________________ ઓળખપત્ર ! નસીબ પણ કઈ કઈ વાર આપણને કેફ ચડે તેવો પ્યાલો હાથે કરીને પિવરાવી દે છે ! ગ્વિનપ્લેઈનને સમજ પડી નહિ. તેણે આસપાસ જોયું કે, પેલા શબ્દો શેરીફે કાને સંબોધીને કહ્યા હતા ! વાપેનટેક અને કાયદાનો ડોકટર હવે બંને જણાએ આગળ વધી, ગ્નિનપ્લેઈનના બંને હાથ પકડી, તેને શેરીફે ખાલી કરેલી આરામ ખુરશીમાં બેસાડ્યો. તે બેઠે એટલે તે બંને જણા થોડાં ડગલાં પાછા ખસી, આરામખુરશીની પાછળ ટટાર અને સ્થિર થઈ ઊભા રહ્યા. પછી શેરીફે ચશ્માં ચડાવી, ટેબલ ઉપરના કાગળમાંથી એક કાગળ કાઢવ્યા અને ફાનસ આગળ ધરી વાંચવા માંડયા. “પરમાત્માના અને ઈશુ ખ્રિસ્તના નામ ઉપર. “આજે આપણા ઈશુના 1690 ના વર્ષની ૨૯મી જાન્યુઆરીના દિવસે– દશ વર્ષના એક બાળકને પોર્ટલૅન્ડને કિનારે નિર્જન સ્થાને ભૂખ, ટાઢ અને નિર્જનતામાં મરવા માટે દુષ્ટતાપૂર્વક તજી દેવામાં આવ્યો છે. “આ બાળક જ્યારે બે વર્ષની ઉંમરનો હતો, ત્યારે નામદાર રાજા જેમ્સ બીજાના હુકમથી તેને વેચી નાખવામાં આવ્યો હતો. આ બાળક લઈ ફર્મેઈન કન્યાલી છે; અને તે મરહૂમ લેડ લિનિયસ કેન્યાલ, કલેન્યાલ તથા હંકરવિલના બેરન તથા ઈટાલીના કોલિના માર્થિવસ તથા ઇંગ્લેંડના ઉમરાવને તેમનાં પત્ની મરહૂમ એન બ્રેડશોથી થયેલો કાયદેસર પુત્ર છે.