________________ ગ્વિનપ્લેઈન ગયે 185 ન હોય તો તારી જાત ઉપર દયા લાવીને, આંખ ઉઘાડી, બોલી નાખ કે, આ માણસને તું ઓળખે છે ?" વાપેનટેકે તે ઘડીએ 4િનપ્લેઈનને માથેથી ટોપ ઉતારી લઈ તેનાં માં ઉપર અજવાળું પડે તે રીતે તેને ઊભો રાખે. અને પછી પેલા ગુનેગારનું માથું બે હાથે પકડી વિનપ્લેઈન તરફ ફેરવ્યું અને આંગળીઓ વડે તેની બંને પાંપણો તેની આંખે ઉપરથી ઊંચી કરી. પેલાએ ગ્વિનપ્લેઈનને જોય. તરત તેણે પોતાનું માથું આપમેળે ઊંચું કરી શ્વિનપ્લેઈન તરફ તાકીને જેવા માડયું. તરત જ તે ધ્રુજી ઊઠયો અને બૂમ પાડી ઊઠયો, “એ તે જ છે! હા, હા, તે જ છે!” અને તે ભયંકર રીતે ખડખડાટ હસી પડ્યો. પછી તેણે પોતાનું માથું પાછું જમીન ઉપર નાખી દીધું અને આંખો મીંચી દીધી શેરીફે તરત જ લહિયાને એના શબ્દો લખી લેવા ફરમાવ્યું. શ્વિનપ્લેઈન અત્યાર સુધી જડસડ થઈને ઊભો રહ્યો હતો. પરંતુ પિલા માણસે જ્યારે “એ તે જ છે ! " એમ કહ્યું, અને શેરીફે તેના એ શબ્દો લખાવી લેવરાવ્યા, ત્યારે તે ગભરાયે. તેને થયું કે આ મરણપથારીએ પડેલે માણસ જે કંઈ બોલી ગમે તે હવે પોતાને કોઈ વિચિત્ર બંધનમાં સપડાવી દેશે - કદાચ કોઈ મહાભયંકર ગુનામાં સંડોવશે. એટલે તે બોલી ઊઠ્યો, “એ સાચું નથી. હું આ માણસને ઓળખતો નથી. મને મહેરબાની કરી છૂટો કરી દો. મને અહીં શા માટે લાવવામાં આવ્યું છે? આ માણસે જે કંઈ કહ્યું હોય, તે મને મંજૂર નથી,