SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ સુખભવની રે પ્રાપ્ત થવાનું હતું, –ભલે એની મા આપના પિતાની કાયદેસરની પત્ની ન હોય; પરંતુ રાણજી આપના પિતાએ સ્વિટ્ઝર્લેન્ડમાં કાયદેસર કરેલા લગ્નને પસંદગી આપવા માગે છે, અને આપને જ આપના પિતાની મિલકતના કાયદેસર વારસ ઠરાવવા માગે છે. એટલે આપે રાણીજીની આજ્ઞામાં જ રહી, તે છે તે રીતે વર્તવું જોઈએ. રાણીજીએ તો આપને માટે અર્ધ-રાજશાહી લગ્નસંબંધ પણ વિચારી રાખ્યો છે. એટલે, મારા લોડે, આપને માટે આ એક નિર્ણાયક ક્ષણ છે. નસીબ એક બારણું બંધ કર્યા વિના બીજું કદી નથી ઉઘાડતું. અમુક ડગલાં આગળ વધ્યા પછી પાછળ ડગ ભરવું અશકય હોય છે. જેનો નવો કાયાપલટ થાય છે, તે પોતાની લુપ્ત થયેલી આકૃતિને હંમેશ માટે પાછળ છોડતો જાય છે. મારા લેર્ડ, ગ્રીન-બેસ’વાળા ગ્વિનપ્લેઈન હવે ગુજરી ગયા, એમ જ સમજજે !" _વિનલેઈન પગથી માથા સુધી કંપી ઊઠયો, પણ પછી સ્વસ્થ થઈ બોલ્યો, “સમજ્યો.” બાર્કિલફેડ્રો હવે હસીને, પેલી ગિનીઓ ભરેલ કાસ્કેટ પિતાની સાથે લઈને બહાર ચાલ્યો ગયો. જેના વડે સેતાને જિસસને લેભાવવા પ્રયત્ન કર્યો હતો, તે સુખવૈભવ આગળ સામાન્ય માણસ શી રીતે ટકી શકે ! | મહેલ, ગઢો, સત્તા, વૈભવ, નજર પહોંચે તેટલાં તમામ માનવ સુખ, ક્ષિતિજ સુધી વિસ્તરતો આનંદોનો ભર્યોભાદર્યો નકશે - જે તમામના એકમાત્ર કેન્દ્ર આપણે હોઈએ, એ જેવી તેવી મોહજાળ નથી ! વિનપ્લેઈન અત્યારે કશું વિચારી શકે તેવી રિથતિમાં જ નહોતો. વધારે પડતા પ્રકાશમાં આંખ ઝંખવાઈ જ જાય એકલો પડયા એટલે ખ્રિનપ્લેઈન આમથી તેમ મોટી ફસંગે આંટા મારવા માંડયા.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy