________________ અંતરને કીડાની પેઠે કરવા લાગી. આવો સત્તાશાળા-વૈભવશાળી * વગ હેવ એ તેને આભાસ - દુઃવપ્ન જેવું લાગવા માંડ્યું. તે લેકે ખરેખર આપણા જેવા જ લેહી-માંસના બનેલા માણસે છે એ વસ્તુ તેને શંકાપડતી લાગવા માંડી. પણ જેમ જેમ તેને એ સ્ત્રીની અને પિતાની વચ્ચેનું અંતર અનુલંઘનીય દેખાવા માંડ્યું, તેમ તેમ નવાઈની વાત છે કે, તેના અંતરને તે સ્ત્રી માટેનો તલપાટ વધવા લાગે - અસહ્ય બની રહ્યા. તેની તદ્દન નજીક, તેના હાથમાં જ એક વાસ્તવિક સ્ત્રી હતી -- ડિયા. પણ તે કેવળ આત્મારૂપ હતી. ત્યારે અપ્રાપ્ય અને દૂર-સુદૂરના આદર્શરૂપ જે સ્ત્રી દેખાતી હતી, તે હાડમાંસની બનેલી હતી! + આ પરંતુ, જેમ જેમ એ સ્ત્રી તેના અંતર પર કબજો જમાવતી ગઈ, તેમ તેમ તે સ્ત્રીને ફરી નજરે જોવાનું જ તેને માટે અશકય બની રહ્યું. કારણું કે, તે સ્ત્રી ફરીથી ખેલ જેવા આવી જ ન હ. તે પછી એક વખત સ્વપ્નની પેઠે નજરે પડી ગયેલી એ સ્ત્રીએ આભાસ, તેની ધખણામાં પડવું, એ તે કેવી મૂર્ખતા ? તારાએ સામે પ્રશંસાની - પ્રેમની નજરે તમે જોઈ શકે? કારણ કે તે ફરીથી દેખાય જ છે - કાયમી છે. પરંતુ વીજળીના ચમકારા સાથે તમે પ્રેમમાં પડી શકે ભલા ? વિનલેઈનની તો રાતે ઊંધ પણ હરામ થઈ ગઈ; અને દિવસે કામકાજમાં મન લગાડવાને ગમે તેટલો પ્રયત્ન તે કરે, છતાં તેનું મન વળી વળીને પિલીના ચિંતનમાં જ લાગી જતું. આ ઘમસાણ ઘણે વખત ચાલ્યું. ઉર્સસને કે ડિયાને એ અંગે કશું કહીને મનને ભાર ખાલી કરાય તેમ નહોતો-કારણ કે પિતે તે બેને કશેક ભારે અપરાધ કરી રહ્યો છે, એમ તેને લાગતું જ હતું.