________________ લાફિંગ મેના તમને બે વાક્યો દલીલબદ્ધ તથા તર્કબદ્ધ રીતે જિંદગીમાં કદી બોલતાં આવડયું છે ખરું ? આખી જિંદગી બડબડાટ અને પ્રલાપ કરતાં ઘણાને આવડે છે; પણ ભાષણ કરતાં તે કેઈકને જ આવડે છે. તમે તમારા આળસુ પગ આસફર્ડ અને કેમ્બ્રિજ સુધી લઈ ગયા છે, એટલે તમારી જાતને વિદ્વાન માનતા હશે. પણ ગધેડાને પણ કઈ પણ કૉલેજની પાટલી ઉપર ઉપાડીને બેસાડવાં હોય તે બેસાડી શકાય. પણ તેથી તે કંઈ વિદ્વાને ન થઈ જાય. તમે બધાએ હમણાં જ તે નવા લોર્ડ તરફ તુચ્છકાર દાખવ્યો છે. પણ હું તમારે બદલે તેના જેવો થાવા તૈયાર છું ! હું તે જગાએ હાજર હતા, અને મેં તેની વાણી સાંભળી છે. તમે બાવા તેની વાત સાંભળવાને બદલે તેની મશ્કરી કરતા હતા. પણ મને તે બાબતની ચીડ ચડી છે. અને હું જ્યારે ચિડાઉં ત્યારે માત્ર શબ્દો બોલીને કે પિકારે કરીને બેસી રહેવામાં માનતા નથી. ઉમરાવસભામાં આપણે વાત કરવા અને વિચાર કરવા ભેગા બેસીએ છીએ. તેને બદલે તમે લોકોએ કેવળ ધાંધલ મચાવ્યું હતું. એક શ્રાતા તરીકે તમે મારું અપમાન કર્યું છે, એમ હું માનું છું, અને તેથી હું અહીં આવીને ઊભો છું કે મારી મરજી તમારામાંના થોડાકને ઓછા કરવાની છે. એય ટફટન, સૈજ, ચાર્સ સ્પેન્સર, લોરેન્સ હાઈડ, ગ્રે, કેરી હડૂસન, એક્રીક, રેકિંગહામ, રોબર્ટ ડાસીં, વિલિયમ, રાફ વગેરે બધા, તથા બીજા પણ જેમને મરજી હોય, તે બધાને હું ડેવિડ ડિરી-મેઈર પડકાર કરું છું કે, તમે એક એક અથવા બધા સામટા મારી સાથે દ્વયુદ્ધ ખેલવા આવી જાઓ અને તમારા સ્થળ-કાળ-હથિયાર-ટેકેદારે વગેરે વિગતો જણાવી દે. મને કોઈ પણ સ્થળ, કોઈ પણ સમય, અને કોઈ પણ હથિયાર મંજૂર છે. તમે તમારી જ વાત જણા એટલે બસ. મારે તમારી જાગીર વારસદાર વગરની કરી મૂકવી છે. અને અલ્યા તેંડેલ, તું તે તારા પૂર્વજની પેઠે પાછળ કફન-પેટી પણ ઉપડાવતા