________________ લાફિંગ મેન હું તેને ઓળખતા નથી. આ ન્યાય નથી. આ કાયદે નથી. આ માણસને ને મારે કશે સંબંધ નથી. મારું જીવન ખુલ્લું જ છે. તેમાં કશું ગુપ્ત નથી. છતાં મને એક ચેરની પેઠે ઉપાડી લાવવામાં આવ્યો છે. હું એક પ્રકારને નટ છું, અને ખેલ કરીને કમાણી કરું છું. જોકે મારો ખેલ જોવા આવે છે, તે બધા કહી શકશે કે હું ચોર બદમાશ નથી. હું એક પ્રમાણિક નટ છું. મારી ઉંમર પચીસ વર્ષની છે, અને હું કેસ્ટર વીશીના આંગણામાં ઊતર્યો છું. મારા જેવા નીચલી કેટિના માણસોની નબળી સ્થિતિને આ ગેરલાભ આપ ન્યાયાધીશોએ ન લેવો જોઈએ. મારો બચાવ કરનાર અહીં કોઈ નથી, અને મેં કંઈ કહ્યું નથી.” પણ આ બધા છૂટક તૂટક બેલાયેલા શબ્દોના જવાબમાં શરીફ આરામ ખુરશીમાંથી ખડો થઈ ગયો અને એટલું જ બોલ્યોઃ . “મારી સમક્ષ લોર્ડ ફર્મેઈન લેંન્યાલી, ફ્લેખ્યાલ અને હંકરવિલના બૅરન, અને સિસિલીના કેલિયોના માર્થિવસ તથા ઈંગ્લેંડના ઉમરાવ ખડા છે. મારા લૈર્ડ, આપ નામદાર આ ખુરશી ઉપર બેસવા મહેરબાની કરશે?”