SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈ ! 267 છે, એ હું કબૂલ કરું છું, પરંતુ તેણે એમાં કેટલીક સાચી વાત પણ કહી નાખી છે. અલબત, એને અરિસ્ટોટલની પેઠે કે મોટા વિદ્વાનની પેઠે બોલતાં ન આવડે, કારણ કે ગઈ કાલ સુધી તે મેળાઓમાં ખેલ કરનાર એક ખેલાડી જ હતો. પણ એ જેટલા શબ્દો બોલે એના સમા ભાગ જેટલા શબ્દો તમે બોલી તો બતાવો ! અને તેણે બર્ટન-લાઝર્સના રક્તપિત્તિયાઓની જે વાત કરી, તેમાં શું ખોટું કહ્યું છે ? આ ઉમરાવ-સભામાં અર્થહીન બેલવાની પહેલ તેણે જ કરી છે, એવું ક્યાં છે ? એ બધું ઠીક, પણ આ સભામાં તમે આટલા બધા ભેગા થઈ એક જણની ઉપર તૂટી પડે, એ જોઈ રહેવા જેવો મિજાજ મારો નથી એ હું તમને કહી દેવા માગું છું. અને તમારી ઉપર ચિડાવા માટે હું આપ નામદારોની પરવાનગી માગું છું , ઈશ્વરમાં હું બહુ માનતો નથી; પરંતુ તે કંઈક સારું કામ કરે ત્યારે તેને ધન્યવાદ આપવા જેટલો હું તેને જરૂર માનું છું. અલબત્ત, તેને પણ સારાં કામ ઘણું વાર કરવાની ટેવ નથી; પણ તેણે ઇંગ્લેન્ડના એક ઉમરાવને એક અંધારા ખાડામાંથી ઉપાડી તેના વારસામાં પાછો આ, તે તેણે સારું કામ કર્યું છે એમ માનું છું. અલબત્ત, મને પિતાને એથી ગેરલાભ જ થવાને છે, એ હું જાણું છું. પરંતુ હું તમને સૌને કહેવા માગું છું કે, ફર્મેઈન કેન્યાલીએ આજે સાચા ઉમરાવને દેખાવ કર્યો છે, અને તમે બધાએ ભાંડભવૈયા જેવો! તેના મે ઢા ઉપર વિદ્રપ હાસ્ય છે, પણ તે કંઈ તેને વાંક નથી, - તેનું કમનસીબ છે. અને કેઈની કમનસીબી ઉપર હસવામાં માણસાઈનથી. તમારા લેકનીક દ્રુપતા તથા ભવૈયા જેવા તમારા પહેરવેશ ઉપર પણ ન હસી શકાય એવું ક્યાં છે ? આ મારા લોર્ડ હેવરશામની રખાતને મેં પરમ દિવસે જોઈ હતી. તેને દેખાવ કેવળ ત્રાસજનક છે. તે ડચેસ છે, પણ વાંદરી છે, એમ સાચું બોલવા ખાતર પણ કહેવું પડે. અને તમે સૌ હસતા અને મજાક કરતા નામદારોને હું ફરીથી કહું છું કે,
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy