________________ 230 લાકિંગ મેન એ બારીક હતું કે, એ સ્ત્રીની નગ્નતાને જ તે વધુ ખુલ્લી કરતા–વધુ મોહક બનાવતો. કરેળિયાના જાળા જેવા પડદાની પાછળ એ ઓરડે શયનગૃહ હતો. એ ઓરડે બહુ વિશાળ ન હતો. તથા તેની ચોતરફ તથા ઉપર બધે નિશિયન અરીસાઓ જડેલા હતા. એ બધા એવી રીતે ગોઠવેલા હતા કે તે દરેકમાં ઓરડા વચ્ચેની શય્યા પૂરેપૂરી દેખાય. એ પથારી ચાંદીની જ હતી અને તેના ઉપર પેલી સ્ત્રી સૂતેલી હતી. તે ઘસઘસાટ ઊંઘતી હતી. એ ઓરડામાં સીધે દીવો ન હતે. સ્નાનગૃહના પ્રકાશને પરિવર્તનની ગોઠવણીથી જ એ ઓરડામાં પ્રકાશ પેસતો હતો. જાણે એ નગ્ન સ્ત્રીની શરમથી પ્રકાશ પોતે જાણે તે ઓરડામાં સીધે પેસતાં અચકાતો ન હોય ! એ પથારીને ઉપર છત જેવું કે ચંદરવા જેવું કાંઈ જ ન હતું. એટલે એ નગ્ન સ્ત્રી આંખ ઉઘાડે તો છતમાંના અરીસાઓમાં તેને પિતાનાં હજાર હજાર નગ્ન રૂપ દેખાય. એ પથારીની પાર સામેની બાજુએ એક બારણું હતું, જે મેર અને હંસનાં રંગબેરંગી ચિત્રો ચીતરેલે કાચ જડીને બનાવેલું હતું. પથારીના માથા આગળના ભાગ પાછળ એક ચાંદીનું મેજ હતું, જેના ઉપર અનેક મીણબત્તીઓવાળી દીપદાની હતી તથા એક પુસ્તક. એ બધું, જેકે, વિનપ્લેઈનને નહેતું દેખાયું, - તેને તે પેલી સ્ત્રી જ દેખાઈ હતી. તેણે એ સ્ત્રીને ઓળખી કાઢી હતી. તે ડચેસ હતી - જેણે