________________ પ્રેમી જોઈએ! પતિ નહિ! કારણ કે, એ સ્ત્રીએ તેને જાતે લખી જણાવ્યું હતું કે, તે તેને ચાહે છે - ઈ છે છે. માણસને ગબડવાની વખતે એક એવી ક્ષણ આવે છે જ્યારે તે પોતાનું સમધારણું ખોઈ બેસે છે; અને પછી પાપ તરફ ઢળતી વૃત્તિઓપતાનું સહેજ વજન ઉમેરી આપતાં, માણસ સીધે તે ઢાળ ઉપરથી ગબડાવવા માંડે છે. એટલે ગ્વિનપ્લેઈન ક્યાંય સુધી ત્યાંથી ખસ્ય જ નહિ. અને પેલી સ્ત્રી જાગી ઊઠી. કઈ છે કે ?" એણે મધુર ગંભીર અવાજે કહ્યું. વિનપ્લેઈને એને મધુર અવાજ પહેલી વાર સાંભળે. એનાથી તો એનું રહ્યુંસહ્યું ભાન પણ લુપ્ત થઈ ગયું. પેલીએ પછી પેલા અરીસાવાળા બારણા ઉપર બેત્રણ ટંકારા માર્યા અને પૂછયું, “લોર્ડ ડેવિડ, તમે આવ્યા છે કે કેટલા વાગ્યા હશે ? બાકિંલફેડ્રો, તું છે કે ?" પેલી સ્ત્રી એ બારણું બાજુથી પાછી ફરી. “તે કઈ સ્નાનગૃહમાં છે? કેમ કઈ જવાબ આપતું નથી ? ના, ના, પણ એ બાજુથી તે કોઈ આવી શકે જ નહિ.” તેણે ચાંદીને પડદો ઉપાડ્યો અને સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. શ્વિનપ્લેઈનને જાણે મૃત્યુની ટાઢ ચડી ગઈ. હવે કયાંય નાસી જવાય કે છુપાઈ જવાય તેમ હતું જ નહિ. નીચેની ફરસ જે ફાટી ગઈ હોત, તો તે ખુશીથી તેમાં ઊતરી પડયા હોત. પેલીએ તેને જોયે. - તેને અત્યંત આશ્ચર્ય થયું. પણ તે જરાય ચોંકી નહિ. કંઈક સંતોષ તથા તિરસકારના ભાવથી તેણે પૂછ્યું, “શું ! ગ્વિનપ્લેઈન !"