________________ 204 લાફિંગ મેન તે અત્યારે ખૂબ વેગથી વિચાર કરતો હતો. પોતાની સ્મૃતિને તે સતેજ કરવા લાગ્યો. તાજેતરમાં તેણે જે કંઈ સાંભળ્યું હતું અને જોયું હતું, તે બધું એક પછી એક તેની સમક્ષ તરી આવવા લાગ્યું. આ બધું જ્યારે તેણે પ્રથમ જોયું-સાંભળ્યું હતું, ત્યારે તે તેને એ બધું કેવળ તેની ઉપર થઈને પસાર થઈ જતું જ લાગ્યું હતું - તેણે પોતે તે બધું જાણે જોયું--સાંભળ્યું જ નહોતું. પણ અત્યારે પાછું તે બધું જેમનું તેમ તાદશ - તાજું થવા લાગ્યું. તે અચાનક થે. પિતાના હાથ પીઠ પાછળ રાખી તે ઊંચી નજર કરીને બોલ્યઃ વેર ! બદલો ! હું એક લડ-ઉમરાવ હતો. તેઓએ મને લૂંટવા, બરબાદ કર્યો, નાવારસ કર્યો, તજી દીધો, મારું ખૂન કર્યું ! મારા ભાગ્યનું શબ પંદર વર્ષ દરિયા ઉપર તર્યા કર્યું–આથથી કર્યું. પણ છેવટે તે કિનારે આવ્યું અને તરત ટટાર - જીવતું થઈ ગયું. હું ફરીથી જન્મ્યો છું. મને હંમેશ લાગતું કે, મારાં ચીંથરાં નીચે માત્ર કંગલા કરતાં કંઈક વિશેષ ધબકી રહ્યું છે. હું માણસ તરફ જોતો ત્યારે મને લાગતું કે તે બધાં ગાડરાં છે, અને હું કૂતરો નથી પણ ભરવાડ છું. મારા પૂર્વજો લોકોના ચરવૈયા, લેકેના નેતા, તેમના માલિક હતા. અને તે હતા તેવો જ હું છું. હું ઉમરાવ છું, અને મારે તરવાર છે; હું બેરન છું, અને મારે લોખંડી ટપ છે; હું માર્વિસ છું, અને મારે કલગી છે; હું રાજવી છું, અને મારે તાજ છે. હું પ્રકાશને રહેવાસી હતા, અને તેઓએ મને અંધારાને કીડે બનાવી દીધો. મારા પિતા ગુજરી ગયા એટલે તેઓએ દેશનિકાલીને પથરો તેમના માથા નીચેથી કાઢીને મારા ગળે બાંધી મને ટાંકામાં નાખી દીધો. તે બદમાશોએ મારું મોં કોતરી નાખ્યું. મને તેઓએ માણસ જાતની છેક હલકી કોટિમાં નાખી દીધો - મને ભાંડ-ભય બનાવી દીધો. પણ હવે હું એ અંધકારમાંથી છેક ટોચે આવ્યો છું. હવે મારે એ બધાનો બદલો લેવો જોઈએ !"