________________ લાફિંગ મેને તે કંઈક ચકરાવામાં ફર્યા કરતો હતો. તો કોઈ વાર કઈ તેની સામે આવતું હોય એમ લાગતું. પણ કોઈ જ આવતું નહિ - તે પિતે જ કઈ મોટા અરીસામાં પિતાને દેખતો ! દરેક કમરાની અજાયબીઓ પણ જુદી જુદી હતી, કોઈ વસ્તુ સામાન્ય કહી શકાય તેવી તો હતી જ નહિ. મીનાકામ, મોતીકામ, આરસકામ, ધાતુકામ, જડતરકામ, ભરતકામ, હાથીદાંતનું કામ મખમલ, જરી વગેરે શું શું નહોતું ? છત ઉપર જુદાં જુદાં પંખીઓ અને વૃક્ષોની આકૃતિઓ હતી; કાચ, માણેક, નીલમ, મહેલના. આકારની જવાહર-પેટીઓ, અરીસાઓ, પાણીના દેખાવ, વાદળના દેખાવ, મનુષ્યાકૃતિઓ, દેવદેવીઓની આકૃતિઓ, પૂતળાં-ચિત્રા વગેરે બધું હતું. ખુરશીઓ વગેરે ફર્નિચર પણ જુદા જુદા આકાર, પદાર્થ અને રંગરોગાન કે જડતરવાળું હતું. વર્ષ માં હતું, માત્ર બહાર નીકળવાનો માર્ગ જ જાણે ન હતો ! વચ્ચે વચ્ચે તે બૂમ પાડતે - “કઈ છે ? કોણ છે ? અહીં આ તે !' પણ ક્યાંયથી કેઈને જવાબ જ મળતો નહિ. આવાં મકાનમાં નેકરોને બોલાવવા જુદી જ સગવડ કરેલી હોય છે. જગાએ જગાએ ગરમ કરેલી હવા દાખલ કરવાનાં દ્વાર એવાં રાખેલાં હતાં કે, બધે ઉનાળાનું વાતાવરણ માલૂમ પડતું હતું. જાણે જૂન મહિને કોઈ જાદુગરે પકડીને આ મહેલમાં પૂરી દીધો હતો. વળી અવારનવાર મીઠી મોહક સુગંધ આવતી જણાતી. જાણે છુપાવી રાખેલાં અસંખ્ય ફૂલે એ સેવા બજાવી રહ્યાં હોય ! બધે શેતરંજીઓ ગાલીચા તો હતા જ, ઉપર પગ મૂકતાં ખચકાવાય એવા ! કઈ કઈ જગાએ બારીઓમાંથી બહારના બગીચાની, પથ્થરની માતઓની, ક્યારાઓની, ઝરણુઓની, અરે થેમ્સ નદીની ઝાંખી થતી.