બીજે સ્કોચ હતો. આમ આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ એ બે દેશે. વચ્ચે જ મારામારીને સોદો હોઈ, હોડની રકમ જ ચાલીસ હજાર ગીનીથી ક્યાંય વધી ગઈ હતી. કોચની ઉંમર ભાગ્યે જ ઓગણીસ વર્ષની હતી; છતાં તેના કપાળ ઉપર મોટો ઘા હતો. આગલે મહિને તેણે એક હરીફની પાંસળી ભાંગી નાખી હતી અને તેના બંને ડોળા કાઢી નાખ્યા હતા. તે મૅચમાં તેને ટેકવનારા બાર હજાર પાઉંડ જીતી ગયા હતા. તેને હરીફ ચાલીસ વર્ષને વિશાળકાય માણસ હતો. તેને પંજો પડે, તે વહાણનું તૂતક તોડી નાખે; પણ તે કેવી રીતે મારવો તેની તેને ખાસ ફાવટ નહોતી. તેના વિશાળ શરીરને લીધે, તેના હરીફને તે એટલી વધુ સપાટી જ પૂરી પાડતે, જોકે તેવા મોટા શરીરમાં પડતા ઘા ઝટ તેને ગબડાવી ન પાડે. મેચ શરૂ થઈ અને પ્રથમ લેહી રેડાયું, એટલે સૌ ઉમરાવે તાળી પાડી ઊઠયા. પેલે આયરિશ જ ઢોરમાર ખાતો હતો. પણ તેના ટેકેદાર ઉમરાવો તેને ખૂબ ઉત્સાહ આપતા હતા, અને તેની માઠી વલે કરાવતા હતા. પેલા સ્કોચે એક વખત નીચા નમી, પિલાની છાતી ઉપર એક ફટકો લગાવ્યો. તે ફટકે ગેરકાયદેસર જાહેર કરવામાં આવે. પણ તેથી પેલાને જે વાગ્યું તે તે વાગ્યું જ. તરત તે ગબડી પડ્યો. પછી તેને નિયત સમયમાં પાછો ઉભો કરવા પ્રયત્ન શરૂ થયા, તેને દારૂ
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy