________________ સુખભવની રે તે નીચે બેસી ગયે, પાછો ઊભો થયે; પિતાના બંને હાથ વડે તેણે પોતાનું માથું સખત દબાવ્યું, અને પાછા આંટા મારવા લાગે. અહા હું ટોચે બેઠો છું -- હંમેશને માટે સૌથી ઊંચે ! હું હવે અંધારખીણમાંથી છેક ઉપર આવ્યો છું. મારે શહેરમાં તથા ગામડામાં મહેલો, ભવને, બગીચાઓ છે, ઉપરાંત શિકાર-ભરેલાં વન-જંગલ, ગાડીઓ, અને લાખોની આવક છે. હું હવે મિજબાનીએ આપીશ, ન્યાય ચૂકવીશ, મારી પસંદગીનાં સુખ જોગવીશ ! જે ડ્રિનપ્લેઈનને ઘાસમાંથી ફૂલ ચૂંટવાને અધિકાર ન હતો, તે હવે આકાશમાંથી તારા ચૂંટશે ! " આમ ભૌતિક વૈભવે ગ્વિનપ્લેઈનના અંતરમાં નૈતિક વૈભવનું સ્થાન ઝટપટ ખાલી કરાવવા માંડયું. બહુ કરુણ ફેરફાર ! માણસની નબળી બાજુ ઉપર અણધાર્યો હુમલો ! ઉત્તમ ગણાતી બધી હલકી બાબતે, જેવી કે, મહત્ત્વાકાંક્ષા છે, તેમ જ ચૂપ પડી રહેલી લાગણુઓ, વૃત્તિઓ, કામનાઓ, તૃષ્ણાઓ, - જે અત્યાર સુધી પશ્ય કમનસીબને કારણે દૂર ફંગોળાઈ ગઈ હતી, તે બધી હવે ધમાલ મચાવતી આખા હૃદયને કબજો જમાવવા પાસે ધસી આવી, અને તેને ઘેરાઈ વળી. વિનપ્લેઈને ગર્વ-અભિમાન-ગૌરવના મોટા ઘૂંટડા પીવા લાગે, જેથી અંતરાત્મા રંગાઈને કાળે ઠણુક બની જાય છે. “હું વક્તા બનીશ. બધાંને મારા મનમાં ભેગી થયેલી વાતો સંભળાવીશ ! આ લેકેએ જે કંઈ કદી જોયું નથી, તેમાં રહી આવેલો હું તેને કેવી કેવી વાતો સંભળાવી શકીશ ! મોહમાયામાં ઊંઘી રહેલા તેઓને હું વાસ્તવિકતાનું ચિત્ર માથામાં મારીશ! એ બધા સત્તાધારીઓ કરતાં હું વધુ સત્તાધારી નીવડીશ; કારણ કે, હું બને દુનિયાને