SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 191 ઓળખપત્ર! દિવસે તે કબૂલાત કરી હોવાથી, તને તારા બંધનમાંથી મુક્ત કરવામાં આવે છે, અને હવે નામદાર રાણજીને હુકમ આવશે કે તરત તને બાળકો ખરીદવાના અને વેચવાના ગુનાસર ફાંસી દેવામાં આવશે.” કાયદાના ડૉકટરે તે કલમ બેલી બતાવી. પછી પેલા જલાદના મદદનીશને નિશાની કરવામાં આવી, એટલે તેણે તરત હર્દકેનેની છાતી ઉપરથી પેલા પથ્થર ઉતારી નાખ્યા તથા તેના હાથપગને થાંભલાઓએ તાણ બાંધેલી સાંકળમાંથી છૂટા કર્યા. શેરીફે હવે હુકમ કર્યો : “હર્દકેન, ઊભો થા.” પેલ જરાય હલ્યો નહિ. જલાદે તેના હાથને ઊંચે કર્યો અને છોડી દીધો. તે હાથ પથ્થરની પેઠે ધબ દઈને નીચે પડ્યા. તેણે બીજા હાથને તથા બને પગને વારાફરતી એ પ્રમાણે ઊંચા કરી કરીને છોડી જોયા. - હવે ડોક્ટર પાસે જઈ તેની નાડ, આંખો વગેરે તપાસ્યાં અને જાહેર કર્યું, “તે મરણ પામ્યો છે.” - શેરીફે વાપેનકેકને હુકમ કર્યો “આ મડદું આજ રાતે અહીંથી ખસેડાવી લેવું.” પછી શેરીફ તથા અન્ય સૌએ શ્વિનપ્લેઈનને લૉર્ડ ફમેઈન કલૅન્યાલ તરીકે સંબોધીને વિધિસર અભિવાદન કર્યા. તે જ વખતે એક માણસ થાંભલા પાછળથી નીકળે. વિનલેઈનને ત્યાં લાવવામાં આવ્યો તે પહેલાં જ થાંભલા પાછળ બધી કારવાઈ જોવા એ હાજર થયેલો હતો. તેણે શિવનપ્લેઈનની સમક્ષ આવી વંદન કર્યા તથા જણાવ્યું, “હું બાલિકે, સમુદ્રમાંથી તણાઈ આવતી વસ્તુઓ તપાસવાને હક ધરાવતે અફસર છું. આ તુંબડી તણાઈ આવતાં બે જૂર સમક્ષ ખોલવામાં આવી હતી. તેમાંથી મળેલા કાગળને અહેવાલ નામદાર રાણજી સમક્ષ મેં રજૂ
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy