________________ લાફિંગ મન શ્વિનપ્લેઈન ભાન ભૂલવા લાગ્યો. ગંગારિક પ્રસાધન-શણગારવસ્ત્ર વગેરે સાથે જેને જોઈ હોય તો પણ મૂઢ થઈ જવાય, તેને છેક જ નગ્ન જેવી, એટલે જાણે બચાવનાં બધાં સાધન વિનાના થઈ જવું. માણસના ચિત્તમાંની બધી અંધારી સુપુત બાજુ જાણે એકદમ જાગ્રત થઈ ઊઠે. વિનપ્લેઈન બી, ફ પડી ગયે, છતાં જોઈ જ રહ્યો. તે આકર્ષાતો જતો હતો; તેણે તે આકર્ષણમાંથી છટકવા હવાતિયાં મારવા માંડ્યાં. પણ તેની સામે તે શું કરી શકે ? પિતાની સામે તે શું કરી શકે ? તેણે આંખો મીંચી દીધી, પણ એ મીંચેલી આખો વધુ પારદર્શક બની ગઈ - તેની નજરથી તે સુંદર મોહક આકૃતિ દૂર જ ન થઈ. મોહ વસ્તુ એવી છે. પગમાં તે જાણે ખીલા જડી દે છે - એવા ખીલ કે આગળ જવું હોય તો જવા દે, પણ પાછા ફરવા માટે વધુ સખત બને ! પાપના અદશ્ય હાથે જ ક્યાંકથી નીકળી આવીને આપણને નીચેના ઢાળ તરફ જોરથી ગબડાવવા માંડે. તેનું મગજ જોરથી ધમધમવા માંડયું હતું. તેને દિશાનું ભાન પણ રહ્યું ન હતું. સમુદ્ર વચ્ચે રહેતી જળદેવીઓ ખડક ઉપર બેઠી બેઠી ખલાસીઓને જ્યારે આકર્ષવા માંડે છે, ત્યારે એ ખડકમાંનું ચુંબક પણ વહાણને એ ખલાસીઓના હાથ કરતાં વધુ જોરથી તે તરફ જ ખેંચતું હોય છે. ખડકથી હંમેશા દૂર ભાગનારો ખલાસી ખડક ઉપર બેઠેલી પિલી જળદેવી તરફ વેગે વહાણ હંકારવા પ્રયત્ન કરે છે, અને સાથે સાથે ખડકમાંનું ચુંબક પણ જહાજને તે તરફ ખેંચે છે. | વિનપ્લેઈનને એ વાતને આધાર પણ નહોતો રહ્યો કે, હું વિદ્રુપ છું, એટલે આ સ્ત્રી તિરસ્કારપૂર્વક મને હાંકી કાઢશે.”