________________ સંપત્તિના માલિક 133 પ્રકાશને વિજય જોતા અને સામગાન મારફત પ્રગટતા પ્રકાશ દ્વારા સ્થળ ઉપર સૂમને - ભૌતિકતા ઉપર આધ્યાત્મિકતાને વિજય કેવી રીતે થયે, તે ઊંડે ઊંડે સમજતા, અને છેવટે વિજયી બનેલા માણસને હાસ્યમાં પોતાનું હાસ્ય ભેળવીને એ વિજયને પ્રમાણતા. આવા સ્કૂલ-સૂકમ આનંદ લેકેને પૂરતા હતા. આ બધા લેકે અમીર-ઉમરાવ વર્ગની પેલી ઊંચી હરીફાઈમાં જઈ શકે તેમ નહોતું; તેમ જ એક સ્કૉચ અને એક આયરિશ માણસ એકબીજાને ખતમ કરી નાખે એ વાત ઉપર હજાર હજાર ગિનીની હોડ બકી શકે તેમ નહોતું. સંપત્તિના માલિક શ્વિનપ્લેઈને હવે એક અર્થમાં તવંગર બની ગયો હતો. તેનાં કપડાંમાં બાકાં ન હતાં તેની અંગીઠી હંમેશાં ગરમ રહેતી, તથા તેનું પેટ કદી ભૂખથી બચકાં ભરતું નહિ. પિતાના જીવનની બધી જરૂરિયાત તેને મળી રહેતી, એટલું જ નહિ પણ કોઈ ગરીબને આપવા તેની પાસે વધારાને પેની પણ હતા. શારીરિક રીતે તે સુખી હતો, એટલું જ નહિ પણ માનસિક રીતેય તે સુખી હત; કારણ કે તેને ડિયાને પ્રેમ મળ્યો હતો. હવે તેને વધારે શું જોઈએ ? તેના મૅનું કદરૂપાપણું દૂર થાય છે ? એ તે હવે શક્ય જ નહેતું. ઉપરાંત એ માં વિના તે પછી ડિયાને નિર્વાહ શી રીતે કરી શકે? તેના મેં ઉપરના એ વિકટ હાસ્ય વિના તે આ બધાને પિકી શકે તેટલી આવક શી રીતે મેળવી શકે ?