SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ સુખભવની ટોચે 205 તાત્કાલિક જરૂરિયાત માટે મોકલાવેલી બે હજાર ગિનીઓ છે.” વિનપ્લેઈન તરત બોલી ઊઠ્યો, “એ ગિનીઓ મારે મારા બાપુજી ઉર્સસને પહોંચાડવી છે.” બહુ સારું, મારા લાડું. જે સારજંટ આપણું સાથે અહીં આવ્યો છે તે તરત જ પાછો ફરશે ત્યારે ટેડકેસ્ટર વીશીમાં ઉસને એ ગિનીઓ આપી આવશે. અથવા હું જ લંડન પાછો ફરીશ, ત્યારે સાથે લેતો જઈશ.” ના, ના. હું પોતે જ જઈને આપી આવીશ,” “શ્વિનપ્લેઈન બોલ્યો. “અશક્ય, " બાકિંલફેડ્રો ગંભીરતાથી બેલ્યો; " આપ નામદાર અત્યારે લંડનથી તેવીસ માઈલ દૂર વિન્ડસર મુકામે શાહી રાજમહેલ પાસે જ આપના કાલિયે લેજમાં છે. આપ નામદારને કેાઈને બહાર જાણ ન થાય તે રીતે અહીં લાવવામાં આવ્યા છે. જે લેકે આપને અહીં બંધ ઘોડાગાડીમાં મૂકી ગયા, તેઓ પણ આપ નામદાર કોણ છે, તે જાણતા નથી. તેઓ માત્ર મને જ ઓળખે છે. મારી પાસે એક ગુપ્ત ચાવી છે, જેના વડે હું આપને આપના કમરામાં લઈ આવ્યો છું. આ મકાનમાં બીજાં ઘણાંય માણસે સૂતેલાં છે; પણ અત્યારે તેઓ કોઈને જગાડવાની જરૂર નથી. અત્યારે તો થોડીક બાબતોની જાણકારી આપને કરવા માટે સમય છે. નામદાર રાણીજીએ એ કહેવા મને ફરમાયશ કરેલી છે.” બાર્સિલફેએ હવે ટેબલ ઉપર કાસ્કેટ નજીક પડેલાં કાગળનાં પાન ફેરવવા માંડ્યાં - મારા લૉર્ડ, આ આપના ઉમરાવપદ અંગે સરકારી દસ્તાવેજ છે. આ સિસિલીના માકિસપદ અંગેને દસ્તાવેજ છે. આ આપના આઠ બૅરનપદ અંગેના કાગળે, જેમના ઉપર કેન્ટના
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy