________________ લાફિંગ મેન પણ એટલામાં ગ્નિનપ્લેઈન છાંયામાંથી બહાર નીકળ્યો અને આગળ આવી ટામ-જિમ-જેકને સંબોધીને બેલ્યોઃ “મારા અપમાનને તમારું ગણાવીને જે લાગણી તમે બતાવી, તે બદલ તમારો આભાર માનું છું; પણ આ બધી મને પોતાને લગતી બાબત કહેવાય.” દરેક જણ તેની તરફ ફર્યું. લોર્ડ ડેવિડ તરત જ એક ડગલું પાછે ખસ્યો અને બોલ્યો : “શું ? તમે અહીં આવ્યા છે ? બહુ સારું થયું. મારે તમને પણ એક વાત કરી લેવાની છે. થોડા વખત ઉપર સભામાં તમે એક સ્ત્રીની વાત કરી, જે લોર્ડ લિનિયસ કૉન્સાલીની પ્રેમિકા રહ્યા પછી, રાજા ચાલસ બીજાની પ્રેમિકા બની હતી.” “સાચી વાત છે.” તે સાહેબ, તમે મારી માતાનું અપમાન કર્યું છે.” “તમારી માતાનું ? એને અર્થ તો હું ધારતો હતો તેમ એ થયો કે, આપણે બંને—” ભાઈઓ છીએ,” લોર્ડ ડેવિડે જવાબ આપ્યો. પણ પછી તેણે વુિનલેઈનના મેં ઉપર એક તમાચ લગાવી દીધી. આપણે ભાઈએ છીએ, પણ તેથી તે આપણે સમાન હોઈ એકબીજા સાથે લડી શકીએ છીએ. માણસે સરખા સાથે જ લડવું જોઈએ. અને ભાઈ જે સરખો બીજે કણ કહેવાય ? આ મેં તમાચ મારી તે તમે ભાઈ પણાના બહાના હેઠળ લડવામાંથી ખસી ન જાઓ તે માટે ! કાલે આપણે એકબીજાનાં ગળાં કાપીશું; તમે તમારા ટેકેદારને મારી સાથે સ્થળ-કાળ-હથિયાર નક્કી કરવા મોકલજે.”