________________ 19s લાફિંગ મેના તેને બરાબર યાદ હતા. એટલે પેલી તુંબડી હાથમાં આવતાં, વિનપ્લેઈનને શોધી કાઢવા માટે તેને કશી ખાસ તકલીફ લેવી ન પડી ! ઉપરાંત, એક ઊંડી અંગત વાત તે અહીં જ જણાવી લઈએ લેડ ડેવિડ જેસિયાનાના પતિ થઈ લેડ કૉન્ચાલી બને, તેમાં બાલિફોને છે લાભ ? પણ વિનપ્લેઈન જૈસિયાનને પરણી લૈર્ડ લૅન્યાલ બને, તેમાં તે બાકિલફે ને બધે લાભ જ લાભ ! એ રખડતા ભાંડ જેવા જુવાનિયાને એની આ મબલક મિલકતને ભગવટે આપવા-અપાવવામાં જ બાકિંલફેડ્રો ન્યાલ થઈ જાય; કારણ કે, વિનપ્લેઈનને એ બધું બાકિલ ની કામગીરીથી જ મળ્યું હોઇ, તે જ તેને એકમાત્ર સલાહકાર, મિત્ર, પાલક તથા માર્ગદર્શક બની રહે ! ઉપરાંત એ ઉમરાવ પણ કેવો ! રાણીની બહેનને પતિ ! અહા, કેવી કેવી ભારેખમ તો એક જ તડાકે બાકિલફેના હાથમાં આવી પડી હતી ! બધું કામકાજ યોજના પ્રમાણે ધમધોકાર ચાલવા લાગ્યું. જે દિવસે વિનપ્લેઈનની ઓળખ હર્દકેને મેએ કરાવવામાં આવી, તે જ દિવસે રાણીએ વિન્ડસરથી પિતાની ઘોડાગાડી લેડી જૈસિયાનાને વિન્ડસર તેડી લાવવા માટે મેકલી. જૈસિયાનાએ વિનપ્લેઈનને ગુપ્ત રીતે મળવા બોલાવ્યો હોવાથી, તેને વિન્ડસર જવાનું મન ન હતું; પણ રાજદરબારી શિષ્ટાચારમાં રાણીજીના હુકમને અનાદર થઈ શકે નહિ, એટલે તે લંડનનું પિતાનું હંકરવિલ હાઉસ છોડી, વિન્ડસર જવા ઊપડી. તે જ ક્ષણે વાપેનટેક ટંકેસ્ટર વીશીમાંથી વિનપ્લેઈનને હકેને સમક્ષ લઈ આવવા નીકળ્યો હતો.