SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ કલેજા મુહિક આતા હૈ પાવામાં આવ્યું. તેનું લોહી અને પરસેવો લૂછી કાઢવામાં આવે પણ તે બેભાન બનતો જતો હતો. તરત ! “ગેરકાયદે ફટકે! " એની બૂમ મારી તેની ઉપર હોડ બકનારા બૂમાબૂમ કરી ઊડ્યા અને પોતાના પૈસા પાછા માગવા લાગ્યા. પણ પેલે આયરિશ માણસ ધીમે રહીને ઊભો થયે તથા બલ્ય, “મને પણ એક ગેરકાયદે ફટકો મારવાની છૂટ મળવી જોઈએ.” બધા કબૂલ થયા અને મૅચ આગળ ચાલી. પણ તેને તે ફટકે મારવાને લાગ મળવો જોઈએ ને પેલા સ્કૉચે તરત તેનું માથું પોતાની બગલમાં દબાવી દીધું અને પછી નીચેની બાજુએથી તેના મોઢા ઉપર, ખીલાને હથેડાથી ઠોકે તે રીતે વાળેલી મુક્કીના એવા ઠેક લગાવ્યા કે જ્યારે તેણે પેલાને છૂટ મૂકે ત્યારે તેને ચહેરો જ રહ્યો ન હતો. એક વખત જે નાક, આંખે અને માં હતું, તે બધું લેહી ભરેલી કાળી વાદળી જેવું થઈ ગયું હતું. તેના ચાર દાંત જમીન નીચે તૂટી પડ્યા હતા. થોડી વારમાં તે પોતે પણ જમીન ઉપર તૂટી પડયા. પણ તેના ટેકેદારમાંના એકે દારૂ વડે તેનું મોં સાફ કર્યું અને તેને વિનંતી કરતાં કહ્યું, “ભાઈ આપણું આબરૂ ખાતર એક દાવ વધુ રમ!” પેલાએ એક આંખ પરાણે ઉઘાડી. તેને લમણા જાણે સદંતર ફૂટી ગયા હતા. તેને મહાપરાણે ઊભો કરવામાં આવ્યું. એ પચીસમો ફેરે હતા. પેલે સ્કોચ માણસ હસતો હસતો બોલ્યો, “હું જ મારી જાત ઉપર હોડ બકું છું—એના એક સામે મારા હજાર !" પછી તેણે હાથ ઊંચો કરી પેલાને એક ફટક લગાવી દીધો. પણ નવાઈની વાત એ બની કે, બન્ને જણ સાથે જમીન ઉપર
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy