SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ 195 રાણી એનની ખેલદિલી આવો મજાનો ખેલ રાણીની સમક્ષ ભજવાતો હતો, અને તેની એકમાત્ર સૂત્રધાર તે પોતે હતી, એથી રાણું એને પરમ સંતોષ અનુભવવા લાગી. પિતાના પિતાએ કરેલા એક અપકૃત્યને ધોઈ કાઢી, એક જણને તેના ઉમરાવપદ ઉપર પાછે આરૂઢ કરવારૂપી સત્કૃત્ય તેને હાથે થતું હતું. અલબત્ત, એ સત્કૃત્યથી બીજી બાજુ પિતાને અણગમતી બહેનને ઘમંડ ઊતરતો હતો તેની ફજેતી થવાની હતી; પણ તેથી એ સત્કૃત્યનું સત્કૃત્યપણું શી રીતે ઘટી જાય ? ઉપરાંત શ્વિનપ્લેઈનની વિપતા કેવા પ્રકારની હતી, એની રાણીને કશી ચોક્કસ માહિતી ન હતી. કારણ કે, બાકિંલફેડ્રાએ જાસિયાના ઉપર પોતાનું વેર લેવા માટે રાણું એનને એ બાબતની વિગતથી લગભગ અણજાણ રાખી હતી. ઉપરાંત, ધારે કે થેડીઘણી વિદ્રપતા હોય, પણ તેથી ઉમરાવપદના સાચા વારસદારને તેના હક ઉપર સ્થાપિત કરતાં અટકાવાય શી રીતે ? અને એ સાચા હકદારની મિલકત જાસિયાનાને મળેલી હોઈ, જૈસિયાનાએ તે હકદારને પરણુને જ એ કેયડાને ઉકેલ લાવી આપવો રહ્યા ! રાણુ આ વખત દરમ્યાન વિન્ડસર મુકામે રહેતી હતી, જેથી આ બધી બાબતની જાણ કે ચેંચૅપંચે જાહેરમાં બહુ થાય નહિ. પંદર વર્ષ સુધી સમુદ્ર પેલી તુંબડીને રમાડ્યા કરી હતી અને સાચવી રાખી હતી, તે બાલિકે ડ્રો માટે જ જાણે! બાકિલફેડ્રેને જેસિયાના ઉપર આવું અણધાર્યું વેર વાળવાનું મળ્યું, તેથી તે તે રાજી રાજીના રેડ થઈ ગયો. શ્વિનપ્લેઈન નામ તો બાકિંલફેડ્રોને પરિચિત હતું. ટંડેકેસ્ટર વીશીમાંના “ગ્રીન-બોકસ' થિયેટરને ખેલ જેવા તે જઈ આવ્યા હતા, અને તેના પાટિયા ઉપરના “લાફિંગ-મેન ગ્વિનપ્લેઈન' એ અક્ષરે
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy