________________ 188 લાફિંગ મૅન આ બાળક તેના પિતાની બધી મિલકત તથા પદેને વારસ છે. પણ નામદાર રાજા જેસ બીજાની મરજીથી તેને વેચી નાખવામાં આવ્યો હતા. તેને ખંડિત-વિદ્રપ કરી, ન ઓળખાય તેવો કરી દેવામાં આવ્યો છે. “આ છોકરાને શેરીઓમાં અને બજારોમાં ભાંડનું કામ કરવા ઉછેરવામાં આવે છે તથા તેને તેવી તાલીમ આપવામાં આવી છે. આ છોકરે બે વર્ષને હતો ત્યારે તેના પિતા લેડના મૃત્યુ બાદ, વેચી નાખવામાં આવ્યો હતો; અને તેની કિંમતના દશ પાઉંડ નામદાર રાજા જેમ્સ બીજાને ચૂકવવામાં આવ્યા હતા. “આ લૈર્ડ ફર્મેઈન કલૅન્યાલી બે વર્ષની ઉંમરના હતા ત્યારે મેં નીચે સહી કરનાર અને આ લખાણ કરનારે ખરીદ્યા હતા; તથા તેમને ફલેન્ડર્સના રહેવાસી હર્દકેનએ વિદ્રપ બનાવ્યા હતા. તેની એકલાની જ પાસે આવાં બધાં ઓપરેશન કરવાની જૂની ગૂઢ વિદ્યા સચવાઈ રહેલી છે. એ બાળકના મને કાયમના હસતા મોંમાં ફેરવી નાખવામાં આવ્યું છે. એ માટેનું ઓપરેશન હઈ કેનેએ કર્યું હતું. તે દરમ્યાન તેને હદ કેનને જ જાણીતી એવી પ્રક્રિયાથી ઊંધમાં નાખી દેવામાં આવ્યો હત; એટલે તેને આ ઓપરેશનની કશી ખબર કે યાદદાસ્ત નથી. તે પિતે લાડ લૅન્ચાલી છે, એ વાત પણ તે જાણતો નથી. તેને વિનપ્લેઈન નામે બોલાવીએ તો બોલે છે. “અમે આ લખીએ છીએ તે વખતે, આ બધી માહિતીવાળો હર્દકને, રાજા વિલિયમ-૩,–જેમને ગામઠીપણે નામદાર પ્રિન્સ ઓફ ઓરેંજ પણ કહે છે, તેમની કેદમાં ચેધામ મુકામે કેપેશિકે તરીકે ગિરફતાર થઈને, પડેલ છે. “આ બાળકને સ્વિટ્ઝર્લેન્ડમાં, જિનીવા સરોવર આગળ, જે ઘરમાં તેનાં માતપિતા રહેતાં હતાં તથા મરણ પામ્યાં હતાં, તે ઠેકાણે જ રાજાજીના હુકમથી અમને વેચવામાં આવ્યો હતો. મરહૂમ લોર્ડ