SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ રાણી અને તરફ એક કાફલો રવાના કર્યો હતો અને એક કાફલો સ્પેનના કિનારા તરફ; છતાં બીજા ચારસો સઢ કઈ કટોકટી માટે તેની પાસે અનામત હતા. આખા રાજ્યમાં વિજયસ્મારક ઊભાં થતાં હતાં, કળા વિકસતી હતી, વિજય મળતા જતા હતા, નૌકાસ ના કપ્તાને તથા સાક્ષરો મોટા પ્રમાણમાં નીકળી આવ્યા હતા; ચિત્રશાળાઓ ઉત્તમ ચિત્રોથી ઊભરાતી હતી; તથા રાજદરબાર ભવ્યતા અને વૈભવથી. બસ, પછી, ગેડ સેવ ધી ક્વીન”!– રાણુને જય ! બીજું શું ? રાણું એનને ડચેસ જેસિયાના તરફ બે કારણે અણગમો હતોઃ પહેલું તો એ કે, ડચેસ જેસિયાના સુંદર હતી. અને બીજું, ડચેસ જેસિયાનાને અંદરાયેલે પતિ દેખાવડો હતો. સામાન્ય સ્ત્રીને અદેખાઈ કરવા બે કારણો પૂરતાં કહેવાય; રાણીને તે એક જ કારણ બસ થાય. આપણે ત્રીજું પણ ઉમેરીએઃ તે એની બહેન થતી હતી ! રાણી એન સુંદર નહોતી; તેથી તે એમ માનતી કે સ્ત્રીએ બહુ સુંદર હોવું સારું નહિઃ નીતિમત્તા જાળવવામાં તે વિદ્યરૂપ બને. તે પોતે કદરૂપી હતી, જેને આપ-પસંદગીથી નહિ. અને કદરૂપી રાણીને સુંદર બહેન કદી માફક ન આવે ! બીજું પણ એક કારણ હતું H જેસિયાનાને જન્મ ગેરકાયદેસર રીતે થયો હતો. તેની મા અનના બાપની પરણેતર ન હતી. પણ, રાણી એનના જન્મ બાબતમાં વાત આમ હતી : રાજા જેમ્સ-ર એન હાઈડ નામની સામાન્ય સ્ત્રીને પરણ્યા હતા. કાયદેસર રીતે, પણ ડયૂક ઑફ યોર્ક હતા ત્યારે. અને તેની પુત્રી હતી. ઍનમાં આ રીતે અર્ધ લેહી હલકી કોટીનું હતું. જાસિયાના પણ જેમ્સ બીજાની
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy