________________ ઓળખપત્ર! લિનિયસના એક નોકરે જ અમને તેને કબજો સોંપ્યો હતો. તે નોકર થોડા વખત બાદ જ ગુજરી ગયો હોવાથી, આ આખી વાત હર્દ કેન, કે જે ચેધામની કાળી કોટડીમાં પુરાયેલ છે તે, તથા અમે કે જે હવે મરવાની અણી ઉપર આવ્યા છીએ, તેટલા જ જાણીએ છીએ અમે નીચે સહી કરનારાઓએ એ નાનકડા લૉર્ડને રાજા પાસેથી ખરીદીને આઠ વર્ષ સુધી ઉછેરીને મોટો કર્યો. અમારા ધંધામાં એ મદદગાર થઈ અમને કમાણી કરાવી આપે, એ અમારો હેતુ હતો. “પરંતુ આજે, અમારી પણ કેપેશિક તરીકે હઈ કેન જેવી વલે ન થાય, તે માટે ઈંગ્લેંડમાંથી નાસતી વખતે, અમે એ બાળક વિનપ્લેઈનને– જે ખરી રીતે લૈર્ડ ફર્મોઈન લેંન્યાલ છે - પોર્ટલેન્ડને કિનારે છોડી દીધો છે. - “અમે રાજા જેમ્સ બીજા આગળ આ વાત ગુપ્ત રાખવાના સોગંદ ખાધા છે, પરંતુ ઈશ્વર આગળ નહિ. “આજની રાતે, દરિયામાં ઈશ્વરની ખફગીથી ભારે તોફાનમાં સપડાઈ અમે હવે ડૂબવાની અણી ઉપર આવ્યા છીએ, ત્યારે પરમાત્મા આગળ ઘૂંટણિયે પડી, અમારાં દુકર્મોના પ્રાયશ્ચિત્ત તરીકે આ કબૂલાત અમે કરીએ છીએ, જેથી પરમાત્મા પ્રસન્ન થાય અને અમારે આ તોફાનમાંથી સદેહે ઉદ્ધાર થાય, અથવા છેવટે વિદેહે આત્માને ઉદ્ધાર તો થાય જ. આ કબૂલત-પત્ર ઉપર સહી કરીને અમે દરિયાને ખોળે સુપરત કરીએ છીએ. પરમાત્મા તેને જે ઉપયોગ કરાવવો હોય તે કરાવે, અને અમને માફી બક્ષે.” શેરીફે પછી નીચે સહી કરનારાઓનાં નામ વાંચી સંભળાવ્યાં. પછી ત્રણ ખલાસીઓમાંથી કપ્તાન તણાઈ જતાં બાકી રહેલા બેએ સાક્ષી તરીકે કરેલી સહીઓ પણ વાંચી સંભળાવી. પછી શેરીફે જણાવ્યું કે, “આ કાગળની બીજી બાજુએ રાજા જેમ્સ બીજાને વોટરમાર્ક છે તથા તેમાં આ લેકેને બાળક ખરીદવાના