________________ “પા૫ તારા સંભાળ !" સુકાની હસી પડ્યો : “લે, ઘંટને અવાજ સંભળાય છે, તેથી બીવાનું શું છે? તેને અર્થ એ કે એ તરફ જમીન છે.” “એ બાજુ જમીન નથી.” પણ ઘંટને અવાજ જમીન ઉપરથી જ આવે ને ?" આ ઘંટને અવાજ દરિયા ઉપરથી આવે છે. પેર્ટલેન્ડ અને ચનલ-ટાપુઓની અધવચ એક છીછરા પાણુવાળો ભાગ છે. ત્યાં સાંકળો ખેડીને વહાણવટીઓ માટે એક તરાપા ઉપર ઊભા કરેલા માંચડા ઉપર ઘંટ લટકાવેલ છે. સમુદ્ર તેફાની બને ત્યારે પેલે તરાપ હાલે છે અને ઘંટ વાગે છે. તોફાન વખતે એ ઘંટ ક્યારે સંભળાય ? પવન એ દિશામાંથી આવે ત્યારે. હવે પવન અત્યારે પશ્ચિમમાંથી વાય છે અને રિનીના દરિયાઈ ખડકે આપણાથી પૂર્વમાં છે. આપણે અત્યારે ઘંટને અવાજ સાંભળીએ છીએ કારણ કે આપણે પેલા ઘંટ અને એરિનના ખડકોની વચ્ચે છીએ; અને પવન આપણને તે ખડકે તરફ ધકેલી રહ્યો છે. આપણે ઘંટની ખોટી દિશામાં છીએ. તેથી હું કહું છું કે, આપણને આ ઘંટ સંભળાય છે, તે આપણે મૃત્યુ-ઘંટ છે, સમજ્યા ?" સૌ એ ઘંટનો અવાજ હવે શ્વાસ પણ લીધા વિના સાંભળી રહ્યા. તરત જ સુકાનીએ સઢ સંકેલી લેવરાવ્યા અને વહાણને ગમે તેમ કરી પશ્ચિમ તરફ - ઘંટ તરફ - વાળવા હુકમો આપવા માંડ્યા. સૌ મુસાફરે પણ તેમાં મદદ કરવા લાગ્યા. પણ તે ઘડીએ મોજાંનું નૃત્ય પણ કારમું બની રહ્યું હતું. પવનનું તોફાન જલ્લાદની પેઠે આ જહાજની કતલ કરવાના ઇરાદાથી ઘા ઉપર ઘા ઠેકવા માંડ્યું. સઢ તૂટીને ઊડી ગયા, કૂવાથંભ ભાંગી ગયો અને આખા જહાજ ઉપર બધું વેરણછેરણ થઈ ગયું. એક મેજું આવીને હેકાયંત્રને તેની પેટી સાથે ઉઠાવી ગયું