SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ લાફિંગ મેન પુત્રી હતી; જે કે તે લગ્ન બહારનું સંતાન હતી. પણ તે રાણની માના ગેરરાજવંશી૫ણાને પિતાની માના ગેરકાયદેસરપણાનાસામા પલ્લામાં મૂકતી અને બધું વલંસí થઈ રહ્યું એમ માનતી. જાણે જેસિયાનાને એમ જ કહેવાને હક મળી ગયું ન હોય કે, “મારી મા તમારી મા જેવી જ સારી હતી.” એટલે રાણી ઍન એમ જ માનતી કે, “આ જૈસિયાના ચીજ શું કરવા જન્મી હશે ? એના જન્મવાથી કોનું શું ભલું થયું ? " છતાં એન જેસિયાના પ્રત્યે હમેશ પ્રસન્નભાવે જેતી. કદાચ, જેસિયાના તેની બહેન ન થતી હોત તો તે તેને ચાહત પણ ખરી. 8. બાર્સિલફે બીજાં માણસો શું કરે છે, તે જાણતા રહેવું હંમેશાં ઉપયોગી તથા સાવધાનીભર્યું કહેવાય. જેસિયાનાએ લોર્ડ ડેવિડની તપાસ રાખવા પિતાના એક વિશ્વાસુ માણસને મૂક્યા હતા, તેનું નામ બાકિંલફે હતું. લોર્ડ ડેવિડે જસિયાના ઉપર દેખરેખ રાખવા ડહાપણભરી રીતે પિતાના એક ખાતરીબંધ માણસને મૂક્યો હતો, તેનું નામ બાકિંલકે હતું. રાણી એને પણ પિતાની બહેન ડચેસ જેસિયાનાની તથા પિતાના ભાવી બનેવી લોર્ડ ડેવિડની ચેષ્ટાઓ ઉપર દેખરેખ રાખવા પિતાને જેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો એવા એક માણસને મૂક્યો હતો, જેનું નામ બાકિંલફેડ હતું !
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy