________________ હાફિંગ મન ગુનામાંથી મુક્તિ બક્ષતો શાહી હુકમ લખેલે છે. નીચે રાજાજીના હુકમથી જેક્રેઝે કરેલી સહી છે.” વુિનલેઈન અત્યારે એવી સ્થિતિમાં હતો કે જેના માથા ઉપર સ્વપ્ન-મહેલનું નળિયું તૂટી પડયું હોય ! તે જાણે ઊંઘમાં બેલતો હોય તેમ બે - “બરાબર, એ બધા લોકોને હું બરાબર ઓળખું છું. આ કાગળ લખનાર જર્નાર્દસ, તેની મને બહુ બીક લાગતી. ગંદરા, તે બધાને મુખિયે હતો. અને કેપગરૂપ, હંમેશાં ચપટી તુંબડીમાંથી વારંવાર દારૂ પીધા કરતો હતે - તેના ઉપર લાલ અક્ષરે કશું નામ લખેલું હતું...” શેરીફે તરત તે તુંબડી લહિયાની બૅગમાંથી કાઢી મંગાવી. તે તુંબડીમાં જ આ કાગળ મૂકીને, તેના સાંકડા મેમાં ડામર ખડેલા લૂગડાને સજ્જડ દાટો મારીને, તેને દરિયામાં છોડવામાં આવી હતી. તે તુંબડી ઉપર લાલ અક્ષરે હદ કેનેનું નામ જ લખેલું હતું. શરીફે પેલા પથ્થર નીચે સુવડાવેલા માણસને સંબોધીને કહ્યું, “આ તારી જ તુંબડી છે ને ?" હર્દકનેએ હવે કહ્યું, “મેં ગુપ્તાના સોગંદ ખાધેલા હોઈ, મારાથી બને ત્યાં સુધી એ વાત મેં ગુપ્ત રાખી. અમારામાં લીધેલા સોગંદ બરાબર પાળવામાં આવે છે. પણ હવે એ સોગંદમાંથી હું છૂટ થયો છું, કારણ કે, બીજા લોકોએ એ ગુપ્ત વાત જાહેર કરી દીધી છે. હવે હું કબૂલ કરું છું કે, મેં અને રાજાએ આ કામ કર્યું છે: રાજાએ પોતાની મરજીથી અને મેં મારી કળાથી. હવે આ વિનપ્લેઈન ભલે આખી જિંદગી હસ્યા કરે.” આમ કહી તે જંગલીપણે મોટેથી હસી પડ્યા. શેરીફે તેનાં વાક્ય લહિયા પાસે લખાવી લીધાં. ત્યાર પછી પેલાને સંબોધીને કહ્યું, “હ કેને, કાયદાની કલમો મુજબ, છેલ્લે