________________ 44 લાફિંગ મેન બીજું મોજું આવીને રક્ષણ-હેડીને તેડી ગયું, ત્રીજું આવીને- ચોથું આવીને–એમ થોડા વખતમાં તો આખા વહાણમાં સુકાન સિવાય હંકારવાની કશી ચીજ બાકી ન રહી. સુકાની સુકાનને વળગી રહ્યો. તે બે, “સુકાન છે ત્યાં સુધી બધું છે. જલદી દેરડું લાવે અને મને સુકાન સાથે તાણું બાંધે નહિ તે હું હમણાં દરિયામાં ઊડીને પડીશ !" સુકાની પૂરે બંધાઈ રહ્યો, એટલે સુકાનને બે હાથે પકડી તે બોલ્યો, “બૂક ! અલ્યા દરિયા ભૂંક ! તારા કરતાં કેવાય ખરાબ દરિયા મેં પગ તળે કાઢી નાખ્યા છે!” પણ એટલામાં તો એક ભયંકર વિરાટ માં આવ્યું. આખા તૂતક ઉપર ફીણ પથરાઈ ગયું. એક કડાકે સંભળાય. અને જ્યારે પાણીની છાંટ ઓસરી ગઈ, ત્યારે સૌએ જોયું કે સુકાન અને સુકાની બંને દરિયામાં ધોવાઈ ગયા હતા. સૌ બૂમ પાડી ઊઠયા, “લંગર નાખે ! સુકાનીને બચાવી લે !" તેઓએ ઝટ લંગર નીચે પાણીમાં ઉતાર્યું. પણ પાણીને તળિયે ખડક હતો, અને મોજાંનું જોર એટલું ભયંકર હતું કે, દેરડું વાળની માફક તૂટી ગયું અને લંગર દરિયાને તળિયે રહ્યું. દૂકરમાં આ એક જ લંગર હતું. તે ઘડીથી આ પ્રકર એક જહાજ નહિ, પણ ભંગાર બની રહ્યું. અત્યાર સુધી ઘોડાની પેઠે છલંગો ભરતું એ દૂકર નપુંસક બની હવા અને પાણીના જોરથી અથડાતું, ઘસડાતું પિટું માત્ર બની ગયું; ગમે તે ઘડીએ મરી ગયેલા માછલાની પેઠે ઊલટું થઈ જઈ તેનું પેટ ઉપર આવી જાય! માત્ર તેનું તળિયું હજુ પૂરેપૂરું સાબૂત હેવાથી, તે તરતું રહ્યું હતું એટલું જ. પણ પેલા ઘંટને અવાજ હવે ધીમે પડવા લાગ્યો હતો અને ડી વાર પછી તે તે સંભળાતો પણ બંધ થઈ ગયો. તે પછી