SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ અને સંપત્તિ પરિણામે થિયેટર થઈ શકે તેવું આ નવું મોટું ગાડું બનાવરાવવું પડયું હતું. અને તેને જોડવાના બે ઘોડા, તથા પેલી બે જિસી બાઈઓ, જે નોકરડી તરીકે પણ કામ આપતી, તે આ મંડળમાં વધ્યાં હતાં. જિપ્સી બાઈ ઓનાં નામ “ફિબિ' (ચંદ્રદેવી) અને “વિન” (પ્રેમદેવી) ઉસસે રાખ્યાં હતાં. ફિબિ રાંધવાનું કામ કરતી અને વિનસ સાફસૂફીનું. ઉપરાંત નાટકને દિવસે તેઓ ડિયાને શણગારવાનું કામ પણ કરતી. વુિનલેઈન ઘેડાઓની સંભાળ રાખતો, અને ઉર્સસ તથા હામો એકબીજાની. ઉર્સસની જૂની મકાનગાડીને આ મોટી મકાન-ગાડીમાં જ એક ખૂણે જકડી બાંધવામાં આવી હતી. તે કોટડી ઉસ અને વિનપ્લેઈનના શયનગૃહ અને ડ્રેસિંગ રૂમ તરીકે કામ આપતી. તેની સામેના ખૂણે રડું હતું. અંદરની બધી વ્યવસ્થા નિશ્ચિત તથા વિચારપૂર્વક કરવામાં આવી હતી. આ મહા-રથને ત્રણ ખંડ હતા. ત્રણે ખંડમાં જવાઆવવા માટે બારણ વિનાનાં દ્વાર હતાં. માત્ર એક પડદે જ આડ તરીકે લટકાવી રાખવામાં આવતું એટલું જ, પાછલે ખંડ પુરુષોને, આગલે સ્ત્રીઓને, અને વચ્ચેને ખંડ થિયેટરને હતો. વાજિંત્રો અને સિનસિનેરી રસોડામાં રહેતાં. ઉપરની બાજુ માળિયા જેવું હતું. તેમાં શોભા શણગારની ચીજો રખાતી. તથા તેમાં જ રાખેલાં બાકાં ઉઘાડતાં અચાનક નીચેના થિયેટરવાળા ભાગમાં પ્રકાશ ફેંકવાની વ્યવસ્થા થતી. ઉસ હાથચાલાકીના ખેલ કરી શકતો અને ગળામાંથી વિવિધ અવાજો કાઢી શકતે. ઉપરાંત અણધાર્યો પ્રકાશ, અણધાર્યું અંધારું, પડદા ઉપર છાયા-પ્રકાશની રમતોથી આકૃતિઓ પાડવી, વગેરે વગેરે ઘણું કરામ નો ખેલ માટે તેણે યોજી હતી.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy