SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ રાણ એની મેલદિલી નિકાલીની અવસ્થામાં કરેલા લગ્નના, તથા પછી તેમને પુત્ર જમ્યાના દાખલા લઈ આવવામાં આવ્યા; તથા મા અને બાપ બંને મરણ પામ્યાના દાખલા પણ મેળવવામાં આવ્યા. જેક્રેઝની સહી સરખાવી જોવામાં આવી. આમ લોર્ડ ચાન્સેલરે ખાતરી કરી લીધી કે એક ઉમરાવના વારસદારને ઉપાડી જવામાં આવ્યો હતો, તથા વિદ્ર૫ કરી મૂકવામાં આવ્યું હતું. સાથે સાથે એ માહિતી પણ મળી આવી છે, તે વારસદાર અત્યારે જીવે છે અને લંડનના એક પરામાં જ ખેલ કરે છે. લોર્ડ ચાન્સેલરે રાણીજીને જણાવ્યું કે, “સૌ કોઈનાં જીવન અને અંગોને માલિક રાજ છે; તથા તેને પોતાને ઠીક લાગતાં કારણસર ગમે તેનાં અંગે અથવા જીવન હરી લેવાનો અધિકાર છે: રાજ્યના ભલા ખાતર કેટલાય રાજવંશી ડચૂકની આંખ કાઢી લેવરાવવામાં આવી છે; રાજસિંહાસનની વધુ નજીક જેમને અધિકાર પહોંચી જાય તેવા કેટલાયને રજાઈઓમાં રૂંધી નાખીને મારી નાખવામાં આવ્યા છે, અને તેમનું મૃત્યુ લકવાને કારણે કે હૃદય બંધ પડી જવાને કારણે થયેલું જાહેર કરવામાં આવ્યું છે; ટયુનિસના રાજાએ પોતાના પિતાની આંખો ખેંચાવ કઢાવી હતી, છતાં તેના એલચીઓને શહેનશાહે સ્વીકાર્યા હતા. એટલે અંગે વગેરેને છેદ કરાવવો એ રાજાને અધિકાર છે. પરંતુ દરિયામાં ડુબાડી દેવામાં આવેલ માણસ પણ મરવાને બદલે કિનારે નીકળી આવે, તો એમ મનાય કે, ઈશ્વરે રાજાના કૃત્યને ફરીથી સુધારી આપ્યું છે; તેમ જેને ખરા હક ડુબાડવામાં આવ્યું હોય તેવો સાચો વારસદાર મળી આવે, તો રાજાએ તેને તેની મિલકત તથા શિરતાજ પાછાં આપવાં જોઈએ,–તે મુજબ વિનપ્લેઈનને પણ તેના વારસા અને પદ ઉપર પાછા અધિષ્ઠિત કરવો જોઈએ. પેલો બદમાશ હર્દકને તેને ઓળખી આપે એટલે બસ!” 1 3
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy