________________ 184 લાફિંગ ન શેરીફ આટલું કહીને પેલે શું જવાબ આપે છે તે સાંભળવા ચૂપ રહ્યો. પેલે છતાં ચૂપ પડી રહ્યો. શેરીફે કહ્યું : “તારો કેસ શરૂ થયાને પહેલા 72 કલાક વીતી ગયા છે. આજે ચોથો દિવસ છે; તે છેલ્લો નિર્ણાયક દિવસ છે. કારણ કે, આ દિવસે ગુનેગાર સામે પુરાવો તેની સમક્ષ રજૂ કરવામાં આવે છે. કાયદાએ ડહાપણથી આ અંતિમ ઘડીને ગુનેગાર સાચું જ બોલે તેવી ઘડી માની છે.” કાયદાના ડૉક્ટરે બધી કલમો બેલી બતાવી. શેરીફે હવે કહ્યું : " જમીન ઉપર સૂતેલા હૈ આદમી, તું મને સાંભળે છે ?" પેલે જરાય હાલ્યો નહિ. " કાયદાને નામે હું તને આંખો ખેલવા હુકમ કરું છું.” પેલે આંખ મીંચી પડી રહ્યા. શેરીફે હવે ડોક્ટરને જઈ તેની સ્થિતિની તપાસ કરવા ફરમાવ્યું. પેલે તપાસ કરી રહ્યા એટલે શરીફે પૂછયું : “તે હજુ સાંભળી શકે છે?” “તે હજુ સાંભળી શકે છે.” “તે હજુ દેખી શકે છે ?" તે હજુ દેખી શકે છે. " શેરીફે હવે મોટે અવાજે કહ્યું : “એ દુષ્ટ માણસ, હવે સાંભળ. કાયદો તારો નાશ કરતા પહેલાં તને વિનંતી કરે છે. હું ઘરડે માણસ છું. તારા બાપ જે છું. મને મારા હાથની છેલી કારમી સત્તાઓ વાપરતાં કમકમાં આવે છે. પણ મારે હવે ક્રૂર થવું પડશે. તારે કલાકે, દિવસો અને અઠવાડિયાં સુધી આ પથ્થરેનાં વજન નીચે, આ દુર્ગધમાં, આ એકાંતમાં રિબાઈને મરી જવું