SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ 194 લાકિંગ મેન લોર્ડ ચાન્સેલરે પિતાના એ માટેના હુકમ નીચે તા. ક. કરીને ઉમેર્યું હતું કે, બદમાશ હર્દકેને કબૂલાત કરવાની ના પાડે, તો તેને વિધિસર ત્રણ દિવસ રિબાવી, ચોથે દિવસે વિનપ્લેઈનની મોઢામોઢ કરો. વિનપ્લેઈનને વિદ્રપ બનાવી મૂકવામાં આવ્યો છે, એટલી વાતની રાણું અનને જાણ હતી. પણ પિતાની બહેન જૈસિયાનાને પોતાના પિતાએ બક્ષેલી લૅન્યાલની મિલકતને કબજે છોડવો ન પડે, એ માટે તેણે એવું નક્કી કર્યું કે, ડચેસ જેસિયાનાએ નવા લૉર્ડ લેખ્યાલ એટલે કે ગ્વિનપ્લેઈન સાથે લગ્ન કરવું ! આ હુકમ પાછળ જૈસિયાન પેલી મબલક મિલકતની માલિક રહે એ ભાવ કરતાં, વધુ સૌંદર્યને ઘમંડવાળી પોતાની બહેનને આ વિદ્ર૫ માણસ પરણાવી હલકી પાડવાને ભાવ કેટલું કામ કરતો હતો, તે તે એ રાજવી હૃદયોને નિયામક જાણે! બાર્સિલફેએ બધું બરાબર પાર પાડી આપ્યું. તેણે રાણીજીના હુકમ અને મરજી પ્રમાણે બધી કારવાઈ એવી ગુપ્ત રીતે ચલાવી કે, પિતાના ઘમંડની ઊંચાઈએ જ રહેતી સિયાનાને કાને કશું પહોંચ્યું જ નહિ. લેર્ડ ડેવિડ ડિરી-મઈરને તે ફલેન્ડર્સને કિનારે દરિયા ઉપર કામગીરી બજાવવા જ મોકલી દેવામાં આવ્યા; જેથી જેસિયાનાને રાણી પોતે ન કહે ત્યાં સુધી આ વાતની કશી ખબર જ ન પડે. પણ રાણું એને લોર્ડ ડેવિડને, જેસિયાના સાથે લગ્નથી મળતા ઉમરાવપદથી વંચિત કરવાના બદલામાં, એક લાભ ગોઠવી આપે. હોલબર્ટન નામના એક કેટને ફેંચ કાફલે ભેદવાની બતાવેલી બહાદુરીના બદલામાં તેને રિયર-એડમિરલ તરીકે મળેલું પ્રમોશન સહી માટે રાણી અન પાસે આવ્યું, ત્યારે તેમણે તેનું નામ રદ કરી તેની જગ્યાએ લેડ ડેવિડનું નામ મૂકી આપ્યું.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy