SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈ! આવજે. અને આ લોર્ડ વૈઘન અર્થહીન પ્રલાપ કરવા જેટલું જુવાન છે. પણ લડવા ન બોલાવી શકાય તેટલે ઘરડો છે, એટલે હું તેના ભત્રીજા રિચાર્ડ વઘનને તેને બદલે લડવા બોલાવીશ. અને આ મારો પડકાર છે, ઉમરાવ બહાદુરે. હવે તમારે ઘેર જઈ ભૂવાજોગીના જે આંતરમંતર, માદળિયાં-તાવીજ વગેરે તૈયાર કરાવવાં હોય તે કરાવીને વેળાસર આવી જજો. જેમના આશીર્વાદ લઈને કે શુકન જોઈને આવવું હોય તેને મારે વાંધો નથી. પણ હું તે તમે જ્યાં હશે ત્યાંથી ખળીને પૂરા કરીશ, એ નકકી જાણજે. જેમને નામ દઈને ઉલેખ્યા છે, એ બધા સાવધાન ! તમારામાંથી જેમને મૂઠ સુધીની મારી તરવાર ગળવી હશે તેમની ઈચ્છા હું પૂરી કરીશ. મર્યા બાદ જેમને પોતાની જે જાગીરમાં કે જે બગીચામાં દટાવું હશે તે બાબતની વ્યવસ્થા પણ હું કરી આપીશ. પણ હું તમે નામદારને જણાવવા રજા લઉં છું કે, ખાલી તુમાખી કર્યું મારી સાથે નહિ ચાલે. મારે તમને સજા કરવી છે, અને તે શા માટે, તે મેં તમને જણાવી લીધું છે; પણ ફરીથી જણાવું કે, તમે મારા દેખતાં લોર્ડ ફર્મેઈન ફ્લેખ્યાલનું અપમાન કર્યું છે. તે તમારા સૌ કરતાં શ્રેષ્ઠ છે. કલેખ્યાલ તરીકે તે તમારા જેટલું જ ખાનદાન છે. પણ 4િનપ્લેઈન તરીકે તમારામાં નથી એ અક્કલ તેનામાં છે. એના અપમાનને હું મારું અપમાન ગણી લઈને આ પડકાર કરું છું. તમને બધાને સમજ પડી ? તમને જે હથિયારથી મોત પસંદ હોય તે તથા તેનાં સ્થળ-કાળ પસંદ કરવાની છૂટ છે ! અરે, તમારે રાજવંશીઓ તરીકે તરવારથી લડવું હોય તો પણ હું તૈયાર છું કે રખડતા ભામટાઓ તરીકે મુકામુકકીથી લડવું હોય તો પણ બંદા તેટલા જ તૈયાર છે !" કેટલાક જવાન ઉમરાવો તરત બોલી ઊઠ્યા “કબૂલ! કબૂલ! " - એકે કહ્યું. મને પિસ્તોલ પસંદ છે; બીજાએ કહ્યું મને કટાર તથા ગદા પસંદ છે. કેટલાક બેકિંગ પસંદ કર્યું.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy