________________ 206 લાફિંગ મેન અનુભવ લઈ આવેલો છું! તેઓને સત્યનું દર્શન કરાવીશ! ન્યાયનું દર્શન કરાવીશ! તેમની કુટિલતાનું દર્શન કરાવીશ !" કલાકે પસાર થવા લાગ્યા. પ્રભાતનું આગમન થઈ ચૂકયું. કમરામાં એક સફેદ કિરણે પ્રવેશ કર્યો, તે શ્વિનપ્લેઈનના અંતરમાં પણ સેંસરું પેસી ગયું. . “અને ડિયાનું શું ?" એ કિરણે તેને પૂછયું.