SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ 202 લાસિંગ મેન રાજાથી માંડીને ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના રાજા જેસ-૬ અને જેમ્સ-૧ સુધીના અગિયાર રાજાઓની મહોરો છે. આ આપના મહેસૂલી કાગળે છે; પેલા આપના બે મુગટે છેઃ બેનને અને માર્વિસને; અને આપના પિશાક-ગૃહમાં આપને જરીકામવાળા ઉમરાવને ઝભ્ભો છે. આજે લૈર્ડ ચાન્સેલર અને ડેપ્યુટી અલ-માર્શલને થોડા કલાક અગાઉ, આપને અંગે પૂરી થયેલી તપાસની ખબર તથા નામદાર રાણીજીએ એ અંગે આપેલા હુકમ પહોંચાડવામાં આવ્યા છે. એટલે આવતી કાલે આ૫ને ઉમરાવસભામાં પ્રવેશવિધિ થશે. કેટલાય દિવસથી ઉમરાવસભા તાજ તરફથી રજુ થયેલા એક બિલ ઉપર વિચાર કરી રહી છે. એ બિલમાં રાણીજીના પતિ ચૂંક આફ કંબરલેન્ડને મળતી વાર્ષિક રકમને એક લાખ પાઉંડ સ્ટર્લિંગ અર્થાત 25 લાખ ફ્રેન્ચ લીવ્ર જેટલી વધારી આપવાનું સૂચવવામાં આવ્યું છે. આપ નામદારે એ વિચારણામાં ભાગ લેવાનું રહેશે.” પછી બાલિકે એ પોતાને અવાજ ધીમો કરીને સાવચેતી તથા સલાહના રૂપમાં ઉમેર્યું, " હજુ કશું પૂરું થયું ન કહેવાય. ઉમરાવ-સભાને આપને અંગેની માહિતી આવતી કાલે જ આપવામાં આવશે. આ આખી વાત રાજકીય કારણોસર ગુપ્ત રાખવામાં આવી છે. જેઓ આપના અસ્તિત્વની વાત જાણે છે, તેઓને પણ બીજો રાજકીય કારણોસર જે જુદું ફરમાવવામાં આવે, તો તેઓ આપના અસ્તિત્વની બધી વાત સદંતર ભૂલી જાય ! અને અત્યાર સુધી જે અંધારામાં રહ્યું છે, તે અંધારામાં જ હંમેશને માટે રહી જાય કારણ કે આપને એક ભાઈ છે - આપના પિતાને ન પરણેલQ સ્ત્રીથી થયેલો. તેની મા આપના પિતા દેશનિકાલ થયા ત્યારે ઇંગ્લેન્ડમાં જ રહી અને રાજા ચાર્સ બીજાની રખાત બની. એને કારણે આપના ભાઈને રાજદરબારમાં સારું સ્થાન પ્રાપ્ત થયું છે. આપણું ઉમરાવપદ આપના એ ભાઈને જ ખરી રીતે
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy