________________ હાફિઝ મેન વહાણની આસપાસ ચોંટી ગયું. બરફ ધીમે ધીમે વરસો શરૂ થયો. આ સ્થિતિમાં કઈ ઘાંટીમાં ક્યારે સપડાઈ જવાય, તેને ડર સૌ કેઈના મન ઉપર સવાર થઈ ગયે. પાપ તારા સંભાળ !' બરફનું તેફાન તેના કાળાપણા માટે જાણીતું છે. સામાન્ય રીતે દરિયે કાળો હોય છે અને તેની સરખામણીમાં આકાશ ઝાંખું ફીકું હોય છે. પણ બરફના તોફાન વખતે આકાશ કાળું ઘેર બની રહે છે અને દરિયો સફેદ બની જાય છે. સામાન્ય વટાળ દરિયાનાં મોજાં, ઉપર પ્રકાશના દીવા સળગાવતો આવે છે, ત્યારે ધ્રુવ પ્રદેશને આ વંટોળ બધા દીવા બુઝાવતે આવે છે. આખું વિશ્વ અચાનક અંધારું ભોંયરું બની જાય છે. વીજળીના ચમકારા પણ એ વખતે ગેરહાજર હોય છે. આવા ભયંકર અંધારામાંથી છટકવું અશક્ય હોય છે. અલબત્ત, કઈ જહાજ બરફના તોફાનમાંથી સહીસલામત ન નીકળી શકે એમ ન કહેવાય. અને “મૈટિના” કૂકર પણ આ તોફાનમાં ચડાવેલા સઢ સાથે જુસ્સાભેર આગળ વધી રહ્યું હતું. મુસાફરોને મુખિયો બેલી ઊઠયો, “આપણે! બચી ગયા !" બચી ગયા! બચી ગયા !" બાકીના મુસાફરે પણ બેલી ઊઠયા. પણ તે જ ઘડીએ બુવાજીને ઘેરે આવાજ આવ્યો; “ચૂપ રહો; સાંભળે ! " અચાનક એ ઘેરા અંધકારમાં દૂરથી સૌને ઘંટને અવાજ સંભળાય.