________________ પ્રેમી જઈએ! પતિ નહિ ! રક હવે તે ગ્વિનપ્લેઈને ખાસ ઝનૂનમાં જ આવી ગયો. “ભલે ભલે, કોઈ આવતું નથી તે હું પોતે ગમે તે રીતે અહીંથી જઈશ. કઈ બારીબારણાં તેડવા પડશે તો પણ તેડીશ, સામું લશ્કર આવશે તે તેને નાશ કરીશ, પણ ડિયા પાસે જરૂર પહોંચી જઈશ !" - અચાનક તેને પાણી વહેવાને ખળખળ અવાજ સંભળાય. એક ગલી જેવા ભાગમાંથી આગળ જઈ, બારણામાંથી પડદો હઠાવતાં જ તે એક અણધારી જગાએ જઈ પહોંચ્યા. તે એક ભવ્ય સ્નાનગૃહ હતું, અને તેમાં એક બાજુથી ગરમ સુગંધી પાણીની ધાર વછૂટી રહી હતી અને એ વિશાળ ઓરડા જેવો નાનકુંડ ભરાતે જ હતું. એ આખો ઓરડો એ સ્નાનકુંડને જ બનેલ હતો. તેમાં એક કિનારી ઉપર એક સ્ત્રી આડી પડી રહી શકે અને તેના પગ પાસે તેને પ્રેમી કે તેને કૂતરે બેસી શકે તેટલી લંબાઈનો મઢેલો સેફે હતો. તેનો નીચેનો ભાગ ચાંદીને હતા. એ સ્નાનકુંડની બીજી બાજુ ચાંદીને બનાવેલે આઠ નાના વિનિશિયન અરીસાઓને એક ટોઈલેટ-સ્ટેન્ડ હતો. સોફા પાસે એક ખૂણા જેવો ઘાટ પાડી એક ટેકરી ટીંગાવેલી હતી. તેની નીચે રાજમુગટ જડેલી મુદ્રાવાળી ચાંદીની એક તખતી હતી. ગ્વિનપ્લેઈને ઊભો હતો તેની બરાબર સામી બાજુએ બારણું જેવો ખુલે ભાગ હતો, પણ તેની ઉપર ચાંદીના તારની બનાવેલી અને કરોળિયાના જાળની જેમ ગૂંથેલી બારીક જાળી લટકાવેલી હતી. તેમાંથી આરપાર દેખી શકાય તેમ હતું. જાળામાં વચ્ચે જ્યાં કરોળિયો હોય, ત્યાંથી તેની પારના ઓરડામાં સૂતેલી એક નગ્ન સ્ત્રી દેખાતી હતી. નગ્ન એટલે બિલકુલ કપડાં વગરની નહિ ! તેણે આખા શરીર ઉપર ઝાકળ જેવા પાતળા વસ્ત્રને સળંગ ઝભ્ભો પહેરેલો હતે - જેવો ચિત્રોમાં દેવદૂતોએ પહેરેલો હોય છે; પણ એ ઝબ્બે