SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમી જોઈએ! પતિ નહિ! 231 તેને પ્રેમપત્ર પાઠવ્યો હતો! આખા જગતની એક જ સ્ત્રી, જે આંધળી ન હોવા છતાં, તેને ચાહતી હતી, તેને ઈચ્છતી હતી ! નગ્ન સ્ત્રી જેવી શસ્ત્રસજ્જ બીજી કોઈ ન ગણાય. તેને જેવી એટલે ભારોભાર જોખમ. અને છતાં ડ્રિનપ્લેઈન તેને જોઈ જ રહ્યો. તેણે ત્યાંથી નાસી જવા ઈચ્છવું ખરું. પણ તેને લાગ્યું કે તેનામાં ત્યાંથી હાલવા - ખસવાની શક્તિ નહોતી રહી. શું તે કઈ બેશરમ સ્ત્રી હતી ? તે કુંવારિકા હેઈ શકે? હા, તે બંને હતી. તેના સમગ્ર સૌંદર્ય ઉપર અસ્પૃશ્યતાને હુકમ જાણે મોટા અક્ષરે લખેલો હતો. એ અણબેટયું સૌદર્ય હતું. નગ્ન દેખાવામાં જે નિર્લજજતા હતી, તે તેના પ્રતાપીપણાથી ઢંકાઈ જતી હતી. ગ્રિનપ્લેઈન ધ્રુજવા લાગ્યો, માત્ર પ્રશંસાના ભાવથી. નસીબની નવાઈઓને અંત આવવાને હતો કે નહિ ? આજે તેના માથા ઉપર કેવા કેવા વજપાત થવા શરૂ થયા હતા ? અને એ બધાને અંતે પાછું આ સ્ત્રીનું દર્શન ! નસીબનું એ કઈ ભયંકર કાવતરું તો નહોતું ? આ સ્ત્રીના દર્શનથી છેવટે તેને છેક અભિભૂત કરવા માટે જ, તે પહેલાંની બધી નવાઈઓમાંથી, તેને પસાર કરવામાં નહોતો આવ્યો છું ? માણસના ચિત્તમાં બધા સંસ્કાર સુષુપ્તપણે મેજૂદ હોય છે. આપણે નિર્દોષ હોઈએ, તથા બહારના દેખાવમાં બધી રીતે પવિત્ર હેઈએ, તે પણ બધા દુર્ગણે અજ્ઞાત રીતે આપણામાં તૈયાર બેઠેલા હેય છે.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy