SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ 'લાફિંગ મૅન તેણે હવે પેલું રીંછનું ચામડું પહોળું કર્યું અને તેને પેટી ઉપર બિછાવી તેમાં છોકરીને સુવાડી. પછી પેલા છોકરાને પણ તેમાં સુવાડી. એ ચામડું બંને ઉપર ભેગું જ વીંટાળી દીધું અને એની આસપાસ કપડાને એક પાર્ટી તાણી બાંધે, જેથી એ ચામડાના છેડા ખુલ્લા ન થઈ જાય. પછી તેણે છત ઉપરથી લટકતું ફાનસ ઉતાર્યું અને તેને સળગાવ્યું. ત્યાર બાદ તેણે બારણું ઉઘાડી પેલા છોકરાને કહ્યું, “હું બહાર જાઉં છું, થોડી વારમાં પાછો આવીશ. બીશ નહિ. ઊંઘી જજે.” આટલું કહી પગથિયાં નમાવી તેણે બૂમ પાડી, “હે !" એક હળ ઘુરકાટ જવાબમાં સંભળાયો. ઉસસ ફાનસ સાથે બહાર નીકળ્યો અને બારણું બંધ કરી દીધું. પછી બહાર ઊભીને ઉસસે પેલા છોકરાને કહ્યું, “જે અલ્યા, તે તો વાળુ કર્યું છે. પેલી છોકરી જે રડે તો દૂધની શીશી તેના મેંમાં ધરી દેજે, સમજ્યો ?" ત્યાર બાદ સાંકળ છેડવાનો અવાજ સંભળાયો. અને માણસ તથા વરુ ક્યાંક દૂર ચાલ્યા ગયા હોય એમ એમનાં પગલાંના અવાજ ઉપરથી લાગ્યું. બંને છોકરાં ઘસઘસાટ ઊંઘી ગયાં. સવાર થઈ. દેવતા હજુ પૂરેપૂરો ઓલવાઈ નહોતો રહ્યો. છોકરી ઘસઘસાટ ઊંધતી હતી. પણ છોકરો તો તેને સંરક્ષક નિમાયે હેઈ, તે ભાન ભૂલીને ઊંઘી ન શકે ઉપરની ખુલ્લી થયેલી અને કાગળ ચોંટાડેલી તખતીમાંથી અજવાળું અંદર આવ્યું, એટલે તેણે આંખો ઉઘાડી. તેને એકદમ તે ખબર ન પડી કે પોતે ક્યાં છે. તે આસપાસ નજર કરવા લાગ્યો. એટલામાં બહારથી તાળું ખૂલવાને અવાજ આવ્યો.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy