SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 198 લાફિંગ મેન ફરસથી છત સુધી પહોંચતી લાંબી બારીમાંથી, આંગણાને ઘેરતા અર્ધચંદ્રસ્તંભની પંક્તિ તથા આસપાસ બે નાના અને વચ્ચે એક પહેળો એ ત્રણ દ્વારવાળા દરવાજે વગેરે દેખાતું હતું. એ બધા સ્તંભે તથા આંગણાની ફરસબંધી આરસપહાણનાં બનાવેલાં હતાં. દરવાજાના અને બીજા સળિયા ઉપર ચળકતા શંકુઓ હતા તથા કમાન ઉપર સુંદર કારીગરીવાળી ટોચ હતી. આંગણાને આ છેડે ઊંચા વિશાળ છાપરાવાળું મોટું બાંધકામ વિસ્તરેલું હતું. તેની દરેક વિગત કેતરકામ, કારીગરી, સુશોભન વગેરેથી બનાવાય તેટલી ભવ્ય બનાવવામાં આવી હતી. આસપાસના ફુવારાઓ, દેવદેવીઓનાં પૂતળાંઓ, કૃત્રિમ ઝરણાંઓ,– એ બધું આખા મકાનને પરીઓના મહેલનું સ્વરૂપ બક્ષતાં હતાં. - ગ્વિનપ્લેઈન જે કમરામાં બેઠો હતો, તેની જ વિગતો જોઈએ : તો પાર ન આવે. અગ્નિ માટેની વિશાળ ભવ્ય અંગીઠી, પગથિયાંથી ચડવાના ભવ્ય વિશાળ સુશોભિત પલંગ, દીવાલ પાસે ગોઠવેલી રૂપેરંગે સજેલી આરામ ખુરશીઓ, છતને ઘુમ્મટ, નીચેની ભવ્ય કારપેટ, ઓશીકાના - ગાદીઓના મલમલ અને જરીકામના ગલેફા, ભીંત ઉપર લટકાવેલાં વિવિધ કારીગરીવાળાં હથિયાર, મુદ્રાંકિત ઢાલો વગેરે બધું કઈ અજાયબઘરને લાયક બાબત હતી. આ બધી ભવ્યતા વિનપ્લેઈનના મનમાં રૂંધામણ જેવી જ લાગણી પેદા કરવા લાગી. આ ભવ્ય મહેલને રહેવાસી માલિક કેણ હશે ? વળી દેખતે જ આ કોઈ મહેલ નહતો પણ વિશાળ દરબારગઢ હતા. આ બેડમાં કો સિંહ વસવાટ કરી ટહેલત હશે ? શ્વિનપ્લેઈન પૂરે જાગ્યો નહોતો, પણ તેનું હૃદય આ બધું જોઈ બેસી જવા લાગ્યું. રૂંધાતા સ્વરે તેણે પુછયું, “હું ક્યાં છું ?" “આપ નામદાર, આપના નિવાસસ્થાને છે, માય લોર્ડ,” પેલા ખુલ્લે માથે ઊભેલા માણસે જવાબ આપ્યો.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy